Stardom - 3 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ - 3

સ્ટારડમ - 3

ભાગ 2 હાઇલાઇટ, નૈના હોસ્પિટલ માં છે, ઉદય અને દીપ પણ હોસ્પિટલ પહોંચી ગયા, ઉદય નૈના પર હુમલો કરવા વાળા વ્યક્તિ આકાશ વિશે પૂછ્યું ત્યારે ખબર પડી કે આકાશ એક ફેમસ કાસ્ટિંગ ડિરેકટર છે જેને નૈના ને એનો પહેલો બ્રેક આપ્યો હતો.

આગળ શું બન્યું ચાલો વાંચીએ.

ભાગ 3

ફ્લેશબેક.

હું કોલેજ પહોંચી.. નૈના દોડતી આવી મને ગળે મળી.

"અરે શું થયું..?"

".મેઘા મેઘા મેઘા ......"નૈના ખુશ થતા બોલી.

"હા મને ખબર છે કે મારું નામ મેઘા છે, પણ તું આટલી ખુશ કેમ છો..? પાર્થ પ્રપોઝ કરી તને.?" હું નૈના ની મસ્તી કરતા બોલી.

"પાગલ છે, આવું વિચારતી હો જ્યારે હો ત્યારે."

"અરે તો શું થયું હવે કહીશ...?" મેં નૈના ની ખુશી નું કારણ પૂછ્યું.

"ગેસ વોટ...હું વિક્રમ પ્રજાપતિ ની નેક્સ્ટ શોર્ટ ફિલ્મ માટે સિલેક્ટ થઈ ગઈ છું..."નૈના ડબલ એક્સાઇટમેન્ટ માં બોલી.

"વૉટ...રિઅલી..? ઓહ માય ગોડ...કોંગ્રેટયૂલેશન્સ..."

હું નૈના ને ગળે મળતા બોલી પડી.

"યસ... યાર હું ખુબ એક્સાઇટેડ છું , મને તો વિશ્વાસ નઈ આવતો યાર, મેઘા તને ખબર છે ને કે વિક્રમ પ્રજાપતિ કોણ છે ઓળખે છે ને એને ?'

"પાગલ, મને નહીં બધા ને ખબર છે કે કેટલો મોટો ડિરેકટર છે ઓકે . "

" પાર્થ જો ને મેં એને વાત કહી તો મને પૂછે છે કોણ છે વિક્રમ.." નૈના પાર્થ સામે મોઢું બગાડતા બોલી.

"અરે ડોબો છે ....છોડ એને.."હું પાર્થ સામે જોઈ બોલી.

"યાર મેઘા શુ તું પણ, હવે જાણી ગયો ને કે કેટલો મોટો ડિરેકટર છે એની પાંચ માંથી ચાર શોર્ટ ફિલ્મ એવોર્ડ વિનિંગ ની કેટેગરી માં છે, અને બે ફીચર ફિલ્મ માંથી એક રિલીઝ થઈ સારું નામ કમાણી છે ને બીજી ક્રિટિક્સ દ્વારા ખૂબ વખણાય છે." પાર્થ ફટાફટ બોલી પડ્યો.

નૈના પાર્થ ના ગાલ પર પ્રેમ થી ચીમટો ભર્યો ને બોલી ,"સ્વીટ..."

ત્યારે પાર્થ નો રોમિયો વાળો ફેસ જોઈ હું હસી પડી.

"અચ્છા નૈના તો કે કેવી રીતે થયું, મતલબ વિક્રમ પ્રજાપતિ ને કેવી રીતે મળી તું..?"

"અરે એમાં એવું થયું કોલેજ ના એન્યુઅલ ડે પર કરેલ નાટક ખબર નહીં પેલા કાસ્ટિંગ ડિરેકટર AK ક્યાં થી જોઈ લીધું. અને એનો મને કાલે કોલ આવ્યો." નૈના એક્સાઇટમેન્ટ માં બોલતી હતી.

મેં એને વચ્ચે બોલતા અટકાવી અને હું બોલી પડી.

"કાસ્ટિંગ ડીરેકટર AK ..મતલબ...આકાશ"

"હા ...આકાશ , એને મને કોલ કર્યો ,મને પૂછ્યું કે હું શોર્ટ ફિલ્મ કરવા માં ઇંટ્રેસ્ટેડ છું... પણ વિક્રમ પ્રજાપતિ ની...."

"અને તે હા પાડી દીધી..?"

"હાસ્તો... તક ને તો જડપી લેવાય ને."

"નૈના , તને ખબર છે ને આકાશ નું નામ સારા કામ કરતા ખરાબ કામ માં વધુ છે."

