ઉજળી પ્રિતનાં પડછાયા કાળા.... 2

પ્રકરણ-2

સીટીપેલેસ આવી ગયો. સરયુ સાથે એની બહેનપણીઓ અને સહધ્યાયી બધાં પ્રોફેસર પીનાકીન, નલિની રાજે, બંધા ધીમે ધીમે બસમાંથી ઉતરી રહ્યા સાથે આવેલા પ્યુન- અબ્દુલ અને નરેશ જરૂરી સામાન અને પાણી લઇને બધાની પાછળ દોરાયા. પ્રોફેસર પીનાકીને એમણે સાથે રોકેલા ગાઇડને મળીને ચર્ચા કરી અને પણ ગ્રુપ પાડી દરેકગ્રુપને એક પછી એક લઇ જવાનું નક્કી કર્યું. એક ગ્રુપ જઇ આવે પછી બીજું જાય જેથી જો કાંઇ માહિતી મળે બધાં સારી રીતે જોઇ-સાંભળી અને રસપૂર્વક સમજી શકે.

પ્રથમ ગ્રુપમાં સરયુ, અવની, પ્રો.નલીની રાજે વિગેરે ગયાં આમ કુલ 12 જણાનું પ્રથમ ગ્રુપ પેલેસ જોવા માટે એ તરફ આગળ વધ્યા. અવની એકદમ સરયુની સાથે ચાલી રહી હતી સરયુ પણ ખૂબ સ્વસ્થ અને ફ્રેશ હતી. એણે થોડી નીંદર ખેંચી લીધી હતી. પેલેસ જોવા માટેનો ઢાળ ચઢી રહ્યા હતાં. બહારથી સીટી પેલેસની ભવ્યતા આકર્ષી રહી હતી કમાનો, દરવાજા, બારી બધાની કોતરણી, પત્થરની અંદરની ઝીણી ઝીણી ગૂંથણી એ સમયની કારીગરી ભવ્યતા જણાઇ રહી હતી સુંદર પત્થરોની ગોઠવણી અને અંદર કંડારાયેલા અર્થસભર કળાકૃતિ. બધાની નજર એમાં પરોવાઇ રહી. સમયકાળ પ્રમાણેની એ રાજાઓની જાહોજલાલી, ભવ્ય ઇમારતો બનાવવાવી હાથ એ સમરતાં સ્થપતિઓની સૂઝ, સમજણ, કહેવું પડે. ક્યાંય કોઇ પંખા કે એરકન્ડીશનીંગ નહોતું છતાં એટલી શીતળતા હતી કે વાહ આયોજનને દાદ દેવી પડે.

મહેલની બહાર નીકળતાં ઝરુખા એમાં પત્થરમાં કંડારાયેલુ કાર્વીંગ વર્ક અદભૂત સુંદરતાં ઉભી કરતું હતું ગાઇડ ગ્રુપમાં બધાને એતિહાસીક વાતો જણાવી રહેલો. મહેલનું બાંધકામ, રાજાઓનાં શોખ સ્થાપત્ય માટેનો રસ પણ સરયુતો કંઇક બીજું જ શોધતી હતી. એની વિસ્સરીત આંખો કંઇક બીજુ જ બયાન કરી રહી હતી. અબ્દુલ જે પાછળ સામાન ઉંચકી આવી રહયો હોય છે. એ સરયુની આસપાસ રહેવા જ પ્રયત્ન કરતો હતો. એની બાજ નજર બધું જોઇ રહી હતી. અબ્દુલએ સરયુનાં કોલેજનાં શિક્ષણવિદ બંકીમસરનો ખાસ માણસ આમ એનો હોદ્દો સામાન્ય કારકૂન કમ પ્યુનનો જ હતો. પરંતુ બંકીમસરનો પડ્યો બોલ ઝીલતો. બંકીમ સર અબ્દુલ ખૂબ નાનો હતો ત્યારથી જાણે ઓળખે અને એનાં નાનપણમાં માતા-પિતાના મૃત્યુ પછી એમણે જ સહારો આપેલો. કોલેજની નોકરીમાં પણ ગોઠવી દીધેલો. બંકીમ સર અને સરયુનાં પિતાજી નવનીતરાયને પણ ખૂબ સારો સંબંધ હતો એટલે અબ્દુલ એ રીતે પણ સરયુનો ખ્યાલ રાખતો.

