ભીંજાયેલો પ્રેમ ભાગ - 12

ભીંજાયેલો પ્રેમ -૧૨

(એક ઝલક)

(મેહુલ અને રાહી સાથે અર્પિત અને સેજલનો સંબંધ પણ નવો આકાર લઇ રહ્યા હતો. બધાની લાઈફ જુદા જુદા પરિવર્તનો આવતા જતા અને બધા પરિવર્તનને સ્વીકારતા આગળ વધતા હતા. મેહુલ અને રાહી બંનેમાં જુદા પરિવર્તનો હતા જયારે સેજલ અને અર્પિત પણ જુદા પરિવર્તન હતા. એકબાજુ સંબંધની શરૂઆત હતી અને બીજીબાજુ સંબંધમાં મૅચોરીટી હતી. )

Continue

આ બાજુ વાતવરણ તદ્દન વિપરીત હતું.

જેવી સેજલે આંખો બંધ કરી અર્પીતે સેજલનો હાથ પકડી ઘૂંટણ ભેર બેસી ગયો અને સેજલને કહ્યું “I love you Sejal”

સેજલ તો આજે સાતમાં આસમાને હતી પહેલીવાર કોઈના દ્વારા આવો સ્નેહ મળ્યો હતો અને એ સ્નેહ પણ અર્પિત પાસેથી???? અપેક્ષા હતી જ પણ સીધો પ્રપોઝ કરશે તેની અપેક્ષા ના હતી.

સેજલ અર્પિતને ભેટી ગયી અને કહ્યું “YES I LOVE YOU TOO ARPIT”

અર્પીતે પણ સેજલને એટલી જ ફિલિંગ્સથી આલિંગન કર્યું અને બંનેએ મનભરી પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો.

અમસ્તા ભી સેજલ અર્પિત માટે સૌથી યોગ્ય હતી કારણ સેજલ જેટલી નિકટતાથી અર્પિતને સમજતી હતી તેટલું કોઈ સમજી શક્યું ન હતું. કહેવાયને MADE FOR EACH OTHER.

બંનેએ ડીનર સાથે કર્યું અને થોડીવાર ભાવનગરની એ ઝગમતી ગાલીઓમાં હાથમાં હાથ નાખી ઘૂમ્યા. પછી બંને કાલે મળીશું કહી છુટા પડ્યા.

બધા કોલેજમાં મળ્યા ત્યાં રવિવારની ચર્ચા ચાલતી હતી, અર્પીતે તેની અને સેજલની ડેટની વાત શેર કરી, જયારે મેહુલે કાલની અને આજ સવારની વાત કરી, બધાને મેહુલની વાતો થોડા અંશે સાચી લાગતી હતી.

“ચલ મેહુલ લેકચર શરૂ થઇ ગયો. ” રાહીએ કહ્યું.

લેકચરમાં બેસવું એક સિનેમાઘરમાં બેસવા જેવું છે, બેસવાની મજા જ આવે, કોઈ ધ્યાન આપે કે ના આપે પણ ત્રણ કલાક પછી બહાર મળીયે એટલે ક્લાસમાં શું થયું તેની બધી જ ચર્ચા કેન્ટીનમાં થાય જ અને નાસ્તો પૂરો થતા આવી ચર્ચાનો પણ અંત આવે.

***

કહેવાય છે ને કોલેજનો સમય સોના જેવા કિંમતી હોય છે અને આ સમય જતા પણ સમય નથી લાગતો. સમય સમયમાં આ કોલેજના બે વર્ષ કેમ વીતી ગયા તેનો હિસાબ કોઈ સ્ટુડન્ટ પાસે નથી. આ બે વર્ષમાં કેટલાય ગ્રૂપ બન્યા હશે તો કેટલાક તૂટ્યા પણ હશે અને કેટલા બ્રેકઅપ-પેચઅપ થયા હશે તેનો હિસાબ મેળવવો પણ થોડું મુશ્કેલ છે. બધા કોલેજમાં એન્ટર થયા હશે ત્યારે અલગ-અલગ સપના હશે અને બે વર્ષ બાદ કેટલા સપના સાચા હતા અને કેટલા કાલ્પનિક તેની ટકાવારી કાઢી શકાય છે. બે વર્ષમાં વ્યક્તિ પુરેપુરો બદલાય જાય છે, રમતિયાળમાંથી મેચ્ચોર થવા માટે આ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે તેમ કહીએ તો કઈ ખોટું નથી. આ ત્રણ વર્ષ આપણે જિંદગી બાનવીએ છીએ અને લુચ્ચી જિંદગી???? ત્રણ વર્ષનો બાદલો લેવા માટે પૂરી જિંદગી આપણને બનાવે છે.

