Sundarata vadharvani tips - 4 books and stories free download online pdf in Gujarati

સુંદરતા વધારવાની ટિપ્સ ૪

સુંદરતા વધારવાની ટિપ્સ

મીતલ ઠક્કર

ભાગ-૪

દરેક સ્ત્રી પોતાની સુંદરતા માટે સભાન હોય છે. પણ આજકાલ બજારમાં જાહેરાતોના મારાને કારણે માનુનીઓ કેમિકલવાળા પ્રસાધનો વાપરવા લાગી છે. તેનાથી ટૂંકા ફાયદા પછી નુકસાન થવાની શક્યતા વધુ હોય છે. એટલે કુદરતી વસ્તુઓ સોંદર્ય પ્રસાધન તરીકે વાપરવાનું હિતાવહ છે. થોડો સમય જરૂર લાગે છે પણ અસર સારી થાય છે. અને તેનાથી કાયમી ઉકેલ આવે છે. જેમ કે ચહેરા પર તાત્કાલિક તાજગી લાવવા ફ્રિજનું ઠંડુ પાણી લઇ તેમાં લીંબુના રસના બે ટીપાં ભેળવવા. આ મિશ્રણથી ચહેરો ધોઇ નાખવો. આમ નિયમિત કરવાથી ચહેરા પરની ચીકાશ દૂર થશે તેમજ ડાઘ-ધાબા દૂર થશે. ચહેરા પર રેશિસ હશે તો તેમાંથી પણ છૂટકારો મળશે. અને આ ઇબુકમાં તમે કાળા હોવ કે ગોરા તમારું સોંદર્ય વધારવાના નિષ્ણાતોએ સૂચવેલા અઢળક નુસ્ખા આપ્યા છે. જે તમને સુંદરતા વધારવામાં ડગલે ને પગલે ઉપયોગી સાબિત થશે.

* એલોવેરા પોતાની હિલિંગ પ્રોપર્ટીઝના કારણે વ્હાઇટ સ્પોટ્સથી છૂટકારો અપાવે છે, તે સ્કિનને હાઇડ્રેટ પણ રાખે છે. દરરોજ બેથી ત્રણ વખત એક ફ્રેશ એલોવેરા જેલ તમારાં વ્હાઇટ સ્પોટ્સ પર યોગ્ય રીતે લગાવો. અમુક કલાકો સુધી તેને એમ જ રહેવા દો અને પછી ધોઇ લો.

* આંબળાનો પાઉડર ગરમ પાણીમાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તમે ઇચ્છો તો તેમાં ચપટી હળદર પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10થી 15 મિનિટ બાદ યોગ્ય રીતે ધોઇ લો. બીજાં ઉપાયમાં આંબળાના રસને કોટનની મદદથી આખા ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઇ લો. અઠવાડિયામાં 2થી 3 વખત તેનો ઉપયોગ કરો. ચહેરાના ડાઘ થશે દૂર અને રંગ નિખરશે.

* કાચું દૂધ તમારી સ્કિનને સોફ્ટ અને સ્મૂધ બનાવવાની સાથે સ્કિન ટોન સારો બનાવવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે અને રાતે સૂતા પહેલા ચહેરાને સરખી રીતે સાફ કરી લો. પછી કોટનની મદદથી તેને ચહેરા પર લગાવો. 5 મિનિટ પછી ધોઈ લો. સારા રિઝલ્ટ માટે તેમાં એક ચપટી હળદર મિક્સ કરીને અપ્લાય કરો.

* પગને સુંદર રાખવા માટે ધૂળ-માટીથી બચાવીને રાખવા ખૂબ જ જરૂરી છે. તેથી પેડિક્યોર બાદ પગને શક્ય હોય ત્યાં સુધી ધૂળ-માટીથી બચાવીને રાખો. આ માટે ફ્લિપ-ફ્લૉપ ના પહેરો, તેના બદલે બૅલી અથવા જૂતી પહેરો. શક્ય હોય તો જૂતાની સાથે મોજા પહેરો.

* ઘણીવાર આપમણે નાહ્યા પહેલા ફેસ પેકનો ઉપયોગ કરીએ છીએ, જે પેક સાથે જોડાયેલી સૌથી મોટી ભૂલ છે. હંમેશા ફેસ પેક નાહ્યા બાદ લગાવો. આવું એટલા માટે કારણ કે નાહ્યા બાદ આપણી સ્કિનના પોર્સ ખૂલી જાય છે એવામાં ફેસ પેક યોગ્ય રીતે સ્કિનના ઉંડાણમાં જઇને પોતાની અસર દર્શાવે છે. આનાથી તમારાં ચહેરા પર ગ્લો સંપુર્ણ રીતે જોવા મળશે.

