Ujadi Pritna Padchhaya Kada - 7 books and stories free download online pdf in Gujarati

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-7

પ્રકરણ - 7

સરયુને સમજી વિચારીને પહેલાં પાપાનો ફોન ઉપાડ્યો નહીં કારણ કે એ સમયે એ થોડી અસ્વસ્થ હતી. પછી માનસિક તૈયાર થયા પછી એણે સામેથી ફોન કર્યો. ઓફીસકાળ દરમ્યાન પાપા બહુ લાંબી વાત નહીં કરે અને પરવીન આંટી લગભગ સાથે હોય એટલે ઝડપથી પત્યું. સરયુ હેવે નાની કીકલી રહી નહોતી. એને પાપાનાં પરવીન આંટી સાથેનાં ખાસ સંબંધોનો એહસાસ હતો. પરંતુ એ નાનપણથી પરવીન આંટીને ઓફીસનાં કામમાં કે પાપાનાં બધાં કામમાં સાથે જ જોતી આવી છે એટલે એને નવાઇ નહોતી લાગતી. પરંતુ જેમ જેમ એ મોટી થતી જતી હતી એમ એ બધું જોતી સમજતી થઇ હતી. પુખ્ત થયા પછીતો એ બધું ખાસ ઓબ્ઝર્વ કરતી એને ખબર પડી ગઇ હતી કે પાપાનાં પરવીન આંટી સાથેનાં સબંધ ઓફીસીયલથી આગળ વધી અંગત પણ હતાં.

પરવીન આંટીએ મારી સાથે કયારેય મને ઓછું આવે એવું કે મારી નજર સામે અણછાજતું વર્તન કે કાંઇ કર્યું નહોતું વળી એ કાયમ મર્યાદામાં વર્તન કરતાં અને મારી કાયમ ખૂબ કાળજી લેતાં. મારાં કપડાં કે નાનપણમાં ડોલ (રમકડાં) ક્યાંય કોન્ફરસમાં જતાં યાદ કરીને લઇ જ આવતાં મંમી પાપા ખાસ સાથે પરદેશ જતાં નહીં. જવલ્લે ગયા છે એ પણ મારી સાથે ફરવા અંગે પરંતુ દેશમાં તો ક્યારેક જ જતાં. મંમી મોટાં ભાગે એમનાં ગુરુ પંથમાં જ બીઝી રહેતી અથવા સમય પસાર કરતી, મારું ખૂબ ધ્યાન રાખતી.

પરવીન સાથે વાત કર્યા પછી સરયુ પરવીન અને પાપાનાં સંબંધો અંગે ઊંડા વિચારોમાં ઉતરી ગઇ. એને કાયમ પરવીન સાથે વાત કરવી ગમતી. પરવીન કંઇને કંઇ નવી વાત જણાવતી અને પોતાનું સંતાન હોય એમજ સરયુની સાથે વર્તતી - આમ સરયુ નવનીતરાય પરવીન અને નીરુબહેનનો વણલખ્યો એક નામ વિનાનો અનોખો સંબંધ વણાઇ ગયેલો. બધાં પોતપોતાની મર્યાદામાં વર્તતા, ખૂબ જ સારું રાખતાં છતાં જાણે એકમેક સાથે જોડાયેલાં અને સંબંધોનાં આ ગણિતમાં સારુ પાસુ એ હતું કે બધાં એકબીજાનું સાચવતાં ક્યાંય નુકશાનનાં ગુણાકાર-ભાગાકાર નહોતાં કરતાં.

***

ડો.ઇદ્રીશ પોતાનાં કલીનીકમાં બધાં પેશન્ટ પતાવીને નવરાશની પળોમાં બેઠો હતો. એટલામાં એનાં સમાજનો અગ્રણી મોહમ્મદ એક કિશોર અવરસ્થાનો છોકરાને લઇને કલીનીકમાં આવ્યો. મોહમ્મદે કહ્યું "સલામ વાલેકુમ"

ડો.ઇદ્રીશે મોહમ્મદ સામે જોતાં ક્યું "વાલેકુમ સલામ" પછી કહ્યું આ છોકરો કોણ છે ? કેમ અહીં લઇ આવ્યો છે ? શું બિમારી છે ? મોહમ્મદે ક્યું" "નહીં એને કોઇ બિમારી નથી. મારાં પાડોશીનો દિકરો છે. એક અઠવાડીયા પહેલાં એનાં અબ્બુ અને અમ્મા બંન્નેનો એક રોડ અકસ્માતમાં ઇન્તકાલ થઇ ગયો એ સાવ બેસહારા છે. એને તમે ક્યાંક નોકરી પર લગાડી દો તો એની જીંદગી બની જશે. થોડું ઘણું ભણેલો છે આમ નહીંતર રઝડી પડશે. આપે આપણી કોમનું ઘણું કામ કર્યું છે એટલે આપની પાસે આશા લઇને આવેલો છું આમ અનાથ છોકરો આવારા થઇ રખડે નહીં અને ઠેકાણે પડે એટલે જ લઇ આવ્યો છું.

