Mrugjadni Mamat - 21 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 21

મૃગજળ ની મમત

ભાગ-21

અંતરા હવે સ્નેહ ની હીઇફાઇ પાર્ટી મા પણ જતી નહીં. સ્નેહ ના કોઈપણ જાતનાં વર્તન પર એ રીએકટ ન કરતી. ઘીમે ધીમે સ્નેહ ઢીલો પડવા માંડયો. પોતાના બિઝનેસ માં .કેમકે કહેવત છે શેર ની ઉપર સવાશેર.. પોતાના પચ્ચીસ વર્ષની ઉંમરે એણે જે જોમથી કામ શરું કર્યું એનાં વાચારો..એ દસકા ઉપરની વાત થઇ ગઇ હતી. હવે એની બિઝનેસ સ્ટ્રેટેજી ઓલ્ડ ફેશન થવા લાગી હતી.અને એનું કારણ હતું એનો અહમ, એનો રુઆબ , એકમાત્ર પોતેજ આ કામ આટલું સરળતા અને એકયુરસી થી કરી શકે એવા ખોટા ખ્યાલો મા એ રાચતો હતો..હવે એનું અભિમાન એક હદ વટાવી ચુક્યુહતું. એજ કારણ હતું કે ધીમે ધીમે લોકો ની નજરે એ ઉતરી રહ્યો હતો. એ ભુલી ગયો હતો કે સુર્ય જેવાં સર્ય ને પણ સાંજ પડે અસ્ત થવું પડે છે. હવે યંગ જનરેશન ને પગપેસારો કર્યો હતો બિઝનેસ કરવા ની એમની પધ્ધતી સાવ જુદી જ હતી.જે સ્નેહ નો બરોબર મારે પડી રહી હતી. હવે એ ન છુટકે થોડો નવરો પડ્યો હતો . એટલે અંતરા નાં વર્તન પર ધ્યાન આપવા લાગ્યો. કેમકે હવે થોડું ઘરમાં બેસી રહેવા નું પણ થતું. હવે જયારે એ ઘરમાં આવતો અંતરા એને વળગતી નહીં. એની અને મન ની સાથે સમય વિતાવવા આજીજી કરતી નહીં. એ સ્નેહ નું કામ પતાવીને એકપણ શબ્દ બોલ્યા વગર જ પોતાના કામે નીકળી જતી અને પોતાના કામ બાબતે સ્નેહ કંઇ પુછે તો જરુરત પુરતો જ જવાબ આપતી. સ્નેહ હવે એનાં વર્તન થી અકળાવા લાગ્યો હતો કેમકે અંતરા હવે પહેલાં ની માફક એનાં થી ડરતી નહીં. હવે એ બહાર નીકળતી એટલે જમાના પ્રમાણે અપડેટ રહેતી. એટલે દલીલ કરતી વખતે સ્નેહ એવું પણ ન કહી શકતો કે તને ઘરકામ થી આગળ કંઇ ખબર ન પડે એટલે તું એ કર..હવે તો અંતરા જરુરીયાત માટે પૈસા પણ માગતી નહીં સ્નેહ છે અને એ ચુપચાપ લઇ લેતી.એ ખુબ લીમીટેડ કામ કરતી. પણ ખુબ ધ્યાન થઇને કરતી એટલે એનાં કામ ના વખાણ થતાં લોકો એની પાસે કામ કરાવવા નો આગ્રહ રાખતા . ઇવેન્ટ મેનેજમેન્ટ ની દુનિયામાં અંતરા નું આગવું સ્થાન હતું. એ હવે અંતરથી ખુશ રહેતી . અને બાહરી દુનિયામાં એ પોતાની ઓળખ બનાવવા માં સફળ રહી. લોકો હવે અંતરા ને ઓળખતા નહીં કે મીસીસ. સ્નેહ છાંયા તરીકે. સ્નેહ આ બધું નોટીસ કરતો હતો. હમણાં લગભગ એકાદ મહિના થી સ્નેહ ક્યાય ટુર પર ગયેલો નહીં. એટલે અંતરા અને નિસર્ગ ને પણ એ ઘણી વખત વાત કરતાં જોતો. નિસર્ગ જયારે પણ બેંગ્લોર આવતો એકવાર જરુર અંતરા ને મળતો. એ પણ કયારેય સ્નેહ થી છુપાઈને નહીં. એ સ્નેહ ની હાજરીમાં પણ આવતો.મન સાથે ખુબ રમતો. એનાં માટે ગીફ્ટ લાવતો અને મન પણ સ્નેહ કરતાં વધું નિસર્ગ સાથે કંફર્ટેબલ રહેતો. છેલ્લા એક અઠવાડિયા થી નિસર્ગ નિરાલી ના ઘરે ફરી રોકાયેલો. નિરાલી..આશીષ અંતરા અને સ્નેહ વાતો કરતાં આનંદ કરતાં .સ્નેહ ને પણ બોલાવતા પણ સ્નેહ નુ અભિમાન એની મોટાઈ હજું પણ એને રોકતી આ ગાળામાં સવારે વહેલા એણે બેથી ત્રણ વખત નિસર્ગ અને અંતરા ને સાથે વોક કરતાં જોયા. એ થોડો વખત ચુપ રહ્યો પણ અંતે એકવાર જ્યારે અંતરા વ્હેલી સવારે પોતાના કામ પર નિકળી ગઇ હતી અને નિસર્ગ પણ બેંગ્લોર મા હાજર ન હતો ત્યારે નિરાલી ને ગાર્ડન મા વોક કરતાં જોઈ એ તરતજ ત્યા પહોચી ગયો.

