Pyaar Karke Dekhona books and stories free download online pdf in Gujarati

પ્યાર કરકે દેખોના

પ્યાર કરકે દેખોના....

પટેલ જીજ્ઞા

Pateljigna1190@gmail.com



પ્યાર કરકે દેખો ના.......

પ્રસ્તાવના :-

મિત્રો, મને નાનપણથી જ લખવાનો શોખ છે.જયારે પણ સમય મળે હું કંઇક લખતી રહું છું પણ મને એવું કોઈ પ્લેટફોર્મ ન’તું મળતું પણ હું ઈ-પ્રાઈડ એપ ની આભારી છું.મારી આ રચના ફેમીલી અને મારા એક એવા ફ્રેન્ડને અર્પણ કરું છું જેણે મને હંમેશા મોટીવેટ કરી છે અને મને ઈ-પ્રાઈડ સાથે ભેટો કરાવ્યો છે જ્યાં હું મારી રચના અને મારી ઉર્મીઓને પ્રગટ કરી શકું.

મારી આ સ્ટોરી થોડી વાસ્તવિક અને થોડી કાલ્પનિક છે.પ્રેમની સગાઇથી જોડતા એવા દરેક પ્રેમીઓ માટે જે પ્રેમના ઝંઝાવાતોની સામે ટક્કર જીલે છે.સમાજની પ્રેમને જોવાની વક્ર દ્રષ્ટિનો શિકાર બનતા બે નિર્દોષ જીવ આખી ઝીંદગી બીજાને ખુશ રાખવા માટે દિલને રડાવીને ચેહરાને ખુશ રાખતા ફરે છે.પ્રેમ કરીને જાણે કોઈ અપરાધ કરી નાખ્યો હોઈ તેવું ફિલ કરાવતો આપણો સમાજ.અને એવા સમાજને બે પ્રેમીઓ કેટલા બેશરમ લાગે છે, પણ એ જ લોકો બીજી બાજુ રાધા ક્રિષ્ણનું નામ સાથે લેતા હોઈ છે.ખુદ ભગવાન પણ પ્રેમના પુજારી હતા.એ વાત એમની સમાજ બહારની છે.

પ્રેમ એક સિક્કાની બે બાજુ જેવો છે.જયારે બે વ્યક્તિ પ્રેમમાં હોઈ છે ત્યારે ગમે તેટલા અઘરા કામ પણ સરળ થઇ જતા હોઈ છે.ગમે તે મુશ્કેલીને સાથે મળીને પર કરી જવાની હિંમત આવી જાય છે.બે દિલ એકદમ પારદર્શી બની જતા હોઈ છે.સદાને માટે કોઈનો સાથ મળી જતો હોઈ છે અને “તેરા સાથ હે તો હંમે ક્યાં કમી હે...”બસ બધું પોઝીટીવ- પોઝીટીવ જ .

પણ પ્રેમની બીજી બાજુ મુશ્કેલીઓ પણ એટલી જ ભારોભાર છે.ક્યારેક પ્રેમના નામ પર દગો,ક્યારેક કુમળા દિલને બેરેહમીથી કચડાઈ જવું પડતું હોઈ છે.તો વળી સમાજની આચારસંહિતાણો ભંગ ના થાય એ માટે બીજાને ખુશ રાખવા માટે ખુદ કુરબાન થઇ જતા હોઈ છે.માં-બાપને મનાવવા, લોકોના કટુ વચનો સાંભળવા તૈયાર રેહવું પડે છે.આમ જોવા જૈયે તો એક અઢી ક્ષારનો ‘પ્રેમ’કેટલો મુસ્કેલ છે.પણ પ્રેમ તો પ્રેમ જ છે.જે કરે એ જ સમજી શકે.

“ પ્રેમ પ્રેમ કરતા પ્રેમ ના મળે,

પ્રેમ પામવા પેહલા પ્રેમી બનવું પડે”

પ્રેમ વિષે મેં કોઈ થીસીસ નથી લખ્યું પણ,બસ એક નવી જીવન તરાહ.જે જીવનણો દ્રષ્ટિકોણ બદલી નાખે છે.અહી, રીતેશ અને પ્રીતિ બે એવા પાત્રો જે એકબીજાને પ્રેમ કરે છે.બંને સાથે મળીને સપનાઓ જોવે છે.એક બીજામાં પોતાનું અસ્તિત્વ જોવે છે અને કેટલાય ઉતર ચડાવને સાથે મળીને પાર કરે છે.રીતેશ અને પ્રીતિની એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિ બંનેને એકબીજાના પૂરક બનાવે છે.આશા રાખું છું કે વાંચકોને આ સ્ટોરી પસંદ આવશે.


રીતેશ અને પ્રીતિ બે એવા પાત્રો જે એકબીજાને પ્રેમ કરે છે.બંને સાથે મળીને સપનાઓ જોવે છે.એક બીજામાં પોતાનું અસ્તિત્વ જોવે છે અને કેટલાય ઉતર ચડાવને સાથે મળીને પાર કરે છે.


(1)

આજે એ દિવસ આવી જ ગયો જેનો પ્રીતિને બેસબરીથી ઇન્તેઝાર હતો.સવારે 8 વાગ્યે ઉઠવા વાળી પ્રીતિ આજે 4 વાગ્યે ઉઠી ગઈ. નાસ્તો બનાવીને સંપૂર્ણ ધ્યાન તૈયાર થવામાં લગાવ્યું.છોકરીઓનું પેહલું પ્રિય વસ્તુ જો કોઈ હોઈ તો એ છે ‘ અરીશો’. અરીશાની સામે ઊભીને નખશીખ અવલોકન દિવસમાં અવારનવાર થતું રેહતું હોઈ છે.પ્રીતિને ખાસ મેકઅપમાં બહુ ઇન્ટરેસ્ટ નહિ.એની સાદગી ભીડમાં પણ તેને બીજા બધા કરતા અલગ પડી દેતી.કમર સુધીના એકદમ રેશમી વાળ ને એક હેર બેન્ડમાં સમેટતી પ્રીતિ ધીમા મધુર અવાજમાં ગીત ગુન્ગુનાવતી હતી.. “સજના હે મુજે સજના કે લીયે”.

પાતળી પરમાર,સુંદર અણીદાર આંખો,અને એ આંખોને કાજળથી કવર કરેલું,ગુલાબી હોઠ અને એમાં એક કાળું તલ.લોંગ કુર્તી,જેમાં એનું ફિગર એકદમ મસ્ત દેખાય.રંગે થોડી શ્યામ પણ નમણાશ બહુ. આમ દિવસ હોત તો એ ક્યારની તૈયાર થઇને નીકળી પડી હોત પણ આજે કંઇક ખાસ દિવસ હતો.અમદાવાદથી ૫૦૦કિમિનું અંતર કાપીને તેનો રાજકુમાર તેને મળવા આવવાનો હતો.પેહલીવારની મુલાકાતની એકસાઇટમેન્ટ શું હોઈ છે એ પ્રીતિના ચેહરા ઉપર સાફ-સાફ દેખાતું હતું.પ્રીતિ પલંગ ઉપર પાથરેલી સાથે લઇ જવાની વસ્તુને થેલામાં ભરીને ચાલતી થઇ.

પ્રિયતમને મળવા જવાની ઉતાવળ,તેના માટે કરવો પડતો ઇન્તેઝાર,તેના માટે કોઈ પણ તકલીફ ઉઠાવવાની પણ એક મજા હોઈ છે.પોરબંદર રેલ્વે સ્ટેશન સુધીનો રસ્તો પ્રીતિના ઘરથી ૨૦-૨૨કિમી જેટલો જ દુર હતો.પણ આજે તો કેમેય કરીને રસ્તો ન’તો કપાતો.થોડી વારમાં પ્રીતિ રેલ્વે સ્ટેશન પર પોહચી ગઈ. પ્રીતિના પહોચવા પેહલા જ તેનો પ્રિયતમ ત્યાં આવી પહોચ્યો હતો.પ્રીતિએ કોલ કર્યો “હું આવી ગઈ છું.”અને બસ વાત પૂરી થઇ એટલે સુધીમાં પગથીયા પરથી ઉતરતો એક ચેહરો,પિંક શર્ટમાં બ્લેક લાઈનીંગ,બ્લેક જીન્સ,મીડીયમ ઉંચાઈ,ભરાવદાર શરીર,ખભા પર કાળું બેગ,અને દિલમાં પ્રેમ. ફિલ્મના કોઈ એકટરને ટક્કરમારે એવી એન્ટ્રી. પ્રીતિની બાજુમાં જઈને ઉભા રહીને કહ્યું “ હાઈ, રીતેશ નામ તો સુના હોગા ”.પ્રીતિ અને રિતેશની આંખોએ એકબીજાને ઓળખી લીધા.

એકટીવાને સ્ટાર્ટ કરીને “ચાલો, જઇયે” એટલું બોલીને એકટીવા પર ગોઠવાઈ ગઈ.બંનેના દિલમાં આજે પ્રેમના મોજાઓ ઉછાળા મારી રહ્યા હતા.બંને આ દુનિયાથી અલગ કોઈ બીજી જ દુનિયામાં હતા.