ગ્રાઉન્ડ ફલોર પર બધુ જોયાં પછી બધાં પ્રથમ માળ પર ગયાં ત્યાં ઝરુખાઓ અને કળામય અટારીઓ કંઇક અનેરી શોભતી હતી. ગાઇડ એની રીતે બધું પેલેસ અને ઐતિહાસિક કાળ અંગે જણાવી રહ્યો હતો. અને સરયુ... હળવેથી બધાનું ધ્યાન ચૂકાવીને એક અટારી તરફ આગળ વધી ગઇ. ધીમે ધીમે એ અટારીમાં આવીને ઉભી રહી દૂર દૂર સુધી પથરાયેલાં લીલા જંગલો, મહેલનાં બગીચા, ફુવારાનું આબાદ દૃશ્ય જોઇ રહી. એની આંખો અવકાશ તરફ ગઇ. એની આંખોમાંથી આસું સરી પડ્યાં. એ દૃશ્ય જોતાં જોતાં એમાં સ્થિર થઇ ગઇ.

"અરે સુરુ" તું અહીયાં ક્યા આવી ગઇ ? અવનીએ બુમ પાડી સરયુનું તોય ધ્યાન ભંગ ના જ થયું એ બસ એક નજરે જોઇ જ રહી હતી. એની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. અવનીએ હાથ પકડીને ઢંઢોળી અરે સુરુ ક્યાં ખોવાઇ તું ? તું વારે વારે ક્યાં ખોવાઇ જાય છે ? સરયુની આંખમા અશ્રુ જોઇ વધુ નવાઇ લાગી, સાથે ડરી ગઇ એણે ડર સાથેનાં અવાજે સરયુને પૂછ્યું" અરે મારી બહેનાં શું થયું ? કેમ રડે છે ? ઘરની યાદ આવી ગઇ ? મંમી પપ્પા યાદ આવ્યા ? કોઇએ કંઇ કહ્યું ?

એટલામાં પાછળથી કોઇ ધડામ અવાજ આવ્યો. અવનીની નજર એ તરફ ગઇ એણે જોયુ. અબ્દુલનાં હાથમાંથી મોટો થરમોસ છૂટી ગયેલો. મોટાં થયેલાં અવાજથી સરયુ પણ ધ્યાનભંગ થઇ ડરી ગઇ શું થયું ? અવનીએ કહ્યુ "કંઇ નહીં અબ્દુલભાઇનાં હાથમાંથી થરમોસ પડી ગયો. પણ સરયુ તને શું થયુ તું આમ ગ્રુપમાંથી નીકળીને આ અટારીએ કેમ આવી ગઇ ? કેવું સરસ જાણવાનું છે બહુ અને તું કેમ રડી રહી છે ?" સરયુએ કયું અરે મને ખબર જ નથી હું કેમ રડી આવી પણ આ તરફ ખેંચાઇ આવી અને મને કંઇક એવા એહસાસ થયા મારી આંખમાંથી આંસુ આવી ગયા. મને જ કંઇ નથી ખબર ચાલ ચાલ આપણે ગ્રુપમાં જોડાઇ જઇએ કહી બંન્ને સહેલી ગાઇડ બધું કહી રહ્યા હતાં ત્યાં પહોંચી ગયાં. અહીં અબ્દુલ એનો મોબાઇલમાં સૌની નજર ચુકવી કોઇ સાથે ખૂબ ગૂપચૂપ વાત કરી રહેલો સરયુ અને અવનીને એની નજર સીમામાં રાખી રહેલો.

***

"અબ્દુલ તને મેં કેટલીવાર ફોન કર્યા પરંતુ તારો ફોન કાયમ અનરીચેબલ જ આવે." "હુકુમ એટલે ? અરે ડફોળ પહોંચની બહાર જ આવે. તારી સાથે વાત કરી જાણવા અંગે." હુકમ બેબી અહીં ટુરમાં આવી ખૂબ આનંદમાં હતી. પરંતુ ઉદેપુર આવ્યા પછી ખબર નહીં કંઇક બદલાયેલી બદલાયેલી લાગે છે. મારાં ભેજામાં તો કંઇ આવતું નથી. ખુદા જાણે એને શું થઇ ગયું છે. હમણાં તો અહીં સીટીપેલેસમાં આવ્યા પછી તો એની આંખમાં આંસુ જોયાં હુકુમ કાંઇક ગરબડ છે. "તું ખાલી પરિસ્થિતિ ઉપર નજર રાખ બહુ કશામાં ડાહ્યો ના થતો." હા, સરકાર ….ભલે મૂક ફોન પછી ફરી ફોન કરીશ.

