Abortion - 3 books and stories free download online pdf in Gujarati

એબોર્શન ભાગ-૩

એબોર્શન

મુબારક હો.. તમારે લક્ષ્મીજી આવ્યા છે નર્સ બોલે છે .આમ સાંભળતાજ જાણે બધાના ચહેરાનો ભાવ બદલાઈ ગયો. વરુણ મનમાં જ એક નિઃસાસો નાખે છે. બધાંના ચહેરા પર ખુશી ને બદલે ગમ હતું. કોઈ પણ રાજી ન હતું. પરંતુ આતો કુદરત ની ઈચ્છા. કુદરત સામે તો કોઈ નું ચાલે જ નઇ. તેમ છતાં વરુણ મનમાને મનમાં ભગવાન પ્રત્યેનો અણગમો દર્શાવતો રહ્યો. આજે પોતાને ઘરે દીકરીનો જન્મ થયો હોવા છતાં વરુણ દુઃખી હતો. વરુણ ને જ્યારે પોતાની દીકરીને જોવા અંદર લઇ જવામાં આવે છે ત્યારે પાયલ વરુણ ને જોઈ ને કઈ બોલી શક્તિ નથી . આવા સમયે પાયલ ને હૂંફ આપવાને બદલે વરુણ પાયલ સાથે એક શબ્દ પણ બોલતો નથી અને માત્ર પોતાની દીકરી ને જોઈ ને બહાર જતો રહે છે. પાયલ તરત જ સમજી જાય છે કે દીકરો ન આવ્યો હોવાથી વરુણ પાયલ પ્રત્યે નારાજ થયો એટલે તેની સાથે વાત પણ ન કરી. પાયલ માનમને મનમાં ખૂબ દુઃખી થાય છે. પણ પાયલ કરી પણ શું શકે આ તો કુદરત ની કળા હતી.પાયલ હબે મનમાં વિચારે છે કે બસ ભગવાને જે આપ્યું તે સ્વીકારી હવે ગર્ભનિરોધક ઓપરેશન કરવી લેવું છે.મારે મન તો આ બંને ઢીંગલી જ મારા દીકરા છે.

પાયલ હજુ આમ વિચારતી હોય છે ત્યાં જ ડોક્ટર આવે છે અને આગળ ઓપરેશન કરવાનું છે કે નહીં તે જણાવવા કહે છે. પાયલે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે બસ હવે ઓપરેશન કરવી નાખવું છે પણ વરુણ સાથે બેસીને નીર્ણય લેવા વરુણ ને બોલાવવામાં આવે છે. પાયલ પોતાની ઈચ્છા જણાવે છે .વરુણ તરત જ પાયલ પ્રત્યે ગુસ્સે થઈ જાય છે. મારે તો છોકરો જ જોઈએ. જ્યાં સુધી તું એક છોકરો ન આપે ત્યાં સુધી ઓપરેશન કરાવવાનું નથી. સ્પષ્ટ શબ્દોમાં વરુણ પાયલ ને જણાવી દે છે. પાયલ બહુજ દુઃખી થાય છે. પણ એ લાચાર હોય છે વરુણ ની ઈચ્છા માન્ય વગર એને છૂટકો પણ હોતો નથી.

પાયલ તેના સાસુ વસન બેનને પોતાની ઈચ્છા જણાવે છે. વસન બેન ને પણ દીકરાની લાલચ થોડીતો હોય જ છે એટલે એ પાયલ ને સમજાવે છે જો બેટા એકદીકરો હોય ને તો એ આપણા આખા કુળને આગળ વધારે નહીંતર આપણું કુળ અહીંથી અટકી જાય એટલે હજુ ઓપરેશન કરાવવામાં આટલી ઉતાવળ કરવી ન જોઈ એ.

પણ બા હજુ છોકરી આવી તો....??? પાયલ હજુ તેના સાસુ ને સમજાવવાની કોશિશ કરી રહી હતી.

ના રે એમ થોડું થાય ..હવે તો મારી આ બે બે ઢીંગલી નો ભાઈ જ આવશે જો જે તું....તરત જ બા એ મન ની વાત કરી.

પાયલ હવે ઘરની ખુશી માટે માની ગઈ કે હજુ એકવાર દીકરા આવે તેના માટે પ્રયત્ન કરવો...

પરીની જેમ આવેલી આ નવી ઢીંગલી પણ એકદમ તંદુરસ્ત અને સ્વાસ્થય હોય છે એટલે બીજા જ દિવસે પાયલ ને હોસ્પિટલ થી રજા આપવામાં આવે છે. ઘરે પાયલ ના સાસુ વસન બેન પાયલ નું તથા નવી ઢીંગલી નું ખૂબ સંભાળ રાખે છે. છઠ્ઠીના દિવસે નામકરણ કરવામાં આવે છે અને નામ રાખવામાં આવે છે " જેસ્વિ". આ વખતે પણ વરુણ ની પસંદગીનું જ નામ રાખવામાં આવે છે.