બે વર્ષ જેટલી મજા લીધી હોય, જેટલા બંક માર્યા હોય અને જેટલા કૌભાંડ કર્યા હોય પણ ત્રીજા વર્ષમાં બધા ભણવા પ્રયત્યે સજાગ હોય છે. આવા જ વિચારો સાથે મેહુલ & કંપનીએ ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એક મહિના સુધી બધું ઓકે… ઓકે.. ચાલ્યું, એક મહિના સુધી એક પણ બંક નહિ, પણ કહેવાયને કૂતરાની પૂછડી વાંકી તે વાંકી જ, એક મહિના પછી બધું હતુંને તેજ. ગ્રૂપ બંક, માસ બંક, કેન્ટીન, કેમ્પસ બધી જ જગ્યા.. જ્યાં એક મહિનાથી સુનસાન હતું તે હવે બધાના શોરથી ગુંજી ઉઠતું હતું.

***

આ એક મહિનામાં એક મોટો બદલાવ આવ્યા હતો… ગ્રૂપમાં પાંચ નવા મેમ્બર આવ્યા હતા. રાહુલ જે અર્પીતનો ફ્રેન્ડ હતો અને ક્લાસમેન્ટ પણ હતો, મેહુલ અને અર્પિત થોડા દિવસથી સાથે ન હતા ત્યારે રાહુલે મેહુલની જગ્યા લીધી હતી. રાહુલ ચહેરે થોડો શ્યામ પણ સ્વભાવનો ખુબ સારો વ્યક્તિ હતો, કોઈ પણ વ્યક્તિને કન્વીન્સ કરવાની તેનામાં ખાસ આવડત હતી. બીજો અભિષેક જે મેહુલનો દોસ્ત હતો જેની ચર્ચા આપણે અગાઉ કરી ચુક્યા છીએ.

બીજી ત્રણ છોકરીઓ હતી. નંદની, પ્રિયા અને સૃષ્ટિ, નંદની ભાવનગરમાં જ રહેતી અને સ્વભાવે ચંચળ અને ઉતાવળી હતી, નંદનીની ખાસ વાતએ હતી કે તેની બોલવાની રીત બધાથી અલગ હતી, તે જયારે બોલતી ત્યારે દરેક મહત્વના શબ્દો પર ભાર મુકતી તેથી બધાને તેની સાથે વાતો કરવામાં મજા આવતી. પ્રિયા પણ ભાવનગરમાં જ રહેતી અને તે બીજા વર્ષમાં હતી જે મેહુલથી ખાસ પ્રભાવિત હતી અને એક સમયે પ્રિયાના કારણે જ મેહુલ અને રાહી વચ્ચે ઝગડો થયેલો જેનાથી હજી બંને અનજાન છે. છેલ્લે સૃષ્ટિ જે તદ્દન આધુનીક વિચાર ધરાવતી અને ખુશનુમા સ્વભાવ ધરાવતી સુંદર છોકરી હતી તેનું માનવું એમ છે કે આજ સુધી તેને એક પણ વ્યક્તિ સાથે વાત કરવામાં પ્રોબ્લેમ નથી થઇ જેવા લોકો તેવી વાતો કરવી તેણીની ખાસ આવડત છે અને તેની મેહુલ જેમ અકાઉન્ટ પર સારી એવી પકડ હતી.