અબ્દુલનાં કાળાં ચહેરાં પર ઊંડી ઉતરેલી આંખો અત્યારે બહું ભયાનક લાગી રહેલી. એની વધેલી દાઢી અને દાઢી રાખવાની રીત પરથી મુસ્લીમ છે જણાઇ આવતું હતું. એણે બે ઘડી ફોન તરફ જોયું અને પછી દાઢને દબાવી તિરસ્કાર સાથે ફોન સ્વીચઓફ કરી દીધો. પછી ફોનને ખીસ્સામાં સેરવીને સ્વસ્થ થઇ સામાન ઊંચકી આગળ ચાલવા લાગ્યો.

સરયુ તને અહીં રાજસ્થાનની ટુરમાં આવીને શું થઇ ગયું છે ? તને કંઇ પ્રોબ્લેમ હોય તો સરને વાત કરું. મને થાય છે પહેલાં તારી મંમીને ફોન કરું. અવનીએ સરયુને કહ્યું. "અરે જો જે પાગલ કોઇને પણ ફોન કે વાત કરતી. મને આ વખતે માંડતો એકલાં ફરવાનું નસીબ પ્રાપ્ત થયું છે. મારે આવી આઝાદી માણવી છે ગુમાવવી નથી. ખબરદાર ભૂલમાં પણ સરને કે મંમી પપ્પાને વાત કરી છે." અવનીએ કયું પરંતુ સુરુ નું આમ હેરાન થતી જોઇ મને ચિંતા થાય છે તો પછી મને સાચું કારણ કહે તને શું થાય છે ? તું આમ અહીં આવ્યા પછી તને શું થાય છે ? પ્લીઝ હું તારી ખાસ મિત્ર છું. તને મને કહે તને સારું લાગશે.

સરયું એ ક્યું "બહેના હુ તને નહી કહું તો કોને કહીશ મારું અંગત ગણો તો બસ તું જ છે. મને જ નથી ખબર અવની મને શું થાય છે ? સાચું કહું આ સ્મયનો આ પહેલો અને ઐતિહાસીક જગ્યાઓ જોઇને મારા મનમાં કંઇક અગમ્ય લાગણીઓ ઉભરાઇ આવે છે મારાં દીલમાં કંઇક થાય છે જેથી મને જ નથી સમજાતુ મારુ હૈયું. મારા હાથમાં નથી રહેતું મારી આંખોમાંથી આંસુઓ કેમ નીકળી આવે છે મને નથી ખબર. કોઇ અસલ પીડા મને થાય છે એ ચોક્કસ."

પણ પણ.. હવે હું ખૂબ કાબુ કરીશ. આમ હું વિહવળ કે નિર્બળ નહીં થવું મારી લાગણીઓ પર કાબૂ કરીશ. આપણે અહી ફરવા આવ્યા છીએ નવી નવી જગ્યાએ જઇશું ફરીશું ફરીશું ખૂબ મજા કરીશું મારે ખૂબ ફરવું છે બધું જોવું છે. અનુ તું પણ મારી સાથે ને સાથે જ રહેજે મને કોઇ ભય ના રહે અને કંઇ જ નહી અવની કહૈ" હું સદાય તારી સાથે જ રહીશ ચિંતા ના કર ચાલ હવે સૂઇ જઈએ. થાકીને આવેલી સહેલીઓ એમનાં રૂપમાં નિશ્ચિંત થઇને સૂઇ ગઇ.

"નહીં નહીં નહીં... સ્ત... સ્ત... ઓઓ ઓ આમ નહીં. નહીં... સ્ત.... નહીં.. અને ગળામાંથી જોરથી ચીસ નીકળી ગઇ.... સરયુનો ગળામાંથી એટલી જોરથી ચીસ નીકળી કે આખાં રીસોર્ટમાં એની ચીસનો અવાજ ગૂંજવા લાગ્યો. બાજુમાં સૂઈ ગયેલી અવની ધડામ કરતી પથારીમાં ઉભી જઇ ગઇ. એકમદમ ગભરાયેલાં ચહેરો એણે સરયુની સામે જોયું. સરયુ તો એની જગ્યાએ સૂતી હતી. એનાં રૃપાળાં ચહેરા પર ખૂબ પરસેવો થયેલો હતો. આંખો વિસ્કારીત થઇ પહોળી થઇ ગઇ હતી એકી ટસે છત પર જોઇ રહી રતી એની આંખોમાંથી આંસુઓની ધાર વહી રહી હતી એ સતત દુસ્કા ભરીને રડી રહી હતી અને ના.ના. નહી સ્ત...કોઇ નામ લેવા પ્રયત્ન કરી રહી હતી પરંતુ આખું નામ નહોતી લઇ શક્તી. એ ક્યાંક અચકાતી હતી એની આંખોમાં ભય છવાયેલો હતો આધાતથી એનો ચેહરો કાળો પડી ગયો હતો.

