ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 10

ઉજળી પ્રિતનાં પડછાયાં કાળાં

પ્રકરણ -10

અસરયૂનાં બોલવા માટે હોઠ ફફડયાં.... એણે બોલાવાનો પ્રયત્ન કર્યો. એની આખો ધીમે ધીમે ખૂલી રહી હતી. એનાં આખાં શરીરમાં સળવળાટ હતો. સરયૂએ આંખો ખોલી અને અવની તરફ જોયું પછી કહ્યું "અવી એ ક્યાં ગયો ? એ અવનીનાં ખોળામાંથી અર્ધ બેઠી થઇને ચારો તરફ ચકળવકળ જોવાં લાગી, અવની કહે" સરયું તું કોની વાત કરે છે ? અહીં કોઇ નથી આપણાં સિવાય. સરયુ કહે એજ મને તમારી પાસેથી અહીં લઇ આવ્યો છે. આજ મંદિરમાં જ્યાં અમે .. અવનીને ડો.જોષીએ કાનમાં કહ્યું"બેટા તું એની દરેક વાત શાંતિથી સાંભળ અને હું ફોનમાં રેકોર્ડીંગ કરુ છું. એની જે ડોકટરની સારવાર ચાલે છે એમની આ સૂચના છે અને નવનીતરાય અને ડો.ઇદ્રીશની વાત સંક્ષેપ્તમાં કહી.

અવનીએ ત્યારબાદ તુરંત જ વાત અમલમાં મૂકી અને સરયુને કહ્યું" સરયુ મારી બહેના તુ કહેને કોણ હતું ? મને માંડીને બધી વાત કરે તો મને સમજાશે અને જેને તું શોધે છે એને મેળવવા હું પણ મદદ કરીશ આઇ પ્રોમીસ.. અવનીનાં આ શબ્દો સાંભળીને અવનીની સામે સરયુએ એવી રીતે જોયું... અવનીને કહ્યું અવી તું ચોક્કસ મને મેળવી આપીશ ? અવનીએ ફરીથી કહ્યું “ પ્રોમીસ.”

સરયું એ કહ્યું "અવી આપણે સીટીપેલેસનાં પ્રવેશદ્વાર જોઇને પછી અંદરની તરફ આવ્યા અને હું તમારાં બધાની સાથેજ હતી એવામાં કોઇએ મારો હાથ ખેચ્યો હું એનાં તરફ ખેંચાઇ ગઇ એમને દરેક ખંડ પસાર કરતો અહીં મ્હેલનાં બગીચામાં લઇ આવ્યો બગીચામાં આ મહાદેવ તરફ અમે આગળ વધતાં ગયાં એમ એમ એક પણ શબ્દનાં સંવાદ વિના મને બધું જ યાદ આવી ગયું. અવી અવી એ મને અહી મૂકીને ક્યાં ગયો ? હે સ્તવન તે મને બધીજ યાદ પાછી અપાવી બધી જ વાત મારાં સ્ત્રોતમાં સાક્ષાત્કાર કરી મને સ્મૃતિભ્રન્શ થઇ ગયેલાં હે સ્તવન... અને સરયુ પાછી અવનીએ એ ઢીલી પડે પહેલાં ક્યું" હાં સરયુ બોલ આ કોણ સ્તવન ?

સરયુની આંખો ચમકી એને બહું જ યાદઆવવા લાગ્યું. અહીં આવ્યાં પછી અહીંની ધરતી આ મહાદેવનો મહોલ આજ વૃક્ષો અહીનો વહેતો પવન સ્પર્શીને એ સ્તવન સાથેનાં સમયગાળામાં આવી ગઇ એનાં સ્મ્રુતિભ્રન્શ પર્દાફાશ થઇ ગયો એને એક એક પણ એ સમયની યાદ નજર સામે તાજી થઇ ગઇ.

હું જયપુરમાં જ જન્મેલી... અહીની સ્કુલમાં ભણી મોટી થઇ અહીંની સંસ્કૃતિમાં ઉછરી.. મારાંમાં રાજપુત લોહી વહેતું અને મારાં જન્મથી જુવાન સુધીની સફર એટલી સુંદર હતી. મારાં પિતા અહીં મહેલમાં જ મોટાં અમલદાર હતા. એમને સ્પેશીયલ ડયુટી આપવામાં આવી હતી અહીંનાં રાજધરાનાનાં જેટલાં મહેલ -કિલ્લા હોટલ એની જાળવણીની જવાબદારીનું કામ મારાં પિતા જોતાં. એમની સાથે હું અવારનવાર આ મ્હેલો બગીચામાં આવી છું. મારાં માટે કાંઇ અજાણ્યું નહોતું. હું મારા ઘરની રાજકુંવરી હતી મારે કોઇ ભાઇ બ્હેન નહોતાં. મારાં માતા પિતાની લાડકી હતી હું ખાસ કરીને જ્યાં રાજધરાનામાં કોઇ પ્રસંગ હોય ત્યારે અચૂક આવતી બધે ફરતી મારાં માટે ક્યાંય રોકટોક નહોતી.

