ભીંજાયેલો પ્રેમ ભાગ - 14

ભીંજાયેલો પ્રેમ

ભાગ – 14

(એક ઝલક કહાનીની)

(કોલેજમાં મેહુલને રાહી જેવી ગર્લફ્રેન્ડ અને અર્પિત જેવો દોસ્ત મળ્યો હતો બાકી રહ્યું હતું તો ગ્રુપમાં પાંચ નવા મેમ્બર ઉમેરાયા હતા, કોલેજમાં દિવાળીની છુટ્ટી ચાલતી હોવાથી મેહુલે તેના ગ્રુપ સાથે થારલ ગામ જવા નક્કી કર્યું જે ગીરના જંગલોમાં આવેલું છે, અહીં ગામમાં પહોંચતા સાથે જ બધાને ગામના લોકો પાસેથી થોડી થોડી અફવાઓ સાંભળવા મળી, કોઈ ભૂત-પેશાશમાં ન માનતું હોવાથી બીજી બધી વાતો પણ હસીમાં ઉડાવી દે છે, રાત્રે ઓળાની મહેફિલ માણીને સૌ તાપણાં ફરતે બેઠા હતા ત્યાં ભયકંર આવાજ બધાના કાને અથડાય છે)

(હવે આગળ)

જેમ એક સિક્કાની બે બાજુ હોય, તેમ જ એક સ્થળની બે વિશેષતા હોય છે, જેમ એક પહેલું પોઝીટીવ હોય છે અને બીજી પહેલું નેગેટીવ હોય, તેવી જ રીતે બધી જ વસ્તુ વઃ વિચારના પણ બે પહેલું હોય, કોઈ વ્યક્તિ ખુબ જ સારું વર્તન કરતો હોય તો કદાચ ભૂતકાળમાં તેનું વર્તન ખુબ ખરાબ રહ્યું હશે અથવા તેની સાથે કોઈ એવી ઘટના બની હશે તેવી જ રીતે કોઈ વ્યક્તિ ખુબ જ ખરાબ વર્તન કરતો હોય તો કદાચ તેનું વર્તન કોઈ એવી ઘટનાના લીધે બદલ્યું હોય તેવું માની શકાય.

આ રળિયામણો નજારો જેટલો સોહામણો લાગતો હતો તેટલો જ ભયંકર અને ડરામણો હતો. ગામના લોકો કદાચ થોડીઘણી અફવા ફેલાવતા હશે પણ થોડીક વાતો તો સાચી હોયને. આ બધી વાતોથી અનજાન મેહુલ અને તેના મિત્રો કોઈ મોટી મુસીબતમાં ફસાવાના હતા.

***

મેહુલ સ્વસ્થ થયો હજી બોલવાની શરૂઆત કરતો હતો ત્યાં જ બધાના કાને એક ભયંકર અવાજ અથડાયો. આટલા ભયંકર આવાજથી બધા સફાળા ઉભા થઇ ગયા. થોડીવાર માટે સનસની મચી ગયી બધા એક બાજુ આવી એકબીજાની પાછળ છુપાવાની કોશિશ કરતા હતા. થોડીવાર પછી વાતાવરણ શાંત થયું.

“હ. . . હ. . હતું શું એ?” સેજલ ધ્રુજતા અવાજે બોલી.

“કઈ નહિ હશે કોઈ પ્રાણીનો આવાજ તું ડરમાં ” મેહુલે આશ્વાસન આપતા કહ્યું. પણ આવાજ એટલો ભયંકર હતો એટલે હજી બધા સદમામાં જ હતા. બધા નીચે બેઠા, ચર્ચા થવા લાગી શું હશે. આ સમયે અર્પિત, અભિષેક, મેહુલ અને સૃષ્ટિ સ્વસ્થ હતા તે કોઈના ચહેરા પર તેવા કોઈ ખાસ હાવભાવ જોવા મળતા ન હતા.

