ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 5

પ્રકરણ - 5

સરયુ અને અવની બંન્ને રૂમમાં શાંતિથી સૂઇ રહેલાં. અવની એ ઉચાટ જીવે પડદા બંધ કર્યા પછી પડખાં ફેરવતાં ફેરવતાં ક્યારે નીંદર આવી ગઇ ખબરજ ના પડી. સવારે એકદમ ફ્રેશ મૂડમાં સરયુ ઉઠી અને અવનીને વળગી પડી. અવની કહે "મેડમ એકદમ શું થયું આમ મારા ઉપર પ્રેમ ઉભરાઇ આવ્યુ શું વાત છે. સરયુ કહે" આટલા દિવસોમાં મને એટલું સરસ સ્વપ્ન આવ્યું. કે મને ઉઠવું નહોતું ગમતુ. એમ થાય આમ નીંદર ચાલ્યા કરે સ્વપ્ન ટૂટે નહીં તો સારું પરંતુ ખબર નહી કઇક અવાજ થયો અને નીંદર ટૂટી સ્વપ્ન ગાયબ જ થયું. અવની કહે અરે સોરી ઊંધમાં મારો જ હાથ ગ્લાસ પર લાગ્યો અને ગ્લાસ નીચે પડ્યો. સારું છે ગ્લાસ સ્ટીલનો હતો એટલીસ્ટ એતો ના ટુટ્યો સરયુ સાંભળીને હસી પડી. "કહે ગ્લાસ ટૂટવાની ચિંતા કરે અહીં મારુ લાખેલું સ્વપ્ન ટૂટી ગયું એનું શું !"

અવની કહે અરે વાહ એવું શું લાખેલું સ્વપ્ન હતું ? મને તો કહે... અત્યાર સુધી તારો ડર, ગભરાટ અને આસુંજ જોયા સાંભળ્યા છે અને ફરીથી હસી પડી. સરયુ થોડી ગંભીર થઇ ગઇ પછી કહે "અવી હું શું કહ્યુ મારાં હાથમાં થોડુ છે ? હું હાથે કરીને ક્યાં કશું કરું છું ? મારા કન્ટ્રોલમાં કંઇ જ નથી આજે સારુ સ્વપ્ન આવ્યું તને કીધા વિના ના રહી શકી. સરયુ થોડી લાગણીભીની થઇ ગઇ. એણે અવનીને કંઇક બોલવા જતી જોઇ અને અવનીનાં મોં પર હાથ દાબીને કહ્યુ " અવી તું સાંભળ આજે મારી વાત આજે સ્વપ્નમાં મેં રાજકુમાર જેવો અને શરમાઇને એણે આંખો ઢાળી દીધી ચહેરો અને બુટ લાલ થઇ ગઇ એનો અવાજ એકદમ મીઠો અને કોમળ થઇ ગયો એ આગળ બોલી. અવી એને જાણે હું વરસોથી નહીં જન્મોથી ઓળખતી હોઊં એવું લાગ્યું એ મારી સાથે મીઠી મીઠી વાતો કરતો એણે મારો હાથ... પાછી શરમાઇ લાલ થઇ ગઇ પછી કહે" મારો હાથ પકડી મને કહે હું તને... અવનીથી ના રહેવાયું." અરે સુરુ આમ તું વારે વારે પોઉઝ કેમ થાય ? સળંગ કહેને... સરયુ કહે "શુ કહું મને ખૂબ શરમ આવે છે અને એણે મને ક્યું હાથ પકડીને કે હું તને.... અને તે ગ્લાસ પાડ્યો. ગ્લાસનાં ટૂટ્યો પણ મારું સ્વપ્ન ટૂટી ગયું. બંન્ને સહેલીઓ જોરથી એક સાથે હસી પડી. ઘણાં સમયે સરયુ અને અવની આમ નિખાલસ હસ્યાં"

રાજસ્થાનની ટુરનો આજે ચોથો દિવસ હતો. બધા સવારથી તૈયાર થઇને વોલ્વોમાં ગોઠવાઇ ગયાં હતાં. સરયુ અને અવની એમની જગ્યાએ ગોઠવાઇ ગયાં હતાં આજે પાછળની સીટ પર પ્રો.નલીની નહીં પણ સરયુંની બીજી સખીઓ આશા અને પલ્લવી ગોઠવાઇ ગઇ હતી. પ્રો. નીલીની આજે આશ્ચર્ય જનક રીતે પ્રો.પીનાકીનની બાજુમાં બેઠાં હતાં. બંન્ને પ્રોફેસર આજે આત્મીયતાથી કંઇક વાતો કરી રહ્યાં હતાં.