પહેલા કોઈ પણ વાત માત્ર ચાર વ્યક્તિ વચ્ચે જ શૅર થતી હવે તે નવ વ્યક્તિ વચ્ચે થવા લાગી હતી. શરૂઆતમાં બધાને અજાણ્યું લાગ્યું હતું પણ સમય સાથે બધા એકબીજાને સમજવા લાગ્યા હતા. બધા એકબીજા સાથે એટલા મળી ગયા હતા કે સવારે જાગે ત્યારથી રાત્રે સુતી વેળા સુધી એક બીજાના સંપર્કમાં રહેતા. વોટ્સએપમાં માત્ર આ નવ લોકોનું અલગ ગ્રૂપ હતું જેમાં સવારે ગુડ મોર્નિંગથી માંડીને કોણ ક્યાં છે, કેટલે પહોચ્યું, રજા પર છે, બુક્સ જોઈતી તેની બધી જાણકારી મળતી અને સાથે સાથે ગ્રુપમાં એકબિજાની વાતો કાપવામાં પણ આવતી. મોટાભાગે મેહુલ અને રાહી ઓછા ઓનલાઈન રહેતા જયારે અર્પિત અને સેજલનું આ ગ્રુપમાં વધારે પ્રભુત્વ હતું.

***

જેમ હાઈવે પર ઓડીને અંતર કાપવામાં સમય નથી લાગતો તેવી જ રીતે આ ચાર મહિના કેમ પસાર થઇ ગયા કોઈ ને જાણ’ નથી. પાંચમું સેમેસ્ટર પૂરું થઇ ગયું અને દિવાળીનું વેકેશન પડવાનું હતું. કોલેજનો છેલ્લો દિવસ મહજ એક ઔપચારિકતા જ હતો, હોલમાં બધાને બેસારી ભાષણો જ આપવાના હતા તેથી કોઈ હોલમાં ના જતા ગ્રુપ બંકને ન્યાય આપ્યો હતો.

“શું મેહુલ આ દિવાળીમાં પણ સબંધીને ત્યાં જ જવાનો વિચાર છે?”સેજલે બગીચાની બેંચ પર બેસતા કહ્યું.

મેહુલે રાહી સામે જોતા કહ્યું “ના આ દિવાળીના વેકેશનમાં એક ટ્રીપ પર જવાનો વિચાર છે કંઈક એડવેન્ચર ક્રિએટીવીટી કરવા. આવશો તમે કોઈ?”

“પહેલા તું પૂરું પ્લાનિંગ કરીલે, બજેટ નક્કી કર અને પછી તારો પ્લાન આપ, જો યોગ્ય હશે અને મંજુરી મળશે તો બધા જઈશું. ”સૃષ્ટિએ સહજ સ્વભાવે કહ્યું.

રાહુલ કેન્ટીનમાંથી સમોસા લઇ હજી પહોચ્યો હતો ટ્રીપની વાત સાંભળતા જ બોલ્યો “ હેય દોસ્તો મારા અંકલનું ફાર્મહાઉસ અહીંથી સાઈઠેક કિલોમીટર દુર છે એક દિવસ રહેવા માટે તે બેસ્ટ જગ્યા છે, મોટો હોજ છે અને ચંદનનો બગીચો છે ખુબ જ મજા આવશે. ”

“ના, મને ના મજા આવે ત્યાં”નંદની ઉતાવળથી બોલી ગયી.

“કેમ મજા ના આવે, તે જોઈ છે તે જગ્યા. ?”રાહુલે સમોસા આપતા પૂછ્યું.

“એક જ જગ્યાએ પૂરો એક દિવસ પસાર કરવો તેના કરતા અહી ભાવનગરમાં પણ સ્વીમીંગપૂલ અને વિક્ટોરિયા છે ત્યાં જ ના ફરીએ?”નંદિનીએ મસ્કો મારતા કહ્યું.

રાહીએ નંદનીની વાતમાં વાત ઉમેરતા કહ્યું“હમમ નંદની એ વાત સાચી તારી, એક જ જગ્યાએ પૂરો દિવસ પસાર કરવો એ કંટાળાજનક છે, આપણે કોઈક એવી જગ્યા શોધીએ જ્યા પૂરો દિવસ પસાર કરતા કંટાળો નાં આવે?”