ડો.ઇદ્રીશે એક નજર છોકરા તરફ જોઇને પૂછ્યું "શું તારુ નામ ? કેટલું ભણ્યો છે ? શું ઉમર ? પેલા છોકરાએ નીચે નજરે ધીમા અવાજે જવાબ આપ્યો મારું નામ અબ્દુલ -રહેમાન કાઝી – મારાં વાલીદ શિક્ષક હતાં એમનો ઇન્તકાલ થઇ ગયો. મારી ઉંમર 19 વરસ છે. હું બારમી સુધી ભણ્યો છું. પછી એમ કહી અધુરુ મૂક્યું ડો.ઇદ્રીશે પૂછ્યું" પછી આગળ ભણ્યો નહીં ? અબ્દુલ નીચે જોઇ રહ્યો અને પગનાં અંગુઠાથી જમીન (ફર્સ) ખોતરી રહ્યો કંઇ જ જવાબ ના આપ્યો. ડો.ઇદ્રીશતો સાઇકોલોજીસ્ટ સાઇક્રિયાટિસ્ટ હતો એમને બાકીનું સમજાઇ ગયું. એમણે મોહમ્મદ તરફ જોઇને કહ્યું તું એને સોમવારે મારી પાસે વ્યવસ્થિત કપડાં સાથે મોકલજે હું કંઇને કંઇ બંદોબસ્ત કરી લઇશ. મોહમ્મદે આભારવશ થઇ કહ્યું. "ચોક્કસ માલિક અબ્દુલને ઇશારો કર્યો. અબ્દુલ એમનાં પગમાં જ પડી ગયો અને બોલ્યો હું જરૂરથી આવીશ. માલિક મોહમ્મદે "ખુદા હાફીઝ કહીને વિદાય લીધી.

સોમવારે સવારે અબ્દુલ આપેલાં સમય પહેલાંજ ઇદ્રીશનાં કલીનીક પર પહોંચી ગયો. ડો.ઇદ્રીશે પહેલાંજ એને અંદર બોલાવી લીધો અને એક કવર આપ્યું. અને ક્યું તું આ એડ્રેસ પર જઇને કવર પર નામ લખ્યું છે એમને મળજો તને નોકરી મળી જશે.

અબ્દુલે અદબતાથી કવર લીધું. વાંચ્યુ આશ્ચર્ય થયું અને ડો.ઇદ્રીશ સામે જોયું. ડો.ઇદ્રીશે કહ્યું "ગભરાવાની જરૂર નથી તું આ કોલેજ પહોચી જા અને પ્રિન્સીપાલ સાહેબને મળ. સાહેબ સારાં માણસ છે તને ત્યાં નોકરીએ રાખી લેશે. અબ્દુલ ફરીથી એમને પગમાં પડી ગયો અને બોલ્યો" માલિક હું જઇ આવું છું પછી આપને પાછો મળીશ કહીને નીકળી ગયો.

............

કોલેજ ઓફીસમાં આવી અબ્દુલે પ્રિન્સીપાલ બંકીમચંદ્રની ઓફીસે પહોંચી ત્યાં પ્યુનને કહ્યું "મારે સરને મળવું છે. પ્યુને એની સામે નજર નાંખ્તાં કહ્યું શું કામ છે ? એણે હાથમાં રહેલું કવર બતાવ્યું પ્યુને એની પર નજર નાંખી કહ્યું "તું એહીં ઉભો રહે હું સરને અંદર આપી આવું છું. પછી તને બોલાવે તો અંદર જજે. પ્યુન કવર લઇને પ્રિન્સીપાલ સરની ઓફીસમાં ગયો અને એમના હાથમાં કવર આપ્યું.