ઘરરર. . . . ઘરરર. . . ઘરરર. . . ધીમો ધીમો આવાજ બીજીવાર કાને અથડાયો પણ આ વખતે આવાજ એટલો ભયંકર ન હતો પણ ધીમેધીમે આ આવાજ વધતો જતો હતો. બધા સમજી ગયા કોઈ પ્રાણી તેના તરફ આગળ વધી રહ્યું છે એટલે મેહુલે બધાને રૂમમાં જવા કહ્યું. બધા એક સાથે દોડ્યા પણ રાહુલ હજી ત્યાં જ ઉભો હતો. મેહુલ અને અભિષેક પાછા આવ્યા અને રાહુલને ઊંચકીને ઓસરીમાં ખેંચી લાવ્યા.

“what the WTF…. ” અર્પિત બોલ્યો.

“શું થયું” મેહુલે પૂછ્યું.

“રાહુલને જો પેન્ટમાં જ છુટ્ટી ગયું” અર્પીતે આંગળી ચીંધતા કહ્યું.

હસવું તો બધાને આવવું જોઈએ પણ કદાચ ત્યારે એવી સ્થિતિ ન હતી કે કોઈ હસી શકે. બધાના ચહેરા પર ડર છવાયેલો હતો અને તેથી રાહુલથી આવી ભૂલ થવી સ્વાભાવિક હતી.

“આને કોઈક અંદર લઇ જાવ અને કપડા બદલો, મારી બેગમાં ટોર્ચ છે રાહી લેતી આવતો”મેહુલે ચિંતા વાળા સ્વરે કહ્યું.

મેહુલે આજુબાજુ નજર કરી તો બાજુમાં એક મોટો સોટો પડ્યો હતો તે હાથમાં લીધો અને સામે મિટ માંડી ઉભો રહ્યો. રાહી ટોર્ચ લઇ આવી મેહુલે સામે ટોર્ચ કરી તો બસ બધા જોતા જ રાહી ગયા, સામેની ટેકરી પર બે આંખ ચળકતી હતી અને તે એક માદા સિંહણ હતી. કદાચ પહેલીવાર બધાએ આ દ્રશ્ય જોયું હશે.

મેહુલે ટોર્ચની લાઈટ બંધ કરતા કહ્યું “શશશ. . . . કોઈ આવાજ ના કરતા બધા આહિસ્તા આહિસ્તા રૂમ તરફ આગળ વધો. ” બધા રૂમમાં ઘુસ્સી ગયા અને બારણા નીતિરાડમાંથી બધા જોવા લાગ્યા , એ તિરાડમાંથી જે દ્રશ્ય જોવા મળ્યું તે કોઈ ભૂલી શકે તેવું ન હતું.

એકાએક ગર્જના કરતો સિંહ ત્યાં આવી પહોચ્યો અને કુદરતનો જે નિયમ છે તે અનુસાર સિંહ-સિંહણ તેના આનંદમાં વ્યસ્ત થઇ ગયા. આ બધું જોઇને બધાને થોડું હસવું આવ્યું અને થોડી શરમ પણ અનુભવી રહ્યા હતા. મેહુલે પૂરું બારણું બંધ કર્યું અને ઊંડો શ્વાસ છોડ્યો.

થોડીવાર બાદ સિંહ-સિંહણ ચાલ્યા ગયા, મેહુલ અને અર્પીતે થોડી હિમ્મત બતાવી, મેહુલે સોટો પક્ક્ડ્યો અને અર્પિત ટોર્ચના સહારે બહાર આવ્યા. બંનેએ તાપણામાં થોડા લાકડા નાખ્યા જેથી કોઈ પ્રાણી નજદીક ના આવે.

“આવી જાઓ બહાર હવે કોઈ પ્રોબ્લેમ નથી. ” અર્પીતે કહ્યું.

બધા ચારેય બાજુ નજર નાખતા બહાર આવ્યા પણ રાહુલ બહાર આવવાની ના પાડતો હતો અને નંદની તેનો સાથ આપતી હતી.

“ચલ ઓય ડરપોક કોઈ તારી હસી નહિ ઉડાવે અને તું નંદની, તને શું થાય છે ચાલ બહાર આવ. ”સૃષ્ટી બંનેને ખેંચી બહાર લાવી.

“દોસ્તો આપણે રાહુલની આ હરકત વિશે હવે ચર્ચા નહિ કરીએ. ”કહેતાની સાથે જ સૃષ્ટિ હસી પડી.