(૨)

પ્રીતિ અને રીતેશ બંને સરકારી શાળામાં જોબ કરે છે.આમ તો બંને વચ્ચે ઘણું અંતર હતું પણ અંતરનું અંતર શૂન્ય હતું.પ્રીતિ કાઠીયાવાડી અને રીતેશ અમદાવાદી.પણ પ્રેમને કોઈ સીમા કે સરહાદ નથી હોતા.એ તો સ્થળ,ઉમર,જ્ઞાતિ,અને ધર્મ બધા બંધનોથી મુક્ત છે.

પ્રીતિની જોબ ઘરથી દુર હતી. ઘરમાં મમ્મી ,પપ્પા અને ભાઈ.એટલે પ્રીતિ સાથે કોઈ રેહવા જઈ શકે તેવું ન’તું. પ્રીતિ સ્કૂલની નજીક એકલી જ રેહતી.ભણવામા પેહલેથી જ બહુ રસધરાવતી પ્રીતિ સ્વભાવે શાંત પણ, જરૂર પડે તો ચારણકન્યા પણ બની જાય.ઘરથી દુર રેહવા છતાં પણ ઘરની બધી જ જવાબદારી પ્રીતિની.મમ્મીની તબિયત અવારનવાર ખરાબ થઇ જતી એટલે ઘરકામ પણ રવિવારની રજામાં પતાવવું પડે.ઘરના લાઈટબીલ થી માંડીને બધા જ બીલ અને વ્યવહાર સાચવવાના કામ પણ પ્રીતિ જ સંભાળે.બાળકો સાથે બાળક જેવી અને વૃદ્ધોની સાથે વૃદ્ધ બની જતી પ્રીતિ બધાનું દિલ પળવારમાં જ જીતી લેતી. ગામડા ગામમાં ઉછરેલી પ્રીતિ સાદી અને સંસ્કારી હતી.

છેલ્લા 4 વર્ષથી આ રીતે જીવી રેહતી પ્રીતિની જિંદગી કેટલી રંગબેરંગી બની જશે એ ક્યાં એ જાણતી હતી.સ્કૂલ પરથી આવીને પ્રીતિને એકલવાયું ફિલ થતું.ઘરમાં હતા એટલા પુસ્તકો એ વાંચી ચુકી હતી.ક્યારેક ફ્રેશ થવા માટે સોસીયલ મીડિયાનો ઉપયોગ કરતી.જેમાં લાખો યુવા દીલોનો કુંભમેળો ભરાતો.એ મેળામાં એક રીતેશ કરીને અમદાવાદી છોકરો જે પ્રીતિને શિક્ષકોના એક ગ્રુપમાં મળ્યો.બંને વચ્ચે થોડી વાતચિત થઇ પછી ફરીથી બંને પોતાની લાઇફમાં ખોવાઈ ગયા.ખોવાયેલા બંને પંખી પોતપોતાની અલગ દિશામાં ઉડાન ભરતા રહ્યા. કુદરતનો ખેલ પણ ન્યારો છે ,ફરી બંને એક જ ડાળ પર આવી ને બેઠા.બંને એક જ ફિલ્ડના એટલે સ્કૂલને લગતી વાત ક્યારેક-ક્યારેક થતી.વાતચીતમાં પ્રીતિને રીતેશ કઇંક અલગ લાગ્યો.વાતમાં વિવેક,બોલવામાં મીઠાશ અને શબ્દોને તોળ-તોળીને બોલતો. હજી સુધી એકબીજાની અંગત બાબત વિષે કઈ ન’તી ખબર.આખો દિવસ સ્કુલમાં પસાર થતો અને બાકીના સમયમાં કામમાં વ્યસ્ત રેહતા બંને એકબીજામાં ખાસ રસ લે તેવું નતું લાગતું.

(૩)

ધીમે-ધીમે બંનેની ક્યારેક-ક્યારેક વાતો કરવાની આદત નિયમિત ક્રમમાં ફેરવાઈ રહી હતી.રિતેશનો ફ્રી થવાનો સમય પ્રીતિને અને પ્રીતિના સમયની રિતેશને કીધા વગર જ ખબર પાડવા લાગી.બંનેના ઘર પરિવારની વાતો લગભગ શેર થઇ ચુકી હતી.એકબીજાને દિવસ દરમિયાન થતી ઘટનાઓ કહ્યા વિના ન’તુ ચાલતું.હજી બંનેએ એકબીજાનો અવાજ પણ ન’તો સાંભળ્યો.બસ આટલી વાતચિતમાં 5 મહિના વીતી ગયા.

રીતેશ એક સામાન્ય પરિવારનો છોકરો પણ શહેરી વાતાવરણમાં ઉછરેલો.ઘર સાંભળવાનું એમના સર પર.જોબની સાથે-સાથે સાઈડ ઇન્કમ માટે પણ કામ કરે. આખો દિવસ કામમાં વ્યસ્ત રહે.બીજાની તકલીફને પોતાની સમજીને હમેશા બીજાને મદદ માટે તૈયાર રહે.ઘરનો આ કમાઉ દીકરો મમ્મીનો તો લાડકો.રિતેશને જીભે જાણે માં સારદાનો વાસ.સ્કુલમાં કે બીજી કોઈ જગ્યાએ બોલવામાં રિતેશનું નામ અવ્વલ હોઈ.લોકોને પોતાના રંગમાં રંગી નાખે.હસાવવામાં તો તેમની માસ્ટરી.નાની અમથી વાતને પણ હિરે વીંટીને રજુ કરે.દુઃખમાં પણ સાદા હસતા રેહવાનો તેનો જીવન મંત્ર.હકારાત્મક અભિગમથી આગળ ચાલવાવાળો રીતેશ ક્યારેક અંતર્મુખી પણ બની જતો.ક્યારેક પુરુષ સહજ કઠોરતા તો ક્યારેક પ્રેમાળ દિલની ઝાંખી કરાવતું એનું વ્યક્તિત્વ તેને સમજ્વા માટે બહુ અઘરું પડી જતું.

ઘણા સમયથી એકબીજાને ઓળખતા આ બંને એક માટે અજનબી જ હતા છતાં એકબીજાના સ્વભાવને ઓળખતા હતા.રિતેશની વાતો પરથી એની સારાઈઓની ખુશ્બૂ આવતી હતી.એક દિવસ પ્રીતિએ રિતેશને પોતાના ફોન નંબર આપ્યા.પણ પ્રીતિને એવી આશા નતી કે રીતેશ આજે જ ફોન કરી દેશે. રીતેશે ફોન લગાવ્યો “હલ્લો, હું ICICI માંથી બોલું છું.અને ઘણું બધું બોલી ગયો.પ્રીતિને થોડું અજીબ લાગ્યું. “ એમ નોટ ઈન્ટરેસ્ટેડ” એટલું કહીને ફોન રાખવા જઈ રહી હતી ત્યાં જ રીતેશ બોલી પડ્યો “રીતેશ ..નામ તો સુના હોગા”. આટલું સાંભળતાની સાથે જ પ્રીતિ એકદમ ચોંકી ગઈ.આખા શરીરમાં વીજળીના કરંટ જેવી જણજણાટી થવા લાગી.રીતેશતો પુર્વતૈયારીમાં જ હતો પણ પ્રીતિને એક પલ માટે શું બોલવું એ ન’તું સમજાતું.રિતેશનો અવાજથી પ્રીતિનું આખુ શરીર રોમાંચિત થઇ ગયું. “ઓહ !તમે?” પ્રીતિએ ધીમા અવાજે કહ્યું. જવાબમાં રીતેશ બોલ્યો “અરે વાહ ,તારો અવાજ તો કોયલ જેવો છે.” બંનેએ આજે પેહલી વખત એકબીજાના વજુદના પુરાવા આપ્યા હતા.પણ એ બંને ક્યાં અજાણ્યા હતા.વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈ એ રીતે જ બંનેએ વાત કરી.અને પછી ધીમે ધીમે રોજ વાતોનો દોર શરુ થયો.દિવસ દરમિયાન બનતી ઘટનાઓ,એકબીજાની લાગણીઓ, એકબીજાને દિવસમાં કેટલા યાદ કર્યા, જેવી વાતોથી બંને એકબીજાના સંપર્કમાં રેહતા.

રીતેશ અને પ્રીતિ બંને મેચ્યોર જ છે અને બંને એ વાત પણ સારી રીતે જાણતા હતા કે બંને વચ્ચેનો સંબંધ કંઇક નવું રૂપ લઇ રહ્યો છે.બંનેના દિલ એ વાત સારી રીતે સમજી ગયા હતા કે પોતે એક બીજાનું સ્થાન બદલાવી ચુક્યા છે પણ હજી પ્રીતિ કે રીતેશે એકબીજાને પ્રેમમાં કેહવાના શબ્દો હજી નથી કહ્યા.શું દરેક પ્રેમી માટે આઈ લવ યુ કેહવું ખુબ જરૂરી હોઈ છે? સામાન્ય રીતે છોકરાઓ જ પહેલ કરે એવું આપનો સભ્ય સમાજ (સો કોલ્ડ) સ્વીકાર્ય રાખે પણ અહી તો આથી ઉલટું થયું.એક દિવસ વાત- વાતમાં રીતેશે પ્રીતિને પૂછી લીધું “આપની વચ્ચે એવું તો શું છે કે મારી વાતને તું સમજી જાય છે અને તારી લાગણીને હું,કેમ તારી સાથે વાત ના કરું તો મને બધું અધૂરું અધૂરું લાગે,મારી બધીજ વાતની શરૂઆત પણ તું અને અંત પણ તારાથી જ હોઈ,શું છે આ બધું?” રિતેશના એકી સાથે બોલાયેલા આ શબ્દો પ્રીતિની દુખતી રગ પર હાથ મુક્વાજેવા હતા. “દીકું, આ પ્રેમ કેહવાય. એક વાત કહું ? હું પણ તમારા માટે આવું જ અનુભવું છું.હું તમને પ્રેમ કરું છું.” થોડી વાર માટે બંને ચુપ થઇ ગયા.રીતેશે પણ વાતનો સ્વીકાર કર્યો અને ફાઈનલી કહી જ દીધું “ આઈ લવ યુ ટુ દીકું.”

