2 shining hearts - Part - 1 2 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ (2 shining hearts)

2 શાઈનિંગ હાર્ટ્સ

ॐ ऐं महासरस्वत्यै नमः॥

હેમરાજસિંહ પરમાર

Special thanks to….

મારા વિચારને વાર્તાનું સ્વરૂપ આપવા માટે પ્રેરવા અને મારા જીવનમાં મને હંમેશા ઉત્સાહિત કરવા માટે હું મારા માતા-પિતા, મારી બહેના, મારો ભાઈ અને મારા બાપુજીનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર માનું છું તેમજ મને વાર્તા માટે માર્ગદર્શન પૂરુંપાડનાર મારા મિત્રોનો પણ આભારી છું…..

***

વાર્તા માત્ર કાલ્પનિક છે. જે કોઈના જીવન સાથે સંબંધ ધરાવતી નથી. તેમજ અત્રે લખાણમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરવા વિનંતી

***

અર્પણ

હું આ વાર્તા એવી વ્યક્તિને અર્પણ કરું છું

કે જેમનો હું ઋણી છું

મારા દાદા અને દાદી.

પ્રસ્તાવના

ત્રે રજુ કરેલ વાર્તામાં તેગી અને દિશા નામના બે મુખ્ય પાત્રો હોય છે કે જે ભાવનગરના રહેવાસી હોય છે. તેઓ જયારે બાઇક પર ઉદયપુરથી જયપુર જાય છે ત્યારે તેમનું એક્સિડન્ટ થાય છે અને બંને કોમામાં વયા જાય છે.

તેગી અને દિશા બંને ખુબ ગરીબ કુટુંબમાંથી આવતા હોય છે તે બંને જે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં ૪૦-૫૦ ઝુંપડીઓ હોય છે અને ત્યાંના દરેક લોકો માંગેલા પૈસાથી ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ અહીં નોંધનીય બાબત એ હોય છે કે કોઈ માતા-પિતા પૈસા માંગતા હોતા નથી પણ નાના છોકરાવો પાસે મંગાવતાં હોય છે. જો આ છોકરાઓ સો રૂપિયા કરતાં ઓછા લાવે તો તેમને જમવાનું પણ નસીબ થતું હોતું નથી. અહીં બંને પાત્રો અત્યંત કઠીન પરિસ્થિતિમાં પણ એક-બીજા પરના વિશ્વાસ, પ્રેમ અને ત્યાગથી એક-બીજાને ખુશ રાખવા માટે પ્રયાસો કરે છે.

અંતે તેગી નામનું પાત્ર કે જે પોતાના જીવનની સમસ્યાઓથી શીખીને તેમજ, સ્વછતાની ભાવના, મીઠી બોલી અને પરિશ્રમથી ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો તે વેપારી બને છે.

***

અનુક્રમણિકા

ભાગ ૧

ભાગ ૨

પ્રકરણ ૧ - મારા જીવનની એક ઝલક

પ્રકરણ ૨ - આત્મહત્યાનો નિર્ણય

પ્રકરણ ૩ - નવી આશા

પ્રકરણ ૪ - સોનેરી દિવસ

પ્રકરણ ૫ - તેને ગુમાવી

પ્રકરણ 6 - જીવનનો વળાંક

પ્રકરણ ૭ - સુખ અને દુઃખના આંસુ

પ્રકરણ ૮ - અમારી સફર

ભાગ ૩

ભાગ ૧

છેલ્લા બે વર્ષના વિદ્યાર્થીઓ માટે "હેલ્થ" મેડિકલ કોલેજમાં દર વર્ષે નજીકના હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ હોય છે. પ્રસંગ ચાર વિદ્યાર્થીઓ (મીત, કર્મ, યુક્તિ અને દેવી)નો છે તેઓ "લાઇફ" હોસ્પિટલની મુલાકાત લે છે. હોસ્પિટલમાં જમણી બાજુ મેડિકલની દુકાન છે, મેડિકલની દુકાનની બાજુમાં દર્દીઓ માટે રાહ જોવા માટેની રૂમ છે. તેના પછી પહેલી ડૉક્ટરની રૂમ અને તેની પાછળ દાખલ થયેલા દર્દીઓને માટે ઘણા રૂમ છે.