અવનીએ ગભરાયેલા સ્વરે સામે જોયું અને પોતે રડવા લાગી. સરયુને બે હાથે હચમચાવી અને પૂછવા લાગી" સરયુ શું થયું ? કેમ આટલી ગભરાયેલી છું ? આટલી મોટી ચીસ કેમ પાડી ? બોલ સરયુ શું થયું બોલને મને ખૂબ જ ડર લાગે છે.

સરયુની ચીસ સાંભળીને રીસોર્ટની સીક્યુરીટી- મેનેટર હોટલ સ્ટાફ- પ્રો.પીનાકીન-નલિની આજુબાજુના રૂમના સહાધ્યાયીઓ બધા સરયુનાં રૂમ પર દોડી આવ્યાં. બધાં રૂમનો દરવાજો ખટખટાવ્યો. અવનીએ દોડીને રૂમનો દરવાજો ખોલ્યો. બધા અંદર દોડી આવ્યા પ્રો.પીનાકીને સરયુની બાજુમાં બેઠાં અને સરયુમાં માથાં પર હાથ ફેરવતાં કહ્યું "સરયુ.. શું થયું ? શેનો ડર છે તે કેમ ચીસ પાડી ? તને કોઇ ભયાનક સ્વપ્ન આવ્યું ? તને કંઇ થાય છે ? પ્રો. નલીનીએ સરયુનું માથું એમનાં ખોળામાં લીધું અને સરયું બેટા તું મારી દીકરી જોવી છે. જ્યારથી આપણે અહીં ટુરમાં આવ્યા છીએ ત્યારથી મેં માર્ક કહ્યું છે તારુ વર્તન બદલાયુ છે તું વારે વારે ખોવાઇ જાય છે અને અવનીએ... અવની વાત કાપતાં બોલી "મેમ એને અત્યારે શું થયું એ પૂછોને બીજું બધુ પછી વાત પુછોને એ કેટલી ગભરાયેલી છે જરૃર પડે ડોક્ટરને બોલાવો મને ખૂબ ચિંતા થાય છે અને એ રડવા લાગી. પ્રો.પીનાકીને બાકી બધાને રૂમની બહાર જાવ કહ્યું બધાને બહાર કાઢી રૂમમાં પ્રો. પીનાકીન પ્રો.નલીની- હોટલ મેનેજર અવની અને અબ્દુલ એટલાંજ રહ્યા. પ્રો.નલીની એ અબ્દુલ સામે કહ્યું "તું અહી શું કરે છે ? તું બહાર જા. પ્રો.પીનાકીને કહ્યું અને એ ભલે રહ્યો કંઇ કામ હોય તો એને ચીંધી શકાય."

પ્રો.નલીનીએ મોં મચકોડી કહ્યું "અબ્દુલ તું બહાર જા જરૂર પડશે તો તેને બોલાવીશું. હોટલ મેનેજરે પણ કહ્યું હાં અમે બધાં જઇએ છીએ તમે મીસ. સરયુ સાથે બેસો વાત જાણો કંઇ પણ જરૂર પડે મને કહેજો હું અહી જ છું. અત્યારે પરોઢના 3.00 વાગ્યા છે. પરંતુ કોઇ મેડીકલ ડોક્ટર કે જરૂર પડે જણાવો હું સંપર્ક કરીને બોલાવી શકીશ. આમ કહીને મેનેજર બહાર ગયો. અબ્દુલ કચવાતા મોઢે પાછળ જોતો જોતો પરાણે બહાર ગયો.

