સફરમાં મળેલ હમસફર ભાગ-6

સફરમાં મળેલ હમસફર

ભાગ-6

(ક્રમશઃ)

***

ભરતભાઇએ હરેશભાઈને કહ્યું “હરેશ હવે તે સમય આવી ગયો છે જેનું વચન બે વર્ષ પહેલા તે મને આપેલ છે, આપણી બાળપણની દોસ્તીને સંબંધમાં બાંધવાની આથી ઉત્તમ તક નહિ મળે. ”

હરેશભાઈએ પણ હોંકાર ભણતા કહ્યું “હા, ભરત મને યાદ છે, બે વર્ષ પહેલા તું અને નિલાભાભી વડોદર બાંધવાન ત્યારે પહેલી જ નજરે તમે બંનેએ મારી દિકરી જિંક્લને પસંદ કરી લીધી હતી અને મારી સમક્ષ તારા દિકરાના સંબંધનો પ્રસ્તાવ મુક્યો હતો. મારી દીકરી ખુશનસીબ છે જે તારા ઘરની વહુ બનશે, પણ અત્યારે અચાનક કેમ આ વાત કરી, મને કહી સમજાયું નહિ…હજી તો બંને એકબીજાને મળ્યા પણ નહિ અને મેં તો મારી દીકરીને વાત પણ નહિ કહી. ”

ભરતભાઈએ બધી વાત જણાવી ત્યારે હરેશભાઇએ પણ ઠપકો આપતા કહ્યું “આપણો અને તેઓનો સમય જુદો છે ભરત, આપણે જે ત્રીસ વર્ષ પછી ધંધામાં જંપલાવવાનું વિચારીએ તે આ લોકો અઢાર વર્ષની ઉંમરે વિચારી લે છે, ગાંડા તારે તો ખુશ થવું જોઈએ ઉલટાનું તેની સાથે ઝઘડો કરી બેઠો. ”

“હા, મારી ભૂલ છે અને હું તે સ્વીકારું છું પણ અત્યારે તે મારી વાત નહિ સમજે એટલે તારી મદદની જરૂર છે. ”

“હમમ, બોલ હું શું કરી શકું?” હરેશભાઇએ શાંત સ્વભાવે કહ્યું.

“તું કહેતો હતો ને તારી જિંક્લને મુંબઈ મોકલવાની છે, તો મારી ઈચ્છા છે કે બની શકે તો ત્યાં બંને મળે તેવો પ્રયાસ કરીએ, તે બહાને બંને વચ્ચે વાતચિત પણ થઇ જશે અને મારી ચિંતા પણ દૂર થઇ જશે. ” ભરતભાઈએ વિનંતી કરતા કહ્યું.

“હા, એ વાત તો બરોબર છે પણ હું જિંક્લને શું કહીશ તે આ વાત સમજશે?” હરેશભાઈએ સવાલ કર્યો.

“તેને સમજાવજે મારી પાસે આ એક જ રસ્તો છે હવે બધું જ તારા પર છે હરેશ” ભરતભાઈના શબ્દોમાં લાગણીની ભીંનાશ હતી.

“હું કંઈક કરું છું ભરત, તું આમ ઢીલો ના થા.. તું મને મેહુલનો ફોટો અને નંબર સેન્ડ કર હું જિંક્લ જોડે વાત કરું છું. ” હરેશભાઈએ સાંત્વના આપતા કહ્યું. થોડી વાતચીત બાદ ફોન કપાઈ ગયો. હરેશભાઇએ જિંક્લને બોલાવી કહ્યું “જિંક્લ જો આ મારા બાળપણના દોસ્તનો દીકરો છે, અત્યારે તેના પાપા સાથે ઝઘડો કરી મુંબઈ જઈ રહ્યો . …. તું જલ્દી તૈયાર થઇ જા…તારે મુંબઈ જવાનું છે. ”

“ઠીક છે પપ્પા !!” જિંક્લે એક પણ સવાલ કર્યા વિના તેના પાપાની વાત માની લીધી.