અને એક વાર મારો ભેટો અચાનક સ્તવન સાથે થયો સ્તવન અહીં એનાં અભ્યાસ અર્થે આવેલો. એ આર્કીઓલોજીનું ભણી રહ્યો હતો. એણે અહીં આવીને દરેક ,સ્થાપત્યનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરવાનો હવે એણે અહીના વહીવટતંત્ર પાસેથી સ્પેશીયલ પરમીશન કઢાવી હતી એ અહીયા જોવાનાં મુલાકાતીઓમાં સમય કરતાં વધુ રોકાઇ શકતો. બધે જ ફરી શકતો. એ લોકોનું એક આખું ગ્રુપ હતું જેમાં એની સાથે ભણતાં મિત્રો પણ હતાં. સ્તવન દરેક સ્થાપત્યમાં ખૂબ ઊંડો ઉતરી જતો એના ઇતિહાસ - ભૂગોળ કોણ જાણે કેટલું વિચારતો, લખતો, નોંધતો અને ખૂબ મહેનત કરતો ઘણીવાર ડ્રોઇંગ કરતો મોટાં મોટાં વિશાળ ડ્રોઇંગ એ એટલું સરસ ડ્રોઇંગ કરતો કે હું જોયાં જ કરતી. પણ અમારી મુલાકાત કંઇક આવી રીતે થયેલી.

સ્તવન મહેલમાં કંડારાયેલી કળાકૃતિઓને જોયાં કરતો અને એની નોંધ કરતો ક્યારેક વિષય બહાર પ્રતિમાઓને જોયાં કરતો એનાં ડ્રોઇંગ દોરતો. અને એક દિવસ એવો આવ્યો કે આજે મહેલમાં શણગાર ચાલી રહેલો. બધે જુના સમયનાં દીવાઓ પ્રગટાવવામાં આવેલાં. દિવાળી આવી રહી હતી એનાં પહેલાનાં મહેલોમાં ખૂબ ગમતું હું મારાં પિતાજી સાથે આવેલી. પિતાજી એમનાં દફતરમાં ચાલ્યાં ગયાં અને હું કાયમની જેમ જે મહેલમાં ટહેલવાં માંડી. ચાલતાં ચાલતાં હું અહીની અટારીમાં જઇ ઊભી તો મારી નજર એક યુવાન. તરફ પડી એ એનાં પોસ્ટરમાં અહીંની મૂર્તિને દોરીને આખરી ઓપ આપી રહેલો. અને હું પણ એમાં મગ્ન થઇ ગઇ. એટલું સુંદર ચિત્રકામ હતું મારાથી બોલ્યાં વિના ના રહેવાયું "મારાંથી બોલાઇ ગયું" અતિ સુંદર ... કદાચ મૂર્તિ કરતાં ચિત્ર ચઢીયાતું છે અને તમે ચિત્રમાં મૂર્તિના સ્વરૃપ કરતાં તમારી કલ્પના ને વધુ ત્રાદશ્ય કરી છે. મારો અવાજ સાંભળી એનું ધ્યાન ભંગ થયું અને એણે મારી તરફ નજર કરી.. પહેલાં એ કંઇ જ બોલ્યો નહીં મને ટગર ટગર જોવા લાગ્યો પછી એણે ક્યું ઓહ... સુંદરતા તો મારી સામે સાક્ષાત ઉભી છે હું તો આ પ્રાણવિનાની પત્થરની સુંદરતાને કાગળ પર ઉતારું છું પરંતુ મારી સામે તો આ બધાથી અતિસુંદર પ્રાણવાન અપ્સરા ઉભી છે. બસ એજ ક્ષણ ના કોઇ ઓળખાણ પીછાણ અને એનાં શબ્દો મને ઘાયલ કરી ગયાં અને હું પહેલી નજરે જ એનાં તરફ આકર્ષાઇ ગઇ. હું શરમાઇ ગઇ અને નીચું જોઇ ગઇ. મેં કહયું "તમારું ચિત્ર ખરેખર ખૂબ સુંદર છે એટલે હું બોલ્યા વિના ના રહી શકી."

