Abortion - 7 books and stories free download online pdf in Gujarati

એબોર્શન ભાગ-૭

એબોર્શન

વરુણ અંદર જઈને ડૉક્ટર ને ડાયરેક્ટ ગર્ભ પરીક્ષણ કરવાનું કહે છે. ડૉક્ટર તરત જ ના પાડે છે તથા વરુણ ને ખીજાય છે સાથે વસનબેન ને પણ ખીજાય છે. તમને જ પ્રોબ્લેમ હશે ને ....??? ડૉક્ટર વસનબેન ને પૂછે છે. નહીં સાહેબ વસંનબેન જવાબ આપે છે પછી તો વસનબેન આખી વાત માંડીને પહેલે થી ડૉક્ટર ને જણાવે છે. ડૉક્ટર પાયલ તથા વરુણ નિ બધી વાતો ધ્યાન થી સાંભળે છે તથા પહેલા ડૉક્ટર એ આ વખતે પણ છોકરી છે એમ કહ્યું છે પણ એ વાત પર ડાઉટ છે એટલે ગર્ભ પરીક્ષણ કરાવવું છે એમ છેલ્લે વસન બેન જણાવે છે. બધી વાત સાંભળી ડૉક્ટર ગર્ભ પરીક્ષણ કરવા તો તૈયાર થઈ જાય છે પણ એક શરત મૂકે છે કે જો આ વખતે છોકરી હોય તો તું એબોર્શન નહીં કરાવે. તો જ એ ગર્ભ પરીક્ષણ કરશે નહીંતર નહિ કરે. અને બીજું પેલા ડૉક્ટર પર ડાઉટ છે એટલે હું ગર્ભ પરીક્ષણ કરું છું નહીંતર હુ ક્યારેય કરતો નથી. વરુણ તરત જ ડૉક્ટર ની શરત સ્વીકારી લે છે. વરુણ માત્ર ગર્ભ પરિક્ષણ કરાવવા માટે જ ડૉક્ટર ની શરત સ્વીકારે છે મનમાં તો એમજ હોય છે કે જો છોકરી હશે તો બીજે ક્યાંય એબોર્શન કરવી લેશે.પાયલ ને ગર્ભ પરીક્ષણ માટે સોનોગ્રાફી રૂમ માં લઇ જવામાં આવે છે

હવે ડૉક્ટર પાયલ નું ગર્ભપરિક્ષણ કરે છે. ડૉક્ટર ગર્ભ પરીક્ષણ કરતા આચર્યચકિત થઈ જાય છે તેને કઈ સમજાતું ન હોય તેમ બીજી વાર તપાસ કરે છે તથા કન્ફર્મેશન કરવા ત્રીજી વાર પણ તપાસ કરે છે. ત્રીજી વખત ને અંતે ડૉક્ટર એકદમ સચોટ નિર્યય પર આવ્યા હોય તેમ ફૂલ આત્મવિશ્વાસ સાથે પોતાની ચેમ્બર માં જાય છે તથા વરુણ અને તેના મમ્મી ને બોલાવે છે. ઉત્સુકતા વશ હવે વરુણ તથા વસનબેન પણ ઝડફથી ડૉક્ટર ની કેબીન માં જાય છે.

ડૉક્ટર ની ચેમ્બર તરફ જેમ વરુણ પગ ઉપાડતા જાય છે તેમ જ તેના હૃદય ના ધબકારા પણ વધતા જાય છે. ઉત્સુકતા વધતી જાય છે કે આ વખતે ક્યાંક ફરીથી છોકરી તો નઇ હોય ને.....??? મનમાને મનમાં ભાગવાનું નામ લેતો તથા ઊંડા ઊંડા શ્વાસ લેતો વરુણ તથા તેની મમ્મી ડૉક્ટર ચેમ્બર માં એન્ટર થાય છે. એક ક્ષણ તો વસન બેન ના ધબકારા પણ વધી જાય છે. વસન બેન ને તો વરુણ ની બીક હોય છે કે ક્યાંક છોકરી નીકળી તો...!!!વરુણ એબોર્શન જ કરવી નાખશે...આવા વિચારોના વમળો તથા ઉત્સુકતા વશ વરુણ તથા વસન બેન ડૉક્ટર ની સામેની સીટ પર બેસે છે.

