Kavyanuvadan-Rasasvadan - 5 books and stories free download online pdf in Gujarati

કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 5

(3) શ્રી વિજય જોશીનાં કાવ્યો

-: સંપર્ક :-

Vijay Joshi <>

સર્જન - વિસર્જન Boom and Bust 16))

Boom and Bust

At the core of the suna solitary photon wandered around takingcountless random walks.Meandering erratically for thousands of yearsin the sun’s fiery gaseous worldit arrived at sun’s surface.Now in the freedom of space it travelled65 million miles at lightning speed to reachplanet earth in just 8 minutes and 20 seconds.A nanosecond too late to resuscitatea sole surviving leaf on a late autumn morningas it fell down from a naked deciduous maple.

-Vijay Joshi

* * *

સર્જન – વિસર્જન(અછાંદસ)ભાસ્કર તણા ઊંડેરા ગર્ભ માંહેએકાકી કો’ વિદ્યુત ચુંબકીય વિકિરણ શક્તિ તણો અણુચક્રાકારે અહીંતહીં આથડતો અસ્તવ્યસ્ત કંઈ કેટલાંય અંતર સમેટતોહજારો વર્ષોથી વાંકીચૂંકી નિજ સ્વૈર ગતિએનિજ માર્ગે અગ્રે ધપ્યે જતોભાસ્કરના પ્રજ્વલિત વાયુરૂપી જગ મહીંઅને આવી પૂગે એ જ ભાસ્કર તણી બાહ્ય સપાટી ઉપરે.હવે તો ભાસ્કરગર્ભ તણો એ જ અણુ પ્રકાશકિરણ બનીઆરંભે નિજ સફર મુક્ત અવકાશ મહીં વીજગતિએકાપવા દૂરી સાડા છ કરોડ માઈલ તણીપૃથ્વીગ્રહે પૂગવા આઠ મિનિટ અને વીસ સેકંડ તણી સમયાવધિ મહીં.અરે, કિંતુ એ ઢળતી પાનખ૨ પ્રભાતેઅબજાંશ સેકંડ તણા નહિવત્ વિલંબ થકીએ કિરણ રહે અસમર્થ નવીન પ્રાણ પૂરવાખરવા જતા એ નગ્ન મેપલ તરુ તણા પર્ણને!- વિજય જોશી (મૂળ કવિ)- વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

સંક્ષેપ

કાવ્યનું શીર્ષક ‘સર્જન-વિસર્જન’ એ ક્ષણભંગુર, ગતિશીલ અને પરિક્રમિત જગત કે જેમાં ઋતુઓના બદલાવ, વૈયક્તિક લાગણીઓની ચઢાવ-ઉતાર, શાશ્વત એવું જીવન-મૃત્યુનું ચક્ર, સંસ્કૃતિઓની ઉત્ક્રાંતિ-અવક્રાંતિ અને અર્થતંત્રીય બજારોની ચડતી-પડતીની પ્રક્રિયાઓને ઉજાગર કરે છે.સૂર્યમાંથી ઉદભવતું પ્રકાશકિરણ (અણુ) અને તેનું પૃથ્વી ઉપર થતું આગમન એ પ્રકૃતિની અનિશ્ચિતતા અને અણધાર્યાપણાને દર્શાવે છે. ખરતું પાંદડું અને સૂર્યકિરણ (અણુ)ની સમયસર આવી પહોંચવાની નિષ્ફળતા એ સત્યને સમજાવે છે કે માનવી પેલા પ્રકાશકિરણની જેમ ભલે નિષ્ફળ પુરવાર થાય, પણ તેણે પોતાના સાતત્યપૂર્ણ સંઘર્ષને અટકાવવો જોઈએ નહિ અને પોતાનું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ.વળી ખરતા પાંદડાને ઉત્કાંતિની પ્રક્રિયાના એક રૂપક તરીકે પણ સમજી શકાય કે કેવી રીતે સજીવો બદલાતા વાતાવરણને અપનાવી લઈને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની તીવ્ર ઇચ્છા ધરાવતાં હોય છે.નગ્ન વૃક્ષ એ વૃક્ષની ભેદ્યતા દર્શાવે છે; પછી ભલે ને એ પર્ણવિહીન હોય, પણ પ્રાણહીન નથી હોતું.

- વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

$$$$$$$

તાત્ત્વિક સ્વગતોક્તિ - Soliloquy of Essence (17)

Soliloquy of Essence

While descendinginto my personal universescattered along the way I foundunfinished dreamsfaded memoriesmistaken identitiesbroken promisesun-confessed sinsdeflated egos.Continuing my descentinto innermost recessesof my nascent space,At last I reachedthe end of all multiplicitiesdawn of my singularity.There I heard humof my existencevery essence ofmy being.