એણે ક્યું "હું થોડાં વખતથી હું અહીં અભ્યાસ માટે આવ્યો છું અહીં જયપુરમાં ફરતો રહું છું મેં તમને ક્યારેય નથી જોયાં તમે ક્યા મહેલની કઇ મૂર્તિમાંથી સાકાર થઇને સાક્ષાત થયા છો. હું તમને જોયાં વિના રહી નથી શકતો. મને ક્ષમા કરજો મારો કોઇ બદઇરાદો નથી પરંતુ હું તમારા સામેથી નજર હટાવી નથી શકતો આટલી સુંદર કલાકૃતિ ઇશ્વરે ઘડી છે એ આ પાષણમાં કૉતરાવા માટે નથી જ. એનાં એક એક શબ્દ મને ઘાયલ કરી રહેલાં. હું વધએ વધુ હું એનાં પ્રતિભાવથી આકર્ષીત થઇ રહી હતી મને એવું લાગું મને મારો સાચો ચાહનાર પ્રથમ મુલાકાતે મળી ગયો. હું કાંઇ બોલી નહીં પરંતુ હું એને દીલ આપી ચૂકી હતી.

મેં મૌન તોડી ક્હ્યું "હું તો અહીં જયપુરમાં જ રહું છું મારાં પિતા અહીં અમલદાર છે એમનાં નિરિક્ષણ નીચે અહીનાં રાજદ્વારિ મિલક્તો અને સ્થાપત્યનું જાળવણીનું કામ થાય છે. હું અવારનવાર આવું છું. પણ મેં તમને આજે જ જોયાં મારું નામ સ્વાતીકુંવર છે પણ મને સ્વાતી કહીને બોલાવે છે.

હવે આશ્ચર્ય પામવાનો વારો સ્તવનનો હતો એણે ક્યું "પૃથ્વીરાજસિંહ તમારાં પિતા છે ? હું અહીં આવ્યો ત્યારે એકવાર મુલાકાત થઇ હતીં. મારાં માટે પરવાનગીપત્રમાં એમની જ સહી લેવાની હતી. હું આર્કીઓલોજીનું ભણી રહ્યો છું. રસપ્રિય વિષયતો છે જ પરંતુ સ્થાપત્યનો મને ખૂબ શોખ છે. કળાકૃતિમાં હું ખૂંપી જાઉં છું. કુદરત અને કળાનો દિવાનો છું નૈસર્ગિક સુંદરતા મને ખૂબ આકર્ષે છે એમ કહી મારી સામે જોયું હું ફરીથી શરમાઇ. એણે ક્યું હું ગુજરાત વડોદરા શહેરથી આવું છું. મારુ નામ સ્તવન છે. અને અહીં પેઇંગગેસ્ટ તરીકે રહું છું અવારનવાર બધાં સ્થાપતની મુલાકાત લઊ છું. અને અભ્યાસ કરું છું. તમારાં જ માહોલ-મહેલમાં હું નાચીઝ તમારું સ્વાગત કરું છું એમ કહી કુરનીશ બજાવી. મને મોટેથી હસવુ આવી ગયું."એ બોલ્યો ! તમારાં તનની સુંદરતાં તો જોઇ પણ કંઠ પણ લાજવાબ છે આટલું મીઠાં ઝરણાં જેવું બોલો છો ખૂબ આનંદ આવ્યો. સાચું કહોને કોઇ અહીંની મૂર્તિમાંથી તો સાકાર નથી થયા ને ? મને સાચું કહોને પ્લીઝ. કારણકે હું અહી કાયમ બધી મૂર્તિઓ જોયા કરું છું. અને રોજ એમનાં પ્રેમમાં પડુ છું. ક્યાંક કોઇ મૂર્તિને મારા પર દયા આવી હોય અને મારાં સાચાં પ્રેમની કદર રુપે સાક્ષાત સાકાર તો નથી થયાં ને ?

મે.(સ્વાતીએ) કહ્યું "સ્તવન તમે મારી ખૂબ પ્રસંશા કરી હવે ધરતી પર આવો અને પ્રથમ મુલાકાતમાં તો જાણે ઘણો બ્ધો પરીચય થઇ ગયો મારે પાછાં જવાનું છે. ફરી ક્યારેક મળશું મળીને ખૂબ આનંદ થયો. એણે કહ્યું" બસ એટલી વારમાં જ વિદાય ? હજી હમણાંતો મુલાકાત થઇ, મુલાકાત પછી પરીચય, પરીચય પછી પ્ર... અને એ અટકાયો. હું સમજી ગઇ અને કંઇ બોલ્યા વિના હસતી હસતી ત્યાંતી નીકળી ગઇ થોડેક આગળ જઇ મેં પાછળ જોયું એ હજી મને જ જોઇ રહેલો. હું એને દેખાતી અદ્રશ્ય થઇ ત્યાં સુધી એન અપલક નજર... હજી યાદ છે.

