Stardom - 9 books and stories free download online pdf in Gujarati

સ્ટારડમ - 9

હાઇલાઇટ-

નૈના વિકી દવે ના સ્ટારડમ ને પોતાના ના સ્ટારડમ સામે ઝાંખું દેખાડવા માટે બને તેટલા પ્રયાસો કરતી રહી. મીડિયા નું પોતા તરફ ધ્યાન ખેંચવા ની અનેક રીતો, અને લાઈટ માં આવવા ની અનેક ટ્રિકો.

સેક્સી ઇવનિંગ ગાઉન, વિકી દવે ને છોડી આર્યન જોશી સાથે પાર્ટી માં એન્ટ્રી કરવી. આ બધી વાતો થી વિકી દવે પણ ઘણો ઈફેક્ટ થતો હોય છે, નૈના નું વિકી દવે ને નીચો દેખાડવા માં આર્યન જોશી તરફ વધતી અટેન્શન ને જોઈ મેઘા નૈના માટે ચિંતિત બને છે. અને પાર્થ ને એનો પ્રેમ નો ઇઝહાર નૈના સામે કરી દેવા નું સજેશન આપે છે.

પાર્થ નૈના ને પ્રેમ કરે છે એ વાત થી દીપ બિલકુલ ખુશ નથી થતો.

આ તરફ વિકી દવે પોતાનું સ્ટારડમ નૈના શર્મા ને દેખાડે છે, એ એની નેક્સ્ટ ફિલ્મ ને રિલેટેડ કોઈ મોટી અનાઉસમેન્ટ કરે છે, જેથી વિકી દવે લાઈમલાઈટ માં આવી જાય છે.

નૈના વિકી ની વાત પર કોઈ જાત નું રીએક્ટ કર્યા વિના, તબિયત ખરાબ છે એ બહાને પાર્ટી છોડી ને જવા નું નક્કી કરે છે, એટલા માં મીડિયા વાળા આર્યન અને નૈના ને ઘેરી લે છે અને આર્યન જોશી ની નેક્સ્ટ ફિલ્મ માં નૈના શર્મા લીડ એક્ટ્રેસ તરીકે કામ કરશે એ વાત લીક થઈ ગઈ હોય છે.

આર્યન જોશી એ ન્યૂઝ ને સાચી જણાવે છે. અને ફરી એક વખત વિકી દવે નૈના શર્મા સામે નીચો પડ્યો.

એ વાત થી ખુશ નૈન મેઘા, દીપ, ઉદય અને પાર્થ બધા નૈના ના ઘરે જઈ અને સેલિબ્રેટ કરવા નું વિચારે છે.

આગળ શું થશે..? વિકી દવે ના ચેપ્ટર પછી નૈના ની લાઈફ માં કયું નવું ચેપ્ટર આવશે?

તો જોઈએ ચાલો,

તૈયાર છો, શરૂ કરીએ સ્ટારડમ ભાગ 9.

અમે લોકો ઘરે પહોંચ્યા, વિકી દવે ને નીચો દેખાડી ને નૈના ખુશ હતી.

"મજા આવી ગઈ, નૈના… શું રાઈટ ટાઈમ એ ન્યુઝ બહાર આવી.."ઉદય બોલ્યો.

"આ ન્યુઝ કેમ અચાનક બહાર પડી...., નૈના..? તે કંઈ કર્યું..?" હું બોલી.

"નૈના એ શું કર્યું હોય, એ પણ શોક માં હતી જ્યારે મીડિયા એ તેને આ સવાલ કર્યો." ઉદય નૈના નો પક્ષ ખેંચતા બોલ્યો.

"ઉદય શાયદ ભૂલી ગયો છો તું કે નૈના એક એક્ટ્રેસ છે, એનું કામ જ છે એક્ટિંગ… મને પુરી ખાતરી છે કે નૈના એ જ આ ન્યુઝ બહાર પાડી છે."હું મારો પોઇન્ટ મુકતા બોલી.