-Vijay Joshi

* * *

તાત્ત્વિક સ્વગતોક્તિ(અછાંદસ)નિજિ દુનિયામાંજ્યારે હું અવરોહણ કરું છું,ત્યારે મુજ માર્ગે જોવા પામું હું,વેરાયેલાં અત્ર, તત્ર સર્વત્રકંઈ કેટલાંય સપનાં અધૂરાં,ધૂંધળી વળી યાદદાસ્તોને ભૂલભરી પહેચાનો,તોડેલાં વચનોને વણકબૂલ્યાં પાપોઅને વળી જામી ગયેલો અહમ્ પણ ખરો!હજુય મારું અવરોહણ ધપે ભીતરેઆવિર્ભાવ પામતા અવકાશ મહીંઊંડેરી આંતરિક વિશ્રાંતિ ભણી.છેવટે હું પહોંચ્યોબહુવિધતાઓનીય પેલે પારમુજ એકલતાના નૈકટ્યે.અહો! ત્યાં તો ગુંજન શ્રવ્યું મેં –મુજ અસ્તિત્વનું,મુજ હોવાપણાના તત્ત્વનું!

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

સંક્ષેપ :આ એક સ્વગતોક્તિ છે કે જ્યાં માણસ પોતે જ પોતાના વિચારોને મોટેથી પોતાને જ ઉદ્દેશીને બોલી સંભળાવતો હોય છે.આ એક અંતરયાત્રા છે, આત્મનિરીક્ષણ છે, નવજીવન છે. અહીં પોતાની જાતને, પોતાના આત્માને, પોતાના ચૈતન્યને, પોતાનામાં રહેલા નિર્દોષ શૈશવને કે જે આપણા સૌમાં વસે છે તેની શોધ આદરીને તેને પામવાનો પ્રયત્ન છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે આપણા આત્મતત્ત્વને જાગૃત કરવાનું છે, આપણા ચૈતન્યને દેદીપ્યમાન બનાવવાનું છે.આપણી આ આંતરિક શોધ થકી આપણી ભૂતકાલીન એવી કેટલીય બાબતો કે જે ભુલાઈ ગઈ હોય, અણદેખી થઈ હોય કે અવગણાઈ હોય એ સઘળી પુન: પ્રત્યક્ષ થઈ જતી હોય છે. આ શોધ થકી વીતી ગયેલી જીવનપળોની યાદદાસ્ત તાજી થતી હોય છે, અહંનો ક્ષય થતો હોય છે, ખોટું સાચામાં પરિણમતું હોય છે, વગેરે…વગેરે.

જાતમાં ઊંડા ઊતરવાની આ સફર ત્યાં સુધી ચાલુ રહેતી હોય છે કે જ્યાં સુધી આપણે એ તત્ત્વના હાર્દ સુધી પહોંચીએ, એને જાણી લઈએ અને એનું પ્રગટીકરણ કરી લઈએ. આ કક્ષાએ પહોંચ્યા પછી માનવી પરમ શાંતિનો અનુભવ કરી શકે છે.

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

$$$$$$$

ચતુર્થ પરિમાણની પેલે પાર Beyond The Fourth Dimension (18)

Beyond The Fourth Dimension

VisibleExplicitTangiblehigh strungon pins and needlesexternal physical timepiecestruggles to keep up withruthless demanding Time.InvisibleImplicitintangibleenigmaticrestive internal biological clockstruggles to keep awaya ruthless demanding death.Time was not to blameonly timepiece – that failed to tick.Death was not to blameonly life – that failed to live on.

– Vijay Joshi

* * *

ચતુર્થ પરિમાણની પેલે પાર(ભાવાનુવાદ)

દૃશ્યસુસ્પષ્ટપાર્થિવસુગ્રથિતબેચેનબાહ્ય ભૌતિક ઘડિયાળમથ્યા કરે નિજ ગતિ થકીને કરે તકાદો સમયનો નિષ્ઠુર બની.અદૃશ્યઅભિપ્રેતઅપાર્થિવગૂઢચંચળગુહ્ય પ્રાકૃતિક ઘડિયાળમથ્યા કરે દૂર હડસેલવાને કરે એય તકાદો મૃત્યુનો નિષ્ઠુર બની.સમયને ન દોષ દેવાય,દેવાય દોષ તો ઘડિયાળનેજે નિષ્ફળ રહ્યું ટિક કરવા કાજે.મૃત્યુનેય ન દેવાય દોષદેવાય દોષ તો માત્ર જિંદગીનેજે નિષ્ફળ રહી જીવવા કાજે.

–વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

સંક્ષેપ :

પ્રખર વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન દ્વારા પ્રસ્થાપિત થયેલા ખ્યાલ મુજબ અદૃશ્ય, અજાણ્યું અને વણશોધાયેલું એવું અગોચર બ્રહ્માંડ હોઈ શકે છે કે જ્યાં દિશા કે સમયનું કોઈ માપ કે ગણતરી ન હોય. આને અનંતકાળ તરીકે ઓળખાવી શકાય કે જે અવકાશનાં ત્રણ પરિમાણો ઉપરાંતનું વિશેષ એવું ચોથું પરિમાણ છે.સમય અને મૃત્યુની ગતિ એકમાર્ગી રસ્તા જેવી છે જે બંને સાથે મળીને બધાજ સજીવોને નિયંત્રિત કરે છે, તેમની સાથે ચાલાકીથી પોતાનું કામ પાર પાડે છે અને તેમને ભયભીત કરે છે.આ કાવ્ય અપાર્થિવ અને પ્રાકૃતિક એવાં બે ઘડિયાળોની સરખામણી કરે છે અને સમજાવે છે કે એ બંને કેવી રીતે સમય અને મૃત્યુ સામે આરક્ષણ મેળવવા મથામણ કરે છે. સમય અને મૃત્યુ એ ગૂઢ, ચલાયમાન અને સાતત્યપૂર્ણ છે.કાવ્યનો નિષ્કર્ષ એ છે કે છેવટે તો માનવી પોતે જ પોતાનાં કાર્યો માટે જવાબદાર હોય છે. તેણે કોઈનાય ઉપર દોષારોપણ કરવાની રમત બંધ કરી દેવી જોઈએ અને તેણે અનિવાર્ય અને અંતિમ એવી જીવનની વાસ્તવિકતાને સ્વીકારી લેવી જોઈએ.– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

$$$$$$$

કોરો કાગળ – A piece of blank paper (19)

A piece of blank paperA Muslim wrote “Quran”A Christian wrote “Bible”A Jewish wrote “Torah”A Hindu wrote “Gita”.On a piece of blank paperEveryone claimedtheir version of the truthto be the real truththe only truth.A pandemonium ensuedpeace unraveledTempers flaredChaos eruptedIn great agonythe paper screamedstop these hatredthese unholy warsstop it alllet me belet me just bea blank piece of paper.

– Vijay Joshi

* * *

કોરો કાગળ(અછાંદસ)મુસ્લીમે લખ્યું ‘કુરાન’ને ખ્રિસ્તીએ લખી ‘બાઈબલ’.યહુદીએ લખ્યું ‘તોરાહ’તો વળી, હિંદુએ લખી ગીતા;કોરા એક કાગળ ઉપર.દાવો દરેકનો એકસરખો;કે તેમનો ગ્રંથ સત્ય,આખરી સત્યને એક માત્ર સત્ય.કોલાહલ ઊઠ્યો,શાંતિ ડહોળાઈ,મિજાજ ભડક્યા,અંધાધૂંધી ફાટી, સઘળે.તીવ્ર પીડાએકાગળ ચીસ્યો :આ ધિક્કાર બંધ કરો,આ નાપાક યુદ્ધોય બંધ કરો.આ સઘળુંય બંધ કરો.મને રહેવા દો,ખરે જ મને રહેવા દો,કોરા કાગળનો એક ટુકડો જ!– વિજય જોશી (કવિ)– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

સંક્ષેપ

કાગળનો કોરો ટુકડો કોરા કાગળ તરીકે જ અસ્તિત્વમાં આવ્યો અને લહિયાઓએ પ્રાચીન ધર્મગ્રંથોની હસ્તપ્રતો તેના ઉપર લખી કાઢી. તેમણે ઈરાદાપૂર્વક પોતપોતાની તરફેણ અને વિરુદ્ધનાં અવળાં અર્થઘટનો એ કાગળમાં લખી નાખ્યાં; જેનું પરિણામ એ આવ્યું કે ધર્મયુદ્ધો, દલીલબાજીઓ, ધિક્કારની ભાવના, ધર્માંધતા વગેરે વગેરે ઊગી નીકળ્યાં. અહીં રૂપક તરીકે લેવાયેલો કોરા કાગળનો ટુકડો ધર્મગ્રંથોનાં ખોટાં અર્થઘટનો સામે બળવો પોકારી ઊઠ્યો અને આજીજી કરવા માંડ્યો કે તેને એકલો છોડી દેવામાં આવે, કોઈપણ ધર્મ સાથેના જોડાણથી તેને મુક્ત રાખવામાં આવે અને તેને માત્ર અને માત્ર એક કોરા કાગળ તરીકે જ રહેવા દેવામાં આવે.

