સફરમાં મળેલ હમસફર ભાગ-1

સફરમાં મળેલ હમસફર

ભાગ-1

પ્રસ્તાવના

(“ભીંજાયેલો પ્રેમ” લવ સ્ટોરી બાદ બીજી સ્ટોરી આપની સમક્ષ આપવા જઈ રહ્યો છુ, પહેલી સ્ટોરીમાં જેટલો રોમાન્સ અને ટ્વિસ્ટ હતા તે જ સિલસિલો અહીં બરકરાર રાખુ છુ માત્ર સ્ટોરીનો કોન્સેપ્ટ અને સ્ટોરી જુદી હશે આશા રાખું આ સ્ટોરી પણ “ભીંજાયેલો પ્રેમ” સ્ટોરી જેટલી જ પસંદ આવશે અને જેઓ પહેલીવાર મારી સ્ટોરી વાંચી રહ્યા છે તેઓને ભીંજાયેલો પ્રેમ સ્ટોરી વાંચવા મારો આગ્રહ છે)

***

અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેન હાલ વડોદરા સ્ટેશન વટાવી ચુકી છે અને આ ટ્રેનના એક બર્થમાં બે અજનબી વાતો કરી રહ્યા છે.

“તો તમે મુંબઈ જઈ રહ્યા છો એમ, પણ ત્યાં જઈને શું કરશો?” જિંકલે તેના ચહેરા પર આવેલ વાળને આંગળી વડે મરોડતા કાન પાછળ મુકતા સવાલ પૂછ્યો.

“હા અત્યારે તો કઈ ખબર નથી પણ એટલું નક્કી છે કે એક વર્ષ પછી જયારે અમદાવાદ પાછો ફરીશ ત્યારે મારી પાસે ઘણાબધા રૂપિયા હશે અને એ પણ મારી મહેનતના. ” મેહુલે તેના વિચારો આંખો પર ઉતરી આવે તે રીતે પરથી ગોગલ્સ ઉતારતા કહ્યું.

“તમે મુંબઈ શા માટે જઈ રહ્યા છો??” મેહુલે બીજો સવાલ કર્યો.

“ મારા અંકલ બાન્દ્રામાં રહે છે, ત્યાંના મોટા બિઝનેસમેન છે. B. sc બાદ આગળનો અભ્યાસ કરવા મને ત્યાં બોલાવી છે”જિંકલે પણ પોતાની આંખો પરથી ગોગલ્સ હટાવતા કહ્યું.

***

મેહુલ, અમદાવાદમાં રહેતો હતો એક ધનિક વર્ગનો છોકરો હતો. પપ્પા પાસે રૂપિયાની કમી ન હતી, લક્ષ્મીજી જાણે તેના પર પ્રસન્ન હતા અને કુબેરનો તો ભરતભાઈના ઘરમાં વાસ હતો. બાપુનગરમાં એક હજાર વારના પ્લોટમાં આલીશાન મોટો બંગલો અને પાર્કિંગમાં ચાર કારો રહેતી જેમાં ઓડી, મર્સીડી અને ફોર્ચુનર જેવી લક્ઝેરિઅર્સ કારોનો સમાવેશ થતો. મેહુલ પાસે પણ એવેન્જર અને ડકાટી જેવી મોંઘી બાઈકો હતી, જે અમદાવાદની સડકો પર ધૂમ મચાવતી. બંગલા સામે મોટો બગીચો અને બગીચામાં ગુલાબ, સૂર્યમુખી અને પારિજાતના છોડ હતા. બંગલાની એક બાજુએ વિવિધ વૃક્ષો હતા તો બીજી બાજુએ મોટો સ્વિમિંગપૂલ હતો. ટૂંકમાં અમદાવાદના ધનિક લોકોમાં ભરતભાઈનું નામ લેવાતું.

