Stardom - 8 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ - 8

સ્ટારડમ - 8

હાઇલાઇટ- નૈના શર્મા ની પેહલી ફિલ્મ હિટ રહી, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો થી જ નૈના શર્મા નો જાદુ ચારેતરફ ધીરે ધીરે ફેલાવા લાગ્યો, એટલા માં સુપરસ્ટાર આર્યન જોશી પણ નૈના પાસે એનો ઓટોગ્રાફ ના બહાને એને ફિલ્મ ઓફર કરવા પંહોચ્યો.

આર્યન જોશી એની નેક્સ્ટ બિગ બજેટ ફિલ્મ માટે લીડ એક્ટ્રેસ ના રોલ માટે નૈના શર્મા ઓડિશન આપે એવી ઈચ્છા નૈના સામે જાહેર કરી.

નૈના ને ઘર છોડવા ને બહાને આર્યન એને કોફી પીવડાવા લઈ ગયો અને ત્યાં એને વાતો વાતો માં નૈના ની એક્ટિંગ થી લઈ અને લુક ના વખાણ કર્યા.

આર્યન જોશી ની ફિલ્મ ના ઓડિશન માં શું થયું એ વિસે મેઘા, ઉદય, પાર્થ કે સુમન ને કોઈ ને પણ ખબર નથી રહેતી.

આ તરફ સુમન એ એની ફિલ્મ ની સકસેસ પાર્ટી પણ ગોઠવી.

એ વાત ની જાણ કરવા મેઘા, ઉદય અને પાર્થ નૈના ના ઘરે પહોંચ્યા,

પહોંચતા જ નૈના એ ખુશખબરી આપી કે આર્યન જોશી ની નેક્સ્ટ ફિલ્મ માટે એને ઓડિશન આપ્યું અને એ સિલેક્ટ થઈ ગઈ છે.

ઉદય એ સુમન ની પાર્ટી વિસે નૈના ને જાણ કરી,

ત્યારે વિકી દવે સાથે બદલો લેવા અને વિકી દવે ને પાર્ટી માં નીચો દેખાડવા નૈના એના સ્ટારડમ નો જાદુ ચલાવવા નો પ્લાન બનાવે છે ..

શું છે નૈના ની વિચાર..? કેવી રીતે નૈના શર્મા, વિકી દવે ને નીચો દેખાડશે..?, કેવી રીતે વિકી દવે નું સ્ટારડમ નૈના શર્મા ના સ્ટારડમ સામે ઝાંખું લાગશે..?

બધું જાણવા માટે વાંચીએ સ્ટારડમ નો ભાગ -8.

તો તૈયાર છો..? શરૂ કરીએ..?

ચાલો.

***

નૈના પાર્ટી માં જવા તૈયાર હતી, અમે ઘરે થી પાર્ટી માં જવા સાથે નીકળ્યા.

અડધે રસ્તે પહોંચ્યા ત્યાં નૈના એ કોઈ ને ફોન કર્યો. નૈના બોલી, "હેલો.. હા, પંહોચ્યો એ..?

હા.. ઓકે,

પહોંચે એ સાથે કોલ કર મને."

"નૈના, કોને ફોન કર્યો હતો..?" હું બોલી પડી.

"કહું, કહું શાંતિ, અમમ ડ્રાઇવર ભાઈ, ગાડી વેન્યુ એ થી થોડી દૂર ઉભી રાખજો." નૈના એક સ્માઈલ સાથે બોલી.

"પણ કેમ.." હું બોલી .

" અરે ત્યાં મીડિયા સામે એન્ટ્રી સારી રીતે પાડવી જોઈએ ને એટલે વહેલું પહોંચી ને શું કામ છે." નૈના બોલી.

"શું ચાલે છે, તારા મગજ માં નૈના..?"

" જોઈ લેજે, હમણાં પહોંચશું."

ડ્રાઇવર એ ગાડી થોડી દૂર ઉભી કરી, થોડી વાર માં નૈના નો ફોન વાગ્યો. ફોન મા વાત કરી ને નૈના બોલી, "ચાલો, ભાઈ ગાડી લઈ લો આગળ."