નૈના મને ગળે મળતા બોલી, "મેઘા એક તું જ છે જે મને સમજે છે..."

"મતલબ એ ન્યુઝ તે બહાર પાડી..?" પાર્થ એ એને પૂછ્યું.

"ના, મેં નહીં તે.."નૈના બોલી.

"શું મતલબ..?" પાર્થ કન્ફ્યુઝન માં બોલી પડ્યો.

"મતલબ કે એ ન્યુઝ તારા મોબાઈલ માંથી લીક થઈ છે, ભલે એ મેસેજ મીડિયા વાળા ને મેં જ કર્યો છે પણ તારા નંબર પર થી." નૈના હસતા હસતા બોલી.

"ઓ, મતલબ કે ત્યારે પાર્ટી માં તું મારો ફોન એટલા માટે લઈ ગઈ હતી.."પાર્થ બોલી પડ્યો.

"સ્માર્ટ મુવ "દીપ એ નૈના ના વખાણ કર્યા.

"હવે જોઈએ કે કાલે રાઇઝિંગ સ્ટાર ની મેગેઝીન નું ફ્રન્ટ પેજ કોના નામ એ થાય છે."નૈના એટીટ્યુડ માં બોલી પડી.

"તારું જ નામ અને ફોટો આવશે, હું સ્યોર છું." ઉદય બોલ્યો.

"તો ચાલો, આજે જ સેલિબ્રેટ કરી લઈએ, અમમ સેલિબ્રેટ આપણે સ્કૂલ માં કરતા એવી રીતે કરીએ, શું કહેવું..., મેઘા, ઉદય તમે બંને મેગી બનાવી દો અને પાર્થ તું.." નૈના હજુ બોલતી હતી....

"કોલ્ડડ્રિંક્સ લઈ આવું.." પાર્થ બોલ્યો.

"અરે વાહ, સમજી ગયો.. અને હું મ્યુઝિક લગાવી આવું… અને દીપ તું અહીંયા મસ્ત પ્લેટ ને ગ્લાસસી ગોઠવી દે."

બધા પોત પોતાના કામ પર લાગી ગયા. ત્યાં દીપ નૈના પાસે પંહોચ્યો.

"નૈના, કંઈક વાત કરવી છે."

"હા, બોલ ને..." નૈના મ્યુઝિક સ્ટાર્ટ કરતા બોલી.

દીપ થોડી ક્ષણો ચૂપ ઉભો રહ્યો.પૉપ મ્યુઝિક થી આખો રૂમ ગુંજતો હતો, પણ દીપ સુન્ન ઉભો હતો.

નૈના એની સામે જોઈ ને બોલી પડી, "દીપ.... શું થયું બોલ..."

"હ...., હા વાત એમ છે કે..."દીપ હિંમત ભેગી કરી ને બોલવા જતો હતો....

ત્યાં નૈના બોલી પડી "યાર, આ મારું ફેવરેટ સોન્ગ છે..." નૈના એ વોલ્યુમ વધારતી બોલી.

"નૈના… આઇ લવ યુ..." દીપ બોલી પડ્યો.

મ્યુઝિક માં ખોવાયેલ અને વધુ વોલ્યુમ ને કારણે નૈના કશું સાંભળી ન શકી..."શું..?" નૈના એ ફરી પૂછ્યું.

"નૈના..… આઈ લવ યુ....." દીપ જેટલો અવાજ નીકળે એટલું જોર થી બોલી પડ્યો.

નૈના એ વોલ્યુમ ઓછું કર્યું..., હું ઉદય અને પાર્થ અમે ત્રણેય ત્યાં આવી પહોંચ્યા.

"દીપ...શું..?" નૈના કન્ફ્યુઝ થઇ ને બોલી.

"શું નહીં..., તે જે સાંભળ્યું એ સાચું જ છે." દીપ બોલ્યો.