વડોદરા સ્ટેશનથી જિંક્લને સેકન્ડ કલાસની સીટ પર બેસારી તેના મમ્મી-પપ્પાએ અલવિદા કહી પાછા ફર્યા હતા પણ જિંક્લ સ્વાભાવે ચંચળ હતી તેથી આ સફર એકલા કાપવામાં કંટાળો આવતો હતો. બે સ્ટેશન જતા તેણે પોતાની સીટ છોડી દીધી અને કોઈ એવી સીટ શોધવા લાગી જ્યાં કોઈ વ્યક્તિ એકલી બેસી હોય અને તેની તલાશ મેહુલની સામેની સીટ પર આવીને પુરી થઇ.

“આપ આપના ચરણ નીચે લેશો તો હું અહીં બેસી શકું મિસ્ટર…” જિંક્લે વિન્રમતાથી કહ્યું.

અચાનક આમ કોઈ છોકરી દ્વારા સવાલ પુછાવાથી મેહુલને કઈ આશ્રય જેવું લાગ્યું ન હતું કારણ કે અમદાવાદમાં આ વાત સામાન્ય હતી અને મેહુલને પણ આમ ના ઓળખતી હોય તેવી છોકરીઓ સામેથી બોલાવતી એટલે કોઈ અજનબી સાથે વાતો કરવામાં તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થતી, પણ અત્યારે તે થોડો ગુસ્સામાં અને પોતાના વિચારોમાં ખોવાયેલો હતો એટલે તેણે માત્ર સામેની સીટ પરથી પગ નીચે લઇ લીધા અને જિંક્લ ત્યાં બેસી ગયી.

જિંક્લ વડોદરામાં રહેતી થોડા ધનિક વર્ગની પણ સીધી અને સંસ્કારી છોકરી હતી. દેખાવમાં કોઈ પણ વ્યક્તિને પહેલી નજરે પસંદ આવી જાય અને એકવીસમી સદીના આધુનિક વિચારો ધરાવતી છોકરી હતી. તે પપ્પાના કહેવાથી મુંબઈ જઈ રહી હતી.

થોડીવાર જિંક્લ આમતેમ મેહુલ સામે જોઈને બેસી રહી, મેહુલનું ધ્યાન તેના તરફ ન જતું હતું આખરે મેહુલની સાથે વાતો કરવાના ઈરાદાથી આગળ વધી.

“Hiii, ” જિંક્લે ધીમે કહ્યું.

મેહુલ તેના વિચારો ગુમ હતો, આમ અજાણ્યા આવાજથી તે બે ઘડી વિચારવા લાગ્યો વાત કરવી કે ના કરવી, આખરે તેણે તેના વિચારો બાજુમાં મૂકી વાતો કરવાનું નક્કી કર્યું.

“hii, ”મેહુલે કહ્યું.

“કઈ વિચારતા હતા તમે” જિંક્લે અધીરાઈથી કહ્યું.

મેહુલ સ્વભાવે થોડો શાંત પણ સમયની તક ઝડપનાર છોકરો હતો તેથી ફ્લર્ટ કરતા કહ્યું “હું થોડા સમયથી એ જ વિચારું કે હું આપને ઓળખતો નથી તો ભી આપ આપની દૃષ્ટિકૃપા અમારા પર કેમ વરસાવી રહ્યા છો.

“એ તો જસ્ટ…. . એમ જ” જિંક્લે આંખો ઝુકાવતાં કહ્યું.

“મેહૂલ ફ્રોમ… અહમદાબાદ” મેહુલે હસતા ચહેરે હાથ આગળ કર્યો.

“જિંક્લ ફ્રોમ… વડોદરા” જિંક્લને બસ આ જ જોઈતું હતું જાણે કોઈ મિશન પર સફળતા મેળવી હોય તેમ મુસ્કુરાતી હતી.

“તો તમે આટલું બધું શું વિચારતા હતા કે એક સુંદર છોકરી સામે હતી છતાં તેના તરફ ધ્યાન આપવાની પણ તસલ્લી ના લીધી” જિંક્લે પોતાની જ તારીફના મૂડમાં કહ્યું.

“ધ્યાન હતું જ, પણ જો હું વધારે ધ્યાન આપું તો મારા વિચારોથી ભટકી જાઉં અને અત્યારે ભટકવાનો જરા પણ વિચાર નથી મેમસાહેબ”મેહુલે હસતા હસતા કહ્યું.