અમે પાર્ટી ની જગ્યા એ પહોંચ્યા. નૈના ગાડી ની બહાર ન નીકળી, મેં ગાડી માંથી નીચે ઉતરી ને જોયું, વિકી દવે પણ હજુ પંહોચ્યો જ હતો, અને મીડિયા વચ્ચે ઘેરાયરલ ઉભો હતો.

એટલા માં નૈના ગાડી ની નીચે ઉતરી, નૈના એ બિલકુલ એક સ્ટાર ની જેમ પેહલા સ્લોમોશન માં પગ કાર માંથી કાઢી ને જમીન પર રાખ્યો, પછી હાથ દરવાજા ઉપર રાખી અને મોઢું બહાર કાઢી અને પોતે કાર માંથી નીચે ઉતરી.

ઘરે થી નીકળ્યા સમય એ એને પોતાના બ્લેક ઇવનિંગ ગાઉન ઉપર લેધર જેકેટ પહેર્યું હતું, પણ કાર માં થી બહાર આવતા મેં એને જોઈ ત્યારે એને એ લેધર જેકેટ કાઢી નાખ્યું, અને બેકલેસ બ્લેક ઇવનિંગ ગાઉન પહેરી એ કાર માંથી ઉતરી.

ઉતરતા ની સાથે જ એને એના હાથ વડે એના છુટા વાળ ઉપર હાથ ફેરવતી અને ફૂલ એટીટ્યુડ સાથે મીડિયા સામે જોયું.

એ સમય એ નૈના એટલી સુંદર "(સેક્સી )" લાગતી હતી કે ગમે એ એને જોઈ અને બે ક્ષણ માટે જોતા જ રહી જાય.

આટલા સેક્સી અવતાર માં નૈના શર્મા ને જોઈ મીડિયા વાળા દોડતા નૈના પાસે આવી ગયા અને એના ફોટ્સ પાડવા લાગ્યા. નૈના પણ એમને અલગ અલગ પોઝ આપવા લાગી.

થોડી ક્ષણો સુધી હું પણ નૈના ને જોતી રહી, એના માં ફૂલ સ્ટાર એટીટ્યુડ આવી ગયો હતો એવું લાગતું હતું, અચાનક મારી નજર વિકી ઉપર પડી, એ એકલો સાઈડ માં ઉભો ઉભો નૈના સામે જોયે રાખતો હતો,

એ સમય એ વિકી દવે નું સ્ટારડમ સાચે નૈના ના સ્ટારડમ સામે ઝાંખું પડી રહ્યું હતું.

વિકી ત્યાં એકલો ઉભો હતો, કોઈ મીડિયા વાળા ને વિકી ના ફોટ્સ પાડવા માં ઇંટ્રેસ્ટ નહોય એવું લાગતું હતું.

વિકી અંદર જવા ચાલતો થવા લાગ્યો, ત્યાં નૈના એ એને અવાજ દઈ ને બોલાવ્યો. અને એની પાસે પહોંચી ફોર્મલી ગળે મળી.

મીડિયા વાળા ત્યાં નૈના પાછળ આવ્યા, અને નૈના અને વિકી ના ફોટ્સ પાડવા લાગ્યા.

નૈના નો આવો એટીટ્યુડ જોઈ વિકી ધીરે થી એના કાન પાસે બોલ્યો. "તને શું લાગે છે, આ સેક્સી ડ્રેસ પહેરી અને મીડિયા ને તારી પાછળ દોડાવી, અને સ્ટાર બની જઈશ..?, ભૂલ થાય છે તો તારી, સ્ટાર બનવા માટે ની ક્વોલિટી હોવી જોઈએ, આ સેક્સી કપડાં અને ફિગર એ બધું ચાર દિવસ ની ચાંદની છે."

