Safarma madel humsafar - 10 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર ભાગ-10

સફરમાં મળેલ હમસફર

ભાગ -10

(પાછળ જોયું)

(ટ્રેનના સફરમાં મળેલા મેહુલ અને જિંકલ શરૂઆતમાં સારા દોસ્ત બને છે, પહેલી મુલાકતથી જ બંને એકબીજાને પસંદ કરી લે છે, પણ આટલા ટૂંકા સમયમાં પ્રેમ થઈ જાય એ તે બંને સ્વીકારી શકતા નહિ, જિંકલના જન્મદિવસ પર મેહુલ પૂરો દિવસ જિંકલ સાથે પસાર કરે છે, આટલી વાત ભરતભાઇ મેહુલની ડાયરી વાંચી તેના પૌત્ર રુદ્રને સંભળાવે છે. ત્યારબાદ જિંકલ પોતાના જન્મદિવસની ઘટના યાદ કરે છે જેમાં રાત્રે બંને ટેકરી પર બેઠા હોય છે ત્યારે મેહુલ તેની કોલેજ લાઇફનો એક કિસ્સો કહે છે, જિંકલ એટલી બેચેન થઈ જાય છે કે તે કોઈ પણ હરકત વિના મેહુલને કિસ કરી લે છે.

બંનેને કઈ સમજાતું નહિ કે શું થઈ રહ્યું છે, આખરે મેહુલ જિંકલને I love you કહે છે અને બંને પ્રેમનો સ્વીકાર કરે છે, આટલી વાતો યાદ કરી જિંકલ સુઈ જાય છે. પછીના દિવસે તેને મેહુલની એક ડાયરી હાથમાં આવે છે, જે મેહુલની પર્સનલ ડાયરી હોય છે. રણજીતસિંહ કે જે CIDના મોટા માંધાતા રહી ચૂક્યા હતા, તે મેહુલ પર નજર રાખતા નજરે ચડે છે, જે મેહુલને મળી CID જોઈન કરવા કહે છે અને સંતુષ્ટ સેલેરી સાથે ફેસિલિટી મળશે તેની બાંહેધરી પણ આપે છે. મેહુલ પછી જવાબ આપીશ તેમ કહી વાત ટાળે છે. પણ જ્યારે સુહાની કે જેના ઘરે મેહુલ રહે છે તે તેના બોયફ્રેન્ડના લીધે મેહુલને તરછોડે છે ત્યારે મેહુલ CID જોઈન કરવાનું નક્કી કરે છે. )

: હવે આગળ :

“સાંભળ. ” “સંભળાવો. ”

“ I Love You. ”

“I Love You Too baby. ”

“મેહુલ તું મારો સાથ કોઈ દિવસ નહિ છોડને?”જિંકલે ગંભીર થઈ કહ્યું.

“એ કઈ પૂછવાનું હોય?, મારા બધા જ શ્વાસ પર તારો અધિકાર છે. ”મેં પણ મક્કમતાથી કહ્યું.

“નહી, મને પ્રોમિસ આપ”જિંકલે જિદ્દી આવાજે કહ્યું.

“હું પ્રોમિસ આપું છું કે હું તારો સાથ કોઈ દિવસ નહિ છોડું, સુખમાં નહિ, દુઃખમાં નહિ, ચોમાસામાં નહિ, શિયાળામાં નહિ, ઉનાળામાં નહિ, સવારે નહિ, બપોરે નહિ અને સાંજ પછી તો બિલકુલ નહિ…. ”આટલું વાંચતા જિંકલની આંખોમાં આંસુ આવી ગયા, ક્યાં સાથે રહેવાનું પ્રોમિસ આપ્યું હતું અને અત્યારે તે મેહુલથી ઘણી દૂર હતી.

***

“મેરી બાત તો સુનો નિક. ઇસમે તુમ્હારી કોઈ ગલતી નહિ હૈ”મેહુલને બહાર તરછોડી રૂમમાં બેસી રડતા રડતા સુહાની મોબાઈલ પર નિખિલને મનાવવાનો પ્રયત્ન કરી રહી હતી.

“સારી ગલતી મેરી હૈ સુ, ના મેં તુમ્હે પ્રપોઝ કરતા, ના મેરે દોસ્ત તુમ્હે પરેશાન કરતે ઔર ના તુમ મેહુલ કો યે બાત બતાતી. સો આઈ એમ સૉરી, મેં હી તુમ્હારી લાઈફ સે દૂર ચલા જાતા હું. ”નિખિલે ઇમોશનલ થઈ કહ્યું.