થોડી ક્ષણો સુધી અમે બધા ચુપચાપ ઉભા રહ્યા, હું દીપ અને ઉદય અમે એક બીજા સામે જોવા લાગ્યા.

થોડી ક્ષણો ની ચુપ્પી તોડતા નૈના બોલી, "દીપ, આ મસ્તી હોય તો ક્લિયરલી બોલી દે."

"તને શું લાગે છે કે આવી રીતે હું મસ્તી કરતો હોઈશ, મારા મોઢા ઉપર ક્યાંય તને મસ્તી કે સ્માઈલ ની કરચલી પણ દેખાય છે ?, આ સાચું છે કે હું તને પ્રેમ કરું છું, કોલેજ ના પેહલા વર્ષ થી જ પણ આજ સુધી બોલવા ની હિંમત નહતી થઈ, પણ આજે.." દીપ બોલતો હતો ત્યાં નૈના બોલી પડી.

"સોરી, દીપ પણ મેં તારા વિસે ક્યારેય એવી રીતે વિચાર્યુ જ નથી.."

"અરે ઇટ્સ ઓકે, પેહલા નહતું વિચાર્યું, હવે તું આરામ થી વિચાર મને ઉતાવળ નથી.." દીપ એની ધૂન માં જ બોલતો રહ્યો.

"ના...ના, દીપ વાત એમ નથી,

વાત એવી છે કે મને તારા માટે ક્યારેય એવી ફેલિંગસ, લાગણીઓ આવી જ નથી,

અને આવશે પણ નહીં." નૈના દીપ ના આઈ લવ યુ નો જવાબ આપતા બોલી.

"યાર એવું ન બોલ, હજુ સુધી નથી આવી, પણ આવી શકે છે...નહીં જ આવે એમ કેમ બોલે છે તું?, મારા વિસે વિચારી ને તો જો."

"દીપ પ્લીઝ...., તે મને પ્રપોઝ કર્યું મેં ઍક્સેપટ ન કર્યું, વાત પૂરી, શા માટે એને લંબાવે છે. હું તને પ્રેમ નથી કરતી આ મારો જવાબ છે."

"તો તું શું પાર્થ ને પ્રેમ કરે છે..?"દીપ પાર્થ પાસે આવતા બોલ્યો.

"જો નૈના શું ફરક છે અમારા બંને વચ્ચે..., અમારી હાઈટ પણ સેમ છે, અને હું તને પાર્થ કરતા વધુ પ્રેમ કરું છું."

"દીપ પાગલ થઈ ગયો છે કે શું, તું બોલે છે શું તને પણ ખબર છે?" નૈના ગુસ્સા માં બોલી.

"સાચું જ કહું છું, પાર્થ તને પ્રેમ કરે છે અને એ તને આજે પ્રપોઝ કરવા નો હતો, એની પેહલા મેં તને કરી દીધી, મને થયું તું પાર્થ જેવા છોકરા ને હા કહે એના કરતાં હું તને વધુ પસંદ પડીશ." દીપ હવે લાગણીઓ માં વહેવા લાગ્યો હતો.

"અને તને કોણે કહ્યું કે હું પાર્થ ને પ્રેમ કરું છું, અને એને હા પાડીશ."

"મેઘા પાર્થ સાથે વાતો કરતી હતી, મેઘા પાર્થ ને કહેતી હતી કે હવે તું એને પ્રપોઝ કરી દે, મેઘા તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે તો એને તો તારી બધી ખબર જ હોય ને, એ કહેતી હતી કે હવે તને કોઈ ના સાથ ની જરૂર પડશે, જે તને સાચો રસ્તો દેખાડે અને ખોટા રસ્તે જતી હોય તો હાથ પકડી ને તને રોકી શકે." દીપ નૈના પાસે આવતા બોલ્યો,

"નૈના એ બધું તો હું પણ કરી શકું છું, તું મારા ઉપર ભરોસો રાખી શકે છે, હું ક્યારેય તને ખોટા રસ્તા પર નહીં જવા દઉં, અને હંમેશાં તારો સાથ આપીશ."