* શીયા બટર વધારે ચીકણું હોય છે, આથી તે ડ્રાય, ડલ અને ખરાબ થઈ ગયેલા વાળને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. પર્યાપ્ત માત્રામાં શીયા બટર લો અને તેનાથી વાળમાં મસાજ કરો. અઠવાડિયામાં એક-બે વખત આ રીતે કરો અને જુઓ તમારા વાળમાં સારા ટેક્સચરની સાથે-સાથે સૉફ્ટનેસ પણ આવી જશે. તે મૉઈશ્ચરાઈઝ્ડ અને લાંબા પણ બની જશે.

* આપણે ભલે એવું માનતા હોઈએ કે સનસ્ક્રિન જ સૂર્ય કિરણોથી બચવાનો એકમાત્ર ઉપાય છે પણ એવું જરાય નથી. ડાર્ક ચોકલેટમાં પણ તડકા અને સૂર્યકિરણો સામે લડવાની ભરપૂર તાકાત છે. વળી, મહત્વની વાત તો એ છે કે એ માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નહીં પડે. ચોકલેટને સીધી જ ચહેરા પર લગાવી દેવાથી તે પ્રોટેક્શનની એક પરત બનાવી દે છે. જો કે ચહેરા પર લગાવવા માટે ચોક્લેટને મેલ્ટ(ઓગાળવી) તો કરવી જ પડશે. નવાઈની વાત તો એ છે કે જો તમે ચોકલેટને વધારે સમય સુધી સ્કિન પર લગાવી રાખશો તો તેનાથી સ્કિનબર્ન અને રેડનેસમાં પણ ફાયદો થાય છે.

* 1 ચમચી વરીયાળીને 1 લીટર ગરમ પાણીમાં નાખો. હવે આ વરાળથી થોડું અંતર રાખીને ચહેરાને આગળની તરફ ઝૂકાવો. એક ટૂવાલથી ચહેરો, ગરદન ઢાંકેલી રાખો. (જે પ્રકારે તમે સ્ટીમ લો છો, તે જ પ્રક્રિયાને અનુસરો) 5 મિનિટ સુધી એ જ રહેવા દો. નિયમિત રીતે આવું કરવાથી તમને મળશે ગ્લોઇંગ સ્કિન.

* ગોરા વાન ધરાવનારે મેકઅપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મેકઅપ વધુ પડતો ન લાગે.કારણકે ગોરા રંગ પર મેકઅપ થોડો પણ વધારે હોય તો ભદ્દો દેખાય છે. પહેલા બેસ મેકઅપ કરવું. ફાઉન્ડેશન હેવી ન લગાડાય તેનું ધ્યાન રાખવું. નેચરલ લુક માટે ટિન્ટેડ અથવા શિયર ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. આંખો ફોકસ કરવી હોય તો લિપ મેકઅપ હળવો અને આંખને સોફ્ટ લુક આપવું. આઇ મેકઅપ માટે મેટલિક કલર્સ બ્રાઉન અથવા કોપર પસંદ કરવો. બ્રાઇટ પિંક રંગની લિપસ્ટિક લગાડવી નહીં.ઓરેન્જ તેમજ બ્રાઉન શેડ્સ હોટ લુક આપશે. કુદરતી શેડ્સની લિપસ્ટિક સારી લાગશે. અંતમાં બ્લશઓન લગાડી ગાલને હાઇલાઇટ કરવા.

* ચંદન પાઉડર અને ગુલાબજળ તમારી સ્કિનમાં રહેલા ડાઘ-ધબ્બા અને પિંપલ્સને ખતમ કરવાની સાથે જ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. સપ્તાહમાં 2થી 3 વખત 1 ચમચી ચંદન પાઉડરમાં 2 ચમચી ગુલાબજળ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. સુકાય જવા પર તેને ધોઈ લો.

* અડધું લીબું કાપો. તેના પર એક ચમચી ખાંડ મૂકી હાથની ત્વચા પર ત્યાં સુધી ઘસો જયાં સુધી ખાંડ એકદમ ઓગળે નહીં. આ ઉપચારથી ખરબચડા હાથ, કાળાપણું તથા કરચલીઓ દૂર થાય છે.