“તુમ્હારી કોઈ ગલતી નહિ હૈ નિક. , મેને મેહુલ કો કહ દિયા હૈ કી હમારે રિલેશન મેં ઇન્ટરફેઈર ના કરે, તુમ પ્લીઝ એસા મત કરો. ”રડતા રડતા સુહાનીએ કહ્યું.

“તો ક્યાં કરું યાર તુમ્હી બતાઓ, અગર તુમ પે કોઈ એસે બ્લેમ કરે તો તુમ ચૂપ રહોગી??, ઔર અગર તુમ્હારી કોઈ ગલતી હી ના હો તો તુમ્હે કેસા લગતા?” નિખિલ ઇમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યો હતો.

“મેં તુમ્હે સમજ સકતી હું, ઉસકી તરફ સે મેં તુમ્હે સૉરી કહતી હું, પ્લીઝ. ”સુહાની કરગરી રહી હતી.

“ઉસકા તો નામ હી મત લો મેરે સામને, કેસા ઇન્સાન હૈ યાર, બિના સોચે સમજે કુછ ભી બોલ દિયા, યે ભી નહિ સોચા કી મેં તુમસે કિતના પ્યાર કરતા હું. ”નિખિલે ઊંચા અવાજે કહ્યું.

“મુજે માલુમ હૈના, તુમ ઉસકે બારે મેં કયો સોચ રહે હો, I Love You યાર. ”સુહાની તેની ભાષામાં સમજાવતી જતી હતી.

“આગે સે એસા નહિ હોગાના બેબી. ?”નિખિલે કાલીઘેલી ભાષા શરૂ કરી.

“નહિ હોગા, પક્કા”સુહાની પણ તેનો સાથ આપી રહી હતી.

“ધેન, I Love You Too. ”સામેથી નિખિલે કહ્યું.

“એક કિસ્સી દો ના સુ. ”નિખિલે તેની નટખટ અદાથી કહ્યું.

“તુમ ભી ક્યાં નિક. , અભી શુરુ હો ગયે. ”શરમાતા સુહાનીએ કહ્યું.

“તુમ્હે તો માલુમ હૈ ના બેબી, તુમ્હારે બિના મેરા એક પલ ભી નહિ ગુજરતા, તુમ સે બિછડને કે બાદ મેં તુમ્હારે બારે મેં હી સોચ રહા થા. ”નિખિલે કહ્યું.

“ઉમમમમહા. . બસ અબ ખુશ”સુહાનીએ મોબાઈલની સ્ક્રીન પર ચુમતા કહ્યું.

“ઓહહ, બેબી I Love You. ”

“I love You Too બાબા, ”સુહાની ખુશ દેખાતી હતી.

“આગે સે એસા મત કરના પ્લીઝ મેં તુમ્હારે બિના જી ન પાઉંગા. ”નિખિલે ફરી ઇમોશનલ બ્લેકમેઇલ શરૂ કર્યું.

“જેસા તુમ કહો, ચલો બાય, દી બુલા રહી હૈ. ”સુહાનીએ કહ્યું.

“બાય. ”

“ભાઈ, તેરા હો ગયા હો તો હમ ચલે, ગેલેક્સી પે વો હમારા ઇન્તજાર કર રહા હૈ. ”નિખિલની બાજુમાં બેઠેલા તેના દોસ્તે નિખિલને સિગરેટ આપતા કહ્યું.

“ચલ ભાઈ મેરા તો હો ગયા, જો પ્લાન હૈ ઉસી તરહ હો રહા હૈ, સુહાનીને રો-રો કે મુજે મના હી લિયા, જો મેં ચાહતા થા…, કદુએ ને ક્યાં કહા?, માલ હૈ ઉસકે પાસ?. ”નિખિલે સિગરેટ જલાવી પૂછ્યું.

“ચાર બિયર કી બોતલ હૈ ઔર દો બ્લોસમ હિલ કી બોતલ હૈ, જ્યાદા પૈસે લગેગેં, બોલ ક્યાં કરે?”તેના દોસ્તે કહ્યું.