પ્રો. નલિનીએ અવનીને પાણી લાવવા કહ્યું અવની ગ્લાસમાં પાણી લઇ આવી. પ્રો.નવીનીએ સરયુને સાચવીને બેસાડી અને ઠંડુ પાણી પીવડાવ્યું. સરયુનાં મુખ પર થોડી સ્વસ્છતા આવી. અવનીએ નેપકીનથી સરયુનું મોં લૂછ્યું. પ્રો.નલીનીએ ફરીથી પૂછ્યું "સરયુ બેટા શું થયું કહે શાંતિથી. તારા કેહવાથી અમે કોઇ ઉપાય શોધી શકીશું ફરીથી તને આવી પીડા ના થાય. અને તારા માતા-પિતાને જાણ થશે તો એ લોકો પણ ખૂબ ચિંતિત થઇ જશે અને દોડી આવશે. તને સારું નહીં થાય તો અમારે ના છૂટકે એમને જાણ કરવી પડશે સરયુનાં મુખ પર હાવભાવ બદલાઇ ગયાં સ્વસ્થ થઇ એણે ક્યું"

"મેમ, સરયુએ સ્વસ્થ થતાં કહ્યું પોતાનાં મોના હાવભાવ સ્વસ્થ હોવાનાં કર્યા. છતાં એનાં અવાજમાં ધૂજારી હજી હતી. એનાં મુખ પર ડર સ્પષ્ટ જ દેખાતો હતો. છતાં એણે લાગણી દાબી બોલી" મેમ... મને કોઇ ભયાનક સ્વપ્ન આવી ગયુ હતું. ખૂબ ગભરાઇ ગઇ હતી મેં સ્વપ્નમાં એવું કંઇક જોયું અને ખૂબ ડર લાગી ગયો અને મારાથી ઉંઘમાં જ ચીસ પડાઇ ગઇ બીજુ કાંઇ ખાસ નથી. પ્રો.નલીની સરયુની સામે એકદમ ચીવટ પૂર્વક જોવા લાગ્યાં. "સરયુ સાચેજ કાંઇ નથી ? તારા ચહેરા પર ભયને કારણે હજી પરસેવો થાય છે તારો અવાજ ધ્રૂજે છે.

"મેમ, હા ડર ખૂબ લાગેલો સ્વપ્ન એવું ભયાનક હતું કે.. મારાથી સહેવાયું નહીં ચીસ પડાઇ ગઇ મને તો ખબર પણ નથી કે મે આવી ચીસ પાડી છે."

"ઓકે અવની તને આ બાબતે શું ખબર છે ? પ્રો.નલીનીએ પોલીસની જેમ ઇન્કવાયરી કરવા માંડી." અરે મેમ મને તો કંઇ જ ખબર નહીં હું અને સરયું સીટી પેલેસથી પાછાં આવ્યા પછી ડાઇનીંગ હોલમાં જમીને તરત રૂમ પર સૂવા જ આવી ગયેલાં હા. સીટીપેલેસમાં ફરતાં હતાં ત્યારે ત્યાં પણ સરયું ક્યાંક ખોવાઇ ગયેલી મેં એને પૂછેલું શું થયુ તો એણે અવની કંઇ બોલે પહેલાં જ સરયું કહે "મેં એને કહ્યુ અવની અહીં આવીને મને એટલી મજા આવે છે નવી નવી ફરવાની જગ્યાઓ.. આ ઐતિહાસિક પહેલો. કાર્વીંગ વર્ક- અહીં પહેલાં રાજાઓ એમની રાણીઓ સાથે કેવુ રાજાશાહી રહેતાં હશે કેવી સરસ જગ્યાઓ છે. વગેરે બસ અવની સરયુ સામે જોવા લાગી સરયુએ વાત આગળ વધારતાં કહ્યું અને અહીં આવી આવું બધું જોવાની મને ખૂબ મજા આવે છે.