“એટલે જ હું ના પડતો હતો, અંદર જાવ છુ. ”રાહુલે નજર નીચી કરતા કહ્યું.

સૃષ્ટિએ રાહુલને નીચે બેસારતા કહ્યું “હેલ્લો, ડરપોક તેમાં કઈ ખોટું નથી. . . થાય એવું…. . . તે જાણી જોઇને થોડું કર્યુ, ચલ આવ બેસ અહી”

“મને ઊંઘ આવે છે હું જાવ છુ અને હા મને કઈ ખોટું નથી લાગ્યું ખરેખર ઊંઘ આવે છે. . સો ગૂડ નાઈટ ફ્રેન્ડ્સ્”રાહુલ સુવા ચાલ્યો ગયો.

મને પણ ઊંઘ આવે છે . . . . મને પણ. . . એકાએક અભી અને નંદની બોલ્યા. છોકરા અને છોકરીને સુવા માટે અલગ રૂમની વ્યવસ્થા હતી પણ આ ઘટના બાદ બધી છોકરીઓને એકલા સુવામાં ડર લાગતો હતો એટલે નંદની પણ અભિષેક સાથે ચાલી ગયી.

હવે માત્ર પાંચ જ વ્યક્તિ બેઠા હતા. રાહિને પણ ઊંઘ આવતી હતી પણ મેહુલ બેઠો હતો એટલે તે જઇ શકતી ન હતી.

બધાએ મોડી રાત સુધી વાતો કરી અને કાલે શું શું કરવાનું છે તે પણ નક્કી કરી નાખ્યું. સૃષ્ટિ વાતાવરણ સમજી શકતી હતી એટલે થોડીવાર આળસ મારડતા મરડતાં પોતાના સુંવાળા શરીરને સમેટતા બધાને ગૂડ નાઈટ કહી સુવા ચાલી ગયી ત્યારબાદ મેહુલ-રાહી, અર્પિત-સેજલ પોતાની વાતોમાં મશગુલ થઇ ગયા.

***

શિયાળની એ સવાર કેટલી સુંદર હતી, મેહુલે બધાને વહેલા છ વાગ્યે જગાડ્યા અને તૈયાર થઇ જવા કહ્યું. બધા નાઈટડ્રેસમાં જ ફ્રેશ થઇ નીકળી ગયા. બધા ચાલતા ચાલતા સૌથી ઉંચી ટેકરી પર પહોચ્યા જ્યાંથી પૂરી પર્વતમાળા દેખાતી હતી. થારલ ગામને પૂરી પર્વતમાળાએ ઘેરીને સુરક્ષિત રાખેલ છે. હજી સુરજ નીકળ્યો ન હતો અને ઠંડી હવા સૌને સ્પર્શીને આલ્હાદક અનુભવ અપાવતી હતી અને તેની સાથે જ આ નજારો હમેશા માટે કેદ કરવા સૃષ્ટિએ પોતાની સાથે લાવેલ કેમેરો કાઢ્યો અને બધા ફોટા પાડવામાં લાગી ગયા.

બધાએ પોતાના મોબાઈલ કાઢ્યા અને સેલ્ફી ફોટા પાડવામાં મશગુલ થઇ ગયા. થોડા સમય આવું ચાલ્યું પછી બધા તે મોટી ટેકરી વટાવી નદી કિનારે આવી પહોચ્યા જ્યાં બધાને નાહવાનો વિચાર હતો.

“કેટલો સુંદર નજારો છે!!!” સૃષ્ટિએ પાછી તેની પેલી ગાલ પર આવેલી લટ કાન તરફ લઇ જતા કહ્યું.

“હા ચાલો આજે તો મન ભરી ને જીવી લેવું છે કોને ખબર કાલે રહ્યા ના રહ્યા. ” અભિષેકે નજારો જોતા કહ્યું.

“એવી વાતો ના કર અભી, એક તો કાલે રાતે જીવ અધ્ધર ચડી ગયો હતો અને તું હજી ડરાવે છો”રાહીએ અભિનો કાન મરોડતા કહ્યું.

“ચાલો જલ્દી બધા એન્જોય કરો પછી હજી ઘણું બધું જોવાનું બાકી છે” મેહુલે અભિષેકનો કાન છોડાવતા કહ્યું.

