Sukh - Happiness - 1 books and stories free download online pdf in Gujarati

સુખ - હેપ્પીનેસ (૧)

સુખહેપ્પીનેસ (1)

(સંસ્કાર સિંચન)

(આજે આપણે બાળકોમાં તથા યુવાનોમાં ઘણું પરિવર્તન (ચેન્જ) જોઈએ છીએ. અભ્યાસ સાથે એવું ઘણું છે જે નવી પેઢી કરી નથી શકતી કે આપણે સમય અને સમજ આપી નથી શકતા. સુખહેપ્પીનેસ (I spread Happiness) ની સિરીઝમાં આપ સમક્ષ સંસ્કાર લક્ષી ટિપ્સ કે એથી કંઈક વધુ પીરસવું છે, જે નવી પેઢીને તથા બદલાતા સમયની સાથે આપણને ઉપયોગી થાય. લખવાની શરૂઆત કરી છે, પરંતુ ખબર નથી કેટલાં મુદ્દાઓ આવરી શકાશે અને એના કેટલાં પ્રકરણ આપ સમક્ષ રજુ કરી શકીશ. આશા છે આપ સૌને પ્રેરણા આપશે.)

ગુજરાતીમાં એક કહેવત છેહસે તેનું ઘર વસે. કેવી સરસ કહેવત છે ? દરેક વ્યક્તિ પોતે સહજતાથી સમજી જાય અને સમજાવવાની જરૂર પણ ના પડે. બસ, જિંદગીની દરેક ચીજ આમ આસાન બનાવી લઈએ તો મઝા આવી જાય.

I Spread Happiness. હું સુખ ફેલાવીશ. હું બધાને સુખ આપીશ .હું સુખમાં રહીશ, હુંસુખેથી જીવીશ, બધાને મારાથી સુખ થશે. હું બધાને પ્રેમ કરીશ, બધા મને પ્રેમ કરશે. બસ, થઇ જાવ પોઝિટિવ ! સૌને ફાવે એવી એક પરંપરાથી શરૂઆત કરીએ. તદ્દન સહજ ! કારણ આપણે તો સુખ આપવાનું છે, ફેલાવવાનું છે.

સવાર થઇ ઉઠ્યાં ? હા…..!

બસ, મમ્મીને- ગુડ મોર્નિંગ, જયશ્રી કૃષ્ણ (કુટુંબમાં પ્રચલિત સંબોધન) કરી એના પગે લાગો એકદમ સહજતાથી. હવે જુવો એનો ચહેરો…! એનાં ચહેરાની મમતા ભરી મુસ્કાન ! આખો દિવસએ ચહેરો તમારી આંખ સામેથી ખસસે નહિ. આજનો તમારો આખો દિવસ ગ્રેટ જશે. કેમ ? એણે મુસ્કાનથી એવા સરસ આશીર્વાદ તમને આપ્યાં કે તમે વિચારી પણ ના શકો.

ચાલો હવે પપ્પાને મળીએ !

ગુડ મોર્નિંગ પપ્પા” – તમે એના પગે લાગવા જશોને, એ કદાચ તમને પગે લાગવા પણ નહિ દે. તમને ઉંચકીને એક ઝપ્પી આપવા પ્રયત્ન કરશે. તમને નજીક લેશે. અરે……યાર….! રાહ શું જુઓ છો…? આપોને એક પ્રેમની ઝપ્પી. સરસ મઝાની ! ખરેખર તો તમારી પ્રેમની ઝપ્પી માટે તરસતા હશે પણ લાગણીઓને વાચા આપી નથી શકતા. આપણે પણ ક્યાં અનસંગહીરોની (Unsung Hero) ઉર્મિઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પપ્પાથી આપણે થોડા દૂર રહેતાં હોઈએ એ બની શકે, એ અંતર મિટાવી દો. બસ, આજનો દિવસ તમને કંઈક અલગ લાગશે. તમે મેચ્યોર થતા હોય એવું લાગશે. કેમ ? એના આશીર્વાદથી તમારા પુરુષાર્થમાં એક પ્રગતિ આવશે. કંઈક કરવાની, જવાબદારી સંભાળવાની, સમજવાની.