“કરના ક્યાં હૈ?, ચલો ગેલેક્સી…માલ લે કે આતે હૈ. ”નિખિલે કહ્યું. ગેલેક્સી સિનેમામાં કદુઆ નામનો દારુ-બિયરનો સપ્લાયર હતો, જે બધો માલ મોટાભાગે કૉલેજીનને વેચતો. નિખિલ અને તેના દોસ્તો ગેલેક્સીએથી મુદામાલ લાવ્યા, પૈસા હંમેશા નિખિલ જ ચૂકવતો. એક પછી એક છ બોટલ ચાર વ્યક્તિ વચ્ચે ઘટકાવી ગયા.

આ તરફ સુહાની ખુશ હતી કે નિખિલ સાથેનો તેનો ઝઘડો દૂર થઈ ગયો છે, જ્યારે સુહાની જમવા આવી અને મેહુલને ન જોયો ત્યારે તેને ભાન થયું કે તેણે મેહુલને વધારે પડતું જ ખરું-ખોટું સંભળાવી દીધું છે.

“મેહુલ ક્યાં?”સુહાનીએ તેની દીદીને પૂછ્યું.

તેની દીદીએ કહ્યું “મેં ઘણા બધા ફોન કર્યા પણ મેહુલે રિસીવ નહિ કર્યા, મને લાગ્યું કંઈક કામથી બહાર ગયો હશે. ”

“ઠીક છે. ”સુહાનીએ કહ્યુ અને મનમાં જ વિચારવા લાગી “સારું થયું મેહુલ અત્યારે અહીં નહિ, નહીંતર મારો ગુસ્સો હજી શાંત ન થાત, પણ તે ક્યાં ગયો હશે?, મેં આટલું બધું સંભળાવી દીધું, બિચારો. . ભૂલ થઈ ગયી મારી. . પણ તેણે નિખિલ સાથે આવું બિહેવ કર્યું? તેણે આવું ન’હતું કરવાનું. . ”

***

“મમ્મી તમાલી અને દેડીની ડાયલીની વાત કાલે દાદુએ મને કહી તી”સ્કૂલેથી છૂટી એક્ટિવામાં બેસતા રુદ્રએ કહ્યું.

“અચ્છા શું કહેતા હતા તારા દાદુ?”જિંકલે કહ્યું.

“તમે દેડી ને મળ્યા અને તમાલા બ’દેના દિવસ સુધી કહ્યું તું”

“પછી શું થયું તે ના કહ્યું?”

“ના, દાદુને પણ નઈ ખબલ, મમ્મી”રુદ્રએ કહ્યું.

“હું સાંજે કહીશ હો બેટા પછી શું થયું હતું એ”જિંકલે કહ્યું.

“ઓકે મમ્મી. ”રુદ્રએ કહ્યું. બંને ઘરે પહોંચી ગયા. ઘરે જતા રુદ્ર નિલાબેન પાસે જતો રહ્યો, આગળ શું થયું હતું તે જાણવા જિંકલ તરત જ રૂમમાં ગયી, અધૂરી છોડેલી ડાયરી ખોલી બેસી ગયી.

“રસ્તામાં બસ જિંકલની એ કિસ જ યાદ આવતી હતી…wow…what a beautiful feelings…

ઘણીવાર કોઈકનો કારણ વિનાનો સાથ પણ આપણા વિચારોને બદલી નાખે છે, ખાસ હેતુ માટે સૌ મળવાનો પ્રયત્ન કરે છે પણ જે નિઃસ્વાર્થપણે મળે છે તે જ ખાસ હોય છે, જિંકલ સાથેની આ મુલાકાતે મારા વિચારો બદલી નાખ્યા, ક્યાં હું આટલું બધું વિચારતો હતો અને હવે ટેક્સીમાં બેસી માત્ર જિંકલ વિશે જ વિચારવા લાગ્યો, આજે મારા દિલે મને સામેથી કહ્યું “મેહુલ સિગરેટ છોડી દે, નથી મળવાનું એમા કઈ. ”

મેં મારા દિલને સવાલ પૂછ્યો “તો જ્યારે તું વિચારોના ભંવરમાં ફસાઈ જઈશ ત્યારે શું કરીશ?”