“અને હા તારે કોઈ પણ રીતે તે છોકરાને પાછો અમદાવાદ લાવવાનો છે અને ધ્યાન રાખજે તારા દીદી જેમ ના થવું જોઈએ. ” હરેશભાઈએ બંનેના સંબંધની વાત અત્યારે ન કહેતા કડક શબ્દોમાં કહ્યું. જિંક્લે માત્ર માથું જ ધુણાવ્યું અને રૂમમાંથી બહાર નીકળી ગયી.

“શું દીદી તમારા કારણે મારે આ બધું સહન કરવું પડે છે. ” સ્વગત જ વાતો કરતા જિંક્લ તૈયાર થઇ ગયી.

વડોદરા સ્ટેશનથી જિંક્લને સેકન્ડ કલાસની સીટ પર બેસારી તેના મમ્મી-પપ્પાએ અલવિદા કહી પાછા ફર્યા હતા પણ મેહુલને શોધતી જિંક્લે બે સ્ટેશન જતા પોતાની સીટ છોડી દીધી અને આખરે તેની તલાશ મેહુલની સામેની સીટ પર આવીને પુરી થઇ.

“આપ આપના ચરણ નીચે લેશો તો હું અહીં બેસી શકું મિસ્ટર…” જિંક્લે વિન્રમતાથી કહ્યું.

***

મેહુલે બીજું પૅજ ફેરવ્યું તો તેમાં એક ફોટો હતો જે જિંક્લના ચહેરાથી થોડો મળતો આવતો હતો. “મારા દીદી... મારા આદર્શ દીદી…. સંસ્કારી… ખુશમિજાજ… અને સુંદર તો એટલા હતા કે તેને જોઈને અપ્સરા પણ શરમાઈ જાય. બધી જ વાત માની લેતા તમારી પાપા, પણ એક જ વાત ન માની.. તેમાં તેણીની પણ ભૂલ ન હતી ને?!, આતો તેના જેવું જ કહેવાયને!!”

“ગોલી મારે લાખ જમાના પ્યાર થા મેરા સચ્ચા,

રબને હી ને વો ડોર ખીંચ લી નિકલાવર વો કાચ્ચાl l l”

“ દીદીની ઘટનાને કારણે મારા પર પાબંધી શા માટે? દીદી સાથે જે થયું તે મારી સાથે થાય જ તેવું જરૂરી તો નહિ ને? છેલ્લા એક વર્ષથી એવી રીતે રહું છું જેવી રીતે એક કેદી જેલમાં રહેતું હોય, તમે કહો તો બહાર જવાનું.. ન કહો તો નહિ જવાનું. મમ્મી કહેતા હતા કે તમારા બંનેના લવ મેરેજ થયા છે તો પછી કારણ વિના મારા પર પાબંધી શા માટે?”

“ એવું નથી કે તમારાથી હું નાખુશ છું પાપા, તમને પણ સમજુ છું, જેની દીકરીને કોઈ તરછોડી ચાલ્યું જાય અને તે દીકરી આત્મહત્યા કરવાના અનેક પ્રયાસો કરે તો કોઈ પણ પિતા સહન ન કરી શકે. એટલે જ હું શીખી ગયી છું પાપા, તમારી રીતોથી જીવતા. બસ એક જ વાતનો રંજ છે, તમારી ખુશીમાં મેં મારા સપનાઓને ઓશિકા નીચે સુવરાવી દીધા છે. મને પણ સફર કરવાનો શોખ હતો, નવી જગ્યા જોવાનો, નવા માણસોને મળવાનો, નવા અનુભવો મેળવવાનો. ”

“ હું તમને દોષી નહિ ઠહેરાવું અને તમે એ વાતથી પણ નિશ્ચિંત રહેજો કે તમારાથી વિરુદ્ધ હું કોઈ દિવસ થઈ નથી અને કોઈ દિવસ નહિ થાઉં. ”

મેહુલ પેજ પર પેજ પલટાવતો જતો હતો. રોજ એકની એક જ વાતોનું પુનરાવર્તન થતું હતું, પાપાથી શિકાયત અને છેલ્લે પાપાની વાત માનવાની રીતો. થોડા દીદીના કિસ્સા, થોડી કોલેજની ઘટના, થોડી બહેનપણીઓની નોકજોક તો થોડા એકલતાના કિસ્સા કંડારી જિંકલે સાચા અંશે તે ડાયરીને પર્સનલ બનાવી દીધી હતી. છેલ્લા પાંચ પેજ પર વડોદરાથી મુંબઈ જવાની મુસાફરી પણ વર્ણવેલી હતી. જિંકલે જાણીજોઈને મેહુલ માટે મુંબઈ આવી છે તેનો ઉલ્લેખ કર્યો ન હતો.

