Andhari Aafat - 9 books and stories free download online pdf in Gujarati

અણધારી આફત-9

Part-9

એવા માં માયા ના ફોન માં કોઈનો કોલ આવ્યો અને ઉભા થઈ ને વાત કરતી હતી મને વધારે તો ના સમજાયું પણ કોઈને મળવા ની વાત કરી રહી હતી. એને મને કીધું કે મારે બહાર જવાનું છે તને ક્યાંય ડ્રોપ કરી દઉં તો મેં કીધું ના હું જતો રહીશ એને મને કીધું કે તું બેસ હું કપડાં ચેન્જ કરીને આવું એવા માં એ અંદર ગઈ. ત્યાં મારી નજર એને ટેબલ પર પડેલા મોબાઈલ પર કરી. મેં એમાં એક ટ્રેકર લગાવી દીધી જેથી જ્યાં જાય એને હું ટ્રેસ કરી શકું. એ કપડાં પહેરીને બહાર આવી અને અમેં બંને સાથે નીકળી ગયા મેં હોટેલ ની બહાર મારી બાઈક પાર્ક કરી હતી એની કાર બેઝમેન્ટ માં હતી એટલે મેં માયા ને કીધું આપડે હવે ક્યારે મળીશુ માયા એ એનો નંબર મને આપ્યો અને એમણે જુદા પડ્યા. ક્યારે મળીશુ એ વાત નો જવાબ એને હાલાકી સ્માઈલ આપેલો.

અમે લોકો જુદા તો પડ્યા પણ મારા દિલો દિમાગ પર માયા. . . . . માયા. . . . અને માયા જ હતી. એનો ગજબ નો નસો મારી રાગે રાગ માં વહી રહ્યો હતો. એના હોઠ પર નું ચુંબન મને એવું લાગ્યું હતું જાણે માખણ થી ભરેલા મોટા વાટકામાં માખણ ને કિસ કરી હોય. મને એવું લાગતું હતું કે હું હવા માં ઉડી રહ્યો છું. મને ખબર નહીં એવું તો સુ થયું કે મને સમજાતું નહતું. મારા માં આવેગ નું જાણે સુનામી ઉઠેલું હતું. ત્યાં મને માયા ની માનો રડમસ ચહેરો મારી સામે આવ્યો. અને મને ભાન થયું કે આ ઔરત કોઈ તો રાઝ લઈને ફરે છે. એના માં કદાચ વશીકરણ કરવાની તાકાત હતી જે પણ જોવે એનું દીવાનું થઈ જાય. મને ભાન થયું તો મારી મુર્ખામી પર મને હસું આવતું હતું કે જે ઔરત ની તપાસ કરું છું કદાચ એની સાથે આજે કાંડ થઈ જાત. .

ત્યાંથી હું સીધો મનન ના ત્યાં પહોંચ્યો મનન મારી રાહ જોતો હતો. મેં મનન ને પૂછ્યું શું થયું મિટિંગ માં મનને પહેલા તો માયા ના વખાણ કર્યા અને પછી એની કામ કરવાની રીત ના પણ એ એની કંપની વેચવા નહતો માંગતો. મેં મનન ને કીધું કે મને લાગે છે આ રોયલ હોટલ માં કંઈક તો ગડબડ છે? એટલે મનને મારી સામે જોઈને કીધું શું? ચોખી વાત કરને એટલે મેં કીધું કે ત્યાં મેં કોઈ ખુફિયા પ્રવૃત્તિ જોઈ છે અને મારી પાછળ ગુંડા પર પડેલા મેં ત્યાં કોઈ ખુફિયા દરવાજો જોયો છે. તો મનને મને કીધું કે હા મેં પણ સાંભળેલું છે ત્યાં પાર્ટી ઓ થાય છે અને એમાં ડ્રગ નું મોટા પાયે ઉપયોગ થાય છે. તો મેં મનને કીધું આપડે આ રેકેટ પકડવું પડશે તો મનને મને કીધું ભાઈ આ બધી વસ્તુ માં મોટા મોટા લોકો ના હાથ છે ઉલ્ટા આપડે ભરાઈ જઈસુ તું અહીંયા વેકેશન કરવા આવેલો છે તો તું એનો આનંદ લેને.

એવા માં હું મનન નું લેપટોપ લઈને માયા નું લોકેશન ચેક કરવા બેઠો તો મેં જોયું કે માયા મદનલાલ બાપુ ના આશ્રમ માં છે. એટલે મેં તરત જય ને કોલ કર્યો તો જય પણ એ સમયે આશ્રમ માં હતો અને એને મને પછી વાત કરવા માટે કીધું અને એને મને કીધું કે એના હાથ માં મોટી વસ્તુ લાગેલી છે તું કલાક પછી મને આશ્રમ ની નજીક મળ. હું સીધો આશ્રમ જવા માટે નીકળી ગયો ઘણો સમય નીકળી ગયો પણ જય બહાર આવ્યો નહીં એટલે મને ચિંતા થવા લાગી. જયે મને ફોન માં કીધું હતું એ પ્રમાણે એના હાથ માં કઈ મોટી વસ્તુ લાગેલી. મેં એના નંબર પર ઘણી વાત પ્રયત્ન કરેલો પણ નંબર બંધ આવતો હતો. મને હવે જય ની ચિંતા થતી હતી ક્યાંક એ મુસીબત માં તો નઈ હોય ને એને મારી મદદ ની જરુરુ તો નઈ હોય ને. મેં એક પણ પળ નો વિલંબ કર્યા વગર આશ્રમ માં જવાનું નક્કી કર્યું.