નૈના પાસે થી દુર આવી ને ઉભી રહી ગઈ, એ મારી સામે, પાર્થ સામે અને દીપ સામે જોવા લાગી.

દીપ ફરી નૈના પાસે આવ્યો "નૈના..."

"દીપ બસ..., પેહલા તારી જાત ને સાંભળ, સાઇકો વન સાઈડેડ આશિક ની જેમ વર્તન કરે છે તી, અને પછી તારા મગજ માં એક વાત ફિટ કરી લે કે હું તને પ્રેમ નથી કરતી, મને તું પસંદ નથી. અને હા મને કોઈ ના સાથ ની જરૂર પણ નથી, હું મારી જાત ને મારી રીતે સાંભળી શકું છું."નૈના ગુસ્સા માં મારી અને પાર્થ સામે જોઈ ને બોલી.

"અને જ્યાં સુધી પ્રેમ ની વાત છે, દોસ્તી ને પ્રેમ સમજવા ની ભૂલ કરી બેઠા છો તમે લોકો."

નૈના આટલું બોલી ને ત્યાં થી બહાર ની તરફ ચાલવા લાગી.

હું નૈના ની પાછળ દોડી "નૈના...., ઉભી રે યાર.… નૈના."

નૈના ચાલતી રહી.

હું એની પાસે પહોંચી ને બોલી "નૈના, તું જેવું સમજે છે એવું કંઈ નથી, આ બધી વાતો વિચિત્ર રીતે તારી સામે આવી છે, નૈના."

"એમ સાચે, દીપ જે બોલ્યો એ બધું તે પાર્થ ને નહતું કહ્યું..?" નૈના ગુસ્સા માં બોલી પડી.

"કહ્યું હતું, પણ મારો એ મતલબ નહતો કે તને કોઈ ના સહારા ની જરૂર છે, મને ખબર છે તું તારી જાત ને તારી રીતે સાંભળી જ લઈશ, પણ.."

"પણ.... મારે બીજું કાંઈ નથી સાંભળવું, પ્લીઝ મને અત્યારે એકલી છોડી દે, મને ખબર છે તને મારા પર જરા પણ ભરોસો નથી, હું જે કરું એ તને ખોટું જ લાગે, પણ અત્યારે આ મમ્મી વાળું લેક્ચર સાંભળવા નો જરા પણ મૂડ નથી કે સાંભળી ને ચાલવું જોઈએ, આર્યન જોશી થી દુર રહેજે… મને ખબર છે કે તું મારા વિશે શું વિચારે છે, પણ હું આટલી એ ચાઇલડીશ નથી કે મારી જાત ને ન સાંભળી શકું, મને તારા જ્ઞાન ની જરૂર નથી." નૈના અનહદ ગુસ્સા માં બોલી ને નીકળી પડી.

હવે નૈના પાછળ જવા નો કે એને સમજાવવા નો અત્યારે કાંઈ ફાયદો નહતો થવા નો. શાંત પડી ને વિચારશે એટલે પાછી આવી જશે એ વાત ની મને ખબર હતી.

એટલા માટે હું પાછી ફરી, નૈના ના ઘર પાસે પહોંચી ત્યાં મને દીપ સામે મળ્યો,

મારે દીપ ને ઘણું કહેવું હતું, પણ શબ્દો નહતા, કારણકે એની વાત એની ફીલિંગ્સ પણ એક રીતે સાચી જ હતી, જ્યારે આપણા પ્રેમ ને આપણે બીજા પાસે જતા જોઈએ ત્યારે આપણે આપણી જાત ઉપર થી કંટ્રોલ ખોઈ જ ચુકીએ.

એ મારી સામે જોઈ અને હું એની સામે જોઈ રહ્યા, અને અમે બંને અલગ અલગ દિશા માં ચાલતા થઈ ગયા.