પ્રિન્સીપાલે કવર મૂકી બહાર જવા કહ્યું પછી એમણે લખવાનું પતાવીને કવર ખોલી ડો.ઇદ્રીશનો ભલામણ પત્ર વાંચ્યો. એમણે બેલ મારી પ્યુનને બોલાવી કહ્યું પેલાં અબ્દુલને અંદર મોકલ. પ્યુને અબ્દુલને અંદર જવા ક્યું... પ્રિન્સીપાલે અબ્દુલ તરફ નજર કરી પગથી માથા સુધી માપી કહ્યું "ડોકટરનાં ભલામણ પત્રનાં આધારે તને નોકરી મળી જશે પરંતુ ખૂબ વફાદારીથી કરવી પડશે. કોઇ ચોરી, ઝગડો, બદનજર કે કોઇ ભૂલ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અહીં મોટાં મોટાં લોકોનાં છોકરાઓ ભણવાં આવે છે. કોલેજનાં આદેશ મૂજબ જ વર્તન કરવું પડશે.

તું તારી બધી વિગત બાજુની ઓફીસમાં જઇને નરેન્દ્ર જોષી છે એમને આપ અને પછી બધી ફોર્માલીટી પુરી થયા પછી તને એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે. એમના ખાસ આગ્રહ અને ભલામણથી તને આ નોકરી આપવામાં આવે છે એ ભૂલતો નહી. એમનું નામ કોઇ રીતે ખરાબ ના થાય અને કોલેજનું નામ ક્યારેય ખરાબ ના થાય એમ નોકરી કરજે. જા આ કાગળ નરેન્દ્રભાઇ ને આપી દે.

અબ્દુલ પ્રિન્સીપાલ બંકીમચંદ્રનાં પગે પડીને આભાર માની કાગળ લઇને બાજુની ઓફીસમાં જવા નીકળી ગયો. અને બધીજ કોલેજની ફોર્માલિટી પતાવી પ્યુન તરીકે જોડાઇ ગયો.

કોલેજથી એપોઇન્ટમેન્ટ લેટર લઇને અબ્દુલ સીધોજ ડો.ઇદ્રીશનાં કલીનીક પર આવી ગયો. આવીને સીધોજ એમનાં પગમાં પડી પગ જ પકડી લીધાં અને કહ્યું આપનાં ઉપકારથી મને નોકરી મળી ગઇ છે માલિક આપજ આખરી માંરા ખુદા છો. ડો.ઇદ્રીશે કહ્યું " ચાલ ઉભો થા અને નોકરી પૂરી વફાદારીથી કરજે. કોઇ વાંધો નહીં આવે અને હાં મારું કંઇ કામ પડે બોલાવીશ.. એ બોલવા પુરું કરે પહેલાં અબ્દુલ બોલ્યો તમારા માટે જીવ આપી દઇશ માલિક બસ એક ઇશારો કાફી છે. ડો.ઇદ્રીશે કહ્યું સારુ જા કહીશ ક્યારેક....

ડો.ઇદ્રીશને આજે બધું અબ્દુલને નોકરી અપાવવાનું આ બધુંજ યાદ આવી ગયું. પ્રેસીડન્ટની ચુંટણી હાર્યા પછી બધું શાંત થઇ ગયું હતું અને અચાનક ડો.મધુકરનો ફોન આવ્યો એમનાં કોઇ ખાસ મિત્રની દીકરીને લઇને આવે છે કહ્યું પછીતો નવનીતરાય, ડો.મધુકર નીરુબહેનને સરયુને લઇને આવ્યા કલીનીક પર નવનીતરાય, અને ડો.ઇદ્રીશ આંખો ચાર થઇ. નવનીતરાય થોડાં છોભીલા પડ્યા કે અહીં કેમ આવ્યા ? પરંતુ ઇદ્રીશ નામનો ખ્યાલ કેમ ના આવ્યો ? પરવેઝથી જ જાણતો હું આજે પરંતુ દીકરીની સારવારનો સવાલ હતો એટલે મધુકર સાથે હતો પછી સારવાર કરાવી.

ડો.ઇદ્રીશને બધાંજ સીનારીયો એક ચિત્રપટની જેમ મનમાં આવી ગયો. એને થયું નવનીતરાય હવે મારાં હાથમાં આવ્યો છે. એને બધીજ ખબર પડી ગઇ હતી સરયુ પાસેથી કે એ બંકીમચંદ્રની કોલેજમાં જ ભલે છે અને ત્યાં અબ્દુલ છે. એણે મનમાં કોઇ પ્લાન વિચારી લીધો સરયુને કોઇ નુકશાન નહીં પહોંચાડું પણ નવનીતરાયનો બદલો હું જરૂર લઇ લઇશ પછી માધ્યમ ભલે સરયુ હોય. એમ મનમાં ગાંઠવાળી અને ફોન ધુમાવ્યો. અબ્દુલને ફોન કરીને કહ્યું " અબ્દુલ તારું એક ખાસ કામ પડ્યું છે તું સાંજે મોડેથી કલીનીક પર આવી જજે." એમ કહીને ફોન મૂકી દીધો.

