ભીંજાયેલો પ્રેમ ભાગ - 17

ભીંજાયેલો પ્રેમ

ભાગ -17

(એક ઝલક કહાનીની)

મેહુલને એક ભયાનક સ્વપ્ન આવે છે જેમાં મેહુલ અને તેના મિત્રો જે થારલ ગામ જવાના છે તે ગામની ઝાંખી થાય છે. એક પિશાશના શીકન્જામાં આવી જાય છે અને

તેઓની સાથે અજીબો-ગરીબ ઘટના ઘટવા લાગી અને અંતે તે કોઈ ભયાનક આગ વચ્ચે સળગી રહ્યો છે તેવો આભાસ થાય છે અને સપનામાંથી જાગી જાય છે. ત્રણ વર્ષ પછી અર્પિત અને સેજલના લગ્નની તૈયારી જોરોશોરથી થઇ રહી છે. )

Continue

રાહી તેની અને મેહુલ વચ્ચે થયેલી તમામ વાતચીતને યાદ કરવા મેહુલની યાદોમાં રોજ એક કલાક પસાર કરતી અને સમયે પણ રાહીને મેહુલની ખુબ યાદ આવતી હતી.

***

પ્લાન મુજબ ચાર વાગ્યે ભાવનગરથી બસ ઉપડી ગયી, સિહોર આવતા મેહુલ અને અર્પિત ચડ્યા તો બેસવાની જગ્યામાં પણ બદલાવ આવવા ગયો. જેમ મેહુલના સપનામાં આવ્યું હતું તેમ જ બનતું જતું હતું. થારલ ગામ પણ એટલું જ રળિયામણું લાગતું હતું જેવું મેહુલે સપનામાં જોયું હતું. બધા ખુબ જ ખુશ હતા પણ મેહુલ એક જ દ્વિધામાં હતો અને તેની ચિંતા પણ જાયઝ હતી, કેમ કે તેણે જે સપનું જોયું હતું તેનાથી અલગ કઈ બનતું જ ન હતું.

અંતે જયારે તે ખુબ જ દ્વિધામાં આવી ગયો ત્યારે તેણે આ વાત અર્પિતને કહેવાનું વિચાર્યું. જયારે અર્પિતે આ વાત સાંભળી તો તે પણ બે ઘડી સ્તબ્ધ થઇ ગયો. તેણે થોડું વિચાર્યું પછી કહ્યું “આપણે કાલે સવારે પેલી નદીએ જ નહિ જઇયે અને કાલે સવારે જ આપણે તુલશીશ્યામ જવા નીકળી જશું.

“ના, તેમ કરવાથી આપણે મુસીબતથી છુટકારો નહિ મેળવી શકીએ, અહીં જ આ કિસ્સો ખતમ કરતા જઈએ.

“પણ તને લાગે છે તું કંઈક કરી શકીશ?”

“હા, આજે સાંજે આપણે બે બિલ્લીપત્ર લઇ તે ગુફાએ જઈશું.

“મને એ યોગ્ય નથી લાગતું મેહુલ”અર્પિતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

“બધાને સમસ્યાનો સામનો કરવા કરતા આપણે બે જ સમસ્યાનો સામનો કરીયે અને મને હજી આ કોઈ ભૂત-પેશાશ પર ભરોસો નથી અને મારી મમ્મી મને કહે છે મુસીબતથી ભાગે તે ડરપોક હોય છે અને સાચો શૂરવીર તે હોય છે જે મક્કમતાથી મુસીબતનો સામનો કરે છે” આટલું કહેતાની સાથે જ મેહુલના રોમ-રોમ ઉભા થઇ ગયા, જાણે કોઈ જંગની જ તૈયારી ન કરતો હોય.

“જેવું તું વિચાર એમ મેહુલ”અંતે અર્પિતે હુંકારો ભર્યો.