“હું ભટકાવી દઈશ તો?” જિંક્લે સવાલ કર્યો.

“તો હું સમજી જઈશ મારું ધ્યાન ભટકાવવાના ઈરાદાથી જ તમે અહીં આવ્યા છો અને તમે કહેશો તેમ કરીશ” મેહુલે ચેલેન્જ આપતા કહ્યું.

“Not Bed…ફ્લર્ટ કરવાનો સારો રસ્તો છે”જિંક્લે કટાક્ષ કરતા કહ્યું.

“જે રસ્તો એક સાથે મંજિલ સુધી પહોંચાડે તેને સારો નસારો ના દેખાય. ”મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું.

જિંક્લ ચહેર આકર્ષક, સાડા પાંચ ફૂટથી થોડી ઉપર, છુટા વાળ રાખતી, બિન્દાસ સ્વભાવની અને પરફેક્ટ મેચિંગ ધરાવતી છોકરી હતી, જિંક્લે આજે બ્લેક લેજીસ પર યેલ્લો ટી-શર્ટ પહેર્યું હતું અને ખુલ્લા સિલ્કી વાળ સાથે ગોગલ્સ લગાવ્યા હતા. સામે મેહુલ પણ પહેલી નજરે પસંદ આવતો દાઢી રાખતો ધનિક વર્ગનો છોકરો હતો તેણે આજે બ્લુ જીન્સ સાથે બ્લેક ટી-શર્ટ પર ડેનિમનો શર્ટ પહેર્યો હતો.

“સારી વાત કરી લ્યો છો તમે, ByThe Way હું મુંબઈ જઈ રહી છું મારા અંકલ ને ત્યાં અને તમે?”જિંક્લે પૂછ્યું.

“હું પણ મુંબઈ જઈ રહ્યો છું”મેહુલે ટ્રેનની બારીમાંથી બહાર નજર કરતા કહ્યું.

“અંકલને ત્યાં?” જિંક્લે ફરી પૂછ્યું.

થોડીવાર મેહુલે વિચાર્યું પછી કહ્યું “ના, ત્યાં મારુ કોઈ નથી બસ રૂપિયા કમાવવા જઈ રહ્યો છું”

“તો તમે મુંબઈ જઈ રહ્યા છો એમ, પણ ત્યાં જઈને શું કરશો?” જિંકલે તેના ચહેરા પર આવેલ વાળને આંગળી વડે મરોડતા કાન પાછળ મુકતા સવાલ પૂછ્યો.

“અત્યારે તો કઈ ખબર નહી પણ એટલું નક્કી છે કે એક વર્ષ પછી જયારે અમદાવાદ પાછો ફરીશ ત્યારે મારી પાસે ઘણા બધા રૂપિયા હશે અને એ પણ મારી મહેનતના. ”મેહુલે તેના વિચારો આંખો પર ઉતરી આવે તે રીતે પરથી ગોગલ્સ ઉતારતા કહ્યું.

“તમે મુંબઈ શા માટે જઈ રહ્યા છો??” મેહુલે બીજો સવાલ કર્યો.

“ મારા અંકલ બાન્દ્રામાં રહે છે, ત્યાંના મોટા બિઝનેસમેન છે B. sc બાદ આગળનો અભ્યાસ કરવા મને ત્યાં બોલાવી છે” જિંકલે પણ પોતાની આંખો પરથી ગોગલ્સ હટાવતા કહ્યું.

થોડી આમતેમ વાતો કરી ત્યાં સુરત સ્ટેશન આવી ગયુ, સામે ગાડીનું ક્રોસિંગ હોવાથી અડધી કલાક ગાડી સ્ટેશનમાં ઉભી રહેવાની હતી.

“નાસ્તો?” મેહુલે પૂછ્યું.

“હા ચોક્કસ મને તમારાથી કોઈ પણ પ્રકારનો ખતરો નથી!!!” જિંક્લે મેહુલ સામે આંખો પલકાવતા કહ્યું.