અબ્દુલ ફોન સાંભળી વિચારમાં પડી ગયો અને નક્કી આવી જઇશ કહી ફોન મૂક્યો.

...............

વોલ્વો બસ એકધારી ચાલી રહી હતી હવે જયપુર માંડ વીસ કિમી બાકી રહેલું ધીમેધીમે એ નજીક આવી રહ્યાનો અહેસાસ થઇ રહેલો. સરયુ સિવાય બધાયને જેમ કોઇ શહેર નજીક આવે ત્યારે બધાં ધંધાકીય ગોડાઉન, હોલસેલનાં ડ્રમવાળાં જીઆઇડીસી.આમ શહેર બહારની ધંધાકીય જગ્યાઓનાં દર્શન થવા લાગ્યાં. ધીમે ધીમે રોડ પર સામેથી આવતો ટ્રાફીક વધવા લાગ્યો. મોટી મોટી કંપનીઓનાં વેર હાઉસીસ આવવા લાગ્યાં. બધાં જયપુર આવવાની રાહ જોવા લાગ્યા બસની મુસાફરી પણ ખાસ્સાં ત્રણ કલાકની થઇ ગઇ હતી.

બસમાં ઘણાં તો નીંદરમાં સરી ગયાં હતાં. બીજા બધા વાતો કરીને શાંત થઇ ગયાં હતાં કોઇ પોતાની વોટર બોટલમાંથી પાણી પીતાં પીતાં બારીની બહાર જોઇ રહ્યાં હતાં. પ્રો.પીનાકીન પ્રો. નલીનીનાં ખભે અંઢેલીને આરામથી નીંદર લઇ રહ્યાં હતાં. પ્રો.નલીની જાણે કંઇ થઇ જ નથી રહયું એમ એકી નજરે બેખબર થઇ બારીની બહાર જોઇ રહેલા છે. અવની પણ ઝોકે ચઢી અને સરયુનાં ખભે ઢળી ગઇ છે.

પણ...... સરયુ જેમ જેમ જયપુર નજીક આવી રહ્યું છે એમ અંદરને અંદરથી ખૂબ અસ્થિર થઇ રહી છે. એને સમજાય નહીં એવી લાગણીઓ એનાં મન હૃદયમાં ઉછાળા મારી રહી છે. એને અંદરને અંદર કોઇ જાણે ખેંચી રહ્યું છે. એનાં હૃદયનાં ધબકાર ધીમે ધીમે વધી રહ્યા છે. એ મનોમન પોતાને જ કંટ્રોલ કરી રહી છે. એને જે ઉભરતી લાગણીઓ છે એને કાબૂ કરવા પ્રયત્ન કરી રહી છે અહીં એવું કંઇજ ના થાય જેનાં કારણે મારાં લીધે બીજા બંધા ડીસ્ટર્બ થાય બધાનાં પ્રવાસની મજા બગડી જાય.

સરયુએ એનાં ખભાપર ઢળી પડેલી અવનીને ઘસઘસાટ ઊંધતી ત્રાંસી નજરે જોઇ. અવની ઉઠી ના જાય એની કાળજી રાખવા લાગી એનાં હૃદયની ઊર્મિ હવે એનાં મોં પર દેખાવા લાગી હતી એનો સુંવાળો ધાટીલો ચહેરો ધીમે ધીમે મુરઝાવા લાગેલો એજ અગમ્ય પીડા હવે એને અદમ્ય પીડી રહી હતી પરંતુ એ સજાગ થઇને સહી રહી હતી. બધી જ લાગણીઓ સમીટી લીધી એમાં એનો હોઠ એણે દાંત નીચે દબાવી દીધો.

થોડાં સમયમાં એનાં હોઠ પર ઘા પડી ગયો અને લોહીની ટશર ફૂટી આવી અને ટપક ટપક લોહી એનાં ગળા પર થઇને છાતી પર આવી ગયું. અવનીની બસની અચાનક બ્રેક વાગતાં આંખ ખુલી ગઇ અને આંચકાએ સરયુને પણ હમચાવી. એણે પોતાનાં હોઠ પર હાથ ડાબી દીધો. અવનીની નજર પડી એણે એકદમ ચીસનાં અવાજે પૂછ્યું "સરયુ તને આ શું વાગ્યું ? શું થયું ? સરયુએ બાજી સંભાળતાં કહ્યું "કઇ નહીં આ બસનાં આંચકામાં મારું મો મારાંજ હાથ સાથે જોરથી અથડાયું અને મારી વીંટી જ મને વાગી ગઇ.