– વિજય જોશી (કવિ)– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

$$$$$$$

વણલખ્યું – Unwritten (20)

UnwrittenWent looking for words to explore,found them scattered on the floor.Some with love, some with hate,some quite bland, some with taste.some with joy, some with pain,some with truth, simple and plain.some with despair, some with hope,some with lies on a slippery slope.some quite serious, some had fun,some had respect, some had none.some consenting, some dissenting,some rejoicing, some lamenting.some pretty short, some pretty long,some quite weak, some quite strong.some were ignored, some adored,some were amused, some bored.like people – they breath, they feel,if abused, they are hurt a great deal.As the poem was done only two thirds,I reached down to get more words.suddenly words screamed in agony,stop the torture, spare the poetry.free we are, scattered we might be,Leave us on the floor, leave us be.Just leave us be.

– Vijay Joshi

* * *

વણલખ્યું(અછાંદસ)

સઘળે ફરી વળ્યો શબ્દોને ખોળવાજડી ગયા ભોંયતળિયે, વેરાયેલા.કોઈ પ્રેમાળ, કોઈ દ્વેષીલા;કોઈ વળી સૌમ્ય, તો કોઈ વળી ભાવતા.કેટલાક આનંદી, કેટલાક દુખિયારા;કોઈક તો સાચુકલા, સીધા ને સાદા.કોક તો હતાશ વળી, કોક તો આશભર્યા;કોક સાવ જૂઠડા જ લીસા ઢોળાવ સમ.કોઈક વળી ગંભીર, તો કોઈ સાવ રમૂજી;કોઈ ખૂબ વાલીડા, ને કોઈક તો કશામાં નંઈ.કોઈ કોઈ મળતાવડા, કોઈ કોઈ મતભેદિયા;કોઈ વળી લહેરી, તો કોઈક સાવ રોતલ.કેટલાક ટચુકડા, તો કેટલાક લંબુજી;ને કોક વળી મરતલ, તો કોક વળી ભડવીર.કોક તો લેખામાં નંઈ, કોઈક વળી ભાવતા;કોઈ સાવ મસ્તરામ, તો કોક વળી ભારી વેંઢારવા.આપણાં લોક જ્યમ, તેઓ શ્વસતા-સંવેદતા;ને હડધૂત જો કરીએ તો દુભાય ઘણેરા બાપડા.મુજ કાવ્ય જ્યાં બે તૃતીયાંશ માત્ર સર્જાયું,ને નીચો વળ્યો ઢૂંઢવા કોઈક અદકેરા શબ્દ.પીડાભરી ચીસ થકી સહસા એ શબ્દોએબુમરાણ એવી તો મચાવીકે ‘બસ કરો સતામણી નેછોડી દો તવ કવિતા અધૂરી.મુક્ત તો છીએ અમે, ભલે વેરાયેલા હોઈએ.ભોંયતળિયે અમને છોડી દો, રહેવા દો અમને,બસ એમ જ રહેવા દો.’– વિજય જોશી (કવિ)– વલીભાઈ મુસા (ભાવાનુવાદક) * * *

નોંધ : – આ કાવ્ય સ્વયં-સ્પષ્ટ હોઈ તેનો સંક્ષેપ (Synopsis) આપવામાં આવ્યો નથી. $$$$$$$

ચબરાક શ્રેણીબંધ હત્યારો – The elusive serial killer (21)

The elusive serial killerThe elusive serial killerstrikes randomlyunexpectedly andarbitrarilyhas no police recordkiller profile orwitnesses –no motivea pattern ora modus operandi –leaves no clueswarnings orfingerprints –is unpredictableclandestine andIndifferentsensing his presence one dayI felt the funeral in my Brainwith the stealth and skillof a shogun samurai – beforethe inferno could engulf my flesh –he hurled my soul intothe heavens to begin my new life –all over again while he continues to killthe mystery remains unsolvedhoping my next encounter to bemy last – I wait for him – again