બંનેએ એકવાર ગુફા જોઈ લીધી અને મંદિરે પણ ચક્કર લગાવી લીધું અને બંને જેવી વાતો કરી હતી તેવી જ જગ્યા હતી ત્યાં. સાંજે બધાએ સાથે ઓળો ખાધો અને કાલે સવારે વહેલા જાગવાનું કહી બધા સુઈ ગયા. લગભગ બધાને નીંદ આવી ગયી હતી, મેહુલે ધીમેથી ચાદર સરકાવી અને અર્પિત પણ ધીમેથી બહાર આવી ગયો.

બંને તે ગુફા બાજુ ગયા જ્યાં પેલા ચિત્ર દોરેલા છે. ત્યાંનો નજારો કંઈક આવો હતો : થોડા લોકો ગુફાની અંદર જુગાર રમતા હતા, એક બાજુ મદિરાપાન થઇ રહ્યું હતું તો બીજી બાજુ કોઈ પ્રાણીને ચીરીને બધી વસ્તુ કાઢવામાં આવતી હતી અને આ દ્રશ્ય બિભત્સ્યમય હતું, બહાર ચારથી પાંચ લોકોનો પહેરો હતો, કદાચ આ બહારવટિયા હતા કારણ કે બધાએ એક સરખા કાળા કપડાં અને માથે કાળી પાઘડી પહેરી હતી… ગામમાાં ભૂતની અફવા ફેલાવી વર્ષોથી અહીં પનાહ લઈ રહ્યા હશે.

મેહુલે અને અર્પિતે આ દ્રશ્ય જોયું તો તેઓને પણ માનવામાં આવતું ન હતું કે અહીં આવું પણ થતું હશે. બધું જ સપનામાં થયું તેમ હતું તો આ દ્રશ્ય કેમ બદલાઈ ગયું એકાએક મેહુલને વિચાર આવ્યો.

***

ઉદાસ ચહેરે રાહી મેહુલના વિચારમાં ખોવાયેલી હતી. જો મેહુલ અહીંયા હોત??? તો તો કેટલું સારું હોત આ ઉદાસ ચહેરા પર અલબેલું હાસ્ય રેળાતું હોત અને આજના દિવસે મેહુલની કમી ના મહેસુસ થાત. . . .

“ચાલ રાહી હવે આટલું બધું વિચારમાં!!!” પાછળથી સૃષ્ટિએ ખોવાયેલી રાહીને વર્તમાનમાં ખેંચી. રાહીની આંખોમાં ઝાંકળબિંદુ છવાયેલા હતા.

“તું જા હું આવું છુ” રડતી આંખોએ રાહીએ કહ્યું.

“અરે પણ આમ રડવાથી મેહુલ કઈ નઈ મળી જાય” સૃષ્ટિએ નિસાસો નાખતા કહ્યું.

“અને છેલ્લા ત્રણ વર્ષથી તું આમ જ કહે છે. . . .

“અને છેલ્લા ત્રણ વર્ષથી તું આમને આમ જ રહી છો. . . . . કમોન યાર અમને પણ દુઃખ છે મેહુલને ખોવાનું, પણ આમ રડવાથી કઈ મળી તો નહિ જાય ને??” સૃષ્ટિએ સવાલ કર્યો.

***

મેહુલને જે સપનું આવ્યું હતું અને તે મુજબ જ બધું થતું હતું તેનું કારણ એ છે કે મેહુલ અહીં પહેલા આવી ગયેલો છે અને આપણે જે જગ્યા એકવાર જોઈ હોય અને તે કદાચ સપનામાં આવી શકે બાકી સપનાંમાં આગળ જે ઘટના બની તે કલ્પના માત્ર હોઈ શકે.

“મેહુલ આપણે અહીંથી નીકળવું જોઈએ” અર્પિતે મેહુલના કાનમાં બબડ્યો.

