Aankh books and stories free download online pdf in Gujarati

આંખ !

આંખે !

“छोड दो आंचल जमाना क्या कहेगा ? બસ વાત... દાટ વાળ્યો છે વાતે તો...ના સમજ્યા કંઈ લ્યો સાવ સીધું ગણિત...!! એમ નહીં અમારું પત્યું પણ તમારું પતશે કે કેમ તે પ્રશ્ન મને સતાવે છે..

તમે તો સાયન્સ ભણ્યા..મોટી પદવી લઈને છો બેઠા..પણ રહી નથી શકતા એમ ને ? પણ પછી ભરણપોષણ કરવાની ક્ષમતા ધરાવો છો ? કે રઝળતા મૂકી દેશો ? કે પછી એમનું બાળપણ ઝૂંટવી લેશો..અરેરે કેવા છો તમે તો? રતિક્રિડા મનલોભાવન પણ પરિણામ ઉર્ફે અંજામ કોણ જવાબદારી લેવા માંગશે? માંગ ને મોંઘવારી હરિફાઈ કરે એમાં બાળક બિચારું ફંગોળાતું રહે ને તમને અભિનંદન કઈ રીતે કોઈ આપે ? અનુપમા નો વિરોધ સાચો ને સરળ હતો. પણ બધી અનુપમા યાસ્મીન કે માઈકલ ની સેરા વગેરે વગેરે મરતી રહે પાછળ વણઝાર છોડી ને...માંગ વધે પણ પૂરવઠો પણ સાથે થોડો વધે...તેથી ભેળસેળ ને નકલી માલ દેશ વિદેશ માં વેચાય. લોલુપતા તો પણ ના સંતોષાય ...સાયન્સ વિચારે ગ્રહો ને ઉપગ્રહો પર જીવનેલઈ જવા .. ઇમીગ્રેશન કાયદાઓ ત્યાં કદાચ વધુ નોર્મલ હશે ...પત્થર ને આવી પાંખુ ને માણસાઈ મરી પરવારી લ્યો હજી તો કૂંપણ ફૂંટી ના ફૂંટી ને ત્યાંજ પિંખાઈ ગયો...!!! હવે પતિ ને ભગવાન માનનારી મંદિરે શું કામ જાતી હશે વાત કેમ સમજાઈ ? ને લાખો ખેડૂતોની વસુલાત કરનાર શેઠ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠ્ઠા થતા ભગવાન ને દંડવત પ્રણામ કરી કરી ને ટુ ડોનેશન ટેક્સ ફ્રી માટે, પોતાની ભૂલોના પ્રાયશ્ચિત્ત માટે કે પછી ભગવાન ને લાંચ આપવા કરે છે તે પણ વાત આગળ આંખ આડા કાન કરવાના ને ? પરંપરાગત ખર્ચો ને ભપકો વધ્યા કરે ? હા, ચાલો સાચુ ને ખોટુ જો કંઇજ ના હોય તો જે શીખ્યા તે ભૂલી જવાનું ને. .. સીધા જવાબમાં કોઈ માનતું નથી. .હા સીધા પ્રશ્નો પૂછી લે ખરા. સરવાઈલ ઓફ ફીટેસ્ટ ની વાત હોય ત્યાં વાત આવે છે ભોળા નાઈવ ડફોળ માણસોની....

કેમ કે તેમની ભલમનસાઈ નો લાભ લેવામાં આવે છે..પણ આપણે તો બધુ યથાવત કેમ સહન કરવાનું ? સેલ્ફી વોટ્સઅપ ટ્વીટર ને અન્ય મીડીયા વાળા માધ્યમ પર રોષ-લાગણી ને દુ:-પ્રેમ ને