* હોઠ ફાટી જાય તો લીમડાની છાલને વાટી રાતના હોટ પર લગાડી સુઇ જવું સવારે ધોઇ નાખવું.સુંદરતા વધશે.

* તૈલી ત્વચા માટે નારંગીના છોતરાંનો પાઉડર, લીંબુના છોતરાંનો પાઉડર અને મુલતાની માટી લઇ તેમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. ચહેરા પર આ પેસ્ટ લગાવ્યા બાદ ૧૫-૨૦ મિનિટ રહેવા દઇ ધોઇ નાખો. આ પેસ્ટથી વધારે પડતું તેલ દૂર થાય છે.

* ચહેરા પર પડતી દાઝ શરીરમાં હોર્મોનમાં થતી વધઘટના કારણે ઉદભવે છે. આનાથી બચવા માટે સૌથી પહેલું તો સૂર્યના તાપથી દૂર રહો. ચહેરા પર તથા ખુલ્લાં રહેલા અંગોની નિયમિત માલિશ કરો. માલિશ કરવા કોપરેલ તથા બદામના તેલમાં લીંબુનો અને ખીરા (કાકડી)નો રસ મેળવી તેનાથી માલિશ કરો. પછી બદામનો પાઉડર, ચંદનનો પાઉડર અને લીંબુનો રસ દૂધમાં મેળવી લેપ તૈયાર કરો. આ લેપ લગાવી દસ-પંદર મિનિટ સુધી હળવા હાથે ચહેરા પર ઘસો. આથી ત્વચાની મૃત કોશિકાઓ નીકળી જશે અને ત્વચા ખીલી ઊઠશે.

* ચાંલ્લાનો રંગ હોઠ ઉપર લગાડેલી લિપસ્ટિકના રંગ જેવો પસંદ ન કરવો જોઇએ. જો આવું કરશો તો ચહેરાનું સમતોલપણું નહીં જળવાય.

* ચહેરા પરના ડાઘ-ધાબા છુપાવવા માટે કંસિલર અને બ્લશ ઓનનો ઉપયોગ કરવો. જેથી ચહેરાને ફ્રેશ લુક મળે છે. મેકઅપમાં આ જ એક એવું પ્રોડક્ટ છે જેને બીજી વખત ટચઅપ કરવું પડતું નથી.

* મહેંદી લગાડયા બાદ વાળ ધોયા પછી તેલ નાખવાથી ફાયદો થાય છે. વાળ ફક્ત પાણીથી ધોઇ સુકાઇ ગયા બાદ તેલ નાખવું એટલે કે શેમ્પૂથી ધોયા પહેલાં તેલ નાખી પછી શેમ્પૂ કરવાથી મહેંદીનો રંગ સારો આવે છે.

* પાતળા અધર પર ગ્લોઝવાળી, એટલે કે ભીની ચમક ધરાવતી લિપસ્ટિક શોભે છે. જ્યારે પુષ્ટ હોઠ પર મેટ લિપસ્ટિક લગાવવાથી તે ઓછા મોટા દેખાય છે.

* હોઠ સુકાઇ જતા હોય તો ખૂબ પાણી પીશો. તેમજ હોઠ પર મધ પણ લગાડશો.મધમાં કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ત્વચાની નમી જાળવી રાખે છે. સાથે સાથે તે ત્વચાની સુરક્ષા પણ કરે છે.

* મલાઇયુક્ત દહીં સાથે બદામનો ભૂક્કો ભેળવી તેમાં સુકા લાલ ગુલાબનો પાવડરને થોડું મધ ભેળવી પેસ્ટ બનાવવી. સ્વક્ચ્છ ચહેરા પર આ પેસ્ટ લગાડવી. સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. આ પેક રુક્ષ ત્વચા માટે ઉપયોગી છે.

* એક મોટો ચમચો મધ અને ઓલિવ ઓઇલભેલવી હોઠ પર લગાડી રગડવું. પાંચ મિનીટ પછી હુંફાળા પાણીથી હોઠ ધોઇ નાખવા. ડેડ સ્કિન દૂર થાય છે.