થોડીવારનાં ડીસ્કસન પછી પ્રો.પીનાકીન ઉભા થઇને બસમાં બધાને ધ્યાનથી સાંભળવા ક્યું. આજે આપણે અહીંથી આશરે 300 કિ.મી. દૂર જયપુર જેવી ઐતિહાસીક અને સુપ્રસિધ્ધ ગુલાબી-પીંક નગરી તરીકે ઓળખાતી નગરી એટલે કે શહેર જઇ રહ્યા છીએ. ત્યાં જોવાલાયક ઘણાં સ્થળો છે. અહીં ઉદેપુર પણ ઘણાં છે અહીં આપણે મુખ્ય જગ્યાઓ જોઇ લીધી છે. પરંતુ જયપુરમાં ઐતિહાસિક રીતે જોવા લાયક 40 થી 50 જગ્યાઓ છે. એનું રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય ઘણું મહત્વ છે. મને એવું લાગે છે કે આપમને ત્યાંથી ઘણું જાણવાં મળશે. અગાઉથી તમને આપેલી સૂચના મુજબ તમે તમારુ પુરુ લેગેજ સાથે લાવ્યા હશો. અહીં જયપુરમાં આપણે બે થી ત્રણ દિવસ રોકાઇશું વ્યુ જોવાયાબાદ જેસલમેરની મુલાકાત લઇ પાછા ફરીશું. જો કદાચ એકાદ દિવસ વધુ થઇ જાયતો તમારાં પેરેન્ટસની પરમીશન લઇને આગળ વધીશું અથવા પાછા ફરીશું હેવ એ ગ્રેટ ટાઇમ.

સાંભળીને બધાં છોકરાઓ એક સાથે બોલી ઉઠ્યા "હાં હાં બધુંજ જોઇને પાછા ફરીશું ભલે એક દિવસ વધુ થાય તમે અત્યારથી જ પરમીશન લઇલો. થોડીવાર મોટેથી બધા વાતો કરી રહ્યાં આખી બસમાં કોલાહલ અ હસવાનાં અવાજ આવતાં રહ્યાં."

સરયુ કહે “અવી વધારી જ દેવાનાં દિવસો આવું જોવા ફરવાનું ક્યાં મળવાનું ? અને આટલી જગ્યાઓ બે દિવસમાં જોવાતી હશે ? સરયુએ કહ્યું "સર તમે આટલી જગ્યાઓ કહો છો એ બે દિવસમાં જોવી શક્ય છે ? પીનાકીન સરે કહ્યું" એમાં જે અગત્યની જોવા લાયક હશે એજ જોવા જઇશું બધે જવું શક્ય નથી. સરયુ કહે "સર તમે આજથી જ બે-ત્રણ દિવસ" એક્સ્ટેન્ડ કરવા માટે પ્રિન્સીપલ સરની પરમીશન લઇ લો. અને અમારાં પેરેન્ટસને જાણ કરી દો આટલે આવ્યા પછી જોયાં વગર પાછા ના વળી જવાય. આટલી જગ્યાઓ હતી તો ટુર 15 દિવસની કેમ ના કરી ? સાંભળી બધા હસી પડ્યા. સરયુ થોડી ખમચાઇ ગઇ. એ બેસી ગઇ. પ્રો. પીનાકીને કહ્યું "તમારી વાત સાચી છે પરંતુ પ્રીન્સીપાલ સર જે કહે એટલાં દિવસ જ નક્કી કરી શકાય. તમારા બધાની જવાબદારી છે અમારી ઉપર છતાં હું પ્રીન્સીપાલ સરને સમજાવી બે દિવસ વધુ મળી શકે એવો પ્રયત્ન કરીશ."

બધાં જ છોકરાએ એ એક સાથે ચીચીયારીઓ પાડીને વાતને વધાવી લીધી. અને હીપ હીપ હુરરે હીપ હીપ હુરરે બોલાવી. પ્રો.પીનાકીન અને પ્રો.નલીની પાછા એમની વાતો એ વળગી ગયાં સરયુએ કહ્યું "અહીં જયપુરમાં કઇ કઇ એવી જગ્યાઓ છે જે આટલી જગ પ્રસિધ્ધ છે ? અવની કહે મને આવું કોઇ ખાસ જ્ઞાન નથી તું સરને જ પૂછી લેને.