એને મળ્યા પછી હું પિતાજી સાથે ઘરે આવી પરંતુ મારાં મન હૃદયમાં તો સ્તવન કેદ થઇ ગયેલો. પળે પળે મને એનાં બોલેલાં શબ્દો યાદ આવી રહેલાં એકાંતમાં પણ હું ખુશ થઇને હસી પડતી. માં, પિતાજી સાથે વાતો કરતાં કરતાં પણ મારી આંખો હસી ઉઠતી. મને ખ્યાલ આવી ગયેલો કે હું એનાં પ્રેમમાં પડી ગઇ છું. વારે વારે હું એની સાથેનો વાર્તાલાપ વાગોળ્યા કરતી. મારાં ઘરના ઝૂલા પર ઝૂલતી ઝૂલતી એને જ યાદ કરી હતી. મેં મારાં મનને પૂછ્યું" એક મુલાકાતમાં પ્રેમ ? તારે એની સાથે પરીચય શું છે ? એ કોણ છે ? કેવો છે ? એનું કુટુંબ કેવું છે ? કઇ જાતનાત આમ દીલ આપી દેવાનું ?

સ્તવનનાં વિચાર કરતાં કરતાં હું ક્યારે સૂઇ ગઇ ખબર ના રહી અને મારાં સ્વપ્નમાં પણ એજ આવીને જાણે માળી સુંદરતા પર કવિતા ગાઇ રહેલો. પછી મને દેખાતો બંધ થયો અને મારાંથી બૂમ પડાઇ ગઇ. અરે સ્તવન... કેવું સરસ નામ છે. સુદંર સાંસ્કૃત નામ બસ એવું સ્તવન કરવાનું જ મન થાય છે કેવો સરસ પ્રભાવી ચ્હેરો. કળાકૃતિમાં ગળાદૂબ વ્યક્તિત્વ એકદમ સોહામણો મનને મીઠો લાગે એવો પુરુષ કે જે મારી સ્તુતિ ગાય છે અને સ્વાતીનું સ્તવન કરે છે. મનોમન હુ એને ખૂબ પ્રેમ કરવા લાગી એને ફરીથી કયારે મળું એવુ જ થયા કરે. ઝબકીને જાગી સ્તવન નામ હોઠે આવીને અટકી ગયું અને હોઠ મલકી ગયાં."

***

નવનીતરાયને ફોન પણ સરયુની સાચી સ્થિતિની જાણ થઇ અને એમણે તુરંત પરવીનને કહયું “ અમારી જયપુર જવાની ટીકીટ પહેલી જ ફલાઇટમાં બુક કરાવ. મારી, ડો.ઇદ્રીશ અને નીરુની... પરવીને પૂછ્યું સર એવું શું થયું ? નવનીતરાયે ટૂંકમાં સરયુની સ્થિતિ વર્ણવી એમનાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી પરવીન પણ સાંભળીને હચમચી ગઇ એનાથી પૂછાયું ગયું બેબીની આવી હાલત છે હું પણ આવું ? નવનીતરાય કહે ના અહીં પણ કોઇ જરૂરી છે મારી ગેરહાજીરમાં અને સાથે નીરુ છે પ્લીઝ તું બુકીંગ કરાવી લે હું ડ્રાઇવરને લઇને ઘરે જઇને ડો.ઇદ્રીશને લઇ મુંબઇ એરપોર્ટ જવા નીકળી જઇશ તારી સાથે મારી બધી ડીટેઇલ રહેશે. પરવીને વાત સમજતાં ક્યું "તમે કોઇ ચિંતાના કરો હું બધું જ નીપટાવી લઉ છું. તમે નિશ્ચિત થઇને ઘરે જાવ અને કોઇ ખોટી ચિંતાના કરશો અલ્લા સબ ઠીક કરેગા અને મને પ્લીજ કહેજો બેબીને કેમ છે ? નવનીતરાયે આંખોથી જવાબ આપી દીધો. એપણ સમજી રહેલાં કે પરવીનને સરયું ખૂબ વ્હાલી છે અને એની ચિંતા પણ ખૂબ છે અને નવનીતરાય ઘરે જવા નીકળી ગયાં.

ઘરે આવીને નવનીતરાયે નીરુબહેનને સરયુ વિષે બધી વાત કરી, નીરુબહેને કહયું "આપણે પહેલાં સરયુ પાસે પહોંચી જઈએ. નવનીત તમે, બધી વ્યવસ્થા કરી લીધી છે ને જવાની ? મને સરયુની ખૂબ ચિંતા થાય નવનીતરાયે કહ્યું બધુ જ થઇ ગયું છે ચાલો ડો.ઇદ્રીશને લઇને આપણે પહેલાં મુંબઇ એરપોર્ટ જવા રવાના થઇએ. નીરુબહેન મનમાં ને મનમાં ઇશ્વરને પ્રાર્થના કરતાં ગાડીમં બેઠાં.....

