Seku-feku books and stories free download online pdf in Gujarati

સેફું-ફેકું

સેફું - ફેકું

ANISH-CHAMADIYA

***

આમ તો હાસ્ય-રસમાં પ્રસ્તાવના ના હોય તો, પણ લખી દઉ છું. એવું કહેવાય છે કે, "હસે એનું ઘર વસે અને બાકીના ઘરમાં કુતરા ભસે" કુતરા ભસે ત્યાં સુધી વાંધો નહીં, પણ કરડે તો તકલીફ પડે. અને તકલીફ પડે એવું કામ કરવાનું નહીં. એટલે પહેલા જ જાણ કરી દઉ છું, કે હાસ્ય-રસને દવા તરીકે લ્યો, એમાં વાંધો નથી, પણ જો વધુ હસો અને પેટમાં દુખવા આવે તો મારી કોઈ જવાબદારી નહીં. પછી કે`તા નહીં, કે કીધું નોહતું.

હવે વાત કરીએ હાસ્યની, તો બે એવા પાત્રો છે જે સંવાદ શરૂ કરે એટલે ગોટાળા સર્જાય. તે શું બોલી રહ્યા છે, તેની તેમને જ ખબરના હોય. તો આવો મુલાકાત કરીએ એવા બે પાત્રો સેફુ, અને ફેકુ સાથે. આમ તો બંને મિત્રો છે, પણ બંને વચ્ચેના સંવાદો ઘણી વાર હાસ્ય ઉત્પન્ન કરતા હોય છે. અને એ કઈક આવી રીતે હોય છે.

સેફુ: અરે, યાર આજે તો બહુજ ખતરનાક સપનું આવ્યું.

ફેકુ: એમ !

સેફુ: હા, યાર આજે તો સમજી લે મરી જ ગયો હતો.

ફેકુ: કેમ.? એવું શું થયું..?

સેફુ: અરે, મે જોયું, કે દુશ્મનો એ આપણાં ગામ પર હુમલો કરી દીધો.

ફેકુ: એમ !

સેફુ: હા, બધાના હાથમાં તલવારો,ધારિયા, અને તીર-કામઠા હતા.

ફેકુ: પછી...?

સેફુ: પછી શું, તારો ભાઈ હતો ને.

ફેકુ: મારો ભાઈ તારા સપના માં શું કરતો હતો?

સેફુ: અરે, હું.

ફેકુ: શું તું ? એ બધુ જવા દે , પહેલા કે મારો ભાઈ તારા સપનામાં શું કરતો હતો...?

સેફુ: અરે,યાર તું વાત કેમ નથી સમજતો.

ફેકુ; એ બધુ જવા દે , પહેલા કે મારો ભાઈ તારા સપનામાં શું કરતો હતો..?

સેફુ; અલ્યા, ફેકુ હું મારા સપનાની વાત કરું છું , અને તું તારા ભાઈને વચ્ચે લાવે છે.

ફેકુ: હું, એ જ તો કહું છું , કે મારો ભાઈ ત્યાં ક્યાથી આવ્યો...?

સેફુ: (ગુસ્સામાં) તેલ લેવા ગયો તારો ભાઈ.

ફેકુ: ના, ચાલે.

સેફુ: શું ના ચાલે?

ફેકુ: ત્યાં દુશ્મનોએ આપણાં ગામ પર હુમલો કરી દીધો અને મારો ભાઈ તેલ લેવા જાય, એ ના ચાલે.

સેફુ: એલા, મારા મગજનું દહી ના કર.

ફેકુ: હવે, આ દહી વચ્ચે ક્યાથી આવ્યું...?

સેફુ: અલ્યા, તે તો પત્તર ઠોકી.

ફેકુ: લે, હવે હું ક્યાથી વચ્ચે આવ્યો તારા સપનામાં...?

સેફુ: તું, મારૂ દિમાગ ખરાબ ના કર, જા અહિયાથી.

ફેકુ: ના, હો ભાઈ.

સેફુ: શું ના?

ફેકુ: આ મુસીબતના સમયમાં હું, તને મૂકીને ના જઉ.

સેફુ: તું, શું બોલે છે યાર?

ફેકુ: જો, એક પણ શબ્દ બોલતો નહીં. સાથે જીવીશું અને સાથે જ મરીશું.

સેફુ: આમાં મરવાની વાત ક્યાથી આવી..?

ફેકુ: જો ભાઈ, યુદ્ધ થાય, એટલે મારવા પણ પડે, અને મરવું પણ પડે.

સેફુ: કયું યુદ્ધ ?

ફેકુ: અત્યારે તે, બધુ સમજાવાનો સમય નથી, દુશ્મનોએ હુમલો કરી દીધો છે.

સેફુ: કયા દુશ્મન?

ફેકુ: તારા સપનામાં જે આવ્યા છે તે.

સેફુ: પણ, મારા સપનામાં તું ક્યાથી આવ્યો..?

ફેકુ: કેમ, મારો ભાઈ આવી શકે ને હું ના આવી શકું..?