સરયુએ ઉભા થઇને પ્રો.પીનાકીનને પૂછ્યું "સર અહીં જયપુરમાં જોવા લાયક મુખ્ય કઇ જગ્યાઓ છે? થોડી માહિતી આપોને આમેય 300 કિ.મી. કાપવાનાં છે. પ્રો.પીનાકીને જવાબ આપતાં કહ્યું" મને જે થોડી ઘણી માહિતી છે એ અમે થોડી ગાઇડ પાસેથી જાણેલી એ કહું છું અહીં અમરફોર્ટ, રંગમહેલ, સીટી પેલેસ, જંતર મંતર, જયમહલ, જયગઢ, નહારગઢ, શીશમહલ, અને પ્રો.પીનાકીન વધુ આગળ બોલે તે પ્હેલાં સરયુ બોલી "સર, સર, શું કહ્યું તમે ? જય મહલ પછી જયગઢ અને નહા... નહા... પીનાકીન સરે કહ્યું મે કીધુ નહારગઢ, સરયુનાં કાનમાં જાણે નહારગઢ, નહારગઢનાં પડઘાં પડવાં માંડ્યા. એ બબડવા માંડી હા હા શીશમહલ, નહારગઢ ખૂબ સરસ છે બધું અને આગળ કંઇ બોલ્યાવિનાં જ એકદમ જ ચૂપ થઇ ગઇ અને પોતાની સીટ પર બેસી ગઇ.

કોઇને ખબરના પડી કે આમ, નહારગઢ અને શીશમહેલ સાંભળી સરયુ કેમ સાવ ચૂપ થઇ ગઇ.

.......

નવનીતરાયે બેરા મૂકી ગયો એ બે ગ્લાસમાંથી એક ગ્લાસ ઉઠાવી બાજુમાં આઇસબોક્ષમાંથી સ્ટાઇલીશ આઇસપીકરથી આઇસ ક્યુબ પોતાનાં ગ્લાસમાં ઉમેર્યો અને સામે બેઠેલી વ્યક્તિએ પોતાનો ગ્લાસ ઉઠાવી નવનીતરાયનાં ગ્લાસ સાથે ટકરાવી ચીયરઅપ કર્યું. નવનીતરાય થોડીવાર સુધી સ્ટાઇલીશ ક્લીન ગ્લાસ જોતાં રહ્યા અને વોકરની વ્હીસ્કીને બરફ સાથે રમાડતાં રહ્યાં. રમાડતાં રમાડતાં સામે ચૂસ્કી લેતા મિત્રને જોતાં રહ્યાં. એમણે હળવેથી નાની સીપ લીધી. બંન્ને એકમેકને નજરોમાં ભરતાં રહ્તાં. પોતાની સ્ત્રીમિત્રનાં નાનકડા સ્માઇલને મમળાવી રહ્યાં.

નવનીતરાયને ધીમે ધીમે નશો આંખોમાં ડોકાવા લાગેલો. એમની આંખોમાં રંગીન નશો સ્પષ્ટ દેખાવા લાગ્યો. એમણે ધીમાં અવાજે આંખો ઊંચી કરી ક્યું "માય ડાર્લીંગ પ.ર.વી.ન.. આજે કેટલા દિવસે તારાં દીદાર થયા ? પરવીને નજાકતાથી ક્યું" જાઓ તમે તો કેટલા દિવસથી ગૂમ થઇ ગયા ? ક્યાં બીઝી થઇ ગયા હતા ? તમારી મુલાકાત વિના મારો તો જીવ જ નહોતો રહેતો અને તમને મારી પીડાની કદર જ નથી. પરવીનનાં સોહમણા રૃપાવ્યાં મુખ પર કુત્રિમ ગુસ્સાની લાલી પથરાઇ ગઇ. તમને ક્યાં ખબર છે? મારાં તલ્લાક થયા પછી મારાં અબ્બા બીજા નિકાહ કરી લેવા કહે છે. મેં ના જ પાડી છે મારે હવે આવા કશામાં ફસાવું નથી. અલ્લાતાલા જેવી રીતે જીવાડે એમ જીવી લઇશ. નવનીતરાય કહે "એય મારી બીલ્લી તું આમ મોટીથી તારી જુબાન ના ચલાવ આપણે કલબમાં છીએ. ધીમે વાત કર અથવા મારી બાજુમાં આવીન બેસીજા. પરવીન કહે "તમે બહુ ડરો છો. મેં તો તલ્લાક લીધેલા છે મને કોની બીક ? અને હું તો તમારે ત્યાં મુલાજીમ છું તમને મળી જ શંકુને મારાં દીલની વાત તમારા સિવાય કોને ખબર છે ? પણ તમે કહો શેમાં બીજી હતા ?

