Sambandho: Amrut ke Zher in Gujarati Short Stories by Boghani Ashish Himmatbhai books and stories PDF | Sambandho: Amrut ke Zher

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

Sambandho: Amrut ke Zher

સબંધોઃ અમૃત કે ઝેર

બોઘાણી આશિષ હિંમતભાઈ

boghaniashish1992@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સબંધોઃ અમૃત કે ઝેર

બોઘાણી આશિષ હિંમતભાઈ

boghaniashish1992@gmail.com

બારાક્ષરીના ત્રણ અક્ષરની મદદથી બનેલા અને લાગણીઓનાં અનેક તાણાંવાણાંઓથી ગુંથાયેલ આ શબ્દ ’સબંધ’ ને પોતાની આગવી ફિલસુફી છે.

એક દિલથી બીજા દિલને લાગણીઓનાં તંતુઓથી જોડતી આ એક આંતરીક જાળ છે. જે એકબીજાને સ્પર્શવા છતાં પણ અદૃશ્યરૂપ છે. મને ખુદને સબંધો વિશે ઝાઝી સમજણ નથી, જો હોત તો કદાચ મારા અગંત સબંધો બહુ જ સુમેળભર્યા જ હોત! પણ ખેર, મારા અંગત સબંધો પણ કડવાં છે, ખાટાં છે, સ્વાદ રહિત તુરાં છે, તદન બેસ્વાદ એવા મોળાં પણ છે અને મધથીયે પણ મીઠાં છેં. આ સબંધો હોવાનો મને જેટલો ગર્વ છે તેટલું જ તુટેલા સબંધનું દુઃખ પણ છે, જે દિલના કોઈક ખુણામાં ક્યાંક પડેલું છેં, પણ એક વાત ચોક્કસ છે કે’ સબંધ’ હોવાનો આનંદ અનેરો અને અવિસ્મરણીય હોય છે.

અત્યારે મારાથી જે કાંઈ તુટેલું ફાટેલું લખાઈ રહ્યું છે તેનું પીઠબળ પણ એક સબંધ જ છે ! આ સબંધ છે શું? આ તે વળી કઈ બલાનું નામ છે? આવા સવાલો આપણાં દિલો-દિમાગમાં ઉદ્‌ભવે છે તે સ્વાભાવિક છે પણ પણ પણ જરા થોભો ભાઈ... પણ કેમ? એ એટલા માટે કે મારી દૃષ્ટિએ તેની કોઈ વ્યાખ્યા નથી, ફક્ત સમજણ છે.

અને તે પણ મારી. જેનું અસ્તિત્વ જ કાફી છે અને તે જ તેના હોવાનો એક પુરાવો છે તો તેના આગળ વ્યાખ્યાની શું વિસાત? આ શબ્દોરૂપી પાળથી સમુદ્રરૂપી સબંધોના મોજાને બાંધી નાં શકાય, તેને તો અનુભવવા પડે ને દોસ્તો ?

દરેકને પોતાના સબંધો હોય છે અને તેની આગવી વ્યાખ્યાં પણ હોય છે અને હા કદાચ સમજણ પણ હશે એટલે કે દરેક વ્યકિત પોતાની આગવી સબંધોની દુનિયામાં વાઈ-ફાઈ વગર જ કનેક્ટ થયેલો હોય છે પછી ભલે ને તેનાં નેટવર્ક માં સમસ્યાં કેમ ના હોય? દુનિયાનો કોઈપણ વ્યકિત પછી તે ભલે ને તે ભિખારી કે પાગલ કેમ ના હોય તેણે પણ પોતાનું સંબધોનું જાળું રચેલ હોય છે. તેઓ પણ પોતે પોતાની રચેલ આ જાળમાં રચ્યાં-પચ્યાં રહેતાં હશે. તેના સબંધો પણ બંધાતા હશે.

વટવૃક્ષ બનતા પહેલાં તુટી જતાં હશે અને કદાચ ફરીથી નવા જ આયામ સાથે ઊંભરીને બહાર આવતાં હશે.