હું ઉદય અને પાર્થ પાસે પહોંચી, પાર્થ બાલ્કની માં ઉભો હતો, ઉદય એ મને ઈશારા થી એની સાથે વાત કરવા માટે કહ્યું.

અમે પાર્થ પાસે પહોંચ્યા એને અવાજ દઈ ને બોલાવ્યો, એ અમારી તરફ ફર્યો, એના ચહેરા માં એક આછી ખુશી હતી, જેને જોઈ હું અને ઉદય આશ્ચર્ય માં પડી ગયા.

"તું હસે છે પાર્થ..?" ઉદય બોલી પડ્યો.

"હા, હું હસું છું કારણે કે હું ખુશ છું."

"અને તું ખુશ કેમ છે..?" મેં એને પૂછ્યું.

"તમે લોકો એ એક વાત નોટિસ ન કરી..? આટલી વાતો થઈ, નૈના આટલી ગુસ્સે થઈ, એને દીપ ને કહી દીધું કે એ એને જરા પણ પસંદ નથી કરતી, એ તારી સાથે પણ ઝઘડી હશે, પણ આ બધી વાતો માં એને એક પણ વખત મારુ નામ લઈ ને એમ ન કહ્યું કે હું પાર્થ ને પ્રેમ નથી કરતી." પાર્થ આંખ માં પાણી ને ચેહરા માં સ્માઈલ સાથે બોલતો રહ્યો.

"મતલબ કે એ મને પ્રેમ તો કરે છે. ભલે એનું દિલ એ ન માનતું હોય પણ એ જ દિલ ના એક ખુણા માંથી એ મને અનહદ ચાહે છે."

પાર્થ ની વાત સાંભળી એની વાત નો સાથ દેવો કે એને સમજાવો એ કન્ફ્યુઝન માં હું અને ઉદય એની સામે જોતા રહ્યા.

આ તરફ નૈના ચાલી ને એની ફેવરેટ જગ્યા દરિયા કિનારે એ જઈ અને બેસી ગઈ.

નૈના જ્યારે પણ કન્ફ્યુઝ હોય, દુઃખી હોય કે અનહદ ખુશ હોય ત્યારે દરિયાકિનારે બેસવું એને ગમતું.

આજે નૈના એકલી ત્યાં બેઠી હતી, એ મારી વાતો થી દુઃખી હતી કે પાર્થ ના પ્રેમ ને લઈ ને કન્ફ્યુઝ હતી એ મને પણ નથી ખબર આજ સુધી.

નૈના ત્યાં બેઠી હતી એટલા માં પાછળ થી અવાજ આવ્યો, "મારી હીરોઇન અહીંયા એકલી બેઠી બેઠી શું કરે છે..?"

નૈના એ પાછળ ફરી ને જોયું "આર્યન..." નૈના બોલી પડી."તું અહીંયા શું કરે છે..?"

"એ જ તો હું તને પૂછું છું." આર્યન નૈના પાસે આવી ને બેસતા બોલ્યો."અરે હું બેસું ને તારી બાજુ માં..?"

"હા હવે, બેસ ને.." નૈના ફ્રેન્ડલી રીતે બોલી.

આર્યન નૈના ની પાસે બેસ્યો અને ફરી ઈશારા થી પૂછ્યું "અહીંયા શું કરે છે..?"

નૈના એ દરિયા સામે ઈશારો કર્યો, અને લાંબો શ્વાસ લઈ અને આર્યન ને વગર શબ્દે સમજાવ્યું "શાંતિ મેળવવા આવી છું."અને પછી ઈશારા વડે પૂછ્યું "તું અહીંયા..?"

"હું બસ પાર્ટી માંથી પાછો ઘરે જતો હતો ત્યાં મારી નજર તારા પર પડી ગઈ અને પૂછવા આવી પહોંચ્યો કે નૈના શર્મા એના ફિલ્મ ની સક્સેસ પાર્ટી ને છોડી ને અહીંયા શાંતિ મેળવવા કેમ બેઠી છે...."