નવનીતરાય કહે "અરે મારી દીકરી સરયુ થોડી બિમાર થઇ ગઇ હતી અને પાછું એ આવતા વીકમાં ટુરમાં જવાની છે કોલેજ તરફથી એટલે એની સારવાર અને આવતા મહીને મારે હોંગકોંગ કોન્ફરન્સમાં જવાનું છે એની તૈયારીઓ પરવીને કહ્યું" હોંગકોંગની ખબર મને..બધી તૈયારીઓ થઇ ગઈ છે મેં તમને કહ્યુજ છે નવનીતરાય કહે “અરે આ દોડધામ અને ચિંતામાં ભુલાઈ ગયું હશે”. પરવીને કહ્યું "શું થયું મારી બેબીને નવનીતરાય કહે " એ સ્વપ્નમાં અને કોઇ એવા વાતવરણની અસર નીચે ખૂબ ડરી જાય છે. અને એ ગઇકાલે તો બેભાન થઇ ગયેલી.

પરવીનથી બોલાઇ ગયું "ઓહ અલ્લાહ.. પછી શું થયું ? નવનીતરાય કહે ડો.મધુકરને બોલાવ્યા. એમણે કહ્યું શારીરીક કરતાં માનસીક વધુ છે તો તમે ડો.ઇદ્રીશને બતાવો. નામ સાંભળી પરવીન બોલી ઉઠી. ઇદ્રીશ ? પેલો.... ???? નવનીતરાય અટકાવતા કહ્યું " ઇદ્રીશથી મને ખબરના પડી પણ પછી પરવેજ મોમીન આખું નામ સાંભળ્યુ ત્યારે... પણ દીકરીને સારુ કરવા સારુ એની પાસે ગયો એની દવા ચાલુ કરી છે. એણે ક્યું છે રોટરીમાં આવો તો મળજો. પરવીન કહે ? કેમ બીજો ડોકટર નહોતો ? કેમ એની પાસે ગયા ? એ માણસ તમારી સાથે... નવનીતરાય કહ્યું ? ઍય પરી એની એવી હિંમત નથી કે મારી સાથે બગાડી શકે કે મારી દિકરીને નુકશાન કરી શકે. મારાં મિત્ર કમ ડોકટર મધુકર મારી સાથે જ હોય છે. એમને જ જવાબદારી સોપી છે.

પરવીન કહે "ઓહ, વાત આવી છે. કંઇ નહી ખુદા બધુંજ સારુ કરી દેશે. બેબીને કઇ જ નહીં થાય. મારાં અને તમારાં જીગરનો ટુકડો છે સુરુ નવનીતરાયને પરવીનનાં સરયુ માટેનાં પ્રેમથી ખૂબ આનંદ થતો. સરયુ નાની હતી ત્યારથી પરવીન સાથે હળીભળી ગયેલી."

પરવીન.... નવનીતરાયની કંપનીમાં લગ્ન પહેલાં એનાં નિકાહ પેહલાંથી નોકરી કરતી. સામાન્ય કલાર્કથી જોડાયેલી આજે છેલ્લાં 6/7 વર્ષથી નવનીતરાયની પર્સનલ સેક્રેટરી છે. નવનીતરાયની સાથે કામ કરતાં કરતાં દરેક જગ્યાએથી ધામથી પરિચિત નવનીતરાયની કંપની, ધર કે સંગત બધાંજ કામ એ કરી લેતી. નવનીતરાય સાથે છેલ્લાં બે વરસ થી એ પરદેશ કે દેશ બધેજ સાથે ટુરમાં જતી અને બધાં જ કામ સંભાળતી હતી. કામ અંગે એ બંગલે પણ આવતી - નીરુબેહને અને સરયુ સાથે પણ ખૂબ ભળેલી હતી. એને કોઇ અજાણ્યું ના લાગતું ઘરે પણ બધાં કંઇ કામ હોય પરવીનને સોંપતાં - નીરુબહેન સરયુની બિમારીની વાત કોઇનેય નહોતી કરી. પરવીન આટલી અંગત હોવાં છતાં નહોતી કરી.

