2 shining hearts - Chapter - 7 8 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ (2 shining hearts) 7

પ્રકરણ ૭

સુખ અને દુઃખના આંસુ

શિયાળાની સવારનો સમય હતો હું દુકાન પર પહોંચી ગયો હતો. દુકાનને પણ ૪ મહિના થઇ ગયા હતા. ત્યારે સવારમાં મને કોઈ અજાણયા અવાજમાં ફોન આવ્યો અને ફોનમાંથી કોઈ બોલ્યું,

“તમે તેગી બોલો છો?”

હું પેલા તો એકદમ ગભરાઈ ગયો અને મેં કહ્યું “હા, તમે કોણ બોલો છો?”

“હું દેવ વીરસિંહભાઈનો છોકરો બોલું છું. તેઓ બીમારીને કારણ પોતાની અંતિમ ઘડી પર છે અને તમને મળવાની તેમની ઇચ્છા છે. જો શક્ય હોય તો આવોને…"

હું તેમનીવાત સાંભળી મારી આંખમાંથી આંસુ આવી ગયા અને પછી દુઃખી અવાજ સાથે જવાબ આપ્યો “હું આજે જ આવું છું ભાવનગર.”

મેં મારા બંને કામવાળાને દુકાન સોંપી મારુ બેગ લઈને હું મારી સ્પોર્ટ્ બાઈક પર ભાવનગર જવા નીકળી ગયો. મને અત્યારે મારા પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે જે વ્યક્તિ આ મારા દરેક ક્ષણ પર મદદ કરી પણ હું વધુ પૈસા કમાવામાં તેને એક પણ વાર મળવા પણ ગયો નહીં.

***

હું વીરસિંહભાઈના ઘરે બપોરે ૨:૩૦ વાગે પહોંચી ગયો પણ મેં જોયું કે તેઓ રહ્યા ન હતા. હું ત્યાં ખુબ રડ્યો. મને મારી જાત પર આજ પછતાવો થઇ રહ્યો હતો. જે વ્યક્તિએ મારી આખી જિંદગી મદદ કરી જેની છેલ્લી ઇચ્છા મને જોવાની હતી તે પણ મારાથી પુરી નથી થઇ. મને વીરસિંહભાઈના છોકરાએ છાનો રાખ્યો અને કહ્યું

“મારા પપ્પાએ કહ્યું હતું જો તમે તેને ના મળી શકો તો એક ચિઠ્ઠી અને એક કવર હું તમને આપી દવ.”

(મેં તે ચિઠ્ઠી ખોલી તેમાં લખ્યું હતું.)

તેગી, જો તને આ ચીઠ્ઠી મળી છે. તેનો અર્થ છે કે હું જીવિત નથી પણ તું આવી કોઈ ચિંતા ન કરતો કે તું મને મળી શક્યો નહીં. મને તેનું કોઈ દુઃખ નહી હોઈ. તેગી તું ખુબ જ મહેનતુ છે. તારી જિંદગીમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે પણ તું તારા પ્રોબ્લેમથી ભાગ્યો નથી.

તેગી એક જરૂરી વાત… પૈસાએ કોઈ લક્ષ્ય સુધી પહોંચવાનું માધ્યમ હોઈ શકે છે પણ કોઈદી જિંદગીનું લક્ષ્ય હોઈ શકતા નથી. જો પૈસા લક્ષ્ય બની જશે તો પૈસા તો આવી જશે પણ જિંદગી પુરી થઇ જશે. મેં પછી ચિઠ્ઠીની સાથે આપેલું કવર ખોલ્યું તેમાં મારા નામનો ૪ લાખનો ચેક અને શિમલાના એક રિસોર્ટમાં ૧ વર્ષની વેલિડિટીનો ૫ દિવસનો ફ્રી પાસ હતો.