***

અવી, હું પહેલીજ મુલાકાતમાં સ્તવનનાં પરિચયમાં બંધાઇ ચૂકી હતી મારાં દિવસ રાત સ્તવનનાં રટણમાં જતાં હતાં. બીજા દિવસે સવારે જ હું પાછી અહીં આવી ગઇ. પાપાની રાહ જાય વિનાં મારી જાતેજ ગાડી લઇને આવી ગઇ. અહીં આવીને એક એક ખંડ-અટારી ફરી વળી પણ ક્યાંય સ્તવન ના દેખાયો. આખો મહેલ બગીચો ખૂંદી વળી પણ ક્યાંય ના દેખાયો મેં વીઝીટર રજીસ્ટર ચેક કર્યું પણ એમાં એની એન્ટ્રીજ નહોતી. હું ખૂબ નિરાશ થઇ ગઇ. ક્યાંય સુધી હું આંટા મારી રહી.. થાકી હારીને હું ઘરે પાછી ફરી. મને કાંઇ મુડજ ના રહ્યો. મનમાં થયું કે મેં એનો ફોન નંબર કે કાંઇ વિગત જ ના લીધી. બીજું મન કહે "આમ શું પાગલ થઇ ગઇ છે?. તને ખબર છે કે એ તને પસંદ કરે છે કેમ ! આટલી ઉતાવળી કેમ છે ? એ કોણ છે શું છે એ આમ અજાણ્યાને દીલ દઇ બેઠી છે. મારું હ્રદય કહે.. ના એ સારો અને સાચો છે મારાં જેવી જ એની લાગણી છે એ મને પસંદ કરે છે એકી નજરે અમે બંન્ને એકબીજાનાં પ્રેમમાં પરોવાયા છીએ. ના આ મોહ કે ક્ષણિક આકર્ષણ નથી અમે એકબીજાને પસંદ કર્યા છે કોઇ કામમાં અટવાયો હશે...

સ્વાતીને ક્યાં ખબર એનાં ગયા પછી સ્તવન પણ ત્યાં આવી પહોચલો એને મળવા એ પણ તલપાપડ હતો... સ્તવન અહીં આવી પહોંચ્યો વીઝીટર રજીસ્ટર્ડમાં નોંધ કરી રુટીન પરમીશન કાર્ડ વિગેરે બતાવી અંદર આવ્યો. હવે એનો જીવ અહીં સ્થાપત્ય અભ્યાસમાં નહોતો એની આંખો સ્વાતીને શોધી રહી હતી. એ પણ મહેલનાં ખૂણે ખૂણે અગાશી અટારી ફરી વળ્યો ક્યાંય સ્વાતીનાં દર્શન ના થયા.

સ્તવનનાં હૃદયમાં અહીંની હવામાં સ્વાતીના શ્વાસની સુગંધ જાણે વર્તાતી હતી. એને એહસાસ થયો કે એ અહીં ચોક્કસ આવી હતી. આ એક એક ઇમારતનાં સ્થંભ પર એનાં હાથની છાપ છે અહીં ફર્શ પર એનાં પગરવનાં નિશાન છે મારું હૃદય એનાં હોવાનાં સ્પંદનોને સ્પર્શે છે. સત્વન ખૂબ પ્રેમસંવેદનાઓ અનુભવી રહ્યો. સ્વાતીનો મેળાપ ના થયો હોવાં છતાં જાણે એનો એહસાસ અનુભવી રહ્યો સત્વને ચારેકોર નજર કરી પછી બગીચામાં આવીને પ્રાચિન મહાદેવનાં મંદિરમાં આવી પહોચ્યો અને પ્રભુને નતમસ્તક પ્રાર્થના કરી રહ્યો કે તમે મને મારાં જીવનમાં જીવતાં સ્વર્ગની પગદંડી બતાવી દીધી.

તહેવાર ચાલી રહેલાં એટલે જયપુરમાં આવેલાં રાજધરાનાંનાં અને આખાં શહેરનાં સરકારી મકાનો, રોડ, કોઠીઓ, રસ્તા, મહેલમાં બધે જ રોશની હતી બધે શણગાર કરેલો હતો. આખાં વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી ચાલી રહી હતી. દિવાળી આવવાનાં દિવસોથી બધી તૈયારી ચાલી રહી હતી બધે જ આનંદ ઉત્સવના માહોલ હતો. જયપુરનાં લોકો ખૂબ ઉત્સાહમાં હતાં બજારો ખરીદી માટે ઉભરાઇ રહ્યાં હતાં. માણસોની ભીડ દરેક બજારમાં જોવા મળતી હતી.

