Sambandho books and stories free download online pdf in Gujarati

સબંધો

એને અચાનક જોઇને હું જરા અસ્વસ્થ થઈ ગયો હતો. કેટલાક ચેહરા ક્યારેક એમની એક ઝલક થી યાદો ના એ ભંડાર ને ખોલી નાખે છે જેને ભૂલવા વર્ષો થી આપને પ્રયત્ન કરતા આવ્યા છીએ .

કોલેજ ના અંતિમ વર્ષ માં અમારી છેલ્લી મુલાકાત થઈ હતી એના પછી એ ક્યાં ગઈ અને શું કરતી હતી એનો મને કોઈ ખ્યાલ નહોતો અને કદાચ મારે રાખવો પણ નહોતો. જીવન માં કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય જેની સાથેની વિતાવેલી દરેક પળો  કયાંક ને કયાંક તમે ભૂલી તો નથી શકતા પણ યાદ પણ રાખવા નથી માંગતા.

એવામાં આજે એને અચાનક જોઇને હું થોડો સ્તબ્ધ ત્યાં જ ઊભો રહ્યો.

બોસ : દેવ આ કિંજલ છે આજ થી આપને ત્યાં તંત્રી તરીકે કામ ચાલુ કરી રહ્યા છે ; કિંજલ , આ દેવ છે આ અખબાર નો મુખ્ય સંપાદક.
હું : તમારું આ અખબાર માં સ્વાગત છે
કિંજલ : આભાર.
બોસ : દેવ તું એમને બાકીનું કામ સમજાવી દેજે અને કયાંક અટકે તો મદદ કરજે.
હું : જી સર.

બહાર આવીને મેં મારા સહ કર્મચારી  ને કિંજલ નો બધા સાથે પરિચય કરાવવા અને તેનું કામ સમજાઈ દેવા કહ્યું કદાચ હું એની સાથે સીધી કોઈ વાત કરવા માંગતો નહતો.આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો.મારી કેબિન માં આઇને હું બેઠો ત્યારે યાદો અને વિચારોનું એક જબરદસ્ત તોફાન મારા મન માં ચાલી રહ્યું હતું. ભલે બહાર થી મેં કોઈને એનો અંદાજ નહોતો આવા દીધો પણ અંદર ચાલતા ઉચાટ ને હું અનુભવી રહ્યો હતો.

કિંજલ અને મારી પહેલી મુલાકાત એક પ્રસંગ માં થઇ હતી. ત્યારે હું એને જાણતો નહતો.પણ એને પહેલી વાર જોઈને જ હું દંગ રહી ગયો હતો. સુંદરતા ની એ પરાકાષ્ઠા મેં પેહલા ક્યાંય જોઈ નહોતી. ભલે લોકો એમ કહેતા હોય કે તમારા બાહ્ય રૂપ કરતા તમારું આંતરિક મન સુન્દર હોવું જોઈએ પણ હકીકત તો એજ છે ને કે દરેક પ્રેમ ની શરૂઆત તો અશ્રુ ને મોહિત કરી દેતા એ રૂપ થી જ થાય છે . તમે એને માત્ર આકર્ષણ કહો પણ એની પેહલી છબી હું આજે પણ ભૂલ્યો નથી. જોકે એ પ્રસંગ માં અમારો ખાસ કંઇ પરિચય તો થયો નઈ પણ મન ના કોઈ એક ખૂણે એની પ્રતિકૃતિ જરૂર અંકાઈ ગઈ.

ત્યાર પછી મેં એને સીધી બી. કોમ ના પેહલા વર્ષ માં જ જોઈ હતી. હું એને જોઈને તરત જ ઓળખી ગયો હતો. કૉલેજ માં જ્યારે નવા નવા આવ્યા ત્યારે તો અમારા સમય માં છોકરો ને છોકરી ખાસ કંઇ વાતચીત કરતા નઈ. એમાં હું તો એમેય શરમાળ સ્વભાવ નો હતો.ખેર એ તો મને ઓળખતી પણ નહોતી. છતાં હું જ્યારે પણ એ દેખાતી ત્યારે માત્ર એને જોઈને જ મંત્રમુગ્ધ બની જતો.