“દોસ્તો મને એક ખુબ જ સરસ વિચાર આવ્યો છે અને આશા રાખું તમને પણ પસંદ આવશે”મેહુલે આંખો પલ્કાવતા કહ્યું.

“હા બોલ” બધા એક સાથે બોલ્યા.

“વિચાર એમ છે કે આપણે એક તીરથી બે નિશાન મારીએ, કોઈ એવું નાનું ગામ પસંદ કરીએ જેની આસપાસ સારું ફરવા લાયક સ્થળ હોય. આપણને ફરવાનું મળી જશે અને તે ગામમાં લોકજાગૃતિ માટે ચળવળ કરીશું... જેમ કે સફાઈ માટેની જુંબેશ, શિક્ષણજાગૃતિ. ”મેહુલે બધો જ પ્લાન સમજાવી દીધો.

જેમ સમોસુ ખવાતું હતું તેમ તેની સાથે મેહુલની વાત પણ બધાના ગળા નીચે ઉતરતી જતી હતી.

“હું સહમત છુ” રાહીએ પાણીની બોટલ કાઢતા કહ્યું.

રાહી દ્વારા આમ મેહુલના વિચારોની સહમતી અપાતી જોઈ ને બધા રાહી સામે જોઇને હસ્યા, રાહી આ જોઇને શરમાઈ ગયી અને બોટલ મેહુલને આપી તેની પાસે બેસી ગયી.

“હમમ હું પણ સહમત છુ મેહુલ, પણ આ કામ એક દિવસમાં પૂરું ના થાય તેના માટે વધારે દિવસોનું રોકાણ થાય અને પૂર્વતૈયારી પણ કરવી પડે. ” સૃષ્ટિએ પોતાના ચેહરા પરથી કાન પર વાળની લટ લઇ જતા કહ્યું.

મેહુલે કહ્યું “મારા ખ્યાલ મુજબ ત્રણ દિવસમાં બધું જ શક્ય છે જો તમે લોકો સાથ આપો તો પૂર્વતૈયારી મારા પર છોડો. મેં એક ગામ જોયું છે જ્યાં આ આપણે જઇ શકીએ. ”

“કયું ગામ” બીજીવાર બધા એક સાથે બોલ્યા.

“ભાવનગરથી લગભગ ૧૩૦ કિમી દુર અમરેલી જીલ્લામાં સાંસણની નજીક થારલ કરીને એક ગામ છે. તેના વિશે મારા અંકલે મને વાત કરી હતી ત્યાં ફરવા માટે મોટામોટા પહાડો છે અને આ ગામ નદી કીનારે આવેલું છે, વેકેશનમાં મારો ત્યાં જવાનો પ્રોગ્રામ હતો. આપણા બજેટમાં પણ આવી જશે. ”

“તારે પહેલેથી જ ત્યાં જવાનું નક્કી હતું તો વાતને ગોળગોળ કેમ ઘુમાવતો હતો?”સૃષ્ટિએ કટાક્ષથી પોતાની અદામાં મેહુલને પૂછ્યું.

“અરે એવું કઈ નથી સુરુ(સૃષ્ટિ), તું એક સમજી ગયી પણ મારે બધાને સમજાય તેમ કહેવું પડેને. ”

“પણ ત્રણ દિવસ આવવાની મંજુરી મને નહી મળે. ”સેજલે કહ્યું. સાથે નંદની, પ્રિયાએ પણ એમ જ કહ્યુ.

“આપણે કઈ પ્રોબ્લેમ નથી”રાહી અને સૃષ્ટિએ કહ્યું.

“એક કામ કરીએ, હજી આપણી પાસે વિસ દિવસ છે તમે લોકો ઘરે વાત કરજો માની જશે. ના માને તો કહેજો આપણે બીજો પ્લાન કરીશું. ”મેહુલે અહીં વાત પૂરી કરી.

