Happy Home books and stories free download online pdf in Gujarati

હેપ્પી હોમ.

હેપ્પી હોમ

નવા બંગલામાં રહેવા આવ્યા એને આજે અઠવાડિયું થયું હતું, આજે રવિવાર હતો, આનંદ અને એની પત્ની રમા નાનું મોટું કામ કરી રહ્યાહતા, છ મહિમાનું બાળક ઘોડિયામાં પોઢેલુ અને પાંચ વર્ષનો રાહુલ દાદરા ઉપર બેઠો આઈ પેડમાં ગેમ રમી રહ્યો. રમાએ હોલમાં નકામો સમાન વિખેરી રાખ્યો હતો એ અલગ કરી રહી હતી. ફોટા, ફાઇલ, જુના ટૂથ બ્રશ, જૂની પેસ્ટ વગેરે અલગ કરી રહી હતી. આઈ પેડ ગેમનો અવાજ રમાને કાને પડતા. રમાએ રાહુલને કહ્યું.

રાહુલ, બેટા તારા રૂમમાં જઇ ને રમો જાવ

ના, પેલા મારા રૂમનું એસી ચાલુ કરાવડાવો,” રાહુલે કહ્યું.

જા મારા રૂમમાં જઈને રમ.

ઓકે મમ્મા

કહેતો રાહુલ એની મમ્મીના બેડરૂમમાં જતો રહ્યો અને રમાએ એની કામવાળી પુષ્પાને અવાજ લગાવ્યો.પુષ્પાઆઆઆ, કપડા વોશિંગ મસીનમાં ધોવા મૂકી દે.

જી ભાભી.કહેતા હોલમાં આમ તેમ પડેલા કપડા ઉઠાવી મશીનમાં નાખવા લાગી. રમા પસીનો લૂછતાં લૂછતાં ફરી જુના સમાનને અલગ કરવામાં વળગી. એના હાથમાં જુના મકાનની નેમ પ્લેટ આવી. નેમ પ્લેટ ઉપર બાજેલી ધૂળ દુપટ્ટાથી સાફ કરતા એ વાંચી રહી.

હેપ્પી હોમ

મી.આનંદ વર્મા.(સી.એ)

મિસીસ રમા વર્મા. (સી.એ)"

રમાએ ફરીથી નેમ પ્લેટ સાફ કરીને હોલમાં સોફા ઉપર ફાઇલ ઉપર નીચે કરી રહેલા આનંદને કહ્યું.

આનંદ, આ જો જુન ઘરની નેમ પ્લેટ, નવા ઘર માટે નવી નેમ પ્લેટ બનાવડાવી લાવ ને.

અરે આજે તો ટાઈમ મળ્યો છે, બીજું કામ કરવા દે ને, આજે નહિ પ્લીઝ, આવતા રવિવારે.

ભલે, તારી અનુકૂળતાએ પણ આ વખતે હેપ્પી હોમઅલગથી સ્ટીલના સેડવાળા અક્ષરથી લખાવજે, ટેરેસ ઉપર લગાવીશું મસ્ત લાગશે, નેમ પ્લેટમાં ફક્ત આપણા બંનેના નામ અને સરનામું જ લખાવજે.

એમ કહેતા રમાએ ટેબલ ઉપરથી એક કોરું પેપર ઉઠાવ્યું અને અંગ્રેજીમાં હેપ્પી હોમ કેવી રીતે લખવું એનો સ્કેચ દોરી આપ્યો અને વચ્ચે ત્રણ ત્રાંસા લીટા દોરી આપ્યા, એક-એક લીટા ઉપર એરોનું નિશાન કરી સ્કેચમાં બતાવ્યું કે કઈ લાઈન ક્યા કલરમાં કરવી..

લે હમણાં જ તારી બેગમાં મૂકી દે પછી ભૂલી જઈશ.રમાએ સ્કેચવાળો કાગળ આનંદને આપતા કહ્યું..

આનંદે કાગળ ફોલ્ડ કરી ખિસ્સામાં મૂકી દીધો. કામ કરતા કરતા સાંજ પડી ગઈ.