હું અને જય હંમેશ એક બીજા ને પોતાનું લોકેશન શેર કરતા આમ પણ વૉટ્સએપ્પ જેવી એપ્લિકેશન થી તો એકદમ આસાન હતું એટલે મેં જય ના છેલ્લા આવેલ લોકેશન પર તપાસ કરવાનું વિચાર્યું એ લોકેશન આશ્રમ માંજ હતું. મેં આશ્રમ ની પાછળ આવેલી દસ ફૂટ ઊંચી દીવાલ કૂદી ને અંદર જવાનું વિચાર્યું અને જે લોકેશન મને જયે છેલ્લે આપેલું એ દિશા માં હું આગળ વધી રહ્યો હતો. રાત્રી નો સમય હતો ભક્તો બધા નીકળી ગયા હતા ત્યાં આશ્રમ ના માણસો જ હતા મેં માયા ની કાર પણ પાર્કિંગ માં જોઈ. હવે હું બરાબર એ જગ્યા પર હતો જ્યાં જય નું લાસ્ટ લોકેશન હતું. પણ અહીંયા તો ચારે બાજુ ઊંચું ઘાસ હતું અને અહીંયા લોકો ની અવરજવર ઓછી હતી અહીંયા જય કેમ આવ્યો હશે. અહીંયા તો કઈ નથી. મેં ચારે બાજુ તપાસ કરી પણ કઈ માંડ્યું નહીં. એટલે મેં વિચાર્યું કે માયા ને શોધું તો કઈ મળે.

હું આશ્રમ ની વચ્ચે આવેલા મદનલાલ બાપુના બંગલા માં અંદર જવા માટે આગળ વધ્યો ત્યાં મારી નજર ત્યાં દોરી પર સુકાઈ રહેલા સેવક ના કપડાં પર ગયા જે દિવસે સેવકો રહેતા એના કરતા અલગ હતા એ કદાચ સ્પેશ્યલ સેવકો હશે એવું મને લાગેલું. મેં સીધા એ કપડાં ધારણ કરીને એક દમ આત્મ વિશ્વાસ સાથે એ બંગલા માં પ્રવેશ કર્યો કોઈ રાજા ના મહેલ થી કમ નહતો મદનલાલ બાપુનો આશ્રમ. મેં અંદર પ્રવેશી ને ચારે બાજુ નજર કરી બગલો એટલો મોટો હતો કે કઈ સમજાતું નહતું ક્યાં જાઉં એમાં મેં જે પહેરેલા કપડાં હતા એના જેવાજ કપડાં પહેરેલા થોડા લોકો આવ્યા અને મને કીધું કેમ અહીંયા ઉભો છે ચાલ જલ્દી કાર બાપુ ને મોડું થાય છે.

ધીમે ધીમે અમે લોકો એક કમર માં ગયા અને એક દિવસ પાસે ઉભા રહ્યા થોડી વાર તો મને સમજ્યું નઈ કે ક્યાં જૈયે છીએ?ત્યાં મસ્ત રેડ કલર નો ગાલીચો પાથરેલો હતો. બધા એવા માં અચાનક ગાલીચો ઊંચો થવા લાગ્યો મને નો બે ઘટી સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે? થોડી વાર માં અમારી સામે એક ખુફિયા દરવાજો હતો અને નીચે ની તરફ કોઈ ટનલ માં જતી હોય આવી સીડી હતી. એ લોકો જલદી માં હતા એટલે મારા મોઢા પર ધ્યાંન નહીં આપેલું અને જેમ બને એમ હું મારું મોં સંતાડી રહ્યો હતો. અમરે બધા વાર ફરીથી નીચે ઉતર્યા અને ટનલ માં રહેલા બીચ દરવાજા ને ખોલી અને અંદર પ્રવેશ્યા અંદર એક ભવ્ય સજાવટ સાથે નો બીજો બંગલો જ હતો મને આવું લાગ્યું.

સામે ના સોફા પર મદનલાલ બાપુ ચડો પેહ્રીને બેઠા હતા રોજ જોવા મળતા બાપુ નો આ રૂપ જોઈને તો કોઈ ઓળખીજ ના શકે કે આ એજ બાપુ છે જે સવારે ભક્તિ અને આયુર્વેદ ની વાત કરે છે. બાપુના મોઢા માંથી અમને લોકો ને જોઈને સરસ્વતી વહેવા લાગી અને કેતા હતા કે આ બધું કામ મારા અહીં આવ્યા પહેલા કરી નાખવાનું. અમે બધા મોઢું નીચે કરીને ઉભા હતા. બાપુ પાછા બારડયા નાલાયકો જલદી લાગો. અને બધા સાફ સફાઈ માં લાગી ગયા અને બાપુ માટે એક બ્રાન્ડેડ દારૂ ની બોટલ મુકવા માં આવી હું ફ્લોર સાફ કરી રહ્યો હતો ત્યાં ચારેક જેવા રૂમ હતા એક રૂમ માં કોઈ હોય એવું મને લાગ્યું. મન માં વિચાર આવ્યો કે માયા તો નઈ હોય ને. થોડા લોકો બાપુ માટે નોન વેજ બનાવ માટે રસોડા માં ગયા.