-ચાર કે બે લાઈનમાં પતાવા હસ્તા મોઢે સળગતા મડદા...!! વધે મસ્જિદમંદિરો ને વધે લૂંટારાઓ પણ રમજાન, દિવાળીને ક્રિસમસ થાય . હા સંભવ છે હોલમાર્કે બનાવેલા તેહવારો કે ભૂલાઈ ગયા કે તે તો ખુશી માટૅ આવતા તેહવારો હતા. કુટુંબસમાજ ને દેશ સાથે હસતું માનવી હતું. આજે ભગવાન માં નહીં માનનાર ને શાસ્ત્ર ની શું હોય ખબર પ્રસાદ ને પંચામૄત એટલે શું ...પણ ધારો કે ખબર છે પણ શ્રધ્ધા કેટલી હોય ? વેજ-નોનવેજ શરાબને ડ્રગ્સમાં ગળાડૂબ સમાજ ના વડીલો ને પોતાના બાળ ની ચીસો કેમ નથી સંભળાતી ?

નોતરો વિનાશ ને પારણામાં લાલો ઝૂલાવો શું પડે છે ફેર ? પેસ્ટેસાઈડ્સ ને કેમીકલ્સ નો કોઈને ડર નથી... અરે હ્યુમનબોમ બની ઝન્નત કોઈ પામતું હશે ? પણ જરૂરિયાતો તોય પૂરી ના થાય આમાં ભગવાન કહે

તમારા કર્યા તમે ભોગવો...!! ફ્લાઇંગ કારમાં બેઠેલો પિન્ટુ બટન દબાવી ને સ્કૂલે પોતાની જાતે જશે ને સાંજ પડે સ્ક્રીન પર મોમ ને ગુડનાઈટ કરશે પણ હૂંફ મોમ ની ક્યાંથી લાવશે ? “

આમ નયન અને નયનતારા વાતો કરતા હતા ત્યાં ઝરણાં આવી. નયન ને ઝરણાં સગા ભાઈ બહેન. પણ નયન ખૂબ ડાહ્યો અને ઝરણાં એકદમ નમણી ને નાજુક. બહાર જવાનું થાય ન થાય ને બિમાર પડી જાય.

અને નયનથી ના રહેવાય, જોવાય એનું દુઃખ... બહેન ને જે જોઈએ તે આપવા તત્પર રેહતો અને દોડીને કામ કરતો. શિવાંગીબેન ના બંનેબાળકો આજે સ્કૂલમાં એડમીશન લેવા આવ્યા હતા. સાથે પિતાજી

નટુભાઈ પણ આવેલા. છેવટે અમારી ઝરણાંનું 'ખાસ' ધ્યાન રાખજો ની ભલામણ સાથે પાછા ફર્યા.

' નયન ચાલ ને આજે તો સ્કૂલનો પહેલો દિવસ છે.. ઉઠ ને ભાઈ ! 'ઝરણાં પોતાના કોમળ અવાજે અને નાજુક હાથે ભાઈને ઢંઢોળી રહી.

' ઉઠું છું ઝરણાં, એક મિનિટ તો આપ...!!' કહી નયન ઉઠ્યો. રોજની આદત પ્રમાણે " જય શ્રી કૃષ્ણ " કહી બંને હથેળીઓ ખોલી ' કરાગ્રે વસને દેવી કર મૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદ પ્રભાતે કર દર્શનમ' પછી વંદન કરી બ્રશ કરવા ચાલ્યો. ઝરણાં ભાઈના બેડ પર વિખરાયેલી ચાદર પાથરી દીધી ને પોતે પણ તૈયાર થવા ચાલી ગઈ. શિવાંગીએ રસોડામાંથી બૂમ પાડી, ' ઝરણાં-નયન તમારા પપ્પા ને લઈને ડાઇનીંગ

ટેબલ પર આવી જાઓ. બ્રેકફાસ્ટ ઇઝ રેડી ! ' કર્લી હેર વાળો નયન અને બે ચોટલામાં ઝરણાં રૂમમાં પ્રવેશ્યા. નટુભાઈથી રમુજ કર્યા વિના ના રહેવાયું ને બોલ્યા ' સોરી સોરી બિલાડી ને બ્રેકફાસ્ટ નહીં પણ મિયાંઉ