"મતલબ શું છે તારો મેઘા?"

"મતલબ કે કાસ્ટિંગ ડિરેકટર ની ઇમેજ એટલી સારી નથી, કાસ્ટિંગ કાઉચ એન્ડ ઓલ ..."હું અચકાતા બોલી.

"કમ ઓન મેઘા , ક્યા કાસ્ટિંગ ડિરેકટર ની ઇમેજ સારી છે અહીંયા." નૈના કેર ફ્રી અંદાજ માં બોલી.

"ઓહ પ્લીઝ નૈના.., એક ak આકાશ ને કારણે તું બધા કાસ્ટિંગ ડિરેક્ટર ને કેટેગરી માં સમિલ કર

બધા એવા નથી."

"હા , જે હોય ...પણ હાલ માં મારો ફોકસ શોર્ટ ફિલ્મ પર છે.."

" શોર્ટ ફિલ્મ જે તને બદનામ કાસ્ટિંગ ડિરેકટર ઓફર કરી છે. નૈના સાંભળી ને."

"શું યાર મેઘા ,મતલબ હદ છે...તું ખુશ નથી કે હું મારી લાઈફ માં મારા સપના તરફ આગળ વધુ છું."નૈના ઇમોશનલ થતા બોલી.

"એવું નથી નૈના , તારા કરતા વધુ હું ઈચ્છું છું કે તું તારા સપના પૂરા કર પણ એની શરૂઆત આવી રીતે થવી જોઈએ."હું નૈના ને સમજાવતા બોલી.

"આવી રીતે એટલે શું...બધું પરફેક્ટ છે,શું ખોટું છે શરૂઆત માં..? આકાશ કાસ્ટિંગ ડિરેકટર છે, એને મારી એક્ટિંગ પસંદ આવી સો એને મને રોલ ઓફર કર્યો. "

"પણ વિચારવા જેવી વાત નથી કે એને તને કેમ પસંદ કરી...અને કરી તો ભી,કોઈ ઓડિશન વિના તને સિલેક્ટ કરી લીધી. બધી વાત મારા માઈન્ડ માં ડાઉટ ઉતપન્ન કરે છે."હું ચિંતા કરતા બોલી.

"બસ મેઘા , ધેટ્સ ઇટ. બધી વાતો અત્યારે કરી તું મને કન્ફ્યુઝ કરે છે,મારો કોન્ફિડન્સ બ્રેક કરે છે ,મારી એક્ટિંગ ને કારણે એને મને સિલેક્ટ કરી છે બસ વાત છે."

"લુક નૈના , આઈ વિશ કે તું જે કહે છે એમ હોય, પણ સાંભળી ને ચાલવું સારું , મને બરાબર લાગ્યું એટલે મેં તને કહ્યું બિકોઝ મને તારી ચિંતા છે ઓકે , આકાશ ભરોસાલાયક નથી.."

"ચિંતા..., ઓકે...મેઘા અત્યારે મારી ચિંતા કરવા નું છોડી દે પ્લીઝ , મને આકાશ પર પૂરો ભરોસો છે અને એના કરતાં વધુ મારી એક્ટિંગ પર , તને બરાબર લાગ્યું કે નહીં મારો પ્રશ્ન નથી.

અને હા

બે દિવસ પછી શૂટિંગ શરૂ થશે . જો તારે ત્યાં આવું હોય તો છૂટ છે, ઉદય દીપ અને પાર્થ ત્યાં આવવા ના છે."નૈના આટલું કહી મારી સામે થી ચાલતી થઈ ગઈ.

"મેઘા હું વિક્રમ પ્રજાપતિ ને નહતો ઓઢખતો પણ આકાશ નું નામ તો મેં પણ સાંભળ્યું છે.."પાર્થ બોલ્યો.

"હમ્મ , તું શુટિંગ વખતે નૈના સાથે રહીશ ને..?" મેં પાર્થ ને પૂછ્યું

"હા, પણ તું નહીં આવે..?"

"બસ તું ધ્યાન રાખજે...આઈ હોપ જેવું દેખાય છે એવું રહે, નૈના સાચી નીકળે.." આટલું કહી હું ત્યાં થી ચાલતી થઈ ગઈ.

"પણ મેઘા...સાંભળ તો .." પાર્થ મને ઉભી રાખવા નો પ્રયત્ન કર્યો.

પણ હું ચાલતી રહી.

બેદીવસ પછી શોર્ટ ફિલ્મ ની શૂટિંગ શરૂ થઈ,

ઉદય, દીપ અને પાર્થ ત્રણેય નૈના સાથે હતા, પણ હું નહતી.