***

મેં પછી દિશાને ગોતવાનું નક્કી કર્યું એટલે પહેલા ઝુપડીવાળા વિસ્તાર પાસે ગયો. મેં ત્યાં જઈને જોયું તો ત્યાં કોઈ ઝુંપડીઓ હતી જ નહીં. ત્યાં મોટા-મોટા બિલ્ડીંગ થઇ ગયા હતા મેં ત્યાં જઈને એક ગાર્ડને પૂછ્યું,

“અહીં પેલી બધી ઝૂંપડીઓ હતી તે ક્યાં ગઈ?”

“અહીં બિલ્ડીંગ બનિયા તેને એક વરસ થઇ ગયું અને હું અહીં એક વર્ષથી તો છું જ પેહલા ઝૂંપડીઓ હોઇ તો મને ખબર નથી કેમ તમારે કાંઈ કામ હતું?” તે ગાર્ડે કહ્યું.

મેં નિસાસો નાખ્યો અને માથું હલાવીને દુઃખ સાથે ના પડી. હું પછી હું અને દિશા જે ગાર્ડનમાં બેસતા ત્યાં ગયો ત્યાં થોડી વાર બેઠો. બધી જૂની યાદો તાજી કરી. મારી નજરની સામે જુના બધા દ્રશ્યો એક પછી એક આવી રહ્યા હતા પણ આજે એક ખોટ હતી દિશા મારી સાથે ન હતી. પછી વીરસિંહભાઈના ઘરે ગયો. ત્યાં હું તેમના સંબંધી સાથે જમીને હું તેમના ઘરે હીંચકા પર શાંતિથી બેઠો હતો. મને જોઇને દેવે પૂછ્યું,

“કેમ શું થયું છે આમ તમે ટેન્શનમાં છો? કઈ વાત તમને મુંજવતી હોઇ તો મને કયો. હું કદાચ કઈ મદદ કરી શકુ તમારી…”

મેં દિશાની બધી વાત દેવને કરી અને મારા બેગ માંથી તેનો મારી સાથેનો ફોટો પણ બતાવ્યો. તે વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો અને પછી મને કહ્યું “તમે બરોડા જઈને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરોને…”

મારા ચેહરા પર ફરી ઉત્સાહ આવ્યો અને આશાનું કાંઈક કિરણ દેખાયું. મેં દેવને કહ્યું “હા, તમારી વાત સાચી છે. હું તો કાલે જ બરોડા જાવ અને પોલીસ સ્ટેશનમાં આ બધી વાત કરું.”

***

હું પછીના દિવસે બરોડા જવા નીકળી ગયો. ત્યાં ભૂરા અને સફેદ કલરની ૩ માળની બિલ્ડીંગ હતી. ત્યાં હું અંદર ગયો. ત્યાં મેં એક ટેબલ પર રહેલા પોલીસ ઓફિસર પાસે ગયો અને મેં તેમને જે કાંઈ બન્યું હતું તે બધી વાતો કરી. ત્યાં રહેલા પોલીસ ઉભા થયા અને એક ફાઈલ લઇ આવ્યા અને મને કહ્યું,

“લગભગ ૬ મહિના પહેલાં અમે બાળ મજુરી કરાવતા હતા તે બધાને પકડી લીધા છે અને બધા છોકરા-છોકરીઓને તેમના મા-બાપને સોંપી દીધા છે. જેમના મા-બાપ ન હતા. તેમને સલામત જગ્યા પર તેમને યોગ્ય હોય તેવા કામના સ્થળ પર મોકલી દીધા છે. આ ફાઈલમાં બધાના નામ અને ક્યાં છે તે લખ્યું છે.”

મેં તે ફાઈલ જોઈ અને તેમાં દિશાનું, મારા ભાઈનું અને મારી બહેનું નામ ગોતવાનું શરુ કર્યું. મને દિશાનું નામ મળ્યું તે કોઈ અંડર કન્ટ્રકશન બિલ્ડિંગમાં ધ્યાન રાખવા માટે રાખી હતી પણ મારા ભાઈ અને બહેન ન મળ્યા. મેં પોલીસને વાત કરી ત્યારે મને પોલીસે મને કહ્યું કે તેઓ પણ મારી જેમ જ ભાગી ગયા હોય એવું બની શકે….

