Vaishya books and stories free download online pdf in Gujarati

વૈશ્યા - National story compation-jan

વૈશ્યા!!!

ભાવેશસિંહ પરમાર

શાંત પડેલી જિંદગીમાં આવેલા યૌવાનીના તુફાને સીમાની બધી જ સીમાઓ તોડી નાખી હતી, પૈસા કમાવવાની ધુને એના એકલવાયા જીવનને તે ગમે તે મોડમાં મરોડવા તૈયાર હતી. આ ધુને ચડી તે ક્યારે શરીર વેચવાના ધંધે ચડી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો...

સમય અને સીમાએ અપનાવેલા રસ્તાએ તેના જેવા લોકો સાથે ભેટો કરાવ્યો અને તે કોઠામાં ભરતી થઈ.આ સાથે વેશ્યા તરીકેના બધા જ નિયમો પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી.નિયમો પાળવા અઘરા હતા પણ સજાના ડરે એણે આ નિયમોનું પાલન કરવા મજબૂર કરી લીધી હતી.

એક દિવસ તો સીમા રમાને વાત કરતી હતી કે આવા તે નિયમ હોય કઈ...ધંધાના સમયે કોઈ પણ વ્યક્તિગત કામ આવવું જોઈએ નહીં, અરે એ તો ઠીક પણ આ નિયમ મને સમજાયો નઈ રમા કે કોઈ પણ મરદ આવે ભલે દેખાવે સારો નો હોય, પણ એને જે ગમે એ એની સાથે ના જાય તો એક મહિનાનો પગાર કપાય બોલ... અને દસ વરસ સુધી આપણે આ જ જગ્યા પર રહેવાનું, ત્યારે રમા હસીને બોલી જો કોઈ કદરૂપો મરદ આવે અને એને મરચી (સ્વભાવે કડક હોવાથી મુખ્ય વૈશ્યા રશ્મિને મરચી કહેતા બધા) ગમી જાય ને પછી મરચીનો આચાર કરી નિચોળી નાખે ને તો મજા આવે...આ સાંભળી સીમા હસવા માંડી.

ત્યાં એક ભવરદાર પુરુષ આવ્યો, આમ તો દેખાવડો હતો પણ લગ્ન થયેલ લાગતો હતો..ખેર પણ આ બધાથી સીમાને તો કઈ લેવા દેવા હતું નહીં...પેલા પુરુષે આવી બધી બાજુ નજર ફેરવી, કોક ખૂણામાં બેઠી હતી અને કોક સીડી ઉપર તો કોઈ અગાસી પર ઉભી ઉભી સીટી મારીને તેના તરફ ધ્યાન દોરવાનો ઈશારો કરી રહી હતી.સીમાએ પલાઠી ખોલી અને પોતાની જાંઘ પર હાથ ફેરવવા લાગી અને જેવી એણે હોઠને મરોડ આપી ત્યાં પેલાનું ધ્યાન સીમા પર ગયું અને સીધો અંદર આવવા ઈશારો કર્યો.આ જૉઈ બીજી ત્યાં બેઠેલી એ મોં બગાડ્યું અને અમુક તો બબળવા લાગી કે આની માં પણ રાંડ હશે ત્યારે જ તો ઘરાક ને આકર્ષવાની નવી નવી કળા અજમાવ્યા કરે..આ બીજી વૈશ્યાઓની ચીડ પણ સ્વાભાવિક છે કેમ કે એનો પગાર કેટલા લોકોએ એને પસંદ કરી એના આધારે હતો માટે ચીડ ચડે એ સ્વાભાવિક છે..

સીમા રૂમની અંદર ગઈ અને કળ બંધ કરી અને ત્યાં થોડીવારમાં પેલો પુરુષ ઢેર થઈ ગયો ને સીમા ઉભી થઇ અને કપડાં પહેરી કળ ખોલી બહાર નીકળી, થોડીવાર બાદ પેલો પુરુષ શર્ટના બટન બંધ કરતો કરતો રશ્મિ પાસે ગયો ને બોલ્યો કેટલા થયા.. ત્યાં રશ્મિ બોલી અલ્યા કેમ પત્ની ખવડાવતી નથી કે શું? આટલી વારમાં બહાર નીકળી ગયો, કે પછી સીમામાં મજા ના આવી? ત્યાં પેલો બોલ્યો ના ના, સીમાએ તો એની સીમા જાળવી પણ હું અસ્થિર બની ગયો, સાલું આ રોજ રોજની પત્નીની જિકજીક થી કંટાળી ગયો છું, ચલ 300 રોકડા કર નહિતર તારી બાઇડી તને આ બાજુ જોઈ ગઈ તો ખાવાનું આપે ને એ પણ બંધ કરશે, આટલું બોલી હસવા લાગી અને પેલો પુરુષ પૈસા આપી બહાર નીકળી ગયો...