પરવીન એવરેજ સુંદર કહી શકાય એવી સ્ત્રી અને કામમાં ખૂબ કુશાગ્ર અને વિશ્વાસુ હતી. એને કોઇ સંતાન નહોતું એનાં નિકાહ ઇકબાલ સાથે આશરે 8 વર્ષ પહેલાં થયેલાં. પરંતુ એને સંતાન નહોતાં થતાં એટલે સાસરેથી ઘણાં ત્રાસ મળતો. પછી એ એનું ધ્યાન કંપનીનાં કામમાં પરોવવા લાગી હતી. એ વધુ ને વધુ સમય ઓફીસમાં જ ગાળતી એને પ્રમોશન મળીને નવનીતરાયની (અંગત) પર્સનલ સેક્રેટરી બની ગઇ.

ધીમે ધીમે નવનીતરાય દરેક કામમાં એનાં પર આધાર રાખતાં થઇ ગયાં. ઓફીસમાં અને પર્સનલ કામ એને સોંપવા લાગ્યા. પરવીન પણ ઘર કરતાં ઓફીસમાં વધુ સમય અને ધ્યાન આપવા લાગી. થોડાં વરસ પહેલાં નવનીતરાયે પરવીનને કહેલું આ વખતની કોન્ફેરેન્સ સિંગાપુર છે અને ત્રણ દિવસનોં સ્ટે છે તને ફાવે તો તું સાથે આવ મારે થોડો લોડ ઓછો રહેશે. તું તારાં ઘરે પૂછી લેજે. પરવીને તરત જવાબ આપતા કહ્યું "સર હું મેનેજ કરી લઇશ પણ સાથે જ આવીશ." નવનીતરાય થોડીવાર એની સામે જોઇ રહ્યાં પછી ક્યું."ઠીક છે જોઇએ પણ મારું કોઇ દબાણ નથી તારાં ફેમીલીનું પણ જોજે તને કોઇ તકલીફ ના પડે."

એ સમયે નવનીતરાય સાથે પરવીન સિંગાપુર ગઇ સાથેજ એણે કામને બહુંજ સરસ રીતે નીપટાવ્યું નવનીતરાયને ખૂબ સારું લાગુ એમને લાગ્યું આટલું બંધુ કામ પરવીને કેટલી સરળતાથી નીપટાવી લીધું ખૂબ સારું કામ કર્યું સેમીનાર પત્યા પછી નવનીતરાયે કહ્યું "આજે હું ખૂબ ખૂશ છું. આપનું કામ સરસ પતી ગયું છે ચાલ આજે અહીં ફેમસ રેસ્ટોરેન્ટ છે છેક 75માં માળે મોટો વિશાળ ટેરેસ છે ત્યાં ડીનર લઇશું પછી ફ્લાઇટમાં સમય પ્રમાણે ઇન્ડિયા પાછા જતા રહીશું. પરવીન પોતાનાં રૂમમાંથી તૈયાર થઇને નવનીતરાયનો રૂમનોક કર્યો. નવનીતરાય તૈયાર જ હતાં એમણે રૂમની બહાર આવી પરવીનને જોઇ જ રહ્યા. પરવીને એટલો સુંદર ડ્રેસ પહેરેલો થોડીવાર જોતાં જ રહ્યાં પછી બોલી ઉઠ્યાં "વાઉ બ્યુટી ક્વીન ખૂબ સુંદર લાગે છે આજે તું એમ કહી એનો હાથ પકડીને કાર તરફ દોરી ગયાં પરવીન ખૂબ રોમાંચિત હતી એને આજે જાણે કામથી સફળતાની સાથે જ ઉજવણી કરવી હતી.

પંચોત્તેરમાં માળનાં ટેરેસ પર જોરદાર રેસ્ટોરન્ટ હતી. ત્યાં ચાઇનીઝ થાઇફ્રુડ, મલેશીયન, સિંગાપુરની આગવી ડીશો વેજ નોનવેજ, બધીજ પ્રકારનાં ડ્રીંનર - કોકટેઇલ, મોકટેઇલ બધાં જ હાજર હતાં. એક કોર્નરમાં લાઇવ મ્યુઝીક વગાડી રહેલાં વિશાળ ટેરેસમાં જુદી જુદી લાઇટોથી ડેકોરેશન કરેલું હતું કાચનાં ગોળ ટેબલો પર નાની નાની મીણબત્તીઓ કાચનાં ફ્લાસ્કમાં પ્રગટાવી હતી.