(બે છોકરીઓ અને બે છોકરાઓ હોસ્પિટલમાં પ્રવેશે છે અને પછી તેઓ ડૉક્ટરની ઓફિસમાં જાય છે. તેઓ જોઈ રહ્યા છે કે ડૉક્ટર અને નર્સો રૂમ નંબર પાસે ઉભા રહીને કાંઈક વાતો કરી રહ્યા છે. ત્યાં વેટીંગ રૂમમાં રહેલા લોકો કોઈ કપલના એક્સિડન્ટ વિષે વાતો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપની પરવાનગી માટે ડૉક્ટરની રાહ જોઈ રહ્યાં છે.)

(ડોક્ટર ઓફિસમાં આવી રહ્યા છે.)

એક છોકરો કહે છે, "સર, અમે ઇન્ટર્નશીપ માટેહેલ્થમેડિકલ કોલેજમાંથી આવીએ છીએ. શું તમે અમને ઇન્ટર્નશીપ માટે પરવાનગી આપી શકશો?"

"સારું, તમારી ઇન્ટર્નશિપનો સમયગાળો દસ દિવસનો રહેશે અને તમારી ઇન્ટર્નશિપ પછી તમે હોસ્પિટલમાંથી જે શીખ્યા તે અંગેનો રિપોર્ટ આપવો પડશે." ડૉક્ટર કહે છે.

"ઓકે, સર" વિદ્યાર્થીઓ જવાબ આપે છે.

(ડૉક્ટર બેલ વગાડે છે અને નર્સ ઓફિસમાં આવે છે.)

ડૉક્ટર નર્સને કહે છે કે "તેઓ ઇન્ટર્નશીપ માટેહેલ્થમેડિકલ કૉલેજમાંથી આવે છે, તો આપણી હોસ્પિટલ વિશે તેમને માહિતી આપો.”

"ઓકે સર, વિદ્યાર્થીઓ ચાલો મારી સાથે આવો" નર્સ કહે છે.

વિધાર્થી નર્સ પાછળ ચાલવા લાગ્યા. તેઓ ઓપરેશન થિયેટર 1 પર જઈ રહ્યા છે. તેઓ ઓપેરેશન થિયેટરના રૂમમાં પ્રવેશિયા. ત્યાં ખુબ મોટું ઓપરેશન થિયેટર છે. જ્યાં ગરમ પાણીમાં ઘણા ઓપરેશનના સાધનો, ઓક્સિજન સિલિન્ડર, બે બેડ અને મોટું T.V.પડેલું છે.

એક છોકરો નર્સને પૂછે છે કે "રૂમ નંબર 5 માં શું થયું છે? ત્યાં કોઈ ગંભીર કેસ છે? કોમામાં રહેલ એક કપલ વિશે લોકો વાત કરે છે. તે સાચું છે? "

“હા, કોમામાં એક કપલ છે. જયારે તેઓ ઉદયપુરથી જયપુર જઈ રહ્યા હતા, ત્યારે તેમની સ્પોર્ટ બાઇક સ્લીપ થઇ જતા તેમનું એક્સિડન્ટ થયું હતું, પણ એક શુભ સમાચાર છે. જ્યારે તમે હોસ્પિટલમાં આવ્યા ત્યારે છોકરી (દિશા) ભાનમાં આવી ગઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેવો ભિખારી પરિવારમાંથી આવે છે. અંતમાં આપણે ત્યાં જઈશું.મને લાગે છે કે તમારે તેમના જીવનના પરિશ્રમ, અતુટ પ્રેમ અને એક બીજા પરના વિશ્વાસ વિષે જાણવું જોઈએ નર્સે કહ્યું.

અમે તેમના વિષે જાણવા આતુર છીએ.” મીતે કહ્યું.

(આખરે અમે રૂમ નંબર પાંચમાં ગયા. ત્યાં એક છોકરી હતી કે જે પથારીમાં રહેલા છોકરાની બાજુમાં બેઠી હતી. તે છોકરો કોમામાં હતો છોકરીનો હાથ છોકરાના માથા પર હતો. રડવાને કારણે છોકરીની આંખો લાલ થઇ ગઈ હતી. તે છોકરાની એક તરફ ટેબલ પર ફળો અને દવા જ્યારે બીજી તરફ ટેબલ પર કેમેરો, ડાયરી અને તૂટેલો ફોન પડ્યો હતો. નર્સ અને વિદ્યાર્થી દરવાજા નજીક ઉભા છે.)

નર્સ કહે છે, "મેડમ, કૃપા કરીને તમે કાંઈક ખાઈલો નહીતર તમને નબળાઈ આવી જશે." "ના, હું બરાબર છું. તે જાગી જશે પછી હું ખાઈશ."તે ધીમેથી જવાબ આપે છે.