હવે તમને સારાં વાયબ્રેશન મળી રહ્યાં છે. મહેસુસ કરજો. તમારા કામો સહજતાથી પતી રહ્યાં છે, કારણ, તમે નક્કી કર્યું છે કે તમે આજથી સુખનો પ્રસાર કરવાનાં છો. સતત

સવારથી સાંજ સુધી મમ્મી અને પપ્પા કામમાં વ્યસ્ત હોય છે. એમની એનર્જીને તો સલામ ! એવું લાગે કે શું બંનેને થાક લાગતો હોય ? અરે ભૈલાગેને…..શરીર તો તમારા જેવું છે. હા ..પણ તમે એમનો થાક દૂર કરી શકો ....કેવીરીતે ?

બસ, એની પાસે જઈને કહો - " હું કંઈક તમને મદદ કરું ? " ચોક્કસના કહેશે. હવે રહેવા દે..પછી..તારું લેસન કર. હું કરી લઈશ, વગેરે વગેરે, પણ તમારે મદદ કરવાનીજ છે. ભલે પાંચ મિનિટ હોય કે વધુ. એના આનંદનો પાર નહિ રહે. ખુશીથી ઝૂમશે.

કેવી રહી આજના સવારની શરૂઆત ? જો…..જો….હવે પછી ખરેખર મઝા આવશે....

તમે આમ-તેમ જશો એટલે મમ્મી આજ સવારની વાત પપ્પાને ચોક્કસ કરશે, તમારા આજના એટિટ્યૂડની વર્તનની. તમે સવારથી જે સુખ આપવાની કોશિશ કરીને ? તે હવે બંનેના ચેહરા ઉપર દેખાશે.

વિચારો તમારું એક નાનકડું પગલું કેટલું કારગર સાબિત થયું !

હવે ઘરમાં જો દાદા-દાદી હોય તો એમની પાસે જાઓ. પગે લાગીને એમની પાસે બેસો. એમને હગ કરો, અરે યાર….પ્રેમની એક ઝપ્પી તો આપો ..એમને ...જુઓ કરચલી પડી ગયેલ ચહેરાની બધી કરચલીઓ ખુશીથી ગાયબ થયેલી લાગશે. વાતકરો. અરે વાત ના કરતા આવડે તો તમારા વોટ્સએપનો એક મેસેજ એની જોડે શેર કરી જુવો. કંઈક નવું જાણવાનું મળશે.

હવે તમારા એટીટ્યૂડની વાત પપ્પા-મમ્મી એમના મિત્રોને કરશે. દાદા, દાદીને કરશે અને દાદા-દાદી તમારા પપ્પા-મમ્મીને.

ભાઈ...ભાઈ…. બની ગયાને આજના હીરો ? કહેવું પડે હોં! ઘરના બધાં તમારા વિષે જ વાત કરે છે.

શું વાત છે, સાબિત કરી દીધુંને કે – “તમે સુખ આપી શકો છો, સુખ વહેંચી શકો છો.”

હવે આજનો આ નાનકડો સુખ આપવાનો અનુભવ જે તમને થયો તે તમારા મિત્રો જોડે શેર કરો-વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર. નવો અનુભવ શેર કરનાર તમે એકજ હશો. આજ સુધી કોઈએ આવો અનુભવ શેર કર્યોજ નહિ હશે. ગેરેન્ટી આપું ! એકદમ નવો, ઓરિજિનલ.... હવે તમારી પાસે છે સુખની દુકાન. સુખની દુકાનના તમે માલિક છો.

જિંદગીમાં સુખહેપ્પીનેસ બહુજ છે..ફક્ત જરૂર છે એક પ્રયત્નની, પહોંચાડવાના પાકા નિશ્ચયની !

આપણા ભારતીય કુટુંબોમાં દિકરા, દિકરી, પુત્ર, પૌત્રીનું એક અનોખું સ્થાન છે. ઘરના સભ્યો માટે આપ ગૌરવ સમાન છો. કુટુંબના દરેક સભ્યો જો આપના બધા લાડ પુરા કરતાહોય, તો શું કામ આપણે વડીલોને માન આપી, એમની સાથે સમય કાઢી વિવિધ વાતો કરી કે હસી મજાક કરીએ તો ઘરનું વાતાવરણ સદા પ્રસન્ન રહે.

