All the best... books and stories free download online pdf in Gujarati

All the best...

All the best .....

Name : Shilpa Desai

Email :

Mob # +919825450460

All the best .....

હમણા દસમા / બારમા ની પરીક્ષાઓ રંગેચંગે અધવચ્ચે પહોચી છે. આ બે વષૅ કારકિૅદી બનાવવા માટે અગત્યના છે એટલે આ બે વષૅની પરીક્ષાઓને અન્ય વાષિૅક પરીક્ષાઓ કરતા વધુ લાડ-પ્યાર અને મહત્વ મળેલા છે. કારકિૅદી પ્રત્યે ગંભીર હોય કે ન હોય મોટાભાગના વાલીઓ વિદ્યાથીૅ પર વષૅ શરુ થતા જ જાતજાતની પાબંદી / મનાઇઓ ફેવીકોલથી ચીપકાવી દે છે. મનોરંજનના નામે મોટુ મીંડુ. જીવનમાથી કામચલાઉ ધોરણે પણ જો આનંદ ઉત્સવ નો છેદ ઉડાડવામા આવે તો વાતાવરણ ભારેખમ થઇ જાય છે એ આપણા સૌનો અનુભવ છે જ. કેટલાક અતિગંભીર મુમુક્ષુઓ ને તો આ દસમા બારમાનુ ભુત એટલુ વળગેલુ હોય છે કે ઘરમા હોય એટલા સભ્યોનુ" બધુ આની પરીક્ષા પછી " એકદમ હોટ ફેવરીટ વાક્ય -તકિયા કલામ - ગાદલા કલામ બની જાય અને પરીક્ષાથીૅની અત્યાર સુધીની વષૅગાંઠો એને જે ગંભીરતા ન આપી શકી હોય એ આ એક બોૅડॅની એકઝામ એને રાતોરાત આપી દે.

આ દસમા બારમાના વિદ્યાથીૅઓ ને શુભેચ્છાઓ રુ-બ-રુ જ આપવા જવાનો રીવાજ ક્યારથી અમલમા આવ્યો એ તો જુલિયન અસાંજે ને પણ ખબર નહી હોય નહીતર એણે ૧0૦% આ બાબતે તહેલકાગીરી કરી હોત.

જો.પરીક્ષાથીૅ પોતાની પરીક્ષા માટે બહુ ગંભીર હોય તો એને આ રિવાજ બહુ બોરીંગ લાગે. છેલ્લી ઘડીનુ IMP વાંચતા / લખતા હોય ત્યા જ આવા શુભચિંતકો ( !!) આવી ચડે. અમે આવા જ એક દસમાના પરિક્ષાથીૅ ને ત્યા શુભેચ્છા સંદેશો , ચોકલેટ . પેન લઇને મળવા ગયેલા. બાબાની મમ્મીએ ડ્રોઇંગ રુમમाથી જ બુમ પાડી :" એ પીંટુઉઉ જો તો કોણ આવ્યુ છે તને બેસ્ટ લક કહેવા ? પાંચ મીનીટ બહાર આય તો દિક્કા" એમનો દિક્કો જો દિવસમા અડધો ડઝન વાર બી પાંચ પાંચ મીનીટ બહાર આવે તો એનો અડધો કલાક બગડે જ બગડે. પીંટુ દીક્કો બબડતો બબડતો પરાણે હસતુ મો રાખીને અમારા ઘીસેલા પીટેલા સવાલોનો જવાબ આપતા આપતા પગે લાગ્યો. અમે ટોકન રુપે એને ચોકલેટ પેન આપ્યા. અચકાતા ખચકાતા સ્વીકારીને એ પાછો ચોપડા ભેગો થઇ ગયો. એય ને પછી પીંટુ ની મમ્મી એ રેકડૅ વગાડવા માંડી. પીંટુ વગર ચોટલીએ ચોટલી બાંધીને કેવી રીતે આખુ વરસ ભણ્યો. પોતે અને પીંટુના પપ્પાએ કેવી રીતે મોરલ - ઇમ્મોરલ સપોટૅ કયોૅ ઇટીસી ઇટીસી. ઇતિસિધ્ધમ કર્યુ ત્યારે રોકડો એક કલાક થઇ ગયેલો એમના ઘેરે હજી તો અમારે બીજા ય કેટલાક વિદ્યાથીૅઓ પતાવવાના હતા તો બેસ્ટ લક બેસ્ટ લક કહીને અમે ય નીકળ્યા.