અવની કહે "તને લોહી નીકળે છે એણે ઉભા થઇને પ્રોફેસર પીનાકીનને કહ્યું "સર એક મીનીટ સરયુને લોહી નીકળે છે. એણે એકદમ ઉભા થઇ ને કહ્યું પ્રો.પીનાકીનતો જાણે ગહેરી નીંદરમાં હતાં પરંતુ પ્રો. નલીની એ. પ્રો.પીનાકીનને ઉઠાડ્યા. અને પ્રાથમિક ઉપચાર બોક્ષ માટે નરેશને લાવવા કહ્યું. અને બસને એક બાજુ પાર્ક કરવાં આદેશ આપ્યો આ બધી ધમાચકડીમાં બસ તો ઉભી રહી પરંતુ બધાને જાણે હોંશમાં લાવી દીધા. બધાં સંપૂર્ણ જાગી ગયા.

પ્રો.પીનાકીન હાંફળા ઉભા થયા અને સરયુ પાસે આવી પૂછ્યું દીકરા આ શું થયું ? કેવી રીતે લોહી નીકળ્યું ? સરયુએ સ્વસ્થ થતાં કીધું મારી વીટી બસનાં આચકાથી હોઠ પર વાગી છે કંઇ વધારે નથી થયું. પ્રો.નલીનીએ મેડીકલ બોક્ષમાંથી રૂ કાઢી ડેટોલ વાળું કરીને એમાંથી સરયુનો હોઠ સાફ કર્યો અને રૂ ડાબી દીધું. સાવ નાનો ઘા હતો એટલે લોહી તરત બંધ થયું. સરયુએ કહ્યું મને પાણી આપને અવી. અવનીએ પાણી આપ્યું. થોડીવારમાં બધું ઓકે થતાં બધાં પોતપોતાની સીટ પર જઇ બેસી ગયાં.

બસમાંતો બધૂં પાછું બરોબર ગોઠવાઇ ગયું અને બસ ફરી આગળ ચાલવા લાગી પરંતુ સરયુનું હૃદય અંદરથી બેબાકળું થઇ રહ્યું હતું એણે અવનીને કહ્યું" મારાથી કોઇને કોઇ તમાશો જ થઇ જાય છે મને નથી ગમતું પરંતુ હું શું કરું ? આટલાં બધાં આપણે છીએ એમાં મને જ કેમ આવું થાય છે ? મને નથી સમજાતું અવની કહે તું નાહક ચિંતા કરે છે. થાય એતો એવું. ચાલ્યા કરે તું કંઇ મન ઉપરના લે કે કોઇ ટેન્શન ના કર. બસ જો હવે તો જયપુર આવી જવાનું આપણે આપણાં ઉતારાની હોટલ પર જતાં રહેવાનાં ત્યાં જઇ થોડાં રીલેક્સ થઇશું. સુરુ આજે તો કોઇ સાઇટ સીંઇગ નહીં હોય કદાચ... પછી ખબર નહીં આટલાં બધાં સ્થળો છે તો કદાચ બે ચાર પતાવી પણ દે હજી તો લન્ચનો સમય થશે. જે હોય એ પણ આપણે આજે લંચમાં જમીને મસ્ત જયપુરી પાન ખાઇશું મને ખૂબ મન થયું છે રજવાડી પાન ખાવાનું સરયુએ કહ્યું "ચોક્કસ ખાઇશું અને જૂની યાદ તાજી કરીશું. અવનીએ કહ્યું" જૂની યાદ તાજી કરીશું ? એટલે કઇ જૂની યાદ ! સરયુ જાણે સ્વગત બોલતી હોય એમ બોલી ગઇ. અવનીનો પ્રશ્નનો જવાબ ના આપ્યો પછી જાણે ભાનમાં આવી હોય એમ બોલી. મે ક્યાં એવું કીધું ? અવનીતો સરયુની સામે જ જોવા લાગી. આ છોકરીને થયું છે શું ? કેમ આમ વર્તે બોલે ? એણે સરયુને કહ્યું " તે કહ્યું તો ખરું કે જૂની યાદ ફરી તાજી કરીશું. સરયુ કહે મને ખબર નથી શેની જૂની યાદ અવી તું પણ મને આમ.. અને એ ચૂપ થઇ ગઇ. અવનીએ વાતને વાળી દેતા કહ્યું ઓકે ઓકે છોડ કંઇ નહીં મારી કંઇ સાભળવામાં ભૂલ થઇ ગઇ હશે. અને મનમાં એક શંકા અવનીમાં ઘર કરી ગઇ. નક્કી સરયુમાં કોઇક ગરબડ જરૂર છે. પરંતુ હમણાં એને સાચવી લઇશ. ઘરે પાછા જઇને અંકલ આંટીને કહેવું જ પડશે કે સરયુની સારવાર કરાવવાની ખૂબ જરૂર છે નહીંતર....

