Abortion - 5 books and stories free download online pdf in Gujarati

એબોર્શન ભાગ-૫

એબોર્શન

"છોકરી છે" અને ફરી ડૉક્ટર ને સાંભળતાજ વરુણ ના પગમાંથી જાણે જમીન ખસી ગઈ હોય તેવો એહસાસ થયો.જાણે આખી જિંદગી હારી ગયો હોય તેવું લાગ્યું. આ વખતે વરુણ બોલી પણ શકતો ન હતો પણ ખૂબ હિમ્મત કરી રડમસ અવાજે ડોક્ટરને ને એબોર્શન કરવા માટે કહ્યું.અને ડૉક્ટર તો જાણે પૈસાનો પૂજારી ...!! પ્રથમ વખત કરતા પણ વધારે ફી થશે તેવું કહ્યું તેમ છતાં વરુણ માની ગયો.અને બે દિવસ પછી એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે.

વરુણ પાયલ ને લઈને ઘરે જાય છે. રસ્તામાં પાયલ જોડે ઝઘડવા લાગે છે. પાયલ ને ન બોલવાના વેણ બોલે છે. પાયલ વરુણ સામે કઈ બોલતી નથી બસ ચૂપ ચાપ સાંભળીએ જ જાય છે ને રડતી જાય છે. પાયલ ને ઘડીક તો આત્મહત્યા કરવાનું મન થાય છે પણ તરત જ પરી અને જેશ્વિ નો વિચાર આવતા મરવાનું માંડી વાળે છે.ઘરે પહોંચતાજ પાયલ પરી અને જેશ્વિ ને બથ ભરીને રડવા લાગે છે. મમ્મીને રડતા જોઈ હવે પરી અને જેશ્વિ પણ હિબકે ચડી જાય છે. તરત જ વસનબેન પાયલ ને શાંત કરે છે. પરી શુ થયું મમ્મી...??? વારંવાર પૂછે છે પણ એ માસૂમ બાળસહજ પરી ને મમ્મી જણાવેય શુ...?? કઈ નહીં ...મમ્મી જવાબ આપે છે ..આંખમાથી આંસુ સરવાના હજુ ચાલુ જ છે. આમ ખૂબ રો કકળ છતાં બે દિવસ પછી પાયલ નું એબોર્શન કરવામાં આવે છે.વરુણ તો જાણે આવનારી દીકરીનો બાપ મટી ખાટકી બની ગયો હોય તેમ બબ્બે દીકરીને ગર્ભમાં જ મરાવી નાખે છે. વસનબેન તથા રસિક લાલા ને જરાય આ ગમતું નથી પણ વરુણ ની જીદ સામે આખું ઘર લાચાર હોય છે.