“ હેય..ગુડમોર્નીગ નિરાલી “

જાણે પોતે ખુબ મહેનત થી ત્યા સુધી પહોંચ્યો હોય એમ હાંફતા હાંફતા એણે નિરાલી ને અવાજ કર્યો.

“ નિરાલી જ ને? હાવ આર યુ ?”

“ ઓહ ! યેસ મી.છાંયા..એમ આય રાઇટ..મી. છાંયા જ ને તમે?”

નિરાલી પણ કંઇ મુકી દે એવી નહતી જણાતી હોવા છતાં પણ એણે સ્નેહ સાથે સ્નેહ ની જ સ્ટાઇલ મા વાત કરી.

“ આય એમ ફાઇન. આપણે લગભગ ઘણા વર્ષો પછી વાત કરી રહ્યા છીએ. બટ આય એમ ગ્લેડ કે તમે મને નામથી ઓળખો છો.”

નિરાલી એ હસતા હસતા જ સ્નેહ ને સંભળાવી દીધું.

“ યસ ધેટસ ટ્રુ !!..બટ એની વેઝ .કેન આય આસ્ક યુ સમથીંગ? ઇફ યુ ડોન્ટ માઇન્ડ?”

સ્નેહ બિઝનેસમેન હતો એણે સહેજ પણ આડીઅવળી વાત કર્યા વગર મુખ્ય મુદો પકડયો.

“ હા.. બોલો શું જાણવું છે તમારે અંતરા વિશે?”

નિરાલી પણ એને કળી ગઇ હતી.એટલે તરતજ સામો સોટ માર્યો. સ્નેહ થોડો અચકાયો. કેમકે બોલ્યા વગર સામેવાળી વ્યક્તિ પણ વાત કળી શકે એટલો હોશીયાર એ ફક્ત પોતાની જાતને જ માનતો હતો. પણ આ તો નિરાલી એ સામે થી જ અંતરા વિશે કહીનાખ્યુ.

“ અમમમ. તમને કેવી રીતે ખબર કે મારે અંતરા વિશે જ ??”

“ અંતરા મારી ફ્રેન્ડ નહીં...મારી બહેન છે અમારા સબંધો અમે જનમ્યા ત્યાર થી છે. મી.છાંયા. અને એ સબંધ કંઇ અલંગ જ પ્રકાર ના છે. માટે તેની લાઇફમાં રહેલી દરેક વ્યક્તિ અને બનતી ઘટનાઓ વિશે હું પુરતી જાણકારી રાખું છું . તમે શું પુછશો એ પણ જાણું છું પણ ખેર એ વાત તમે તમારા જ મોંઢે પુછો તો વધું સારું .”

