Dhanani madana Manka - 9 books and stories free download online pdf in Gujarati

ધનાની માળાના મણકા - ૯

ધનાની માળાના મણકા

લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

—: નમ્ર નિવેદન :—

વ્હાલા જ્ઞાતિ બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા”રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ જ્ઞાતિબંઘુ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.આપનો જ્ઞાતિબંઘુપરમાર ધનજીભાઈ છગનભાઈ

મણકો ૩૬૫

ખોટા વાણી વિલાસો ન આપે દિલાસો,

બનતા એક દિન ફાંસો ખોટા વાણી વિલાસો.....

જે બોલે કટુવાણી કુપંથે જાય છે તાણી,

વગર વિચારી જેની વાણી મૂર્ખતાની એંધાણી....

દંભ જેની પાસે લક્ષ્મી એનાથી ત્રાસે,

દાંભિક્તામાં જે રાચે તે અધોગતિમાં જાશે.....

તાર્કીક બુધ્ધિ જેની છે વિનાશ નોતરનારી,

ના છોડે પોથી, પુરાણને સંતો દુઃખના નાવે અંતો.....

ધના રહે શાસ્ત્રના ઓથે વિષય વિકારો શોધે,

તણાતા અજ્ઞાન ધોધે સુધારો ન થાય બોધે.....

મણકો ૩૬૬

માયાના મૂળમાં દુઃખોના બીજ છે,

માયાથી પર એને લીલા લહેર છે.....

માયાના ફળતો કડવાં જણાય છે,

ભલભલાને માટે ભારે થાય છે.....

માયાના ઝાડને જે પાણી રે પાય છે,

અપશયના ડુંગરામાં એ દબાય છે.....

ડાહયાની ગણના તો થતી મૂર્ખામાં,

જે માયાની ડાળીએ હીંચકા ખાય છે.....

ડહાપણ ધના સર્વે ઢંકાઈ જાય છે,

માયામાં અતિરેક જ્યારે થાય છે.....

મણકો ૩૬૭

તાલાવેલી થાય તનમાં જ્યારે કપટ આવે મનમાં,

ડાહયાનું ડહાપણ ના રેતું જ્યારે કપટ આવે મનમાં.....

બોજ બને ભારી મનમાં ફૂટે કપટની જ્યારે કળીઓ,

પછી રઝળે એ રણમાં જ્યારે કપટ આવે મનમાં.....

ઈર્ષાળુઓ આવે ઓરા ને સજ્જનો દુર જાતા,

અસત્યની થતી યારી જ્યારે કપટ આવે મનમાં.....

દુનિયાથી દૂર થાતા ડગ પાપ પંથે ભરતા,

પછી દુઃખના દર્શન થાતા જ્યારે કપટ આવે મનમાં.....

ધના સાચી કમાણી જે કપટ ન રાખે મન,

થતી કરમની કઠણાઈ જ્યારે કપટ આવે મનમાં.....

મણકો ૩૬૮

કરવી રચના મણકાની રંગત છે,

થાય આનંદ ઉર એ મારો અંગત છે.....

છે શબ્દોની બધી મારા મારી,

પ્રગટાવે સદ્ ભાવ આંચકોન આપે.....

હેતુ સુ-સંગત સાચવી રાખે,

ઉલટું-સુલટુ ખોટું બાફી ન નાખે.....

સાચી એમાં સમજણની રંગત છે,

શબ્દે શબ્દે કહેવાની કરામત છે.....

એમાં મત સામાનો સહમત છે,

છતાં ધના જવાબદારી મારી અંગત છે.....

મણકો ૩૬૯

અતિ પ્રેમ તો દુઃખનું મૂળ છે,

ફાલે ફળ પછી કડવું વખ છે.....

ધર્મ ધ્યાન સૌને ભૂલાવે છે,

અપયશમાં પછી ડુબાડે છે.....

ડહાપણ પછી ઢંકાય જાવે છે,

મૂર્ખાઈમાં ગણના પછી થાવે છે.....

કર સ્નેહની સરવાણી તું કાબુમાં,

સ્વાર્થી આ દુનિયા છે તું જાગીજા.....

કર પ્રેમ અતિ પુરુષોતમ ને,

ધના કાળાંતરે રહે ખૂશ મને.....

મણકો ૩૭૦

નિત નવિન ઉભું થાતું ચાલે જીવનનું ગાડુ,

નિત્ય ખૂલે છે નવું ખાતું ચાલે જીવનનું ગાડુ.....

જમા-ઉધારના સદા પડતા પાસા,

જ્યાં લગી તારા ચાલુ હોય શ્વાસા.....

ભૂત મરે ને પલીત જોને જાગે,

ધપાવ તું ભાવીની ભરમાળ આગે.....

ઉલટ-સુલટ તો સૌ ચાલ્યા કરતું,

ચાલે ગાતું રોતું ભાગ્ય પલટી જાતું.....

ધના સુખ-દુઃખ સૌ આવેને જાય,

રામનામના ભૂલાય છો થાતુ હોય તે થાય.....

મણકો ૩૭૧

પહેલાં ન બાંધે પ્રિત મારીને બોલાવે મીણ,

પહેલાં તન મન કરે ક્ષીણ પછી વગાડે વીણ.....

પહેલાં છોડાવે તન મનની સૌ જીદ,

આંખો દેખાડી હરિ પછી કરતો પ્રિત.....