ત્યાં બીજી તરફ દરવાજેથી એક તરુણ અવસ્થાનો છોકરો અંદર આવ્યો અને એણે આવતા જોઈ રશ્મિએ તરત બૂમ પાડી સીમા... અરે ઓ સીમા...ક્યાં મરી ગઈ જલ્દી આવ તારો આશિક આવ્યો છે, ત્યાં રમા બોલી આવે બે મિનિટમાં બાથરૂમમાં છે.. પેલો યુવાન બહાર થોડીવાર ઉભો ત્યાં અગાસી ઉપરથી એક સ્ત્રીએ પેલા છોકરાને કહું, અલ્યા ઓઈ તે સીમા પર જ તારી સીમા બનાવી દીધી કે શું? ક્યારેક અહીંયા તો ઘાસ નાખી જો... બીજી વાર સીમાની સામે જોતા પણ ભૂલી જાય..પેલી વધુ બોલે ત્યાં સીમા આવી ને બોલી, આ સીમાનું ધરાક છે એકવાર નાક ઉતારી લે પણ બીજી કોઈ સામે કપડાં નો ઉતારે..આટલું બોલી સીમા પેલા યુવાનનો હાથ પકડી રૂમમી લઈ જાય અને ત્યાં પેલો પ્રેમમાં મશગુલ યુવાન સીમાના શરીરને માણવા કરતા તેના આત્મા સુધી પહોંચવાના પ્રયત્નમાં હોય છે. સીમાના શરીરના એક એક વસ્ત્ર ખોલતાની સાથે તે યુવાન પોતાની દિલની વાતો પણ સીમા સામે ખોલતો હતો, અને કહેતો હતો કે આ વખતે એક ચોપડી વહેંચી તને મળવા આવ્યો છું, હવે મને તારી તલબ ચડે છે, તારી સાથે પ્રેમની બે વાતો ના કરું તો અંદરો અંદર ઘૂંટાય જાઉં છું આટલું બોલી સીમાના હોઠની નજીક આવે અને એકવાર સીમાની આંખોમાં જોઈ અને પોતાની આંખો બંધ કરે છે અને સીમા તેના હોઠ પેલા પુરુષને સમર્પિત કરી દે છે અને ધીરે ધીરે ખુદ સંપૂર્ણ રીતે શરીરથી પેલા યુવાનને સમર્પિત થઈ જાય છે.. ખાસા સમય પછી પેલો યુવાન સીમા પરથી ઉભો થાય અને સીમાને ઉભી કરી અને તેનો હાથ પોતાના હાથમાં લઈ એકવાર નિર્વસ્ત્ર સીમા પર નજર નાખે છે, સીમાના હોઠ પરની વીખરાયેલ લિપસ્ટિક પેલા યુવાનની ઉમળતી યુવાની બતાવી રહી હતી.યુવાને સીમાનો હાથ પોતાના હાથમાં લીધો અને સીમાને સુવડાવી, સીમાને લાગ્યું કે આની અંદરનો કામદેવ ફરી જાગૃત થયો પણ ત્યાં તે તેની બાજુમાં સૂતો અને સીમાનું મો તેના તરફ કર્યું અને બોલ્યો , તું ફક્ત મારી છે. હું તને અહીં જોઈ નથી શકતો પણ હું કરી પણ શું શકું?જો તારી મરજી હોય તો આપણે ભાગી જઈએ. આ વાતો સીમા માટે નવી ના હતી , કદાચ આ યુવાન પૈસા વાળો હોત તો સીમા પણ કંઈક વિચારેત પણ આ તો લુખ્ખો હતો એ જાણતી હતી માટે સીમાએ કઈ જવાબ ના આપ્યો કેમ કે સીમાને ખબર હતી કે આ કામનાની ઈચ્છા માણસના માનસને બદલાવતા વાર ન લગાડે. અંતે થોડીવાર સીમા સામે તાકતો રહ્યો પછી ઉભા થઇ કપડાં પહેરી બહાર નીકળ્યો, ત્યાં રશ્મિએ આંગળીઓથી ઈશારો કર્યો કે 600 રૂપિયા થયા, પેલો યુવાન પૈસા આપી જતો રહ્યો.સીમા પાસે ખુદને પલંગ પરથી સમેટવા જેટલી તાકત રહી ના હતી.માંડ માંડ ઉભી થઇ અને કપડાં પહેરી બહાર નીકળી ત્યાં રશ્મિ બોલી આજકાલ તું સારી ડિમાન્ડમાં છે સીમા...આવું જ ચાલતું રહ્યું ને તો તું તો બે વર્ષમાં લખપતિ બની જઈશ, આ વાક્ય સાંભળી સીમાનો બધો જ થાક દૂર થઈ ગયો, તે જલ્દીથી નહાવા ગઈ કે જેથી વધારે ઘરાક ને આકર્ષે...