અંદરથી જવાબ આવ્યો “જિંકલને યાદ કરી લે જે બકા. ”

સવારે જિંકલને મળી પ્રોમીસ આપ્યું કે ‘હવે હું સિગરેટ નહિ પીઉં અને જોબ માટે એપ્લાય કરી છે તેથી આજે ઇન્ટરવ્યુ માટે જવું પડશે’ એમ હું જુઠ્ઠું બોલ્યો, પાર્કથી સીધો સુહાનીના ઘરે માફી માંગવા ગયો પણ સુહાની કૉલેજ જવા નીકળી ગયી હતી, ફોન કર્યા પણ કદાચ કલાસમાં હશે એટલે રિસીવ નહિ કરે તેમ સમજી મેં રણજીતસિંહને કૉલ કર્યો.

“મેહુલ તને એડ્રેસ સેન્ડ કરું છું આવિજા. ”રણજીતસિંહે કહ્યું.

એડ્રેસ આપેલ જગ્યા પર હું પહોંચ્યો તો ત્યાં રણજીતસિંહ અને બ્લૂ જીન્સ પર બ્લૅક ઇન-શર્ટવાળી છોકરી, તે જ ડ્રેસમાં વાળ પર રીબીન લગાવી, કોઈ પણ શણગાર વિના આંખો પર ગોગલ્સ લગાવી બેઠી હતી. કોઈ પણ શણગાર વિના પણ તે સુંદર લાગી રહી હતી, હું કારમાં આગળની સીટ પર બેઠો, રણજીતસિંહ પાછળની સીટ પર બેઠા હતા અને તે છોકરી કાર ડ્રાઇવ કરી રહી હતી.

“hii, Mr. Mehul. ”કાર ચલાવતા તે છોકરીએ કહ્યું.

“hii, Mrs……?”મેં નામ જાણવા પૂછ્યું.

“Mr. Mehul Your tongue slipped, Not Mrs. , Ms. Anita, Anita Chauhan. ”

“ I’m sorry, Nice too Meet You Anita Chauhan. ”

“Same to you. ”

“હમ કહા પે જા રહે હૈ?”મુંબઈના ટ્રાફિકથી દૂર જતી કારને જોઈ મેં બાજુમાં નજર કરી પૂછ્યું.

“ટ્રેનિંગ સેન્ટર”પાછળ બેઠેલા રણજીતસિંહે કહ્યું. ટ્રેનિંગ સેન્ટરે પહોંચી ત્યાંની બધી પ્રવૃત્તિઓ મને જણાવવામાં આવી, મારે પંદર દિવસ અહીં રહી ટ્રેનિંગ લેવાની હતી. મારા માટે પંદર દિવસ આ ટ્રેનિંગ સેન્ટરમાં મુંબઈથી ચાલીસ કિલોમીટર દૂર રહેવુ મુશ્કેલ હતું, મુંબઈથી કોઈ ખાસ લગાવ ન’હતો , માત્ર જિંકલથી દુર રહેવામાં તકલીફ હતી, પણ જિંકલને હવે M. Sc. માં એડમિશન લેવાનું હતું એટલે તેનાથી થોડી દુરી રાખવામાં જ મેં ભલાઈ સમજી.

ટ્રેનીંગનું સ્થળ જોઈ અમે પાછા શહેરમાં આવ્યા, નવી મુંબઈના દસમા સેકટરમાં મને એક ફ્લેટ આપવામાં આવ્યો જ્યાં આસપાસ ક્વાર્ટર હતા, સામે રોક ગાર્ડન. મારા ફ્લેટ અને ગાર્ડન વચ્ચેથી રિંગ રોડ-5 પસાર થતો જે ત્રણ કિલોમીટર આગળ સ્ટર્લિંગ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની કોલેજોને મળતો, આ રિંગ રોડ-5 લવર્સ પોઇન્ટથી ઓળખાતો, સવારે સાત વાગ્યાથી રાત્રીના અગિયાર વાગ્યા સુધી આ રોડ પર સતત કોલેજીયનની અવર-જવર રહેતી. મારો ફ્લેટ ત્રણ માળનો હતો, નીચે મોટો બેઠક હોલ, કિચન અને એક નાનો હોલ જમવા માટે હતો, જ્યારે ઉપરના માળે બે રૂમ હતા, બંને રૂમની બાલ્કનીથી રિંગ રોડ પરની હલન-ચલન અને સામેનો ગાર્ડન જોઈ શકાતો હતો. ત્રીજા માળે કોઈ રૂમ ન હતો, જિમ વ: કસરત માટે તે હોલ રૂપે રાખવામાં આવ્યો હતો.

