Avnava Soup books and stories free download online pdf in Gujarati

અવનવા સૂપ

અવનવા સૂપ

મીતલ ઠક્કર

શિયાળામાં ગરમ સૂપની મજા માણવી ટેસ્ટ અને હેલ્થ બન્ને માટે લાભદાયક છે. સાથોસાથ શિયાળામાં લાગતી વધુ પડતી ભૂખને એ નિયંત્રણમાં પણ રાખે છે અને પેટ ભરાયાનો સંતોષ પણ આપે છે. ડાયટિશ્યનો શિયાળામાં ખાસ પ્રકારના પીવાલાયક સૂપની રેસિપી અને એનાથી થતા ફાયદા સૂચવે છે. શિયાળામાં અન્ય ઋતુઓ કરતાં ભૂખ વધારે લાગે છે. તેથી જરૂર કરતાં વધુ ખવાઈ જવાની શક્યતા વધી જાય છે. શિયાળામાં ભૂખ પણ સંતોષાય અને વજન ન વધે એ માટે દરરોજ સૂપ પીવાની ટેવ કેળવવી જોઈએ. જો જમવાના સમયથી અડધો કે એક કલાક પહેલાં જો સૂપ પીવામાં આવે તો જમતી વખતે ઓવરઈટિંગ થવાની શક્યતા રહેતી નથી. અમે શિયાળામાં આપના માટે ઇન્ટરનેટના મહાસાગરમાંથી કેટલાક જાણીતા અને ટેસડો પડી જાય એવા સરસ અવનવા સૂપ લઇને આવ્યા છે. સૂપનો સ્વાદ જ્યારે તમે માણશો ત્યારે દરેક ચમચામાં તમને તેની ખાસિયત જણાઇ આવશે. જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે.

૧. પનીર-પાલકનો પૌષ્ટિક સૂપ

સામગ્રી : ૧ કપ , ૧” x ૧/૪” ની લાંબી પટ્ટીમાં કાપેલું, ૧ કપ , ૨ ટેબલસ્પૂન , ૧/૨ કપ મોટા , ૨ ટીસ્પૂન
અને સ્વાદાનુસાર.

રીત : એક નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં પનીર મેળવી તેને હળવેથી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા પનીરનો રંગ થોડો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લીધા પછી બાજુ પર રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીળી મગની દાળ, પાલક, કાંદા અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યા સુધી રાંધી, ઠંડી થવા બાજુ પર રાખો. જ્યારે દાળ સંપૂર્ણ ઠંડી પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી લીધા પછી તેને ગરણીથી ગાળી લો. આ ગાળેલી પ્યુરીને એ જ પૅનમાં નાંખી તેમાં મીઠું, મરીનું પાવડર અને પનીરના ટુકડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો. ગરમ ગરમ પીરસો. પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત પ્રોટીનયુક્ત બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.

૨. હર્બલ હરિયાળો સૂપ

સામગ્રી: એક ઝૂડી પાલકનાં પાન, ૧૦૦ ગ્રામ કોથમીર, થોડાં ફુદીનાનાં પાન, થોડાં મેથીની ઝૂડીમાંનાં પાન, બે કાંદા, બે ટમેટાં, બે ટેબલ્સપૂન બટર, કાળા મરીનો ભૂકો, સંચળ સ્વાદ પ્રમાણે, મીઠું સ્વાદ પ્રમાણે, બે ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ.

રીત: પાલક, કોથમીર, ફુદીનો તથા લીલી મેથીની ભાજીને સાફ કરીને ક્રશ કરી લેવી. ટમેટાં તેમ કાંદા બારીક સમારી લેવાં. એક પૅનમાં બટર મૂકી એમાં કાંદા તેમ જ ટમેટાં સાંતળવાં. પછી એમાં ભાજીનો રેડી કરેલો પલ્પ ઉમેરવો. પછી કાળા મરી, સંચળ અને મીઠું ઉમેરી દો. ખૂબ ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકાય. એકસરખું ખદખદી જાય અને સૂપ ઘાટો થાય એટલે છેલ્લે ક્રીમ ઉમેરી ટોસ્ટ કે પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.

૩. દૂધ- લીલા મઠનો સૂપ

સામગ્રી: 200 ગ્રામ ફણગાવેલા લીલા મઠ, 1 લીલું મરચું, 1 કળી લસણ, 1 નાનો કપ દૂધ, 2 ચમચા ક્રીમ, વઘાર માટે : 2 ચમચી શુદ્ધ ઘી, પા ચમચી જીરૂં, 2 ચમચા દહીં, 1 ચમચો સમારેલી કોથમીર.