ગુલાબી નગરી જયપુરમાં આજે અજોડ લાગી રહી હતી. એમાં પણ મહેલો પરની રોશની આ બધામાં ચારચાંદ લગાડી રહી હતી. દરેક રોડ રસ્તા સાફ સુથરાં હતાં લોકો પણ પોતાનાં બાળકો અને કુટુબીજનો સાથ રંગીન કપડાં પહેરીને કરવા નીકળ્યાં હતાં. ખુશખુશાલ દિવસો ચાલી રહેલાં. સ્વાતી પણ એની સહેલીઓ સાથે બજારમાં નીકળી હતી. બધા થોડી ખરીદી અને થોડી ટહેલ કરવાં નીકળ્યાં હતાં. સખીઓ જોકે નીકળેલી સ્વાતી ખડખડાટ હસતી હસતી બજારમાં ચાલી રહેલી.

સ્વાતીનાં હસવાનાં રણકારને સાંભળીને સ્તવનનાં પગ અટકી ગયાં એણે ચારોતરફ જોયું અને એની એક દુકાનની બહાર સહેલીઓ સાથે સ્વાતીને જોઇ. એ અપલક નયને જોઇ રહેલો અને સ્વાતી પણ પાછળ ફરી અને સ્તવન સાથે આંખો મળી. જેવી આંખો મળી બંન્નેની આંખો હસી ઉઠી. સ્તવને તરતજ હાથ ઊંચો કરી તેને ઇશારો કર્યો એવો સખીઓને કહ્યું "હું એક મીનીટ આવી કહીને સ્વાતી સ્વતન તરફ જવા લાગી એની સખીઓતો જોતી જ રહી કે આ સ્વાતી એકદમ આમ કોને મળવા જઇ રહી છે. પરંતુ સ્વાતી કંઇ પણ વિચાર્યા વિના જ ચાલી નીકળી. સ્તવન પાસે આવીને કહ્યું" તેણે કેમ છો ? તમે અહીં ? સ્તવને કહયું “ હું અહી. મારી ગીટર લેવા આવ્યો છું મેં... અને સ્વાતી એ બોલવાનું પૂરું કરે પહેલાંજ બોલી ઉઠી. તમે કાલે અભ્યાસ માટે આવેલ નહી ? સ્તવનને ખ્યાલ આવી ગયો કે એનું અનુમાન સાચું હતું સ્વાતી સીટી પેલેસ આવી હતી. એણે કહયું "હું તો રોજ જાઉ છું પણ ગઇકાલે હું અહી, બજારમાં આવીને ત્યાં ગયો હતો એટલે પહોંચવામાં થોડુ મોડું થઇ ગયું હતું. કેમ ? તમે ત્યાં આવેલા ?

સ્વાતી થોડું નીચુ જોઇ ગઇ અને કહયું "આખો મહેલ ફરી વળી તમે ક્યાંય ના દેખાયા. સાચુ કહું હું તમને મળીશ જ એવું સમજીને આવી હતી. સ્તવને કહયું " સોરી મને થોડું મોડું થઇ ગયેલું અને હું પણ ત્યાં આવીને આખો મહેલ ફરી વળેલો... તમારાં ક્યાંય દર્શનનાં થયાં એટલે ત્યાં બગીચામાં પ્રાચિન મહાદેવજીનું મંદિર છે. ત્યાં દર્શન કરીને પ્રાર્થના કરી થોડીવાર બેઠો. પછી નીકળી ગયો અને સાચું કહ્યું તો. મને એ ખબર જ ના પડી.. પણ કેમેય કરી મારું કોઇ અભ્યાસમાં પછી મન ના લાગ્યું એટલે પછી નીકળી ગયો.

સ્વાતીએ તરત જ ઊચું જોઇને સ્તવનની આંખોમાં જોયું એની આંખોમાં સચ્ચાઇ ઝબકી રહી હતી. એનાથી લૂચ્ચુ હસાઇ ગયું એણે ક્યું "કાલે સમયસર આવી જજો તો પછી અભ્યાસ થશે અને..... સ્તવન બોલ્યો" સમયસર નહીં વહેલો આવી જઇશ અને બંન્ને એકબીજાની સામે જોઇ ખડખડાટ હસી પડ્યાં સ્વાતીની દૂર ઉભેલી સખીઓને ખૂબ આશ્ચર્ય થઇ રહેલું કે આ સ્વાતી આમ હસી હસીને કોની સાથે વાત કરે છે ? કોણ છે આ છોકરો ? આપણને તો કંઇ ખબર જ નથી. નથી સ્વાતીએ કંઇ વાત કરી. છૂપી રૂસ્તમ છે આવવા દે..અહીં હમણાંજ હું એની પાસે બધી જ વાત કઢાવું છું બધામાંથી એની ખાસ સખી એવી રાજશ્રીએ કહ્યું. મારે જાણવું જ પડશે કે આ મેડમનું શું ચક્કર છે.