પહેલાં ભૂલાવે ન થવાદે જીત,

પછી સ્નેહ દર્શાવે ઠીક ઠાકોરની રીત.....

પહેલાં પરાસ્ત કરી પાટુ દઈ પાડે,

પારખે ભક્તોને પ્રભુન પાડે ખાડે.....

પહેલાં ન બાંધે પ્રિત ચકડોળે ચડે ચીત,

ગવડાવે ધનાને ગીત શીખવાડે જીવને રીત.....

મણકો ૩૭૨

અભિમાની ને આંટો રે ન મળે સીધો પાટો,

વેપારમાં આવે ઘાટો રે નફો રહે જાતો રે.....

રહેમ કરીને લક્ષ્મી આવે મોઢું ધોવા જાતો,

અભિમાની ને છે આંટો નથી કંઈ કમાતો.....

બોસવાની કાપે ડાળી બોલે પછી ઓ માળી,

મૂર્ખાની એ એંધાણી જીવન કરે ધુળ ધાણી.....

આવી આરે નાવ ડુબાવે પછી ડુબકા ખાવે,

જે મેળવેના ખરે ટાણે મળેના ખરચે નાણે.....

ધના અભિમાનનો છે જેને અતી ફાંકો,

એનો અફળ જવાનો આંટો સદાય રહે રાંકો.....

મણકો ૩૭૩

જ્યાં છે સારી મતિ ત્યાં સુખ કરે ગતિ,

જેની છે દુર્મતિ એની થાયે અધોગતિ.....

જેને મળે સંતોનો સંગ દિપે એના અંગ,

જેને મળે દુષ્ટોનો સંગ એના અંગ થાયે ભંગ.....

જે કર્મ કરે સારુ એ દુધેથી કરે વાળુ,

જે પાપ કર્મ કરનારુ એનુ મુખ થાયે કાળુ.....

જે દોષ બીજાને દેતા ખોટી હાયો લેતા,

જે દોષ જુએ પોતાનો સુખથી એ રહેતો.....

ધના મતિ રાખ સારી ન ફાવે તારી કારી,

કર સંત હરિથી યારી છૂટવાની છે બારી.....

મણકો ૩૭૪

સંત સંગ માનો સારો એ છે હીરાનો ખજાનો,

થશે દુર્જને ડખા સૂતેલો સર્પ તે માનો.....

દુસંગ દુર્જન કેરો ન ટળે ભવનો ફેરો,

કરો સજ્જન જનનો સંગ નરે વંચો વેરો.....

સત્ સંગ ની છે મજા દુઃખોને મળે સજા,

થશે દુર્જનથી સંગ ન રહે લાજ લજા.....

દુષ્ટો કેરો સંગ જીવનમાં જગાવે જંગ,

સાધુ સંતોનો સંગ ભક્તિમાં લાવે રંગ.....

સંત સંગ માનો સારો સદ્ ગતિ આપનારો,

કુસંગ કામી કેરો ધના નરક નાખનારો.....

મણકો ૩૭૫

માયા મન ભરમાવે શાંતિ ક્યાંથી આવે,

અભિમાન જ્યાં આવે મારુ-તારુ ના મૂકાયે.....

અવગુણ બીજાના જોવે પરગુણ કદીના ગાવે,

માયા મન ભરમાવે કાળજે કાંટા ભોંકાવે.....

જોડાવે માયાથીતાર પરકલ્યાણે ક્યાંથી ચાલ,

દિલ દર્પણ પલટાવે માયા માર ખવાડે.....

પરકલ્યાણે માંથુ નમાવે માયા તેની સામે નાવે,

ત્યાગથી માયા તપાવે સમજીને છૂપાય જાવે.....

માયા મન ભરમાવે ત્યારે હરિ ગુણ જે ગાવે,

ધના સંત ચરણ જે જાવે પુરણ આનંદ પાવે.....

મણકો ૩૭૬

સંતો સમજાવે સીધા સંસારે ભલે પગ દીધા,

એ સંસારથી ના બીધા અતિરેક જેણે તજી દીધા.....

છે સંસાર તજવો સહેલો "પણ" ની ભાવે થાય ઘેલો,

આવે પગમાં રેલો ગુરૂ સમજ્યા વણ થાય ચેલો.....

રહે સંસારમાં સરળ ભાવે ભગવામાં ન પાવે,

સમજ્યા વણ જે વાવે, વિષ લઈ પોતે ખાવે.....

ફકિરીમાં ન માલ વીરા નથી ટાંક્યા તેમાં હીરા,

નથી સંસારે કાંઈ પીડા, તું સહજ થાને વીરા.....

ધના સ્થિરતા જો આવે હરિથી મન લગાવે,

નથી સાધુ બન્યે શીરા, ખોટા અલખ જગાવે.....

મણકો ૩૭૭

છે આ એકવિસમી સદી જો જો આદત ન થાય ગંદી,

વધી છે ભ્રષ્ટાચાર ની બદી નોટ બંધી એમાં નડી.....

ન થાતો તું સ્વછંદી રહેજે સદા સૌને વંદી,

મૂકજે ખર્ચ પર પાબંદી ન થાય ભેગું કદી.....

તમે રહેશો સદા રડી નહી મળે સાચી કડી,

જ્યારે આવે ધંધામાં મંદી ઉકલેના કોઈ ગડી.....

વ્યશન ફેશન જાશે નડી પછી મોઢું જાશે પડી,

સ્ત્રીઓ થાશે ભદી ફાસ્ટફૂડ જાશે વધી.....