સેફુ: પણ, તારો ભાઈ ક્યાં છે અહિયાં..?

ફેકુ: અરે, યાર તું પણ ભુલક્કડ છે, તે તો કીધું કે તેલ લેવા ગયો છે.

સેફુ: કેમ તેલ લેવા..?

ફેકુ: મને શું ખબર, સપનું તારું છે , તો તને ખબર હોવી જોઈએ.

સેફુ: સપનું મારુ છે, પણ ભાઈ તો તારો છે ને..?

ફેકુ: જો, ભાઈ મારો સાચો, પણ કોઈના સપનામાં એ આવે, એમાં આપણે માથુંના મારીએ.

સેફુ: આમાં માથું મારવાની ક્યાં વાત આવી...?

ફેકુ: કેમ ભાઈ, સામે વાળા તલવાર મારે, તીર મારે અને આપણે માથુંએ ના મારી શકીએ..?

સેફુ: પણ, માથું ફૂટી જાય તો..?

ફેકુ: કોનું?

સેફુ: તારું જ હોય ને.

ફેકુ: મારુ કેમ?

સેફુ: તું માર, તો તારું જ ફૂટે ને.

ફેકુ: પણ, હું શું લેવાને મારુ...?

સેફુ: હમણાં તો તું બોલ્યો કે સાથે જીવીશું અને સાથે મરીશું.

ફેકુ: હા, બોલ્યો.

સેફુ: તો, પછી.

ફેકુ: પણ, એમાં માથું ક્યાથી વચ્ચે આવ્યું..?

સેફુ: (ગુસ્સામાં) ટાંગો તારા બાપનો.

ફેકુ: મારા બાપનો ટાંગો, તો માથું કોનું..?

સેફુ: એ, મારા બાપનું.

ફેકુ: લ્યે, કાકા પણ અહિયાં છે...?

સેફુ: કેમ , ના હોય..?

ફેકુ: હોય ને , પણ તે અહિયાં શું કરે છે..?

સેફુ: જખ મારે છે.

ફેકુ: એ, જખ મારશે તો, દુશ્મનોને કોણ મારશે..?

સેફુ: તારી માં.

ફેકુ: ના, હો! માં વચ્ચે નહીં આવે.

સેફુ: કેમ?

ફેકુ: એ, તો મામાના ઘરે ગઈ છે.

સેફુ: હવે, આ મામો ક્યાથી આવ્યો..?

ફેકુ: એ, તો નાનાને ખબર.

સેફુ: 'નાના' ને વચ્ચે ના લાવતો.

ફેકુ: કેમ,વચ્ચે ના લાવું..?

સેફુ: કેમ, કે એ શૂટિંગ કરે છે.

ફેકુ: કઈ બંધુક થી...?

સેફુ: એ, બધુ તારે શું કામ છે...?

ફેકુ: મારે, તો કામ હોય જ ને.

સેફુ: શું

ફેકુ: ફરીથી બોલ.

સેફુ: શું

ફેકુ: લાગી છે તને...?

સેફુ: હજુ યુદ્ધ કર્યું જ નથી, તો લાગે ક્યાથી...?

ફેકુ: ખોટું, કેમ બોલે છે, તે તો કહ્યું, કે યુદ્ધ થયું હતું.

સેફુ: ક્યારે?

ફેકુ: તારા સપનામાં.

સેફુ: અલ્યા, મારા સપનામાં જે થાય તે, તારે શું લેવાદેવા...?

ફેકુ: મારો બાપ ત્યાં, મારી માં ત્યાં, મારો નાનો ત્યાં, મારો મામો ત્યાં, મારો ભાઈ ત્યાં અને તું પૂછે છે મારે શું લેવાદેવા..?

સેફુ: અલ્યા, આ બધા વચ્ચે ક્યાથી આવ્યા...? અને કયા ભાઈની વાત કરે છે તું...?

ફેકુ: મારા ભાઈની જે તેલ લેવા ગયો છે.

સેફુ: પણ, તારો તો કોઈ ભાઈ છે જ નહીં.

ફેકુ: જો ખોટું ના બોલ, તું જ બોલ્યો કે તારો ભાઈ હતો ને.

સેફુ: અરે, મારા બાપ.

ફેકુ: હા, એ પણ હતા.

સેફુ: હું, મરી જઈશ.

ફેકુ: એમ, થોડી મરવા દઉ, સાથે મરીશું અને સાથે જીવીશું.

સેફુ: ભાઈ, તું જા અહિયાંથી મારે ઘણું કામ છે.

ફેકુ: હા, ભાઈ કામતો હોય જ ને. તું મોટો માણસ પણ, કાઇપણ જરૂર પડે તો તારા ભાઈને યાદ કરજે.

સેફુ: મારો ભાઈ...?

ફેકુ: હા, તારો ભાઈ.

સેફુ: એ ક્યાથી આવ્યો..?

ફેકુ: હવે એ હું કેવી રીતે કહી શકું.

સેફુ; બેહોશ.

લેખક: અનિશ ચામડિયા

સમાપ્ત