બસ હવે રાત થવા આવી હતી અને ધીરે ધીરે રાત રસીયા અહીં આવવા લાગ્યા થોડીવાર થઈ ત્યાં સીમા પર ફરી એક ચાહકનું દિલ આવ્યું, સીમા અંદર ગઈ પણ આ માણસ તો આગળ જે યુવાન આવ્યો એનો પિતા હતો.પણ અહીં તો શુ?અહીં બધા સરખા, જે પૈસા આપે એ જ પતિ પછી ભલેને 60 વર્ષનો હોય.અમુક લોકો વૈશ્યા પાસે ખૂટતો પ્રેમ મેળવવા તો અમુક કોઈની ભળાશ નીકળવા તો અમુક અમીરજાદા સમય નીકળવા આવે પણ સીમા સમજી ગઈ હતી કે ગમે તે થાય સામે વાળો ખુશ થવો જોઈએ કેમ કે આ બન્ને તરફો ધંધો નથી કે ગ્રાહક અને વેચનાર બન્ને ખુશ રહે..અહીંયા ફક્ત ગ્રાહક ખુશ રહેવો જોઈએ, અહીં ફક્ત પૈસાનું મૂલ્ય છે લાગણીનું નહિ..સીમા હજુ વિચારમાં ખોવાઈ ગઈ તેને ખ્યાલ જ ના રહ્યો કે કોઈ તેના શરીર સાથે રમી જતું રહ્યું, પોતાને ફરી સમેટી સીમા હવે સુવા નીકળી.આજે પાંચ મહિનામાં પહેલીવાર સીમાને ચેન નહતું પડતું, તે માનસિક રીતે થાકી જતી હોય એવું એણે લાગવા માંડ્યું.