રીત: સૌપ્રથમ 2 ચમચા મઠ પહેલાં કાઢી લો. વધેલા ફણગાવેલા મઠ, લીલું મરચું અને લસણની કળીને મિક્સરમાં બારીક ક્રશ કરી નાખો. સોસપેનમાં કાઢી તેમાં ક્રીમ અને દૂધ ભેળવી સહેજ ઊભરો આવવા દો. એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરૂં નાખો. તે બ્રાઉન રંગનું થાય એટલે ઝડપથી આંચ પરથી ઉતારી લઈ ઠંડુ થવા દો. હવે તેમાં દહીં નાખીને એકરસ કરો. બાઉલમાં ગરમાગરમ સૂપ કાઢી તેના પર વઘાર રેડો અને ઉપર કોથમીર ભભરાવો.

૪. ચાઇનીઝ વેજીટેબલ સૂપ

સામગ્રી: ૧/૨ કપ , ૩/૪ કપ , ૪ ૧/૨ કપ , ૧ ૧/૨ ટીસ્પૂન તેલ, ૧/૨ ટીસ્પૂન , ૧ ટીસ્પૂન ઝીણું , ૧/૨ ટીસ્પૂન ઝીણા , - સ્વાદાનુસાર, ૧/૨ કપ , -સ્વાદાનુસાર, ટૉપીંગ માટે
૧/૨ કપ .

રીત: એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા આદૂ, લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. પછી તેમાં ગાજર અને બ્રોકોલી મેળવી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં ક્લિઅર વેજીટેબલ સ્ટૉક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો. છેલ્લે તેમાં બીન સ્પ્રાઉટસ્ અને કાળા મરીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો. તેની ઉપર ક્રીસ્પી રાઇસ પાથરો. જે તમારા મનને આકર્ષક કરીને ખાવાની ઇચ્છા પ્રબળ બનાવશે. પણ આ સૂપનો ખરો આનંદ માણવા માટે યાદ રાખો કે તેમાં ક્રીસ્પી રાઇસ પીરસતા પહેલા જ ઉમેરવા, નહીં તો તે સૂપમાં તરબોળ થઇ નરમ થઇ જશે.

૫. સૂરણનો સૂપ

સામગ્રી: 250 ગ્રામ તાજા સૂરણ, 250 ગ્રામ તાજું દહીં, 1 ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, થોડું આદુનું છીણ, 1 લીલું મરચું, 1 લીંબુ.

રીત: સૌપ્રથમ સૂરણને ધોઈને 1 કપ પાણી સાથે આદુનું છીણ અને લીલું મરચું નાખી પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થાય એટલે હાથથી દબાવી મોટાં બાઉલમાં તેનો રસ નિચોવી નાખો અને દહીં સાથે મિક્સરમાં નાખી એકરસ કરો. બધો મસાલો નાખી કાચા પૌંઆ ભભરાવી નવશેકા સૂપ પીરસો. શિયાળામાં આ સૂપ શરદીમાં રાહત આપે છે.

૬ મકાઇના દાણા- શાકભાજીનો ભપકાદાર સૂપ

સામગ્રી: ૧ ૧/૪ ટીસ્પૂન , ૧/૪ કપ , ૧ કપ (ગાજર , ફૂલકોબી અને ફણસી), ૪ ટેબલસ્પૂન , ૧ ટેબલસ્પૂન , ૧ ૧/૨ ટીસ્પૂન ઝીણું , ૧ ૧/૨ ટીસ્પૂન ઝીણું , અને - સ્વાદાનુસાર. પીરસવા માટે
.

રીત: એક નાના બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરો અને ખાત્રી કરી લો કે કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી ગયું હોય, તે પછી તેને બાજુ પર રાખો. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં મીઠી મકાઇ, છૂંદેલી મીઠી મકાઇ અને મિક્સ શાકભાજી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. તે પછી તેમાં ૪ કપ પાણી, કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ચીલી ઇન વિનેગર સાથે ગરમ-ગરમ પીરસો. મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા રસાળ શાકભાજી આ સૂપને ભપકાદાર બનાવે છે. એકવાર મકાઇ અને શાકભાજી તૈયાર થઇ જાય, તે પછી આ સૂપ ઝટપટ તૈયાર થઇ જશે.

૭. પાલક-ટમેટાનો રંગીન સૂપ

સામગ્રી: ૧ કપ , ૧/૨ કપ , ૧/૪ કપ , ૧ ટેબલસ્પૂન , ૧ ટેબલસ્પૂન , ૨ ટેબલસ્પૂન ઝીણા , , સ્વાદાનુસાર, ૧ ટેબલસ્પૂન - ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું, ૧/૨ ટીસ્પૂન , તાજું પીસેલું -સ્વાદાનુસાર.