બીજા દિવસે સવારે આનંદ અને રમા ઓફીસ જવા માટે નીકળ્યા, નાના પ્રિયંકને ઘોડિયાઘરમાં મુક્યો જ્યારે રાહુલ સવારે વહેલો સ્કૂલ જવા માટે નીકળી ગયો હતો.

ઓફીમાં સાંજે રમાને છાતીમાં દુખાવો ઉપડતા ઘરે વહેલી આવી ગઇ પછી એને સમજાયું કે એ દુખાવાની ગોળી ખાતા ભૂલી ગઈ હતી. હજુ એક મહિના પહેલા જ રમાનું સ્તનમાં ગાંઠ હોવાના કારણે ઓપરેશન થયું હતું,

મોડી રાત્રે આનંદનું સુગર હાઇ થઈ જતા રમાએ આનંદના ખાસ મિત્ર ડોકટર શાહને ફોન કરીને બોલાવ્યા.. ડોકટર શાહ અને આનંદના ઘર જેવા સંબંધ હતા, આજે ડોક્ટરન શાહ સાથે મિસીસ શાહ પણ આવ્યા હતા.ડોકટર શાહે આનંદની પ્રાથમિક તપાસ કરી ઈન્જેકશન આપ્યું, થોડીવારમાં આનંદ સ્વસ્થ થયો, રમા ઠંડુ લાવી અને પછી શરૂ થયો બંને પરિવારનો વાર્તાલાપ.

ડો. શાહે ગ્લાસ ઉઠાવતાં કહ્યું.

આનંદ તમે થોડું ચાલવાનું રાખો. હજુ પણ તમારું સુગર લેવલ બેલેન્સ થઈ શકે છે.

અરે સાહેબ સમય ક્યાં મળે છે?”

આનંદ બેડ ઉપરથી બેઠો થઈ બોલ્યો..

તો જિમ જવાનું રાખો, ઘરે કસરત કરવાનું રાખો.

એજ તો સાહેબ સમય!

રમા તમે પણ! થોડું જોગિંગ વગેરે કરવાનું રાખો, ખાલી પંદર કે વીસ મિનીટ જેટલો સમય કાઢવાનો છે બસ..

આ સ્તન કેન્સરની ગાંઠ, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, આ નાના નાના રોગોનો હમણાં ખૂબ વ્યાપ વધ્યો છે.

હા ખરી વાત,” રમાએ સુર પુરાવ્યો.

અને પહેલાના જમાનામાં તો ઘમ્મર વલોણું, કપડાં ધોવાનું, નિચોવવાનું, ઘંટી ચલાવવાનું, મસાલા પીસવાનું વગેરે કામ ઘરમાં થઈ જતું, એ કામમાં જ જીમ જેવી કસરત પણ થઇ જતી એટલે આવા રોગ ક્યાં હતા?”

મિસીસ શાહે કહ્યું..

હા ખરી વાત, રમાએ કહ્યું.

ઓહ! વાતો વાતોમાં અગિયાર વાગી ગયા?ચાલો અમે નીકળીએ આનંદ અને હા, દવા સમયસર લઈ લેજો, જરૂર પડે તો કાલનો દિવસ રજા રાખી દેજો પણ તબિયત સાચવજો હો,” કહેતા ડોક્ટર શાહ ઉભા થયા અને મિસીસ શાહ પણ. .

બીજા દિવસે સવારે આનંદ અને રમા બંનેએ રજા રાખી, સવારે નવ વાગ્યે આનંદ ટીવી જોઈ રહ્યો અને રમાએ કહ્યું.

આનંદ, આજે રજા રાખી છે તો પેલું નેમ પ્લેટવાળું કામ કરાવી આપ ને, ફરી ક્યારે સમય મળશે?”

હા સાચી વાતકહેતા આનંદે ટીવી બંધ કર્યું અને ઉભો થઇ કશું શોધવા લાગ્યો.

શુ શોધે છે આનંદ?”

અરે તારું આપેલું હેપ્પી હોમના સ્કેચવાળું કાગળ મેં ક્યાં મુક્યું?”

ટીવી પાસે પડ્યું છે, તને ત્યારેજ કહ્યું હતું કે સાચવીને બેગમાં મૂકી દે, રાત્રે શાહ સાહેબ આવ્યા ત્યારે આ કાગળ હોલમાં ટીપોય નીચે હતો, જો ત્યાં ટીવી શોકેસ પાસે જ છે.