"મેમ સાચુ કહું કોઇ ભયાનક સ્વપ્ન આવી ગયેલુ અને કંઇ યાદ પણ નથી હા એટલુ જ યાદ છે કે એવું કંઇ બની ગયું અને ડરનાં માર્યા ગભરાઇને મારાથી ચીસ પડાઇ ગઇ. તમે ચિંતા ના કરો હવે મને સારું છે. તમે લોકો પણ નિશ્ચિંત થઇને સૂઇ જાવ આઇ.એમ. ઓકે સોરી મેં જે ડીસ્ટર્બ કર્યા. તમે ચિંતાના કરશો"

પ્રો. નલીનીએ સરયુને ફરીથી પૂછ્યું. "સાચે જ સરયું કોઇ ચિંતાની વાત નથીને ?" નો નો મેમ સાચેજ તમે અને સર જાઓ મને હવે સારું છે અને મારી સાથે અવની છે ને. સોરી અગેઇન મેમ. ફરીથી આવુ નહી થાય અને સર તમે મારા પપ્પાને બીલકુલ કંઇ જણાંવતા નહીં પ્લીઝ તેઓ ખોટી ચિંતા કરશે અને પ્રો.પીનાકીને સરયુને અટકાવતા ક્યું "ભલે નહી ક્યું પણ ફરીથી આવું ના થાય નહીંતર મારી જવાબદારી છે. મારે એમને જણાવું પડશે. ઓકે. સરયુ ટેઇક કેર. શાંતિથી સૂઇ જાવ અને શાંતિથી ઉઠજો આજની ટુર બે કલાક મોડી ઉપાડીશું અને બંન્નેની શાંતિથી નિશ્ચિત્તા પૂર્વક સુવાની સૂચના આપી બધાં રૂમની બહાર ગયાં.

અવની દોડીને રૂમનો દરવાજો બંધ કરી આવી. અને પછી સરયુની પાસે આવીને બોલી અરે નાટક તુ શું કરે છે આ બધુ ? તારી ચીસ સાંભળીને હું એટલી ડરી ગયેલી કે તને શું થઇ ગયું ? અને આ લોકોને ચપટીમાં મનાવીને મોકલી દીધાં ? અરે બોલ શું વાત છે તું કોઇ નાટક કરે છે કે શું ? શું ઇરાદો છે તારો ? આમને આમ તું મારો જીવ લઇ લઇશ.

સરયું એ ક્હ્યુ "નાટક ? હું નાટક કરુ છું ? હું શું અનુભવુ છું શુ સહન કરુ છું. મારુ મન જાણે છે અવી તું આવું મને કેવી રીતે કહી શકે ? અવી મેં આ લોકો સામે ચોક્કસ નાટક કર્યું છે કેમકે એ લોકો વાત ગંભીરતામાં લઇને મંમી પપ્પાને જણાવી ના દે. નહીંતર ટુર ટુરની જગ્યાએ અને એ લોકો મને આવીને લઇ જશે મારે મુક્ત થઇને ફરવું છે એ ઇચ્છા મારી મનમાં જ રહી જશે. અવી મને ખૂબ ભયાનક સ્વપ્ન આવેલું હું ખૂબ ડરી ગયેલી અને મારાથી ચીસ પડાઇ ગઇ.

"અરે સુરુ પણ એવું તને કેવું સ્વપ્ન આવ્યું એવું ભયાનક કે તું આટલી ડરીને ચીસ પાડી ઉઠી ?

"અવી મને સ્વપ્નમાં..... સરયુ થોડી સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. એણે ગળામાંથી થૂંક નીચે ઉતાર્યું અને બોલી મને ખાસ યાદ નથી પરંતુ કોઇ મોટો મહેલ જોયો. બહુ દૂધળું દૂધળું છે નથી યાદ આવતું ચલને અવી સૂઇ જઇએ. કંઇક એવું ડરાવતુ મેં જોયુ એ નક્કી છે એટલે જ ચીસ પડાઇ ગઇ. સરયુનાં મુખ પર ફરીથી એ ડર અને આધાતનાં ભાવ આવી ગયાં. આંખોમાં પાણી ભરાઇ આવ્યા. એણે બોલવાનો પ્રયત્ન કર્યો અને એનો સ્વર ભરાઇ આવ્યો એ સ્ત... સ્ત.. એટલું બોલી ચૂપ થઇ ગઇ. થોડીવાર એમજ અવની સામે જોયા કર્યું પછી કહ્યું મને કંઇ દશ્ય દેખાય છે હું કંઇક બોલવા પ્રયત્ન પણ કરુ છું પરંતુ મારો અવાજ રુંધાય છે હું બોલી નથી શકતી કંઇક આગળનું દૃશ્ય હમણાં મને દેખાશે પણ દેખાતું નથી એનો મને અહેસાસ થાય છે પરંતુ પછી એવો એહસાસ ભયાનક થાય છે કે હું ચીસ પાડી ઉઠું છું બસ આટલું જ યાદ છે મને વધુ યાદ નથી આવતું આમ કહીને સરયુ અવનીને વળગીને ધ્રુસકે ધ્રસુકે રડી ઉઠે છે. અવની એને સાંત્વન આપીને ફરીથી પાણી આપે છે. "