વિદેશી વાયરો બધે વાસે દેશી સંસ્કૃતિ જાશે,

ધના રંડીઓ રાજ કરે પુરૂષો પાણી ભરે.....

મણકો ૩૭૮

કરો કૃપા એવી કાન હું ભૂલું જગ ભાન,

રહે રાત દાડો તારું ધ્યાન મને કરને તું ન્યાલ......

દોટો દેતો સંસાર પાછળ મને પાછોવાળ,

ડગલે ડગલે આવી આડો ખરાબ વૃતિ ખાળ.....

સમજાવવા છતાં અટકેના મન માકડું કહેવાય,

તરસના છીપે મૃગજળ પીધે તું એને સમજાવ.....

આશાના મિનારા ઉંચા ચણતો પાછો જલદી વાળ,

ત્રિભેટે જઈ અટવાણો જોને તારો હરિ બાળ.....

ભગવાન ભીખ માગે ધનો ઝોળી છલકાવ,

તારા નથી ટળી જવાના હવે તો અપનાવ.....

મણકો ૩૭૯

ઉતરે ભલભલાના પાણી આ કરમની કહાણી,

ન રહેતું કોઈનું થાણું જ્યારે આવે ટાણું.....

દશ મસ્તકને વીશહાથ હતી સોનાની લંકા,

કરતો કપટ ફંદા ન વાગ્યા એના ડંકા.....

જે ચાલે દશે દીગપાળ ડોલે ગર્વિષ્ટ બોલતો વાણી,

રામે માર્યા તીર તાણી સૂતો સોડ તાણી.....

મૂછે જેના લીંબુ લટકે હુકમ કરતો હટકે,

સારી દુનિયા એને શિર ઝુકાવે એ ઉંધેમાથે લટકે.....

ખોટા છોડો કાવા-દાવા બેસોને હરિ ગુણ ગાવા,

ઉતરે ભલભલાના પાણી ધના હરિની બલિહારી.....

મણકો ૩૮૦

અંત સમયે જવું એકલું સાથે ન આવે નાર,

કરે જ્યારે શ્વાસ પ્રયાણ કપરો લાગતો કાળ.....

પુણ્ય પાપનું સરવૈયુ થાશે પાઘડીનો વળ છેડે જાશે,

ખરા ખોટાના પારખાં થાશે હીરાના મૂલ જણાશે.....

જેને દિલથી ચાહ્યા મમતા માથે રાખી ઘણી,

સાચે સમયે સરી જાતા તને પારકો ગણી.....

સાચો સગો છે શામળીચો વાણીમાં લે વણી,

દગો ન દે દામોદર એ છે સાચો ધણી.....

અંત સમેના મળે ઠેલો હરિનો હાથ પકડ વેલો,

ધના નથા ગાલાવેલો આ સમય તારે છેલ્લો.....

મણકો ૩૮૧

પરસેવા નો છે રોટલો મીઠો,

બેઈમાની ની છે બાસુંદી ખારી.....

ઉધારીનો હાથી છે ખોટો,

રોકડાની બકરી મોટી.....

ઉંઘતાની ભેંસ જણે પાડો,

જાગતાની ભેંસ પામે પાડી.....

સત્યની સંગત છે સાચી,

આવે અસત્યમાં અવળી આંટી.....

પ્રભુની છે પ્રિત સાચી,

ધના માયાથી રહે બચી.....

મણકો ૩૮૨

પથિક તારે વિસામાના દૂર-દૂર આરા,

શાને ઉપાડે છે તું પાપના ભારા.....

વજન વસમા લાગે મોહમાયા નથી સારા,

કામ ક્રોધ કંટક ભારી પંથે ચૂભનારા.....

અહંમ લોભના ઉંચા નીચા આવે ખાડા,

વહેમ વાસના પંથમાં કરે છતી આંખે બાડા.....

રસ્તે આવે રાક્ષસ જરા જંજાળ આડા,

આધિ વ્યાધી આવે ઓચિંતા જાણે મોટા પાડા.....

પથિક પંથ સરળ છે પાપથી નીકળ બારો,

ધના વિસામો છે વિઠ્ઠલવરનો નજીક છે આરો.....

મણકો ૩૮૩

માફી માગનારા નથી નાના થઈ જતા,

માફી આપનારા મોટા કહેવાતા.....

ક્ષમા માંગતા શરમ ન રાખતા,

ક્ષમા આપતા સંકોચ ન પામતા.....

મનુષ્ય માત્ર છે ભૂલને પાત્ર,

ક્ષમા માગી કર પવિત્ર આત્મા.....

જાગ્યા ત્યાંથી છે સવાર,

પરંપરા ભૂલની છે કશૂરવાન.....

માફી ધના નથી કાફી,

ભૂલ ન થાય જોવાનું છે બાકી.....

મણકો ૩૮૪

શાન મને કાન આવી કરતા તારી ગોઠડી,

ભૂલ્યો હતો ભાન હું જબાન હતી તોચડી.....

કરતો તોફાન બહુ ઓઢી અજ્ઞાન ગોદડી,

થતી સમાજમાં કાયમ મારી રોઝડી.....

માયાથી મિત્રતા કરી કરતો ખોટી મોજડી,

અસત્યના આરે આનંદ કરતો બે ઘડી.....

