Humsfer Part-4 found on the go books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર ભાગ-4

સફરમાં મળેલ હમસફર

ભાગ-4

(ગઈકાલની સવાર)

રાબેતા મુજબ મેહુલ સાડા છ વાગ્યે ઉઠીને ક્રિકેટ રમવા ચાલ્યો ગયો હતો અને તે આજે ઘણો ખુશ હતો, કારણ જ એવું હતુ.. ગયી રાત્રે એક કંપની સાથે મોટી ડિલ થઈ હતી જેનાથી તેના પપ્પાની કંપનીને અઢળક નફો થવાનો હતો. ક્રિકેટ રમી આઠ વાગ્યે ઘરે પહોંચી મેહુલ હાથમાં કૉફીનો મગ લઇ ડિલના પેપર્સ ચેક કરી રહ્યો હતો.

અચાનક તેના પાપાના રૂમમાંથી કોઈ રાડો પાડતું હોય તેવો આવાજ સંભળાયો “તેને આ ડિલ કરવાની શું જરૂર હતી, મેં કહ્યું હતું કર્મચારીને આટલા લાડ લડાવવાની જરૂર નથી, માત્ર કહીએ તો પણ કામ કરી આપે પણ આપણા શહઝાદાએ કાલે કર્મચારી માટે મનોરંજનનો અલગ ડિપાર્ટમેન્ટ શરુ કરવા ડિલ કરી અને તેમાં કેટલો ખર્ચ થશે તેની તમને જરા સુદ્ધા પણ ખબર છે??” ભરતભાઈ તેની પત્ની નિલાબેન પર ગુસ્સો કરતા બરાડા પાડતા હતા.

“તેણે જે કર્યું હોય પણ તમે અત્યારે શાંત રહો, તે આવે પછી શાંતિથી વાત કરી લેજો. ” નિલાબેન ભરતભાઈને શાંત કરવાનો નાહક પ્રયત્ન કરતા હતા.

“નહિ આજે તો ફેંસલો થઇ જ જાય, કંપની તેની રીતોથી નહિ ચાલે, માત્રને માત્ર મારી જ રીતોથી ચાલશે. ” ભરતભાઈ અહંકારમાં બોલતા હતા.

“મમ્મી, અંદર આવું. ” અચાનક મેહુલે ડોર નૉક કર્યો.

“આ લ્યો આવી ગયા માલિક, નિલા તમે બહાર જાઓ હું મેહુલ સાથે શાંતિથી વાત કરવા માંગુ છું” કહી નિલાબેનને રૂમમાંથી બહાર મોકલ્યા અને આગળ વાત શરુ કરી “છેલ્લા બાવીશ વર્ષથી હું આ કંપનીનું મેનેજમેન્ટ સંભાળું છું, કોઈ દિવસ મારે તો આ ડિપાર્ટમેન્ટની જરૂર નહિ પડી તો આ નિર્ણય લેવાની શું જરૂર હતી. ” ભરતભાઈ પુરો ગુસ્સો મેહુલ પર ઉતારતા હતા.

“પાપા પહેલા મારી વાત સાંભળો, કર્મચારીગણ આપણી મિલ્કત છે અને એ નહિ તો કઈ નહિ, તો આપણે તેના હિત વિશે વિચારવું જોઈએ” મેહુલ શાંત ચિત્તે તેના પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો.

“આ તારે શું વિચારવાની જરૂર છે, તારા પાપા હજી જીવતા છે ને” ભરતભાઈ કારણ વિના મેહુલ પર દબાણ નાખતા હતા.

“તમને પણ ખબર છે છેલ્લા એક મહિનાથી તમારી ગેરવર્તુણકને કારણે કેટલા કર્મચારી રિઝાઈન આપી છુટા થઇ ગયા છે, તો પછી તેના હિતમાં એક પગલું ભરવામાં શું ફર્ક છે?” મેહુલ તેના પાપાની ભૂલને આંખોથી આંખ મેળવીને સંભળાવતો હતો.

“એ તો આવે અને જાય તેના માટે એટલું કરવાની જરૂર નહિ અને કાલે તેઓએ બીજી માંગ કરી તો તું એ પણ સંતોષીષને?” ભરતભાઈએ થોડો આવાજ નીચો કરતા કહ્યું.

“પાપાએ ત્યારની વાત છે મને અત્યારે જે ઠીક લાગ્યું તેમ કર્યું અને તમારા ખાસ દોસ્ત અનિલઅંકલની સલાહથી જ મેં ડિલ કરી છે” બંને વચ્ચે શબ્દોના તિર છૂટતા હતા.

“કંપની મારી છે, અનિલની નહિ... મેહુલ તારે કંપનીનું મેનેજમેન્ટ કરવું હોય તો મારી રીતોથી જ કરવું પડશે નહીંતર…. ” ભરતભાઈ કહેતા કહેતા અટકી ગયા.