હજુ તો ગહેરી ઊંઘમાં સીમા પહોંચવાની જ હતી ત્યાં એના રૂમના બારણે ટકોરા સંભળાયા, સીમા જલ્દી સારી રીતે તૈયાર થઈ જા, ઇમરજન્સીમાં ઘરાક આવ્યું, પૈસાનો ઢગલો કરી દેશે જલ્દી ચાલ...આ અવાજ રશ્મિનો હતો, સીમા અડધી ઊંઘમાંથી ઉઠી અને તૈયાર થવા લાગી, એ અંધકાર ભરી રાત્રીમાં એનું શરીર લાગણી વિહીન બની ગયું હતું.એ ખુદને હવે માંડ માંડ સાચવતી હતી, તૈયાર થઈ તે રૂમ તરફ ગઈ તો સામે એક કદરૂપો પુરુષ બેઠો હતો, તેના વસ્ત્રો તેની અમીરાઈ અને તે જે સ્થળે બેઠો હતો એ તેનાં ચરિત્રને દર્શાવતું હતું..એ પુરુષ સીમા સામે ધસ્યો અને જોરથી ધક્કો મારી બેડ પર સુવડાવી અને ચીર હરણ કરતો હોય તેમ કપડાં ફાડવા લાગ્યો, આ જૉઈ સીમા ડઘાઈ ગઈ પણ તે બૂમ પાડી શકે તેટલી શક્તિ રહી ના હતી, તે પુરુષ સીમાના શરીરને કચડતો હોય એવું લાગી રહ્યું હતું, અને તે કશુંક બબડી રહ્યો હતો કે તે મને ઠુકરાવ્યો.. તું છે કોણ?અને તારી પાસે છે શું?તું મારી સગાઈના પ્રપોઝલને ઠુકરાવી કેમ શકે...નમ્રતા હું તને નહિ છોડું.. આ પુરુષના શબ્દો સાથે તેનો આક્રોશ સીમાના શરીર પર નીકળી રહ્યો હતો, તેણે સીમાના શરીરને 3 કલાક સુધી મરોડયું, એના આક્રોશે સીમાના શરીર પર આછા લોહોની છાપ છોડી દીધી હતી, શરીર પર અલગ અલગ જગ્યાએ નખથી ટીસીઓ પાડી દીધી હતી, તે પુરુષ ઉભો થઇ બહાર નીકળી ગયો પણ સીમા વસ્ત્ર પહેરી શકે એટલી હિંમત આજે એની પાસે રહી નહતી..તે આજે પેલી વાર પોતાની હાલત પર રડતી હતી અફસોસ કરી રહી હતી કે શું કામ તેણે આ કામ પસંદ કર્યું.આજે તેનું મગજ બહુ ઉથલામણમાં હતું.સીમા ને હવે પૈસા મૂકી પોતાના મૂલ્યના કિંમતની ચિંતા થવા લાગી કે હું આ પૈસો લઈ શુ કરીશ?મારી પાસે ખુદનું મૂલ્ય જ નથી કે ખુદની ઈચ્છાઓ.. તો પછી આ પૈસો શુ કામનો?અહીં સામેવાળાની ઈચ્છા જ સર્વોપરી હોય અને લોકો શુ કામ અહીં આવે?કોઈ ન મળતો પ્રેમ પામવા તો કોઈ પુસ્તક વેંચી ખુદની ઈચ્છા પૂરી કરવા તો કોઈ ક્રોધ ઉતારવા... અને આજે સીમાને પોતાની પદવી શુ આ સમાજમાં એ વિચાર કર્યો ત્યાં જ રડી પડી અને એના આંસુ વહેતા હતા પણ મુખ પર કોઈ ભાવ નહતો કેમ કે પોતાનો ભાવો સંતાડવાની આદત પડી ગઈ હતી.એના આંસુ પણ સ્વાભાવિક હતા કેમ કે ક્યારેક કોઈ યુવાન ચૂંથી જાય તો ક્યારેક તે જ યુવાન નો પિતા તો પછી તેની પદવી કઈ?કોઈની મા કે કોઈની વહુ? આજે સીમાને બ્રહ્મજ્ઞાન મળ્યું હોય એવું લાગ્યું, સીમા પોતાના શરીરને સંકેલી ને ઉભી થઇ અને આંસુ લૂછી અને કડક બની અને બોલી હવે બહુ થયું.. હવે ખુદ માટે જીવીશ, ભલે કોઈના ઘરના વાસણ સાફ કરવા પડે પણ ખુદની એક અલગ પહેચાન તો હશે, પૈસા ભલે ઓછા મળે પણ સ્વાભિમાન તો મળશે, આટલું બોલી રૂમની બહાર નીકળી અને સામેની દીવાલ સામે જોવા લાગી. એના મનના પ્રશ્નોએ અને આંતરિક જવાબોએ એની નિર્બળતા છોડાવી બેઠી કરી અને ભાગવાની હિંમત આપી અને તે સફળ રહી, તે દીવાલ કુદી આ સ્થાનથી હમેશા માટે છોડી નીકળી ગઈ.તે પૈસા લીધા વગર ત્યાંથી ભાગી નીકળી, તેને વિચાર્યું કે મારા અસ્તિત્વ વગરના પૈસાથી નવી જિંદગી નહિ ચાલુ કરું...હું ફરી બેઠી થઈશ..

હવે સીમા શહેરમાં ઘરકામ કરવા લાગી હતી, થોડી મુશ્કેલી પડી પણ તેને એક આનંદ હતો કે ભલે પહેલાની જેમ તે પેટભરી ખાઈ નથી શકતી પણ આજે અડધું પેટ ભરાઈ એટલું ખાઈ છે પણ એ પોતાના માટે... તે તેના જુના ચરિત્રને ભૂલી જ જવા માંગતી હતી. તેના સ્વભાવને કારણે નોકરીએ જતી સ્ત્રીઓ અને પૈસાવાળા લોકો તેને તરત જ હા પાડી દેતા..અને ઓછા બોલવાના સ્વભાવના કારણે ઘરની વાત બહાર જાય એવો ડર પણ સ્ત્રીઓને રહેતો નહતો, સીમા ને પેલા કામ જેટલા પૈસા નહતા મળતા છતાં પણ આ કામ તે દિલ લગાડી કરતી હતી.

