Stardom - 11 books and stories free download online pdf in Gujarati

સ્ટારડમ - 11

હાઇલાઇટ

નૈના ને લોકો હવે ઓળખતા થઈ ગયા હતા, અને એ વાત ની અસર હવે નૈના ના સ્ટારડમ અને એટીટ્યુડ પર પડવા લાગી. જે મેગેઝીન ના ફ્રન્ટ પેજ માં આવવા માટે એ કાલ સુધી બેતાબ હતી, આજે એ મેગેઝીન ના ફ્રન્ટ પેજ પર આવ્યા બાદ એને એ ન્યુઝ ની હેડલાઈન ની વાક્ય રચના એના ઈગો ને હર્ટ કરતી હતી. આ એટીટ્યુડ જોઈ મેઘા એ ફરી તેને સમજાવી, અને ટોકી.

વાતે વાતે મેઘા ની સલાહ થી નૈના આખરે કંટાળી ગઈ અને એને બધા થી દુર રહેવા નું નક્કી કર્યું.

ત્યાં ફરી વર્તમાન માં નૈના પર થયેલ અટેક એક પબ્લિક સ્ટંટ નથી એ વાત ની પુષ્ટિ કરવા પોલીસ હોસ્પિટલ માં આવી પહોંચી. આકાશ એ હજુ કોઈ સ્ટેટમેન્ટ ન આપ્યું હોય.

આકાશ એ નૈના પર શા માટે અટેક કર્યો એ વાત ઉદય માટે એક પહેલી હોય છે. આકાશ નું કરીઅર પૂરું થવા પર હોય ને આવું કરી એને પોતાની લાઈફ શા માટે બરબાદ કરી.

એ વાત પર ખબર પડે છે કે, કોઈ પલક છે જેને કારણે આકાશ નું કરીઅર પૂરું થવા પર હતું. અને એ કામ માં પલક ની પૂરતી મદદ એ સમય એ નૈના એ કરી હતી.

શું છે આ આખી વાત એ જાણવા પેહલા, નૈના અને આર્યન ની લાઈફ માં આ પલક કેવી રીતે આવી એ જાણીએ.

તો તૈયાર છો શરૂ કરીએ સ્ટારડમ ભાગ 11.

***

અમારા એ નાના એવા ઝઘડા એ અમારા વચ્ચે એક ડિસ્ટન્સ ક્રિએટ કરી દીધો હતો. મારી અને નૈના વચ્ચે છેલ્લા ત્રણ મહિના થી વાતો નહતી થઈ, પાર્થ સાથે કોઈક કોઈક વખત એ વાતો કરી લેતી.

એ ત્રણ મહિના ની અંદર અમે બધા મેચ્યોર થઈ ગયા .

નૈના ની આર્યન સાથે ની ફિલ્મ નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું, પાર્થ એના પાપા ના બિઝનેસ માં જોડાય ગયો, ઉદય એ ડિરેક્શન લાઇન જોઈન કરવા નું વિચારી લીધું, દીપ એના મમ્મી પાપા પાસે બીજા શહેર માં ચાલ્યો ગયો અને હું.....

મને મારી ડ્રિમ જોબ મળી ગઈ.

અને એ જ ખુશી માં એક જ શહેર માં હોવા છતાં આજે ત્રણ મહિના પછી અમે બધા એ એક વખત મળવા નો પ્લાન બનાવ્યો.

ઉદય અને પાર્થ સાથે તો સેહલાય થી વાત થઈ ગઈ, પણ હવે નૈના ને ફોન કરવા ની વારી આવી.

કેટલી વખત મારા મન ને માનવી અને મારા ઈગો ને સાઈડ માં રાખી મેં નૈના ને ફોન કર્યો.

એક વખત, બે વખત, ત્રણ વખત.

પણ નૈના એ ફોન ન ઉઠાવ્યો.

અને મેં પણ પછી એને કહેવા નું ટાળી દીધું.

સાંજે પાર્થ અને ઉદય મને પીક કરવા આવ્યા, અમે સાથે નીકળ્યા.

પાર્થ એ નૈના વિસે મને પૂછ્યું, નૈના એ ફોન ન ઉપાડ્યો અને ફરી કોલ બેક પણ ન કર્યો. એ બધી અને બીજી આડી અવળી વાતો કરતા અમે નીકળી પડ્યા.