“પપ્પા તમને ખબર છે તમારી રીતો કરતા મારી રીતોથી વધારે સફળતા મળે છે પણ તમે તમારા અહમને કારણે આ વાત સ્વીકારી શકતા નથી. ” મેહુલે હદ વટાવી તેના પાપાને હકીકત કહી દીધી.

“મેહુલ…” ભરતભાઈ પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને તસમસતો તમાચો મેહુલના ગાલો પર ચોડી દીધો.

***

સફાળો મેહુલ જાગી ગયો, આજુબાજુ જોયું તો નિરવ શાંતિ હતી. ઘડિયાળમાં જોયું તો ચારને ચાલીશ થઇ હતી. મેહુલ ફ્રેશ થઇ નીચે આવ્યો તો ઘરમાં કોઈ ન હતું, મેહુલે રણવીરને ફોન કર્યો અને પહોંચ્યાના સમાચાર આપી દીધા, સાથે આ ઘરના સભ્યોની માહિતી પણ લઇ લીધી.

સુહાનીના પાપા મેજર મનોજકુમાર રિટાયર્ડ આર્મીમેન હતા અને તેઓ ભાવગરથી અહીં શિફ્ટ થયા હતા , તેની પત્ની સુશીલાબેન કોલેજમાં પ્રોફેસર હતા. સુહાનીને એક બહેન હતી હિના જે B. A. કરી હાલ LLB કરી રહી હતી અને સુહાની B. Com ના Third Year માં હતી. મેજર મનોજકુમારને પુત્ર ન હતો પણ એ વાતનો રંજ પણ તેને ન હતો કારણ કે તે આધુનિક વિચારોને અપનાવી ચુક્યા હતા અને તેની પુત્રીઓ પુત્રથી કમ નહિ તે પણ સાબિત કરી બતાવ્યું હતું.

મેહુલ બહાર આવ્યો તો સુહાની ગાર્ડનમાં બેઠી સ્ટડી કરી રહી હતી. મેહુલ તેની પાસે જઈ બેસી ગયો.

“Hii” … “hii” બંનેએ ઔપચારિકતા પુરી કરી.

“સો, Ty B. com?” મેહુલે પૂછ્યું.

“યા, અને તું?” સુહાનીએ પૂછ્યું.

“ગ્રેજ્યુએટેડ વિથ એકાઉન્ટ. ” મેહુલે કહ્યું.

“સેમ લાઈન, નાસ્તો કર્યો?” સુહાનીએ ફરી પૂછ્યું.

“ના યાર ખુબ જ ભૂખ લાગી છે” મેહુલે પેટ પર હાથ ફેરવતા કહ્યું.

“હાહાહા, ચલ બહાર જઈએ, ફેમસ કૅફેમાં. ”

સુહાની અને મેહુલ બંને સુહાનીની સ્કૂટી પર ‘અપના કૉફીહાઉસ’ પર પહોંચ્યા જ્યાં બંનેએ નાસ્તા અને કૉફીની લિજ્જત માણી. કૉફી હાઉસ પણ આલીશાન હતું અને એ પણ ગુજરાતીનુ. જામનગરવાળા પ્રવીણભાઈ લોકો તેને પ્રેય કહેતા જ્યાં સૌની સાથે ઘર જેવો સંબંધ હતો અને કોલેજિયનથી લઈને 50+ ના વ્યક્તિઓ ત્યાં આવતા હતા. થોડીવાર બંનેએ ત્યાંના લોકો સાથે વાતો કરી. કેટલાા સમયથી ત્યાંનું હોટ ફેવરિટ કપલ એક જ હતું, પ્રેય અને કુંજ. બંનેની લવ સ્ટોરી એટલી રોમાંચક હતી કે સાંભળીને સૌ માત્ર વિચારોમાં જ ખોવાઈ જતા, કોઈ ફિલ્મ જોઈને જેમ તે ફિલ્મનો પ્રભાવ માનસ પર પડે તેવી રીતે આ સ્ટોરી સાંભળી કુંજ અને પ્રેયનો પ્રભાવ બધા પર પડતો.

“તારા ઘરમાં કોઈ મારી ઉંમરનો છોકરો નહિ ને?” મેહુલે કૅફેમાંથી બહાર નીકળતા કહ્યું.

“ના કેમ કઈ પ્રોબ્લેમ હૈ” સુહાનીએ પૂછ્યું.

“હા, યાર મારો લગેઝ કાલે રાત્રે ટ્રેનમાં જ રહી ગયો અને ટ્રેન મિસ થઇ ગયી. મારી પાસે હવે ક્લોથ નહિ, સો જો તું ફ્રી હોય તો ચાલને મારી સાથે શોપિંગ કરવા. ”

“હા નો પ્રોબ્લેમ ચાલ”

બંને મોલમાં ગયા જ્યાંથી મેહુલે કપડાંની ખરીદી કરી અને સુહાનીએ ચોઈસ કરવામાં મદદ કરી.

“આજે કેમ કોઈ ઘરે નથી?” બંગલમાં પ્રવેશતા મેહુલે પૂછ્યું.