હવે પાયલ ના બીજીવખત ગર્ભપાત પછી થોડા દિવસ આરામ માટે પિયર જાય છે. પિયર જઈને પાયલ કોઈને કઈ વાત કરતી નથી પણ થોડી ઉદાસ રહે છે.એટલે માં આશાબેન થી રહેવાતું નથી. એકદિવસ આશાબેન પાયલ ને પુછીજ નાખે છે...બેટા શુ થયું તને તું સાસરિયે સુખી તો છો ને....??? પાયલ હવે કઈ જવાબ આપી શકતી નથી. પોતાના આંસુને ને પણ ન રોકી શકી.જ્યારે પાયલ કઈ બોલતી નથી એટલે તેના મમ્મી ફરીથી પૂછે છે એટલે પાયલ હવે રહી શકતી નથી અને જોર જોરથી ચોધાર આંસુ એ રડવા મણે છે.પાયલ ને રોતી જોઈ તેના મમ્મી પણ રોવા લાગ્યા.. શુ થયું પાયલ તું કે તો ખબર પડે ને...કોઈ એ તને કઈ કીધું ...???કોઈ બોલ્યા..?? શુ થયું તું બોલતી કેમ નથી.....એકી સાથે કેટલાય પ્રશ્નો પાયલ ના મમ્મીએ રોતાં રોતાં પાયલ ને પૂછી નાખ્યા. આ બંને ને રોતાં જોઈ તરત જ પાયલ ના પપ્પા પંકજભાઈ બીજી રૂંમ માંથી દોડી આવે છે. બંને ને પાણી આપે છે તથા શાંત કરે છે. અને સોફા પર બેસાડે છે.હવે પાયલ ને શાંત કરી તેના મમ્મી પપ્પા શુ થયું તે પાયલ પાસેથી જાણવાની કોશીશ કરે છે.પાયલ ફરિથી રોવાનું ચાલુ કરે છે અને રડતા રડતા બધીજ હકીકત તેના મમ્મી પાપા ને જણાવી દે છે. પાયલે બે બે વાર એબોર્શન કરાવ્યા એની જાણ એના મમ્મી પપ્પા ને કરી જ ન હતી. પાયલ ને મન તો એમ જ હતું કે હું બધું દુઃખ સહન કરી લવ મારે મારુ દુઃખ મારા મમ્મી પપ્પા ને નથી આપવું. અને વરુણ પણ પાયલ ના મમ્મી પાપા નું કઈ માનવાનો પણ ન હતો એટલે ખોટા એને દુઃખી ન કરવા એમ જ પાયલ વિચારતી. પણ આજે પાયલ ના મનમાં એટલુ દુઃખ ભરાઈ ગયું કે તે રહી શકી નહીં અને બધી વાત પોતાના મમ્મી પપ્પા ને જણાવી દીધું. પાયલ ની વાત સાંભળતા સાંભળતા તેના મમ્મી પાપા પણ રડવા લાગે છે. પાયલ ના મમ્મી તરત પેલો દીવો યાદ આવ્યો. કે પાયલ ને સાસરે વળાવી એ પહેલાં જ દીવો બુઝાઈ ગયો હતો એટલે પાયલ ને દુઃખ પડે છે. પણ આવા ગમગીન વાતાવરણ માં આશાબેન એ વાતને બહાર લાવતા નથી માત્ર મનમાં જ દાબી દે છે.

પંકાજ ભાઈ હવે શું કરવું તે વિચારે છે. તથા પાયલ ને સમજાવે છે તું થોડા દિવસો અહીં જ રહેજે આપણે કઈક રસ્તો કાઢીએ છીએ. પંકજભાઈ પણ મનમાં ને મનમાં મુંજાય છે શું કરવુ કઈ સમજાતું નથી. આ વાત વૃંદાવન બાગ ની તેની બે નંબર ની શેરીમાં બધાને ખબર પડી જાય છે. આસપાસ ના પાડોશીને પણ હવે પાયલ પ્રત્યે હમદર્દી થવા લાગે છે. કેટલાક પાડોશી તો એવી સલાહ આપે છે કે ત્યાં જવું જ નથી. વરુણ સાથે ડિવોર્સ લઈ લેવા પણ પાયલ ને તરત જ પરી અને જેશ્વિ નો વિચાર આવે છે એટલે તે ડિવોર્સ લેવાની ચોખ્ખી ના પાડી દે છે.કેટલાક પાડોશી હજુ રસ્તો બતાવે છે કે આમ કરવાથી છોકરો થાય તો કોઈ વળી કહે તેમ કરવાથી છોકરો થાય. પાયલ બધાની વાતો માને છે અને બધુજ કરે છે. એક પણ જગ્યા એવી નહીં હોય કે કોઈ એ એમ કહ્યું હોય કે " આમ માનતા રાખવાથી કે અહીં દર્શન કરવાથી છોકરો આવે " તે પાયલે ન કર્યું હોય...!!! પાયલ ના પાપા પંકજભાઈ બધી વાત વરુણ ના પાપા રસિકલાલ ને જણાવે છે. રસિક લાલા પંકજભાઈ ની માફી માંગતા કહે છે અમે પણ પાયલ ની સાથે જ છીએ તેનું દુઃખ સમજી શકીએ છીએ પણ વરુણ અમારું પણ માનતો જ નથી એ તો બસ એકજ જીદ લઈને બેઠો છે મારે તો બસ છોકરો જ જોવે...અમે પણ વરુણ ને બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ સમજવા તૈયાર જ નથી અમારું પણ અપમાન કરી નાખે છે.પંકજભાઈ ની ચિંતા માં હવે વધારો થાય છે વરુણ ના મમ્મી પપ્પા થી પણ કઈ હલ નીકળે એમ નથી. પંકજભાઈ હવે પાયલ ના પર બધું નાખે છે. કે તારે ત્યાં ન જવું હોય તો ન જા આપણે બીજું ઘર શોધી લેશું. પણ પાયલ કોઈ પણ સંજોગમાં બીજે સંસાર શરુ કરવામાં માનતિજ નથી.