માનવી સામાજિક પ્રાણી છે અને તેની સમાજરચના પાછળ નું જવાબદાર કારણ કદાચ ’સબંધો’ જ છે. આપણાં ખુદનું અસ્તિત્વ પણ એક સબંધને આધારે જ બન્યું છે તે વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી જ રહી. ઉદભવેલો એક સબંધ બીજા સબંધોને જોડે છે અને સબંધોનું જાળુ તૈયાર થાય છે અને જેને કદાચ આપણે આપણાં લોકો છે તેવું કહીને કોલર ઊંંચા ખેંચતા હોઈએ છીએ.

જેવી રીતે એક રંગોળીને પુરી કરવામાં માટે જેટલાં ટપકાંઓ અને રંગો જરૂરી છે તેવી જ રીતે સબંધોરૂપી રંગોળીને પુરી કરવામાં પરસ્પરની લાગણીઓ, પ્રેમ તથા હુંફરૂપી રંગો અને ટપકાંઓથી જ આ જાળું મજબુત બને છે.

હું ’સબંધો’ને ડુંગળી સાથે સરખાવું છુ, જેમ જેમ આપણે ડુંગળીમાંથી ફોતરાં કાઢતાં જીએ કાઢતાં જીએ તેમ તેમ તેનું કદ નાનું થતું જાય છે અને એક સમયે તેનું અસ્તિત્વ જ મટી જાય છે, આવું જ કાંઈક સબંધોનુ છે જો સબંધોમાંથી પરસ્પરનો પ્રેમ, હુંફ અને લાગણીઓરૂપી ફોતરાં કાઢતાં જીએ તો તે કહેવારૂપી અને ફક્ત ઔપચારીક જ બની ને રહી જાય છે.

માનવી પોતાના સબંધોને આધારે જ કદાચ જીવતો આવું પણ કહીએ તો જરા પણ અતિશ્યોકિત નથી. આ સબંધોની દુનિયા ખુબ જ વિશાળ છે જેમાં આપણને અમુક સબંધો તો કુદરતની દેનથી મળેલાં હોય છે અને બીજા આપણે બનાવતાં હોઈએ છીએ.

એ બિલકુલ જરૂરી નથી કે લોહીનાં સબંધો ખુબ સારાં અને પ્રેમાળ હોય, ક્યાંરેક આ જ સબંધોનું રૂપ ખુબ જ ભયાનક અને વિકરાળ હોય છે. એવું પણ બને લોહીના સબંધથી પર, નાત-જાતના સબંધોથી અને ધર્મના છેવાડાને વિંધતો કોઈ સબંધ લોહીના સબંધોથી વધારે રસદાર અને મજબુત હોય છે.

સવાલ અહીં એ થાય છે કે આખરે આ સબંધોની જરૂર શે છું? તો તેનો જવાબ ફક્ત એટલો જ છે કે તેનાંથી કાંઈ ભૌતિક ચીજવસ્તુ મળતી નથી હા કદાચ સબંધોને લીધે આપ લે થાય તેવું બને, પણ તેનાંથી એક આંતરીક આનંદની અનુભુતિ થાય છે જેને ના તો ત્રાજવામાં તોલી શકાય કે ના તો હીરા જવેરાતથી મુલવી શકાય.

દરેક વ્યકિત પોતાના મન અને બુદ્વી વડે આ જાળું રચે છે અને તેનાં જ કારણે તે સુખી કે દુઃખી થાય છે ! જેમ જીંદગી જીવવાનાં કોઈ નિયમો નથી તેમ સબંધો કેમ બાંધવા, તેને કેમ માવજત આપવી અને વટવૃક્ષ કેમ બનાવવું કે ઉગતાં જ ડામી દેવો તેનાં કોઈ નિયમો નથી. રચાતો કોઈપણ સબંધની ઈમારતનું નિર્માણ બાંધનારની પરસ્પરની સમજણ અને અપેક્ષારૂપી પાયા પર થતું હોય છે.

આપણે એવા સબંધો બાંધી શકીએ કે આપણે ચાર-પાંચ વ્યકિતમાં પુજાઈએ અને એવાં પણ સબંધો બાંધી શકીએ કે જેથી આપણાં મૃત્યું વખતે નનામીને કાંધ આપવા ચાર વ્યકિતઓ પણ નસીબમાં ના હોય.