“ક્યાં પ્રકારનો ખતરો?” મેહુલે પૂછ્યું.

“તમે નાસ્તામાં નશીલી દવા નાખી દેશો, કોઈ પણ પ્રકારની હરકત કરશો વિગેરે વિગેરે…”મેહુલ સામે શંકાની નિગાહથી જોઈ રહી હોય તેવી મજાક કરતા કહ્યું.

“કેમ, આટલો વિશ્વાસ અમારા પર?!!” મેહુલે ચોંકતા કહ્યું.

“હવે ધ્યાન ભટકાવવા કઈ અલગ તો કરવું જ જોઈને”મેહુલને સંબોધતા જિંક્લે કહ્યું.

“મેડમ વિશ્વાસ પર ના જાઓ, આ સુરત છે અહી પ્રોફેશનલ ચોર પણ ઘુમતા હોઈ છે” મેહુલે ચેતવણી આપતા કહ્યું.

“તો બેસો હું જ લઇ આવું છુ, તમારે ના લાવવો હોય તો” જિંક્લ મોં ચડાવતા ઉભી થઈ ચાલવા માંડી.

“અરે તમને તો લાગી આવ્યું, બેસો હું જ લઇ આવું છું” જિંક્લને બેસારી મેહુલ બર્થની બહાર નીકળ્યો.

રાતના આઠ વાગ્યાનો સમય થઇ ગયો હતો એટલે મેહુલ થોડો વધારે નાસ્તો લાવ્યો અને એક બિસલેરીની બોટલ લઇ બર્થમાં ઘુસ્યો. બર્થમાં ઘુસતાની સાથે જ મેહુલે બર્થમાં ચાર નવા ચહેરા જોયા. જે તેમની જ સમકક્ષ ઉંમરના છોકરા હતા અને જિંક્લની બાજુની જ સીટમાં આવીને બેઠા હતા. મેહુલ જિંક્લ પાસે આવીને બેઠો, બંનેએ સાથે નાસ્તો કર્યો અને અહીંતહીંની વાતો કરવા લાગ્યા.

“મેહુલ તમારે મુંબઈ જવાનું કારણ?” જિંક્લે પૂછ્યું.

“પહેલા તો મને તમે કહેવાનું છોડો, આપણે બંને સેમ એઈજના છીએ અને હું કઈ પંચાવનનો નહિ લાગતો…., તો મને તું કહી બોલાવી શકો છો”મેહુલે કહ્યું.

“એક શરત પર!!”

“બોલો”

જિંક્લે હસતા હસતા કહ્યું “હું કઈ પંચાવનની નહિ લગતી…, તો મને પણ તું કહી બોલાવવી પડશે. ”

“હા ચોક્કસ ‘તું’” કહેતા મેહુલ હસવા લાગ્યો.

“હા હા હા વેરી ફની, હવે કહે મુંબઈ જવાનું કારણ”જિંક્લે આંખો ત્રાસી કરતા કહ્યું.

કાલે સાંજે અને આજે સવારે જે ઘટના બની હતી તે મેહુલ એક પછી કહેવા લાગ્યો. મેહુલ વાત કરતો હતો ત્યાં જિંક્લના મોબાઈલમાં રિંગ વાગી અને સ્ક્રીન ભરતઅંકલ લખ્યું હતું જે મેહુલના પાપા જ હતા.

(ક્રમશઃ)

શું લાગે દોસ્તો જિંક્લ અને મેહુલનું આમ અચાનક મળવું એ એક કુદરતી ઘટના હતી કે બંનેની કિસ્મત તેઓને અહીં ખેંચી લાવી છે.., જિંક્લ આમ મેહુલ સાથે કેમ ફ્રેન્ડલી વર્તન કરી રહી છે અને મેહુલના પાપાનો ફોન જિંક્લના મોબાઈલમાં? વિચારવા જેવું છે ને!!! વિચારો અને બધા જ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો ‘સફરમાં મળેલ હમસફર. ”

સ્ટોરીના મંતવ્યો આપવા આપ અચૂક મારો વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats aap contect :: 9624755226

Mer Mehul

***