* ચહેરા પર લાલ દાણા નીકળે તો એ એક પ્રકારના ખીલ છે. ચા, કોફી, મસાલેદાર વાનગી તેમજ તૈલીય વાનગીઓ આરોગવાથી આ પ્રકારની તકલીફ થાય છે. વધુ પડતા સૌંદર્ય પ્રસાધનોના વપરાશથી પણ આ પ્રકારના ખીલ થાય છે. એ માટે રોજિંદા આહારમાંથી તળેલી,મસાલેદાર વાનગીઓનું પ્રમાણ નહીંવત કરી નાખવું. કેમિકલયુક્ત સૌંદર્ય પ્રસાધનનો વપરાશ કરશો નહીં. લેમન અને હની વોશથી પ્રતિદિન ચહેરો ધોવો. એક ચમચો ચંદન પાવડર, ચપટી હળદર અને જાયફળનો ભૂક્કો અને થોડું દૂધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. દિવસમાં ચાર-પાંચ વખત ચહેરો ધોવો. રાતના સૂતા પહેલાં કોથમીર અને ફૂદીનાના રસમાં ચપટી હળદર ભેળવી ચહેરા પર લગાડવું.

* રુક્ષ ત્વચા માટે ઉપયોગી પેક. થોડી ખસખસ રાતના ભીંજવી. સવારે દૂધ સાથે વાટવી. પેસ્ટ બનાવવા જોઇતું હોય તેટલું જ દૂધ લેવું. આ પેસ્ટ ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ખસખસમાં કુદરતી તેલ મોજૂદ છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ પૂરું પાડે છે. કાચા દૂધને ચહેરા પર હળવે હળવે મસાજ કરતાં લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું.

* નોર્મલ વાળને અઠવાડિયામાં એક વખત શેમ્પૂ કરીને વૉશ કરવાથી વાળ સુંદર અને આકર્ષક બની રહે છે. નિયમિત રીતે વાળમાં તેલ નાખો, ત્યારબાદ ક્લીંઝીંગ અને કન્ડિશનીંગ પણ કરો આનાથી વાળ હેલ્થી રહે છે. વાળ ધોયા બાદ વાળને કન્ડિશનીંગ કરવાનું ભૂલશો નહીં. વાળને ધોવા માટે હમેશાં ઠંડા અથવા હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરો. મહિનામાં એક વખત હેર માસ્ક એપ્લાઈ કરો. આનાથી વાળ ચમકીલા બનશે.

* ચહેરા પરના વાળનું વેક્સિંગ કર્યા બાદ પુષ્કળ પ્રમાણમાં આઇસ વોટર ચહેરા પર લગાડો. તેમજ એસ્ટ્રીજન્ટ લોશન લગાડશો. એલોવિરા જેલ લગાડવાથી પણ ફાયદો થશે.

* ચહેરા પર ખીલના ડાઘા પડી ગયા હોય તો એક ચમચી સંતરાની સુકી છાલનો પાવડર,એક ચમચી ચંદન પાવડર, બે ચમચી મુલતાની માટીનું મિશ્રણ કરવું અને પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરવુ. ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. લીંબુનો રસ અને મધનું મિશ્રણ ડાઘા પર લગાડવાથી ફાયદો કરે છે. વિટામીન 'સી' ની ૧૦૦૦ મિલિગ્રામ વાળી એક ગોળી રોજ એક મહિના સુધી તબીબની સલાહ લઇ ખાવી. દિવસના સમયમાં સનસ્ક્રીન નો ઉપયોગ કરવો. બીજો એક પ્રયોગ -ચોખાનો લોટ દહીં સાથે ભેળવી ખીલના ડાઘા પર લગાડો. ખીલ હોય તો તેના પર લગાડશો નહીં. હળવે હાથે ગોળાકારમાં લગાડતા જવું (રોટેટિંગ મેનર) સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો.

* દરેક પ્રસાધનનો આધાર ક્રીમ નહિં પણ પાઉડર હોય. મેકઅપ કરતા પહેલાં પ્લાસ્ટીકમાં લપેટેલા બરફના ટુકડાને ચહેરા પર ફેરવી લો. એનાથી મેકઅપ વધુ સમય ટકે છે.

* કોણી અને હથેળીનો રંગ કાળો હોવાની સમસ્યામાં સ્ક્રબર તેમજ લૂફાની મદદથી મૃત ત્વચા દૂર કરશો. ચણાના લોટમાં લીંબુ અને મધ ભેળવી રોજ ૨૦ મિનિટ સુધી લગાડી સુકાઇ જાય બાદ ઠંડા પાણીથી ધોઇ નાખવું.