આપણે ઘરના સેતુ સમાન છીએ. કોઈક કુટુંબમાં સ્વભાવના લીધે કે અહંકારને લીધે ઘણી વાર પપ્પા-મમ્મી વચ્ચે બનતું ના હોય. ક્લેશનું કારણ અહંકાર કે જીદ એટલે કે ધાર્યું કરવું હોઈ શકે છે, પરંતુ દરેક વસ્તુ ક્યાં આપણા મનઅનુસાર થતી હોય ? મોટાઓ પણ આ સમજીને થોડું એડજસ્ટમેન્ટ લે તો જિંદગીને સુખમય બનાવી શકાય. કેમ ભૂલો છો ! લગ્ન તો સુખ મેળવામાં માટે જ કર્યા હતાં, તો હવે એ સુખને ટકાવી રાખવું જરૂરી છે. કુટુંબી તરીકે આપણે કોઈ એકની બાજુ ન સમજતા બંનેની બાજુ સમજીને કોઈક નિરાકરણ લાવીએ તો કુટુંબનો ક્લેશ મટે. પોતાના સ્વાર્થ ખાતર મા-બાપને કદી પણ ઈમોશનલ બ્લેકમેલ કરવું નહિ. પોતાની જરૂરિયાતો પુરી કરવા બાળકો એવું કરે છે, એવું બને છે જે સત્યછે, પણ આગળ જતા એના પરિણામો દુઃખદાયી હોય છે. જયારે તમે ઘરથી બહાર હશો તો તમારે વિવિધ લોકોના સંપર્કમાં આવવું પડે. તે વખતે સાચું, ખરું, અનુરૂપની ભેદરેખા પાતળીબનેછે, કારણ આપણી ઉમર અને અનુભવ ઓછા પડે. દરેક વ્યક્તિના સ્વભાવનો આધાર પોતાના ઘરના વાતાવરણ ઉપર હોય છે.

પરંતુ આપણે તો ફક્ત બધાને સુખહેપ્પીનેસ આપવાનો સંકલ્પ કરવાનો છે. તમે ઘણી બધી રીતે સુખ વહેંચી શકો છો. આજ રીતે ઘર, પાડોશ, સ્કૂલ અને બહાર તમે તમારી રીતે સુખ આપવાની કોશિશ કરો. ઉમરવાળી વ્યક્તિઓને ખાસ મદદ કરો. લોકો તમને માનથી જોશે. આદરથી જોશે, આવકાર દેશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે. એ આનંદની અનુભૂતિ ખરેખર માણવા જેવી હશે. એ અનુભવ સમજવા જેવો હશે. તમે પોતે પોતાને એક ઊંચું સ્થાન આપી રહ્યા છો એવું તમને વર્તાશે. તમારા ચહેરાની મુસ્કાન એક સિમ્બોલ બનશે.

શ્રી શ્રી રવિશંકર કહે છે - "સ્વયં પ્રસન્ન હોના પર્યાપ્ત નહિ, હમારી કામના સબકી પ્રસન્નતા કે લિએ હોની ચાહીએ".

આપણે પ્રાર્થનામાં કહીએ છીએ - જગત કલ્યાણ હો ! કેટલી મોટી ભાવના છે. ભાવના ફક્ત આપણેજ કરી શકીયે છીએ, કેમ ? આપણે વસુધૈવ કુટુંબક્મમા માનીએછીએ. આખું વિશ્વ મારું કુટુંબ છે. આપણે સંસ્કારી છીએ. વિદેશીઓ પણ આપના સંસ્કારને માનથી જુએ છે. આપણે તો શક્ય હોય રીતે બધાને સુખ અને હેપ્પીનેસ પહોંચાડવાનું છે. દરકેના ચહેરા ઉપર એક અજબ સ્મિત જોવાનું છે. બધા પ્રસન્ન રહે એવી ભાવના કરવાની છે.

વાત દરેક જોડે શેર કરો. બાળકો સાથે ખાસ શેર કરજો. સંસ્કાર સિંચનનું એક પગલું છે.

I Spread Happiness…. શરૂઆત કરીએ આજથી આપણાં ઘરથી….

ફરીમળીશું….