અમે એક રેસ્ટોરન્ટ માં પહોંચ્યા. પહોંચતા ની સાથે જ પાર્થ ની નજર એ નૈના ને એ જ રેસ્ટોરન્ટ માં શોધી કાઢી.

અને સાથે જ આર્યન જોશી પણ ત્યાં જ હતો.

અમે એન્ટર થયા અને એ બંને ત્યાં થી જવા ની તૈયારી કરતા હતા.

એટલા માં પાર્થ નૈના પાસે પહોંચી ગયો .

ઉદય અને હું પણ નૈના પાસે પહોંચ્યા.

"વ્હોટ અ સરપ્રાઈઝ, તમે લોકો અહીંયા..?" નૈના અમને જોઈ ને બોલી પડી.

"સેમ કવેસ્ચન, તું અહીંયા ?" પાર્થ બોલ્યો.

"હા, હું અહીંયા, આર્યન સાથે આવી છું." નૈના પાછળ આર્યન સામે જોઈ ને બોલી."બાય ધ વે હાય ઉદય, હેય મેઘા ." નૈના અમને બંને ને ફોર્મલી ગળે મળી. "તમે બધા સાથે શું વાત છે?"

"નૈના મેં તને કોલ કર્યા હતા, તે ઉપાડ્યા નહીં ?" હું બોલી.

" અરે હા, ત્યારે હું બીઝી હતી, પછી મેં જોયું પણ મારા મગજ માંથી સ્લીપ થઈ ગયું, અને કોલ બેક કરવા નું રહી ગયું." નૈના ટૂંક માં વાત પૂરી કરતા બોલી.

" ઓકે, તો વાત એમ હતી કે, આઈ ગોટ માય ડ્રિમ જોબ, મને મારી ડ્રિમ જોબ મળી ગઈ, RJ ની." હું ખુશ થતા બોલી પડી.

"વૉહોહો, કોંગ્રેટ્સ, તો હવે આ શહેર ની સવાર તારા ગુડ મોર્નિંગ થી થશે એમ ને."

" અમમ, સવાર તો નહીં પણ સાંજ મારી ગુડ ઇવનિંગ થી થશે."

"ઓહકે, ધેટ્સ ગ્રેટ, હું ખુશ છું તારી માટે." નૈના આટલું બોલી ત્યાં આર્યન નૈના પાસે આવી પહોંચ્યો.

નૈના એ આર્યન સામે અમને બધા ને ઇન્ટ્રોડ્યુસ કર્યા, અને મારી રેડિયો માં લાગેલ જોબ વિસે પણ જણાવ્યું.

આર્યન એ મને કોંગ્રેટયૂલેટ કરી, અને અમે હજુ વાતો કરતા હતા ત્યાં આર્યન ના ફોન ની રિંગ રણકી.

આર્યન ફોન માં વાત કરતો સાઈડ માં ચાલ્યો ગયો.

ત્યાં નૈના બોલી પડી, " ચાલો તો મળ્યા પછી ."

"અરે ક્યાં જાય છે તને આજે ઇનવાઈટ કરવા જ ફોન કર્યો હતો, હવે મળી ગઈ તો ચાલ અમને જોઈન કરી લે, આજે મારા તરફ થી પાર્ટી." હું નૈના ને રોકતા બોલી.

"હા, હવે ક્યાંય નથી જવા નું, આજે તું અમારી સાથે ડિનર કરીશ ." પાર્થ પણ ફોર્સ કરતા બોલ્યો.

"અરે, કાશ હું ડિનર તમારા લોકો સાથે કરી શકી હોત, પણ જવું જરૂરી છે . "

"ક્યાં જવું છે તારે.?" પાર્થ એ પૂછ્યું.

" કોઈ બિઝનેસ મેન છે એમના દીકરા ની રીસેપ્શન પાર્ટી છે, બધા ઇન્ડસ્ટ્રી ના લોકો ને ઇનવાઈટ કર્યા છે. અને એ પાર્ટી માં મારે આર્યન સાથે જવા નું છે, સાથે યુ નો સાથે સાથે જ ફિલ્મ નું પ્રમોશન સ્ટાર્ટ થઈ જાય ને, લોકો સામે આર્યન અને નૈના ની જોડી આવે, સમજાય છે ને..?" નૈના બોલી.