મેહુલે કહ્યું “ના આપણે આ લોકોનો એક વિડિઓ ઉતારી આ ગેંગનો પરદાફાશ કરી શકીયે”

હજી મેહુલે વિડિઓ શરુ કર્યો હતો ત્યાં બીજી બાજુથી આવાજ સંભળાયો “આ બાજુ જ બંને આવ્યા છે” અને તે લોકો રાહી, સૃષ્ટિ, અભિષેક અને નંદની હતા તે પેલી ગુફા તરફ આગળ વધતા જણાયા. તે લોકો બહારવટિયાની વાતથી સાવ અજાણ્યા હતા અને તે લોકોએ મેહુલ અને અર્પિતને આ ગુફા તરફ જતા જોયા હતા.

“મેહુલ હવે શું કરશું?” અર્પિતે સવાલ કર્યો.

“આ લોકોને કોણે કહ્યું હતું આ બાજુ આવવા??” મેહુલ મનમાં બબડ્યો.

આ બાજુ જંગલમાં સંચળ થવાથી બહારવટિયા સચેત થયા અને આવાજ કઈ બાજુથી આવે તે જાણવવાની કોશિશ કરતા હતા.

“એલા ભુવા, આ ભોથાના વાડામાં કોઈ ગામનો આદમી ફરકતો નથ તો આ હંસલ શેનો... જોતો જાનવર નથ ને??” ટોળાના મુખિયા ભોથાએ મૂછ મરોડતા ભુવાને કહ્યું.

ભુવાએ જે બાજુથી આવાજ આવ્યો હતો ત્યાં નજર નાખી.. હજી તે લોકો દૂર હતા તેથી કોઈ દેખાયું નહિ અને ભુવો પાછો તેની જગ્યાએ આવી બેસી ગયો.

મેહુલે તત્કાલ ફેસલો લીધો, જો તે લોકોને રોકવા જાય તો બધા નજરમાં આવી જાય તેમ હતા તેથી મેહુલે અર્પિતને ફોન આપી કહ્યું “હું આ વિરુદ્ધ દિશામાં તેઓનું ધ્યાન ભટકાવુ છું બધાનું ધ્યાન મારી બાજુ હોય ત્યારે તું આ લોકોને લઈને શાળા તરફ લઇ જજે, હું શાળાએ પહોંચી જઈશ”

મેહુલે એક પથ્થર અને એક લાકડું હાથમાં લીધું અને પથ્થર ગુફા બાજુ મારી જંગલ તરફ દોડ મૂકી. બધાનું ધ્યાન તે બાજુ ગયું અને બધાએ તે બાજુ દોડ મૂકી, જેવો અર્પિતને મોકો મળ્યો તે બધાને લઈને શાળા તરફ લઇ ગયો.

મેહુલની પાછળ પૂરો કાફિલો હતો અને કઈ બાજુ જવું તેને ખબર ન હતી અને પાછળથી ગોળીઓનો વરસાદ થવા લાગ્યો હતો. આવા વરસાદ વચ્ચે એક ગોળી સીધી મેહુલના જમણા શોલ્ડરમાંથી પસાર થઇ અને મેહુલ ઘાયલ થઇ ગયો તેને લાગ્યું હવે આગળ વધારે દોડી શકશે નહિ તેથી તેને નદીના વહેણ બાજુ જે આવાજ આવતો હતો તે રસ્તો પકડ્યો.

મેહુલને તરતા આવડતું હતું તેને પાણીમાં કૂદકો મારી બચાવનો પ્લાન બનાવ્યો. હજી નદી કિનારે પહોંચ્યો ત્યાં બીજી ગોળી તેના ડાબા કાનથી થોડી અંદર ડાબા જડબા ઉપરથી છેદતી નીકળી ગયી અનેમહાદેવ હર કહેતા મેહુલ તે ધરા પરથી પાણીમાં પછડાયો.