“ તું અહીં શીફ્ટ થઇ પછી તમે બધા જુના ફ્રેન્ડ્ઝ ફરી મળવા લાગ્યા છો. અને નિસર્ગ પણ અહીં આવતો જતો રહેછે. અંતરા અને મન એની સાથે ખુબ ભળીગયા છે. હું જાણું છું કે અંતરા એને મળે છે. હું ખુબ ટુરીગ પર હોઉં છું જેથી અંતરા એ એકલતા પણ ખુબ ભોગવી છે. તો શું નિસર્ગ અને અંતરા ..બંને.. “

સ્નેહ સમજી ને જ ત્યા થી આગળ બોલ્યો નહીં. એ અટકી ગયો કેમકે કદાચ પણ નિસર્ગ અને અંતરા સાથે હોય તો એનું મોટું અને મુખ્ય કારણ એ પોતેજ હતો.

“ લુક..મી. છાયા હું બંને ને અમે ખુબજ નાના હતા ત્યારથી જાણું છું ..”

જાણું છું શબ્દ પર એણે થોડો ભાર મુક્યો કેમકે ઓળખવામાં અને જાણવા માટે ફર્ક હોયછે.

“ એક સમય હતો કે બંને એકબીજા વગર જીવી પણ શક્શે એવું માનવું કે વિચાર કરવો પણ એ બંને નકારતાં. એકબીજા માં જીવ હતો એમનો. સંજોગો વસાત સાથે ન રહી શકયા. આજે એ ફક્ત ને ફક્ત ખુબ સારાં અને સાચાં મીત્રો છે. અને જો તમે અંતરા એ ભોગવેલી એકલતા ની વાત કરતાં હો તો એનું એકમાત્ર મુખ્ય કારણ તમેજ છો. તમે ઘરમાં અંતરા ને એક ડસ્ટબીન જેટલી પણ મહત્વતા આપી નથી. એ તમારા માટે ફક્ત એક મેઇડ છે જે તમારા ઘરનું કામ કરે તમારી સગવડ સાચવે તમારી ફર્સ્ટરેશન તમે એ ડસ્ટબીન માં ઠાલવી શકો એટલું જ મહત્વ એનું છે. અને હા અંતરા વિશે કંઇ પણ વિચારતાં કે સવાલ કરતાં પહેલાં તમે તમારી જાતને અરીસો બતાવવા નું ભુલતા નહીં .અને આ તમારી પર્સનલ મેટર છે એ અંતરા ની સાથે શોર્ટઆઉટ કરો. આમ જાહેર માં ધજાગરા ન કરો.તો સારું. “

નિરાલી નો ગુસ્સો કંટ્રોલ બહાર જાય એ પહેલાં જ એ ત્યા થી નીકળી ગઇ. સ્નેહ ને નિરાલી ની વાત સાંભળી ને એકદમ ઝટકો લાગ્યો એ સ્થિર થઇ ગયો. અને વિચારવા લાગ્યો .