માન મોટાઈ ખૂબ ગમે કરતો બધાની ઠેકડી,

કામ ક્રોધમાં અંધ બની મેળવીના સાચી કડી.....

શાન આવી કાન ભરાણો જ્યારે ભેખડે,

ગોઠડી કરી ગોવિંદની ધનો હવે શાને ડરે.....

મણકો ૩૮૫

દિકરી ને જે મારે એ શું દિવાળે,

દિકરી પણ હાથ ઉપાડે પોતાના હાથ બાળે.....

દિકરી દયાનો સાગર બે કુંટુંબને તારે,

દિકરી વ્હાલનો દરિયો ભરતી આવે ભારે.....

દિકરી લક્ષ્મીનું રૂપ એ આવે શાંતિ થાયે,

દિકરી ને ન દમ લક્ષ્મી ચલી જાયે.....

દિકરી ને દુઃખ થાય મા બાપનું સદાયે,

દિકરી સવાઈ છે દિકરાથી ન ભૂલ કદાયે.....

દિકરી માટે દયા રાખ બની જશે રાખ,

દિકરી ધના આશરો દુઃખનો લે એ પાંખ.....

મણકો ૩૮૬

કાનુડા કર કૃપા ભજું હું દિનરાત,

માયાથી મને બચાવ રાખ આટલી વાત.....

મૃગજળ પાછળ હું મારૂં ગોથા,

ઉથ લાવ્યા મેં ઘણાયે પોથાં.....

ડગલે પગલે હું ખાતો ચોટ,

અજ્ઞાન અંધારે હું રહ્યો ભોટ.....

સંસાર વેપારમાં ઘણી ખાધી ખોટ,

છતા દુર્ગુણોમાં ન આવી ઓટ.....

આશાના ચણ્યા ગઢ મીનારા ગોખ,

કાનુડા કર કૃપા ધના પર લાગે જરા બોધ.....

મણકો ૩૮૭

મનડું અટવાણું માયાના ભ્રમમાં,

આ કરવું તે કરવું કરતાં વીતી જાતો કાળ.....

દિવસ ઉપર દિવસ જતા ચાલે સંસાર,

માળા ન ઝાલી હાથમાં શું કરે કિરતાર.....

મન મર્કટ મારે ગોથાં કરવાનું રહી જાય,

માયામાં રહ્યો મોહી લાગી હૈયે લ્હાય.....

ગજા વણ મન દોડે ભરે મોટી ફળ,

મૂરખ મન માને નહીં કાપે બેસવાની ડાળ.....

મનડું અટવાણું માયામાં રામનામમાં વાળ,

ધના મન આપ કાનાને એ લે સંભાળ.....

મણકો ૩૮૮

ત્યાગ જો અપનાવે શાંતિ જીવનમાં આવે,

મારું તારું મૂકી જાણે પોતાના કરમનું ખાવે.....શાંતિ.....

માયા મમતા મૂકી જાણે પછી બેસે કોરાણે,

પર કલ્યાણે કર્મ કરતો મન મરે પરાણે.....શાંતિ.....

બંધ કરે નિજ ગુણ ગાવા અહંમને ભગાડે,

શાંતિ જીવનમાં આવે ઉરમાં પ્રેમ જગાવે.....શાંતિ....

ગાડું ચલાવે જતું કરીને જે હોય તે ભાવે,

નમ્ર બનીને વિચરે જે ગમ સદાયે ખાવે.....શાંતિ....

ત્યાગ ઘણું સમજાવે ધના પ્રેમ રસપાવે,

શાંતિ જીવનમાં આવે જો હરિ શરણ જાવે.....શાંતિ.....

મણકો ૩૮૯

રહેશે પ્રેમ ભરપૂર સંયુક્ત કુંટુંબમાં,

આવે અનેરો રંગ સંયુક્ત કુંટુંબમાં.....

સ્વરાજ રાજમાં સંઘ બળવાન છે,

વિરોધી દબાય જાય સંયુક્ત કુંટુંબમાં.....

દાદા દાદીના હેત મળવા દુર્લભ છે,

મળે કાકા કાકી ના હેત સંયુક્ત કુંટુંબમાં.....

એક લાકડી જલ્દી તૂટી જાય છે,

ભારો ભારે પડી જાય સંયુક્ત કુંટુંબમાં.....

સંયુક્ત કુંટુંબની મજાજ ઓર છે,

ધના માણીલે આનંદ સંયુક્ત કુંટુંબમાં.....

મણકો ૩૯૦

ઓ મૂરખ મન સમજીજા સવેળા,

સમય જાય છે વહી તું સમજીજા સવેળા.....

સંસારની આ માયામાં મોહી પડ્યો,

બહું પાપ કરીને તું ટોચે ચડ્યો.....

પછી ભૂંડી પટ તું ઉંચે થી પડ્યો,

સમય હજી છે સમજીજા સવેળા.....

પર ધન પર દારામાં તું મોહ્યો,

પર દોષના કુછં દે તું ચડ્યો.....

અહમ આળસમાં રહ્યો તું સોઈ,

ધના પ્રભુની તે રાહ ન જોઈ,

આવે ઓચિંતા તેડાં તું સમજીજા સવેળા.....

મણકો ૩૯૧

હાંરે મન ખોટા રાગમાં શું રહ્યો રાચી,

હાંરે તું તો સમજ્યા વણ બહું રહ્યો નાચી.....