હા મળી ગયો.

કહેતા આનંદ કાગળ ખિસ્સામાં મૂકી બહાર કાર પાસે આવીને ઉભો રહી ગયો. આંગણાની બહારથી કશોક અવાજ આનંદના કાને સંભળાયો, તે ગેટ ખોલી બહાર નીકળ્યો..

એને જોયું બહાર ચાર પાંચ મજૂર ખાડા ખોદી રહ્યા હતા અને બાજુમાં લાગેલ મોબાઈલ ટાવર પાસે લીંડાના છાંયે ત્રણ ઘોડિયા બાંધેલા હતા જેમાં ત્રણેય ઘોડિયામાં છ મહિના જેટલી ઉંમરનું એક બાળક, બીજા ઘોડિયામાં લગભગ આઠ મહિનાનું બીજું બાળક અને ત્રીજા ઘોડિયામાં ત્રણ મહિનાનું ત્રીજું બાળક, જ્યારે ત્રણ દિવસ પહેલા જ એ જગ્યા ઉપર આનંદે ત્યાં એક કાળા નાગને ફરતો જોયો હતો. એ સિવાય અન્ય નાના નાના ચારથી પાંચ બાળકો જમીન ઉપર જ તાડપત્રી પાથરી સુઈ રહ્યા હતા અને બે બાળકી ઘોડિયામાં વારા ફરતી હીંચકા નાખી રહી હતી. એક દસ વર્ષની લાગતી છોકરી પેલા ત્રણ મહિનાના બાળકના ગાલ ઉપર હાથ ફેરવી અને ગીત ગઈ રહી હતી.

એના માં-બાપ કાળી મજૂરી કરી રહ્યા હતા.

આનંદ આ દ્રશ્ય અનિમેષ જોઈ રહ્યો, પાછળથી રમાએ આનંદના ખભા પર હાથ મુક્તા કહ્યું.

શુ જોઇ રહ્યો આનંદ,”

આનંદે કશો જવાબ ન આપ્યો, એના હાથમાં હેપ્પી હોમ લખેલો સ્કેચવાળો કાગળ હતો જે આનંદ ખોલીને જોઈ રહ્યો, આનંદ થોડીવાર એ કાગળને જોતો અને થોડીવાર લીંડાના વૃક્ષ નીચેનું દ્રશ્ય જોતો…“શુ વિચારે છે આનંદ?” રમાએ ફરી પૂછ્યું.

આનંદે કશો જવાબ ન આપ્યો અને એના હાથમાં રહલો કાગળ ફાડી નાખ્યો અને એ ઘરમાં પરત આવ્યો.રમા જાણે બધું જ સમજી ગઈ હોય એમ બોલી.

સારું કર્યું એ કાગળ ફાડી નાખ્યો એમ ઘર ઉપર હેપ્પી હોમ લખી દેવાથી કઈં થોડું ઘર સુખી થઈ જતું હોય છે?”

જેમ ઈશ્વરની સોધ કરવી પોકળ છે એમ સુખની પણ.

બિલકુલ સાચું કહ્યું આનંદ ઈશ્વર અને સુખ બંને મનનો વહેમ માત્ર છે એ એટલું જ સત્ય છે જેટલું ઈશ્વર અને સુખ અંતરમનમાં ઘૂંટાઈ રહ્યા છે, આ વાસ્તવિકતા ગળે ઉતારવી રહી.

આટલું બોલી આનંદ અટકી પડ્યો.

અને રમાએ ટેબલ ઉપરથી એક કોરો કાગળ ઉઠાવ્યો, આનંદને સામે બેસવા કહ્યું અને સમય પત્રક બનાવવા બેસી ગયા.

અને રમાઈ હસતા હસતા આંદના ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું..

ચાલો મનની અંદર ઘૂંટાતા સુખને અને ઈશ્વરને મુક્તિ આપો પતિદેવ...

અને બંને હસી પડ્યા...

***

સમાપ્ત.

નીલેશ મુરાણી.

મોબાઈલ- ૯૯૦૪૫૧૦૯૯૯