"ચાર દિવસ ની કે ચાલીસ વર્ષ ની એ તો સમય જતાં ખબર પડશે, પણ અત્યારે આ પાર્ટી ની સ્ટાર તો નૈના શર્મા જ છે." નૈના પણ જવાબ દેતા ધીરે થી બોલી.

વિકી કટાક્ષ માં હસ્યો.

"જોવું છે..?" નૈના આટલું બોલી અને ત્યાં થી આગળ ચાલતી થઈ, અને થોડી આગળ કાર માંથી આર્યન જોશી ઉતર્યો.

નૈના વિકી ને પાછળ છોડતી આગળ આર્યન પાસે પહોંચી એને ગળે મળી.

અને ફરીવાર મીડિયા આર્યન અને નૈના ના ફોટ્સ પાડવા એની પાછળ દોડ્યા.

વિકી કરી એક વખત એકલો ઉભો રહી ગયો. અને આર્યન અને નૈના સામે ગુસ્સા થી જોઈ અને અંદર ચાલતો થઈ પડ્યો.

વિકી ને આવી રીતે જતો જોઈ, મારી પાસે ઉભેલ ઉદય હસી પડ્યો.

અને નૈના દૂર આર્યન પાસે ઉભી ઉભી ત્રાંસી મારી ને મારી સામે જોઈ ને હસી.

"નૈના એ તો કમાલ કરી દીધી, વિકી નો ચેહરો જોવા જેવો છે યાર." ઉદય બોલ્યો.

"પણ આ વિકી ને નીચો દેખાડવા માં નૈના આર્યન ની વધુ નજીક જતી હોય એવું નથી લાગતું..?"હું બોલી પડી.

"ના હવે એવું કંઈ નથી, તું ખોટું વિચારે છે મેઘા.."ઉદય આર્યન અને નૈના તરફ જોઈ ને બોલ્યો.

"હશે ચાલો, જોઈએ જે હોય એ..., પાર્થ અને દીપ ક્યાં પહોંચ્યા, ફોન તો કર." હું બોલી.

ઉદય પાર્થ ને ફોન કરતો હતો, ત્યાં એ બંને આવી પહોંચ્યા, હું ઉદય પાર્થ અને દીપ અંદર પહોંચ્યા. પાછળ આર્યન અને નૈના પણ અંદર આવ્યા.

પાર્ટી માં નૈના સુમન ને મળી, ત્યાં વિક્રમ પ્રજાપતિ પણ હાજર હતો, અને AK આકાશ પણ. નૈના બધા ને મળી. આર્યન, નૈના, વિકી, સુમન, વિક્રમ, અને આકાશ બધા વાતો કરતા હતા.

હું દૂર ઉભા ઉભા નૈના સામે જોતી હતી, નૈના અને આર્યન ની એ કેમિસ્ટ્રી મને રાશ નહતી પડતી.

એટલે હું બોલી પડી, "પાર્થ મને લાગે છે કે હવે સમય આવી ગયો કે તું નૈના ને પ્રપોઝ કરી દે, નહીં તો તારો પ્રેમ અધુરો રહી જશે."

પાર્થ, નૈના અને આર્યન સામે જોવા લાગ્યો .

"શું મેઘા તું પણ, એવું કંઈ નહીં થાય." ઉદય બોલી પડ્યો.

"તું આટલો સ્યોર કેમ છો ઉદય, આ ચમક માં ઘણા આવી ને ખોવાય જાય છે, અને હું નથી ઇચ્છતી કે ભુલ થી પણ નૈના એમાં ખોવાય જાય, પાર્થ નો સાથ મળશે તો એ સાંભળી ને ચાલશે." હું મારો પોઇન્ટ મુકતા બોલી.

"પણ એ મને હા પાડશે ..?" પાર્થ કન્ફ્યુઝન માં બોલ્યો.

"તને શું લાગે છે..?"હું બોલી.

"એ પણ મને પસંદ કરે છે મારા ખ્યાલ થી તો." પાર્થ નૈના સામે જોઈ ને બોલ્યો.

"હા તો બસ કહી દે એને તારા દિલ ની વાત." હું પાર્થ ને હિંમત દેતા બોલી.