એક દિવસ સીમા એક ઘરે કામ કરતી હતી ત્યાં તેની નજર ત્યાં આવેલ મહેમાન પર પડી?અરે એ તો પહેલો યુવાન હતો જે પુસ્તક વહેંચી સીમા પાસે આવતો..પણ આજે તેની સાથે બીજી સ્ત્રી પણ હતી અને તે એની પત્ની લાગતી હતી... સીમાએ પોતાનું મોં છુપાવવાની કોશિશ કરી પણ ત્યાં તો તે પેલા યુવાનની નજરે તે જડપાયય ગઈ, પેલો યુવાન તેની સામે મંદ મંદ હસ્યો, પણ સીમા ઓળખતી ના હોય તેવો ઢોંગ કરવા લાગી.. સીમા પોતાનું કામ ઝટ પતાવવા લાગી, ત્યાં પેલો યુવાન સીમા જે ઘરે કામ કરતી તેના માલિક પાસે જઈ સાવ નજીક બેસી ગયો અને સીમા સામે જોઈ ધીરે ધીરે કાનમાં કંઈક કહેવા લાગ્યો.. આ સાંભળી બન્ને યુવાન હસ્યાં અને થોડીવાર રહી બન્ને યુવાનોએ તેની પત્નીઓ ને કહ્યું કે ખરીદી કરવી હોય તો જઈ આવો પછી સમય નથી....આ સાંભળી સીમા ગભરાઈ ગઈ અને હજુ જવાની પરવાનગી માગે એ પહેલાં તેની માલકીન બોલી સીમા તું ચા અને જમવાનું બનાવી રાખ ત્યાં અમે શોપિંગ કરીને આવીએ..કોઈની સામે ન બોલવાની આદત આજે સીમાને ભારી પડી..હવે સીમા કશું બોલે એ પહેલાં બન્ને સ્ત્રીઓ જતી રહી..

સીમા જલ્દી રસોઈ બનાવી નીકળવા માંગતી હતી, ત્યાં પેલો યુવાન અંદર આવ્યો અને સીમાને પાછળથી કમરથી પકડી લીધી અને કહેવા લાગ્યો, જો શાંતિથી ઈજ્જત બચાવી કામ કરવા ઇચ્છતી હોય તો અમારી સામે બેઈજ્જત થઈ જા...સીમા કશું જ બોલી નહિ, પેલા યુવાનનો હાથ સીમાના આખા શરીરમાં રમવા લાગ્યો, સીમા રોકવાનો પ્રયત્ન કરવા ગઈ ત્યાં તેની જૂની દુનિયા યાદ આવી, તે હવે ત્યાં જવા નહતી માંગતી... તેણે વિચાર્યું કે જો અહીં બધાને મારો ભૂતકાળ ખબર પડશે તો મારી પાસે જવા માટે એક જ જગ્યા ખુલી રહેશે..એના કરતાં આ છેલ્લી વાર સોદો કરી લઉં, સીમાના શરીર પરના વસ્ત્રો ધીરે ધીરે સરકતા ગયા, સીમાનું શરીર લાંબા સમય પછી આજે તૂટી રહ્યું હતું...જેમ કુતરાઓ માંસના ટૂકડા વિખતા હોય તેમ, પેલા બે યુવાન એકસાથે સીમાને વિખી રહ્યા હતા..સીમાના જુના જખ્મો તાજા થઈ ગયા.. અંતે પેલા પુરુષોએ સીમાનું શરીર છોડ્યું, પણ સીમા હજુ ડરથી ધ્રુજી રહી હતી... તેને પોતાને સમેટી અને જલ્દી ત્યાંથી નીકળી ગઈ.

આ બધું થયું એના જખ્મો સીમા ભુલાવી શકી ના હતી.ત્યાં તે આજે બીજાના ઘરે હતી અને તેના માલિકે કહ્યું કે મને તારા વિશે બધી ખબર છે, પેલા બાજુવાળાએ મને બધું કહી દીધું..હવે શરમાવવાનું છોડ અને ચાલ અંદર, આ સાંભળી સીમાને એની હાલત પર થોડીવાર માટે તો રોવું આવ્યું પણ એને પેલા માલિકને આજીજી કરી પણ હવસની આગમાં ડૂબેલા ને સમજાવવું વ્યર્થ હતું.અંતે સીમા હારી અને તેનું શરીર ફરી દાવ પર લગાડ્યું, અને જતી વખતે આ વાત બીજાને ન કહેવા વિનંતી પણ કરી...