(2-3 મિનિટ માટે રૂમમાં બધા શાંત થઇ જાય છે.)

નર્સ કહે છે, "મેડમ, તમારા પ્રેમ પર વિશ્વાસ રાખો. તે કોમાથી જલ્દીથી જાગી જશે. ચિંતા કરશો નહીં, અમે બધા તેના માટે પ્રાર્થના કરીએ છીએ.

નર્સ ફરીથી કહે છે, "મેડમ, જો તમને વાંધો હોઇ તો, હું પુસ્તક અને કેમેરો લઈ શકું?"

"હા, તમે લઇ શકો છો. હું આશા રાખું છું કે આ વાર્તા ફરી શરૂ થાય." તેમણે નિસાસા સાથે જવાબ આપ્યો.

(જવાબ દરમિયાન તેની આંખોમાંથી કેટલાક આંસુ પડે છે.)

દેવી કહે છે કે "તમારા પ્રેમમાં વિશ્વાસ રાખો, બધું સારું થઈ જશે."

(નર્સ અને બધા વિદ્યાર્થી રૂમની બહાર જાય છે. તેઓ બીજા દર્દીઓને જોવા માટે અલગ અલગ રૂમમાં જય છે અને અંતે તે નર્સિંગ રૂમમાં જાય છે. ત્યાં રૂમમાં એક મોટું ટેબલ છે, અને તેની ફરતે કેટલીક ખુરશીઓ પડી છે, તે ટેબલ પર ઈન્જેકશનના બોક્સ, દવાનુ બોક્સ અને દવાની બોટલો પડી છે.)

"વિદ્યાર્થીઓ, તમને આજે મજા આવી?નર્સ કહે છે

"યસ સિસ્ટર" બધા વિદ્યાર્થી એક સાથે કહે છે.

આજે તમને કાંઈ સમજાયું હોય અથવા તો કાંઈ હોસ્પિટલ વિષે આજના દિવસનું કાંઈ પૂછવું છે?" નર્સ કહે છે.

"નો સિસ્ટર" બધા એક સાથે કહે છે.

નર્સ ફરીથી કહે છે "જો તમે પુસ્તક વાંચવા માંગતા હો તો તમે અહીં વાંચી શકો છો." "થૅન્ક યુ, સિસ્ટર" વિદ્યાર્થીઓ જવાબ આપે છે.

નર્સ રૂમની બહાર જાય છે. વિધાર્થીઓ બુક જોવે છે. પુસ્તકના આગળના પાનાં પર તેમનો ખૂબ આકર્ષક ફોટો હોય છે. ફોટો જોઈને કોઈ એમ કહી શકે કે તેઓ ભિખારી હશે. ફોટો કોઈ હિલ-સ્ટેશનનો છે. તે ફોટામાં સરસ મજાની ભૂરા રંગની સ્પોર્ટ્સ બાઈક છે તેના પર બે હેલમેટ પડ્યા છે. તે બાઈક પહાડી રસ્તાની સાઈડમાં પડી છે અને તેનાથી થોડે દુર છોકરો(તેગી) મરૂન લેધર જેકેટ અને લાઇટ વાદળી જિન્સમાં છે અને છોકરી (દિશા) બ્લેક લેધર જેકેટ અને વાદળી જિન્સમાં છે. તેઓ એકબીજાને ભેટીને ઉભેલા છે અને તેમની પાછળ ડુંગરાઓની વચ્ચેથી સૂરજ ઉગી રહ્યો છે.

"આ કઈ જગ્યા છે?” યુક્તી પૂછે છે.

"મને લાગે છે કે આ માઉન્ટ-આબુનો ફોટો છે." મીત જવાબ આપે છે.

કર્મ કહે છે, " રે જલ્દી પેજ ફેરવને, હું આ વાર્તા વાંચવા માટે ખૂબ જ ઉત્સાહિત છું"

(પછી તેઓ પેજ ફેરવે છે. પછીના પેજ પર તે જ્યારે બંને જયારે ૧૪-૧૫ વર્ષના હશે ત્યારના બે સરખા ફોટો ચોંટાડેલા છે. આ ફોટો કોઈ સ્ટુડિયોનો છે. તેગી સ્કૂલ ગણવેશમાં છે. દિશાએ સાદો વાદળી ડ્રેસ પહેરેલો છે. તેની પછીના પેજ પર તેમની વાર્તા શરુ થાય છે.)