થોડા દિવસો પિયરમાં રહી પાયલ ફરીથી સાસરિયે આવે છે. વસનબેન તથા રસિકલાલ તો પાયલ નું ખુબજ ધ્યાન રાખે છે તેમ છતાં પાયલ ને વરુણ જોડે ફાવતું નથી. વરુણ વાત વાત માં પાયલ નું અપમાન કરે છે તથા તેની સાથે બરોબર વર્તન પણ કરતો નથી. પાયલ તો દુઃખી દુઃખી થઈને દાડા કાઢે છે અને જીવતી હોય તો માત્ર અને માત્ર તેની દીકરીને ખાતર જો તેને પરી અને જેસ્વિ ન હોત યો ક્યારનીય આત્મહત્યા કરી લીધી હોટ.

વરુણ હવે પાંચમી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. પાયલ હાથ જોડીને વરુણ પાસે કરગરે છે પ્લીઝ હવે આવું ન કરો પણ વરુણ તો સાંભળે કોનું....પહેલી વખત પાયલ જ્યારે પ્રેગ્નેટ થઈ ત્યારે હરખ નો પાર ન હતો અને આજે પ્રેગ્નેટ થઈ પણ દુઃખનો પાર ન હતો. જો આ વખતે પણ છોકરી હશે તો વરુણ તેને પણ મરાવી જ નાખશે એ વિચાર જ પાયલના મનને કોરી ખાતો હતો. હવે વરુણ આ વખતે છોકરો આવે એટલે જાત જાત ના પ્રયત્ન કરે છે. કોઈ એ કહ્યું કે આને પ્રકોપ છે તાંત્રિક પાસે લઈ જાવ તો છોકરો થશે. તો વરુણ પાયલ ને બહાર જવું છે એમ કહી તાંત્રિક પાસે લઈ જાય છે. પાયલ તો એ તાંત્રિક ની ગુફા જોઈને જ ડરી જાય છે અને બહારથી જ પાછી વળી જાય છે. વરુણ પરાણે પાયલ ને અંદર લઈ જાય છે. અંદર જતા જ તાંત્રિક નો ચેહરો તથા ત્યાં પડેલી તેની વધી વસ્તુઓ, ખોપરીઓ જોઈ ને પાયલ તો બોવ જ ડરી જાય છે. જો અત્યારે ધરતી માં માર્ગ આપે તો તેમાં સમાય જાવ એવું તેને થાય છે. પણ શું કરે બચારી પાયલ લાચાર હતી. તાંત્રિક એ ગુફામાં વિધિ કરાવે છે. પાયલ તો રોતી રોતી બધું કર્યે જાય છે. ત્રણ ચાર કલાક પછી વિધિ પૂરી થાય એટલે એ બહાર આવે છે. પાયલ ને તો જાણે વર્ષો થી જેલમાં પુરાય ગયા પછી રજા મળે એટલે બહાર આવે ને કેવો અનુભવ થાય એવો અનુભવ થાય છે. વરુણ, ઘરે આ વાત કોઈ ને કહેતી નહીં નહીંતર આપણો સંબંધ પૂરો કરી દઈશ એવી પાયલ ને ધમકી આપે છે એટલે પાયલ બચારી આ વાત તેના સાસુ સસરા ને પણ કહેતી નથી. તાંત્રિક પાસે વિધિ કરવી એટલે હવે છોકરોજ આવશે એમ વરુણ માનતો હતો. તેમ છતાં કોઈ કઈ ઉપાય બતાવે કે આમ કરવાથી કે અહીં જવાથી છોકરો આવે તો તે પણ બધુજ વરુણ પાયલ પાસે કરાવતો હતો. વરુણ હવે રઘવાયો બની ગયો હતો. ત્રણ મહિના પુરા થાય છે એટલે ફરિથી વરુણ પાયલ ને ગર્ભ પરીક્ષણ માટે લઈ જાય છે. ફરીથી પાયલ નું ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે. ગર્ભપરિક્ષણ કરી દરવખત ની જેમ આ વખતે પણ ડૉક્ટર વરુણ ને તેની કેબીન માં બોલાવે છે અને ધીરેક થી જણાવે છે

વધુ આવતા અંકે...

જયેશ ગોળકીયા

  • Pharma
  • 9722018480