– Vijay Joshi

* * *

ચબરાક શ્રેણીબંધ હત્યારો (અછાંદસ)આડેધડ,અણધાર્યાઅને મનફાવે તેમ એ કરે પ્રહાર.પોલીસ દફ્તરે,ન ખૂની હોવાનું કોઈ રેખાચિત્રયા કોઈ ગવાહ –ઉદ્દેશવિહીન,ઢબ એક જને એક જ કાર્યરીતિ.કડી કોઈ છોડે નહિ,ચેતવણી કેઆંગળાંનાં નિશાન પણ નહીં –આગમનનો અણસાર પણ નહિ,છાનોછપનો અનેઅભેદભાવે સૌને હણે એકસરખો.વિચારમાત્રે તેઉ તણી ઉપસ્થિતિના એકદા,હલબલી ઊઠું નિજ ચેતાતંત્રે ને સાક્ષાત્ ભાળું હું નિજ અંત્યેષ્ટિક્રિયા!એ આવી પહોંચે ચૂપચાપ ને વળી ચાપલ્યે,એવા બાહોશ સેનાધ્યક્ષની જેમ,મુજ માંસ અગ્નિસંસ્કાર તણી આગમાં ગળવા પૂર્વેફંગોળી દે મુજ આત્માને –સ્વર્ગ મહીં, કે જ્યાં મારું નવજીવન થાય શરૂ ફરી!અને એ હત્યારો અવિરત હત્યાઓ કરતો રહે ફરીફરી;અહો, કેવું વણઉકલ્યું રહસ્ય રહેતું એ સર્વદા!આશાવાદી બની રહું કે હવે પછીનો મુજ ઘડોલાડવોઆખરી બની રહે અને પ્રતીક્ષા કરતો રહુંતોય એની હજુય વળી એક વાર!

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

સંક્ષેપ :

આ કાવ્ય અવિરત ચાલ્યે જતા જન્મ અને પુનર્જન્મના ચક્રને સમજાવે છે, જેમાં મૃત્યુને શ્રેણીબંધ હત્યાઓ કરતા હત્યારા તરીકેનું રૂપક આપવામાં આવ્યું છે. વળી મૃત્યુની ધાસ્તી જ એવી છે કે તેનો વિચારમાત્ર કરતાં જીવાત્માનું ચેતાતંત્ર ભયની કંપારી અનુભવે છે અને ખરે જ પોતાની નજર સામે જ પોતાની અંતિમવિધિ થઈ રહી હોય તેવો આભાસ તેને થતો હોય છે.કવિએ એમિલિ ડિક્સનના એક કાવ્યના કથન ‘I felt the funeral in my Brain’ને આબેહૂબ રીતે પોતાના આ કાવ્યમાં સાંકળી લીધું છે. ‘જે જાયું તે જાય’ ઉક્તિ અનુસાર જીવમાત્રને મૃત્યુ તો કદીય છોડનાર નથી. મૃત્યુનો દેવતા યમરાજ કે મલેકુલ મૌત કોઈ નર કે નારીને પોતાના ક્રૂર પંજામાં જકડી લે છે; ત્યારે તે વ્યક્તિ તો એમ જ ઝંખતી હોય છે કે આ પોતાનો આખરી જન્મ અને આખરી મોત હોય અને જન્મમરણના ચક્રમાંથી મુક્ત બનીને પોતે મોક્ષ પ્રાપ્ત કરે. પરંતુ હિંદુ ફિલિસોફી મુજબ કર્મોનો હિસાબ સરભર ન થાય ત્યાંસુધી જન્મમરણનું આ ચક્ર ચાલ્યા જ કરતું હોય છે.કવિએ મૃત્યુના દેવતાને શ્રેણીબંધ હત્યાઓ કરતા હત્યારા તરીકે ઓળખાવતાં તેની કાબેલિયતને પણ દર્શાવી છે. ચબરાક હત્યારો હત્યાને અંજામ આપવાનું કામ બખૂબી નિભાવતો હોય છે, બસ તેમ જ મૃત્યુ પણ ચૂપચાપ આવીને કોઈપણ જીવની જિંદગીને સમાપ્ત કરી દે છે.અનોખા વિષય ઉપરનું અનોખું આ કાવ્ય ખરે જ આપણા ચિત્ત ઉપર ઘેરી અસર કરે છે અને માનવજીવનની ક્ષણભંગુરતાને સુપેરે સમજાવે છે.

-વલીભાઈ મુસા (સંક્ષેપકાર)

$$$$$$$

એકાકી કારાવાસ - Solitary Confinement (22)Solitary ConfinementDeprived of most of my senses,I spent my entire existence alone,in complete darkness in that cell.I felt gentle rhythmic presenceof my own breathe and blurry and fuzzyat first, gradually I began to see.Then one day, quite unexpectedly, as I was usheredout of the cell, I was blinded by the sharp stinging lights,a cacophony of noises and probing eyes.Soon a soothing calm came over me. I knew –after 9 months of solitary confinement –I was in the comforting caring arms of my mother.