સરયુએ કહ્યું "એય અલ્લડ નારી શું વિચારો કરે ? મારાં વિચારો કરે છે ? અવનીએ ભોંઠા પડતાં કહ્યું ના ના યાર આતો હવે આજે આપણે પછી શું શું કરશું અહીંથી શું ખરીદી કરીશું એવાં વિચારો આવી ગયાં.

અને બસમાં કન્ડક્ટર કમ ગાઇડે એનાઉન્સમેન્ટ કર્યું હવે બધાં ધ્યાન આપો. આપણે રાજાશાહી પ્રખ્યાત ગુલાબી નગરી જયપુરમાં પ્રવેશ કરી ચૂક્યાં છીએ. અહીંની વિશેષ્તાં જ આ છે કે અહીંના બધાંજ મકાન -ઘર-સરકારી - ઐતિહાસીક બધાંજ બિલ્ડીંગ ગુલાબી રંગથી રંગાયા બન્યાં છે તમારી બંન્ને બાજુ હારબંધ જે જોવા મળી રહ્યા છે એ જુઓ અને થોડીવારમાં આપણે આપણી ઉતારાની હોટલમાં પહોચી જઇશું એટલે તૈયાર રહો...

અવનીએ સરયુને કહ્યું "એય મારી બીકણ બીલ્લી હવે શેરની થઇ જ્જે પ્લીઝ તારી ચિંતામાં મારુ લોહી બળે છે. સરયુ કહે અરે કોઇ ચિંતા ના કર હું મારી દરેક લાગણી, વિચારો, એહસાસ પર પૂરો કાબૂ કરી લઇશ. તારો પ્રવાસ નહીં બગાડું, ચલ મારી અને તારી બેગો નીચે ઉતારી લઇએ, મારું પર્સ પણ એમાં જ મૂકેલું છે. અને એય "અવી પણ તું મને કંઇ થાય તો સંભાળી લેજે અત્યારે મારું તારાં સિવાય કોઇ નથી મનેજ ખબર નથી મને શું થાય છે પરંતુ જે કંઇ થાય છે એ મારાં કાબૂ બહાર થાય છે. અહીં તુંજ એવી મારી હમરાઝ છું જેના પર મને ખૂબ વિશ્વાસ છે. અવની સરયુની સામે ટગર ટગર જોઇ રહી જાણે એને માપી રહી હતી. થોડીવાર પછી એની આંખોમાં એક પ્રકારની કરૂણા ઉભરાઇ આવી. એણે બેઠાં બેઠાં સરયુને પોતાની છાતીએ વળગાવી દીધી અને આંખમાં આંખ પરોવીને કહ્યું સુરુ તું કોઇ જ રીતે ચિંતા ના કરીશ હું તારી બધીજ પળ સાચવી લઇશ. એવું સમજ હું તારી સાથે આવી છું જ તારો સાથ આપવા અને હું પ્રવાસ દરમ્યાન તારી પ્રિય સખી બનીને રહીશ. સરયુ આભારવશ આંખે અવની તરફ જોઇ રહી.

વોલ્વો એનાં નિયત સ્થળે પહોંચી અને હોટલમાં મોટાં પાર્કીગમાં ઉભી રહી. અબ્દુલ -નરેશ અને હોટલમાં કર્મચારીઓએ આવીને સામાનની વ્યવસ્થા કરવા લાગ્યાં બધાંને હાંશ થઇ કે ચાલો જયપુર આવી ગયાં.

..........

દરેકનો સામાન પોત પોતાનાં રૂમમાં ગોઠવાયા પછી હોટલમાં બધા માટે લન્ચ તૈયાર છે એમ સૂચના આપી. બધાંજ ડાઇનીંગ રૂમમાં આવીને લંચને ન્યાય આપવા લાગ્યાં. ડાઇનીંગ રૂમનું લોકેશન એવું સરસ હતું આ મેઝેનાઇન ફલોર હતો. ના ગ્રાઉન્ડ ના ફર્સ્ટ અને એની વિશાળ બારીઓ અને બારીઓ તરફનાં દરવાજા જે બધાંજ ખૂબ વિશાળ હતાં અને ખોલી નાંખવામાં આવેલાં રૂમમાં બેઠાં બેઠાં દૂર દૂર સુધી જોઇ શકાતું હતું. અને ફરફર પવન વાઇ રહેલો. બધાને નિરાંત થઇ કે ચાલો અહીં જયપુરમાં પણ હોટલ ખૂબ સુંદર રાખવામાં આવી છે.