ખેર અમારી પહેલી મુલાકાત કૉલેજ ના વાર્ષિક મહોત્સવ માં થઇ હતી. નાનપણ થી મને વકતૃત્વ સ્પર્ધામાં રહેવાનો અને ભાષણ આપવાનો ખૂબ શોખ હતો.શાળા સમય થી હું એક સારો વક્તા કહેવાતો ને હંમેશા ઈનામ જીતી લાવતો બસ કૉલેજ ના એ ઉત્સવ માં પણ મેં દેશભક્તિ પર મારું વક્તવ્ય આપ્યું અને બધા એ એને ખૂબ વખાણ્યું. ઘણા બધા એ મને અભિનંદન પાઠવ્યા અને હું કૉલેજ માં થોડો ઘણો જાણીતો ચેહરો બની ગયો. પણ  એ બધા કરતાં હું રાજી નો રેડ ત્યારે થઈ ગયો જ્યારે કિંજલ એ સામેથી આવીને મને અભિનંદન પાઠવ્યા. સાચું કહું તો હું તો અબોધ જ બની ગયો હતો મારા શબ્દો એની સામે જાણે હોઠે આવવાની જ ના પાડતા હતા હું બસ મુક બનીને એને બોલતા સાંભળી રહ્યો !!

ત્યાર બાદ ધીમે ધીમે પરિચય કેળવાતો ગયો ને અમે બંને એકબીજા ની સાથે  વધુ ને  વધુ સમય વિતાવવા લાગ્યા. મન ના તાર એકબીજા સાથે જોડાય પછી જ હૃદય ના જોડાય છે ને. મને એની સાથે સમય પસાર કરવાનું ગમવા લાગ્યું હતું , એની સાથે વાતો કરવી ,હસવું , દિવસ ભર ની વાતો એક બીજાએ ને કરવી. ખબર નઈ મને એનો સંગાથ ગમવા લાગ્યો તો.મારા ઘણા મિત્રો મને વારંવાર અમારા સબંધ વિશે પૂછતા રહેતા અને હું એને હસવા માં ટાળી દેતો પણ કદાચ હૃદય ના કોઈક ખૂણે થી હું એને ચાહવા લાગ્યો હતો !!

લાગણીઓ પર ક્યાં કોઈનો ઈજારો છે. એ તો બસ એમની ઈચ્છા થી વહેતી જાય છે. એને મને ક્યારેય એ કોને પ્રેમ કરે છે એ નહોતું કીધું અને મેં પણ ક્યારેય નહોતું જણાવ્યું કે હું એને ચાહવા લાગ્યો છું. હું ઘણી વાર વિચારતો એની સાથે આ બાબતે વાત કરું પણ ક્યારેય એ બોલવાની હિંમત નહોતો એકઠી કરી શકતો.

આ બાજુ ઓફિસ માં કિંજલ ધીમે ધીમે કામ શીખવા લાગી હતી. સૌની સાથે હળી મળી ગઈ હતી. બોસ પણ એના કામ થી ખુશ હતા ને ઘણીર વાર એ મને કહેતા કે દેવ એક મહેનતું કર્મચારી છે કિંજલ , ઘણી હોશિયાર છે અને બીજા ને પણ કામ માં મદદ કરે છે. હું ચૂપચાપ બોસ ની વાતો સાંભળ્યા કરતો. મેં હંમેશાં એનાથી એક અંતર જાળવી રાખ્યું હતું. એકાદ બે વખત કામ ને લગતા મારી એને જોડે વાત થઈ હતી એના સિવાય હું ક્યારેય એની સામે જોતો નઈ કે એના કામ માં દખલ દેતો નઈ.

કૉલેજ ના એ અંતિમ વર્ષો હતા. અમારી મિત્રતા ઘણી ગાઢ થઈ ગઈ હતી.એક બીજા વિશે અમે લગભગ બધું જાણતા હતા. એના મોટા ભાગ ના મિત્રો ને પણ હું જાણતો હતો અને પરિવાર જનોને પણ. જોકે આમાંથી કોઈને હું ક્યારેય મળ્યો નહોતો બસ એની રોજ ની વાતચીત પર થી ઓળખતો હતો. સમય જાણે રફતાર થી વહી રહ્યો હતો , અને રોજ હું એને થોડું વધારે ચાહવા લાગ્યો હતો. એ સાંજ મને બરાબર યાદ છે. મને ચા પીવાનુ ખૂબ વળગણ હતું અને સાંજ ની ચા અમે કૉલેજ ની સામે આવેલી દુકાન મા સાથે પીતા. વિષય મને યાદ નથી પરંતુ વાતવાતમાં મારાથી હું એને પ્રેમ કરતો હતો એ કેહવાય ગયું.