સ્તવને સ્વાતીને ક્યું "તમે તમારી સખીઓ સાથે આવ્યા છે એ લોકો સતત અહીં આપણને જ જોયાં કરે છે સ્વાતીએ ક્યું" કંઇ વાંધો નહીં જોવાદોને ગમે ત્યારે જોવાનાં જ છે એમ કહી ફરી સ્તવનની આંખોમાં જોયું સ્તવને ક્યું "તમે ગઇ કાલે પેલેસ આવીને ગયાં એની પાકી ખબર હતી સ્વાતી પૂછે એ કેવી રીતે ? મેં કોઇ સંદેશ કે કોઇ નિશાન છોડેલા નહોતા અને હસી પડી સ્તવને ક્યું તમને થોડી ખબર કે તમારા જેવી પરી મહેલમાં આવીને જાય એની કોણ કોણ નોધ લે છે ? તમે આવીને ગયાં એ મને ત્યાંના એક એક સ્થંભ અટારી અને દિવાલોએ કહયું . ઉપર ઝુમતાં ઝુમ્મરોએ ક્યું ચાલતાં ચાલતાં એક એક ફર્શનાં પત્થરોએ કહ્યું. વહેતી હવામાં તમારાં શ્વાસની સુગંધે કહ્યું અને ... આગળ બોલવા જાય પહેલાં સ્વાતી કહે... અટકો કવિરાજ અટકો હું સમજી ગઇ. મારાં સિવાય બધાને જ ખબર પડી કે હું આવીને ગઇ એ તમને ખબર છે. મારી પાછળ હવે બધાં ધ્યાન રાખે છે. એમ કહી બંન્ને જણાં એક સાથે ફરીથી ખડખડાટ હસી રહ્યાં. દૂર સખીઓ અને અકળામણ સાથે જોઇ રહી હતી.

સ્તવને કહ્યું “હું કાલે મારાં અભ્યાસમાં સમયે ત્યાં હાજાર હોઇશ અને તમારા આવવાની તમારાં સાથની રાહ જોઇશ. તમે જાવ હવે તમારી સખીઓની ધીરજ ખુટી લાગે છે. બધાં ઊંચાનીચાં થાય છે. હું મારું ગીટાર લઇને મારાં રૂમ પર પહોચું સ્વાતીએ ક્યું" ભલે થતાં, ઊંચાનીચા. પણ ઠીક છે કાલે મળશું.. કહીને ગાલ પર મીઠાં ખંજમ પાડતી સ્વાતી સખીઓ પાસે ગઇ. સ્તવન એને જતાં જોઇ રહયો અને એની સુંદર લચકતી ચાલને જોઇ રહ્યો.

"અરે સ્વાતી એ કોણ હતું. તું આમ આવું… કહીને એની પાસે જતી રહી ? અમેં તો જાણતાં પણ નથી કોણ છે ? ક્યારેય વાત નથી થઇ ? તે ક્યારેય કીધું નથી. આ પહેલાં ક્યારેય આમને જોયા નથી કોણ છે ? શું કરે છે ? તારી સાથે કોલેજમાં છે ? તમારાં સંબંધમાં છે ? રાજશ્રી અને બીજી સખીઓએ એક સાથે અનેક સવાલ કરી દીધાં.

સ્વાતી એ બે કાનમાં આંગળી નાંખી આંખો બંધ કરી દીધી. અને બોલી "એક સાથે આટલાં બધાં પ્રશ્ન ? શાંતિ રાખો બધું જ કહ્યું છું. આ સ્તવન હતાં. તેઓ આર્કીઓલોજીનું ભણે છે અને અહીંના મ્હેલો - સ્થાપત્ય વિગરેનો અભ્યાસ કરે છે અને મને સીટીપેલેસ મળી ગયેલાં અને ત્યારે મુલાકાત થઇ હતી. બસ ઓકે.. ખબર પડી ગઇને હવે.. રાજશ્રી કહે અરે એક મુલાકાતમાં આટલી વાતો ? આટલી ઓળખાણ.. અને એવું તો પહેલી જ મુલાકાતમાં શું શું છે જાણે કેટલાય સમયથી ઓળખતા હોવ એમ તમે લોકો વાતો કરો અને અમને પણ બાજુમાં મૂકીને ત્યાં જતી રહી ?