દીપ ચુપચાપ ઉભો ઉભો મારી, દીપ અને નૈના સામે જોતો રહ્યો.

નૈના અમારી પાસે આવતી હતી, ત્યાં વિકી દવે એની પાસે પંહોચ્યો અને બોલ્યો.

"નૈના શર્મા, તારું આટલું સેક્સી તૈયાર થઈ ને પાર્ટી માં આવવું ફેઈલ ગયું, કારણકે કાલ ની રાઇઝિંગ મેગેઝીન ના ફ્રન્ટ પેજ ની પેહલી હેડલાઈન અને પેહલો ફોટો તો વિકી દવે નો હશે."

"અચ્છા અને એ કેવી રીતે..?" નૈના બોલી.

"મારી પાસે મારી નેક્સ્ટ ફિલ્મ વિસે એવી ખબર છે કે એ ખબર સામે તારો આ સેક્સી ડ્રેસ ને ફિગર બંને નકામા બની જશે." વિકી દવે બોલ્યો.

"ઓહહ, વાહ, અને શું છે એ ખબર?" નૈના બોલી પડી

"જસ્ટ વેઇટ બેબી, હમણાં હું બધા વચ્ચે એનાઉસમેન્ટ કરું જ છું." વિકી આટલું બોલી ત્યાં થી ચાલતો થઈ ગયો.

નૈના પણ અમારી પાસે આવી પહોંચી.

"નૈના, શું કહેતો હતો વિકી..?" ઉદય એ પૂછ્યું.

"કાલ ના રાઇઝિંગ સ્ટાર મેગેઝીન નું ફ્રન્ટ પેજ એના નામ એ હશે, મારા નામ એ નહીં." નૈના બોલી.

"પણ કેમ..?" પાર્થ બોલ્યો.

"ખબર નહીં, એની પાસે એના નેક્સ્ટ ફિલ્મ વિસે કોઈ એવી ન્યૂઝ છે જેથી એ હેડલાઈન બની જશે."

" રાઇઝિંગ સ્ટાર ની હેડલાઈન..., વાહહ" ઉદય બોલ્યો.

"હમ્મ, વાહ ..પણ હું એવું થવા નહીં દઉં." નૈના કંઈક વિચારતા બોલી.

"મતલબ..?" મેં પૂછ્યું.

"મતલબ કે..... હું એવું નહીં જ થવા દઉં."નૈના સસ્પેન્સ ક્રિએટ કરતા બોલી અને હસી.

"તો પાર્થ, તું મને મેસેજ માં પૂછતો હતો ને કે હું આજે પાર્ટી માં શું પહેરવાની છું..., લે જોઈ લે....અને કે મને કેવી લાગુ છું હું..?" નૈના એનો ડ્રેસ દેખાડતા બોલી.

"હોટ...." પાર્થ એના ફ્લો માં બોલી પડ્યો, "અરે મતલબ કે બ્યુટીફૂલ.… પ્રિટી.... અમેઝિંગ.."

"એ હા, બસ બસ સમજી ગઇ." નૈના હસતા હસતા બોલી.

"Hi દીપ... ઘણા દિવસે મળ્યા ને, કેમ કાંઈ બોલતો નથી..?" નૈના એ દીપ ને પૂછ્યું.

"બસ એમ જ, શું બોલું..?" દીપ એ જવાબ આપ્યો.

ત્યાં જ વિકી દવે નો આવજ સંભળાયો.

"હેલો, લેડીઝ એન્ડ જેન્ટલમેન… થોડી ક્ષણો પૂરતું તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત કરો, થેન્ક યુ.

તો હું મારી નેક્સ્ટ ફિલ્મ વિસે એક એનાઉસમેન્ટ કરવા માગું છું કે, મારી નેક્સ્ટ ફિલ્મ "લવ -લવ " નું ટાઇટલ સોન્ગ તમે લોકો વિકી દવે એટલે મારા અવાજ માં સાંભળશો.