હારે કાગળની બનાવી મન નાવડી,

હાંરે મધ દરિયે ના મેલાય વચ્ચે બને બાપડી.....

હાંરે મન ખોટી આશાના બાંધ્યા ગઢ કાંગરાં,

હાંરે મોહમાયા મમતામાં બન્યા પાંગળાં.....

હાંરે સગાં સબંધી દિકરાને પત્નિ,

હાંરે જોડ્યા કાગળ કટકા ગુંદર ચોપડી.....

હાંરે પલળે માયાના પાણીથી જ્યારે,

હાંરે એતો પછી ભેગા ન રહે બેઘડી.....

હાંરે ધના આ સંસાર છે સ્વાર્થી,

હાંરે મન થા હરિ સેવામાં પરમાર્થી.....

મણકો ૩૯૨

તું સમજને મન શાણા નહીં તો છેલ્લે આવે છાણા,

તુ સદ્ મારગે વાપર નાણાં નહીં તો છેલ્લે બને પાણા.....

આવે વર્ષે હોળી એક મન તારે આવે અનેક,

માણ સદા દિવાળી થઈ નેક આજથી લેને ટેક.....

મન રાખને ધારણધીર તો પહોંચે સામે તીર,

મન સ્વાર્થી સગાંની ભીડ ન સમજે તારી પીડ.....

સુખ દેખી સામા મન આવે દુ:ખે દુર જાવે,

મન સંતો આ સમજાવે જો થોડું પણ ભાવે.....

મન ધનો ધણું તાવે જો ભગ્યમાં હોય પાવે,

મન હરી શરણ જે જાવે પાછા પછી ના નાવે.....

મણકો ૩૯૩

મૂરખો ભલેને મથી મરે કાનુડાને કરવું હોય તે કરે,

દોરા કરાવે જોષ જોવરાવે ભલેને ભૂવા ધુણાવે.....

કોઈનો દોરવાયો દોરવાયે નહીં એનું ધાર્યું કરે,

મથી મરે આખી જીંદગી પણ કર્મ પ્રમાણે મળે.....

મૂરખો ભલે શાહુકારી કરે કાનુડો પલમાં રાંક કરે,

રાજાને એ પાણી ભરાવે રંક રાજા બનાવે.....

મૂરખો રોફમાં ભલે ફરે કાનુડો ઠીક ઠેકાણે કરે,

ચરમ બંધીને છોડેના એ ભલેને ભાગતો ફરે.....

ધણીનો કોઈ ધણી નથી ધના ભક્તો ભારે પડે,

ભક્તો પાછડ દોડે કાનુડો રાત દાડો ન નડે.....

મણકો ૩૯૪

ઉપાય અજમાવો આવો મનને કાબુમાં લાવો,

હળવે મન હટાવો માયાથી બહાર જાવો.....

નિરંતર અભ્યાસ કરી વૈરાગ્યે મનને વાળો,

કામ ક્રોધને ન પાળો વળશે એક દિન દાળો.....

સરળતા સ્વિકારો વિષયોને દો જાકારો,

મનને તુસ્કારો એને ચડવાનદો પારો.....

નિત્ય નિયમ અપનાવો જપ તરફ વાળો,

રામનામ જપાવો અસત્ય બોલવું ટાળો.....

ઉપાય ધના અજમાવો સ્થિરતા મનમાં લાવો,

સાચી સ્થિરતા આવે મન કાબુમાં આવે.....

મણકો ૩૯૫

કાબુમાં મન કર્યું નહીં સાધુ થવાથી શું થયું,

મનમાં રંગ ચડ્યો નહીં ભગવા રંગીને શું થયું.....

જટા વધારી દાઢી વધારી ચેલા વધારી શું થયું,

અજ્ઞાન પાટા બાંધ્યા આંખે તિર્થયાત્રા કર્યેં શું થયું.....

શાસ્ત્ર પુરાણ વાંચી પોપટીયા જ્ઞાનથી શું થયું,

વાચાળ વૃતિ વધારી વ્યાસ પીઠે બેઠે શું થયું.....

શબ્દના ભંડાર ભર્યા ખાલી દેખાવ કર્યે શું થયું,

રામનામ ગાંઠે કર્યું નહી આશ્રમો કર્યે શું થું.....

કાબુમાં મન ધના કર્યું નહી સંત કહેવડાવે શું થયું,

હરિથી હેત થયું નહીં જીવતર જીવ્યે શું થયું.....

મણકો ૩૯૬

ભલભલાને ભડકાવે છે માયા મન બગાડે છે,

સંસારે એ દઝાડે છે મનમાં આગ લગાડે છે.....

રાવણ જેવાને રમાડે છે સીતા હરણ કરાવે છે,

કુળનો નાશ કરાવે છે લંકાને સળગાવે છે.....

માયાથી મહર્ષિ હારે છે ભગવા ઘણાના ઉતરાવે છે,

યુધ્ધ મહાભારત કરાવે છે સગાં સબંધી મારે છે.....

મુરલી મધુર બજાવે છે માનવીને નચાવે છે,

મૃગજળ દેખાડે છે મનને બહું લલચાવે છે.....

ભલભલાને ભડકાવે છે ધના હરિ શરણ જે જાવે છે,

તેની નાવ તરાવે છે ભવસાગર પાર કરાવે છે.....

મણકો ૩૯૭

અકડાઈ મૂક આખલા હેરાન થશે તું,

નમનથી ચિત શુધ્ધ થાયે સાચું કહું હું.....

