Andhari Aafat - 10 books and stories free download online pdf in Gujarati

અણધારી આફત-10

Part-10

એવા એમ એક બંધ રૂમ માં મને કઈ અવાજ આવ્યો એ રૂમ બહાર થી બંધ હતો હું ધીમે થી એ રૂમ માં ગયો ત્યાં ખૂણા માં કોઈ હાથ પગ અને મોં બાંધેલો કોઈ વ્યક્તિ હતો. નજીક જઈને જોયું તો ત્યાં જયજ હતો. મેં એને છોડાવ્યો અને એને કીધું આપડે અહીંથી નીકળી જવું પડશે નહીં તો એ અપડાને મારી નાખશે. એવા માં બહાર બાપુ બરાડવા લાગ્યા અને એ લોકો ફટાફટ કદાચ નીકળી રહ્યા હતા અને અંદર ના રૂમ માંથી કોઈ બહાર આવ્યું. મેં બારણાં ની તિરાડ માંથી જોવાનો પ્રયત્ન કર્યો પણ કઈ દેખાયું નહીં. મેં કી હોલ માં જોયું તો બાપુ દેખાતા હતા. થોડા સમય માં કદાચ બધા નીકળી ગયા અને બાપુની બાહોપાશ માં કોઈ સુંદરી હતી. બંને એક બીજા ના આલિગન માં હતા. ત્યાં યુવતી અમારા દરવાજા સામે ફરી તો એ માયા જ હતી બંને એક બીજા ના શરીર સાથે એક દમ લપાઈ ગયા હતા.

મનેતો ચકર જેવું લાગતું હતું. માયા નું આવું રૂપ જોઈને. બંને એક બીજા ને ગાંડા ની માફક ચૂમી રહ્યા હતા. થોડા સમય આ પ્રણય ક્રીડા ચાલી અને બંને એ એક સાથે દારૂ ના ગ્લાસ ઉઠાવ્યા અને ચાર પાંચ પેગ મારી ને અંદર રૂમ માં બંને ચાલ્યા ગયા. મને લાગ્યું આજ મોકો છે છટકવા મોં પેલા તો થયું બંને ને રંગે હાથ પકડી પોલીસ બોલાવી લેવી પણ જયે મને ના પડી અને અહીંથી નીકળવા માટે કીધું. જે રસ્તે થી અમે આવેલા એ રસ્તે થી અમે બહાર નીકળી ગયા પણ બહાર હોલ માં થોડી માણસો હતા એટલે અમે ટેરેસ પર ગયા અને ત્યાં થી નીચે ઉતારી અને હું જ્યાં થી આવેલો એ રસ્તે અમે લોકો નીકળી ગયા અને મારી બાઈક લઈને અમે થોડા દૂર ચાલ્યા ગયા.

જયે બાપુ નું રૂપ જોયેલું એ ના પછી તો એના માટે બોલવા માટે શબ્દો નહતા મેં એને પૂછ્યું જય તારા હાથ માં સુ આવેલું છે? એ કોઈ વિચાર માં ખોવાયેલો હતો. મેં એને હચ બચાવી ને પૂછ્યું જય કઈ બોલ હવે. જયે મોઢા માંથી ગાળો બોલવા ની ચાલી કરી સાલો બો કોળી નો બાવો અમે એને ભગવાન માની ને પુજ્યો અને સાલો હરામખોર રાક્ષસ નીકળ્યો. અમારી લાગણી ઓ જોડે સાલા એ મજાક કરી. મેં કીધું જય તારા જેવા ઘણા લોકો સાથે એને આવું કરેલું છે આપડે એને નાગો કરી દેવો જોઈએ અને જનતાને આપડે બતાવી દેવું જોઈએ આ બાવા ની સચ્ચાઈ. જયે મારી સામે જોઈને કીધું હા તું સાચું કહે છે. એ સ્વસ્થ થયો અને મને કીધું કે એ તપાસ કરી રહ્યો હતો આશ્રમ માં ત્યાં એને આ ખુફિયા દરવજો જોયો અને અંદર જઈને તપાસ કરી ત્યાં કોઈ આવી ગયું. તો હું છુપાઈ ગયો ત્યાં માયા અને આ બાવો આવેલા. માયા એને તારી વાત કરતી હતી. કે તું એની તપાસ કરવા આવેલો મહેશ ની બાબત માં. એટલે બાવા એ કીધું મહેશ ને આવી રીતે મારાવેલો છે કે કોઈને કઈ ખબર ના પડે અને સ્ટોરી પણ બધા એ માની લીધી હવે એમાં કઈ ના થાય.