ઇન શોર્ટ હું મારી નેક્સ્ટ ફિલ્મ માં એનું ટાઇટલ સોન્ગ ગાવા જઈ રહ્યો છું."વિકી બોલ્યો.

બધા તાળીઓ પાડવા લાગ્યા.

વિકી એ બોલતા બોલતા નૈના સામે જોયું.

નૈના એ વિકી સામે દેખાડો કરવા તાળી પાડી .

નૈના મોબાઈલ કાઢી ને કંઈક કરવા લાગી અને અચાનક થી બોલી પડી " પાર્થ તારો ફોન આપ ને, મારા ફોન માં બેટરી નથી અને ફોન કરવો જરૂરી છે."

પાર્થ નૈના ને મોબાઈલ આપતા બોલ્યો "પણ કોને ફોન કરવો છે...?"

નૈના સ્માઈલ આપતી ફોન લઈ ચાલતી થઈ ગઈ.

અમે કન્ફ્યુઝ બની ને ઉભા રહ્યા.

થોડી ક્ષણો પછી નૈના પાછી ફરી, પાર્થ ને મોબાઈલ પરત કરતા બોલી "થેન્ક્સ."

"હા, પણ " પાર્થ કંઈક બોલવા જઈ રહ્યો હતો.

"પણ બણ બધું પછી..., અત્યારે મને પાર્ટી માં ખૂબ કંટાળો આવે છે ચાલો નીકળીએ.." નૈના બોલી.

"નૈના, તને પાર્ટી માં કંટાળો આવે છે...?" મેં આશ્ચર્ય માં એને પૂછ્યું.

"હા.., હું સુમન અને આર્યન ને બાય કહી આવું.." એમ કહી નૈના એ સ્માઈલ આપી અને ચાલતી થઈ ગઈ.

વિકી અને સુમન સાથે ઉભા ઉભા વાતો કરતા હતા.

નૈના સુમન પાસે પહોંચી "સુમન... "

"ઓહ નૈના શર્મા, સ્ટાર ઓફ ધીસ પાર્ટી આવો, બોલો.." સુમન ફ્રેન્ડલી અંદાઝ માં બોલી.

" શું સુમન તું પણ, હું એમ કેહવા આવી કે હું ઘર જાઉં છું હવે..." નૈના બોલી.

"પણ કેમ...., પાર્ટી તો હજુ સ્ટાર્ટ થઈ છે અને આ પાર્ટી ની સ્ટાર છે તું, ફિલ્મ ની હીરોઇન ફિલ્મ સકસેસ પાર્ટી માંથી આટલી જલ્દી કેમ ઘરે જવા માંગે છે?" સુમન બોલી.

"અરે, થોડી તબિયત લુઝ છે...બસ એટલા જ માટે. "

"ઓહહ, તારી ઈચ્છા બાકી હું તો એમ ઇચ્છીશ કે તું થોડો સમય હજુ અહીંયા રોકા અને તારી સકસેસ ને એન્જોય કર."સુમન બોલી

"આઈ વિષ કે હું રહું, પણ આ શરીર સાથ નહીં આપતું, કાંઈ વાંધો નહીં, આપણી કોઈ બીજી ફિલ્મ ની સકસેસ પાર્ટી માં એન્જોય કરી લઈશ." નૈના હસતા બોલી.

સુમન અને નૈના ગળે મળ્યા, અને સુમન બીજા લોકો સાથે વાતો માં બિઝી થઈ ગઈ.

ત્યાં વિકી બોલ્યો "શું થયું નૈના શર્મા..., મારુ સ્ટારડમ જોઈ અને બીજી વખત તારી તબિયત બગડી ગઈ."

"હમ્મ, એવું જ કંઈક છે.." નૈના આટલું બોલી આર્યન પાસે જવા માટે ચાલવા લાગી.

વિકી એકલો ઉભો ઉભો ખુશ થતો હતો.