મિયાંઉ કરતી મિંદડી માટે દૂધ લાવો'તો ..'હસતા હસતા શિવાંગિ દૂધના બે ગ્લાસ લઈને આવી ગયા. સીરીયલ -ટોસ્ટ-જામ જ્યુસ બધુ ટેબલ પર ક્યારનું મૂકી દીધેલું

બધાએ પોતપોતાને ભાવતું થોડું થોડું લઈ લીધું ને પોતપોતાના માર્ગે જવા તૈયાર હતા. સ્કૂલ બસ પાંચેક મિનિટમાં આવતી હશે. કાંડા પર ઘડિયાળ બાંધતા કારની ચાવી ને હેન્ડકર્ચીફને ખિસ્સામાં મૂકતાં ગોલ્ડન ફ્રેઈમના ચશ્માં પહેરી નટુભાઈ બધાને હેવ નાઈસ ડે કહી બાય કરી નીકળી ગયા. શિવાંગીએ લંચબોક્સ દફ્તરમાં મૂકતાં ભણવામાં ધ્યાન આપવાનું કહી ગાલે ખુશીનું ચુંબન દઇ ઝાંપા સુધી સાથે આવી આવી ત્યાં તો બસ આવી ગઈ. હાથ હલાવી વિદાય આપી જતીરહેલી બસને દેખાય ત્યાં સુધી તાંકી રહી. આંખોના તારા, જીવ જેવા વ્હાલા પોતાના ભૂલકાં આમને આમ ક્યારે પ્રાથમિક ને માધ્યમિક પતાવી બંને કોલેજ જવા જેવડા થઈ ગયા તે ખબર પણ પડી. બંને પોત પોતાને હંફાવે તેવા તૈયાર થઈ ગયેલા. વક્તૄત્વ સ્પર્ધા હોય ચિત્રકળા કે કોઈ પણ સ્પોર્ટ્સ હોય બધામાં પહેલો ને બીજો નંબર આવે...પુરસ્કાર ને ટ્રોફીઝ મળે .નેશનલ એવોર્ડ્ઝ્માં સુવર્ણ મેડલ્સ

પણ નયન ને મળેલા. બેય વચ્ચેની હેલ્ધી હરિફાઈ જોઈ ખુશ થાતા. બંને એકબીજા ને હંમેશા

પ્રોત્સાહન આપતા ને માર્ગદર્શન પણ. આંખો હરખાતી...એજ આંખો ચાડી ખાતી બોલતી કેટકેટલું એક્બીજા ને સમજતી હતી...બંને ની આંખો. ..! આંખો માંગે બેતાળા શિવાંગી માટે ને ચશ્માં બધું નિહાળે ને આંખો ક્યારેક ખુશી થી રડે..!!ભગવાનનો મનોમન ઉપકાર માની કામ ના ટેન્શનથી પથારી પડ્યા પડ્યા આળોટતા નટુભાઈ પાસે જઈને શિવાંગી બેઠી. વાત માટે હોઠ ફફડ્યા પણ આંખોએ નટુભાઈની મુંઝવણ પૂછવા

ધારેલું ને શબ્દો સરી પડ્યા. આંસુ નું સરનામું આંખો બસ દડી પડ્યા આંખેથી..'તમે ચિંતા ના કરો બધું થઈ પડશે.' એટલું બોલી શકી. કાજલ વાળી તેની આંખો ઉંચી થઈ ને પલકો ઢ્ળી

તેને તાંકતા નટુભાઈ મલકી પડ્યા.. ને બોલી પડ્યા ' ઝુમતા મૌસમ મસ્ત મહિના, આંખો મે કાજલ મુંહ પે પસીના....યાલ્લાહ યાલ્લાહ દિલ લે ગઈ..!!' 'શું તમેય તે..!!' કહી શરમાઈ ગઈ શિવાંગીની આંખો.

