Andhari Aafat - 11 books and stories free download online pdf in Gujarati

અણધારી આફત-11

Part-11

હું પણ ક્યાં એમ આરામ થી હાર મને એવો હતો. ઘણી વાર પ્રપોઝ કર્યો પણ પારો ના માની તો નાજ માની છેવટે એ મારી ફ્રેન્ડ માની આમે લોકો સાથે બેસવા લાગ્યા વાતો કરવા લાગ્યા અને મને એનું આઈ પી એસ બનવાનું સપના ની વાત કરી. મેં પણ મારી દરેક વાત એની સાથે શેર કરી. ધીમે ધીમે એ મારા પ્રેમ માં પાડવા લાગી હતી પણ એને કેવા માં એનો ઈગો નડતો હતો. પેહલા ના પડી હતી અને કોલેજ વચ્ચે મને કીધું તું તારા જેવા વાંદરો થોડો મારો પ્રેમી બની શકે બસ એ વાત નો ઈગો.

પારો મને દિલો જાન થી ચાહવા લાગી હતી પણ એ ક્યારેય એ વાત મારી સામે કરી ના શકી. એને મારા ડિટેકટિવે બનવાના સપના પર પણ ગુસ્સો હતો. એ મને હંમેશ કહેતી કે આ બધી વસ્તુઓ આપડા ત્યાં ના ચાલે વાસ્તવિકતા માં જીવ અને મારી સાથે આઈ પી એસ ની તૈયારી કર. પણ મારું તો સપનું હતું ડિટેકટિવ બનવાનું એ હંમેશા મારી સાથે આ બાબત માં ઝગડતી અમે મારા પર એનો હુકમ લાડવાનો પ્રયત્ન કરતી. પણ મને હવે એ વાત ગમતી નહતી મારું એકજ તો સપનું હતું. અને એમાં ખોટું શું હતું. જે રીતે ક્રાઇમ વળી રહ્યો છે અને પોલીસ માં જવાનો ડર લોકો માં વધી રહ્યો છે એ જોતા આ વ્યાસાય ગમે ત્યારે ગરમી પકડી શકે અને મોટા પૈસાદાર લોકો સમાજ ના બદનામી ના દરે ઘણી વાર મારા જેવા લોકો નો સહારો લે છે.

મેં કોલેજ માંજ મારું કામ નાના પાયે ચાલુ કરેલું એવા માં એક દિવસ મનન ની એક ફ્રેન્ડ રેવતી ને એની સાવકી માનું બીજા કોઈ સાથે લફડું હતું પણ એને રંગે હાથ પકડવી હતી અને એને પપ્પા ને એ પુરાવા બતાવ હતા. રેવતી મરી પાસે મદદ માંગવા માટે આવી અને મને થોડા પુરાવા એકઠા કરવા માટે કીધું. અમને બધા ને ખબર હતી કે રેવતી ના પિતા એ બીજા લગ્ન કર્યા હતા રેવતી ની મમ્મી નું હાર્ટ એટેક માં મોત થયેલું એટલે રેવતી ને માનો હૂંફ મળે એટલા માટે એના પિતા એ બીજા લગ્ન કરેલા. રેવતી ના પિતા શહેર ના એક મોટા ઉદ્યોગપતિ હતા અને એક ભલા માણસ હતા. રેવતી એની સાવકી માનું વર્તુણક બરાબર નહતું લાગતું એ ઘણી વાર એના પિતા બહાર જાય એટલે ફોન પરજ લાગેલી રહેતી અને ઘણી વાર બહાર જતી તો સાંજે પછી આવતી.

રેવતી એ એના પિતાને વાત કરી પણ એના પિતા એ રેવતી ને ધમકાવી અને કીધું આવા વિચારો કરે છે તારી માં પ્રત્યે હવે એ તારી માં છે. કદાચ એના પિતા પેલી ના પ્રેમ માં ગાંડા થયેલા એટલે એમને એના સિવાય બીજું કોઈ દેખાતું નહતું. મેં રેવતી ની મદદ કરવા આ કેસ લીધો ખાલી દોસ્તી માટે. મેં એના ફોન કોલ ટેપ કર્યા અને એ વાત હવે પાક્કી હતી કે એનું કોઈ જોડે લફડું હતું. પણ રંગે હાથે પકડવા હતા એટલે એ લોકો એકજ હોટેલ માં મળતા રેવતીની મન આસિક ની એ શહેર માંજ હોટેલ હતી એને એમજ એ લોકો મળતા. મેં એ રૂમ નંબર અને બધી તપાસ કરી રાખેલી એક દિવસ જયારે બપોરે રેવતી એને મળવા નીકળી ત્યારે મેં રેવતી ને કોલ કર્યો કે તું ગમે તેમ કરી ને તારા પપ્પા ને હોટલ પર લઈને જદલી આવીજ ને રૂમ નંબર 420 પર જ આવજે સીધી.