"હમ્મ, તો હવે..?" હું બોલી.

"જવું પડશે, પણ મળ્યા પછી ક્યારેક, ફોર સ્યોર. ચાલો મોડું થાય છે બાય ..." નૈન અમને ગળે મળી, અને આર્યન ના હાથ માં હાથ પરોવી ને ચાલતી થઈ પડી.

"એ એક્ચ્યુલ માં ચાલ્યી ગઇ છે ??" હું આશ્ચર્ય માં બોલી.

"હમ્મ, ચાલો આપણે તો એન્જોય કરીએ." ઉદય મારો હાથ પકડી ને બોલ્યો.

***

નૈના અને આર્યન એક જ કાર, સાથે જતા હતા.

"તો નૈના શર્મા, તારે આવવું જ છે ને કે મન કંઈક બીજું ઈચ્છે છે ?" આર્યન એ પૂછ્યું.

"કેમ, આવું પૂછે છે..?"

"નહીં મતલબ કે ત્યાં હોટલ માં તારા ફ્રેન્ડસ એન્જોય કરતા હશે, અને તું કોઈ અજાણ્યા માણસ ની પાર્ટી માં અજાણ્યા લોકો સાથે એકલી બોર થતી હોઈશ. અને આમ પણ આ રિસેપશન પાર્ટી તારી ફ્રેન્ડ ને જોબ મળી એટલી ઈમ્પોર્ટન્ટ તો છે નહીં સો...." આર્યન નૈના નો પોઇન્ટ ઓફ વ્યુ જાણવા બોલ્યો.

"હા એ પાર્ટી એટલી ઈમ્પોર્ટન્ટ નથી, પણ મારી માટે છે. અજાણ્યા લોકો ની પાર્ટી માં અજાણ્યા લોકો સાથે હું બોર નથી થતી, પણ ખુશ થાઉં છું, એ લોકો નું મારી તરફ અટેનશન જોઈ ને, એ મને અંદર થી ખુશી પહોંચાડે છે.

અને હા હું એકલી નથી, આર્યન જોશી નામ નો અજાણ્યો માણસ મારી સાથે છે." નૈના આર્યન સામે એની આંખ માં આંખ પરોવી ને વગર પાંપણ પટકાવ્યે બોલી અને જોતી રહી.

આર્યન પણ એ જ સ્થિતિ માં નૈના સામે જોતા બોલ્યો, "તો આ અજાણ્યા ને અજાણ્યો જ રાખવો છે કે પછી જાણીતો કરવા નો કોઈ વિચાર છે."

" એ બધું તો તે અજાણ્યા પર ડિપેન્ડ કરે છે કે એ શું ઈચ્છે છે."

આર્યન કાંઈ ન બોલ્યો એ બસ એની સામે જોતો રહ્યો. નૈના એક મોટી સ્માઇલ આપી અને એની નજર આર્યન પર થી હટાવી અને બીજી તરફ કરી લીધી.

આર્યન નૈના સામે જોતો રહ્યો. એટલા માં બંને રીસેપ્શન ના વેન્યુ એ પહોંચ્યા. આર્યન કાર માંથી ઉતર્યો અને બીજી તરફ થી નૈના.

નૈના બીજી તરફ થી ચાલતા આવી અને આર્યન પાસે આવી બંને એક બીજા ની કમર પર હાથ રાખી મીડિયા સામે ફોટ્સ માટે પોઝ આપવા લાગ્યા. મીડિયા ના લોકો ની અલગ અલગ પોઝ માં ફોટા માટે ડિમાન્ડ આવતી હતી. "મેમ, રાઈટ પ્લીઝ." "સર લિટલ મોર ક્લોઝ." " સર લેફ્ટ પ્લીઝ." "મેમ સર ની થોડી નજીક આવો." વગેરે વગેરે.