થોડી ક્ષણ ડૉક્ટર કઇ બોલતા નથી અને ચેમ્બર માં એકદમ શાંતિ પ્રસરી જાય છે. ડૉક્ટર ના મનમાં વિચારોના વમળો ફરતાહોય હોય તેમ થોડી અવઢવ માં હોય તેમ વસંનબેન ને લાગે છે. ડૉક્ટર હજુ કઈ બોલતા નથી એટલે વરુણ ની ઉત્સુકતા ચરમ સીમાએ પોચી જાય છે રહી શકતો નથી એટલે તરત જ ડૉક્ટર ને પૂછે છે. શુ છે સાહેબ...??? ડૉક્ટર હવે પોતાનું મોંન તોડે છે અને જણાવે છે " છોકરો " છે. છોકરો સાંભળતાની સાથે વરુણ ની ખુશી નો પાર રહેતો નથી અને ડૉક્ટર ની કેબીન માં જ ઉભો થઇ ને ઝુમી ઉઠે છે. વસન બેન પણ પોતાનો હરખ રોકી શકતા નથી અને ખુશીના આંસુ આંખમાંથી સરી પડે છે. વરુણ ખૂબ જ ખુશ થાય છે. તરત જ વસન બેન વરુણ કે કહે છે. " હું પેલા જ કહેતી હતી બીજે ચલ મને આ ડૉક્ટર બરોબર લાગતો નથી ". વરુણ હવે કઈ બોલી શકતો નથી. માં દીકરાની વાતો એકી ટચે સાંભળતા ડૉક્ટર હવે ફરી બોલવાનું ચાલુ કરે છે. બોલ કરાવવું છે એબોર્શન તો કરી દવ આત્યારેજ.???? ડૉક્ટર વરુણ ની સામે જોતા બોલ્ય. નહીં નહીં સાહેબ મારે દીકરો જ જોઈતો હતો હવે એબોર્શન નહીં...વરુણ જવાબ આપે છે. તો પેલા ડોક્ટરે છોકરી છે એમ કહ્યું ત્યારે તો તું તૈયાર થઈ ગયો હતો એબોર્શન કરાવવા. આ એ જ ભ્રુણ છે બદલાયું નથી હવે તારે એબોર્શન નથી કરાવવું..વરુણ તરત જ પોતે કરેલી ભૂલ સમજી જાય છે તથા ડૉક્ટર પાસે માફી માંગે છે. વરુણ ને એની ભૂલ સમજતા જ ડૉક્ટર વરુણ ને વધારે સમજાવવાનું શરૂ કરે છે.

જો વરુણ તારા જેવા લોકોની છોકરો મેળવવા માટે ની જીદ ને લીધે જ તો કેટલાય ડૉક્ટરો ગેરફાયદો ઉઠાવે છે. ડૉક્ટર ને ખબર પડી જાય કે આ છોકરો મેળવવા માટે જિદ્દી છે એટલે એબોર્શન કરી પૈસા મેળવવા ની લાલચે કેટલાક ડોક્ટરો છોકરો હોવા છતાં છોકરી છે એમ જણાવે છે અને છોકરી છે એમ જાણતા જ તારા જેવા મૂર્ખ લોકો કઈ પણ વિચાર કર્યા વિના એબોર્શન કરવી નાખે છે. આમા ડૉક્ટર નો તો વાંક છે જ પણ એથી વધારે તારા જેવા લોકો નો વાંક છે. આપણે ગર્ભ પરીક્ષણ કરાવવું જ શુ કામ જોઈ એ. ભગવાંન આપણ ને જે આપે તે પ્રેમ થી સ્વીકારી લેવું જોઈ એ. તારા જેવા મુરખા અને જિદ્દી લોકો ને લીધે જ આજે કેટલાય ડોક્ટરો બ્કેલ માં એબોર્શન કરે છે.

વરુણ ને એની ભૂલ સમજાઈ એટલે હવે એ આંસુ રોકી શકતો નથી અને આંખ માંથી દડ દડ આંસુ સરવા લાગે છે. પોતાના દીકરાને રડતો જોઈ વસન બેન ની આંખ માંથી પણ જાણે શ્રાવણ ભાદરવો વરસતો હોય તેમ આંસુ સરવા લાગે છે.

પાયલ ને તો હજુ શુ છે એ ખબર જ હોતી નથી. એ તો બસ રડયે જ જાય છે કે વરુણ એબોર્શન જ કરાવડાવી નાખશે. હવે ડૉક્ટર પાયલ ને પણ પોતાની કેબીન માં બોલાવે છે. તરત જ નર્સ પાયલ ને ડૉક્ટર ચેમ્બર માં લઇ આવે છે. પાયલ ને ડૉક્ટર તેની બાજુની ચેર માં બેસાડી જણાવે છે કે " છોકરો " છે. ડૉક્ટર ના મુખ માંથી છોકરો સાંભળ તાજ પાયલ નો હરખ નો પાર રહેતો નથી અને ખુશી એટલી બધી થાય છે કે થોડીવાર પહેલા ના દુઃખ ના આંસુ હવે હરખના આંસુમાં ફેરવાય જાય છે.

ડૉક્ટર હજુ વરુણ ને સમજાવવાનું ચાલુ રાખે છે. દીકરી હશે એ મોટી થઈ ને બે બે ઘરને તારશે. જ્યારે દીકરો તો તમને રાખશે કે નઇ એ પણ કહી શકાય નઈ.દીકરી દીકરા કરતા પણ સવાઈ થઈ શકે છે માટે હવેથી દીકરા દીકરી વચ્ચે નો ફરક જોવા નો બંધ કર અને દીકરી ને એ રીતે મોટી કર કે તારું નામ રોશન કરે.વરુણ કઈ બોલી શકતો નથી બસ ચૂપ ચાપ સાંભળ્યા જ કરે છે. અને પોતે કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરે છે.