"બસ એમ જ, કોઈક વખત બધા થી દુર રહી એકલી સાથે સમય વિતાવવો પસંદ છે મને." નૈના દિલ ની વાત કેહતા બોલી.

"ઓહ, નૈના શર્મા નું સ્ટારડમ, લાઈમલાઈટ, માઈન્ડ ગેમ, ઈગો, એટીટ્યુડ આ બધું છોડી ને એક આવી સાઈટ પણ છે, જાણી ને આનંદ થયો. "

"તો તને હું કેવી લાગતી હતી..?" નૈના પોતાને જજ કરતા આર્યન જોશી પાસે એના મતે નૈના શર્મા કોણ છે એ જાણવા પ્રશ્ન કર્યો.

"હું તને જજ નથી કરતો પણ, મને તો એમ જ હતું કે નૈના શર્મા એ છે જે પોતે લાઈમલાઈટ માં રહેવા અને પોતાનું સ્ટારડમ દેખાડવા પોતાની ફિલ્મ વિસે જ ન્યુઝ લીક કરી અને મીડિયા અને દુનિયા સામે અજાણી બનવા નું વર્તન કરે." આર્યન જોશી નૈના સામે જોઈ ને બોલ્યો.

એ વાત સાંભળી નૈના પેહલા તો ચોંકી ગઈ પણ પછી એ હસી અને બોલી, " તો તને ખબર પડી ગઈ, પણ કેવી રીતે..?"

"બેટા તુમને જિસ સ્કૂલ મેં એડમિશન લિયા હૈ વહા કે હમ પ્રિન્સિપાલ હૈ." આર્યન ફિલ્મી અંદાજ માં બોલી પડ્યો.

સાંભળતા નૈના હસી પડી અને બોલી "સોરી, પણ વિકી દવે ને નીચો દેખાડવા નો મારી પાસે ત્યારે એ એક જ રસ્તો હતો."

"હા, ખબર છે મને. તારી અને વિકી દવે વચ્ચે શું સીન ચાલે છે..., અને હવે એમ ન પૂછતી કે કેવી રીતે ખબર છે." આર્યન બોલ્યો.

"ના, ના પ્રિન્સિપાલ સાહેબ મને ખબર પડી ગઈ કે તમે પણ મારી જેમ ગોસિપ માં રસ ધરાવો છો. આર્યન જોશી ગોસિપ કિંગ. " નૈના મસ્તી કરતા બોલી.

"અચ્છા, તો નૈના શર્મા ગોસિપ ક્વીન એમ ને." આર્યન પણ નૈના ની મસ્તી કરતા બોલી પડ્યો....

"તો ગોસિપ ક્વીન અહીંયા પાસે જ એક sea cafe છે ત્યાં બેસી ને ગોસિપ નો સિલસિલો શરૂ કરીએ..?,

મને ખબર છે આજે તું ઘરે જવા ના મૂડ માં તો બિલકુલ નથી, અને તને અહીંયા એકલી છોડી ને જવા નું મારુ મન નથી તો રાત વિતાવી જ છે તો એક બીજા ને આપણે કંપની આપી દઈએ."આર્યન બોલ્યો.

નૈના આર્યન ને ના ન પાડી શકી, બંને કેફે પહોંચ્યા.

બંને ની વાતો ચાલતી રહી, રાત એની ચાંદની ફેલાવતી રહી, તારાઓ પણ એમના ચેહરા ની જેમ ઝગારા મારતા રહ્યા, સૂરજ પણ એની રોશની ફેલાવવા માટે તૈયાર થઈ ગયો, પક્ષીઓ નો કલરવ ચારેતરફ સંભળાવા લાગ્યો, એ કલરવ ના અવાજ સંભળાતા ની સાથે બંને ની વાતો નો અંત આવ્યો.