હું મારી બાઇક લઇને તે બિલ્ડીંગ પાસે ગયો ત્યાં ૧૨ માળની મોટી બિલ્ડીંગ ચણાતી હતી. ત્યાં બધા કામ કરી રહ્યા હતા. તે બિલ્ડીંગની ફરતે દીવાલ હતી અને ત્યાં જવાનો એક દરવાજો હતો તે ખુલ્લો હતો. મેં ત્યાં ગાડી પાર્ક કરી અને હું દરવાજાની અંદર ગયો. મેં જોયું કે ત્યાં થોડે દૂર થોડા લોકો બિલ્ડિંગના નીચેના ફ્લોર પર કામ કરી રહ્યા હતા અને ત્યાં મેં દીશાને જોઇ. પેહલા તો હું ત્યાં જવા દોડયો પણ પછી મેં જોયું તો તેના હાથ માં કોઈ નાનુ એવુ છોકરૂં હતુ. તે તેને હસતી-હસતી રમાડી રહી હતી. મેં તેને ખુશ જોઈ એટલે મારી આંખમાંથી આંસુ વયા ગયા પણ મને દુખ એ પણ હતું કે આજ તે મારી હતી નહીં. પછી હું આંસુ લૂછીને દરવાજા તરફ ચાલવા લાગ્યો.

***

પ્રકરણ ૮

અમારી સફર

હું તે કન્ટ્રકશન બિલ્ડિંગની બહાર જઈને હું મારી બાઇક પર બેઠો. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને મારી બેગમાંથી દિશાનો અને મારો ફોટો કાઢિયો. તે જોયો અને મારી આંખો મેં થોડી ક્ષણો માટે બંધ કરી. મારી આંખમાંથી આંસુ વહી ગયા.કેટલાક આંસુ મારા અને દિશાના ફોટા ઉપર પડે છે. આજ મને એતો ખાતરી થઇ ગઈ હતી કે હવે હું તેને કોઈ વાર મળવાનો નથી. મને એક ક્ષણ માટે એવું પણ થયું કે બસ છેલ્લી વાર એને મળી લવ પણ મારુ મન માનતું ન હતું. મેં આકાશ તરફ જોયું અને ઊંડો શ્વાસ લીધો અને દુઃખ સાથે નિસાસો નાખ્યો.

પછી હું મારા હાથમાં રહેલો ફોટો ફેંકી દેવા જ જતો હતો. ત્યાં એક કાર આવી અને એક ભાઈ મારી નજીક કારમાંથી ઉતર્યા તેણે મારી સામે જોયું. એટલે મેં મારી આંખો પરના આસુઓ જલ્દી લુછ્યા. તે મને જોઈને મારી પાસે આવ્યા અને મને ચિંતા સાથે પૂછ્યું.

“શું થયું ભાઈ? કેમ રડી રહ્યા છો?”

મારા હાથમાં રહેલો ફોટો જોઈને દુઃખ સાથે કહ્યું “બસ આજે હું મોડો પડ્યો છું.”

તે ભાઈ એ મને આશ્ચર્યથી કહ્યું “હું કંઈ સમજ્યો નહિ."

ત્યાં ફરીથી થોડા આંસુ મારી આંખમાંથી સરી પડ્યા..

તે ભાઈ ફરીથી ચિંતાથી બોલ્યા “તમારું નામ શું છે અને તમને શું થયું છે? તમે મને કયો કદાચ હું તમને મદદ કરી શકું..”

મેં આંસુ લૂછ્યા અને ઉંડો શ્વાસ લઈને કહ્યું “મારુ નામ તેગી છે."

હું હજી એટલું જ બોલ્યો ત્યાં જ તે ભાઈએ મને આશ્ચર્યથી કહ્યું “તેગી! તમે કોઈ દિશા નામની છોકરીને ઓળખો છો?”