પણ હવે આ રોજનું થવા લાગ્યું, સીમા ને હવે આ જગ્યા અને લોકોથી ઘૃણા થવા લાગી..તેણે કઠોર બનવાનો નિર્ણય કર્યો.. તે ઘણી હદ સુધી જીતી પણ ગઈ, અમુક લોકો સીમાને છેડતા તો તેની પત્નીને કહી દેવાની ધમકી આપતી તો કોઈ તો એની આખોંથી જ જવાબ મેળવી લેતું, પણ એક દિવસ તે એક ઘરે કામ કરી રહી હતી, ત્યાંના માલિકે તેના પર બળજબરી કરી પણ આ વખતે સીમાએ વળતો પ્રહાર કર્યો ને એક તમાચો લગાવી દીધો... પેલો માલિક બહુ ગુસ્સે ભરાયો તેણે સીમાની સાડી ખેંચી અને ફેંકી દીધી અને પછી બુમો પાડવા લાગ્યો... થોડીવારમાં લોકોનું ટોળું ભેગું થયું.સીમા કશું બોલે એ પહેલાં પેલો વ્યક્તિ બોલ્યો આ રાંડ મારા પર જબરદસ્તી કરી રહી હતી, એ મને ફસાવી મારા પૈસા પર મોજ કરવા માંગતી હતી.આમ ભોળી દેખાય પણ આજે જે કૃત્ય કર્યું એ કહેતા પણ મને શરમ આવે, આ જો વધારે સમય રહી તો આપણી સોસાયટીને ગંદી કરી મુકશે..આ સાંભળી ને સીમાના કઠોર બનવાથી જે લોકોને સીમા પર ગુસ્સો આવ્યો હતો એ સમર્થનમાં જોડાયા, અને પોતાના પુરુષને પોતાનો જ રાખવા માંગતી સ્ત્રીઓ કે જે હકીકતથી પરે હતી એને મળી અને સીમાનો હાથ પકડી સીમાને સોસાયટીની બહાર ધક્કો માર્યો, ત્યાં લોકોનું ટોળું જમા થયું અને એક જ અવાજ ગુંજતો હતો..સાવ નફ્ટ સ્ત્રી છે, ચહેરો જ ભોળો છે બાકી ચરિત્રથી તો રાંડ છે...આવું લોકો કહેતા હતા, આ કહેનાર માટે તો સહેલું હોય, અને કહેનાર તો સાવ હકીકતથી પરે જ હોય....

સીમા પોતાનો સમાન લઈ અને બસ સ્ટેશને ઉભી હતી અને મનમાં લાખો પ્રશ્નોનો જ્વાળા મુખી હતો, અંતે તે એક બસમાં બેઠી અને થોડા સમય પછી એક જગ્યાએ ઉતરી ચાલવા જ માંડી... લાંબો રસ્તો કાપ્યા પછી એક દીવાલ આવી અને દીવાલ પુરી થતા એક દરવાજો અને તેના પર લખ્યું હતું 'કોઠો-અહીં બધી ઈચ્છા પૈસાથી પુરી થાય છે' દરવાજો ખુલ્લો હતો છતાં સીમા દીવાલ કુદી અંદર ગઈ, અને બહાર ગ્રાહકોની રાહ જોતી સ્ત્રીઓ ની નજર સીમા પર સ્થિર થઈ ગઈ....

હકીકતમાં આવું જ થતું હોય દુનિયામાં જેને પોતાની ભૂલ સુધારવી એને લોકો વારંવાર કરેલી ભૂલો યાદ અપાવી જખ્મી કર્યા કરે.. અને એવું નથી કે રેપ ફક્ત શરીર પર થાય તેને જ કહેવાય.... બળજબરીથી થતું કાર્ય એટલે રેપ, અને આજે માણસો એક બીજાના દિમાગમાં પોતાની છાપ બળજબરીથી છાપવા માંગે, તો ક્યાંક નાના બાળકો પર તેના પરિવાર વાળા બળજબરીથી પોતાની ઇચ્છાનો કોથળો મૂકે છે, અહીં એવો મતલબ નથી કે બધા વ્યક્તિ ખરાબ હોય પણ હા આજે આ અંધકાર એટલો વધી ગયો છે કે સારા લોકો દીપની જેમ પ્રકાશિત હશે તો કશું નહીં થાય...હવે સૂરજ બનવાનો વખત આવી ગયો છે..

***