પ્રેમના પથ પર ચાલી નીકળેલા આ બંને પ્રેમી પંખીડા રસ્તામાં આવતા તોફાનોથી સાવ અજાણ હતા.બંને એ હજી એકબીજાના ચેહરા પણ નથી જોયા.પણ જ્યાં પવિત્ર પ્રેમ હોઈ ત્યાં બાહ્ય સુંદરતા કરતા આંતરિક સુંદરતા વધુ મહત્વની હોઈ છે.દેખાવમાં રસ એવા લોકોને હોઈ જેને મન કરતા તનથી પ્રેમ હોઈ.પણ આ બંને કાંઠે બેસીને છબછબીયા કરે એવા ન’તા.બંને એકબીજાને મળવાનું નક્કી કરે છે.રીતેશના જન્મ દિવસ પર મળવાનું નક્કી થાય છે.અને આજે એ દિવસ આવી જ ગયો. પ્રીતિ પોતાની એકટીવાને ચોપાટીના રસ્તા તરફ વાળે છે.

રીતેશ અને પ્રીતિની આ પેહલી મુલાકાત કેવી રેહશે? બંને એકબીજાની સામે કઈ રીતે પ્રેમણો એકરાર કરશે? રીતેશ પ્રીતિને શું સરપ્રાઈઝ આપશે? એ જાણવા માટે આવતા પાર્ટની રાહ જુઓ. પ્રીતિ કેટલાય સમયથી પોતાના રાજકુમારની રાહ જોઇને બેઠી હતી અને આજે એ દિવસ આવી ગયો હતો.આજે રીતેશને મળીને દુનિયાભરની વાતો કરવી હતી.બસ દરીયાને કાંઠે તેની બાહોમાં બેસીને આજ સુધી એમના માટે સાચવી રાખેલો પ્રેમ એમના પર ઠાલવી દેવો હતો.કેટલા બધા નખરા કરાવવા હતા એમની પાસે.અને આજે આ બધું એક જ દિવસમાં માણી લેવું હતું. થોડીવાર માટે પ્રીતિની આંખો રિતેશની માંજરી આંખો પર સ્થિર થઇ ગઈ રીતેશ પણ એને જોઈ રહ્યો.થોડીવાર સુધી બંને આ પ્રથમ મિલનને અનુભવી રહ્યા.પછી સ્વસ્થ થઈને બંને એકટીવા પર ગોઠવાઈ ગયા.પ્રીતિના હાથ આજે વાઈબ્રેટ મોડમાં હતા.હોકાયંત્રની પણ જરૂર જણાતી હતી.કેમ કે કઈ દિશામાં જવાનું છે એ નક્કી નતું થતું.અને એની આવી હરકતો રીતેશથી થોડી અજાણ રેહવાની હતી!

“એકટીવા ચલાવતા નથી આવડતું કે??..” રીતેશે પ્રીતિના કાનની એકદમ પાસે આવીને કહ્યું.પ્રીતિને આખા શરીરમાં શેરડા છૂટી ગયા.રસ્તામાં આવતો મોટો ખાડો પ્રીતિને ધ્યાનમાં ના આવ્યો અને પાસે પોહ્ચીને અચાનક જ બ્રેક મારી એટલે રીતેશ જોરથી એમને ટકરાઈ ગયો, પ્રીતિની પકડ છૂટી ગઈ.રીતેશે પોતાના બંને હાથ પ્રીતિના હાથ પર રાખી દીધા.સ્પર્શથી બંનેનું દિલ ગલગલીયા અનુભવતું હતું.કેટલો અદભૂત અનુભવ હતો.ક્યારેય નતી અનુભવી એવી ફિલિંગ્સ બંનેને એકબીજા માટે થતી હતી.પ્રીતિને આંખો બંધ કરીને એ પળને કાયમ માટે દિલમાં કેદ કરવી હતી પણ બેલેન્સ રાખવામાં આજે એ નિષ્ફળ જતી હતી.રીતેશ માટે પણ આ ઘડી બહુ જ અલાયદી હતી.આટલા દિવસથી જેના માટે પ્રેમ ને દિલમાં સંઘરીને રાખ્યો હતો એ આજે ઉભરાઈ જતો હતો.બસ આજે એ પ્રેમ ઠલવાઈ તેટલો ઠાલવી જ દેવો છે.થોડીવાર માટે બંને ચુપ થઇ ગયા.પણ રીતેશ પોતાની હરકતોથી બાઝ આવે એવો ક્યાં હતો.એણેતો અમદાવાદીમાં પોતાનું લેકચર ચાલુ કર્યું “તારા વાળમાં તો મસ્ત સુગંધ આવે છે,અને હા કેમ મોડું થયું આવવામાં? મારે કેટલી વેઇટ કરવી પડી........’’.એની વાણીને વિરામ આપ્યા વગર પ્રીતિના કાનમાં નોન સ્ટોપ ચાલુ કરી દીધું.

થોડીવાર સુધી પ્રીતિએ સહન કરી લીધું પણ જયારે એમની ધીરજ ખૂટી પડી ત્યારે એને વચ્ચે જ અટકાવીને બોલી પડી “ઓ, ભદ્ર્મભદ્રજી,બસ કરો હવે બાપા,ચુપ રહોને.”એની કાઠીયાવાડી મીઠી મીઠી બોલીમાં બોલાયેલા આ શબ્દોનું રીતેશ વારંવાર પુનરાવર્તન કરીને એમને ચીડવતો રહ્યો.બંને પ્રેમ ભરી સવારી માણી રહ્યા હતા.

બંને હજી પેહલી જ વખત મળ્યા હતા પણ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હતા.બે સમજદાર વ્યક્તિઓ માટે આમ ચોરી છુપીથી મળવું થોડું શરમજનક જરૂર હોઈ છે.રીતેશે પ્રીતિને કહ્યું “દીકું મમ્મીને ખોટું બહાનું બતાવીને આવ્યો છું એ મને સારું નથી લાગતું” પ્રીતિએ પણ વાતનો સ્વીકાર કરતા કહ્યું “હું પણ આજ પેહલી વખત ખોટું બોલીને આવી છું.મને પણ ખોટું બોલવું ના ગમ્યું’’.

પણ પ્રેમ અને જંગમાં બધું જાયેઝ છે. “કઈ આપણે દુનિયામાં પેહલા જ એવા પ્રેમી નથી જે આમ મળ્યા હોઈ’’ રીતેશે બચાવપક્ષના વકીલની અદામાં કીધું. “હમમ,વાત તો સાચી છે પણ એ વાતનો અફસોસ થાય કે ખોટું બોલી એ પણ તારા જેવા ડફોળ માટે.” પ્રીતિએ થોડું હસીને કહ્યું.અને એની વાત પર પ્રેમનો ઉભરો ઠાલવવા રીતીશે કમરેથી એમને પોતાના બંને હાથોમાં વીંટી લીધી.પ્રીતિની પાતળી નાજુક કમર રિતેશના બંને હાથમાં ફીટ આવી ગઈ.

પ્રીતિની એક લટ વારંવાર રિતેશના ગાલને સ્પર્શ કરતી હતી.બંને એકદમ માસુમ રોમાન્સથી સોનેરી સવારી કરી રહ્યા હતા ત્યાં થોડી વારમાં ચોપાટી પર પોહચી ગયા અને લોકોની ભીડમાં ફરી એકબીજાથી દુર થઇ ગયા.જેમ પાણીનો મહાન અવધી એટલે સાગર એમ લાગણીઓનો પણ મોટો સમુંદર એટલે પ્રેમ.બંને પ્રેમી હૈયા આજે બધું કામ પડતું મુકીને એકબીજામાં જ ઓતપ્રોત રેહવા માંગતા હતા.દરિયાને કાંઠે ભીની-ભીની રેતીમાં બેસીને એકબીજાની આંખોને જી ભરીને જોઈ લેવાનો આ મોકો હાથમાંથી જવા દેવાની આજ ભૂલ નહી થાય.

દરિયામાં અને બે પ્રેમીઓમાં ઘણી સમાનતા છે દરિયામાં પણ સામેનો કાંઠો નથી દેખાતો અને પ્રેમનું પણ કૈક આવું જ છે મંઝીલના કોઈ અતા-પતા ના હોઈ તો પણ મુસાફિર નીકળી પડે છે.રિતેશની એકદમ બાજુમાં બેસી જઈને પ્રીતિ એમના માટે શું શું લાવ્યા છે એનો હિશાબ લેવા માંડી.અને રીતેશે અલી બાબાના થેલામાંથી એક પછી એક વસ્તુઓ કાઢવા માંડી. રીતેશે નાનપણથી લખેલી ડાયરી,એમના બધા ફોટા,એને બનાવેલી પેન્ટિંગસ,અને એક કોરી ડાયરી. પ્રીતિને નવાઈ લાગી કોરી ડાયરી કેમ?? “ આ ડાયરીમાં હવે તારે આપણી બધી વાતો લખવાની પછી આપણે ડાયરી શેર કરીશું.” અને કો- ઇન્સીડેન્ટલી પ્રીતિ પણ કોરી ડાયરી લાવી હતી.રીતેશ બધી વસ્તુઓ બહુ સંભાળીને લાવ્યો હતો અને એટલી જ સંભાળીને પ્રીતિને આપી.