હું પણ આશ્ચર્ય પામી ગયો અને મેં પછી તે ફોટો બતાવ્યો અને કહ્યું “હા, હું તેને ઓળખું છું”

તે ભાઈ ખુબ જ ખુશ થઇ ગયા અને બોલ્યા “મારુ નામ ચંદ્રેશ છે અને હું આ અંડર કન્ટ્રક્શન બિલ્ડીંગનો માલિક છું. અમારે ત્યાં રહેલી દિશા આ ફોટો રોજ સાંજે જોતી હોય અને તને યાદ કરતી હોય. અમને તમારી નાનપણની વાતો પણ કહેતી હોય અને છેલ્લે કહે કે તેગી મને અહીંથી લેવા જરૂર આવશે.”

તેમની વાત સાંભળીને મારા ચેહરા પર વર્ણવીનાં શકાય તેવું હાસ્ય આવી ગયું હતું અને તે ભાઈ ફરીથી બોલે છે “મને તો હતુ કે તું કોઈ દિવસ નહિ આવ પણ આજે તે આવીને કાંઈક અદભુત પ્રેમનો પ્રકાશ પાથરી દીધો છે.”

તે ભાઈ મારો હાથ પકડીને પછી દરવાજામાં લઇ ગયા અને અંદર જઈને જોરથી બોલ્યા.

“દિશા જો કોણ આવ્યું છે!!”

મેં જોયું કે તે નાનું છોકરું દિશાએ કોઈ ત્યાં રહેલા બેહેનને આપ્યું અને મારી તરફ આવી. જેવો તેણે મને જોયો એટલે હું થોડું હસ્યો તેની આંખોમાંથી આંસુ જવા લાગ્યા અને રડતી-રડતી દોડીને મારી પાસે આવીને મને જોરથી ભેટી ગઈ. મારી આંખમાંથી પણ આંસુ જવા લાગ્યા. હું અને દિશા લગભગ સાડા ત્રણ વર્ષ પછી મળી રહ્યા હતા પણ બંનેને એક બીજા માટે પ્રેમ જરા પણ ઓછો થયો ના હતો પણ દૂર રહેવાને કારણે વધી ગયો હતો.

ત્યાં જેટલા નીચેના ફ્લોર પર કામ કરી રહ્યા હતા. તે બધા પણ અમારી પાસે આવ્યા. ત્યાં મને એક બહેને કહ્યું,

“દિશા તમને રોજ તમારો બંનેનો ફોટો જોઈને યાદ કરતી હોય છે.”

મેં દિશા સામે જોયું પછી મેં દિશાને અને ત્યાં રહેલા બધાને મારી સાથે બનેલી બધી વાત કરી ત્યાં રહેલા કન્ટ્રકશનના માલિકે મને કહ્યું,

“તમારી લાઈફ તો ખુબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તેગી, તું તારી અને દિશાની લાઈફ પર કોઈ બુક લખને.”

હું થોડું હસ્યો અને કહ્યું “સારું, હું જરૂર લખીશ.”

પછી હું અને દિશા ત્યાંથી સુરત જવા નીકળી ગયા. સુરતમાં દિશાને મેં દુકાન બતાવી પછી હું તેને મારા ઘરે પણ લઇ ગયો. સુરત જઈને પછી મેં મારી અને દિશા વિષે બુક લખવાની શરૂ કરી અને ૧૩ દિવસમાં દિશા મને કઈ રીતે ફરીવાર મળી ત્યાં સુધી લખીનાંખી. તે બૂકના બીજા પેજ પર મારા અને દિશા બંને પાસે રહેલા ફોટા ચોંટાડી દીધા.

***

મારી પાસે વીરસિંહભાઈએ આપેલો સિમલાનો ફ્રી પાસ હતો. એટલે મેં વિચાર્યું કે હું બાઇક લઇને જ જાવને વચ્ચે આવતા બધા સ્થળ ફરતો જાવ પછી હું અને દિશા કપડાં લેવા ગયા. મેં અને દિશાએ ચાર ચાર જોડી કપડાં લીધા અને ઠંડીથી બચવા માટે લેધર જેકેટ પણ લીધા. દિશા એ બ્લેક લેધર જેકેટ લીધું અને મેં મરૂન લીધું. અમારા ફોટો અને વિડિઓ માટે અમે એક કેમેરો પણ લીધો. પછી થોડા દિવસમાં મેં શિમલા જવાનું પ્લાનિંગ કર્યું જેમાં માઉન્ટ આબુ, ઉદયપુર, જયપુર, દિલ્હી અને શિમલા. આ બધા સ્થળો પણ સાથે લઇ લીધા. મેં અને દિશાએ બેગ પેક કરી અને પછીના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે બાઇક લઇને અમે સુરત થી આબુ જવા નીકળી ગયા. અમે ૩ હોલ્ટ લીધા હતા અને સાંજે ૮:૦૦ વાગ્યે બાઇક લઈને આબુ પહોંચી ગયા.