ડૉક્ટર હવે પાયલ ને રૂટિન ચેક અપ કરે છે છે તથા એકાદ બે રિપોર્ટ કરવી દવા લખી આપે છે તથા થોડી સલાહ આપે છે શું શું કરવું તથા શુ શુ ન કરવું.… ડૉક્ટર પાયલ અને વરુણ તથા વસન બેન ની ખુશી જોઈ અનુભવી શકે છે કે આ લોકો આજે કેટલા ખુશ થયા છે પણ ડૉક્ટર પોતાના મન માં થોડો ક્ષોભ અનુભવતો હોય તેવું તેને લાગે છે. પાયલ તથા વરુણ ની ખુશી જોઈ એ થોડી થોડી ક્ષણે તેની ચેમ્બર માં સામેની તરફ રહેલ ભગવાન ના મંદિર માં જોઈ આખો બંધ કરતા હોય છે. ખબર નહીં આ ક્ષણે ડૉક્ટર શુ કરી રહ્યા હોય. બની શકે કે આ દંપતી ની ખુશી હંમેશ માટે બની રહે એવી ભગવાન ને પ્રાર્થના કરતા હોય. પણ પાયલ તથા વરુણ ખૂબ જ ખુશ હોય છે એટલે એ ડૉક્ટર ને ભગવાન સામે જોઈ પ્રાર્થના કરતા જોઈ શકતા નથી પરંતુ વસન બેન એકાદ બે વાર ડૉક્ટર ને ભગવાન સામે જોતા જોઈ જય છે. વસન બેન ને લાગે છે આ ડૉક્ટર કેવા સારા છે મારા દીકરા ની ખુશી જોઈ ને એ ભગવાન નો આભાર માને છે એવું જ વિચારે છે.

હવે વરુણ પાયલ તથા વસનબેન ડૉક્ટર નો આભાર માને છે તથા ઘરે જાવા નીકળે છે. કેટલાય વર્ષો પછી આજે પેલી વાર પાયલ દવાખાને થી ખુશ થતી થતી ઘરે જાય છે. બધાના ચહેરા પર ખુશી સમતી નથી. ઘરે પહોંચતાજ પાયલ બંને દીકરી પરી અને જેસ્વી ને ભેટી પડે છે. નાનકડી ઢીંગલીઓ ને કાઈ સમજાતું નથી પણ એટલું સમજાય છે કે તેની મમ્મી આજ પહેલી વાર બહુ ખુશ છે. મમ્મી ની ખુશી જોઈ બંને ઢીંગલી પણ બહુ ખુશ થાય છે. તરત જ પાયલ તેના મમ્મી ને ફોન કરે છે તથા સારા સમાચાર આપે છ. હવે તેના મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ થાય છે.

થોડાક સમય માં બધાને જ ખબર પડી જાય છે કે પાયલ આ વખતે દીકરા ને જન્મ આપવાની છે. આ વાત જાણી આસપાસ ના પાડોશીઓ પણ ખૂશ થાય છે તથા મનોમન ભગવાન નો આભાર માને છે.

પાયલ ના સોનેરી દિવસો ફરીથી ચાલુ થાય છે તથા પાયલ નું ઘરમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. વરુણ પણ હવે પાયલ ની ખૂબ જ કેર કરે છે. પાયલ ને જે ખાવાનું મન થાય તે લાવી આપે છે તથા ખૂબ જ પ્રેમ થી તેની જોડે રહે છે. પાયલ, વરુણ ના આવા સ્વભાવ થી બહુજ ખુશ થાય છે. રેગ્યુલર વરુણ , પાયલ ને ચેક અપ માટે દવાખાને લઇ જય છેમ આમ કરતા કરતા 9 મહિના પુરા થાય છે અને પાયલ ને લેબર પેઈન થવા લાગે છે . તરત જ પાયલ ને હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

વરુણ, તથા તેના મમ્મી પાપા તથા પાયલ ના મમ્મી પાપા પણ હોસ્પિટલ પહોંચી જાય છે. પરંતુ ડૉક્ટર કોઈ કૉંફેરન્સ માં ગયા હોવાથી એ હજાર હોતા નથી તેની જગ્યાએ કોઈ બીજા ડૉક્ટર હોસ્પિટલ માં હોય છે. એ ડૉક્ટર પાયલ ની ડિલિવરી કરાવે છે. ડીલીવરી રૂમ ની બહાર બધા આતુર તાથી રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે સમાચાર આવે. આ વખતે બધાને પહેલે થઈ જ ખબર હોય છે કે છોકરો આવવાનો છે એટલે કોઈ ને એ ચિંતા હોતી નથી. પણ છોકરાને જોવાની બધાને ઉત્સુકતા વધારે હોય છે. એવામાં નર્સ અંદરથી આવે છે. નર્સ ને જોઈ ને બધાના શ્વાસ અધ્ધર થઈ જાય છે. ફરી બધાની ઉત્સુકતા વચ્ચે નર્સ કહે છે....

વધુ આવતા અંકે.....

જયેશ ગોળકીયા B.Pharma

9722018480