શુટિંગ સ્ટાર્ટ થયું, નૈના તેની એક્ટિંગ શરૂ કરી, સમય વીતતો રહ્યો , ડાયલોગ્સ બોલાતા રહ્યા, સ્ક્રિપ્ટ મુજબ સ્ટોરી ચાલતી રહી, નૈના એક્ટિંગ કરતી રહી, ડિરેકટર વિક્રમ પ્રજાપતિ ઈમ્પ્રેસ થતો ગયો.

શુટિંગ પૂરું થયું, નૈના ખુશ હતી, એને પાર્થ ને મારા વિશે પૂછ્યું પણ મને મેસેજ કે કોલ કર્યો.અને મેં પણ.

આખરે દિવસ આવ્યો જયારે એની શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ , લોકો ને પસંદ પડી એને ખુશી માં નૈના ના ઘરે એક પાર્ટી હતી.

પચીસ દિવસ પછી નૈના અને મેં વાત કરી. દિવસે કોલેજ માં અમે બંને અલગ અલગ બેઠા હતા.

હું આગળ વધી એની પાસે પહોંચી અને બોલી. "કૉંગ્રેટયૂલેશનસ નૈના...."

"થેન્ક્સ..."નૈના ફોર્મલી જવાબ આપ્યો.

"હમ્મ,મેં જોઈ ખૂબ મસ્ત એક્ટિંગ કરી છે તે..."હું પણ વાત ફોર્મલી આગળ વધારતા બોલી.

"ઓહકે...અમમ મેઘા આજે સાંજે એક નાની પાર્ટી છે મારા ઘરે...સો આવી જજે."

હું હસી અને બોલી,"સોરી , નહીં પહોંચાય નહીં તો આવી જાત."

હું આટલું કહી ત્યાં થી ચાલતી થઈ ગઈ...

"મેઘા....."

હું પાછળ ફરી...ત્યાં દોડતી મને ગળે વળગી પડી.

મેં પણ મારો ઈગો છોડી એને હગ કર્યું...

"નૈના હંમેશા નું છે તારું....સોરી ના બોલ બસ ગળે મળી લે એટલે હું માની જાઉં." આંખ માં આછા પાણી સાથે હું બોલી.

"હું શા માટે સોરી કહું, આજ વખતે ભૂલ તારી છે..."

"મારી કેમ...તારું દરફેરે નું છે, તારો વાંક તો કયારેય હોય નહીં....અને આજ વખતે પણ મેં તને સામે થી બોલાવી...નહીં તો તું મને પાર્ટી માં આવવા નું પણ ના કહેત."

"મેઘા....ઇમોશનલ થઈ ગઈ તું તો યાર... ઓકે સોરી બસ....હવે પહોંચી જજો પાર્ટી માં ઓકે..?"

"ઓકે..." હું નૈના ને ફરી ગળે મળી...અને વધુ માં બોલી.

"નૈના આવું તે મારી સાથે બીજી વખત કર્યું..આની પેહલા પણ આઠમા ધોરણ માં જ્યારે તું પેહલી પરીક્ષા માં ફેલ થઈ હતી અને રિઝલ્ટ માં તારા પાપા ની સિગ્નેચર કરવા માં મેં તને રોકી હતી ત્યારે તે મારી સામે એક માહીનો વાત નહતી કરી."

"અરે યાર, આટલી જૂની વાતો હજુ યાદ રાખી ને બેઠી છે તું....હદ છે હા. અને હા બાય વે એમાં પણ વાંક તારો હતો. તું હંમેશા રોક ટોક કર્યા કરે...મમ્મી ની જેમ...." નૈના જૂની મિત્રતા ને યાદ કરતા મારા ગળે હાથ નાખી... અને અમે ચાલવા લાગ્યા.

***

આટલી ગાઢ મિત્રતા ક્યાં સુધી ટકશે..? થોડા સમય પૂરતી કે લાઈફટાઈમ..?

નૈના નો સ્ટાર બનવા નો સફર શરૂ થયા બાદ કેવા કેવા ટ્વિસ્ટ આવશે અને કોની કોની એન્ટ્રી નૈના ની લાઈફ માં થશે , જોઈશું પછી ના ભાગ માં. વાંચતા રહો સ્ટારડમ.

ભાગ તમને કેવો લાગ્યો મને જરૂર થી જણાવજો. અને 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર તમે સ્ટારડમ ભાગ-03 ને આપશો....?

Rate & Review

Anjani

Anjani 4 years ago

dobariya yagnik

dobariya yagnik 4 years ago

Tasleem Shal

Tasleem Shal Matrubharti Verified 4 years ago

Shri

Shri 4 years ago

Pratik Mandaliya

Pratik Mandaliya 4 years ago