નૈના જેવી આર્યન પાસે પહોંચી ત્યાં મીડિયા ના લોકો એ એમને ઘેરી લીધા અને પ્રશ્નો પૂછવા લાગ્યા કે " આર્યન જોશી શું આ વાત સાચી છે કે તમારી નેક્સ્ટ બિગ બજેટ ફિલ્મ માં તમારા ઓપોઝિટ નૈના શર્મા ને લીડ એક્ટ્રેસ તરીકે ફાઇનલ કરવા માં આવી છે..?"

પાર્ટી માં ના બધા લોકો નું ધ્યાન એ બંને ઉપર આ પ્રશ્ન સાંભળતા જ કેન્દ્રિત થઈ ગયું.

નૈના કાંઈ ન બોલી, એ મીડિયા અને આર્યન સામે જોતી રહી.

મીડિયા ના વધુ પ્રેશર આપવા પર આર્યન જોશી બોલ્યો. " હા, આ ન્યુઝ સાચી છે, નૈના શર્મા મારી નેક્સ્ટ બિગ બજેટ ફિલ્મ ની લીડ એક્ટ્રેસ છે. અને અમારા બંને ની જોડી પડદા ઉપર ધૂમ મચવવા રેડી છે."

આર્યન નૈના ની સામે જોઈ ને બોલ્યો.

આ ન્યુઝ સાંભળતા વિકી ના ચેહરા નો રંગ ઉડી ગયો.

અને નૈના અમારી સામે જોઈ ને હસી .

થોડો સમય મીડિયા ના સવાલો ચાલ્યા. નૈના અને આર્યન એમાં બિઝી રહ્યા.

અંતે નૈના આર્યન ને બાય કહી ને વિકી પાસે પહોંચી અને બોલી " તો વિકી દવે...કેમ છે..?"

વિકી નૈના સામે ગુસ્સે થી જોઈ અને એના થી દુર જવા ચાલવા લાગ્યો.

નૈના હસતા હસતા અમારી પાસે પહોંચી.

"સાચા સમય એ ન્યુઝ બહાર આવી… વિકી નું મોઢું જોવા લાયક છે."ઉદય હસતા હસતા બોલ્યો.

"તો ચાલો એ જ ખુશી માં આજે રાત્રે મારા ઘરે બીજી પાર્ટી.." નૈના બોલી.

"હા, હા ચાલો, પાર્ટી તો બને છે..." પાર્થ બોલ્યો.

"હે..." નૈના પાર્થ નો હાથ પકડી ને ચાલવા લાગી.અમે પણ એની પાછળ ચાલવા લાગ્યા.

નૈના અનહદ ખુશ હતી. એને જોઈ અમે બધા પણ ખુશ હતા. પણ દીપ શાયદ દુઃખી હતો.

***

નૈના ના સ્ટારડમ ની શરૂઆત થઈ ગઈ છે, વિકી દવે પછી આર્યન જોશી સાથે નૈના શર્મા ની કેમિસ્ટ્રી કેવી રહેશે એ જોવું ઘણું રસપ્રદ રહેશે.

પણ એ પેહલા પાર્થ નૈના ને એની દિલ ની વાત કેહવા માં સફળ નીવડશે..? કે પછી દીપ ને કારણે પાર્થ ની સ્ટોરી માં પણ ટ્વિસ્ટ આવશે...

સ્ટારડમ માં આગળ શું થશે..? વિચારતા રહો, અને વાંચતા રહો.

સ્ટારડમ ભાગ 8 તમને કેવો લાગ્યો કોમેન્ટ કે મેસેજ કરી ને જરૂર થી જણાવશો.

5 સ્ટાર માંથી તમે સ્ટારડમ-8 ને કેટલા સ્ટાર આપશો..?

તમારા રિવ્યુ ની રાહ માં.

-Megha Gokani

Rate & Review

Anjani

Anjani 4 years ago

Tasleem Shal

Tasleem Shal Matrubharti Verified 4 years ago

Anurag Shihora

Anurag Shihora 4 years ago

Balkrishna patel

Balkrishna patel 4 years ago

Dhara Undhad

Dhara Undhad 4 years ago