* ચહેરા પરની કરચલી દૂર કરવા કાળા તલ અડધો ચમચો,તેના પા ભાગની હળદર લઇ ગરમ દૂધમાં વાટી લેપ જેવું કરી ચહેરા પર ૩૦ મિનિટ લગાડવું.

* સ્ટ્રેટનિંગ કરાવ્યા પછી જ્યારે વાળ ધુઓ ત્યારે તે સુકાઈ ગયા પછી તેના ઉપર હેર સિરમ લગાવવાનું ન ભૂલો. હેર સિરમ લગાવવાથી વાળનો લુક સમગ્રપણે બદલાઈ જાય છે. સ્ટ્રેટનિંગ વખતે વપરાતા કેમિકલ્સને કારણે નુકસાન પામેલા વાળને ફરીથી સ્વસ્થ બનાવવા હેર માસ્કનો ઉપયોગ જરૂરી બની જાય છે.

* પાંપણ પાતળી હોય તેને ઘટ્ટ કરવા જૈતૂનના તેલને આંગળી પર લગાડી હળવા હાથે પાંપણ પર માલિશ કરવું. દરરોજ રાતના નિયમિત કરવું.તેલવાળો હાથ આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.

* સંતરાનો રસ અને મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા કોમળ બને છે. ખીરાનો રસ, લીંબુનો રસ, બટાકાનો રસ, અડધો ચમચો ગ્લિસરીન તથા થોડું ગુલાબજળ ભેળવી લગાડવાથી ઝાંય આછી થાય છે.

* વરસોથી એક જ સ્થાનનો ઉપયોગ થતો હોય તો ચોક્કસ નિશાન બની જ જાય.કાંડા ઘડિયાળ પહેરવાથી પણ કાંડા પર નિશાની બની જતી હોય છે.એક જ સ્થાને નિયમિકત ચાંદલો કરવાથી ચાંદલાનો ડાગ પડી જાય તે સામાન્ય છે.આ ડાઘ ને છુપાડવા માટે મેકઅપનો સહારો લેવો તેમજ એન્ટસેપ્ટિક ક્રિમ લગાડીને ચાંદલો કરવો.

* વાળની સંભાળ માટે વાળમાં મસાજ જરૂરી છે. આંગળીના ટેરવાથી ગરમ તેલ પચાવવાથી બ્લડ સરક્યુલેશન વધતા વાળના મૂળ વિકાસ પામી વિસ્તરે છે. મેથીને રાતના પલાળી બીજા દિવસે વાટીને પેસ્ટ કરો. તેમાં સહેજ પાણી નાંખો, ચણાનો લોટ નાંખી તેનાથી વાળ ધોવાથી વાળને સાબુની જરૂર રહેતી નથી. જો વાળમાં ખોડો થયો હોય તો ચોખાનું ઓસામણ પચાવવાથી તે નીકળી જાય. પાણી હુંફાળું થાય એટલે વાળમાં પચાવો, થોડીવાર પછી ધૂઓ.

* એક પાકેલું કેળાને છૂંદી તેમાં બે ચમચા જવનો લોટ, થોડું દૂધ અથવા મલાઈ, ચપટી જાયફળ અને બે ચમચા ઘઉંનો લોટ નાખી બરાબર ભેળવી નરમ લોટ બાંધવો જરૂર પડે તો મલાઈ તેમ જ જવનો લોટ ભેળવી શકાય. પેસ્ટ બને તેવો નરમ લોટ બાંધવો. ચહેરા પર આ મિશ્રણ ૧૦-૧૫ મિનિટ સુધી લગાડી રાખી ધોઈ નાખવું. ચહેરો ચમકીલો થશે.

* કાળી ત્વચા પર ફાઉન્ડેશનનો ઉપયોગ ન કરો. માત્ર કન્સીલર જ લગાવો. બ્લશર પિંક શેડનું જ લગાવો. દિવસે પિંક લિપસ્ટિક, ચોકલેટ કોપર અને સાંજે અને રાત્રે મરુન, રેડિશ બ્રાઉન લગાવી શકો છો. લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર લાઈટ કન્સીલર અથવા ફાઉન્ડેશન લગાવો. રાતના સમયે હોઠને ગોલ્ડન અથવા સિલ્વર શેડથી હાઈલાઈટ કરી શકાય છે. આંખો પર આઈશેડોથી ગોલ્ડન, સિલ્વર કરી શકાય.

***