ટ્રેનિંગના સ્થળે આવવા-જવા માટે મને YAMAHA YZF R1 બાઈક આપવામાં આવી, બીજી સુવિધા જેમ કામ થતું જાય તેમ મળતી જશે તેમ કહેવામાં આવ્યું. રણજીતસિંહ એક કામ છે કહી નીકળી ગયા, જ્યારે અનિતાએ મને પૂરો ફ્લેટ બતાવ્યો.

“તો કેસા લગા યે ફ્લેટ?”અનિતાએ ફ્લેટની બહારના પરસાળમાં આવતા પૂછ્યું.

“નાઇસ”મેં સ્મિત સાથે કાહ્યુ.

“અગર કિસી ભી ચિઝ યા મદદ કી ઝરૂરત હો તો આપ મુજે બુલા લેના, મેં બાજુ વાલે ક્વાર્ટર મેં રહતી હું. ” અનિતાએ પણ તે જ સ્મિત સાથે પોતાનું ક્વાર્ટર બતાવતા કાહ્યુ.

“મેં એક બાત પૂછું?”મેં પૂછ્યું.

મેં તેના ક્વાર્ટર તરફ આંગળી ચીંધી “તુમ્હે એસા ક્વાર્ટર ઔર મુજે એસા ફ્લેટ કયું?”અનિતાના ક્વાર્ટરનું મકાન સાદું ધાબા વાળું હતું. જે ઓસરીથી શરૂ થતું અને અંદરના રૂમમાં પૂરું થઈ જતું.

“સરને કહા હૈ કી આપ સ્પેશિયલ કેસ હો, સારે ડીપાર્ટમેન્ટ કે ખિલાફ આપકો પસંદ કિયા હૈ સર ને. ”અનિતાએ મારુ નીચેથી ઉપર સુધી નિરીક્ષણ કર્યું અને ફરી કહ્યું, “એસા ક્યાં હૈ આપ મેં?”

“વૅલ, યે તો મુજે ભી નહિ પતા”સરને મેરે બારે મેં તુમ્હે કુછ નહિ કહા?” મેં પૂછ્યું.

“બસ, ઇતના કહા હૈ કી પંદરાહ દિનમેં આપકી ટ્રેનિંગ પુરી હો જાની ચાહિયે, ઔર ઉસકી જીમ્મેદારી મેરે ઉપર હૈ” અનિતા વિશ્રામ અવસ્થામાં પાછળ હાથ રાખી ઉભી હતી.

“ઠીક હૈ તો મુજે ક્યાં કરના હૈ અભી?”મેં મારા બંને હાથ એકબીજા સાથે ઘસતા કાહ્યુ.

“કઈ દીનો સે યહાં કોઈ નહિ આયા, મેં યે સાફ કરવા લૂંગી, આપકો આજ કી રાત મેરે ઘર પે ગુજારની હૈ, કલ હમ વહા ચલે જાયેંગે, પંદરાહ દિન કે લિયે. ”અનિતાએ તેના અંદાજમાં કહ્યું.

“એક બાત બતાઓ તુમ મુજે આપ કહકે કયો બુલાતી હો?, ક્યાં મેં પચપન સાલ કા લગતા હું?”મેં શરારત ભરી નજરે કહ્યું.

“ઔર નહિ તો ક્યાં સર?”તેની આંખોમાં પણ તે જ શરારત હતી.

“ફિર મેં ભી આપ હી કહુંગા, મેં પચપન કા લાગતા હું તો આપ સાઠ કી લગતી હો. ”મેં શેતાની સ્માઈલ સાથે કહ્યું.

“આપ ડેસિગ્નેશન મેં મુજસે ઉપર હૈ”તેણે પ્રામાણિકતાથી કહ્યું

“ફિર ભી, મુજે તુમ હી કહો, મેરી તરહ. ”

“ઠીક હૈ, ચલો મેં આપકો. . સૉરી તુમ્હે મેરે રૂમમેટ સે મિલવાતી હું”અમે તેના રૂમે ગયા ત્યાં તેની ઉંમરની ચાર બીજી ગલ્સ હતી, રાત્રે જમીને હું મારા ફ્લેટ પર આવ્યો, ટેરરિસ્ટ પર ચડી રિંગ રોડ જોઈ રહ્યો હતો. સિગરેટ જોઈતી હતી પણ મેં સવારે જ પ્રોમિસ આપ્યું હતું એટલે મેં કાબુ રાખ્યો.