વરુણ પણ હવે જેસ્વિ અને પરી ને ખૂબ પ્રેમ કરવા લાગે છે આખરે તો એ દીકરીનો બાપ જ ને. એને તો એની દીકરી વહાલી જ હોય ને.... પણ મનમાં હજુ એક દિકરાની અબળખા અધૂરી હતી.અવાર નવાર વરુણ પાયલ ને દીકરો ન આપવા બદલ મેંણાં ટોણા મારતો રહેતો હતો. પાયલ કંઈજ બોલ્યા વગર ચૂપ ચાપ બધું સહન કર્યે જતી હતી. પાયલ તો બસ મ જ વિચારતી હતી કે બસ આ વખતે ભગવાન મને દીકરો આપશે એટલે બધું પાછું સારું નરવું થઈ જશે. વરુણ પણ મને પહેલા ની જેમ ફરીથી પ્રેમ કરવા લાગશે.બસ એક ડિલિવરી સુધી મારે સહન કરવાનું છે. પણ વસન બેન પાયલ ને આ બાબતે ક્યારેય મેંણાં બોલતા નહીં. એતો હંમેશા પાયલ નું ધ્યાન જ રાખતા. દાદા રસિક લાલ ને પણ આ બંને ઢીંગલી પરી અને જેસ્વિ ખૂબ જ વહાલી હતી. દાદા રોજે પરીને બહાર ફરવા લઇ જતા. પરી કુતુહલ વશ દાદા ને અવનવા પ્રશ્નો કરતી અને દાદા હંમેશા તેને જવાબ આપતા. પરી ભણવામાં તો ખૂબ હોશિયાર હતી જ સાથે બોલવામાં પણ એકદમ મીઠ્ઠી. પોતાની કાલી ઘેલી ભાષામાં બધા સાથે વાતો કરતી એટલે નર્સરી કલાસ માં પરી તેના ટીચર ને ખૂબ જ ગમતી. માત્ર સ્કૂલે જ નહીં પણ શાંતિવન એપાર્ટમેન્ટ માં પણ એ બધાની વહાલી હતી. મમ્મી ક્યારેક ઘરકામ કરતી હોય ને જેસ્વિ રડતી હોય તો જેસ્વિ ને રમાડતી અને તેની સાથે વાતો પણ કરતી.

જેસ્વિ હવે ધીરે ધીરે મોટી થવા લાગે છે તથા જોત જોતામાં તો 1 વર્ષ ની થઈ જાય છે. હવે વરુણ ને પણ આ બંને દિકરીયું ખૂબ જ વહાલી હોય છે પણ મનમાં એક ઈચ્છા તેની અધુરી જ હોય તેવું લાગતું હતું. હજુ તેને જીવનમાં કૈક ખૂટતું હોય તેવું લાગતું હતું . બસ વરુણ ને તો એક છોકરો જ જોતો હતો. આ વિચાર હંમેશા તેના મનને કોરી ખાતો હતો. મનમાં સતત છોકરાના વિચારો આવતા વરુણ હવે રહી શકતો નથી અને ફરિથી ફેમિલી પ્લાનિંગ કરે છે .

ત્રિજી વખત પાયલ ના સારા દિવસો ચાલુ થાય છે. હવે પાયલ ને ચિંતા વધતી જાય છે આ વખતે પણ છોકરી આવશે તો....??? આ વખતે ફરીવાર કેટલીય માનતા રાખવામાં આવે છે. પાયલ ના મમ્મી અષાબેને પણ માનતા રાખી હોય છે બધા પાયલ માટે પ્રાર્થના કરતા હોય છે. વસન બેન પાયલ નું ખૂબ જ ધ્યાન રાખે છે. પાયલ પણ રેગ્યુલર ડૉકર ચેક અપ, બુક્સ રીડિંગ રેગ્યુલર કરે છે.પરંતુ આ વખતે પાયલ પર બધાની અપેક્ષા થોડી વધારે જ હોય છે અને ખાસ કરીને વરુણ ની તો બોવ જ વધારે..પાયલ ને તો બસ એક જ ચિંતા કોરી ખાય છે કે આ વખતે છોકરી આવશે તો....??? આ વાત પાયલ વરુણ ને જણાવે છે. વરુણ ને પણ હવે ચિંતા થવા લાગે છે એટલે એ ગર્ભ પરીક્ષણ કરાવવાનું નક્કી કરે છે . આમતો આપણા દેશમાં ગર્ભ પરીક્ષણ કરાવવું કે કરવું એ પીસી & પીએનડીટી એકટ ૧૯૯૪ મુજબ કાનૂનન સજાપાત્ર ગુનો બને છે પણ કાયદાને જાણે ઘોળીને પિય જતા હોય તેમ કેટલાય તબીબો ગર્ભપરિક્ષણ વધારે પૈસા મેળવવાની લાલચમાં કરે છે. વરુણ ના કોઈ સંબંધી ની ઓળખાણ માં જ એક ડોક્ટર હતા જે ગર્ભ પરીક્ષણ કરી આપવા તૈયાર હતા એટલે ત્યાં જવાનું નક્કી કરવામાં આવ્યું. એપોઈમેન્ટ ની તારીખ અને સમય પ્રમાણે વરુણ અને પાયલ ત્યાં પહોંચી જાય છે. અનઅધિકૃત કાર્ય કરવા બદલ ડૉક્ટર વરુણ પાસે થી બહુ ઉંચી ફી લે છે અને પાયલ નું ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે. ગર્ભ પરીક્ષણ કર્યા પછી ડોક્ટર વરુણ ને તેની કેબીન માં બોલાવે છે તથા જણાવે છે. ડોક્ટર ના મોઢામાંથી આવતા શબ્દો સાંભળવા વરુણ સ્તબ્ધ થઈ જાય છે. ડૉક્ટર જણાવે છે કે...

વધુ આવતા અંકે.....

jgolakiya13@gmail.com,

Jayesh Golakiya

(B.Pharm)

9722018480