નૈના એ મીડિયા ની રિકવેસ્ટ સાંભળી. આર્યન તરફ થોડી ક્રોસ માં ફરી અને એની વધુ ક્લોઝ થઈ અને ફોટોઝ માટે પોઝ આપવા લાગી. પોતાની આટલી નજીક આવી ને ફોટોઝ માટે પોઝ આપતી નૈના તરફ આર્યન એની તરફ એક નજરે જોવા લાગ્યો. જાણે કોઈ રોમેન્ટિક ફિલ્મ નો સીન ચાલતો હોય એમ આર્યન નૈના સામે જોવા માં ફ્રીઝ થઈ ગયો. એને જાણે એક નૈના જ દેખાતી હોય, આજુ બાજુ ના કોઈ લોકો, કેમેરા ફ્લેશ, મીડિયા ના લોકો બધા અદ્રશ્ય બની ગયા હતા એની માટે.

થોડી ક્ષણો પછી પટેલ ભાઈ (એ બિઝનેસ મેન જેના દીકરા ની રીસેપ્શન પાર્ટી હતી.) બંને પાસે આવ્યા. "એ આવો આવો આર્યન ભાઈ અને નૈના બેન.સો નાઇસ ટુ સી યુ."

પટેલ ભાઈ નો અવાજ સાંભળી ને આર્યન ભાન માં આવ્યો અને એને એની નજર નૈના પર થી હટાવી લીધી.પટેલ ભાઈ એ બંને ને અંદર લઈ ગયા. સુપરસ્ટાર આર્યન અને નૈના ને જોઈ બધા લોકો એ એમને ઘેરી લીધા. નૈના અને આર્યન બધા સાથે વાતો ને ફોટોઝ પડાવવા માં બીઝી થઈ ગયા. સમય વિત્તતો રહ્યો. આર્યન અને નૈના બંને અલગ અલગ લોકો સાથે બીઝી હતા. પણ આર્યન ની નજર નૈના પર આવી ને અટકી જતી હતી.એટલા માં નૈના એ આર્યન ને એક મોટી સ્માઇલ આપી.

અને ત્યાં જ કપલ ડાન્સ માટે ની અનાઉસમેન્ટ થઈ. ડીમ લાઇટ્સ, રોમાન્ટિક સોન્ગ પર કપલ્સ ડાન્સ કરવા લાગ્યા. નૈના એની વાતો માં બીઝી હતી ત્યાં જ નૈના ના ખભે હાથ રાખી આર્યન ને એને બોલાવી. નૈના પાછળ ફરી આર્યન એ એના ખભે રાખેલ હાથ ત્યાં થી હટાવી ને એની સામે ધર્યો. નૈના એ એની આઈબ્રો ના ઇશારા થી પૂછ્યું "શું?'"

આર્યન એ તેના બંને હાથ ના ઈશારા વડે જણાવ્યું"ડાન્સ કરવા ચાલ" અને ફરી એક હાથ લંબાવ્યો.

નૈના એ વધુ સમય ન લેતા તુરંત એનો હાથ આર્યન ના હાથ પર રાખી દીધો. આર્યન એ નૈના નો હાથ પકડ્યો અને ડાન્સ ફ્લોર પર લઈ ગયો. નૈના નું ધ્યાન આર્યન પર જ હતું. આર્યન એ નૈના ની કમર પર હાથ રાખ્યો બીજા હાથે એનો હાથ પકડ્યો અને પોતા ની નજીક ખેંચી. નૈના નો એક હાથ આર્યન એ પકડ્યો હતો, બીજો હાથ એને આર્યન ને ખભે રાખ્યો અને બંને એક બીજા ની આંખો માં આંખ પરોવી ને ડાન્સ કરવા લાગ્યા.

બંને કોઈ વખત એક બીજા નો હાથ પકડી ને દૂર જાય, ફરી નજીક આવે, આર્યન કોઈ વખત નૈના ને ગોળ ગોળ ફેરવે, કોઈ વખત એને પોતાની નજીક ખેંચે, કોઈ વખત અડધી નમાવી ને કમર પર હાથ રાખી ને પડતા બચાવે. નૈના કોઈ વખત પોતાનો હાથ આર્યન ના હાથ માં આપી દે, કોઈ વખત એને ગળે વીંટાળી લે .

બંને ડાન્સ માં કે પછી એક બીજા માં આટલા ખોવાઈ ગયા કે આજુ બાજુ શું ચાલે છે એમને ખબર જ ન રહી. બધા લોકો ડાન્સ કરતા ઉભા રહી ગયા અને નૈના અને આર્યન ને ડાન્સ કરતા જોવા લાગ્યા.કોઈ પોતાનો ફોન કાઢી ને વીડિયો શૂટિંગ કરવા લાગ્યા.