***

ભાગ ૨

પ્રકરણ ૧

મારા જીવનની એક ઝલક

મારું નામ તેગી છે. હું ભિખારી પરિવારમાંથી આવું છું. મારો જન્મ ભાવનગર શહેરમાં થયો હતો. મારા કુટુંબના શહેર વિસ્તારની બહાર રહેતા હતા. ત્યાં ૪૦-૫૦ ઝૂંપડીયો હતી અને તેમાની અમારી પણ એક હતી. તે વિસ્તારની એક તરફ હાઇવે રોડ પર સતત વાહનો પસાર થતા અને બીજી તરફ લગભગ દર કલાકે કલાકે ટ્રેન પસાર થતી હતી. આમ તે વિસ્તાર રેલવેના પાટા અને હાઇવે રોડની વચ્ચેનો હતો. અમારા વિસ્તારથી થોડે દુર હાઇવે રૉડ પર પુલ હતો તેની નીચે બારેય માસ વહેતી નદી હતી. તે પુલથી શહેર લગભગ ૩ કિલોમીટર થતું હતું. અમારા વિસ્તારથી ઉંચા ઉંચા કેટલાક બિલ્ડીંગો દેખાતા હતા. અમારા વિસ્તારમાં બધા લોકો ભિખારીઓ હતા. હું જાણું છું ત્યાં સુધી કોઈના મા-બાપ ક્યારેય ભીખ માંગતા નહીં. તેઓ ભિક્ષાવૃત્તિ માટે બાળકોનો ઉપયોગ કરતા. સામાન્ય રીતે તેઓ મોલ, મંદિરો, બગીચા વગેરે જેવા શહેરના જાણીતા વિસ્તારોમાં ભીખ માંગવા જતા હતા. ત્યાં બાળકો સાત થી આઠ વર્ષના થાય એટલે તેમને ભીખ માંગવા મોકલી દેવામાં આવતા અને જો તેવો ભીખ ન માંગે તો તે દિવસે તેઓને જમવા પણ મળતું નહીં.

મારા પરિવારમાં છ સભ્યો હતા. હું મારા પરિવારમાં સૌથી નાનો હતો. અમારુ ઝૂંપડું સાત લાકડાના ઉપયોગથી બનાવવામાં આવ્યું હતું અને આ લાકડા પર પ્લાસ્ટિક કાર્પેટનો ઉપયોગ કરીને છત અને દિવાલ બનાવવામાં આવી હતી. સૂર્યાસ્ત પહેલાં અમે ખાઇ લેતા કારણ કે ત્યાં વીજળી ન હતી મારા કુટુંબમાં એક નિયમ હતો, જો કોઈ બાળકને સો રૂપિયાથી વધારે ન મળે તો તે દિવસે તે બાળકને ખાવા પણ ન મળે. મારા ભાઈઓ અને બહેન અમારા કુટુંબની આજીવિકા માટે ભીખ માંગતા હતા. મારા માતા-પિતા ખૂબ કઠોર વ્યક્તિ હતા. તેઓ કામ કરતા નહી.

***

જ્યારે હું સાત-આઠ વર્ષનો થયો હઇશ... તે સવારનો સમય હતો. જ્યારે હું જમીન પર સુતો હતો ત્યારે મારી માતા મારી નજીક આવી અને મને લાત મારી.

મેં જોરથી ચીસ પાડી અને કહ્યું "અરે, શું થયું? શા માટે તમે મને માર્યુ?”

મારી માતાએ કહ્યું કે "મૂર્ખ, ઉભોથા હંમેશાં સુયા જ કરે છો. કાંઈ કામ જ નથી કરતો. તારા ભાઈ સાથે જા અને અમારા માટે પૈસા માંગી લાવ. તે તને કેમ માંગવુ તે શીખવશે.

મેં કહ્યું, "હું ભિખ નહી માંગુ , હું ફક્ત એક બાળક છું."

જો તું આપણા માટે ભીખ ના માંગી શકતો હોય તો ઘર હંમેશા માટે છોડી દેગુસ્સા સાથે કહ્યું.

મારી માતાએ મારા હાથને પકડ્યો અને મને ઝૂંપડીમાંથી બહાર કાઢયો. હું રડવા લાગ્યો.

મારી સામે જોઇને ઉચ્ચા અવાજ સાથે ફરીથી કહ્યું તને મેં કહ્યું તે નથી સમજાતું, મારી નજરથી દૂર ચાલ્યો જા આળસુ.