સરયું અને અવની પણ લંચ લઇ લીધો અને પોતાને આપેલાં રૂમમાં આરામ કરવાં જતાં રહ્યાં. રૂમમાં જઇને એમનાં બેડ પર લંબાવી દીધું હાશ ! પગ ને હાથ બધું અકડાઇ ગયેલું હવે સારું લાગે છે. અવનીએ કહ્યું સુરુ તને હોઠે કેમ છે ? જમતાં તને કોઇ અગવડ પડી ? સરયુએ કહ્યું "ના કંઇ નહીં એ તો હવે મટી પણ ગયું આવી નાનાં ઘાં ક્યાં સુધી લીલા રહે ? પણ.... ઘાં તો એવાં ઉડા છે કે હજી લીલા જ છે સુકાવાનું નામ જ નથી લેતાં. અવની કહે" એટલે ? સરયુ કહે "અરે કંઇ નહીં આતો મને અંદરને અંદર કંઇક પીડા છે એની વાત કરું છું" અવની કહે "બધું ભૂલી જાને હવે અહીતો ખૂબ ફરીશું મસ્તી કરીશું ધમાલ કરીને જ પાછા જઇશું. હવે કોઇ પીડાની વાત નહી હોઇ અગમ્ય ભય નહી સરયુ કહે હા મારી પણ આજ ઇચ્છા છે.

સરયુને ક્યાં ખબર હતી કે એનો પગ એવાં કુંડાળામાં અહીં આવીને પડી ગયો છે કે એ એની બહાર જ નહીં નીકળી શકે. જયપુરમાં આવીને એને ક્યા પડછાયા ક્યાં ભટકાવાનાં છે...

..........

અબ્દુલ ડો.ઇદ્રીશનાં કાલીનીક પર આવીને, ડો.ઇદ્રીશની ચેમ્બરમાં ડોકીયું કર્યું અને પૂછ્યું માલિક આવું ? ડો.ઇદ્રીશ એની જ રાહ જોઇ રહેલાં, અરે આવીજા અંદર, કેટલી વાર કરી આવવામાં ? માલિક હું તો તમારાં બોલાવેલા સમય કરતાં પણ વહેલો આવી ગયો છું. ડો.ઇદ્રીશ કહે ઠીક છે ઠીક છે અહીં આવી બેસ અને એમની સામેની ખુરશી પર બેસવા ઇશારો કર્યો. અબ્દુલ ખુરશી પર ના બેસતાં ડો.ઇદ્રીશનાં પગ પાસે જ બેસી ગયો.

ડો.ઇદ્રીશનો જાણે અહમ સંતોષ્યો એણે ખુશ થતાં કહ્યું "જો મેં તને મારા ખાસ કામ માટે બોલાવ્યો છે અને તું મારો ખાસ માણસ સમજીને બોલાવ્યો છે એમ કહી ચુપ થઇ ગયો અને અબ્દુલ તરફ જોવા લાગ્યો. ડો.ઇન્દ્રીશ પોતે મોટો સાઇકાટ્રીસ હતો અને સામેનાં માણસનાં વિચાર એની બોડી લેન્ગવેજ પરથી એનો ક્યાસ કાઢવો ડાબા હાથનો ખેલ હતો. પોતે બોલ્યા પછી અબ્દુલ તરફ એકી ટસે જોયા કર્યું. અબ્દુલ આગળ બોલવાની રાહ જોતો બેસી રહ્યો. પણ ચૂપકીદી એનાંથી સહેવાઇ નહીં કહ્યું માલિક હું તમારો ગુલામ છું. તમે જે કામ સોંપશો પૂરી વફાદારી પૂર્વક કરીશ અને જરૂર પડે જાન આપીશ તમે નિસંકોચ મને કહો મારાં પર પૂરો વિશ્વાસ મૂકો. હવે ડો.ઇદ્રીશનો બોલવાનો વારો હતો. એણે કહ્યું હું તને જે કામ સોંપી રહ્યો છું તે ખૂબ જ જાળવીને કરવાનું છે પૂરા વિશ્વાસ સાથે એમાં હુ કહું એ મારાં હુકુમનું પાલન કરવાનું છે એમાં તારે ફક્ત પાલન જ કરવાનું તારી બુધ્ધિનો ઉપયોગ નથી કરવાનો. હું કહું એટલું જ કરવાનું કહું એટલું જ તને ખ્યાલ રહે.