થોડી વાર માં હું રેવતી અને એના પપ્પા રૂમ નંબર 420 સામે ઉભા હતા. દરવાજો મેજ ખખડવ્યો દરવાજો બે ખૌફ ખોલ્યો એ લોકો ઓવર કોન્ફિડેંસી માં હતા કે આપડી હોટલ માં કોણ આવે મારા રૂમ માં. અને દરવાજો ખોલાતાજ રેવતીના પિતા સીધા બેડ પર સુતેલી રેવતી ની માં પાસે જઈને એક ગાલ પર થપ્પડ મારી અને બોલ્યા સાલી છીનાલ. . . બસ એ વધારે કઈ બોલી ના શક્યા અને રડવા માંડ્યા અને રૂમ ની બહાર નીકળી ગયા. હું રૂમ માં એમની પાછળ જ દાખલ થયેલો રેવતી ની માં એક દમ નગ્ન અવસ્થામાં સુતેલી અને હાથ થી પોતાના અંગત ભાગો ઢાંકી રહી હતી કદાચ આ બધું એટલું ઝડપી બની ગયું હતું કે એની કલ્પના માં નહતું અને એને ત્યાં કઈ ઢાંકવા માટે માંડ્યું નહીં. દાનત તો પૈસા હડપવા ની હતી એની એ ફોન દરમિયાન ની વાતચીત ખુલાસો થયેલો. અરે એ લોકો એ તો રેવતીના પપ્પા અને રેવતી નું કાસળ કાઢવાનું પણ કાવતરું કરેલું. એ બધી ટેપ રેવતી એ એના પાપ ને રસ્તામાં સંભળાવેલી. એ સદમાં માં હતા એટલે મેં રેવતી ને કીધું તું તારા પપ્પા ને લઈને ઘરે જ આપડે શાંતિ થી વાત કરીશુ.

બસ રેવતીના પાપ એ એને સાવકી માને છોડી દીધી અને થોડા દિવસ માં બધું શાંત પડી ગયું રેવતી ચાર દિવસ બાદ કોલેજ માં આવેલી રેવતી એ મને આ વાત કોઈને ના કરવા માટે કીધું હતું એટલે આ વાત મનન હું અને જય જ જાણતા હતા. મેં પારો ને આ વાત નહતી કરી. રેવતી કોલેજ માં આવી અને મારી પાસે આવી મને કોલેજ ના ગાર્ડન માં આવા માટે કીધું ત્યાં ઝાડવાંઓ ની પાછળ હંમેશા પ્રેમી પંખીડાઓ જ આવતા. રેવતી એ મારો આભાર માન્યો અને ખૂબ રડી એટલે મેં એને એક ફ્રેન્ડ તરીકે હગ કર્યું એને શાંતવના આપી અને અમે જયારે એક બીજા ના અલીગન માં હતા ત્યારે અચાનક ત્યાં પારો આવી અને મારી સામે જોઈ અને કઈ પણ બોલ્યા વગર નીકળી ગઈ. મેં એ દિવસે પારો ને સમજવાની ખૂબ કોસીસ કરી. મારા ગ્રુપ માં બધા જાણતા હતા કે શું બનેલી પણ એ લોકો ને ખબર હતી કે હું અને રેવતી એ ગાર્ડન માં સુ કરતા હતા. બધા એ પારો ને સમજવાની કોસીસ કરે પણ આંખે જોયેલું સાચું માનવવા વળી પારો ક્યાં કોઈનું માનવા ની હતી રેવતી એ પણ એને સમજવાની કોસીસ કરી પણ એને રેવતી ને એક થપ્પડ રસીદ કરી દીધેલી. બસ બીજા દિવસ થી એ કોલેજ ના આવી નંબર પણ બદલી નાખેલો કોઈને કઈ ખબર નહતી એ ક્યાં ગઈ હતી. ત્યાં અચાનક આજે મનન આ સમાચાર લાવેલો કે પારો સુરત માં છે.

મનને આજે સવારે એનો ફોટો ન્યૂઝપેપર માં જોયો હતો. છેવટે ચાલો એક પ્રેમી તરીકે નૈ પણ એક જિમ્મેદાર નાગરિક તરીકે વાત કરવા હું તૈયાર થયો. પણ મેં કીધું કે વાત તું કરજે કદાચ એ તારી વાત મને મારી તો એ ક્યારેય નઈ માને. મનને કન્ટ્રોલ રૂમ માં કોલ કરીને પાર્વતી નો નંબર મેળ્યો અને એને કોલ કર્યો? હેલ્લો. . . હું મનન બોલું છું? કોણ મનન? પારો આપડે કોલેજ માં જોડે હતા. આ નામ સાંભળી ને તો એ સિંહણ ની માફક ફડકી. મિસ્ટર સાંભળી ને બોલો નઈ તો ખેર નઈ રે. . મનન એના અવાજ થીજ ડરી ગયો મેડમ હું ,તમે અને જય સાથે કોલેજ માં હતા. એટલે એને યાદ આવ્યું આમ પણ પારો નામ તો હું અને મારા ગ્રુપ સિવાય કોણ કેતુ એને. મેજ તો નામ પડેલું પારો મારી પારો. એને વાતચીત માં મારો ઉલ્લેખ નઈ કરેલો એને કીધું કે મારે તમારી મદદ ની જરૂર છે. જો તમે આવી શકો તો દમણ આવી જાવ અહીંયા મોટી સમસ્યા છે. સામે પારો એ કીધું ત્યાં મારા ઓળખીતા ને કોલ કરીને તમારી મદદ કરવા કહું છું. માને ફોન પર વધારે વાત કરવી યોગ્ય ના લાગી એટલે મેં મનને કીધું કે એને કે જલ્દી આવીજા. એટલે મનને એને કીધું કે એની પાસે બાબા મદનલાલ ના કાળા કારનામા ના પુરાવા છે અને અમારી જાન ખતરામાં છે. તમે જલ્દી સ્ટેશન પર આવો આપડે ત્યાં મળીશુ. એમ કહીને મનને કોલ કટ કર્યો.