વસ્તુની આપલે પૂરી થઇ.અને વાતોનો દોર શરુ થયો.રીતેશે પોતાની આટલી લાંબી મુસાફરીમાં પડેલી મુશ્કેલીની વાતો કરીને પ્રીતિને પેટ પકડીને હસાવી.પ્રીતિનું ખડખડાટ હાસ્ય રીતેશ બે ક્ષણ માટે જોયા જ કર્યો અને બોલ્યો “પણ આ મુશ્કેલીની પણ મજા હતી,તને મળવા માટે મન બાવરું બનતું હતું એટલે બીજી કોઈ વાતની અસર જ નતી થતી.તને આ કેહવું છે,પેલું કેહવું છે,તારા પેહલા શબ્દો શું હશે,તને હું કેવો લાગીશ? આવી વાતોમાં મન પરોવાયેલું જ રેહતું હતું.આવી અલક-મલકની વાતો કરી.પ્રીતિ રિતેશના ખભા પર માંથું રાખીને દરિયાને જોઈ રહી.રીતેશે ફોનમાં ગીત શરુ કર્યા. લાગજા ગલે કે ફિર યે હસી રાત હો ના હો........શું એ પલ હશે.પ્રિયતમની સાથે એકાંતમાં દરિયા કાંઠે અને સાથે સંગીતનો એમાં સાદ પુરાય.બંને કેટલીય વાર સુધી એકબીજાની બાહોમાં સમાઈ રહ્યા.પ્રીતિ એમના માટે વેહલા ઉઠીને બનાવી લાવેલી થેપલા અને દહી આજે બત્રીસ જાતના પક્વનથી કઈ ઓછા ન’તા લગતા.

આમ આખો દિવસ ક્યાં પસાર થઇ ગયો કઈ ખબર જ ના રહી.અને બંનેનો દુર થવાનો સમય આવી ગયો.દીવેલ પીધું હોઈ એવું બંનેનું મો થઇ ગયું.જમવાનું પણ ન’તુ ભાવતું.બંને ને એકબીજાથી દુર થવાનું બહુ વસમું લાગતું હતું.પણ ફરી મળવા માટે દુર થવાનું હતું. અને રિતેશની ટ્રેન ટાઇમ પર આવી ગયી.બંને હાથ પકડીને ઉભા રહ્યા એકબીજાની આંખોમાં આંખો નાખીને.પ્રીતિની આંખમાં વિદાયના આંસુ ઉભરી આવ્યા.રીતેશ પણ રડમસ થઇ ગયો હજી બંને એકબીજાને વિદાય આપવા નતા માંગતા પણ ત્રીન ની વિસલ સંભળાઈ અને બંનેના હાથ છૂટી ગયા.પ્રીતિ રિતેશને દુર જતા જોઈ જ રહી.ખબર નહિ કેમ પણ ક્યારેક આપનું દિલ આપને કંઇક સંકેત આપતું હોઈ છે.પ્રીતિને પણ દિલમાં ડર હતો.ક્યાંક અમે બંને ફરી નહિ મળી શકીએ તો? ક્યાંક મારો પ્રેમ અધુરો જ રહી જશે તો?એવો કોઈ ડર તેને સતાવી રહ્યો હતો. પેલી બાજુ રીતેશ પણ ટ્રેનના દરવાજા પાસે ઉભો રહીને પ્રીતિને જોઈ રહ્યો.રીતેશ પોતાની જાતને સંભાળીને હાસ્ય રહ્યો.બસ થોડી જ વારમાં ટ્રેન આંખ સામેથી ઓજલ થઇ ગઈ.એમને વિદાઈ આપીને પ્રીતિ ઘરે પછી ફરી.ક્યાય મન જ નાતુ લાગતું.હવે તો રોમ-રોમમાં બસ એકજ નામ ‘રીતેશ...રીતેશ.....અને રીતેશ.’મુલાકાત પછી બંને પ્રેમની પરમ સીમાએ પોહચી ગયા.હવે ફોન પર વાતો થતી એમાં પણ મળ્યા એનું જ વર્ણન થતું રેહતું. બંને એકબીજામાં દુધમાં સાકરની જેમ ઓગળી ગયા.પ્રીતિ સ્ત્રી સહજ સ્વભાવને લીધે વધુ લાગણીશીલ જયારે રીતેશ એમની લાગણીને સાચવી સાચવીને ખર્ચ કરતો.રીતેશ પેહલેથી જ સમ્યક લાગણી વાળો.મજબુત મનોબળ અને એકદમ પીઢ.

પ્રીતિ એકલી રેહતી હતી એટલે પોતાની એકલતા દુર કરવા માટે શેરીનો બેહનો સાથે વાતોમાં રસ લેતી.ગામમાં વૃધાશ્રમ પણ હતું.ત્યાં અવારનવાર જઈને બધા જ વૃદ્ધોની આપવીતી જાણી ચુકી હતી.આ સિવાય પણ પ્રીતિ પોતાને વ્યસ્ત રાખવા માટે કોઈ-કોઈ નવીન કામ કર્યા કરે.છેલ્લા ચાર વર્ષથી આમ એકલી રહીને કંટાળી ગઈ હતી.પોતાની ઉમરની છોકરીઓને જોઈને ક્યારેક પ્રીતિને પણ શોખ પુરા કરવાનું મન થઇ જતું.પણ ઘરની જવાબદારીઓ અને પોતાની જોબ માંથી સહેજ પણ સમયના મળતો.કોઈ વસ્તુ માટે કોઈ જીદ કરી જ ન’તી.ક્યારેક કોઈ ગંભીર પ્રશ્ન ઉભો થાય તો એ પણ જાતે જ પતાવી લેતી કેમ કે ઘરેથી કોઈ મદદ માટે આવી શકે તેમ ન’તુ.પપ્પાને પેરાલીસીસ એટલે એ કેટલાય સમયથી પથારીમાં જ હતા.અને મમ્મીને એક એકસીડન્ટમાં કમરના મણકા બ્રેક થઇ ગયેલા હતા એટલે એમનાથી પણ કામ કે મુસાફરી થઇ શકે તેમ ન’તી.પ્રીતિની મમ્મીનો આવી બીમારીને લીધે સ્વભાવ પણ વધારે પડતો ઉગ્ર બનતો જતો હતો.ઘણી વખત વગર વાંકે પણ પ્રીતિ પર ગુસ્સે થઇ જાય.પ્રીતિને મમ્મીનું આવું વર્તન સહન કરવું ભારે થઇ જતું પણ એ હાલતને સમજતી હતી.ફરી મમ્મીની સેવામાં લાગી જતી અને ગુસ્સો શાંત પડતો ત્યારે મમીને પણ પોતાના કર્યા પર અફસોસ થતો.ખેતી વાડીની જવાબદારી પણ પ્રીતિ જ સંભાળે.જોકે આર્થિક રીતે બહુ સારું હતું.પણ લગ્ન પછી ઘર કોણ સંભાળશે એ વાતનો વિચાર કરતાની સાથે જ પ્રીતિ ઘરના કોઈ ખૂણામાં જઈને રડી પડતી.

ભાઈ એક કંપનીમાં જોબ કરતો એટલે એમનું આવન-જાવન ઓછું રેહતું. પ્રીતિએ નાની ઉમરમાં જ પીઢતા સ્વીકારી લીધી હતી.પોતાની મુશ્કેલીને એ ક્યારેય ઘર સુધી પહોચવા જ ના દેતી.એકલા રેહવાની એમને ક્યારેય આદત જ નતી. પણ સમય બધું શીખવી જાય છે.દિવસ આખો તો પસાર થઇ જાય પણ રાત વર્ષ જેવડી લાંબી લાગે.કોઈ વખત ઊંઘ ના આવે તો વળી કોઈ વખત વચ્ચે જ ઉડી જાય પછી કલાકો સુધી મન વિચારોમાં ડૂબેલું જ રહે.કોઈ પણ વ્યક્તિ માટે એકલા રેહવું કેટલું કપરું બની રેહતું હોઈ છે.પણ હવે તેની સાથે કોઈ હતું .જેને પોતાની મુશ્કેલી કહી શક્તિ. જેને એ પોતાની સાથે મેહસૂસ કરતી હતી.રિતેશના સાથમાં એને પોતે એકલી છે એવું ક્યારેય નતું લાગ્યું.

રિતેશના પરિવારમાં તેનો મોટો ભાઈ ભાર જોબ કરતો અને પપ્પા નિવૃત થઈને બસ ઘરે રેહતા.મમ્મી ઘરનું કામ સંભાળે.રિતેશને આર્થિક રીતે થોડી મુશ્કેલી રેહતી.એટલે સ્ચૂલ સિવાય ઘરે પણ સાઈડ ઇન્કમ માટે કોમ્પ્યુટર વર્ક કરતો.આખો દિવસ કામમાં જ વ્યસ્ત રેહતો.પણ એને પોતાના શોખ પુરા કરવા બહુ ગમે.થોડા-થોડા દિવસે બહાર ફરી આવતો. બંનેની જીવન પ્રણાલીમાં ઘણો તફાવત હતો.