રીત: એક પ્રેશર કુકરમાં મકાઇના દાણા, પીળી મગની દાળ અને ૨ ૧/૨ કપ પાણી મેળવી કુકરની ૨ સીટી સુધી રાંધી લો. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં તૈયાર કરેલું કોર્ન-મગની દાળનું મિશ્રણ, ૧/૪ કપ પાણી, ટમેટા, પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. પછી તેમાં કોર્નફલોરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. ગરમ ગરમ પીરસો. કુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન સૂપને રંગીન અને ખુશ્બુદાર બનાવે છે. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબિત થાય છે. જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે. જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

૮. કોળા- ટમેટોનો સૂપ

સામગ્રી: 250 ગ્રામ કોળુ(પંપકીન), 250 ગ્રામ ટમેટા, 1 કાંદો, 3-4 કળી લસણ, 1 ટી સ્પૂન મરી પાવડર, 2 ટે સ્પૂન ગોળ, 1 ટી સ્પૂન જીરા પાવડર, 1 ટી સ્પૂન મરચું પાવડર, 2 ટે સ્પૂન ક્રીમ, 2 ટે સ્પૂન ઘી અથવા બટર, મીઠું

રીત : કોળુ(પંપકીન) અને ટામેટાના ટુકડા કરી લો. -એક વાસણમાં ઘી અથવા બટર લઇને તેમાં કાંદાના પીસ સાતળો.તેમાં લસણની કળી ઉમેરો. તેમાં કાપેલા કોળા અને ટામેટાના પીસીસ ઉમેરો. તેમાં થોડું પાણી રેડી ચઢવા દો. ટમેટા અને કોળુ ગળી જાય એટલે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. પછી તેને મિક્સ્ચરમાં પીસી ગાળી લો. તેમાં મીઠું, મરી, લાલ મરચું, જીરા પાવડર અને ગોળ ઉમેરીને ઉકાળો. અને ઉપરથી ક્રીમ નાખીને સર્વ કરો.

૯. શેકેલા કેપ્સીકમનો સૂપ

સામગ્રી : 2 મોટા લાલ કેપ્સીકમ , 4 માધ્યમ સાઈઝ ના ટામેટા, તમાલપત્ર, 1 લસણની કળી, 1/2 કપ લો ફેટ મિલ્ક, 1 ચમચી કોર્નફલોર, મીઠું સ્વાદાનુસાર. સજાવવા માટે : 2 ચમચી સમારેલી કોથમીર.

રીત : એક ફોર્ક પર કેપ્સીકમ મૂકી, તાપ પર તે કાળા થાય ત્યાં સુધી શેકી લો. તે ઠંડું પડ્યા પછી ધોઈ તેની છાલ, દાંડી અને બી કાઢી બાજુ પર મુકો. ટામેટાના 4 ટુકડા કરી 3 કપ પાણી નાખી તેમાં તમાલપત્ર અને લસણ નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી ઉકળી લો. પછી તેમાંથી તેજપત્તા કાઢી નાખો. હવે ટામેટા અને કેપ્સીકમને મિક્ષરમાં મેળવી નરમ પેસ્ટ બનાવો. દૂધમાં કોર્નફલોર મિક્ષ કરી તેને બનાવેલી પેસ્ટ સાથે મિક્ષ કરી લો. તેમાં મીઠું ભેળવી ધીમા તાપે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. કોથમીર વડે સજાવી ગરમ ગરમ પીરસો.

૧૦. ટોમેટો સૂપ

સામગ્રી : 1 ટેબલ સ્પૂન માખણ, 500 ગ્રામ ટામેટા, 1 ડુંગળી, 1 ગાજર, 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, ક્રીમ અથવા મલાઈ ટોસ્ટના ટુકડા, મીઠું સ્વાદ અનુસાર, મરીનો ભુકો- ખાંડ જરૂર પ્રમાણે.

રીત: એક વાસણમાં માખણ ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો -આછી ગુલાબી રંગની થાય એટલે તેમાં મીઠું ઉમેરો. ગાજર અને ટામેટા બાફી લો. બફાઈ જાય એટલે તેને મીક્સરમાં ક્રશ કરી લો. તેને સૂપના સંચામાં ગાળી લો. બાદમાં તેને ગરમ કરો. તેમાં સાંતળેલી ડુંગળી, કોર્ન ફ્લોર અને સ્વાદ અનુસાર મીઠુ અને ખાંડ ઉમેરો. ગરમ ગરમ ટોમેટો સૂપ સર્વ કરતા પહેલાં તેના પર ક્રિમ અને ટોસ્ટ ઉમેરો.

૧૧. પાલક સૂપ

સામગ્રી: પાલક પાંચસો ગ્રામ, ટામેટાં ત્રણથી ચાર નંગ, આદું એક ઈંચ, મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ અડધી ટીસ્પૂન, લીંબુનો રસ એક ટીસ્પૂન, બટર બે ટીસ્પૂન, ક્રીમ બે ટીસ્પૂન
કોથમીર સમારેલી એક ટીસ્પૂન.

રીત: સૌ પ્રથમ પાલક, ટામેટાં અને આદુના કટકા કરી તેને બાફી લો. ત્યારબાદ તેની પ્યૂરી બનાવી લો. હવે પ્યૂરીમાં પાંચ-છ કપ પાણી નાખી ગળણીથી ગાળી લો. તેને ધીમા તાપે મીઠું, સંચળ અને મરી નાંખી ત્રણ મિનિટ પકવો. સૂપને તાપ પરથી ઉતારી તેમાં બટર અને લીંબુનો રસ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

***