આજે ખરેખર બધા ખુબ જ ખુશ હતા, રાહીએ અને રાહુલે તેના ખભેથી બેગ એક પથ્થર પર મુક્યા અને બધા નાહવા નદીમાં ઉતર્યા. મેહુલ અને રાહુલને જ તરતા આવડતું હતું તેથી તે લોકો ઊંડા પાણીમાં જઇ શકતા હતા બાકી બધા કેડ સુધીના પાણી ચબચબીયા કરતા હતા. મેહુલ ક્યારેક રાહી સાથે પાણીમાં મસ્તી કરતો હતો તો ક્યારેક ઊંડા પાણીમાં ખેંચી જવા ધમકી આપી ડરાવતો હતો. તો અર્પિત અને સેજલ પણ પોતાની મસ્તીમાં મશગુલ હતા. થોડીવાર નાહ્યા બાદ બધા બહર નીકળી ગયા.

“ચાલ, રાહુલ આપણે હરીફાઈ કરીએ!!!” મેહુલે ઉત્સુકતાથી કહ્યું.

“ચાલ અમસ્તા પણ તું મને હરાવી નહિ શકે” રાહુલે ચેલેન્જ આપતા કહ્યું.

મેહુલે આંગળી ચીંધતા કહ્યું “જો ત્યાં જાડું લાકડું છે ત્યાં સુધી તરીને જવાનું. . . તેને અડીને જે પહેલા આવશે તે વિજેતા”

બંને કિનારે ઉભા રહી ગયા. . એક… બે. … બે. … ત્રણ… અભીના કહેવાથી બંને પાણીમાં ડૂબકી લાગવી. બંને રફતારથી આગળ વધવા લાગ્યા. આગળ મેહુલ અને પાછળ રાહુલ બંને પાણીને ચીરતા આગળ વધતા હતા. ઓચિંતા રાહુલ આગળ નીકળી ગયો મેહુલે તેની સાઈડ કાપવા પાણીની અંદરથી જવા વિચાર્યું પણ મેહુલને પાણીનો રંગ લાલ થતો જણાયો. . . . .

***

આ શું મેહુલ આગળ નીકળ્યો જ નહિ રાહુલ છેક લાકડે અડીને પાછો આવ્યો છતા મેહુલ હજી બહાર નીકળ્યો ન હતો.

“રાહુલે અહી આવતો” મેહુલે પાણીની સતેહ ઉપર આવતા કહ્યું.

રાહુલ મેહુલ તરફ આગળ વધ્યો બંનેએ પાણીમાં ગોથું લગાવ્યું. થોડીવાર પછી બંનેએ મથામણથી કઈ બહાર ખેંચી લાવતા હતા. બહાર આવતા બધાની આંખો પહોળી થઇ ગયી. બધાના મગજમાં ધ્રુજારી ઉપડી ગયી, બધા સાથે શું થઇ રહ્યું છે કોઈને સમજાતું ન હતું. તે એક ચીકારનો દેહ હતો. કોઈએ માથું વાઢી ને માત્ર નીચેનો ભાગ જ પાણીમાં ફેકી દીધો હશે. મેહુલ અને રાહુલ તે દેહને પાણીની બહાર લાવ્યા.

(ક્રમશઃ)

આજે નસીબ આ લોકોનું સાથ નથી આપી રહ્યું. કદાચ અભિષેકે સાચું જ કહ્યું હશે કાલનો દિવસ કદાચ ના મળે. ખેર, એતો આગળ ખબર પડશે જ પણ અત્યારનો માહોલ એવો છે કે આ લોકોના હાથ એક ચિકારાનો અર્ધ મૃતદેહ મળ્યો છે હવે તેને કોઈ હિંસક પ્રાણીએ માર્યો હશે કે કોઈ માનવીએ તેની પૃષ્ઠી હજી નથી થઇ અને આ લોકો કેવી મુસીબતમાં સપડાતા જાય છે તેનો ખ્યાલ કોઈને પણ નથી.

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

-Mer Mehul

***

Rate & Review

Keyur Chavda 2 months ago

Jaydeep Saradva 3 months ago

Sureshchavda 4 months ago

Falguni Patel 4 months ago

Usha Dattani 4 months ago