એ થોડી અસ્વસ્થ થઈ ગઈ . એને પાણી ના થોડા ઘૂંટ પીધા અને કંઇક કેહવાનો પ્રયત્ન કરી રહી હતી પણ શબ્દો આજે જાણે એની સ્વરપેટી માં કયાંક સંતાઈને બહાર ના આવવાની જીદ કરી રહ્યા હતા. મારી હાલત હવે કફોડી થઈ રહી હતી , એનો શું જવાબ આવશે એ વિચારી ને મારા હાથ થથરી ગયા હતા. માર્ચ ના એ મહિના માં મને અચાનક ઠંડી લાગવા લાગી હતી પણ ક્યાંક મન માં મને વિશ્વાસ હતો કે તે પણ મને એટલો જ પ્રેમ કરતી હતી .

કિંજલ : દેવ જો તુ મારો સૌથી સારો મિત્ર છે , મેં મારા જીવન ના અહમ ક્ષણ તારી સાથે વિતાવ્યા છે અને મારા જીવન માં તારું સ્થાન હવે કોઈ લઈ શકે એમ નથી , પરંતુ જે પ્રેમ ની અપેક્ષા તુ રાખી રહ્યો છે એ હું તને નઈ આપી શકુ.

હું : શું તું કોઈને પ્રેમ કરે છે !?

કિંજલ :. ના દેવ.

હું : તો પછી આ મિત્રતા જેમાં આપને એકબીજાનું સન્માન કરીએ છીએ , બધા સુખદુઃખ ની વાતો એકબીજાને કરીએ છે , સાથે સમય પસાર કરીએ છે એ મિત્રતા પ્રેમ માં કેમ ના પરિણામી શકે ?

કિંજલ : દેવ દરેક મિત્રતા પ્રેમ માં પરિણામે એ શક્ય તો નથી ને . તુ લાગણીઓને બેકાબૂ બનવા દઈ રહ્યો છે.

હું :  તો તારે મને એ પહેલા જનાવું જોઈને આજે તને આનો એહસાસ થયો !?

કિંજલ : તારી લાગણી નું હું સન્માન કરું છું દેવ પરંતુ આપને કોઈની લાગણીઓ પર તો કાબૂ ના કરી શકીએ ને ? શું તે પ્રેમ કરતા પેહલા મારી પરવાનગી લીધી હતી ? તો આજે તુ તારા નિર્ણય ને મારા પર કેવી રીતે થોપી શકે ? 

હું : તો આટલા સમય થી આપની વચ્ચે જે હતું તે ખાલી મિત્રતા જ હતી !?

કિંજલ : દેવ કોઈ મિત્ર ને પ્રેમ કરે તો જરૂરી તો નથી ને કે એ એની જ સાથે આખુ જીવન એક પ્રેમી તરીકે વિતાવશે!? તારી લાગણીઓ તારા મન પર હાવી થઈ રહી છે , "સબંધો" તો દીલ થી જોડાયેલા છે ને એના પર ક્ષણ ભર ની લાગણીઓ ને હાવી ના થવા દે.

હું :તારા ઉપદેશ તારી પાસે રાખ. કદાચ મારી લાગણીઓ ને હું કાબૂ માં ના રાખી શક્યો પણ એમને શાંત વહેણ માંથી સમુદ્રો ની લહેરો બનાવામાં તુ સંપૂર્ણ જવાબદાર છે. મને જીવન ભર એ વાત નો અફસોસ રેહશે કે મને પ્રેમ પણ એ વ્યક્તિ સાથે થયો જે  " સબંધો " ને લાગણીઓ ના યુદ્ધ માં લઇ જઇ તાર્કિકતાનો ઉપદેશ આપી નોધારી મૂકી દે છે...

કિંજલ : દેવ.......

(હું પાછળ જોયા વગર ઝડપ થી ત્યાંથી બહાર નીકળી ગયો )
             
                  (ક્રમશ :)