મારી માતા મને અવગણીને ઝૂંપડીમાં ચાલી ગય. હું થોડીવાર ત્યાં ઉભો ઉભો રડ્યો પછી મેં આ વિસ્તારથી દૂર જવાનું નક્કી કર્યું. હું હાઇવે રોડ પર ચાલતો હતો અને ત્યાં એક ઝાડ જોયુ. હું ત્યાં ગયો અને ઝાડ નીચે બેઠો. મને ખબર ન હતી કે હું શું કરું. મારી પાસે કરવા માટકશું જ નહોતું.

***

સાંજનો સમય હતો. હું ખૂબ ભૂખ્યો હતો તેથી મારાથી રહેવાયું નહીં એટલે હું ઝુપડી તરફ ચાલવા લાગ્યો. મારી માતા ચુલા પર ભોજન બનાવતી હતી. મારા પિતા પ્લાસ્ટિક કાર્પેટ પર બેઠા હતા અને તેઓ દારૂ પીય રહ્યા હતા.

મારી માતાએ ગુસ્સા સાથે કહ્યું "આવ મુર્ખ આવ,મારા દીકરા તને ભૂખ તો લાગી હશે ને!!!! પણ મને ખબર છે, મારા દીકરા તુ ભીખ તો નહીં જ માંગ, એટલે મારી પાસે તું ખાવા માટેની પણ ભીખ ન માંગતો હોને…..”

મેં રડતા રડતા કહ્યું,"મને માફ કરી દયો, મેં જે કાંઈ કહ્યું, તે ગુસ્સામાં કહી દીધું હતું, પણ હું ભીખ માંગવા માંગતો નથી, હું કંઈક અલગ કરવા માંગુ છું."

મારા પિતાએ દારૂની બોટલ ફેંકી, તે મારી નજીક આવ્યા અને મારા હાથને પકડીને મને લાફટો મારવા લાગ્યા.

મને મારીને પછી મારા પિતા એ મને કહ્યુંતું જાણે છો કે મેં તને શું કામ માર્યું કારણ કે તું કોઈ દિવસ પોતાની જાતનેનો ભૂલી જા. મૂર્ખ સાંભળ, તારા મનમાં શું છે તે હું જાણતો નથી પણ તું ભિખારી તરીકે જન્મયો છે અને તું ભિખારી તરીકે મૃત્યુ પામીશ. મને લાગે છે કે આ દિવસને યાદ રાખવો જોઈએ. તને જમવા મળશે નહીં અને તું આજે ઝુપડીમાં પણ રહી શકીશ નહીં.. જો તારે માગવું હોય તો આવતીકાલે આવજે ."

મારા પિતાએ મને ધક્કો માર્યો અને પછી તેઓ ઝૂંપડીમાં ચાલ્યા ગયા. હું આંખો માંથી આંસુ પાડતો આ વિસ્તારની બહાર ચાલ્યો ગયો અને એક વૃક્ષ નીચે બેઠો. મને ખુબ ભુખ લાગી હતી. મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહિ એટલે પછી હું ઝાડવાના પાંદડા ભેગા કરીને ખાવા લાગ્યો. થોડીવારમાં એક છોકરી ત્યાં કચરો નાખવા માટે આવી. તેણીએ મને વૃક્ષનાં પાંદડાં ખાતા જોયો.

છોકરીએ કહ્યું "તું શા માટે વૃક્ષ ના પાંદડા ખાઇ રહ્યો છે? શું તને ખાવા મળ્યું નથી?"

"તુ તારુ કામ કર, ું તારી સાથે વાત કરવા નથી માંગતો” મે ગુસ્સામાં જવાબ આપ્યો.

છોકરીએ કહ્યું "વાંધો નહીં જેવી તારી ઈચ્છા".

તે ઝૂંપડીઓ તરફ ચાલી ગઈ. થોડા સમય પછી તે ફરીથી આવી. મેં તેના હાથમાં બ્રેડ અને સૉસ જોયા. તે મારી પાસે આવી અને મને બ્રેડ અને સોસ આપ્યા. મે આશ્ચર્યચકિત થઈ તેની આંખોમાં જોયું.

છોકરીએ હસીને કહ્યું કે "મને લાગે છે કે આ પાંદડા કરતાં વધુ સારુ છે."