અહીં બધા મેહુલની રાહ જોતા હતા, રાહીએ રડી રડીને પુરી રાત ગુજારી હતી, કદાચ તે દિવસે બધાની આંખોમાં આંસુ હતા, સવાર પડતા અર્પિતે ફોન પર સાંસણ પોલીસ્ટેશને ફરિયાદ નોંધાવી અને બધા સાથે મેહુલને શોધવા નીકળી ગયા. બપોર સુધી મેહુલને શોધ્યો પણ તે કોઈને ના મળ્યો અને બપોર સુધીમાં મેહુલના પાપા અને અંકલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા, બધાએ ખુબ મથામણ કરી પણ મેહુલનો પતો ન લાગ્યો તે ન જ લાગ્યો, અહીં પોલીસે પણ તે બહારવટિયાની ટોળીને ઝડપી પાડી હતી અને તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મેહુલને પગે અને માથામાં ગોળી લાગી ગયી હતી અને નદીમાં પડી ગયો હતો. તેના પરથી નદીના કિનારે કિનારે પણ મેહુલને શોધ્યો પણ તે ન મળ્યો, પછીના એક મહિના સુધી શોધખોળ થયી પણ મેહુલ ન મળ્યો તે ન જ મળ્યો.

હકીકતમાં મેહુલને થારલ ગામથી સાતેક કિમિ દૂર એક આદિવાસીએ બચાવ્યો હતો જે નદી કિનારે લાકડા કાપતો હતો. તે મેહુલને એક સાધુ પાસે લઇ ગયો જ્યાં સંજીવની જડીબુટ્ટીઓથી મેહુલને લાગેલી ગોળીઓ કાઢવામાં આવી પણ મેહુલને માથામાં ગોળી લાગી હતી એટલે તે કોમામાં હતો અને સતત સાત મહિના પછી તે કોમામાંથી બહાર આવ્યો હતો અને તે યાદશક્તિ ગુમાવી બેઠો હતો.

બીજીબાજુ બધાના ચહેરા પર માતંગ છવાયેલો હતો, બધાએ પેલા ભોથાના સ્ટેટમેન્ટટ પરથી સ્વીકારી લીધું હતું કે મેહુલ હવે નહિ મળે. ધીરેધીરે બધા આ વાત ભૂલતા ગયા પણ મેહુલના પરિવાર અને ગ્રુપ માટે આ ઘટના અસહ્ય હતી ખાસ કરીને ગ્રુપના મેમ્બર્સ માટે જેની સાથે મેહુલ બધી જ વાતો શૅર કરતો અને જેઓના માટે જ મેહુલે પોતાની જાન જોખમમાં મૂકી હતી, રાહી તો જાણે એક હરતુંફરતું પૂતળું જ બની રહી હતી.

આ બધી વાતો વચ્ચે માત્ર અર્પિત જ એવું માનતો હતો કે મેહુલ હજી મળશે કારણ કે મેહુલે તેના સપનાની વાતો અર્પિતને કરી હતી અને તેના પરથી અર્પિત આવી ધારણા કરતો હતો, પણ સમય બધું ભુલાવી દે છે, કોલેજના છેલ્લા છ મહિના કપરા રહેલા પણ કોલેજ પુરી કર્યા બાદ બધા પોતાના રસ્તે વળી ગયા હતા અને ધીમેધીમે મેહુલને પણ ભૂલતા ગયા હતા. માત્ર રાહી અને મેહુલના પરિવાર સિવાય.

(ક્રમશઃ)

શું ખરેખર મેહુલ હવે આ લોકોને નહિ મળે અથવા મળશે તો કેવા હાલાતમાં મળશે?? દોસ્તો આ પછીનો ભાગ કહાનીનો અંતિમ ભાગ હશે અને આ કહાનીનો અંત કેવો હશે તે જાણવા માત્ર એક જ અઠવાડિયાની રાહ જોવી પડશે ત્યાં સુધી તમે પણ વિચારો કેવો અંત હોઈ શકે??

અંતિમ ભાગમાં શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

-Mer Mehul

***

Rate & Review

Jaydeep Saradva 2 weeks ago

Sureshchavda 2 weeks ago

Falguni Patel 1 month ago

Usha Dattani 1 month ago

Bhakti Thanki 1 month ago