– Vijay Joshi

* * *

એકાકી કારાવાસ(ભાવાનુવાદ)મુજ મહદંશ સૂધબૂધથી વંચિતએવા મેં વીતાવ્યું મુજ સમગ્ર અસ્તિત્વ સાવ એકલવાયુંઘોર તિમિરભર્યા ગર્ભકોચલા મહીં.હળવા ને વળી લયબદ્ધ મારા ખુદના જ શ્વાસોચ્છ્વાસ તણીમોજૂદગી અનુભવી અને સાવ ઝાંખુંઝાંખુ ને અસ્પષ્ટ ધૂંધળુંજોવા માંડ્યું હું પહેલવહેલું ગર્ભ મહીં ધીમે ધીમે.અને પછી તો એકદા સાવ અચાનક સરી પડ્યું હુંગર્ભ માંહેથી બાહિર અને અંજાઈ ગયું બાહ્ય ઝળહળતા તીવ્રતમ પ્રકાશ થકીઅને ડઘાયું હું વિવિધ કર્કશ અવાજો સુણીને વળી ઝીણી નજરે મુજને અવલોકતાં સૌ જન થકી.શમનકારી શાંતિ છવાઈ ગઈ મુજ પરે તુર્ત જ,ક્યમ કે જાણ્યું મેં કે નવ માસ તણા એકાકી કારાવાસ પછીઝૂલી રહ્યો છું હું તો મુજ જનની તણા સલામત અને માવજતભર્યા બાહુઓ મહીં.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

સંક્ષેપ :આ કાવ્ય માનવમાદાના ગર્ભમાંના ભૃણ, તેનો વિકાસ અને છેલ્લે માનવબાળ તરીકેના તેના જન્મની સમગ્ર પ્રક્રિયાને ઉજાગર કરે છે. ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ની ઉક્તિ અનુસાર કવિએ આત્મકથાનક રૂપે ગર્ભસ્થ શિશુના મુખે કથની મૂકીને ઉમદા કવિકર્મ પાર પાડ્યું છે. માનવમાદાના ગર્ભને કારાવાસનું રૂપક આપીને તેમાં વિકસતા ભૃણને કેદી તરીકે ઓળખાવ્યું છે. નવ માસની જાણે કે સજા પામ્યું હોય એવું એ ભૃણ અંધકારભરી કાળકોટડીમાં એકલવાયું જીવન વિતાવે છે. ગર્ભાધાન પછીનાં કેટલાંક અઠવાડિયાં પછી જ્યારે એ ભૃણમાં જીવસંચાર થાય છે ત્યારથી માંડીને તેના જન્મ સુધીના એ સમયગાળા દરમિયાન તેણે વેઠેલી યાતનાઓ હિંદુ મત પ્રમાણે કર્મફળ હોવાની કવિની ધારણા છે. છેવટે પરિપક્વ સમયે એ ભૃણ પૂર્ણ વિકસિત બનીને શિશુ રૂપે જન્મ ધારણ કરે છે. નવજાત શિશુ જન્મ્યા પછી ક્ષણભર શાંત પડી રહે છે એ બાબત વિષેની કવિની ભવ્યતમ કલ્પના વાચક માટે હૃદયસ્પર્શી બની રહે છે. નવ માસના કારાવાસ પછી મુક્તિનો શ્વાસ લેતા એ શિશુને માતાના સલામત અને માવજતભર્યા હાથોમાં ઝૂલતું બતાવીને કવિ કાવ્યનું સમાપન કરે છે.

-વલીભાઈ મુસા (સંક્ષેપકાર)

$$$$$$$

અનુક્રમણિકા

અમર્યાદ આનંદ – Boundless Joy (23)

Boundless JoyNot too far from manic human herd,sits a graveyard of lifeless words.melancholy, lonely, dubious words,buried, forgotten, abandoned, words.pointless, worthless, vague words.Pitted, cavernous, hollow words,unwanted, discarded, unused words.abused, injured, battered words.A little boy came wandering one day,picked up three words in a random way.They came alive in his magical hands,and spoke slowly so boy understands.uttered three words, “We love You”little boy replied with joy, “I love you all, too!”