(૨)

જેમ જેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ બંને એકબીજાને વધુ ઓળખતા જતા હતા.તેમ-તેમ પ્રેમનો રંગ વધુને વધુ ઘાટો થતો જતો હતો. જઘડો પણ ક્યારેક જામી જાય.રિતેશને ફોટાનો શોખ અને પ્રીતિને ફોટાનું નામ પડે એટલે ચીડ ચડે.પણ એ તો મીઠો જઘડો કેહવાય.પ્રીતિ રિસાય જાય તો એમને મનાવવા માટે મદારીનો ખેલ પણ કરી નાખે,વળી બાપુના જોક સાંભળીને પ્રીતિ ખડખડાટ હસી પડતી અને ચપટી વગાડતા જ નારાજગી દુર થઇ જાય.સવારની શરૂઆત એકબીજાનો અવાજ સાંભળીને જ થતી.વેહલી સવારનો એ અવાજ બહુ માદક હોઈ છે.એ અવાજ માટે રીતેશ હંમેશા પ્રીતિને કેહતો કે “તારા આ અવાજનો મને જાણે નશો ચડતો હોઈ એટલો મીઠો લાગે છે.”જવાબમાં પ્રીતિ હસી પડતી.દિવસ દરમિયાન જયારે પણ સમય મળે વાતો કરી લેતા.અને રાતે વોકિંગ કરવાનો રિતેશનો સમય થાય એટલે બધું જ કામ પતાવીને પ્રીતિ તૈયાર રહે.પેટ ભરીને એકબીજાનો સાથ માણી લેતા.

રિતેશના ઘરે એમના મોટા ભાઈ ના લગ્ન હજી બાકી હતા એટલે એમના લગ્નની વાત હજી થઇ એમ ન’તું.પણ પ્રીતિને ઘરે એમના માટે ઘણી વાતો આવતી હતી.પણ પ્રીતિના મુમ્મીની તબિયત બહુ ખરાબ રેહતી એટલે પ્રીતિ થોડો સમય સાથે રહે તો થોડી રાહત થાય અને હજી ઉમર પણ ક્યાં વધુ થઇ ગઈ એમ સમજીને એમના ઘરે પણ સગપણની કોઈ વાત થતી ન’તી.પ્રીતિ જયારે રજાઓમાં ઘરે જવાનું થાય ત્યારે બંનેનું મૂડ બગડી જતું.રીતેશ કેહતો “અત્યારે એકલી જઈ આવ પછી આપણે બંને સાથે જઈશું,” પ્રીતિને આ વાત બહુ ગમતી.બંને હસી પડતા.રીતેશ ઘણી વખત પૂછ્યા કરતો કે “ઘરમાં કોઈને ખબર નથી પડીને, જો જે કોઈને જાણ ના થાય નહિ તો મોટી તકલીફમાં મૂકી જશું” એટલે પ્રીતિ પણ બધી રીતે સંભાળીને રેહતી હતી.મુમ્મીથી આજ સુધી એવી કોઈ વાત છુપાવી ન’તી.મુમ્મીનો સ્વભાવ પણ વધારે પડતો ઉગ્ર કોઈ વાત પર ગુસ્સો કરે તો એમને શાંત કરવાનું મુસ્કિલ થઇ જતું.

બંનેને હજી કોઈની નજર નતી લાગી.પણ બે પ્રેમી પંખીડાનો માળો બંધાશે કે વિખાય જશે? એ કોઈ ન’તું જાણતું.બંને એકબીજાના પૂરક થઈને રેહતા.રિતેશની કંઇક એવી ફિલસોફી હતી કે એ બધાને પોતાના સુખ વેચતો પણ દુઃખમાં કોઈને ભાગ નહિ.દિલમાં શું દુઃખ છે એની કોઈને સહેજ જાણ પણ ના થવા દેતો.સાદા હસતો જ રહે અને બધાને પણ હસાવતો રહે.એટલે ઘર પરિવારની વાતો બહુ ઓછી શેર થતી.

બંનેએ એકબીજાના ગમતા ગીતોની યાદી મોઢે કરી નાખી.રીતેશ પાસે કેટલાયે ચિત્રો દોરાવી નાખ્યા અને પિયાનો તો ખરો જ.પ્રીતિને ગમતા ગીતો રીતેશ એને જાતે પિયાનો પર વગાડીને સંભળાવે.અને પ્રીતિને ગીતો ગાવાના.ક્યારેક તો પોતાના બાળકોની પણ ચર્ચા કરતા અને એમના નામ શું રાખશું એ પણ વિચારી રાખેલું. છીકરી હોઈ તો સિન્ડ્રેલા અને છોકરાનું નામ પ્રેમ.રિતેશને સિન્ડ્રેલા બહુ જ ગમે.એ માત્ર એક કાલ્પનિક જ હતું છતાં એ દિવસમાં કેટલીય વખત યાદ કરે.એના માટે આમ કરીશ અને પેલું કરીશ એવું જ વિચાર્યા કરતો. થોડા દિવસો પછી બંનેને ફરી એકબીજાને જોવાની તાલાવેલી લાગી.મળવાનું સેહલુ ન’તું,કેમ કે બંને બહુ દુર-દુર હતા એટલે મળવા માટે કેટલાય બહાના કરવા પડે.થોડા સમયમાં જ રીતેશે એમના મમ્મીને માનવી લીધા.પ્રીતિ એકલી રેહતી એટલે એમને ખાસ તકલીફ ના પડે..રિતેશના ઘરેથી પરવાનગી મળતા જ બંને ખુશ થઇ ગયા.બંને તૈયારીમાં લાગી ગયા.

ફરીથી એ જ દરિયો,ફરીથી એ જ બધું પણ આ વખત પ્રેમમાં વધારો થયેલો હતો.ગયા વખતે પોતાને મરેલા મેણા આ વખત રિતેશને મારવા છે એવું વિચારીને પ્રીતિ ઘરેથી થોડી વેહલી નીકળી ગઈ.આજે ટ્રેન મોડી પડી હતી એટલે પ્રીતિ રિતેશની રાહ જોઇને ક્યારથી સ્ટેશન પર બેઠી હતી.વેઈટીન્ગ ચેર પર બાજુમાં બેઠેલા એક બહેને પ્રીતિને જ્યરે પૂછ્યું “કોની રાહ જુઓ છો” ત્યારે પ્રીતિનો ચહેરો ગુલાબી થઇ ગયો, પ્રીતિ કંઈ બોલી નહિ તો પણ એ બહેનને જવાબ પણ મળી ગયો.

ટ્રેન ની વીસલ વાગી ત્યાં જ પ્રીતિના મોં પર એક નવું નૂર આવી ગયું.રિતેશને પણ એટલી જ ઉતાવળ હતી મળવાની.સામેથી આવતી મંજરી આંખો, મોટા મોટા ગાલ અને હસતો ચેહરો,પ્રીતિને એમની તરફ ખેંચી રહ્યો.બસ મળી ગઈ હથેળીને એની ખોવાયેલી હથેળી. બંને એકટીવા પર ગોઠવાઈ ગયા.રીતેશે પ્રીતિના કાન પાસે જઈને વાતો શરુ કરી દીધી.આ વખત પેહલા મંદિર જઈને ભગવાનને પ્રાથના કરવી છે એવી રિતેશની ઈચ્છાને માન આપીને પ્રીતિએ મંદિરના ગેઇટ પાસે એકટીવા સ્ટેન્ડ કરી.બંને હાથ પકડીને ભગવાન સામે ઉભા રહ્યા. “ હે ભગવાન પ્રીતિને હમેશા ખુશ રાખજે, એને જે જોઈએ તે એને મળી જાય.” રીતેશે બે હાથ જોડીને કહ્યું. અને પ્રીતિએ બસ એટલું જ માંગ્યું “હે પ્રભુ,મને રીતેશ મળી જાય”. પ્રાથના કરીને બંને ફરી સફર પર નીકળી પડ્યા. આખોદિવસ સાથે રહીને એકસાથે સામટો પ્રેમ આપલે થઇ જતો.પણ મર્યાદામાં રહીને જ.દરિયા કિનારે બેસીને રીતેશ પ્રીતિના વાળમાં ફૂલ નાખી આપે,પ્રીતિને પાસે બેસાડીને પિયાનો વગાડી સંભળાવે.અને બસ એકબીજાને બાહોમાં ભરીને પળને યાદગાર બનાવે એટલું જ.આનાથી આગળ કંઈ જ નહિ. બસ ક્યારે દિવસ પસાર થઇ ગયો કઈ ખબર ના પડે. અને ફરી રીતેશને વિદાય આપીને પ્રીતિ ઘરે પછી ફરી. બંને એકબીજાથી પૂરી રીતે ટેવાઈ ગયેલા.બંનેને એકબીજાથી હવે કોઈ જ અલગ કરી શકે તેમ નતું.