ત્યાં માયા બોલી હા આ સાલો મહેશીયો આપડી પોલ ખોલવા જઈ રહ્યો હતો. મેતો એને પગાર વધારે આપી અને આપડા અંગત માણસો માં સામેલ કરવાનું વિચારેલું. અને એને આપડી પ્લાન્ટ પર આવેલી ખુફિયા લેબ માં એને ડ્રગ બનાવ લગાડેલો પણ સાલા ને પહેલાજ દિવસે ખબર પડી ગઈ કે અહીં સુ બને છે એટલે એ પોલીસ જોડે જવાનો હતો. એટલે એને બૌ સફાઈ થી મારી નાખવામાં આવેલો એક દમ આત્મ હત્યા લાગે એમ. માયા એ કીધું આ ડ્રગ્સ ના ધંધા અને પૈસા કમાવા માટે તો મેં મારા પતિ ને અને એના ફેમિલી ને મારવી દીધી તો આવા મહેશ સુ છે? મેં જય ને કીધું સુ વાત કરે છે એટલે માયા ના પરિવાર અને મહેશ નું ખૂન માયા એ અને આ બાવા એ કરાવેલું. હા માયા ની લાંબા માં ડ્રગ્સ બને છે અને આ બાવા ની આયુર્વેદ ની દુકાનો આખા દેશ અને વિદેશ માં પણ છે એ સાલો આયુર્વેદ ની આડ માં ડ્રગ નું ડીટ્રીબ્યુશન કરે છે. પણ માયા અને બાવા ના સંબન્ધ કેમના થાય અને સીમા,મોનિકા અને માંગીલાલ આ બધા નો સુ વાંક હતો એ જાણવું જરૂરી હતું.

જયે મને કીધું કે એ લોકો તો મને મારવાનો પ્લાન બનાવેલો છે. એટલે મને સમજાયું કે એ ડાયને મને કેમ મોહિત કરવાનો પ્રય્ન કરેલો. પણ મને કેમ મારવા માંગતા હતા. કદાચ હું માયા વિશે વધારે જાણી ગયો હતો એના ગામ માં પણ ગયો હતો એટલે એની એને ખબર પડી હશે. મેં જય ને કીધું જય આપડા બંને પાછળ આ લોકો જરૂર પડશે આપડે સવાર સુધી માં કઈ કરવું પડશે નઈ તો કાલે કદાચ એ લોકો તને ગમે ત્યાં થી શોધશે અને આપડા ને નઈ છોડે. જયે કીધું કે મારી પાસે માયા અને પેલા હરામી બાવાની વાત ચિત્ત નું વિડિઓ રેકોર્ડિંગ છે. એને એ એ આ શર્ટ ના બટન ના નાના કેમેરા માંથી છુપાની ને લીધેલું. એના સિવાય ના બધા પુરાવાઓ એ સાલાઓ એ લઈ લીધા છે. જયે કીધું કે આપડે મનન પાસે જલ્દી જવું જોઈએ અમે લોકો એ મનન ને રેલ્વે સ્ટેશન જોડે મળવા બોલાવ્યો એના ઘરે જઉ હવે અમારા માટે ખાતર થી ખાલી નહતું.

મનન અમને મળવા આવ્યો અને આખી વાત ની એને જાણ કરી મનને કીધું સાલાઓ આવા નીચ લોકો છે. મેં કીધું જો એ લોકો એ પોલીસ ને પણ ખરીદી રાખી છે અને મોટા નેતાઓ ના હાથ છે આ બાવા પર એટલે અપડે કોઈ વિશ્વાસુ માણસ ને આ પુરાવો આપવા પડશે અને પોલીસ માં કોઈ વિશ્વાસુ માણસ ને પણ વાત કરવી પડે. એવા માં મનને મારી સામે જોયું મેં કીધું શું? તો મનને મને કીધું તારી માશુકા કોલેજ ની અહીં સુરત માંજ પોસ્ટેડ છે. પાર્વતી એને વાત કરને જય પણ મારી સામે જોતો હતો હા પાર્વતી બરાબર વ્યક્તિ છે એ આપડા ને મદદ કરી શકે છે. મેં ચોખી ના પડી કે હું પાર્વતી સાથે વાત નઈ કરું. જય અને હું કોલેજ ના દિવસો માં ખોવાઈ ગયા.

હું પણ એ દિવસ ને યાદ કરતો હતો મારો અને પાર્વતી નું મુલાકાત નો પહેલો દિવસ. હું કોલેજ ના બીજા વર્ષ માં હતો અને પારો હા હું એને પ્રેમ થી પારો કહેતો હતો. હું જય અને મનન કોલેજ માં હંમેશા ની માફક ગાઉન્ડ માં બેઠા હતા. ત્યાં બાજુ ના રસ્તા પર આજે ભરચક હતો પહેલો દિવસ હતો કોલેજ નો એટલે પેહલા વર્ષ ના નવા લોકો આવેલા. એવા માં પારો એની બે ચાર ફ્રેન્ડ જોડે આવતી હતી એને પ્રથમ નજર માં જોઈને હું એના પ્રેમ માં પડી ગયેલો. મારા પર કોલેજ ની ઘણી છોકરીઓ મારતી પણ મેં ઘાસ નઈ આપેલો મારે તો બસ પારો જ જોઈતી હતી. પારો ને મેં કોલેજ માં બધા ની વચ્ચે પ્રપોઝ કર્યું હતું. એને મને બધા ની વચ્ચે એક જોરદાર થપ્પડ ગાલ પર આપી હતી અને એ થપ્પડ ની ગુજ થી વાતાવરણ એક દમ શાંત પડી ગયું હતું. બસ એ દિવસ બાદ એને ઘણી છોકરીઓ એ એને સમજાવી કે ચોક્સી જેવો છોકરો તને સામે થી પ્રપોઝ કરે છે અને ગાંડી તું ના પડે છે. એ સાક્ષાત કામદેવ છે. એના જેવા છોકરા માટે કેટલી છોકરીઓ મારે છે. પારો પણ કામ ના હતી દેખાવ માં રંભા અને સ્વભાવ માં કાળકા.