ત્યાં અમે નકી લેક પાસેની હોટેલમાં રોકાયા આબુમાં સુરત કરતા વધારે ઠંડી હતી. અમે સાંજે જમીને પછી જેકેટ પહેરીને નકી લેક પર ગયા. નકી લેક પાસે ગાર્ડન હતું. તે ગાર્ડન લાઈટોથી ડેકોરેટ કર્યું હતું. ત્યાં દરેક વૃક્ષમાં સીરીઝો ગોઠવી હતી અને લાઇટોના ડેકોરેશન એ ગાર્ડનની સુંદરતામાં વધારો કરી દીધો હતો. મેં અને દિશા એ ત્યાં ફોટાઓ પાડ્યા અને પછી હોટલ ગયા. હું રોજ બનેલી ખાસ પળ હું બુકમાં લખતો જતો હતો.

પછીના દિવસે સવારે વહેલા અમે આબુના સૌથી ઉંચા ગુરુ શિખર પર જવા નીકળીયા. બાઇક પર ખુબ જ ઠંડી લાગી રહી હતી દિશા મને ફિટ પકડીને બેસી ગઈ હતી. અમે ગુરુ શિખર ઉપર પહોંચતા ત્યાં એક ભાઈ તાત્કાલિક ફોટો પાડી આપતા હતા. મેં જોયું તે સમયે સૂર્યોદય થઇ રહ્યો હતો એટલે મને ખુબ સારુ દ્રશ્ય લાગ્યું અને મેં તે ભાઈને ફોટો પાડવા કહ્યું. હું અને દિશા એક બીજાને ભેટીને ઉભા હતા અને પાછળથી સૂર્યોદય થઇ રહ્યો હતો. આ ફોટો તેમણે અમને ૫૦ રૂપિયામાં ત્યાં જ કાઢીને આપ્યો. આબુમાં અમે છેલ્લે પછી સન સેટ પોઇન્ટ પર ગયા. ત્યાં અમારા કેમેરામાં પણ ફોટાઓ પાડ્યા.

તે જ દિવસે સાંજે ૭:૦૦વાગ્યે હોટેલમાં ચેક આઉટ કરી અમે ઉદયપુર જવા નીકળી ગયા. અમે લગભગ ૨ કલાકમાં ઉદયપુર પહોંચી ગયા. ત્યાં અમે હોટેલમાં રોકાયા અને હોટેલમાં જમીને પછી મેં સવારનો માઉન્ટ આબુનો ફોટો મારી બૂકના પહેલા પાના પર લગાવી દીધો. હવે બુક ખુબ જ સારી લાગી રહી હતી. સવારે જયારે અમે જાગ્યાં ત્યારે હોટેલવાળાએ અમને એક કાર્ડ આપ્યું. જેમાં ૧૨ જેટલા ઉદયપુરના પ્લેસ હતા. જેમાં મેં અને દિશાએ પેહલીવાર ફતેહ સાગરમાં બોટિંગ કર્યું. ત્યાં લેકની વચ્ચે નહેરુ ગાર્ડન પણ આવેલું છે અને પછી ઉદયપુરના સિટી પેલેસ પર ગયા. તે પેલેસ પિછોલા લેક પાસે આવેલો છે. અમારે તે ફરતા ૨ કલાક થઇ પછી અમે વેહલા સાંજના સમયે ફેમસ દાળબાટી ખાધી અને વેહલા હોટેલ પર પહોંચી ગયા કારણ કે પછીના દિવસે અમારે જયપુર માટે નીકળવાનું હતું.

***