હું ખુબ જ ભૂખ્યોઓ હતો એટલે હું તેને કાંઈ કહ્યા વગર લઈને ખાવા લાગ્યો. તે મારી સામે જોઈ રહી હતી. તેના ચહેરા પર ખુશી હતી અને પછી તે ઝૂંપડી તરફ ચાલવા લાગી મારે તેનો આભાર માનવો હતો, પણ તે ત્યાં સુધીમાં તો દુર વઇ ગઈ હતી. ખાઈને પછી હું થોડી વારમાં હું ત્યાજ ઝાડવાની નીચે સુઈ ગયો.

***

બીજા દિવસે હું મારી ઝૂંપડી તરફ ગયો, હું વચ્ચે આવતી બધી ઝુંપડીઓ ધ્યાનથી જોતો જતો હતો કારણ કે મારે તે છોકરીને જોવી હતી. પણ હું તેને ગોતી શક્યો નહીં અને છેવટે હું મારી ઝૂંપડી એ પોહચી ગયો. મેં મારા ભાઈ અને મારી માતાને ઝૂંપડીની બહાર જોયા મારી માતા ચુલા પર ચા બનાવી રહી હતી.

તેગી તે શું નક્કી કર્યું? તું ઘર માટે ભીખ માંગીશ કે નહીં?” મારી મમ્મીએ કહ્યું.

"હા, હું મારા પરિવાર માટે ભીખ માંગીશ." મેં નિરાશા સાથે જવાબ આપ્યો.

"ઠીક છે તો, તારો નાસ્તો લઈલે અને પછી તારા ભાઇ સાથે જાજે. એ તને બધું શીખવી દેશે. " મમ્મીએ કહ્યું.

મેં મારી નાસ્તાની ડીશ લીધી નાસ્તામાં સાંજની તળેલી રોટલી અને ચા હતી. મેં તે ડીશ લઈને ખાવાનું શરુ કર્યું. પછી મેં મારું જમવાનું પૂરું કરીને મારા ભાઈની સામે જોયું.

મારા ભાઇએ કહ્યું, "સારું, હવે તું મારી સાથે આવવા તૈયાર છો?"

"હા, હું તૈયાર છું." મેં ઉદાસી સાથે જવાબ આપ્યો.

મારી માતાએ કહ્યું કે "તેગી સાંભળ, તારે સો રૂપિયા તો ઓછામાં ઓછા માંગવા જ પડશે, નહીતર તને સજા થશે"

તે સવારનો સમય હતો તે ભિખારી તરીકેનો મારો પહેલો દિવસ હતો. મારા ભાઈએ કાપડની થેલી લીધી હતી, આ કાપડની થેલીમાં થોડું ભોજન અને પાણીની બોટલ હતી. એક કલાક ચાલ્યા પછી અમે મંદિરે પહોંચ્યા. આ મંદિર ચાર રસ્તાના એક ખૂણા પાસે હતું. તે ખૂબ જ મોટું મંદિર હતું. મંદિરમાં પ્રવેશવા માટે મોટા દ્વાર હતા. જ્યાં લોકોની ચાર લાઈનો હતી જેમાં બે લાઈનો લેડીસ અને જેન્ટસની અંદર જતી હતી અને બાકીની બે બહાર આવતી હતી. ત્યાં લોકો તેમના બુટ-ચંપલ બહાર કાઢીને લાઈનમાં જોડાઈ રહ્યા હતા. દરવાજાની બંને તરફ ભિખારીઓ ઉભા હતા. મારા ભાઈએ મારો હાથ પકડ્યો અને મને દરવાજા પાસે લઇ ગયો ત્યાં અમે બહાર નીકળતી લાઈન પાસે ઉભા રહી ગયા અને પછી મારો ભાઈ માંગવા લાગ્યો. હું તેને જોઈ રહ્યો હતો તે લાઈન માં રહેલા લોકોને પૈસા આપવા માટે વિનંતી કરતો અને કહેતો કે દયા કરી મને પૈસા આપો ભગવાન તમારું ભલું કરશે. લાઈનમાં રહેલા કેટલાક લોકો તેને રૂપિયા આપતા અને કેટલાક તેને જોયા વગર જ તેને અવગણીને ચાલ્યા જતા.

મારા ભાઇએ મને કહ્યું મારી સામે જોયા વગર તું માંગવા લાગ, જો તું સો રૂપિયા નહીં માંગી શકે તો તને આજે ખાવા મળશે નહીં.’’

ઠીક છે, હું પ્રયત્ન કરીશ." મેં દુઃખ સાથે જવાબ આપ્યો.