પાળી પર બેસી હું વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં પાછળથી કોઈના આવવાની આહટ સંભળાઈ, ધીમે ધીમે આવાજ વધતો ગયો, મેં પાછળ જોયું તો અનિતા હતી, તદ્દન વિરુદ્ધ સ્વભાવમાં, તેણે ડ્રેસ ચૅન્જ કરી નાખ્યો હતો, કેઅત્યારે તેણે બ્લેક કેપરી પર ગ્રે લૂઝ ટી-શર્ટ પહેર્યું હતું. ડ્રેસમાં જેટલી પ્રોફેશનલ લાગતી હતી તેટલી જ આ કેપરી ટી-શર્ટમાં સુંદર લાગતી હતી, તેમાં પણ વાળ કવર કરીને પાછળથી બાંધી, જે આગળથી લટ બહાર કાઢેલી હતી તે લટ તેની સુંદરતામાં વધારો કરતી હતી. ”

“નીંદ નહિ આ રહી?”મારી બાજુમાં પાળી પર બેસતા અનિતાએ કહ્યું.

“મેં લેટ હી સોતા હું”મેં પણ મારી ભાષામાં જવાબ આપ્યો.

“બેચેન લગ રહે હો. ”તેણે મારી હરકત જોઈ કહ્યું.

“નહિ એસા કુછ નહિ હૈ, યે સબ નયા હૈ ના ઇસલિયે”

“શરૂ મેં એસા હી હોતા હૈ”તેણે પાળી પર પગ વાળતા કહ્યું.

“તુમ્હે જોઈન હુએ કિતના ટાઈમ હુઆ?”

“ચાર મહિને”

“ફેમેલી, કહા પે હૈ?”

“સબ દિલ્હી મેં હૈ”

“તો તુમ દિલ્હી કી રહને વાલી હો?”મેં ત્રાસી નજર કરી પૂછ્યું.

“હા, ઔર તુમ?”

“અહમદાબાદ, ગુજરાત. ”

“ઓહહ, ગુજરાતી હો, સુના હૈ ગુજરાતી લોગ બહોત સ્વીટ હોતે હૈ?”મારા તરફ સ્મિત કરતા તેણે કહ્યું.

“મેં ને ભી સુના હૈ, દિલ્હી વાલે દિલદાર હોતા હૈ?”મેં પણ સામું સ્મિત વેર્યું.

“સહી સુના તુમને, તુમ્હે માલુમ હૈ તુમ મુજસે દો સાલ છોટે હો?”

“તુમ્હે કેસે પતા?”

“તુમ્હારા બાયો-ડેટા ચેક કિયા હૈ મેને. ”

“ઠીક હૈ”

“ચલો, જલ્દી સો જાના હમેં સુબહ જલ્દી નિકલના હૈ. ”પાળી પરથી નીચે ઉતરતા અનિતાએ કાહ્યુ.

“કિતને બજે?”મેં પૂછ્યું.

“પાંચ બજે”

“ક્યાં? પાંચ બજે?”

“હા ઔર પાંચ બજે યાની પાંચ હી બજે. ”

શુ યાર, ક્યાં સાડા છ વાગ્યે જાગવામાં પણ મુશ્કેલી પડે અને આ પાંચ વાગ્યે નીકળી જવાનું, હવે એ તો નક્કી હતું કે આગળના પંદર દિવસમાં મારી પુરેપૂરી કસોટીઓ લેવાશે. જલ્દી સુવા માટે આજે મેં વહેલા જિંકલને ફોન કર્યો,

“હાઈ, શું કરતી હતી?”મેં પૂછ્યું.

“બસ, દિશા સાથે બહાર આવી, વૉક માટે. ”સામેથી સુંદર અવાજ મારા કાને અથડાયો.

“તને એક વાત કહેવાની હતી”મેં કહ્યું.

“શું અને તું આજે ઈન્ટરવ્યુ આપવા ગયો હતો ને શું થયું?”

“એ જ સિલસીલામાં વાત કરું છું, હું પંદર દિવસ આઉટ ઓફ ટાઉન છું. ”ઉદાસ આવજે મેં વાત મૂકી.

“પંદર દિવસ?, આટલા બધા દિવસ હું તારા વિના શું કરીશ?”જિંકલના અવાજમાં ઉદાસીનતા સાથે આશ્ચર્યનો ભાવ હતો.

“પંદર દિવસની જ વાત છે ને યાર, પછી આપણે રોજ મળીશું”મેં પણ થોડા ઉદાસ થઈ કહ્યું.