છેલ્લા પેજ પર મેહુલનો કઈક આવી રીતે ઉલ્લેખ કર્યો હતો “મેહુલ, વડોદરાથી મુંબઈના સફરમાં મળ્યો, થોડો સિરિયસ, વધારે હસમુખ અને ફ્લર્ટ કરવામાં એક્સપર્ટ. વાતોમાં રોમાન્ટિક અને દેખાવમાં આકર્ષક . તેની સાથેની વાતો પરથી એવું જરા પણ ન લાગ્યું કે અમે આજે જ મળ્યા છીએ. તેની આંખો મેળવવાની અદા, બોલવાની રીત એક સામાન્ય માણસ કરતા અલગ તરી આવે છે. કોઈ કારણસર પાપા સાથે ઝઘડો કરી મુંબઈ આવ્યો છે. તેણે એક ચોરથી મારા દાદીનું અનમોલ પર્સ બચવ્યું અને પુરી રાત મારી સાથે રહ્યો, પણ મારી સાથે એવી એક પણ હરકત ન કરી જેથી મને પ્રોબ્લેમ થાય અને એક પણ રીતે એડવેન્ટજ લીધા વિના મારી સાથે રહ્યો. ટૂંકમાં મુંબઈમાં મને એક સારો દોસ્ત મળી ગયો. તેનામાં બસ એક જ ખરાબ આદત છે, વારંવાર સિગરેટ પીએ છે, કારણ તો નહિ પૂછ્યું પણ જો તે સિગરેટ છોડી દે તો વધારે સારું. ” વર્ષ પૂરું, પછી આગળ શું લખ્યું હશે તે જાણવાની તાલાવેલીએ મેહુલના રોમરોમને રોમાંચિત થઈ ગયા.

વાંચતા વાંચતા સમય કેમ સરી ગયો તેની ખબર ના રહી, સાડા બાર વાગ્યે સુહાનીએ આવીને મેહુલને જમવા કહ્યું ત્યારે મેહુલને સમયનું ભાન થયું.

ચાર વાગ્યે સુહાની ગાર્ડનમાં બેસી હોમવર્ક કરી રહી હતી, તેણીને એકાઉન્ટમાં થોડી પ્રૉબ્લેમ હતી તો મેહુલ પાસે સોલ્વ કરાવી બંને સાંજના સમયે ‘અપના કૉફીહાઉસ’ પહોંચી ગયા.

“મેહુલ તને આટલું સારું એકાઉન્ટ ફાવે છે તો C. A. કેમ નહિ કરતો?” કૉફીહાઉસના છેલ્લા ટેબલ પર બેસી સુહાની અને મેહુલ કૉફીની લિજ્જત માણતા હતા.

“C. A. તો ઠીક છે, મારે તો એક વર્ષ જ મુંબઇમાં રહેવાનું છે.. મારા પાપા એક કંપનીના M. D. છે અને તે કંપનીનું મેનેજમેન્ટ હું જ કરું છું, અહીં બસ એક વર્ષમાં કિસ્મત જોર કરી જાય તો બેડો પાર, પાપાને પણ ખબર પડી જાય કે મારા પર પણ લક્ષ્મીજી પ્રસન્ન જ છે. ” મેહુલે આંખ મારતા કહ્યું.

“આમ કઈ થોડો બેડો પાર ન થાય, ચોરી કરવાથી અથવા ઉચાપત કરવાથી જ એક સામટી રકમ મળી શકે. ” સુહાનિએ હકીકત જણાવતા કહ્યું.

“એતો ખબર નહિ, અત્યારે એક જ લક્ષ્ય છે… રૂપિયા.. રૂપિયા અને રૂપિયા. ” મેહુલે ફરી હલકા મજાકમાં કહ્યું.

“મારુ એક કામ કરીશ, પણ તેના માટે રૂપિયા નહિ મળે હો.” સુહાનીએ કહ્યું.