“તું સુઈ ગયો ત્યારે મમ્મી-ડેડી આવ્યા હતા અને તારા હાલચાલ પૂછ્યા હતા, તું થાકીને આવ્યો હશે એટલે તને ના જગાવ્યો અને તેઓ દિલ્હી જવા રવાના થઇ ગયા, તેના દોસ્તને સરકાર તરફથી સન્માન મળવાનું છે અને મમ્મી-ડેડીને ઇન્વાઇટ કર્યા છે, હવે તેઓ એક વિક પછી આવશે, તેઓ મને કહેતા ગયા છે કે મહેમાનને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ અને આ આઠ દિવસ તારી જવાબદારી મને સોંપી છે” કહેતા સુહાની થોડી હસી.

મેહુલે પણ સામે હલકી મુસ્કાન આપી અને ફરી પૂછ્યું “હિના? તે ક્યાં છે?”

“દીદી?, તેઓ અત્યારે પ્રેક્ટિસ માટે વકીલ પાસે હશે બસ થોડીવારમાં આવતી જ હશે, હું જ છું અહીં તારી સાથે વાતો કરવા માટે તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ”

“હા, એ વાત ભી બરોબર છે પણ અત્યારે મારે થોડું કામ છે પછી વાત કરીએ?”

“હા, નો પ્રોબ્લેમ”

સાંજના સાત વાગી ચુક્યા હતા, સુહાની તેના કામમાં લાગી ગયી અને મેહુલે અગાસી પર જઈ તેના કામમાં વ્યસ્ત થઇ ગયો.

***

અંતે જિંક્લે સવા સાત વાગ્યે મેહુલને મૅસેજ કર્યો “Hii Mehul, Jinkal here. ” મેહુલે મૅસેજ વાંચી નાની સ્માઈલ આપી જિંક્લને કૉલ કર્યો.

“હેલ્લો, શું કરે છે” જિંક્લે ફોન રિસીવ કરતા કહ્યું.

“કઈ નહિ બસ તને જ યાદ કરતો હતો. ” ફ્લર્ટ કરતા મેહુલે કહ્યું..

જિંક્લ હસવા લાગી અને ટોન્ટ મારતા કહ્યું“કેમ મને, આપણી વચ્ચે તો હજી એવું કઈ થયું જ નહિ”

“થઇ જશે મળતા રહેશું તો, અમસ્તા ભી પહેલી મુલાકાતમાં કઈ ના થાય મેડમ” મેહુલે એટલી ફિલિંગ સાથે કહ્યું જેટલી ફિલિંગ સાથે કોઈ તેના હમસફરને કહી રહ્યું હોય અને આજે મેહુલના શબ્દો એટલા સ્પર્શછંદી હતા કે જિંક્લને હૃદયમાં એક કટારી પેસી ગયી.

“તો પછી ક્યારે મળશું આપણે?” જિંક્લે અતિ ઉત્સાહથી પૂછ્યું.

“કાલે સવારે, છ વાગ્યે?” મેહુલે પૂછ્યું.

“આટલું બધું વહેલા?” જિંક્લે હજી મુંબઈ જોયું પણ ન હતું અને મેહુલ વહેલા મળવા કહેતો હતો તો જિંક્લથી પૂછાયું.

“કેમ કઈ પ્રોબ્લેમ છે?”

“ના કઈ પ્રોબ્લેમ નહિ, બટ ક્યાં મળશું?” જિંક્લે પૂછ્યું.

“અહીં સરદાર પટેલ જોગર્સ પાર્ક છે, લોકેશન ટ્રેસ કરી પહોંચી જઈશું. ” મેહુલે આ પાર્ક વિશે સાંભળ્યું હતું એટલે ત્યાં મળવાનું નક્કી થયું.

“ઓકે ડન, હું પહોંચી જઈશ. ” જિંક્લે ગ્રીન સિગ્નલ આપી દીધો.

“ઓક, ચલ Bye…કઈ કામ નહિ ને” મેહુલે પૂછ્યું.

“તારો શર્ટ મારી પાસે રહી ગયો છે જે અત્યારે મારા હાથમાં છે, કાલે પરત આપું કે હું સાચવી શકું?” જિંક્લે પૂછ્યું.

“તું જ સાચવ પણ તેના બદલામાં તારે મને કંઈક આપવું જોઈએને?” મેહુલે મજાકમાં કહ્યું.

“શું જોઈતું છે તારે?”

“એ મને નહિ ખબર, તને જે સારું લાગે તે” મેહુલે કહ્યું.

“સારું તો કાલે સવારે હું લેતી આવીશ, હવે કઈ કામ નહિ, ચલ Bye, see you tomorrow”

“Bye. ” બંને બાજુથી ફોન કટ થયી ગયો અને ફોન કટ કર્યા પછી બંનેના ચહેરા પર એક સરખી જ સ્માઈલ હતી જે દર્શાવતી હતી કે વિચારો સાથે દિલ પણ મળવાની કોશિશ કરી રહ્યા છે.

(ક્રમશઃ)

-Mer Mehul