ગીત પૂરું થયું, લોકો ની તાળીઓ ના ગડગડાટ ને કારણે નૈના અને આર્યન બંને એ એક બીજા ની નજર એક બીજા પર થી હટાવી. અને નોર્મલ બની ને લોકો વચ્ચે ઉભા રહી ગયા. પણ બંને વારે વારે એક બીજા સામે જોતા રહ્યા....

પાર્ટી પુરી થયા બાદ આર્યન અને નૈના બંને આર્યન ની કાર માં નીકળી પડ્યા. આર્યન એ ડ્રાઇવર ને જવા માટે કહ્યું અને કાર પોતે ચલાવતો હતો, અને નૈના એની પાસે ની સીટ માં બેઠી હતી. બંને સાથે હતા, એકલા હતા પણ કોઈ કાંઈ બોલતું નહતું. આર્યન એ નૈના સામે જોયું, નૈના બહાર ની સાઈડ રસ્તા પર જોતી હતી.

"નૈના શર્મા, આટલી શાંત કેમ બેઠી છો.? આર્યન નૈના ની ચુપ્પી તોડવવા બોલ્યો.

"આર્યન જોશી જાણે ઘણી વાતો કરે છે." નૈના જવાબ આપતા બોલી.

આર્યન આ જવાબ સાંભળી ને હસી પડ્યો પણ પાછો તુરંત સિરિયસ થઈ ને બોલી પડ્યો " નહીં પણ સિરિયસલી અત્યારે તું કંઈક અલગ લાગે છે, જાણે કોઈક ઊંડા વિચાર માં છો, આવી રીતે મેં તને ક્યારેય નથી જોઈ. વાત શું છે?"

"સાચું કહું કે ખોટું ? "

"મતલબ?"

"સાચું કહીશ તો તને હર્ટ કરશે અને ખોટું કહીશ તો મને ." નૈના પહેલી બનાવતા બોલી.

"તો એ બોલ જે તને હર્ટ કરે બિકોઝ મારો હર્ટ થવા નો જરા પણ મૂડ નથી." આર્યન કાર ચલાવતા રસ્તા ની બદલે નૈના પર ધ્યાન આપી ને બોલ્યો.

નૈના આ જવાબ સાંભળી કશું બોલી ન શકી. બસ એકીટશે આર્યન સામે જોવા લાગી.

આર્યન નૈના ના આ એક્સપ્રેશન જોઈ ને હસી પડ્યો અને બોલ્યો, " કમોન નૈના એક્સપ્રેશન બદલ મસ્તી કરું છું. બોલ હવે શું વિચારે છે."

"આજે આપણે, મતલબ કે આજે ... એટલે કે પાર્ટી માં કરેલ એ ડાન્સ એ બધું ફિલ્મ માટે હતું રાઈટ ? લોકો ને આપણી કેમિસ્ટ્રી દેખાડવા ." નૈના અચકાતા બોલી.

"હા, એટલે જ હતું, કેમ તું શું સમજી...?" આર્યન કેઝ્યુઅલી બોલ્યો.

નૈના આર્યન નો જવાબ સાંભળી થોડી ક્ષણો સ્તબ્ધ બની ને એની સામે જોતી રહી, અને બોલી, " કાંઈ ..કાંઈ નહીં..."

આર્યન એ નૈના ની ફેવરેટ જગ્યા એ દરિયા કિનારે કાર રોકી અને નીચે ઉતર્યો . નૈના પણ નીચે ઉતરી, "આર્યન શું થયું અહીંયા કેમ કાર રોકી."

"તું કન્ફ્યુઝ છે ને અને તે જ કહ્યું હતું તું જ્યારે કન્ફ્યુઝ હોય ત્યારે અહીંયા મન શાંત કરવા આવી જાય છે. તો આવી ગયા."

"મતલબ..?"

આર્યન નૈના પાસે આવ્યો એનો હાથ પકડ્યો અને બોલ્યો, "નૈના શર્મા, તું આટલી ડિફિકલટ અને કન્ફ્યુઝ કેમ છો ? હું લોકો ને આપણી કેમિસ્ટ્રી બતાવવા માટે તારી સાથે ડાન્સ કરતો હતો, રિયલી..? આવા વિચારો ક્યાં થી આવે છે મગજ માં..."

