Andhari aafat - 5 books and stories free download online pdf in Gujarati

અણધારી આફત-5

અણધારી આફત

Part - 5

એવા માં લલિતજી દૂધ લઈને આવ્યા અને મને પૂછ્યું હવે તમારી ઈન્કવાયરી પતિ ગઈ હોય તો આપડે ચા પિયે. મન શાંતીદેવી ચા બનાવ માટે કીધું. મેં શાંતીદેવી નો આભાર માન્યો અને એ ઉભા થઈ ને ચા બનવા માટે ગયા. મેં લલિતજી ને એક વાત પૂછી તમે સાયકોલોજી બનાવો છો. તો તમને માનવ વર્તુણક અને એના સાયકોલોજિકલ વર્તુણક પર તો આપણું મહારથ હશેને. લલિતજી એ હસતા હસતા કીધું કે હા ચોક્સી સાહેબ હું બે દાયકાથી આજ કામ કરું છું અને મને આજ આવડે છે? મેં લલિતજી ને સવાલ કર્યો કે માણસ જ્યારે આત્મ હત્યા કરવાનું વિચારે ત્યારે સૌથી પહેલા એના મગજ માં સુ આવે?લલિતજી એ મને કીધું જે માણસ આત્મ હત્યા કરવાનું ત્યારેજ વિચારે જ્યારે એની સહન શક્તિ ની ચરમસીમા આવી ગઈ હોય, અપમાન સહન ન થાય, માનસિક અસંતુલન હોય, કે પૈસા નો પ્રોબ્લેમ હોય આ થોડા કોમન ઉદારહણ છે. હવે વાત મહેશ ની તો એ માસિક રીતે એક દમ તંદુરસ્ત હતો અને દસ લાખ ના લીધે એ એવું પગલું લે આ શક્ય નથી હા બની શકે કે ચોરી ના આરોપ માં એની બદનામી થાય એ કદાચ એનાથી સહન ના થાય તો આવું બની શકે.