સ્વાતીએ કહ્યું "અરે મારી રાજુ તું યાર સમજી નહીં અમુક મુલાકાતો એવી હોય છે કે એમાં પહેલી બીજી, છેલ્લી નથી હોતી એકમાં અનેક સમાઇ જાય છે. એવી મુલાકાત હતી. રાજશ્રી એની સામેજ જોઇ રહી. એને જાણે કંઇ સમજણ જ નહોતી પડી. સ્વાતીએ એની સામે જોતાં કહ્યું "ચાલ તને નહીં સમજાય. થોડીવાર લાગશે ચલો આપણે જઇએ. અને બધાજ સખીઓ સ્વાતીની વાત પર ખડખડાટ હસી પડી, રાજશ્રીને કંઇ સમજાયું નહીં પણ એટલું જરૂર સમજાયું કે સ્વાતીએ જવાબ આપવા માટે આપી દીધો પણ જવાબની અંદર રહેલો અર્થ પોતેજ ગળી ગઇ. જે હશે એ સામે આવશે કહી બોલીં હાચાલો ચાલો મોડું થઇ જશે. અને બધાં ઘર તરફ નીકળી ગયાં....

સ્વાતી અને સખીઓ બજારમાંથી ઘર તરફ જવાતો નીકળી ગઇ પરંતુ સ્વાતીનાં કાનમાં હજી સ્તવનનો જ અવાજ ગૂંજી રહેલો. હું ત્યાંથી પાછી નીકળી ગઇ પછી એણે મને કેટલી શોધી હતી ? એને પણ મારી જેમ... હું તો સાવ ગાંડી થઇ જઈશ. કાલે હવે એને ક્યારે મળુ બસ એવી જ તાલાવેલી લાગી હતી. રાજશ્રી કહે અલી હજી મનમાં ને મનમાં શું લડ્ડું ફૂટી રહ્યાં છે કે હજી હસ્યા કરે છે. બીજીએ કહ્યું "માન ના માન આ સ્વાતીનો પગ કૂંડાળામાં પડી ગયો છે. અને આ સાંભળીને સ્વાતી સહીત બધીજ સખીઓ ખડખડાટ હસી પડી.

***

નવનીતરાય અને નીરુબહેન ઘરે મહારાજ અને માણસોને સૂચના આપીને ગાડી લઇને સીધા ડો.ઇદ્રીશને ત્યાં પહોચ્યા ડો.ઇદ્રીશ પણ તૈયાર જ હતાં નવનીતરાયે એમને સાથે લીધા અને ડ્રાઇવરને સીધા મુંબઇ એરપોર્ટ લઇ જવા કહયું. ત્યાંથી ફલાઇટ નિયમિત મળી રહે છે એવું પરવીને કહેલૂં અને એ રીતે બુકીંગ પર કરાવી દીધેલું. પરવીન પણ ખૂબ ચિંતામાં હતી. એણે નવનીતરાયને ખાસ કીધેલું કે મને પહોચીને બધાંજ સમાચાર આપજો. નવનીતરાય થોડીવાર ગાડીમાં શાંત રહ્યા પછી નીરુબહેનથી ના રહેવાયું એમણે ડો.ઇદ્રીશને કહ્યું "ભાઈ મારી સરયુને સારુ તો થઇ જશેને ? કેટલો પણ ખર્ચ થાય પણ મારી સરયુને સારું તો થઇ જશે ને ? મારી સરયું.. કહીને ડૂસકૂ નંખાઇ ગયું. ડો.ઇદ્રીશે કહ્યું તમે ચિંતા ના કરો. બધુ સારુ થશે વહેલાં આપણે ત્યાં પહોચવું જરૂરી છે. નવનીતરાયે સાંત્વના આપતાં કહયું..નીરુ આમ અહીં ચિંતા કરે શું થશે ? આપણે હવે ત્યાં જઇજ રહ્યા છીએ. સારું જ થઇ જશે.

સ્વાતી સવારથી ઉઠી પરવારીને સીટી પેલેસ જવા માટે ઉતાવળી થઇ રહી હતી. એ જવા નીકળી ગઇ હતી. સ્તવનનો ત્યાં પહોચીં ચૂક્યો હતો અને સ્વાતીનાં પગરવની રાહમાં જ હતો.

પ્રકરણ -10 સમાપ્ત.

સ્વાતી અને સરયુ બે જન્મનાં બે પાત્ર, સરયુને ગત જન્મની વાતો ..યાદો જયપુર આવીને ત્રાદશ્ય થઇ રહી હતી એ એની ખાસ સખીને કહ્યું.. કહી રહી છે અને વાર્તા આગળ વધે છે. રસપ્રચુર અંકો આગળ વાંચતા રહો. “ઊજળી પ્રીતનાં પડછાયા કાળામાં....

***

Rate & Review

Jigar Shah 1 week ago

Latapatel 2 weeks ago

Ishan Lad 4 months ago

D. V. Jadeja 4 months ago

V Dhruva 6 months ago