"તો ક્યા કારણ થી કરતો હતો..?"

"સીધી ને સિમ્પલ વાત છે, જેમ તું મારા માં ખોવાઈ ગઈ હતી એમ હું તારા માં ખોવાઈ ગયો હતો."

નૈના પોતાનો હાથ આર્યન ના હાથ માંથી છોડાવી ને થોડી આગળ ચાલી ને બોલી, "આર્યન જોશી તમને એવું નહીં લાગતું કે તમે આવી જ રીતે મારા માં ખોવાતા રહેશો તો તમારા ભાગ નું લોકો નું અટેનશન મારા પાસે આવવા લાગશે, અને એવું ચાલતું રહ્યું તો શાયદ તમારું સ્ટારડમ પણ મને મળી જશે."

નૈના ની વાત સાંભળી આર્યન હસ્યો અને એની પાસે આવી ને બોલ્યો, "નૈના શર્મા, સ્ટારડમ ..... સ્ટારડમ કોઈ કોહિનૂર નો હીરો નથી કે આજે મારી પાસે છે અને કાલે તારી પાસે આવી જશે. જેમ બધા ની એક અલગ ઓળખ હોય છે એમ દરેક સ્ટાર નું પોતાનું અલગ સ્ટારડમ હોય છે.જેને એ લોકો ક્રિએટ કરે છે, બસ એને બિલ્ડ અપ કેમ કરવું એ બધા ને નથી આવડતું.

તો મને કોઈ એવો ડર નથી કે હું તારી સાથે રહીશ તો મારું સ્ટારડમ તને ક્યાંક ન મળી જાય. હું કોઈ વિકી દવે નથી જેને પોતાના સ્ટારડમ પર જ ભરોસો નથી .મને મારુ સ્ટારડમ બિલ્ડ અપ કરતા આવડે છે. અને આઈ એમ સ્યોર તને પણ આવડી જશે. તો આ અટેનશન, સ્ટારડમ એ બધી વાતો ને આપણી વચ્ચે...."

આર્યન હજુ બોલતો જ હતો ત્યાં નૈના આર્યમ તરફ ફરી અને આર્યન ના બોલતા હોઠો પર પોતાના હોઠો મૂકી, પોતાની આંખો બંધ કરી, હાથ આર્યન ના ખભે થી ગળા પર વીંટાળી ને આર્યન ને કિસ કરવા લાગી. આર્યન પણ આંખો બંધ કરી એનો પૂરતો સાથ આપવા લાગ્યો.

થોડી ક્ષણો પછી બંને એક બીજા થી અલગ થયા. ત્યાં આર્યન નૈના ની કમર માં હાથ વીંટાળી ને બોલ્યો " આ આપણી ફિલ્મ અને લોકો ને આપણી કેમિસ્ટ્રી દેખાડવા માટે હતું..? "

નૈના હસી પડી અને માથું હલાવી અને આર્યન ના પ્રશ્ન નો જવાબ હકારાત્મક આપ્યો.

"તો ચાલ સરખી કેમિસ્ટ્રી દેખાડીએ." આટલું કહી નૈના ને વધુ નજીક ખેંચી ને આર્યન કિસ કરવા લાગ્યો.

***

આર્યન અને નૈના ની લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ ગઈ, ચારે બાજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં, મીડિયા અને લોકો માટે ચર્ચા નો વિષય બની ગયા હતા. પણ નૈના અને આર્યન ને ક્યાં આવી બાબતો થી ફરક પડતો હતો. દર બીજે દિવસે ન્યૂઝપેપર ની હેડલાઈન આર્યન અને નૈના હોય. ફિલ્મ નો સેટ હોય કે પબ્લિક પ્લેસ એમનો રોમાન્સ બધે જોવા મળતો.