શરૂઆતમાં મને ભીખ માંગવા માટે શરમ લાગતી હતી, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. ત્યાં લાઈનમાં એક વૃદ્ધ માણસ હતો. જેણે મને ૨ રૂપિયા આપ્યા. તે મેં મારા જીવનમાં પહેલીવાર માંગ્યું હતું. મેં તેની આખમાં જોયું તેને એક ક્ષણ મારી સામે જોયુ અને પછી તે લાઈનમાં આગળ ચાલવા લાગ્યા. હું અને મારો ભાઈ ત્યાં ૪ કલાકથી ત્યાં ઉભા હતા મને સૂર્ય પ્રકાશને કારણે ખુબ પરસેવો થઇ રહ્યો હતો અને હું ત્યાં એકધારુ ઉભો રહીને થાકી ગયો હતો. 1 વાગ્યા પછી અમે મંદિરની નજીક આવેલા વૃક્ષ તરફ ગયા ત્યાં બેસવા માટે બેન્ચીસો હતી. હું અને મારો ભાઈ ત્યાં બેઠા અને મારા ભાઈએ કાપડની થેલીની ગાંઠ છોડી અને તેમાંથી જમવાનું બહાર કાઢયું. ત્યાં જ અમે પછી જમવાનુ શરૂ કર્યું અને પછી ખાઈ ને ત્યાં હું અને મારો ભાઈ થોડીવાર સુઈ ગયા. બપોર પછી ફરી અમે માંગવા માટે મંદિરે વયા ગયા. ૭ વાગ્યા એટલે અમે ઝુપડી તરફ ચાલવા લાગ્યા તે દિવસે મેં ૧૦૯ રૂપિયા માંગ્યા હતા.

***

અમે ઝુપડી પર પહોંચી ગયા. હું ખૂબ જ થાકી ગયો હતો. મારા પગ ત્યાં સતત ઊભા રહીને ખુબ જ દુઃખી રહ્યા હતા, તેની પીડા મારાથી સહન થઇ રહી ન હતી. ત્યાં ઝૂંપડીની બહાર મારી મમ્મી બહાર ચુલા પર રોટલી બનાવી રહી હતી મારો ભાઈ અને મારી બહેન તેની નજીક બેઠા હતા, અને ખાઈ રહ્યા હતા. મારા પપ્પા ઝુંપડીની અંદર દરવાજા પાસે જમીન પર બેઠા બેઠા દારૂ પીય રહ્યા હતા. દારૂની વાસ ઝૂંપડી માંથી આવી રહી હતી. હું બહાર બધા બેઠા હતા ત્યાં જઈને બેઠી ગયો, અને મારા પગની પિંડીઓ દાબવા લાગ્યો.

મારી મમ્મીએ કહ્યું કે તેગી આજે તારો પહેલો દિવસ છે એટલે તને પગ દુઃખે છે, થોડા દિવસ આવું થશે પછી તને આદત થઇ જશે બાકી આજે તું કેટલા રૂપિયા લાવ્યો? "

(મેં કઈ જ બોલ્યા વગર પગ દબાવતા દબાવતા મારા ભાઈની સામે જોયું.)

મારા ભાઈએ કહ્યું "અમે બંને થઈને ૨૨૭ રૂપિયા માંગ્યા."

"સારું તો લાવ બધા રૂપિયા અને તમારું બન્નેનું ખાવાનું લઇ લ્યો." મારી મમ્મીએ અમને કહ્યું.

મારા પપ્પા દારૂની બોટલ લઈને ઝૂંપડીમાંથી બહાર આવ્યા, અને મારી મમ્મીના હાથ માંથી પૈસા ઝૂંટવી લીધા અને લથડતા તે રોડ તરફ ચાલવા લાગ્યા. મારી મમ્મી કઈ બોલી નહીં. મારા પપ્પા ગયા પછી મારી મમ્મી પણ અમારી સાથે જમવા લાગી.

મેં અને મારા ભાઈએ પણ જમવાનુ શરૂ કરી દીધુ. હું જયારે જમતો હતો ત્યાં મને અચાનકજ મને કાલે મળેલી છોકરી યાદ આવી મેં વિચાર્યું કે, તે કદાચ આજે આવે તો તેને કાલ માટે તેનો આભાર તો માનવો જોઈએ. એટલે હું ઝડપથી જમવા લાગ્યો. જલ્દી જમીને પછી મેં મારી મમ્મીને કહ્યું કે, હું થોડીવારમાં આવું. હું, તે કાલે મળી હતી ત્યાં જ ગયો. મેં તેની ઘણીવાર રાહ જોઈ પણ તે આવી નહીં. પછી છેલ્લે હું દુઃખી થઈને ઝુપડી તરફ ચાલવા લાગ્યો. ત્યાં જ મેં જોયું કે, તે સામેથી આવી રહી હતી. પહેલાની જેમ જ તેના હાથમાં કચરાની થેલી હતી.