“તારા માટે પંદર દિવસ હશે મેહુલ, મારા માટે તો એ વર્ષ જેટલું જ થઈ ગયું અને તારા સિવાય આ મુંબઈમાં મને કોણ ઓળખે છે?”જિંકલ થોડી વધુ ઇમોશનલ થઈ.

“હું ફોન કરીશને તને”મેં કહ્યું.

“અચ્છા ઠીક છે, શું જોબ મળી અને ક્યાં જવાનું છે એતો કહે?”જિંકલે સામેથી પ્રશ્નોનો વરસાદ કર્યો.

“દિલ્લી જવાનું છે, એક મિટિંગ માટે…. એકાઉન્ટન્ટની પોસ્ટ માટે મને સિલેક્ટ કર્યો છે. ”મારે જિંકલને વાત જણાવવી ન હતી એટલે હું જુઠ્ઠું બોલ્યો.

જિંકલને હવે થોડું થોડું સમજાવવા લાગ્યું હતું કે મેહુલ ક્યારે શરૂ વાતે કેમ ફોન કટ કરી નાખતો અને ક્યારેક મળવા જતા ત્યારે મિટિંગનું બહાનું બનાવી કેમ ચાલ્યો જતો. જિંકલે પેજ ફેરવ્યું જે પેજમાં ઘણા બધા રહસ્યો સામે આવવાના હતા.

“મેહુલ હું તને એક વાત કહું. ”પેજની પહેલી લાઈન જિંકલે વાંચી જે તે જ બોલી હતી, તે લાઈન વાંચી જિંકલે થોડું સ્મિત કર્યું.

“હમ્મ, બોલ જિંકલ”મેં કહ્યું.

“આજ પછી તું એ વાત નહિ કરતો. ”જિંકલે કહ્યું.

“કઇ વાત?”મને ખબર ન હતું કે જિંકલ કઈ વાત કહેતી હતી.

“એ જ કે આપણી વચ્ચે હવે કઈ નહિ થાય. ”જિંકલે રોમેન્ટિક લહેકામાં કહ્યું.

“તો શું થશે?”હવે હું પણ સમજી ગયો હતો કે જિંકલ આજે વધારે ખુશ છે, તેથી જાણીજોઈને હું અંજાન બનતો હતો.

“બસ, આગળ કઈ નહીં કહેતો મેહુલ પ્લીઝ. ”જિંકલે આંખો મીંચી મને કહ્યું, તેની બોલવાની શૈલી ખરેખર કાતિલ હતી, મારુ દિલ કહેતું હતું બસ વાતો જ કરતો રહું તેની સાથે.

“કેમ ના કહું?, તે જ શરૂઆત કરી હતી. ”મેં વાતથી ન ભટકતા કહ્યું.

“હા તો મેં શરૂઆત કરી હોય તો હું જ પુરી કરું છું ને. ”જિંકલે કહ્યું.

“ઠીક છે, આગળ કઈ નહિ કહું બસ. ”મેં ટોન્ટ મારતા કહ્યું.

“તું જલ્દી વાત માની ગયો યાર. ”જિંકલે મને કહ્યું.

“તમે ગલ્સ ભી અજીબ હોય છો હો, એક તો વાત કરવાની ના પાડો, અને સામેથી વાત કરવાનું પણ કહો. ”

“ઘણી વાત એવી હોય છે જે અમે કરી શકતા ના હોઈએ અને સાંભળવામાં પણ શરમ આવે, પણ સાંભળવી ગમે એટલે…. ”જિંકલે મને સમજાવતા કહું.

“મીન્સ, એડલ્ટની વાતો. . ?”મેં પૂછ્યું.

“ઓય, બસ હો, આપણી વચ્ચે એવું કંઈ નહીં થયું. ”જિંકલે શરમાતા શરમાતા કહ્યું.

“જો તને સાંભળવી ગમે છે ને?... . હાહાહા. ”મેં મજાક કરતા કહ્યું.

“સાંભળ. ” “સંભળવો. ”

“ I Love You. ”

“I Love You Too baby. ”

“મેહુલ તું મારો સાથ કોઈ દિવસ નહિ છોડને?”જિંકલે ગંભીર થઈ કહ્યું.

“એ કઈ પૂછવાનું હોય?, મારા બધા જ શ્વાસ પર તારો અધિકાર છે. ”મેં પણ મક્કમતાથી કહ્યું.