– Vijay Joshi

* * *

અમર્યાદ આનંદ

ચિત્તભ્રમ માનવવૃંદથી ના અધિક દૂર,એવું સ્થિત ત્યાં, નિષ્પ્રાણ શબ્દો તણું કબ્રસ્તાન.એય વળી કેવા?સાવ જ નિરુત્સાહી, એકાકી અને વળી અસ્ફુટ શબ્દો;ઊંડેરા દટાયલા, વિસ્મૃત અને સ્વચ્છંદ એ શબ્દો;બુઠ્ઠા, કોડીય ન ઉપજે તેવા સાવ મફતિયા અને સંદિગ્ધ શબ્દો;સાવ ખાડે ગયેલા નકામા, અંધારી ગુફામાં અટવાતા અને સાવ બોદા એ શબ્દો;વણજોઈતા, રદબાતલ અને વણવપરાતા શબ્દો;અપમાનજનક, હાનિગ્રસ્ત અને ધોકલે ધબેડાયેલા એ શબ્દો.ત્યાં તો નાનેરું શિશુ એક આવ્યું,રખડતું-રઝળતું, અહીં એકદા.વીણી લીધા શબ્દત્રય સહજ મનમોજે,ને લ્યો, જાણે જાદુઈ હાથે લાધ્યા એ જીવંતઅને બોલી પડ્યા, સાવ હળવા અવાજે,સમજી શકે શિશુ એવા સહજ ભાવ ભાવે,એ ત્રણેય શબ્દો કે, ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’)અને એ નાનેરું બાળ પણ બોલી ઊઠ્યું,સહર્ષે વળતા જવાબે કે,‘હું પણ ચાહું, તમને બધાને!’ (‘I love you all, too!’)

– વિજય જોશી (મૂળ કવિ)– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

રસદર્શન :

આ અગાઉ ભાષાના શબ્દોને વિષય બનાવીને ‘વણલખ્યું’ કાવ્ય આપી ચુકેલા કવિશ્રી વિજય જોશી આપણી સમક્ષ બસ એ જ રીતે વળી પાછા ‘શબ્દો’ને જ કેન્દ્રમાં રાખીને ‘અમર્યાદ આનંદ’ એવા નવીન કાવ્ય સાથે આપણી સમક્ષ ફરી એક વાર આવે છે. આ કાવ્યમાં કવિએ ભવ્યાતિભવ્ય ઢબે ભાષાના શબ્દોને નિષ્પ્રાણ દર્શાવીને એમનુંય કબ્રસ્તાન હોવાની એક અનોખી કલ્પના કરી છે. જીવતાજાગતા માનવીઓ એક નિશ્ચિત કાળે અવસાન પામતાં કબ્રસ્તાનભેળા થઈ જાય, બસ તેમ જ અહીં શબ્દોનું પણ એમ જ થતું બતાવાયું છે; આમ છતાંય એટલો ફરક તો ખરો જ કે એ શબ્દો કબરોમાં દફન થઈ જતા નથી, પણ કબ્રસ્તાનની જમીન ઉપર એમને વેરવિખેર હાલતમાં પડેલા સમજવાના છે. ગદ્ય અને પદ્યમાં નોંધપાત્ર ફરક એ હોય છે કે ગદ્યમાં કથન સ્પષ્ટ હોય તો પદ્યમાં એ ઇંગિત હોય છે. જો શબ્દો કફન સાથે દફન થઈને ધરતીમાં ધરબાયેલા હોય તો પછી કવિ તેમની સાથે સંવાદ સાધી શકે નહિ ને!કાવ્યની પ્રારંભની બે પંક્તિઓ વિષયપ્રવેશ બની રહ્યા પછી કવિએ એ સઘળા નિષ્પ્રાણ શબ્દોને વિભિન્ન વિશેષણો લાગુ પાડીને સજીવારોપણ અલંકાર વડે મઢિત એવી બાનીમાં નિર્જીવ રૂપે છતાંય અસ્તિત્વ ધરાવતા બતાવ્યા છે. હવે કાવ્યમાં એ વિશેષણો સ્વયંસ્પષ્ટ હોઈ આપણે તેની યાદીને અહીં પુનરાવર્તિત ન કરતાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈપણ ભાષામાં શબ્દો એ તો એના અંગભૂત એકમ તરીકે હોય છે અને એમના વગર ભાષા સંભવી શકે નહિ. આમ શબ્દો એ ભાષાનો પ્રાણ હોય તો કવિ એમને અહીં નિષ્પ્રાણ શબ્દો તરીકે કેમ ઓળખાવે છે? આનો સીધો અને સરળ જવાબ વ્યાકરણની પરિભાષામાં એ જ હોઈ શકે કે એ શબ્દો યોગ્ય રીતે યોગ્ય અર્થભાવ આપતા વાક્યમાં ગોઠવાય તો જ એ જીવંત બની શકે. શબ્દકોશોમાં પણ શબ્દો હોય છે, એના અર્થો પણ શબ્દોમાં જ આપવામાં આવતા હોય છે; છતાંય એ શબ્દો વ્યક્તિગત રીતે પોતાનું અસ્તિત્વ અને કોઈક અર્થ ધરાવતા હોવા છતાં એ વાક્યોમાં ન પ્રયોજાય, ત્યાં સુધી તેમને પણ નિષ્પ્રાણ જ સમજવા રહ્યા. આમ કવિ કલ્પનાએ આપણે શબ્દકોશને પણ શબ્દોના કોફિન તરીકે ઓળખાવીએ તો જરાય અજુગતું નથી.મને ક્યાંક લખ્યાનું સ્મરણ છે કે સાહિત્યના ઉત્તમ પ્રકારના સર્જન માટે અને પ્રભાવી વાણીવિનિમયમાં ‘શબ્દપ્રયોજના’નું અનેરું મહત્ત્વ હોય છે. ભાષાનો એકલોઅટૂલો શબ્દ શુષ્ક કે મૃત જ ભાસે, પણ એ જ્યારે યથાસ્થાને, યથાભાવે અને યથાહેતુએ પ્રયોજાય; ત્યારે જ એ જીવંત અને મૂલ્યવાન બની રહે. આપણા કવિએ અત્રતત્ર વેરાયેલા એ નિષ્પ્રાણ શબ્દોના સમૂહમાંથી ત્રણ શબ્દો ઉપર પોતાની પસંદગી ઢોળીને એમને રખડતારઝળતા એક નાના બાળક પાસે હાથવગા કરાવ્યા અને આપણા આશ્ચર્ય વચ્ચે એ બાળકના હાથનો સ્પર્શ થતાં જ એ શબ્દો જીવંત બની ગયા. વળી એટલું જ નહિ એ શબ્દો હળવા અવાજે અને એ બાળકને સમજવામાં સુગમ પડે તે રીતે બોલી પણ ઊઠ્યા કે ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’).ભાષાના શબ્દો બિચારા કહ્યાગરા હોય છે અને એમને પ્રયોજનારા ઉપર નિર્ભર હોય છે કે તેણે એ શબ્દો પાસેથી કેવું કામ લેવું. આપણા કવિ એ ત્રણેય શબ્દો પાસે એ બાળકને ઉદ્દેશીને બોલાવડાવે છે કે તેઓ સાચે જ તેને ચાહે છે. અહીં બાળકની માસૂમિયત પેલા શબ્દોને એવી સ્પર્શી જાય છે કે સહજભાવે તેમનાથી એ પ્રેમાળ શબ્દો બોલી જવાય છે. ‘પ્રેમ’ એ માનવીય એવો સંવેગ છે કે જે પડઘાયા સિવાય રહી શકે નહિ. પેલા શબ્દોએ જ્યારે એ બાળકને ‘અમે ચાહીએ તને!’ એમ કહ્યું, ત્યારે એ બાળક પણ ‘પેલા શબ્દો’ના એ જ શબ્દોમાં હસીખુશીથી ‘હું પણ ચાહું, તમને બધાંને!’થી પ્રત્યુત્તર વાળે છે.

