Taiyari books and stories free download online pdf in Gujarati

તૈયારી



બસ સાંજ ઢાળી જ રહી હતી અને રોજની જેમ મને આજે પણ વાંચવામાં ને વાંચવામાં ખબર જ ના રહી કે સાંજ થવા આવી , અચાનક એક મિત્રનો ફોન આવે કે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું તે જોયું તારું નામ ? મેં ના કહી ફોન રાખ્યો અને તરત રિઝલ્ટ જોવા લાગ્યો અને નામ સેર્ચ કર્યું તો દરવખત ને જેમ ફરી આ વખતે પણ થોડા માર્ક્સથી રહી ગયો.

રિઝલ્ટમાંથી મન કાઢી હું વાંચવા ગયો પણ હવે મનને લાખો સવાલોએ ઘેરી લીધું હતું,થોડીવાર તો એ જ ખબર ના રહી કે હું વિચારું છું કે સાવ શૂન્ય થઈ ગયો છું, મેં મારી જાતને વિચારોમાંથી બહાર કાઢી અને અગાસી પર ગયો, ત્યાં જઈ બે ત્રણ મિત્રોનો ફોન આવ્યો એમાંથી એક બે સિલ્કટ થયા હતા તેને અભિનંદન આપ્યા અને જે સિલેક્ટ થયા નહતા તેને 'મારુ પણ ક્યાં થયું' એક કહી આશ્વાસન આપ્યું. જે સિલેક્ટ થયા હતા તેના માટે મને ખુશી હતી પણ અંદર ખુદ માટે એક ખાલીપો પણ હતો, કદાચ રડવા માંગતો હતો પણ આંસુ આવતા નહતા.
સૂરજ ઢળવું ઢળવું હતો ને હું અગાસીના પાળના ટેકે ઉભો હતો અને ઢળતા સૂરજને જૉઈ હું ફરી અનંત વિચારોમાં ખોવાઈ ગયો, વિચારતા વિચારતા આંખ કયારે ભીની થઇ તેનો ખ્યાલ જ ના રહ્યો અને સભાન થયો ને જોયું તો આછું અંધારું થઈ ગયું હતું, મેં એક ઉંડો શ્વાસ લીધો અને ફરી એકવાર ખુદ પર વિશ્વાસ મુક્યો ને ખુદને ઉભો કર્યો. ખુદને ઉભો કરવો એ કામ ખુબ મુશ્કેલ હતું પણ ઘણી બધી અસફળતાએ જાતે જ ઉભા થવાનું શીખવી દીધું હતું. નવી શરુવાતને વધુ આસન કરવા માટે હું હસ્તે મોઢે નીચે ગયો.
ત્યાં એક બહુ અંગત મિત્રનો ફોન પર મેસેજ હતો "મેં લિસ્ટ જોયું મને ખબર તારું નામ નથી, પણ મને વિશ્વાસ છે તારા પર કે તું કરી લઈશ, બસ તું પણ તારા પર વિશ્વાસ રાખજે. આજનો દિવસ મસ્ત કોમેડી વીડિયો જોય પસાર કર ને ખુદને સમય આપ કાલ હું તને કોલ કરીશ, હું આ સમયમાંથી પસાર થયો છું મને ખબર છે આ પળની કિંમત બસ હિંમત ના હરતો. મેં લખ્યું છે તારા માટે કંઈક એ મોકલું છું, બાય...." એનો મેસેજ જોય ફરી ચહેરા પર સ્મિત આવી ગયું અને નવા સફરની હિંમત પણ.

અમુક લહેર કાંઠા સુધી ના પહોંચી તો શુ થયું,
અમુક શબ્દો ગળે જ રહી ગયા તો શું થયું,
અમુક રસ્તાઓને મંઝિલ ના મળી તો શું થયું,
મને વિશ્વાસ છે તારા હોવા પર,
તુફાન બની એક દિવસ કાંઠા ને પણ ભીંજવીશ તું,
રહી ગયા જે શબ્દો ગળે તેને કલમથી નીચે ઉતારીશ તું,
અમુક રસ્તે ના મળે મંઝિલ તો શું થયું,
પથિક બની આખી પૃથ્વીને પગ નીચે લાવીશ તું.....


Note - તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમે પાસ થાવ કે ના થાવ પણ તમે ઝીંદગીના ઘણા પડાવ અજાણ્યે પાર કરી લો છો જેમ કે ઠાહેરાવ, જાતે જ ઉભા થતા, અંદરની લડાઈ છતાં ચહેરા પર સ્મિત, ઘણી ના કામયાબી પછી વાણીમાં આવતો બીજા પ્રત્યે આદર... તો પરીક્ષાના પરિણામ પર આધારિત થયા વગર બસ એક મંઝીલ પામવાની છે એવા હેતુથી પથિક બની તૈયારી ચાલુ રાખો અને જિંદગીમાં કશુંક નવું શીખવાની ભાવ સાથે મંઝીલ તરફ આગળ વધતા રહો આના લીધે જીવન પરીક્ષાલક્ષી બનશે પણ જિંદગી એ પરીક્ષાના પરિણામ પર આધારિત નહિ બને, અને જ્યારે પણ બહાર નીકળશો તો સારા બનીને નીકળશો જો પરિણામ તમારી બાજુ રહ્યું તો સારા ઓફિસર બનશો અને જો પરિણામ વિપરીત રહ્યું તો સારા માણસ બનશો.