દિવસો પસાર થવા લાગ્યા. ધીમે ધીમે સ્નેહ પોતાના અભિમાન અને જડ જક્કી વલણ અને વધતી જતી હરીફાઇ ના લીધે બિઝનેસ માં નબળો પડવા લાગ્યો. એનો ખુબ મોટો પ્રોજેક્ટ હાથમાં થી સરકી ગયો. સ્નેહ નાં પ્રશંસકો કહેવાતા ફ્રેન્ડ આમતો એની આગળ પાછળ ફરતા હજુરિયા જ કહી શકાય. એ લોકો સ્નેહ ને જોતા જ છટકવાના બહાનાં શોધતા. સ્નેહ દર્શાવતો નહીં પણ અંદરથી એ હચમચી ગયો હતો. અંતરા આ બધું જણાતી હતી.સ્નેહ વધું સમય ઘરમાં જ વિતાવતો પણ અંતરા કયારેય કોઇ સવાલ ન કરતી. એ જાણતી હતી કે સ્નેહ ખુબ અભિમાન થી જીવ્યો છે માટે એની પડતી ની વાતો થી એ વધું ડિપ્રેસ થઇ જશે. અંતરા એનું વર્તન સામગ્રી રખાતી જાણે કશું જાણતી જ ન હોય. સ્નેહ હવે પારકાં અને પોતાના વચ્ચે નો ફર્ક સમજી રહ્યો હતો. એ અંતરા ને જોતો .એ ઘર સંભાળતી મન ને સાચવતી મન ઘરે હોય ત્યારે કામ પર પણ સાથે લઇ જતી. હવે અંતરા નું કામ વધ્યુ હોવાથી એને કામ કરતાં માણસોને પણ ખુબ કુશળતાથી હેન્ડલ કરવાં પડતા. જે એ ખુબ કુનેહપૂર્વક કરતી. એ ઉપરાંત એ મનની સાથે ફરવા જતી. પોતાના મીત્રો ને મળતી. બધાં ને ખુશ રાખતી અને પોતાની જાતને પણ. સ્નેહ ને હવે ફરી અંતરા ની જરુર વર્તાવા લાગી. હવે એકલતા કોરવા લાગી. એ વિચારતો કે જે અંતરા ને પોતે અંડરએસ્ટીમેટ કરી. વાઇફ ને વળી સ્વમાન શું એવું વિચારતો.એ જે કાંઇ છે એ પોતાના લીધે છે એની પોતાની કોઈ લાયકાત નથી. મેં એને મારું નામ આપ્યુ પૈસા , ઘર , ગાડી, બાળક , સીકયુરીટી આપી હવે શું જોઈએ? પડી રહેશે ઘરમાં હવે કયાં જશે? એવું વિચાર નારો હવે જાણી ગયો હતો કે અંતરા ઇચ્છે તો આજે એકજ મીનીટ માં એને છોડી ને જઇ શકે પણ એણે કર્યું. નહીં. અંતરા આજે પણ ઘરની જવાબદારી કે સ્નેહ પ્રત્યે બેદરકારી દાખવતી નહીં. હવે એ પોતાનો પતી હોવાનો અધીકાર ક્યારેક જતાવતો. એની નજીક જવા કોશીશ કરતો. પણ અંતરા હવે એનાંથી દુર રહેતી સરળતા થી વાત કરતી..સ્નેહ નું બધું કામ કરતી પણ સ્નેહ ના પ્રેમ ની.પતિ પત્ની વચ્ચે ના સબંધો ની .એ લાગણી ઓ ની એ એકાંત જીવવા ની આશાઓ મનથી છોડી ચુકી હતી. એ સ્નેહ ને સમજતી..એની સાથે હસતી વાત કરતી પણ સ્નેહ ની નજીક આવવું થોડું અઘરું હતું . .

રાત્રે સાડા નવ થયા હતા. અંતરા રાબેતા મુજબ પોતાનું કામ કરીને કિચન સાફ કરી આગલા દિવસ ની તૈયારી કરી. એ ખુબ થાકેલી લાગતી હતી. સ્નેહ છેલ્લા બે કલાક થી એને જોઈ રહ્યો હતો. પણ અંતરા અજાણ હતી. એ સ્નેહ તરફ આવી ને ઊભી રહી.

“ સ્નેહ ...સવારે મારે વહેલા જવું પડશે. તો..ટીફીન બનાવી ને પ્લેટફોર્મ પર મુકી દઇશ અને ટેબલ પર નાસ્તો. ભૂલ્યા વગર નાસ્તો કરજે અને ટીફીન લઇને જ ઓફીસ જજે. “

અંતરા આટલું બોલી રુમ તરફ ચાલવા લાગી. સ્નેહે તરતજ અંતરા નો હાથ પકડીને રોકી.

“ અરે...! શું કરેછે? “

અંતરા જાણતી હતી કે એની એકલા હવે અસહ્ય છે

“ કંઇ કામ છે મારું?”

એ સ્નેહ તરફ વળી અને ધીમે થી પોતાનો હાથ છોડાવ્યો.