"સુરુ હશે કંઇક ચલ અત્યારે તારાં મસ્તીક્ષને જોર ના આપીશ પાણી પી લે શાંત ચિત્તે સૂઈ જા. અવની સરયુને હળવેકથી એનાં ઓશીકા પર માથુ રખાવીને સૂવરાવી દે છે. રૂમનાં એસી.ને બહું ઠડું કરવા આંક બદલે છે. અને થોડીવાર સરયુની સામેને સામે જોયા કરે છે."

અવનીને થાય છે ટુર સ્ટાર્ટ થઇને અત્યાર સુધીમાં એવું કંઇ જ થયું નથી કે કોઇ બીજી શંકા કે વિચાર આવે. સરયુને શું થયું હશે ? એનાં ફેમીલીમાં એકની એક લાડકી છે. કોઇ પુરુષ મિત્ર નથી કોઇ પ્રેમી નથી અને કોઇ દુશ્મન નથી. સરયુને શું થયું હશે ? એને એકાએક યાદ આવ્યું કે સરયુની સાથે એ સીટીપેલેસમાં ફરી રહી હતી ત્યારે સરયુ ઝરુખામાં જઇને જ્યારે કુદરતમાં ખોવાઇ ત્યારે મારી નજર અબ્દુલ તરફ પડી હતી તે અમારી પાછળ પાછળ આવી રહેલો અને કંઇક શંકાસ્પદ રીતે પીછો કરતો કોઇ ને સાથે ખાનગીમાં વાત કરી રહેલો. પછી અવનીને વિચાર આવ્યો હશે કંઇ એનો સરયુ નાં સ્વપ્ન અને વર્તન સાથે શું લેવા દેવા ? હશે છોડ હું પણ ક્યાંથી ક્યાં વિચાર કરવા માંડી.

બધાં વિચારો ખંખેરી અવની સૂઇ ગઇ. સૂતાં પહેલાં એણે ફરીથી સરયુ તરફ નજર કરી. સરયુને નિશ્ચિતંતા પૂર્વક સૂતેલી જોઇ એને શાંતિ થઇ અને એ પણ સૂઇ ગઇ.

સરયુને સૂઇ ગયે હજી કલાક પણ નહોતો થયો અને એ પાછી ઉઠી ગઇ અને રૂમની બારીઓના પડદાં હઠાવી કાચની મોટી બારીઓમાંથી બહાર જોવા લાગી. અવની પણ કૂલીંગ ખૂબ જ થઇ ગયેલું એણે ઉઠી રીમોટ હાથમાં લઇ કૂંલીગ ઓછું કરવા ચાંપ દબાવી અને એની નજર સરયુનાં બેડ પર પડી. સરયું બેડ પર નહોતી અને અચાનક એની નજર બારી પર ગઇ અને અવનીએ સરયુને બારી પાસે કાચમાંથી બહાર જોતી ઉભી રહેલી જોઇ અને એણે સરયુને બૂમ પાડી, "સરયું તું ઊંધી નહીં શું થયું ? સરયુ એ એની તરફ જોયુ અને કંઇક કહેવા ગઇ.. સરયુની કોરી આંખોમાં ફરીથી આંસુની ધાર જોઇ અવની ડરી એની પાસે ગઇ. સરયુને રડવાનુ કારણ પૂછ્યું ? અવનીના મોં પર હાથ દાબી સરયુએ ચૂપ રહેવા કયું...

પ્રકરણ - 2 સમાપ્ત

આગળ પ્રકરમ-3માં વાંચો સરયુ અવનીને શું કહેવા જતી હતીને ચૂપ થઇ ગઇ. આગળ અવનીએ પૂછતાં મોં પર હાથ દાબી દીધો. સરયુંના જીવનમાં શું છે ક્યાં રહસ્ય એને ગૂંગળાવે છે. આગળ એના જીવનમાં કોણ કોણ આવવાનુ છે કેવાં વળાંક આવવાનાં છે એનાં માટે રસપ્રદ રહસ્યમ્ય પ્રેમકથા "ઉજળી પ્રીતનાં પડછાયા કાળાનું" વાચો પ્રકરણ -ત્રણ આવતા અંકે....

***