સુખી થવાની રીત છે ટુંકી સાંભળી લે તું,

નમ્યો તે પ્રભુને ગમ્યો વડીલોને નમ તું.....

હરી ચરણ ને સંત ચરણમા નમીજા તું,

મનડું થશે કાબુમાં પ્રેમ પામીશ તું .....

અકડાઈ હાલે અડીયલ ટટુ સુધર જરા તું,

નમતા નથી નાનો થવાનો મોટો થા તું.....

ધનો કહે મન આવે કાબુમાં નમતો હાલે તું ,

સંસાર યાત્રા સફળ થાયે નમવામાં જાયે શું.....

મણકો ૩૯૮

વાત કર વિચારી બેટા વિવાદ ઉભા થાતા,

‘રજનું ગજ’ થતું રાઈના પર્વત થાતા.....

નાનકડી એક વાતમાં મેરૂ ઉભા થાતા,

ટીપે ટીપે સરોવર ભરાય સાગર છલકી જાતા.....

કાગને બેસવું ડાળને ભાંગવું થવાનું થાશે,

દોષ આવે માથે તારા વાતે વતેસર થાતા.....

સમાજ છે મસાલાનો રસિયો ખાસે હોંસે હોંસે,

મીઠું મરચું ભભરાવીને પછી તમાસો જોશે.....

અનુભવ આપે ધનો દિકરા સમાજ ફેંકી દેશે,

ગાડરિયો સમાજ બેટા છીંડે ચડેલ ચોર કહેવાશે.....

મણકો ૩૯૯

લીલા કરવી લાલા એ તારો સ્વભાવ છે,

કૌતુક કરે કાનો કળી ન શકું હું.....

જળને બદલાવે સ્થળમાં,

પલકમાં પહાડ તોડી નાખે.....

સંભવેના સ્વપ્ને પણ તરત કરી નાખે,

ઉભું અદ્રશ્ય કરે ને અદ્રશ્ય ઉભું રાખે.....

કંઈ કર્યા કૌતુક જે માન્યામાં નાવે,

રાજાને બનાવે રંક માંગીને ખાવે.....

લીલાનો ધના પાર ન પાવે એકલો એ જાણે,

પનો તારો ટુંકો પડે ખોટું શાને તાણે.....

મણકો ૪૦૦

(રાગ – બોલમાં બોલમાં બોલમાં રે રાધાકૃષ્ણ.....)

મૂકવા મૂકવા મૂકવા રે અંતે બધાને મૂકવા,

આવ્યા ત્યારે કોઈને લાવ્યા ન તારે શાને બેઠા ઝૂરવારે.....

ખાલી આવ્યો ને ખાલી હાથે જવાનો,

મારું મારું કરી અંતે વારો આવે રડવાનો.....

સંસારમાં તું આવ્યો હતો એકલો,

સાસંરી સંબંધ ભાંધી માર્યો મોટો ઠેકડો.....

મારું માનીને મન મહેનત ઘણી કીધી,

અંતે માનવાનું રહેશે વેઠ બહુ લીધી.....

મૂકતા મૂકતા મૂકતા રે ધના બધા ગયા છે મૂકતા,

શાને મન માયામાં લેપાયો રહેને હરિને ઝૂકતા રે.....

મણકો ૪૦૧

મૃત્યુ તો મહામંગલ છે આપે નવો ઓપ,

જુના વસ્રો ત્યાગીને અપાવે નવું રૂપ.....

નાશ નથી પામતો આત્મા નાશ પામે શરીર,

અમંગળ નથી મૃત્યુ મંગલકારી છે જરૂર.....

જીવન મરણની રેંટ તો રહે સદાય ફરતી,

જીવન રહેતું દુઃખી સદાય મૃત્યુ અપાવે મુક્તિ.....

મૃત્યુ તો મહાઉત્સવ થાયે જાણીલે યુક્તિ,

સાદી સરળ વાત અક જ કરીલે તું ભક્તિ.....

આવા ગમન ટળે તારૂં ધના મૃત્યુ મંગલ માને,

રામનામ નિરંતર જપીલે ગભરાય છે શાને.....

મણકો ૪૦૨

(રાગ – હરિના નામનો હો, એક જ આધાર છે.....)

સર્વેંમાં હરિ નીહાળતા હો, કર્મ કર્યે જા,

રાખો તમે ભાવના હો, હરિ શરણમાં.....

જડ-ચેતન ને હો, જુઓ દ્રષ્ટિ એ સરખા,

રાખો એક જ આરાધના હો, હરિ શરણમાં.....

કીડી અને કુંજરમાં હો, અક જ આત્મા,

રાખો સર્વેમાં સમાનતા હો, હરિ શરણમાં.....

હરિ સર્વે વિરાજતો હો, કણે કણંમાં,

રાખો સાચી સાધના હો, હરિ શરણમાં.....

હરિ શરણ જતાં હો, ધના ભેદ જ ખૂલતા,

રાખો કામ ક્રોધ સંયમમાં હો, હરિ શરણમાં.....

મણકો ૪૦૩

(રાગ – હરિ તારા નામ છે હજાર.....)

ધના તારે કામ છે હજાર ક્યા કામ ને આપીશ પ્રાથમિકતા,

આજ તું આ કરે કાલતું તે કરે, કરવાનું રહી જાય.....

સંસાર વહેવારમાં ખૂબ ખૂપ્યો તું,

ધરમ ધ્યાન ચૂકી જાય ભક્તિ ક્યારે કરશો.....