એકદમ રોમેન્ટીક વાતાવરણ હતું ટેરેસનાં સેન્ટરમાં ગોળ ફરતું પ્લેટફોર્મ હતું એમાં આજુબાજુ ગોળ ગ્લાસ ટોપનાં ટેબલ હતાં બધાં કપલ્સ હાથમાં પોતપોતાનાં ડ્રીંક લઇને મજા લઇ રહેલાં.

પરવીન અને નવનીતરાયે ટેરેસ પર પ્રવેશ લઇને અહીનું દશ્ય જોઇને આફરીત પોકારી ગયા. ટેરેસ પરથી દૂર દરિયો હીલોળા લેતો હતો પરવીન તો ખૂબ જ ખુશ થઇ ગઇ અને નવનીતરાયનો હાથ પકડીને કહે "થેંક્યુ સર" આજે તમે મને મારાં જીવનની સૌથી ઉત્તમ ટ્રીટ આપી છે. નવનીતરાય કહે" આ તારો હક હતો જે રીતે તેં કામ સભાળ્યું છે આજે આ તારી ગીફ્ટ છે. ચાલ આપણે સામે કોર્નરનાં ટેબલ પર બેસીએ. અહીનાં મદમસ્ત ખુશ્નુમા અને માદક વાતાવરણમાં પણ નવનીતરાય તદ્દન સ્વસ્થ હતા. એ લોકો કોર્નરનાં ગ્લાસ ટોપ ટેબલ પર બેઠાં અને બેરાને બોલાવી ઓર્ડર આપ્યો. નવનીતરાયે પરવીનને પૂછ્યું જ નહી કે એ શું લેશે. બેરો આવીને બે ગ્લાસ - આઇસ્ક્યુબ અને જહોનવોકરની પ્યાલીઓ મૂકી ગયો અને સાથે સોડા આપી ગયો.

નવનીતરાયની સૂચન પ્રમાણે એણે ખૂબ વિવેક સાથે ડ્રીંક બનાવ્યું. અને બંન્નેને આપ્યું. પરવીન આશ્ચર્ય સાથે નવનીતરાય સામે જોઇ રહી, નવનીતરાયે ઇશારામાં જ જવાબ આપી કહ્યું લઇ લે. પરવીને થોડી શરમ અને સંકોચ સાથે લીધું. અને સીપ લેતાં જ ઉધરસ આવી ગઇ. નવનીતરાયે એનાં બરડે હાથ મૂકી શાંતિથી ધીમે ધીમે પીવા કહ્યું નવનીતરાયનાં પહેલા સ્પર્શથી પરવીન થોડી સંકોચાઇ... નવનીતરાયે હાથ તરત જ ખસેડી લીધો અને ડ્રીંકને ન્યાય આપવા માંડ્યો."

હળવું મદમસ્ત સંગીત ચાલી રહ્યં હતું બધાં પોતપોતાની મસ્તીમાં ઝૂમી રહેલાં પરવીન અને નવનીતરાય પાછા ડ્રીંક્સની મજા લઇ રહેલાં થોડીવારમાં મ્યુઝીકલ ગ્રુપમાંથી એક યુવતી આવી અને ક્રાઉડમાંથી જવાને ડાન્સ માટે ઇન્વાઇટ કરવા લાગી. એ પરવીન પાસે આવીને એનો હાથ પકડીને લઇ ગઇ. પરવીન પણ નશાને કારણે મસ્તીમાં હતી એ ઉઠીને ગઇ અને એનાં પગ થીરકવા લાગ્યાં મ્યુઝીક ના તાલ પ્રમાણે થોડીવારમાં પરવીન આવી ટેબલ પરથી પોતાનું બીજું ડ્રીંક બનાવી એક સાથે પી ગઇ અને નવનીતરાયનો હાથ પકડી ડાન્સ ફલોર પર લઇ ગઇ નવનીતરાય અને પરવીન બંન્ને નશાની મજામાં અને વાતવરણની માદકતા સાથે પરોવાઇ ડાન્સ કરવા લાગ્યા. ધીમે ધીમે પરવીન જ નવનીતરાયનાં ગળામાં હાથ પરોવી ડાન્સ કરવા લાગી. નવનીતરાયે પણ પૂરો સહકાર આપતાં એની કેડમાં હાથ પરોવી એકમેકને વળગીને વધુ નજદીક આવી પૂરી પકડ સાથે એકમેકને પ્રેમકરતાં ડાન્સ કરતાં રહ્યા. બંન્નેને એમનાં સંબંધો મર્યાદા ઓળંગઇ ગઇ અને પ્રેમીજોડાની જેમ સાવટ એકમેકને ચુંબન કરતાં ડાન્સ કરતાં રહ્યાં.