અબ્દુલ કહે "માલિક આ શ્વાસ પણ તમે કહો એટલાં જ ભરીશ ખુદાને વાસ્તે મારાં પર પૂરો ભરોસો કરો કોઇ ઊંચનીંચ નહીં થવા દઊં તમે કહેશો એટલું જ કરીશ. વધુ કંઇ નહીં.

અબ્દુલને પૂરો માપ્યા પછી ડો.ઇદ્રીશે કહ્યું હું મારું ખૂબ અંગત કામ તને સોપું છું એમાં તારે તારી નોકરીમાં રજા નથી લેવાની કે કાંઇ નથી કરવાનું ઉપરથી કામ પુરુ થયા પછી મારાં તરફથી મોટું ઇનામ બક્ષીશ પણ મળશે. અબ્દુલનું કૂતૂહૂલ વધી રહ્યું હતું. એનામાં ધીરજ ના રહી એણે કહ્યું માલિક હવે કામ બતાવોને હવે મારાથી રહેવાતું નથી. એ બેબાકળો થઇ ગયો સાંભળવા.

ડો. ઇદ્રીશે કહ્યું "તો સાંભળ તારી કોલેજનાં છેલ્લાં વર્ષમાં શેઠ નવનીતરાયની દિકરી સરયું ભણે છે. હજી પુરુ કરે પહેલાં અબ્દુલે ક્યું "અરે એને કોણ ના ઓળખે ? અરે માલિક બહું મોટાં બાપની દિકરી છે. અને ખૂબ ડાહી છે આટલો દોમ દમાન પૈસો છે છતાં .. હજી આગળ બોલે પહેલાં ડો.ઇદ્રીશે કહ્યું "મેં અભિપ્રાય માંગ્યો ? હું કહું છું એ ચૂપચાપ સાંભળ. હું કહુ નહીં ત્યાં સુધી તારે કાંઇ જ બોલવાનું નથી. ફક્ત મને સાંભળ.

સોરી માલિક ભૂલ થઇ ગઇ અને અબ્દુલ ચૂપ થઇ ગયો. એ સરયુ પર તારે ફક્ત નજર રાખવાની છે અને હા ખાસ મને જાણવા મળ્યું છે એમ કોલેજની ટુર જવાની રાજસ્થાન ફરવા માટે એ ટુરમાં તારે જવાનું હશેજ. એ સમયે સરયુને શું થાય છે, અને શું કરે છે ? એ કોની સાથે બહુ ફરે છે ? વાતો કરે છે ? કોઇ એનો પુરુષ મિત્ર છે કે કેમ ? તારે સાવધાની પૂર્વક કોઇને પણ શંકા ના જાય એ રીતે એનું ધ્યાન રાખવાનું છે અને હું તને જ્યારે ફોન કરી પુછું ત્યારે એનાં બધાં જવાબ આપવાનાં છે. અને ધ્યાન રહે એનાંથી દૂર રહીને કરવાનું છે અને શંકા કે ભય તારાથી ન લાગવો જોઇએ. તારે એને કોઇ રીતે નુકશાન પહોંચાડવાનું નથી જ ફક્ત ધ્યાન રાખવાનું છે.

અબ્દુલ બોલી ઉઠ્યો "હા માલિક સમજી ગયો જાસુસી કરવાની છે અને આંખ મીચકારી. ડો.ઇદ્રીશ કહે હા એમ સમજ પછી મારી બધી સૂચનાનું ધ્યાન રાખજે.

માલિક ટુર જવાની છે મને ખબર છે અને પરમદિવસે જ અમારે સવારે નિકળવાનું છે. હું આપની સૂચનાનું ધ્યાન રાખીશ અને પળ પળની ખબર તમને પહોંચાડીશ.

ડો.ઇદ્રીશે પછી એને કહ્યું. "તું જા અને સાવધાની પૂર્વક કરજે કહી રજા આપી”.

પ્રકરણ -7 સમાપ્ત

સરયુની જીંદગીનાં પ્રવેશી રહેલાં અગમ્ય અનુભવ-નવનીતરાય અને ડો.ઇદ્રીશ વચ્ચેનો જંગ.. ડો.ઇદ્રીશે અબ્દુલને સરયુની પાછળ એની જાસુસી કરવા લગાડી દીધો. જયપુર આવી પહોચ્યો છે પ્રવાસનો રસાલો હવે સરયુનો કુંડાળામાં પગ પડ્યો... હવે કેવા કેવા રંગ બતાવશે કે એ જોશે હવે પછીનાં પ્રકરણોમાં વાંચો હવે એક પ્રકરણના ચૂકશો......."