પસંદગી આપણે કરવાની હોય છે અલ્ટીમેટલી ચોઈસ ઈજ અર્વસ. વાતાવરણમાં થયેલ તાપમાનના ફેરફારને થર્મોમિટરથી માપી શકાય છે પણ બે વ્યકિતઓ વચ્ચેનો સબંધ કેવો છે તેનું કોઈ બેરોમિટર નથી. બહારથી જોઈને આપણે તે પણ અંદાજ ના લગાવી શકીએ કે કોઈપણ બે વ્યકિતઓ વચ્ચેનો સબંધ કેવો છે. એવું પણ બની શકે કે એકસાથે હરતાં-ફરતા અને એક છત નીચે જ જીવતા લોકોના સબંધો સુમેળભર્યા જ હોય,એવું પણ બને કે તે સબંધોનું સત્ય સાવ અલગ જ હોય.

હાસ્ય કલાકાર શ્રી ધીરૂભાઈ સરવૈયા એ સબંધોને એક શેર મારફત પોતાના આગવા અંદાજમા રજુ કર્યો છે.

"ખબર ના હતી કે જીંદગીને રંગત મળી જશે,

આપના જેવા સાથીની સુવાળી સંગત મળી જશે."

આપણને કોઈ પુછે કે સબંધો કેવા હોવા જોઈએ તો તેના જવાબો આપણી પાસે કદાચ તૈયાર હોય પણ તે જ જવાબો આપણે આપણાં તુટતા સબંધો અને તુટી રહેલાં સબંધો પર લાગુ પાડી શકતા નથી. જેવી રીતે યોગ્ય રાસાયણીક સંયોજન ભેગાં ના થતાં ધડાકાં થાય છે તેવી જ રીતે એકબીજાની અપેક્ષા પુરી ના થતા સબંધોમાં તનાવ ઉત્પન થાય છે અને તુટી જાય છે. મોટાભાગના તુટતા સબંધો પાછળનું કારણ વચ્ચે આવતો અહમ અને અપેક્ષા જ છે.

દરેક વખતે સબંધો તુટવા પાછળ માટે જવાબદાર કારણો આ જ હોય તે જરૂરી નથી. દરેકને એવી ઈચ્છા હોય છે કે સામેનો વ્યકિત મારી કાળજી રાખે. મને પ્રેમ આપે પણ આપણે કેમ ભુલી જીએ છીએ કે સામેના વ્યકિતની પણ અપેક્ષા આપણા પર તેટલી જ હોય છે.

દુનિયાનો કોઈપણ માણસ સબંધો વગર જીવી શકતો નથી પછી ભલે ને તે કોઈ અલગારી સાધુ કે સંત કેમ ના હોય અંતે તેણે પણ પોતાની જાત સાથેનો સબંધ હોય છે તે વાસ્તવિકતા આપણે નકારી શકીએ તેમ નથી. સમય સાથે આ સબંધો તદન નવા રંગરૂપ સાથે ઊંભરી આવે છે.

સબંધોને લીધે જીવન દીપી ઉઠે છે અને કડવું ઝેર જેવું પણ બને છે. આપણે આપણા સબંધોથી આપણા જીવનને અમૃતરૂપ બનાવવું કે ઝેર જેવું છે તે આપણાં પર જ આધાર રાખે છે. અલ્ટીમેટલી ધીસ ઈજ અર્વસ ચોઈસ એન્ડ અર્વસ રિલેશનશીપ...

તો શું લાગે છે દોસ્તો, ચાલો આપણે આપણા સબંધોના ફલેશબેકમાં જીએ અને મુરજાઈ ગયેલા અને ભાંગીતુટી પડેલા સબંધોને એક વાર ફરી પ્રેમરૂપી અંજળી છાંટીને અથવા તો એક વાર સોરી કહીને તેને નવપલ્લવિત કરવાનો અવસર આપીએ.

હું તો ચાલો એક સબંધને જોડવા ફોન જોડુ છુ તમે ક્યારે જોડશો?

નામઃ બોઘાણી આશિષ હિંમતભાઈ

મોઃ ૯૯૭૪૩૩૯૦૯૦

ઈમેલ : boghaniashish1992@gmail.com