પ્રેમ એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેથી જ ‘Love is God’ અર્થાત ‘પ્રેમ એ જ ઈશ્વર’ એમ કહેવાય પણ છે. નાનાં બાળકોને પ્રભુનાં પયગંબરો કે બાળગોપાળ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી બાળકોને ‘પ્રેમનાં પ્રતીકો’ તરીકે સમજવાં રહ્યાં; અને તેથી જ તો કવિએ એક નિર્દોષ બાળકને આ કાવ્યમાં પાત્ર તરીકે વણી લીધું છે કે જે પ્રેમ પામવાને પાત્ર તો છે જ, પણ સાથેસાથે એ પ્રેમનો પ્રત્યુત્તર પ્રેમથી જ આપે છે. આમ કવિએ આ લઘુકાવ્યમાંય વળી એવા જ લાઘવ્ય વડે ‘ઢાઈ અક્ષર એવા પ્રેમ’ને ઉજાગર કરી બતાવ્યો છે.આમ આ કાવ્ય મનનીય બની રહે છે, માત્ર એના એ જ સામર્થ્યના કારણ કે એના સમર્થ કવિએ કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો પાસેથી ધાર્યું કામ કઢાવી જાણ્યું છે.સરસ મજાના આ કાવ્ય બદલ કવિશ્રીને અભિનંદન.

– વિજય જોશી (મૂળ કવિ)– વલીભાઈ મુસા(રસદર્શનકાર)

$$$$$$$

અનુક્રમણિકા