બધાની આંખોમાં થારલ ગામ જોવા માટેની તલપ હતી. આજે અર્પિત આવ્યો ન’હતો તેથી બધી વાતો અર્પિતને કહેવી પડશે, તેમ વિચારીને સેજલ ફોન લગાવી થોડી દુર ચાલી ગયી.

કોઈને પેપ્સી ચાલશે? મેહુલે પૂછ્યું. બધાએ માથું ધુણાવ્યું.

“મેહુલ ચલ હું તારી સાથે આવું. ’કહી સૃષ્ટિ ઉભી થઇ અને ચાલવા લાગી. બંનેને જોઇને રાહીને થોડીક અસર થઈ પણ સુષ્ટિ તેવી છોકરી ન’હતી તેથી તેણે હળવાશ અનુભવી.

મેહુલે આઠ પેપ્સી લીધી સાથે થોડા કુરકુરે અને ચિપ્સ પણ. સૃષ્ટિએ પેસ્પીનું બોક્સ હાથમાં લેતા કહ્યું. ”મેહુલ આપણે પહેલાક્યારેય મળેલા??

મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું “એવા તો ક્યાં અમારા નસીબ છે?” “મેં તને બારમા ધોરણમાં જોયેલ, ગર્લ્સ સ્કૂલમાં તને બેસ્ટ સ્ટુડેન્ટનો એવોર્ડ મળ્યો હતો રાઈટ?”સૃષ્ટિએ મેહુલને પૂછ્યું.

“હમમ પણ તું કેમ ત્યારે ત્યાં હતી?” મેહુલે ચિપ્સની પોલીથીન લેતા કહ્યું.

“હા મારા દાદાને રિટાયર્ડ શિક્ષક છે અને તે દિવસે ગેસ્ટ તરીકે આમન્ત્રણ મળ્યું હતું અને હું પણ સાથે આવી હતી, તે દિવસે તારી સ્પીચ સુપર્બ હતી હું તો સાંભળતી જ રહી ગયી. ”સૃષ્ટિએ મેહુલને તાળી આપતા કહ્યું.

“ઓહો, તો મેડમ ત્યારની વાત અત્યારે કહે છે પાંચ મહિનાથી મળ્યા છીએ પછી?”મેહુલે ચાલતા ચાલતા કહ્યું.

“અત્યારે જ આદ આવ્યું એટલે”સૃષ્ટિએ કહ્યું. સૃષ્ટિને મેહુલ સાથે વધારે મજા આવવા લાગી હતી.

બંને પહોચ્યા ત્યાં સુધીમાં સેજલે અર્પિતને બધી બાત સમજાવી દીધી હતી અને અર્પિતની પણ હા મળી ગયી હતી. બધાએ નાસ્તો કર્યો અને ત્યાં સુધીમાં બધા હોલમાંથી પણ નીકળવા લાગ્યા તેથી બધા છુટા પડ્યા, મેહુલ અને રાહી હજી બેઠા હતા તેને થોડું કામ હતું એટલે.

(ક્રમશઃ)

***

સ્વચ્છતાની અંતર્ગત ૨ ઓકટોબરના રોજ સ્વચ્છતા અભિયાન શરુ થયેલ અને તેને સંબોધીને મેહુલ અને તેના દોસ્તોએ ટ્રીપ પર જવાનું વિચારેલું છે , હવે શું લાગે પાંચ ગર્લ્સને ત્રણ દિવસ માટે ફરવાની રજા મળશે….., મળશે તો સફર કેવું રહેશે અને મંજુરી નહિ મળે તો પ્લાન બદલાશે?? અત્યાર સુધી સ્ટોરીમાં કોઈ થ્રીલર નથી આવ્યું કદાચ પછીના ભાગમાં હોઈ શકે. બધું જ જાણવા માટે આવતા ભાગની રાહ જોવી જ પડશે દોસ્તો.

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

-Mer Mehul

***

Rate & Review

K R Patel 2 weeks ago

Keyur Chavda 3 months ago

Jaydeep Saradva 4 months ago

Sureshchavda 4 months ago

Falguni Patel 4 months ago