કોલેજ ગાળા દરમ્યાન ક્યારે નયન ને નયનતારા સાથે પ્રેમ થઈ ગયો તે કેહવું મુશ્કેલ હતું પણ એક દિવસ અચાનક તેણે સાંભળેલું કે ' આપને કભી આપકી આંખે દેખી હૈં ?' હા, સાચે

નયન ની આંખો વિશાળ ને ભાવુક તો હતી . ..થોડીક માંજરી પણ હતી. એના દિલની વાતો કહી દેતી હતી. પણ તેથી પણ સુંદર નયનતારા ની આંખો હતી...અણિયારી નરગીસી આંખો

બુરખામાંથી પણ લોભાવી જાય તેવી હતી...અરે ! નયન તો બેકરાર થઈ ગયો હતો. ..આખી રાતનો ઉજાગરો, ક્યાંથી આવે ઉંઘ..લાલચોળ આંખો ઉપર ઠંડુ પાણી છાંટી કોલેજ માં રોઝ-ડે

ના દિવસે પ્રપોઝ કરેલું...તે ટોળે વળેલા આજુબાજુ વાળા બધા વિધ્યાર્થીઓએ તાળી પાડી ને અભિનંદન આપેલા. પુસ્તક હારીને ટેબલનાં ખૂણામાં પડ્યું છે.... આંગળીઓ બધી મોબાઈલે જીતી લીધી છે...! પણ નયન બધું જોયા કરે છે. તેથી યાદ આવે છે અનિલ ચાવડા 'બેદિલ' ની પંક્તિઓ કે

'આંસુઓ એમ હું સજાવું છું, આંખ જાણે કે આંસુદાની છે ! સાચવી રાખશું ઉદાસીને, ઉમ્રભરની આમદાની છે !' સામે નયનતારા બોલી ' તું મારજે અમથી આંખ, હું આપીશ અફવાને પાંખ.

અમથું વાવાઝોડું કરીએ. લે, ચાલ ! ગામ ગાંડું કરીએ. ' "ના નયનતારા ના, આંખ તો સ્નેહનું સરનામું છે. "આંખો આંખોમા બસ આમ પ્રેમ થઈ ગયો. વર્ષોની પ્રાર્થના ને સદીઓની

સાધના પછી આંખે જોયા સપના ને સાકાર થાતા ને બંનેના લગ્ન પણ થયા.

શિવાંગી ધારેલું કે પહેલાં દીકરી પરણાવી ધરે વહુ લાવીશ..પણ

નયન ને ઉતાવળ હતી...ને ઝરણાં પણ ભાભી લાવવા ખુશ હતી. દીકરી ભણશે તો સાસરુ સારું મળશે એમ વિચારી નટુભાઈએ અનુમતિ આપી કે ભલે નયન ના પહેલા લગ્ન થાય ને

ઝરણાં ભલે આગળ ભણે. ઓફિસેથી પાછા ફરતા ઘરના વિચારોમાં, ઓફિસના કામ ના વિચારોમાં નટુભાઈ ની કારને ક્યારે ટ્રક વાળા ની ટક્કર વાગી કે કાર તો સીધી રોડની બીજી બાજુ

જઇ ને ફંગોળાઈ ગઈ. કમનસીબે સાથે ઝરણાં પણ હતી. ઝરણાં ને કાચ આંખમાં વાગેલા ને જ્યારે તે બેભાન અવસ્થામાં પોલિસ ને મળી ત્યારે ખૂબ લોહી પણ નીકળેલું. ઝાંખરા ને કાંટાળા

જંગલી ઉંચાનીચા ઘાસમાં નટુભાઈ પડી ગયેલા નયન ને મળ્યા...તેનું હ્રદય દ્રવી ઉઠ્યું કરૂણ દ્ર્શ્ય જોઈને. એણેજ પોલિસ ને ફોન કરેલો ને પછી એમ્બ્યુલન્સ પણ બોલાવેલી. ઉપરથી