તો આ એક કારણ હોઈ શકે જેના લીધે મહેશે આ પગલું લીધું હોય. બીજું કે માણસ જ્યારે આત્મ હત્યા કરવાનું વિચારે એટલે પ્રથમ એ સૌથી સહેલો રસ્તો જ વિચારે જેમા એને ઓછી તકલીફ પડે અને જીવ જલ્દી નીકળી જાય જેમા કે ટ્રેન નીચે આવી જાઉં, ઝેર લઈ લેવું, કે ગળે ફાંસો આપવો, વગેરે, , મેં લલિતજી ને પૂછ્યું કે જો આવું હોય તો મહેશ એક કેમિસ્ટ હતો એને કેમિસ્ટ્રી નો જાણકાર માણસ હતો તો એ કોઈ કેમિકેલ કે એવી દવા લઈ સંકેત જેમાં એ આસાનીથી મારી સંકેત તો એ પોતાની જાતને સળગવા જેવો ખતરનાક નિર્ણય કેમ કરી શકે. લલિતજી મારી વાત સાથે એક દમ સંમત થયા. એવા માં શાંતિદેવી ચા લઈને આવ્યા અમે લોકો એ ચા પીધી અને હું મહેશ ની કંપની ની અડ્રેસ લઈને ત્યાંથી નીકળી ગયો. ત્યાં થી સીધી મારી કાર હવે ''માય ફાર્મસિટીકલ" ની સામે ઉભી હતી. મેં ગાડી પાર્ક કરી અને અંદર જવાનું વિચાર્યું ત્યાં રિસેપ્શન પર એક સુંદર છોકરી બેઠી હતી. મેં એને જઈને મહેશ વિશે માહિતી પૂછી તો એને કીધું કે એતો થોડા સમય પહેલા આત્મ હત્યા કરી ચુક્યા છે. મેં એને કીધું કે હું ઇન્સ્યોરન્સ કંપની માંથી આવું છું અને મારેથોડી માહિતી જોઈએ છે. જો તમારા કોઈ મેનેજર લેવલ ના માણસ મને મદદ કરે તો મારું કામ પતિ જાય. રિસેપનીસ્ટે મને વેઇએટિંગ માટે મુકેલા સોફા પર બેસવા માટે ઈશારો કર્યો હું ત્યાં બેઠો અને એને ઇન્ટરકોમ પર કોઈની સાથે વાત કરી અને મને થોડી વાર માં એને અંદર સીધા જવા માટે કીધું અને ત્યાં સામે થોમસ ની કેબીન છે એમાં તમે જઈ શકો છો? હું અંદર પ્રવેશયો અંદર ઘણા લોકો કોમ્પ્યુટર પર લાગેલા હતા ત્યાં મારી નજર સામે રહેલા એક કાંચ ના કેબીન માં ગઈ એ નું બહાર લખ્યું હતું માર્કેટિંગ હેડ થોમસ. મેં કેબીન પર નોક કરી અને અંદર આવા માટે અનુમતિ માંગી. તો થોમસે મને અંદર આવા માટે કીધું. અને એની સામે રહેલી ચૈર માં હું ગોઠવાયો. મેં મારો પરીચય આપ્યો તો થોમસ ખૂબ હોશિયાર માણસ નીકળ્યો એને મને મારું વિઝિટિંગ કાર્ડ કે કોઈ આઇડેન્ટિટી કાર્ડ માંગ્યું. મારી પાસે તો ડિટેકટિવે નું લાઇસન્સ અને આઈ ડી હતું. મેં ઘણો પ્રયન્ત કર્યો વાત ને ફેરવાનો. અરે મેં એના સડેલા મોઢા ના અને એક દમ ચીપ પસંદ કરેલા એક દમ ભદ્દા કરલ ના કપડાં ની તારીફ કરી. પણ થોમસ સાલો જેવો દેખાતો હતો એવો હતો નૈ. ખૂબ ચાલાક હતો. એટલે મેં સમય સુચકતા વાપરી અને એને સાચું કઈ દીધુંઅને મારું આઈ ડી કાર્ડ પર બાતવ્યું. એ જોતા એ કોઈ વિચાર માં ખોવાઈ ગયો જાણે એના મગજ માં કઈ ગણતરી ચાલી રહી હોય કે કઈ પ્લાન કરી રહ્યો હોય.

થોડી વાર પછી સ્વસ્થ થયા પછી એને મને પૂછ્યું હા બોલો મિસ્ટર ચોક્સી હું તમને સુ મદદ કરી શકું એટલે મેં કીધું કે મારે મહેશ ની વાત જાણવી છે. એને કંપની એ કમ દસ લાખ રૂપિયા આપેલા એટલે થોમસે મને કહ્યું કે એને થોડા ઇક્વિપમેન્ટ અને થોડા લેબ કેમિકલ લાવાના હતા એને એને રસ્તા માં એક સપ્લાયર હતો એટલે વિશ્વાસ રાખી અને મહેશ ને મેજ પૈસા આપયેલા પણ સાલો હરામી જુગાર રમવા બેસી ગયો અને હારી ગયો. મેં થોમસ ને પૂછ્યું શું તમને એ વાત નો ખ્યાલ હતો કે એ જુગાર રમતો હતો? થોમસ ને મને કીધું જોવો ચોક્સી સાહેબ મને એ વાત નો ખ્યાલ હોત તો હું શું કામ એને પૈસા આપવાનું જોખમ લેત! અમે બીજી વાતો કરતા હતા ત્યાં મારી નજર એના કેબીન માં રહેલી મદનલાલબાપુ ના ફોટા પર ગઈ અને મેં થોમસ ને પૂછ્યું તમે આ બાપુ માં માનો છો. થોમસે ફોટા ને નમન કરતા કીધું હા આજે જે પણ છું એમના લીધેજ છું. અને અમારી કંપની ની માલકીન માયા મેડમ પણ એમને ખૂબ મને છે. મેં થોમસ ને પ્લાન્ટ વિઝિટ કરવા માટે કીધું તો થોમસે કીધું કે અમે ફાર્મ દવા બનાવીયે છીએ અને એ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે. ચોક્કસ અનુમતિ વગર હું તને વિઝિટ ના કરવી શકું. મેં કીધું સારું તું તું મારી મુલાકાત માયા મેડમ સાથે કરવી શકે તો થોમસે કીધું હું એમને વાત કરી જોયું જો એ હા પડે તો તમે મળી શકો. એને ઇન્ટરકોમ પર વાત કરી અને મને મારી જાણકારી આપી અને મારે મળવું છે એવું સામેના વ્યક્તિ ને કીધું વાત પર થી એ માયા મેડમ જ લાગતા હતા. થોડી વાર માં એને કોલ પૂરો કરી અને મારી શકે જોઈને કીધું યુ આર લકી મિસ્ટર ચોક્સી મેડમ મુલાકાત માટે રાજી થઈ ગયા છે.