(૩)

પ્રેમનું બીજી બાજુ મુશ્કેલી એટલી જ પણ ભારોભાર હોઈ છે.અત્યાર સુધી બંનેને એકબીજાથી દુર થવાનો ભયાનક વિચાર પણ નથી આવ્યો પણ કસોટીનો સમય તો હવે આવ્યો હતો.જો પ્રેમ સાચો હોઈ તો કોઈ પણ કસોટીમાંથી પર ઉતરી શકાય છે.બસ બંનેનો એકબીજા પર અતુટ વિશ્વાસ જરૂરી છે. એક વાત ખરેખર સાચી છે કે સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ.દુઃખ આવે ત્યારે જ ખબર પડે કે કોના દિલમાં કેટલો પ્રેમ છે.જે વ્યક્તિને બસ આપના સુખ સાથે જ મતલબ હોઈ એને સ્વાર્થી કેહવાય.જ્યાં સુધી બધું સારું હોઈ ત્યાં સુધી એ પણ સારા અને જેવું દુઃખ આવે કે તરત ગાયબ થઇ જાય.પણ જે આપના દુઃખમાં સાથ આપે તેને ક્યારેય છોડવા ના જોઈએ.

બંને આમ મળતા રહ્યા અને પ્રેમ કરતા રહ્યા.સાથે મળીને ઘણી યાદો એકબીજા માટે બનાવી લીધી.પ્રીતિના ઘરે તેના માટે એક વાત આવી હતી.અને આ વખત મમ્મી-પપ્પાનું પૂરે પૂરું મન હતું.બધી રીતે પ્રીતિ માટે લાયક હતું.પ્રીતિને કેટલી ખુશી સાથે મમ્મીએ કહ્યું “બેટા, અત્યાર સુધી મારા સ્વાર્થ માટે મેં તારા માટે વિચાર્યું જ નથી પણ દીકરા હવે તુ ઝીંદગીભર ખુશ રહે એવી જગ્યાએ તને મોકલીશ.” પ્રીતિ મમ્મીના આવા શબ્દો સાંભળીને મૂર્તિ જેવી બની ગઈ.માં ને કેમ સમજાવે કે તેની ખુશી કોની સાથે છે.પૈસાથી ખુશી ના ખરીદી શકાય માં એવું મનમાં જ વિચારીને પલંગ પર બેસીને પ્રીતિ કેટલાય સમય સુધી વિચારતી રહી.

હવે, રિતેશને કેહ્વાનો સમય આવી ગયો હતો.પ્રીતિએ રિતેશને ફોન કરીને બધી વાત કરી.કેટલી નિર્દોષ અને કેટલી માસુમ હતી પ્રીતિ.એવું જ વિચાર્યું હતું કે હવે મારો રીતેશ બધું જ સાંભળી લેશે.બસ હવે બધી ચિંતા તેને કરવાની.પણ એવું નાતુ બન્યું.રીતિની આશાથી ઉલટ રિતેશનો જવાબ હતો “દીકું,આપને ભલે સાથે ના રહીએ પણ એકબીજાને હમેશા યાદ રાખીશું.હું તને તારા જન્મ દિવસ પર જરૂર ફોન કરીશ,......” રીતેશ બોલ્યે જતો હતો અને પ્રીતિની આંખો વરસે જતી હતી.પ્રીતિના ડુસકા રીતીશને આજે નતા સંભળાતા.પ્રીતિના પગ નીચેથી જમીન ખસી ગઈ.ક્યાંક રીતેશ મજાક તો નથી કરી રહ્યો ને! પ્રીતિને કંઈ સમજાતું નતું.કેટલું બધું પૂછવું હતું રિતેશને પણ બોલી શકે એટલી ક્ષમતા જ નતી. “રીતેશ આવું કેમ બોલે છે?” હિંમત કરીને રડતા-રડતા બોલી પડી.

“ હું તને પ્રેમ કરું છું પણ તારી સાથે લગ્ન નહિ કરી શકું.અને તુ મમ્મી કહે ત્યાં તને સારું લાગે તો લગ્ન કરી લે. અને હા, હવે આપણે એકબીજા થી દુર રહીશું.”બસ આટલું કહીને ફોન રાખી દીધો.પ્રીતિના કાનમાં આ શબ્દો ગુંજતા રહ્યા.રિતેશની વાત તેના સમજની બહાર હતી.આજ સુધી હતું એ શું હતું? આવો પ્રેમ હતો મારો?મારી કઈ વાતનું ખોટું લાગ્યું હશે? મારામાં શું ખોટ છે?કેટલું બધું વિચારી રહ્યું હતું એનું દિલ. પોતે ઉભી છે કે બેથી એનું પણ ભાન નતું રહ્યું.આ રમત હતી?રીતેશ મને ભૂલી શકશે? હું એને ભૂલી શકું? અને બસ આમ વિચારતા -વિચારતા ફર્શ પર પાડીને પ્રીતિ ચોધાર આંશુ એ રડી પડી.કોઈ કારણ તો કહી જવું હતું મને.ઘરમાં તો પોતે એકલી જ હતી કોણ એને ચુપ કરાવે. મન ભરીને રડી લીધું.આખી રાત પ્રીતિ ઓશીકું મો આડું રાખીને રડતી રહી.ક્યારે સવાર થઇ ગાઈ તેનું પણ ભાન નતું.

પ્રીતિને સમજમાં ના આવે એવી વાત કરી હતી રીતેશે. જેને દિલમાં દેવ સ્થાને બેસાડ્યો હતો એ આજે મંદિરમાં દેવ બદલાવવાની વાત કરી ગયો.પ્રીતિ માટે આ વજ્રઘાત સહન થાય તેમ નાતો. રીતેશના શબ્દો સાંભળ્યા ત્યારની એજ સ્થિતિમાં બેઠેલી હતી. બસ સમય અને પ્રીતિના આંશુ બંને વહ્યે જતા હતા.પ્રીતિને આજે દિલમાં કોઈ જ ભાવ નતો મેહસૂસ થતો.આજે ઘર, સ્કુલ,કામ કંઇજ યાદ નહિ.દિલમાં કેટલા સવાલો.કેટલું દુઃખ,કેટલો ગુસ્સો,અને કેટલો પ્રેમ.આ બધું રીતેશ સિવાય કોને કહે. આજ સુધી નાની- નાની વાતનું દુઃખ પણ રિતેશને કહીને હળવું થઇ જતું.પણ આજે ખુદ રીતેશ જ એ દુઃખ આપી ગયો.ઝીંદગીભર માટેનું દુઃખ.

આખો દિવસ ઘરમાં બેસીને પ્રીતિ રડી- રડીને ધરાઈ ગઈ હતી.રિતેશે આપેલી વસ્તુને હાથમાં લઈને તેની સાથે વાતો કરી.રિતેશે આપેલી ડાયરીમાં પણ એના દુઃખને પન્ના પર ઉતારી દીધું પણ દિલનું દુઃખ કેમેય કરીને હળવું થાય તેમ ન’તુ.પછી પ્રીતિથી રેહ્વાયું નહિ એટલે રિતેશની ના હોવા છતાં પણ તેને ફોન લગાવી દીધો.રીતેશ આજે એને અજાણ્યો લાગતો હતો.પ્રીતિના હાથ કાંપી રહ્યા. “ રીતેશ,દીકું તમને શું થઇ ગયું છે. મારી શું ભૂલ થઇ ગઈ?તમે મજાક કરો છોને! કેવી વાત કરો છો તમે. એક પળમાં મને પરાયી કરી નાખી..આટલું બોલીને પ્રીતિ ડુસકા ભરવા લાગી. રિતેશ પણ ઢીલો પડી ગયો.તને લાગે તેટલું સેહલુ નથી બધું. બધાને મનાવવા, બધાનો તિરસ્કાર પણ સહન કરવો પડશે.ઘણી મુશ્કેલી વેઠવી પડે.પ્રીતિને હવે વાત સમજમાં આવતી હતી.પ્રીતિ ક્યાંક મનમાં એમ જરૂર માનતી હતી કે રીતેશ એકદમ પ્રેક્ટીકલ છે પણ આટલી હદે છે નતી ખબર. હવે મરણીયા પ્રયાસો કરવામાં પ્રીતિને મૂર્ખાઈભર્યું લાગ્યું.હવે આગળ કોઈ જ ભવિષ્ય નથી.પ્રીતિ આપનું કલ્ચર અલગ છે.આપના પરિવારના વિચારો અલગ છે.તું કેટલી દુર છે.અને આપના સંબંધથી આપના પરિવારને કેટલું અપમાન સહન કરવું પડશે.તું એક મેચ્યોર વ્યક્તિની જેમ વિચાર.આપને એકબીજાને ભૂલી જઈએ તે જ સારું રેહશે.

પ્રીતિને માટે આ શબ્દો બંદુકની ગોળી જેવા વાગતા હતા.આજ સુધી આવો વિચાર ના આવ્યો.પ્રીતિ પોતાની જાતને કેટલી કોષતી રહી.રિતેશને માટે આજ સુધી જે દિલમાં હતું એ બધું એક જાટકે જ ભૂલી જાવ? રિતેશના દરેક સમયને પોતાના સમય સાથે ફીટ કરીને રીતેશ માટે ફટાફટ કામ કરીને ફ્રી થઇ જતી પ્રીતિને રીતેશ હંમેશને માટે ફ્રી કરી દીધી.રીતેશે પ્રેમ અને પ્રતિષ્ઠા બંને માંથી પ્રતિષ્ઠાને પસંદ કર્યો હતો.પ્રીતિ સાથે લગ્નની વાત કરવા માટે પોતે કંઇક હલકું કામ કર્યાનો ભાવ મનમાં થતો હતો.આજ સુધી બધાની સામે ઉભી કરેલી છાપ એક જ ક્ષણમાં ખરાબ થઇ જશે.પ્રીતિ મારા ઘરને નહિ સાંભળી શકે તો મારી નામોશી થશે.પ્રીતિ ગામડિયા વાતવરણમાં ઉછરેલી છે તે સીટીમાં મેચ નહિ થાય.કદાચ આવું બધું વિચારીને રીતેશે પ્રીતિને અપનાવવાની ના કહી હતી. પ્રીતિ કોઈ સાથે કંઈ બોલતી નહિ બસ જ્યાં પણ એકાંત મળે રડી લેતી.રાતે તેના ડુસકા સાંભળવા વાળું કોણ હોઈ! મન ભરીને રડી લેતી.