નજરે દેખાતી ઇજા અંદર થયેલી ઇજા ના બતાવે..જલ્દી ડોક્ટરની સારવાર મળે તો સારું ! ઉપરથી રહી છોકરીની જાત. હે ભગવાન બચાવી લો મારી બેન ને મારા પિતાજીને ..મૂંગી

પ્રાર્થના કરતો હાંફળો ફાંફળો હોસ્પિટલ પહોંચ્યો. ડોકટરે નિદાન આપ્યું કે '.આર માં ઝરણાં ના કાચ કાઢ્યા છે પણ લોહી ખૂબ વહી ગયું છે ને ઉંડા ઘા રેટીના પાસે છે ઓપરેશન કરવું

અનિવાર્ય છે..,માત્ર જોખમી નહીં પણ ખર્ચાળ પણ છે. પિતાજી ને પાટાપિંડી પછી ઓકે લાગે છે પણ આફટર શોક કદાચ નેક કે બેક ના પ્રોબ્લેમ નીકળે ખરા. પણ અત્યારે તો તેમની

ઉંમર પ્રમાણે તેમને હાર્ટ પર અસર વધુ થઈ હોય તેવુ લાગે છે અન્ટીલ ફર્ધર ટેસ્ટ પછીજ નિર્ણય લેવાશે.' 'શિવાંગી ને ખબર પડતાં દોડી આવેલ. નયને કહ્યું 'તું ચિંતા ના કર હું છું ને બધું સારું થઈ જશે.' નયનતારા ને શિવાંગી પાસે બેસાડી પોતે હમણાં આવે છે કહી તાત્કાલિક પૈસાની જોગવાઈ

કરવા વિચારવા લાગ્યો. બેંકમા થોડાક પૈસા હતા પણ કાફી નહોતા. ઘરે જઈ ને પોતાના સુવર્ણ મેડલ્સ લઈ ને જેમ તેમ કરી ને ઓપરેશનના પૈસા લઈને ભાગંભાગ કરતો પાછો હોસ્પિટલે

આવી પહોંચ્યો. પૈસા ભરી ને શિવાંગી પાસે આવ્યો કે ઝરણાં ને ઓપરેશન રૂમમાં લઈ જાય છે હવે ચાલો આપણે વેઇટિંગ રૂમમાં જતા પહેલા ડોક્ટર ને મળી લઈએ. નટુભાઈને ડર ના

માર્યા જે શોક લાગેલો તેનાથી મીની સ્ટ્રોક આવેલો...દવા ને તાત્કાલિક સારવાર લેવામાં આવી ને ત્રણેક દિવસ આઈસીયુ માં રાખ્યા.ઝરણાં માટે આપેલા બલિદાનથી બધા ની નજરમાં

નયન મુઠ્ઠેરી ઉંચો, બહેન પ્રત્યેની લાગણી નું પ્રતિક હતું. સૌથી મોટી ભેટ લાગણી. ઓપરેશન સક્સેસ નીવડ્યું ઝરણાં સૌથી પહેલાં ભાઈને જોવા માંગતી હતી. શિવાંગી ને નયનતારા પણ

ઝરણાં સંગ ભાવવિભોર થઈ ગયેલા. આંખ વિના અંધારું તો શિવાંગી 'આંધળી મા નો પત્ર' માં વાંચેલું પણ આજે અનુભવ્યું હતું. ઝરણાં ની આંખોએ ભોગવેલું અને તેમ છંતાય

બધાની સંવેદનાને સમજી શકનાર હતી માત્ર નયન ની આંખ...!!! અને તેથી નેત્રદાન શ્રેષ્ઠ મનાયું છે. રાહ જોતો પ્રેમી કહે છે કાગ ને કે મારું અંગ અંગ ખાજે પણ મારી પ્રિયતમાની રાહ જોતી આંખો ને રહેવા દેજે...!!