સ્વાર્થ સ્નેહમાં કુટુંબના પ્રેમમાં,

અંધ બની અથડાય ક્યારે પરમાર્થ કરશો.....

ધનના લોભમાં પૂત્ર પત્નિના મોહમાં,

ભૂલી ગયો તું ભાન, આંખો ક્યારે ખોલશો.....

ધના કામ ભૂલી હજાર રાખ યાદ રામનામ ને,

થશે બેડો પાર જીવતર તારું સુધરશે.....

મણકો ૪૦૪

(રાગ – મુખડા ક્યોં દેખે દર્પન મેં.....)

મોઢુ તારૂં કેમ બગડે ભજનમાં,

જરા વિચારી જોને મનમાં.....મોઢું.....

નાટક સિનેમાના દર્શન કરતાં,

આનંદ ઉર અતિ ઉભરાતો,

તિર્થ યાત્રાએ જઈ દર્શન કરવાં,

શાને સમયના તુને મળતો.....મોઢું.....

ડિસ્કો પાર્ટીમાં ગાતા નાચતાં,

શરમ જરા તું ને નાવે.....

ભજન કિર્તન કરતાં તું ને,

ક્ષોભ ઘણો મન થાવે.....મોઢું.....

સંત જનોની ધના સેવા કરીલે,

મોજ કરીલે ને ભજનમાં.....મોઢું.....

મણકો ૪૦૫

દુઃખ જોઈ બીજાનું દુઃખી જે થાય છે,

બને તેટલું કાપી નાખે તે હરિ ભગત છે.....

સુખી જાઈ બીડાને આનંદ જે માનતા,

જગ આખાને કુટુંબ ગણતા તે હરિ ભગત છે.....

મારું તારું મીટાવી જે જાણતા,

સર્વાધિકારે સમાન માનતા તે હરિ ભગત છે.....

આઠે પહોર જેને મુખમાં રટણ છે,

હરિ સ્મરણ ને પ્રભુ ભજન તે હરિ ભગત છે.....

ઘસાતો રહે જે ધના બીજાના માટે,

એવાના જીવન ધન્ય એ હરિ ભગત છે.....

મણકો ૪૦૬

(રાગ – કળા અપરંપાર એમાં પહોંચેના વિચાર.....)

લીલા અપરંપાર પ્રભુ પહોંચેના બુધ્ધિ લગાર,

તાળો મેળવવા તન ઘસાણું હું રહ્યો લબાળ.....લીલા.....

રહ્યો હું લબાળ જીંદગીમાં પામ્યો નહીં પાર,

આવા જન્મો અનેક ગુમાવ્યા મળ્યોના આધાર....લીલા.....

ભગવા પહેર્યા ઘરબાર છોડ્યા નીકળીગયો બાર,

પૂત્ર પત્નિ પરિવાર તજવાથી ન સંધાણો તાર.....લીલા.....

લીલા અપરંપાર હરિ તારી માયાનો વિસ્તાર,

મોહ માયામાં રહ્યો ગળાડુબ ન મળ્યો કિરતાર.....લીલા.....

લીલામાં લપટાયો ધનો મળેના કોઈ દ્રાર,

સમજાવ શામળા લીલા તારી કર બેડોપાર.....લીલા.....

મણકો ૪૦૭

ઓ દુનિયાના રચનારા ક્યારે મને દેખાશે કિનારા,

નાવ મધ દરિયે ગોથા ખાતી મારી હીંમત ભાંગી જાતી.....

માયામાં રાચતો એવો મને ભાવે મીઠાઈ મેવો,

કામ ક્રોધથી અહંમ આવે સ્વભાવ આ કેવો.....

ધન દોલત વધારે ફાવે રોજ ગીત એના ગાવે,

સ્વારથ મનમાં આવે મને નિંદા કુથલી ભાવે.....

સત્ય પંથેના ચલાયે આધાર ક્યાંથી પાયે,

અજ્ઞાન અંધારે ભટકાયે ચિત્ત ચળી જાયે.....

ઓ દુનિયાના રચનારા ધનો માંગે અજવાળાં,

તું પ્રગટાવને દિપમાળા પોકારે તારાં બાળા.....

મણકો ૪૦૮

ક્યારે મળે તું કાન, મને માયાએ રાખ્યો બાન,

તારી ગતિ તું જાણ, મને કરાવને કાંઈ ભાન.....

ભવો ભવનું પડ્યું છે છેટું, જંગલમાં જેમ ખોવાય ઘેટું,

મને ક્યારે મળશે સાથ, મારો ક્યારે પકડશો હાથ.....

જશે ક્યારે અંધારા આંખે, તમે પાથરો અ. ને પ્રકાશ,

ફાફા મારી જીંદગી કાઢું, કાઢું દિવસ ને રાત.....

જુગ જુગની ભૂખ ભાંગો, જુગ જેવી ક્ષણ જાય,

થાય વિરહની વેદના મને, રોમ રોમ લાગી લાય.....

આહ નાખે છે આંખલડી, ચાલે આંસુડાની ધાર,

બેબાકળો બન્યો ધનો, કેમ કરે કાના વાર.....

મણકો ૪૦૯

ભલે દુઃખના ડુંગર તૂટે, હરિ હોઠેથી ના છૂટે,

આષિશ આપો એવા હરિ, કદી હૈયાની ધીરજ ના ખૂટે.....