“તારું કામ?, બોલ શું કામ છે?” મેહુલે પૂછ્યું.

“વાત એમ છે કે.. કે.. મારા Bf ને કેટલાક છોકરાઓ પરેશાન કરે છે અને તે તેના જ મિત્રો છે એટલે તે કંઈ જ કરી શકતો પણ નહિ. ” સુહાનીએ વાત શરૂ કરતાં કહ્યું.

“શું.. કેવી રીતે પરેશાન કરે છે અને તેના મિત્ર છે તો કઈ કહેતો કેમ નહિ?” મેહુલે ફરી પ્રશ્ન કર્યો.

“અમારી બંનેની રિલેશન પહેલા તેના મિત્રોએ શર્ત લગાવી હતી કે મારી સાથે કોણ ફ્રેન્ડશીપ કરશે, મેં નિખિલને પસંદ કર્યો તો હવે તે લોકો નિખિલ સાથે ઝઘડે છે અને ધમકીઓ પણ આપે છે મને છોડવા માટે. ” સુહાનીના ડરને કારણે તેના કપાળ પર પરસેવો આવી ગયો હતો.

“તો નિખિલ કેમ નહિ કહેતો અને તારે એક વાર કહી શકાય ને કે તું નિખિલને પસંદ કરે છે નહિ કે તેને. ”

“નિખિલ કહે છે કે તે તેના બેસ્ટ ફ્રેન્ડ છે તેથી કહી શકતો નહિ, અને સમજાવવાની વાત રહી તો એ પણ કરી જોયું, હવે તે મને પણ પરેશાન કરે છે અને જો કેટલા ગંદા મેસેજ મોકલે છે. ” સુહાનીએ તેના મોબાઈલમાં આવેલા મેસેજ બતાવ્યા.

“તું ચિંતા ન કર હું જોઈ લઈશ, મને એકવાર નિખિલ સાથે મેળવજે બસ. ” મેહુલે કહ્યું.

“હા તો કાલે અમે મળવાના છીએ, તું નિખિલને પણ મળી લેજે અને બધી વાતો પણ થઈ જશે. ” સુહાનીએ કહ્યું.

“ના.. કાલે…. કાલે જિંકલનો જન્મદિવસ છે તો તેની સાથે બહાર જવાનું છે, પછીના દિવસે મળી લઈશું. ” મેહુલે યાદ અપાવતા કહ્યું.

“જિંકલ કોણ?.. gf છે?” સુહાનીએ પૂછ્યું.

“ના હવે શું તું ભી.. હું મુંબઈ આવ્યો ત્યારે ટ્રેનમાં મળ્યા હતા અને અમે સારા દોસ્ત બની ગયા. ” મેહુલે ચોખવટ કરતા કહ્યું.

“ઠીક છે…તો પછીના દિવસે નિખિલને મળી લઈશું અને પ્લીઝ કઇક કરજે નહીંતર શું થશે યાર. ” સુહાનીએ માથે હાથ મુકતા કહ્યું.

“કહ્યુંને તું ચિંતા ન કર…મેં હું ના.. શાહરુખ જેસે…હાહાહા. ” કહી મેહુલ હસવા લાગ્યો.

“ચલ હવે બાદશાહ તારે જ આ કેસ સોલ્વ કરવાનો છે અને બિલ પે કરી દો આપણે લેટ થાય છે. ” સુહાનીએ કૉફીનો છેલ્લો ઘૂંટ પીતા કહ્યું.

“મારે કાલે જિંકલ માટે શું ગિફ્ટ લેવું તે વિચારું છું…તું બોલને શું લેવું જોઈએ જે તેને પસંદ આવે. ” મેહુલે કન્ફ્યુઝ થતા કહ્યું.

“બ્રેસલેટ, સેન્ટ, ટેડ્ડી તને સારું લાગે તે આપી દેજે.. gf નથી તો શું આટલું બધું વિચારવાનું?” સુહાનીએ મેહુલને ટોન્ટ મારતા મજાકમાં કહ્યું.

મેહુલે ત્રાસી નજર કરતા કહ્યું “વધી ગયું એવું નહિ લાગતું સુહાની?”