હું જોરથી બોલ્યો

તેણે મને જોયો અટલે તે કચરો ફેંકીને પછી મારી તરફ આવી. તે દિવસે મેં તેને સરખી રીતે જોય તેનો ચહેરો ગોળ હતો, તે મારી તરફ થોડું હસતી હસતી આવી રહી હતી. તેના હસવાને કારણે તેના ગાલ પર ખાડા પડી રહ્યા હતા. તેણે સાદો લીલા કલરનો ડ્રેસ પહેર્યો હતો. તે ખુબ જ સરસ લાગી રહી હતી.

તે થોડું હસી અને પછી બોલી આજ મારી પાસે તારા માટે કંઈ ખાવાનું છે નહીં.

હું પણ થોડું હસ્યો અને કહ્યું "સારું પણ મારે જરૂર નથી, બાકી હું તારો કાલ માટે આભાર માનવા આવ્યો હતો."

કઈ વાંધો નહીં, તમારું નામ શું છે?"

"હું તેગી છું અને તમે?" મેં જવાબ આપ્યો.

"હું દિશા છું કેમ તું કાલે ઘાસ અને પાંદડાં ખાતો હતો? "તે બોલી

(મેં મારી સાથે જે કંઈ બન્યું તે બધું જ કહ્યું.)

તે નિસાસો નાખી બોલી "અહીં જન્મતા દરેક બાળકોની આ સામાન્ય સમસ્યા છે પણ તેગી મારું એક સપનું છે મારે ભિખારી તરીકે મરવું નથી."

હું તેને એકધારુ જોઈ રહ્યો અને પછી ઉંડો શ્વાસ લઇને બોલ્યો "જયારે હું ખુબ જ ભૂખ્યો હતો ત્યારે તે મને જમવાનું આપ્યું એટલે હવે હું તેના બદલામાં તારું સપનું એક દિવસ જરૂર પૂરું કરીશ.”

તે આશ્ચર્યથી હસવા લાગી અને કહ્યું તું!!! સારું જોઈ તો

મેં આત્મવિશ્વાસ સાથે કહ્યું "સાચે, હું તારું સપનું પૂરું કરીશ"

તેને ઝૂંપડીવાળા વિસ્તાર તરફ જોયું અને હસીને કહ્યું મને લાગે છે હવે આપણે જવું જોઈએ."

"ઠીક છે પણ .... જો તને કોઈ સમસ્યા ન હોય તો હું તને દરરોજ મળી શકું? ખબર નહીં પણ મને તારી સાથે વાત કરવાની મજા આવે છે." મેં નિર્દોષતાથી જવાબ આપ્યો.

તે મારી સામે જોઇને હસી પછી ઝુપડી તરફ ચાલવા લાગી અને કહ્યું ચાલ હવે

તે મને જવાબ તો ન આપ્યો?”

તેણે સરસ મજાની સ્માઈલ સાથે મારી સામે જોયું અને કહ્યું "હજી તારે મારા જવાબની જરૂર છે."

પછી હું પણ હસ્યો અમે બંને ઝુંપડીઓ તરફ ચાલવા લાગ્યા દિશાએ મને તેની ઝુપડીમાં બતાવી પછી તે તેની ઝુપડીમાં ગઈ અને હું મારી ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો. હું મારી ઝૂંપડી પર પહોંચ્યો તે દસ વાગ્યાનો સમય હતો મને હજી પણ પગ દુઃખી રહ્યા હતા. મેં ચૂલા પાસેથી કાપડના થોડા કટકા લઈને મારા પગ ફરતે જોરથી વીટવી દીધા. મેં જોયું કે દરવાજો હજી ખૂલો જ હતો. હું અંદર ગયો બધા નીચે જમીન પર સુઈ રહ્યા હતા. મારા પપ્પા હજી આવ્યા હતા નહીં. જમીન ઠંડી હતી, અને નીચે પાથરવા માટે કાંઈ હતું નહીં, પછી હું કાંઈ પાથર્યા વગર જ નીચે સુઈ ગયો.

***