પ્રીતના જીવનમાં અચાનક જ બ્રેક લાગી ગાઈ હતી.આખો દિવસ બધાની સાથે હસી મજાક કરતી પ્રીતિના જીવનમાં મૌનરાગ ફેલાય ગયો હતો.હવે તેની સાથે બસ આંશુ અને રિતેશની યાદો જ હતી.એક સ્ત્રી માટે કેટલું અઘરું હોઈ છે કોઈને ભૂલી જવું.ક્યારેક કોઈ સારી વાત બંને તેને તરત જ રિતેશની ડાયરીમાં લખી નાખે.રીતેશ માટે લીધેલો શર્ટ જે તેને ના આપી શકી એને વારમવાર કાઢીને જોયા કરે.બારી પાસે બેસીને કલાકો સુધી આકાશને જોયા કરે.પણ હવે કોઈ ચમત્કાર નથી થવાનો પ્રીતિ બસ ભૂલી જા એવું જયારે તેનું માનન તેને સમજાવતું ત્યારે હૈયાફાટ એનું રુદન બસ ચાર દીવાલની વચ્ચે ગુંજી રેહતું.પોતાની જાતને કામમાં એટલી વ્યસ્ત રાખતી કે ઓશિકા પર માથું પડતાની સાથે જ ઊંઘ આવી જાય.રિતેશનો ખ્યાલ પણ ના આવે એ માટે હમેશા પ્રયત્નો કરતો..પણ હમેશા નિષ્ફળ જતી.જેને રોમ-રોમમાં વસાવી દીધો હોઈ એનાથી કેમ દુર થઇ શકાય?

કેટલો અન્યાય કર્યો હતો સમયે તેની સાથે.કદાચ રીતેશ માટે પણ તેને ભૂલી જવું સેહ્લું નતુ.પણ કદાચ એ આ વાતને પેહ્લેથી જ સમજતો હતો.રિતેશને માટે આ બધું નસીબના ખેલ જેવું જ હતું.નાશીબને દોષ આપીને બેસી રહીએ તો કંઈ ના થાય.કદાચ રીતેશે પણ પ્રીતિની જેમ વિચાર્યું હત કે ભલે દુનિયાની સામે લડવું પડે પણ આપને બંને સાથે રહીશું તો જરૂર મળીશું.બસ એક વાર મારી જેટલો પ્રેમ કરીને જોયું હોત તો બધી જ મુશ્કેલીઓ સામે લડી જવાની તૈયારી બતાવી હોત.

ક્યારેક કોઈને સાચો પ્રેમ કરીને જુઓ મુશ્કેલ પ્રશ્નો પણ હલ થઇ જતા હોઈ છે.પ્રેમલગ્ન કરનારને શું કોઈ તકલીફ નહિ પડી હોઈ? શું તેના માં-બાપે પણ વિરોધ નહિ કર્યો હોઈ? જીવનમાં બધા જ મોડ પર સંઘર્ષ કરવો પડે છે.

ઘરે લગ્નની વાત થતી તો પણ પ્રીતિને બધી યાદ તાજી થઇ જતી.રિતેશને બધો જ પ્રેમ આપી દીધો o.હવે બીજી વખત કોઈ માટે પ્રેમ કરવો પ્રીતિ માટે શક્ય જ નતું. મનમાં કોઈ બીજું હોઈ અને તન બીજા કોઈને સોંપવું પ્રીતિ માટે અશક્ય હતું.પોતાના ચારિત્ર્ય પર કોઈ આંચ નતી આવવા દીધી.અને હવે બીજા કોઈ સાથે લગ્ન કરીને પ્રીતિ તેને છેતરવા નતી માંગતી.ક્યારેક રીતેશ પર ગુસ્સો પણ આવે.પણ તેની પણ કઈ મજબૂરી રહી હસેને નહિ તો કોઈ આમ દિલને ચીરીને થોડું જતું રહે.ક્યારેક તેને મારી કમી જરૂર વર્તાશે.બસ આવા જ વાચારો કરી કરીને પ્રીતિ અંધકારની ગર્તામાં ડૂબતી રહી.સમયના પીડાને કોણ રોકી શક્યું છે.સમય શરતો જાય છે ને બધું બદલાતું જાય છે.આ વાતને ચાર-ચાર વર્ષના વહાણા વાય છે.પ્રીતિને છોડી દીધાનો ડંખ રિતેશને ક્યાય જંપવા દેતો નથી.ક્યારેક મન થઇ જતું તેના ખબર અંતર પૂછી લેવાનું પણ ક્યાય કોઈ જ સમાચાર નહિ.બંને સિવાય ત્રીજા કોઈને ક્યાં કઈ ખબર હતી.બસ બંનેનો પ્રેમ અને સંબંધ એક બદનશીબ અને ખામોશ નીંદ માં સુઈ ગયો હતો.

રિતેશના લગ્ન થઇ ગયા હતા.અને પોતાની લાઇફમાં સેટ થઇ ગયો હતો.પણ જયારે પણ કોઈ કાઠીયાવાડીને જુવે કે તરત જ કોયલ જેવું બોલતી પ્રીતિ તેની આંખો સામે આવીને ઉભી જતી.કેટલી બધી વાતો પ્રીતિને કેહવી હતી.પ્રેમ તો ના નિભાવી શક્યો પણ મિત્ર બનીને રેહવાનું હજુ પણ ક્યાંક મન થઇ આવતું.

એક વખત પોતાનું આખું ફેમીલી ફરવા માટે સોમનાથ આવ્યું.રિતેશને ફરી બધી જ યાદ તાજી થઇ ગાઈ.ટ્રેન ના દરવાજા પાસે ઊભીને ભીની આંખે નક્કી કરી લીધું કે હું પ્રીતિને જરૂર મળીશ.પ્રીતિના ઘરનું સરનામું એ જાણતો જ હતો.પોતે થોડું કામ છે કહીને પોરબંદરની ટ્રેનમાં બેસી ગયો.ચાર વર્ષ પેહલાની એક-એક પલ તેને યાદ આવી રહી હતી.પ્રીતિનો ચેહરો,તેનો અવાજ,તેની હસી,મીઠી મીઠી વાતો, તેના ગીતો યાદ કરીને રીતેશ હસી પડ્યો પણ પ્રીતિ જે એના માટે એક સપનું બની ગાઈ હતી એ ક્યાં????

રીતેશ ફરી એ જ અદામાં સ્ટેસન પર ઉતર્યો.બધું એ હતું પણ ના પ્રીતિ હતી કે ના હવે એ પ્રેમ હતો.બંને જે જગ્યા પર મળ્યા હતા ત્યાં ઊભીને રીતેશ ઘડી ભર રડી પડ્યો. હું આવું છું કહીને રીતેશે પ્રીતિના ઘર તરફ પ્રયાણ કર્યું.બધી ગલીઓ અને શેરીઓ જોઇને રિતેશને બધું ફરી તાજું થઇ ગયું.હું મળીને કહીશ કે મેં તને કેટલી યાદ કરી.આ કહીશ ને પેલું કહીશ.પણ ક્યાંક તેના લગ્ન થઇ ગયા હશે અને એ નહિ હોઈ તો? તો શું તેના નમ્બર તો માલ્શેને.રીતેશ ખુશ થતો પ્રીતિના ઘર પાસે પોહચી ગયો.

“અવધ” લખેલો એ બંગલો મસ્ત દેખાતો હતો.રીતેશે ડોરબેલ વગાડી.અંદરથી અવાજ આવ્યો “ એ આવું છું. દરવાજો ખુલ્યો..કોઈ સાદા કપડામાં છોકરી હતી.” તમે કોણ?

જી, મારું નામ રીતેશ છે. મારે થોડું કામ હતું.

ઠીક છે, અંદર આવો. હું અહી કામ કરવા માટે આવું છું.

રીતેશ સોફા પર બેસી ગયો. ઘરની સાફ સુથરી દીવાલ પર પ્રીતિનો મોટો ફોટો લગાવેલો હતો.એક હસતો ચહેરો. પ્રીતિના ફોટાને જોતા જ રીતેશ પોતા પર કાબુ ના રાખી શક્યો.ચાર વર્ષ પેહ્લાની યાદો દિલમાં ઉભરી આવી. રિતેશને આમ પ્રીતિના ફોટા સામે જોતા જોઇને કામવાળી બોલી.