"સવાર પડી ગઈ, તારી સાથે સમય ક્યાં અને કેવી રીતે વીતી ગયો ખબર જ ન પડી." નૈના બોલી.

નૈના ની આ વાત સાંભળી ને આર્યન થોડો હસ્યો અને બોલ્યો "સાંભળી ને નૈના શર્મા, ક્યાંક મારા પ્રેમ માં ન પડી જજે."

આર્યન ના મોઢે એ વાત સાંભળી નૈના કાંઈ ન બોલી બસ આર્યન સામે જોતી રહી.

"આ વાત ઉપર નૈના શર્મા એ આર્યન જોશી ને કાંઈ જવાબ નથી આપવો?" આર્યન નૈના ની ચુપ્પી તોડાવવા બોલ્યો.

"સંભાળી ને કે વિચારી ને પ્રેમ નથી થતો એ તો બસ થઈ જાય." નૈના આર્યન નો હાથ પકડી ને બોલી.

આર્યન થોડી ક્ષણો નૈના સામે જોતો રહ્યો.

નૈના આર્યન સામે જોઈ ને હસી પડી.

આર્યન એની નજર હટાવતા બોલ્યો, "મારી જ પેહલી સુપરહિટ ફિલ્મ નો સૌથી હિટ મારો જ ડાયલોગ તે મારા કરતાં પણ વધુ ફીલિંગ્સ સાથે બોલ્યો વાહ નૈના શર્મા, આજ પુરી રીતે હું તારી એક્ટિંગ પર ફિદા થઈ ગયો."

"થેન્ક યુ આર્યન જોશી." નૈના એ આભાર પ્રગટ કર્યો.

"લાગે છે કે ફિલ્મો અને એક્ટિંગ તારા નશ નશ માં વસી ગઈ છે, ડોન્ટ માઈન્ડ પણ પૂરી નૌટંકી બાઝ છો."

"હાહાહા, મેઘા અને પાર્થ પણ આમ જ કહે છે, સેમ ડાયલોગ. " નૈના બોલતા બોલતા અટકી.

એને કાલે રાત્રે થયેલ વાક્ય યાદ આવી ગયું અને એ તે વિચારો માં ખોવાઈ ગઈ.

"એમ, નૈના...શું થયું ક્યાં ખોવાય ગઈ..?" આર્યન બોલ્યો.

"ક્યાંય નહીં.."

"ઓકે, તો ચાલો હવે છુટા પડવા નો સમય આવી ગયો છે, પણ વહેલા મળશું, શૂટિંગ શરૂ થવા પર છે, ડેટ્સ ફિક્સ થાય એટલે તને કોલ કરી ને જણાવી દેવા માં આવશે."

"ઓકે, અને આજ માટે થેન્ક્સ."

"અરે, એનિટાઇમ. તો તને ઘરે ડ્રોપ કરી દઉં..?" આર્યન એ ઓફર કરી.

"અરે ના ના ઘણું કર્યું છે આજે તે મારી માટે આટલું બસ છે, હું ચાલ્યી જઈશ."

નૈના અને આર્યન એક બીજા ને બાય કહી ને છુટા પડ્યા.

આર્યન એના રસ્તે અને નૈના એના રસ્તે ચાલતી થઈ પડી.

***

નૈના ના જીવન માં આગળ શું બંને છે..? શું નૈના શર્મા અને આર્યન જોશી ની લવસ્ટોરી સક્સેસ જશે, જો નહીં તો કેમ નહીં..? કેટલો સમય બંને એકબીજા સાથે રહેશે. ફ્રેન્ડશિપ, લવ, લસ્ટ અને સ્ટારડમ નું કોમ્બિનેશન જોવું રસપ્રદ રહેશે.

તમને સ્ટારડમ ભાગ 9 કેવો લાગ્યો ? અને 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપવા નું પસંદ કરશો.?

તમારા રીવ્યુ ની રાહ માં.

-Megha Gokani