ડાન્સફલોર પર મ્યુઝીક સેશન બદલાતાં બધાં વીખરાયા પરવીન અને નવનીતરાય પાછા ટેબલ પર આવી ગયાં હવે બંન્ને પાસેની સીટમાં જ બેસી ગયાં અને થોળું હળવું જમવાનું પતાવીને હોટલ પર પાછાં આવી ગયાં. નવનીતરાય અને પરવીન આજે માલિક-મુલાજીમ મટીને પ્રેમીપંખીડા બની ગયાં. આખી રાત એકમેકમાં પરોવાયેલાં રહ્યાં.

સવારે ઉઠીને નવનીતરાયે પરવીનને ક્યું "એક દિવસ માટે ટીકીટો એક્સટેન્ડ કરી દેને. કાલે પાછા જઇશું અને તારાં અને મારાં ઘરે મેસેજ આપી દે કે કામ કાલે પુરું થશે પછી પાછા આવવાનાં. હવે મને એક દિવસ સંપૂર્ણ તારી સાથે ગાળવો છે. પરવીને ટીખળ કરતાં ક્યું" બહુ બદમાશ થઇ ગયાં એક રાતમાં બસ એકજ દિવસ ? મારી સાથે મજા ના આવી !

નવનીતરાયે શરમ છોડતાં ક્યું “અત્યાર સુધીનાં આવી હોય એવી આવી”. પરંતુ હવે સ્થળ બદલાશે સંગાથ નહીં. આઇ પ્રોમીસ આપણો સંસાર પણ ચાલશે અને સંબંધ પણ, પવીન કહે "મારો શોહર ખૂબ ખરાબ અને શંકાશીલ છે મારે ખૂબ સાચવું પડશે. અહીં પણ હું કેવી રીતે આવી છું મારું મન જાણે છે! જો કે પડશે એવા દેવાશે મને કોઇ ચિંતા નથી.

નવનીતરાયની બાહોમાં બાહો પરોવીને કહે તમે ન્હાઇને ફ્રેશ થાવ ત્યાં સુધી હું હોટલ બુંકીગ - ટીકીટ અને ઘરે મેસેજ આપવાનાં બધાંજ કામ કરી લઉ. નવનીતરાયે ઉભા થતા અને બધેજ ખૂબ ચૂમી લીધી અને હસતાં હસતાં ન્હાવા બાથરૂમમાં જતાં રહ્યાં.

પરવીનનાં સિંગાપુરનાં પ્રવાસ પછી એનાં ખાવિંદ ઇકબાલ સાથે ખૂબ ઝગડો થયો અને એણે ગુસ્સામાં પરવીનને ખૂબ મારી અને એનાં પીતાનાં ઘરે મોકલી દીધી. પાછળથી એને તલ્લાક આપી છૂટી કરી દીધી.

પરવીને એનાં પિતાને કહ્યું "અબ્બાં સારું જ થયું. આમેય હું એ જાનવરથી કંટાળેલી જ. મને સંતાનના થાય એમાં હું શું કરું મે ડોકટરી તપાસ કરાવેલી અમ્મા. મારાંમા નહીં એનામાંજ ખોટ છેણ એ પુરુષ છે ને એટલે મને જ દોષિત ઠરાવી મને જ બદનામ કરે છે. હાશ હું તો છૂટી. હું મારી નોકરી કરીશ અને તમારું ધ્યાન રાખીશ.

...........

પરવીને ઓફીસ આવીને નવનીતરાયની ચેમ્બરમાં ગઇ અને સામે બેસી ગઇ. નવનીતરાય કહે" અરે બેબી તું તો આજે ખૂબ ખુશ દેખાય છે ને કંઇ ? તે અચાનક અઠવાડીયાની રજા મૂકી હું ચિંતામાં પડી ગયેલો. બધુ બરાબર છે ને ? શું થયું ?

પરવીન કહે. ખુદાં મહેરબાન પરવીન પહેલવાન કહી હસી પડી. અરે સર મારા છૂટાછેડા એટલે કે તલ્લાક થઇ ગયાં મારાં માંગ્યા વિના ઇકબાલેજ છેડો ફાડ્યો. મને તો જોઇતું હતું અને વૈદ્યે કહ્યું એવી તમારી કહેવત સાચી પડી. હવે મુક્તપંખી છું અહીં તમારું કામ કરીશ અને પ્રેમ કરીશ એમ કહી હસ્તી હસ્તી નવનીતરાય પાસે જઇને ગાલ પર ચૂમી ભરી લીધી.