હવે જેને ત્યા જવાનુ હતુ ત્યા અમારી કલ્પના બહારનુ દ્રશ્ય જોવા મળશે એવી કોને હતી ખબર . . . ખેર અહી અમે જેવી એન્ટ્રી મારી તો બાબાભાઈ નીરાંતવા જીવે ડ્રોઇંગ રુમ મા "ટીવોહમ ..ટીવોહમ " મા મશગુલ અને બાબાભાઈના બહેન ,મમ્મી ,પપ્પા કાપલી -ઉદ્યોગમાં વ્યસ્ત. આ દ્દશ્ય જોઇને અમને " આ ચોરી કરશે / કરાવશે ?" એવી કલ્પના માત્ર થી અમને આઘાત લાગ્યો. અમારા હાવબાવ જોઇને ભાભીએ ખુલાસો કર્યો કે બાબાને પરીક્ષાને લીધે બહુ દોડધામ ,વાંચવાનુ ટેન્શન હોવાથી અમે લોકો એને છેલ્લી મીનીટે વાંચવાની IMP ઓ તૈયાર કરી આપીએ છીએ જેથી એને જરા શાંતી ( !!!) રહે. એટલામા બાબાભાઈના દીદી બાબાભાઈ માટે ખાસ ચિલ્ડ કરેલુ મિલ્ક શેક લઇ આવ્યા. ભેગુ અમનેય આપ્યુ. બાબાભાઈ ટીવી જોતા જોતા આખો ગ્લાસ મિલ્કશેક ગટગટાવી ગયા.અને ફરમાઇશ મુકી "મેગી બનાવો. "સાંભળતાજ બાબાભાઈના પપ્પા પટમાં આવી ગયા.ઘરમા મેગીનો સ્ટોક ખલાસ થઇ ગયેલો ને પછી લાવવાની રહી ગયેલી એટલે સટાક કરતા પપ્પાજી ઉઠ્યા , ફટાક કરતી સ્કુટર ની ચાવી લીધી ને સ્લીપર પહેરતાક ને બહાર. અમેય સમો વરતીને નીકળી ગયા.

બોૅડॅની એકઝામ વખતે આવા બાબાભાઈ / બેબીબહેનોની વાલીઓ દ્ધારા થતી આળ પંપાળ વિશે સ્વ. બકુલ ત્રિપાઠીએ બહુ ધારદાર લેખ લખેલો. આજે વષોૅ પછી બોડૅ ની એકઝામ તો એની એ જ છે પણ એને લગતા ટેન્શન , સ્ટેૃસ , કોમ્પીટીશનમા અનેકગણો વધારો થયो છે. પોતાનુ સંતાન કારકિૅદીમા અગત્યનો ભાગ ભજવતી આ કસોટીઓમા સારી રીતે ઉતિણૅ થાય એટલા માટે વાલીઓ પોતાનાથી બનતી બધી મહેનત કરે છે પણ પાંચ વર્ષ પછી કે એથીય ઓછા સમયમા આ લાડકવાયા મા બાપ સામે શીંગડા ભરાવતા થઇ જાય છે.

ક્રાંવ ક્રાંવ :

---------

કસોટીઓ અનાદીકાળથી ચાલી આવે છે. મહાભારત કાળમા જો શ્રીકૃષ્ણએ અજુૅન ને ગીતાબોધ આપતા પહેલા એમ કહ્યુ હોત કે " હે કૌન્તેય ,આ ગીતાબોધના પ્રશ્નપત્રનેा તારે ત્રણ કલાકમા સંતોષકારક ઉત્તર આપીને ઉતીણૅ થવુ પડશે " તો કૌન્તેયે ડમીરાઇટર ની જાxખ આપી હોત.અથવા દુર્યોધન આણી મંડળીનુ આધિપત્ય સ્વીકરી લીધુ હોત અને યુધ્ધ -યુધ્ધ રમવાનુ માંડી વાળ્યુ હોત.!!!