“મને પણ એમ જ લાગે છે. ” બંને એકબીજા સામે જોઈ હસી પડ્યા. સુહાનીએ કહ્યું “ચાલ હું હેલ્પ કરું છું, એક સારી ગિફ્ટ શોપ પર જઈએ. ”

મેહુલે બિલ પે કર્યું અને બંને ત્યાંથી નીકળી ગયા. તેઓને ખબર ન હતી કે તેઓ જે ટેબલ પર બેસી વાતો કરી રહ્યા હતા તેની પાસેના ટેબલ પર કોઈ આ બધી વાતો સાંભળી રહ્યું છે. સુહાનીએ એક મોટો ટેડ્ડી પસંદ કર્યો જેના પર હેપ્પી બર્થડે સાથે બે દિલ ભેગા હોય તેવું ચિત્ર હતું.

રાત્રે મેહુલ ટેરરિસ્ટ પર સિગરેટ જલાવી ડાયરી વિશે વિચારતો હતો “આ ડાયરી તેણે મને ક્યાં ઈરાદાથી આપી હશે અને આ ડાયરી વાંચી મારે તેને કેવા પ્રતિભાવ આપવા. એવું નહિ કે હું લાગણી સમજી નહિ શક્યો પણ હવે જતાવવું કેમ?” મેહુલે પેન અને નોટ હાથમાં લઈ જિંકલની જ સ્ટાઈલમાં વળતો જવાબ આપવા નક્કી કર્યું.

કાલે શું પહેરવું, શું વાત કરવી, શું થશે તેવા વિચારો કરવાના બદલે જિંકલ માત્ર એટલું જ વિચારતી હતી કે ડાયરી વાંચી મેહુલ શું વિચારતો હશે?, આગળની રાતનો ઉજાગરો હોવાથી જિંકલ આજે વહેલા સુઈ ગયી. બરોબર બારના ટકોરે જિંકલનો ફોન રણક્યો.

“Many Many Return Of The Day…little Angle” મેહુલે સરપ્રાઈઝ આપતા કહ્યું. સૌથી પહેલા જન્મદિવસની શુભકામના આપવા મેહુલ બાર વાગ્યા સુધી સૂતો ન હતો. સામે જિંકલને પણ આમ અણધાર્યું સરપ્રાઇઝ મળતા ખુશ થઈ મેહુલ ને થેન્ક યુ કહ્યું. “સવારે વૉક માટે મળીએ. ” કહી ફોન કટ થઈ ગયો. સવારે વહેલા પાંચ વાગ્યામાં વડોદરાથી થોડા ફોન આવ્યા અને જિંકલના મમ્મી-પપ્પાનો પણ ફોન આવી ગયો જેથી જિંકલ ખૂબ જ ખુશ થઈ ગયી હતી.

સાડા છ વાગ્યે જિંકલ ઈયરફોન લગાવી સરદાર પટેલ જોગસ પાર્ક પહોંચી ગયી. આજે મેહુલ વહેલા આવી ગયો હતો.

“લેટ તો નહિ ને…?” જિંકલને ખબર હતી કે તે સમયસર જ આવી છે છતાં મેહુલને આમ ટહેલતા જોઈ પૂછ્યું.

“ના.. હું જ વહેલા આવ્યો હતો.” મેહુલે હાથમાં રહેલી ડાયરી પરત કરી અને ફરીવાર જન્મદિવસની શુભકામના આપી.

પેલા કૉફીહાઉસમાં જે વ્યક્તિ મેહુલ અને સુહાનિની વાતો સાંભળતી હતી તે જ વ્યક્તિ આજે પાર્કમાં મેહુલ અને જિંકલની વાતો પણ સાંભળી રહી હતી. બે થી ત્રણ વાર મેહુલ અને તે વ્યક્તિની નજર મળી પણ નજર ચુરાવી તે વ્યક્તિ ત્યાંથી પલાયન થઈ ગયો.

(ક્રમશઃ)

-Mer Mehul

***

Rate & Review

Verified icon

Sneha Patel 4 weeks ago

Verified icon

Sandip Dudani 2 months ago

Verified icon

Jigar Shah 2 months ago

Verified icon

Suresh Prajapat 2 months ago

Verified icon

Nikunj Patel 2 months ago