માં-બાપા તો બહાર ગયા છે. હું અને પ્રીતિ બેન જ ઘરે છીએ.રિતેશને ચમકારો થયો. ક્યાં છે પ્રીતિ? રીતેશે અધીરા થઈને કહ્યું.અંદર તેના રૂમમાં છે.રીતેશ એક મીનીટની વાર લગાડ્યા વગર સીધો રૂમમાં જ જતો રહ્યો. અંદર અંધારું હતું.રીતેશે સ્વીચ ઓન કરી.એક દુબળો-પાટલો ચેહરો. હાથમાં એક શર્ટ અને ડાયરી, પાસે થોડા રમકડા. “પ્રીતિ... રીતેશે રડતા-રડતા કહ્યું.....

પ્રીતિને અવાજ પરિચય લાગ્યો.પણ મન માનવા તૈયાર નાતુ કે આ તેના રીતુણો અવાજ હોઈ શકે.એ જ કાજલ કરેલી બે નિર્દોષ અને માસૂમ આંખો હળવેથી ઉંચી થઇ.રિતેશની ભીની આંખોને પ્રીતિની આંખો ના ઓળખે એવું થોડી બંને!! “ રીતેશ..” પ્રીતિથી આટલું જ બોલાયું.પ્રીતિને બધું એક સપના જેવું લાગતું હતું. “ આપને એકબીજાને વચન આપ્યું હતું કે હંમેશને માટે સાથે રેહ્શું, બસ એ વચન ખાતિર હું આવ્યો. તારા માટે,તને ખબર છે રસ્તામાં મને કેટલી તકલીફ પડી.અને આ વખત તો ટુ લેવા પણ ના આવી.” આટલી બોલતા જ બંને રડી પડ્યા.મન ભરીને રડી લીધું. આટલા સમયથી વાતો ભેગી થઇ હતી એ બંને ને કરવી હતી. “ચલ ચોપાટી જૈયે. રીતેશે હસીને કહ્યું.” પ્રીતિએ સંમતી દર્શાવી. બંને એકટીવા પર ગોઠવાઈ ગયા. પણ આ વખત બંને વચ્ચે એક મર્યાદાનો સેતુ બંધાયેલો હતો. રસ્તામાં નવા- નવા બાંધકામો થઇ ગયા હતા. સહેરમાં ઘણું બદલાઈ ગયું હતું. બંનેના જીવનમાં પણ ઘણું બદલાઈ ગયું હતું. થોડી વારમાં બંને ચોપાટી પર પોહચી ગયા. એ જ દરિયો જે તેના પ્રેમનો સાક્ષી હતો. એ પણ આજે ખુશ થઈને ઉછાળા મારવા લાગ્યો.

પ્રીતિ અને રીતેશ સામસામે બેસી ગયા. “ લગ્ન કરી લીધા?” પ્રીતિએ પેહ્લો જ સવાલ બહુ ગંભીર પૂછી નાખ્યો.

“ હા, તારા વગર મારી હાલત ખરાબ થઇ ગઈ હતી. કદાચ તને એ સમયે હું ખરાબ પણ લાગ્યો હોઈશ. પણ પ્રીતું હું ઘરની જવાબદારીઓમાં ભૂ ફસાયેલો હતો. મારી લાખ કોસિસ પછી પણ આપના લગ્ન શક્ય જ ન’તા. મને ખબર છે કે મેં તારું દિલ દુભવ્યું છે પણ હું પણ તારા માટે એટલો જ જુર્યો છું. બીજા સાથે એડજેસ્ટ થતા મને પણ વાર લાગી છે.અને આજે બસ તને જ મળવા માટે હું આવ્યો છું.કેમ કે તારા વગર મને જીવનમાં એક ખોટ હમેશા લાગ્યા કરે છે.મને તારી બહુ જ ચિંતા હતી. કેટલીય રાતો મેં ભગવાન ને પ્રાથના કરવામાં કાઢી હતી ક હે ભગવાન ‘મારી એ નાજુક પરીનું ધ્યાન રાખજે. એને મારી યાદ અપાવજે. કેટલે દુર કોઈ આજે પણ તેની રાહ જોઈ બેઠું છે.” બોલતા બોલતા રીતેશ રડી પડ્યો.

પ્રીતિ રિતેશની બાજુમાં જઈને બેસી ગઈ.હું સમજુ છું રીતેશ.તારી મનોદશા પણ હું તારી લાઇફમાં હોત તો તને વધારે તકલીફ થાત.પણ ચલ આપને સારા મિત્ર બનીને રહીએ સુખમાં નહિ પણ દુઃખમાં સાથ તો સાથે જ રહીશું. મને નથી ખબ કે તમે શા માટે મને લગ્નની ના કહી હતી.પણ કઈ મજબૂરી રહી હશે તમારી.એના માટે તમને માફ કર્યા. કદાચ આપના નસીબમાં એમજ લખાયું હશે. એક બીજાને મેળવી લિયે. એ જ પ્રેમ નથી.પણ ગમે તેટલા દુર રહીને પણ દિલમાં એક જ નામ હોઈ, મુશ્કેલીમાં અને શુશીમાં બસ જે આપને પેહલા યાદ આવે.જેને લીફ્માંથી ક્યારેય દુર જવા નથી દેવાનું મન થતું.અને જેના માટે કોઈ લગ્ન પછી પણ આટલે દુર મળવા આવે એ પ્રેમ છે.ક્યારેક મેં ત્મેરા પર ગુસ્સો પણ કર્યો છે. પણ આજે મને એ વાત ફિલ થાય છે કે મારો પ્રેમ એક તરફી નાતો. કે ના તો તમે મારી સાથે દગો કર્યો છે....પ્રીતિ બોલતી જતી હતી અને રીતેશ તેને જોયે જતો હતો.

તેને વચ્ચે જ અટકાવીને બોલી પડ્યો “ તે કેમ લગ્ન નથી કર્યા?”

“ તમારા જેવું કોઈ મળ્યું નહિ એટલે.” પ્રીતિએ હસીને જવાબ આપ્યો.

“લગ્ન કરી લે પ્રીતિ, કોઈનો સાથ મળી જશે.” રીતેશ થોડો ગંભીર બનીને બોલ્યો

“ તમારા જેવો કોઈ શોધી આપો જે મને આટલો પ્રેમ કરે. મને બાપુના જોકે કહે.મારા માટે પિયાનો વગાડે.....’’ બોલતા બોલતા પ્રીતિ રોકાઈ ગઈ. થોડી વાર ચુપ રહી.બંનેની આંખો મળી ગાઈ પણ પ્રીતિએ તરત જ નજર નીચે કરી લીધી.

આજે મન ભરીને વાતો કરવી હતી. બંનેએ ચાર વર્ષમાં શું-શું થયું. બંને ની લાઇફમાં કેવી ઘટનાઓ બની. સારા નરસા બધા જ પ્રસંગો શેર કરી લીધા. રીતેશે તેના ફેમિલીના ફોટો બતાવ્યા.અને એક સેક્રેટ ફોલ્ડરમાં પ્રીતિના ફોટા પણ બતાવ્યા.કલાકો સુધી સાથે બેસી ના વાતો કરી પછી રિતેશને સ્ટેશન પ્રીતિ સાથે ગઈ. જૂની યાદો દિલમાંથી ક્યારેય વિદાય નથી લેતી. ચાર વર્ષ પેહલાની વાત પણ જાણે ગાઈ કાલની જ હતી એવી અનુભૂતિ આજે થઇ રહી હતી.આજે પણ એક બીજાને વિદાય આપવાનું એટલું જ અઘરું હતું જેટલું ચાર વર્ષ પેહલા હતો. વ્યક્તિ પ્રેમ અને નફરત ચાહે તો પણ ભુલાવી નથી શકતા.બંને આજે ખુશ હતા.દિલનો એક તૂટેલો કટકો જે ક્યાંક ખોવાઈ ગયો હતો એ આજે મળી ગયો હતો અને ફરી થી તેના સ્થાન પર જોડાઈ ગયો હતો.

એક સમયના આ બંને પ્રેમી પંખીડાઓ આજે સારા મિત્રો બની ગયા હતા,અને હવે પછી ક્યારેય આમ એકબીજા થી અલગ નહિ થાય તેવા કોલ આપીને પ્રેમની લાગણીને હૈયામાં જ રાખીને.એક નવા સંબંધથી જોડાઈ ગયા.રીતેશની વાઈફ અને પ્રીતિ પણ સારી મિત્ર બની ગઈ હતી.લાખ સમજાવ્યા છતાં પણ પ્રીતિ લગ્ન માટે તૈયાર નતી.બસ તેને આમ જીવવું વધારે યોગ્ય લાગ્યું.

પ્રેમ કેટલી અદભૂત વસ્તુ છે.એ આ બે પાત્ર ને જોઇને સમાજમાં આવે.એક બીજાના મન થી બાંધેલો પવિત્ર પ્રેમ વર્ષો સુધી દિલમાં કેદ રહી સકે છે. વાસના થી પરે પ્રેમની એક સુંદર પરીભાસા આ બે નિર્દોષ હૈયાને જોઇને સમજાય છે.પ્રેમ કર્યો અને એને જીવન પર્યંત નિભાવ્યો.બસ એક નિસ્વાર્થ, નિર્દોષ પ્રેમ.બહુ ઓછા લોકોને આવો પ્રેમ નસીબ થતો હોઈ છે.મિત્રો એક વખત આવો પ્રેમ કરીને જુઓ. ઝીન્દગીને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય.તન થી દુર પણ મન થી એક થઈને પણ પ્રેમ કાયમ અમર બની જતો હોઈ છે.બસ આવો પ્રેમ કરીને જુઓ........