થોડા મહિના વીતી ગયા, ફિલ્મ નું શૂટિંગ હજુ ચાલતું હતું, નૈના અને આર્યન નો રોમાન્સ પણ ચાલતો જ હતો, એ વચ્ચે અમારી મિત્રતા અદ્રશ્ય થવા લાગી હતી, નૈના અમને બહુ ઓછી મળતી, અને અમે પણ એનો કોન્ટેક કરવા ની કોશિશ ન કરતા, હા એક પાર્થ હંમેશા એની સાથે થોડો ટચ માં રહેવા ના પ્રયત્ન કરતો. અમે બધા અમારી લાઈફ માં બીઝી થઈ ગયા, ઉદય એનો ડિરેક્શન નો કોર્સ કરવા બીજી સિટી માં ચાલ્યો ગયો. હું મારા rj ના કામ ને પેશન બનાવવા માં લાગી ગઈ અને નૈના એના પેશન ને એની લાઈફ.

એ દરમિયાન એક સમય આવ્યો.

સેટ પર પેકઅપ થયા બાદ, નૈના એના ઘરે પહોંચી, અને આર્યન ને ફોન કર્યો, "આર્યન ચાલ ક્યાંક બહાર જઈએ, ઘર માં બોર થાઉં છું."

"બેબી, આઈ કાન્ટ, તને ખબર છે ને હું ફિલ્મ નો પ્રોડ્યુસર પણ છું, ઘણું કામ પડ્યું છે અને ઉપર થી તારી નાની ફ્રેન્ડ નો રોલ કરવા વાળી એક્ટ્રેસ સૌમ્યા પણ ફિલ્મ અધૂરી છોડી ને ચાલ્યી ગઈ. હવે એન્ડ ટાઈમ પર ન્યુ એકટ્રેસ પણ શોધવી પડશે. " આર્યન બોલ્યો.

"હમ્મ." નૈના એ ટૂંક માં જવાબ આપ્યો.

"શું હમ્મ ..?"

"કાંઈ નહીં, ઇટ્સ ઓક તું કામ કર એ ઈમ્પોર્ટન્ટ છે. હું ટીવી જોઈ ને કામ ચલાવી લઉં, બાય, ટેઈક કેર."નૈના એ ફોન કટ કર્યો.

ટીવી ઓન કર્યું, અને સાથે જ સોશ્યિલ સાઈટ ફંફોળવા લાગી. ત્યાં જ એક ફોટા પર એનું ધ્યાન ગયું.

જે વિક્રમ પ્રજાપતિ એ અપલોડ કર્યો હતો.

"સમય અને પૈસા" નામ નું નાટક જેનો દિર્ગશક વિક્રમ પ્રજાપતિ હતો. અને એનો શો આજે હતો. નૈના એ ફટાફટી એની ટીકીટ ઓનલાઈન બુક કરાવી દીધી અને એ નાટક જોવા નીકળી પડી.

નાટક શરૂ થયું, એક્ટર્સ એમની અભિવ્યક્તિ દેખાડતા રહ્યા, ઓડિયન્સ અને નૈના બધા ઈમ્પ્રેસ થતા ગયા. નાટક પૂરું થયું, ઓડિટેરિયમ માં બેઠેલ બધા લોકો એ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, આખું ઓડિટેરિયમ તાળી ઓ થી ગુંજતું હતું, અને બધા આર્ટિસ્ટ સ્ટેજ પર ઉભા ઉભા આભાર માનતા હતા.

નાટક જોઈ, નૈના ઈમ્પ્રેસ થઈ અને બેક સ્ટેજ પહોંચી. નૈના ને બેક સ્ટેજ જોઈ બધા આર્ટિસ્ટ એમની પાસે આવી પહોંચ્યા, બધા નૈના ને ઓળખતા હતા. અને નૈના વિક્રમ પ્રજાપતિ ને મળી.

અને ત્યાં જ એની પેહલી મુલાકાત પલક સાથે થઈ,

પલક જે વિક્રમ પ્રજાપતિ ને નાટક માં એક મહત્વ ની ભૂમિકા ભજવી રહી હતી.

***

આ મુલાકાત કેવો વળાંક લેશે એ જાણવું રસપ્રદ છે. પલક ની એન્ટ્રી સાથે કેટલા ટ્વિસ્ટ આવે છે સ્ટોરી માં અને આર્યન અને નૈના ની લવસ્ટોરી જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

સ્ટારડમ ભાગ 11 ને 5 માંથી કેટલા સ્ટાર આપશો.

તમારા રીવ્યુ ની રાહ માં.

- Megha Gokani