સંસાર સાગર મર્યાદા મૂકે, ભલે સર્વે ડુબી જાતા,

લાગણીના પૂર ઉમટી જાતા, હરિ કદી ન ખાંવ ખતા.....

ભલે ભાગ્ય ભાંગે મારૂં, અસંભવ સંભવ થાયે,

સ્મરણ તારું ના ચૂકાયે, યાદ હરિ સદા તાજી થાયે.....

અબોલા લે સમાજ ભલે, કુટુંબ પરિવાર ભલે રૂઠે,

રૂઠેના લાલો એક, હરિ મનને એવી બંધાવ ટેક.....

ભલે ધના દુઃખના ડુંગર તૂટે, મૃત્યુ આવી ભલે લૂંટે,

સત્ય કદીએ ના ચૂકે, રસના એ રામનામ ના છુટે.....

મણકો ૪૧૦

કરવાં દર્શન કાનાનાં એ સાર છે,

બાકી નકામી આ જગત જંજાળ છે.....

નકામા નખરા કરી ફસાયો હું,

આજ્ઞાન અંધારે અટવાયો હું.....

હીંમત હારી બેઠો હૈયાની,

મનમાં રહ્યા બધા મનના કોડ.....

માથું કૂટતા મળ્યાના હરિ,

ચરણ તોડ્યા યાત્રા કરી કરી.....

સંતોષ સુખ છે સાચું ધના,

કરી હરિ દર્શન પછી થવું ફના.....

મણકો ૪૧૧

માગણી મોહન મારી એકજ છે,

દર્શન તારાની ટેક છે, તું પણ સહમત છે.....માગણી.....

નથી ઉલેચવાં અજ્ઞાન અંધારાં,

નથી જ્ઞાન પ્રકાશ પાથરવા કે વિવેક વધારવા.....માગણી.....

બાંધવા નથી મારે પૂણ્યના પોટલાં,

નથી કરવું પાપ-પૂણ્યનું ભાન ભલે થાય માન કે અપમાન.....માગણી.....

કામ ક્રોધ લોભ નથી દમવા,

નથી રમવા દાન-ધરમના ખેલ, માયા ભલે લાગે ગમવા.....માગણી.....

યાચના ધનાની છે એટલી,

શુધ્ધ ભક્તિ આપો દાન, જાળવો આટલું માન.....માગણી.....

મણકો ૪૧૨

છું અધમ અધમ હું ભારી, ન આવડે સ્તુતિ સારી,

છતાં સંભાળી છે વાત, તારી તેં અધમ ભીલડી તારી.....

છું દુર્બુધ્ધિને ગુમાની, કામીને કપટી નામી,

મારી દુનિયા અક્ષર બેની, રામ નામે જોડી જામી.....

પથ્થરને પાવન કરવા, તમો દોડી આવ્યા ધામે,

હરિ જુઓ મારી સામે, મને ઘેરી રાખ્યો કામે.....

ચર્મ કુંડે હરિ વસ્યા, દર્શન દેવા અંધને ઘસ્યા,

ઘસ્યા મેં માધવ માળાના પારા, છતાં અંતરેના વસ્યા.....

છું અધમ અધમ હું તો, અધમ ઓધારણ તું તો,

અવળું રટણ ધનો કરતો, છતાં હરિ આશા પૂરતો.....

મણકો ૪૧૩

કાયા મકાન ચણનારો, કેવો કડિયો કામણગારો,

તારી કળા તણો નાવે પાર, એવા કડિયા હે કિરતાર.....

અસ્થિ રૂપે ઈંટ બનાવી, માંસ મેદનો ગારો,

ચર્મ ચોડી પ્લાસ્ટર કર્યું, રૂપનો નાવે આરો.....

ઠેક ઠેકાણે થંભ મૂકી, માથે બનાવ્યો માળો,

બારી દરવાજા બહું બહું મૂક્યા, મળેના મને તાળો.....

રંગ રોગાન કર્યા જુ જવા, પછી નીકળ્યો બારો,

વ્યવસ્થા એમાં જરા ન ચૂક્યો, કારિગર ઘણો સારો.....

નિજ અંશ મૂકી વસવાટ કીધો, ધના સાથે કોલ કીધો,

સો વર્ષનો પટ્ટો લખી દીધો સાચવજે થઈને સીધો.....

મણકો ૪૧૪

હાંરે તમે હાલો હળવા હળવા રે, તમારી કાયા લાગી ગળવા રે,

તમે હળવે હાલોને રાણા રે, વચમાં આવશે પાણા રે.....

હાંરે તમે રંગ રાગ બહુ કરતા રે, વૃદ્ધપણે નડતા રે,

ધમધમાવતા ધરતી પગ તળીયે રે, શ્વાસ ન સમાય નળીયે રે.....

હાંરે ફક્કડ થઈને તમે ફરતા રે, ઘમાને જોયા છે કરગરતા રે,

સમય છે હજી સારો રે, નહીંતો પછી કાઢશે બારો રે.....

હાંરે નથી માયા નો કોઈ આરો રે, હવે કાંઈ વિચારો રે,

થોડા સમય નો પરવા નો રે, જંજાળથી જલદી પરવારો રે.....

હાંરે આવી જશે અચાનક વારો રે, ધના નથી કોઈ રોક નારો રે,

રામનામ થી વળશે દાળો રે, ખોટા મૂકોને વિચારો રે.....