“નહી, મને પ્રોમિસ આપ”જિંકલે જિદ્દી આવાજે કહ્યું.

“હું પ્રોમિસ આપું છું કે હું તારો સાથ કોઈ દિવસ નહિ છોડું, સુખમાં નહિ, દુઃખમાં નહિ, ચોમાસામાં નહિ, શિયાળામાં નહિ, ઉનાળામાં નહિ, સવારે નહિ, બપોરે નહિ અને સાંજ પછી તો બિલકુલ નહિ…. ”આટલું વાંચતા જિંકલની આંખોમાં આંસુ આવી ગયા, ક્યાં સાથે રહેવાનું પ્રોમિસ આપ્યું હતું અને અત્યારે તે મેહુલથી ઘણી દૂર હતી, કદાચ ભૂલ જિંકલની જ હતી…, જિંકલે ગાલ પર આવેલું આંસુનું ટીપું લૂછી વાંચવાનું શરૂ રાખ્યું.

“મેહુલ તને આવી વાતોમાં પણ મજાક સુજે છે?”જિંકલે મને રોકતા કહ્યું.

“લ્યો મેડમ, હવે પ્રોમિસ તો આપ્યું…તેમાં મજાક શું અને સાચું જ કહ્યું ને મેં…હાહાહા”મેં પણ મજાકમાં કહ્યું.

“હવે ઘર આવી ગયું છે, બોલ કઈ હોય તો?”જિંકલે કહ્યું.

“હા, છે જ ને. ”

“શું. ” “તારા પ્રત્યેનો પ્રેમ, I Love You. ”

“I love you too, ફોન કરજે નહિતર હું રિસાઈ જઈશ. ”

“હું તને મનાવી લઈશ બકુ”

“બાય. ”સામેથી મોબાઈલ પર કંઈક સ્પર્શવાનો અવાજ આવ્યો, જિંકલે ફોન પર કિસ કરી હતી કદાચ.

હું રૂમમાં આવ્યો, બધી વસ્તુ પ્લાસ્ટિકથી ઢંકાયેલી હતી, મેં સોફા પરથી પ્લાસ્ટિક હટાવ્યું, સોફો સાફ કરી સોફા પર જ લંબાવ્યો, મને નીંદ ક્યારે આવી એ પણ ખબર ના રહી…અને મારી સાથે કાલ શું થશે તે પણ ખબર ન હતી.

(ક્રમશઃ)

પહેલો સવાલ, રણજીતસિંહ મેહુલને CID જૉઇન કરાવવા આટલો આગ્રહ કેમ કર્યો, કદાચ તે ઓછી ફેસિલિટી સાથે બીજા કોઈને પણ પસંદ કરી શકેત. બીજો સવાલ, મેહુલ અને જિંકલના લગ્ન થઈ ગયા છે તો એક વર્ષથી બંને કેમ નહિ મળ્યા?, ત્રીજો સવાલ, મેહુલ અને સુહાની વચ્ચે જે સંઘર્ષ થયો તેનું કઈ નિરાકરણ?

કેટલા બધા સવાલ એક સામટા ભેગા થઈ ગયા છે, બધા સવાલના જવાબ મળશે બસ તેના માટે એક જ કામ કરવાનું,

તમારા અમૂલ્ય મંતવ્ય અમને આપતા રહો, જેનાથી અમને લખવાની પ્રેરણા મળતી રહે.

એક મંતવ્ય ઉપર હું પ્રકાશ પાડું છું.

(MANSI HARDIK PANCHAL : pls thodu vadhare lakho... bahu short 6 story... keep it up... nice n interesting.

પહેલા તો મારી સ્ટોરી વાંચવા બદલ ખુબ ખુબ આભાર તમારો માનસીજી. બીજું એ કે તમારા આ મંતવ્યથી મોટીવેટ થઈ હું મારી સ્ટોરીને વધારે સમય આપું છું અને મહત્તમ પેજ આપી શકું તેવો પ્રયત્ન કરું છું. )

હજી ઘણા બધા લોકો છે જેના મંતવ્યોથી મને મોટિવેશન મળ્યું છે, અહીં સૌની વાત નહિ કરી શકું એટલે તેઓનો હું તહેદિલથી આભાર માનું છું અને વાંચકો તરફથી આવા મંતવ્યો મળતા રહેશે તેવી આશા રાખું છું.

THANK YOU.

-Mer Mehul