થોમસે મને એની પાછળ આવા માટે જણાવ્યું હું એની પાછળ જતો હતો અને ઓફિસ પર નજર ફેરવતો હતો. ઓફિસ માં હિમાલય જેવી ઠંડી હતી કદાચ સેન્ટ્રલાઈઝ એ. સી. સિક્સટીન ડિગ્રી પર હશે મને તો ઠંડી લાગવા મંડી આદત નહતી ને આવી ઠંડી ની આપડે તો એક કચડ કચડ અવાજ ના પંખાની આદત. ઓફિસ ની ડિઝાઇન એક દમ માં મોહી લે આવી હતી અને કલર પણ જોરદાર પસંદ કરવામાં આવ્યો હતો અને દરેક વ્યક્તિ પોતાના ડેસ્કઃ પર લેપટોપ માં કૈક કરવા માંથી રહ્યા હતા. સામે ચા અને કોફી માટે નેસ્કેફે નું મશીન પડેલું હતું. એક વાર તો મને વિચાર આવેલો સાલું આપણું નસીબ ક્યારે ચમકશે અને આવી કંપની માં કામ કરવા મળશે.

એવામાં મારી નજર એક કેબીન ની સામે લખેલી તકતી પર ગઈ એના પર લખેલું હતું "માયા" એક દમ ફેન્સી ફ્રન્ટ માં મને થયું બસ ખાલી માયા કઈ બીજું કેમ નૈ લખ્યું હોય ત્યાં થોમસે કીધું આપડે પહોંચી ગયા માયા મેડમ ના કેબીન પાસે અને થોમસે મને કીધુ કે મેડમ ને માયા કહેડાવ્યું વધારે ગમે છે. અને એને દરવાજા પર કનોક કર્યું અને અંદર થી અવાજ આવ્યો કમ ઈન. . . . એનો અવાજ એટલો મધુર હતો કે મને તો થોડી વાત આવું લાગ્યું કે જંગલ ની નીરવ શાંતિ માં કોયલ નો આવાજ હોય એક દમ મનમોહક. અવાજ થીજ ભલ ભલા ને મહાત કરી દે એવો એનો અવાજ હતો. થોમસે દરવાજો ખોલ્યો તો અંદર થી ગુલાબ ની એક દમ સુંદર ખુશ્બૂ મારા નાક માં મહેસુસ થઈ આહ. . . મારા મોઢા માંથી નીકળી ગયું. એવા માં થોમસે મારી તરફ ઈસરો કરી ને કીધું. . હી ઇસ મિસ્ટર ચોક્સી. . . મેડમ માયા એ મને કીધું હેવ આ સીટ પ્લીસ અને થોમસ ને જવા માટે કીધું. મેડમ માયા એ મને પૂછ્યું તમે કઈ લેશો ચા, કોફી ઠંડુ. . એ વખતે હું મેડમ માયા ને આંખો ફાડી ને જોઈ રહ્યો હતો.