નવનીતરાય કહે "અરે તેં ખૂબ સારાં સમાચાર આપ્યા આજે સાચેજ ટાઢા પાણીએ ખસ ગઇ... પરવીન કહે એટલે ? અરે તેં કીધું એવું જોઇતું હતું અને વૈદે કહ્યું. અને બંન્ને ખડખડાટ હસી પડ્યા. આમ નવનીતરાય અને પરવીનનાં જીવનમાં નવો પ્રેમનો એપીસોડ શરૂ થયો.

.........

કલ્બમાં આજે મળ્યા પછી નવનીતરાય પરવીન સાથે થોડાં ચિંતામુક્ત અને હળવાં લાગતાં હતાં. એમણે પરવીનને ક્હ્યું તું બોલે છે ખૂબ મીઠું લાગે છે પણ તું ઉર્દુ નહીં ગુજરાતી શબ્દો વધારે બોલ મારી સાથે જોડાંયા પછી તું તારો ધર્મ વફાદારીથી નિભાવે છે પરંતુ સાથે હોઈએ ત્યારે પરવીન નહિ પરી બનીને જ રહેજે.

પરવીને કહ્યું "તમે સરયુની વાત કરી મને થોડી ચિંતા સતાવે છે તમે એની સારવારમાં બરાબર ધ્યાન આપજો. એને ટુરમાં મોકલો પણ સતત એનો અપડેટ લેજો. એને હું પણ ફોન કરીશ."

સર ! પણ આ ઇદ્રીશ સાથે સારવાર કરાવો છો તો એ ખાસ ધ્યાન રાખજો કલ્બની ચૂંટણીનાં રીઝલ્ટનું ખુન્નસ એનાં મનમાં હશે. એ કોઇ રીતે આપણને કે બેબીને નુકશાન ના પહોચાડે એ જોજો. મને હજી યાદ છે એ દિવસો...

રોટરી કલ્બનાં પ્રેસીડન્ટની ચૂંટણીમાં તમારી સામે કોઇ ઉભા રહેવા તૈયાર નહોતું પણ આજ એક ઉભો થયેલો એનાં કેટલા પ્રયત્ન અને કેટલાં પૈસા વેર્યા છતાં જીત તો તમારી જ થઇ. એ વખતે એ બોલેલો. પ્રેસીડન્ટની ચૂંટણી ભલે હાર્યો પણ હું તમને એકનાં એક વાર તો હરાવીશ જ યાદ રાખજો. ગુસ્સામાં અને તમારાં માટેની ઇર્ષ્યામાં એણે આપણાં બંન્નેનું નામ ચગારવા પ્રયત્ન કરેલો પરંતુ તમારું જે રીતે ઇન્ડસ્ટ્રીઝમાં નામ સન્માન છે કોઇએ તમારી સામે આંગળી નહોતી ચીંધી.

નવનીતરાયે છેલ્લુ ડ્રીંક બનાવ્યું અને પરવીનનાં હોઠે ધરી નશામાં કહ્યું " મારી જાનેમન છોડને એ ફાલતુની વાતો આવીજાને મારી બાહોમાં આપણે પાછાં આપણાં માહોલમાં ખોવાઇ જઇએ અને બંન્ને જણાં ચાર આંખોની નિગરાની માં એકબીજામાં પરોવાઇ ગયાં એ ચાર આંખો એમનાં ફોનમાં બંન્નેને કેદ કરી દીધાં...

પ્રકરણ -5 સમાપ્ત્.

સરયુની બિમારી - ડો.ઇદ્રીશ અને નવનીતરાયની દુશ્મની અને સારવાર પરવીન સાથેનાં સંબંધો વાર્તા અવનવા રસપ્રદ વળાંક પર આગળ વધી રહી છે. સરયુની તબીયત અને એનાં અગમ્ય અનુભવો તમને રસપ્રસુર પ્રકરણોમાં આગળ લઇ જશે. વાંચો પ્રકરણ-6.

***

Rate & Review

Jigar Shah 1 week ago

Latapatel 2 weeks ago

Bhavisha Jadeja 4 months ago

Ishan Lad 4 months ago

D. V. Jadeja 4 months ago