Ruh sathe Ishq - 6 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક ૬

રૂહ સાથે ઈશ્ક..

(૬)

ભોજનાલય માં પ્રેત સાથે થયેલી પ્રથમ મુલાકાત બાદ એનાં મદદ ની આશય થી રાહુલ પુનઃ ભોજનાલય માં આવે છે..એ યુવતી નું પ્રેત પોતાની ઓળખાણ સ્વાતિ તરીકે આપીને પોતાની મોત ની કહાની બતાવે છે.પ્રિન્સિપાલ કેશવ આર્ય ને તપન દેસાઈ અને માધવ બુચ દ્વારા ચલાવતાં સેક્સ કાંડ ની માહિતી આપવા જાય છે..એ બધાં હકીકત માં મળેલા હોય છે અને એમનાં દ્વારા સ્વાતિ અને એના મિત્ર પવન ની હત્યા કરવામાં આવે છે અને સ્વાતિ જોડે બળાત્કાર થાય છે..એની આત્મા ને પણ ભોજનાલય માં કેદ કરી હોવાની વાત સ્વાતિ જણાવે છે..હવે વાંચો આગળ

પોતે કઈ રીતે માધવ બુચ સાથે બદલો લેતાં ભૂલ કરી બેસે છે અને અહીં ભોજનાલય માં કેદ થાય છે એ વિશે સ્વાતિ ની રૂહ રાહુલ ને વાત કહેવાની શરૂ કરે છે.

"હું બદલાની આગ માં સળગી રહી હતી..મારે એ બધાં દુષ્ટો પ્રિન્સિપાલ કેશવ આર્ય, માધવ બુચ, તપન દેસાઈ, માલવીકા જાની અને ચોકીદાર લાલજી ને એમને કરેલાં કર્મો ની સજા આપવી હતી..હું એક પ્રેત બની વધુ સમય રહેવા નહોતી માંગતી..મારે મુક્તિ જોઈતી હતી એટલે હું જેમ બને એમ વહેલી તકે એ પાપી લોકો ને મારી ને મારાં ઈંતકામ ની આગ બુઝાવવા માંગતી હતી.."

"એક દિવસ રાત્રી નાં સમયે કોલેજ નાં સ્ટાફ રૂમ માં તપન દેસાઈ અને માધવ બુચ દારૂ ની મહેફિલ માણી રહ્યાં હતાં..એ બંને ત્યારે એમની દુષ્ટ હરકતો વિશે વાતો કરી રહ્યાં હતાં.."

"એ તપન આજે તો પેલી નિરાલી જોડે મજા આવી ગઈ..સાલી પહેલાં તો બહુ ભાવ ખાતી હતી પણ જ્યારે એનો વીડિયો એને બતાવ્યો ત્યારે તરત માની ગઈ આ સાથે મારો આંકડો ૧૭ એ પહોંચ્યો..તારા થી ખાલી એક જ ઓછો.."માધવ બુચ આજે કોલેજ ની એક છોકરી નિરાલી જોડે ફીઝીકલ રિલેશન કરીને આવ્યો હતો એ વિશે જણાવી રહ્યો હતો.

"હા ભાઈ એક જ ઓછો..પણ પેલો બુઢ્ઢો પ્રિન્સિપાલ તો ૨૫ એ પહોંચ્યો..માલવીકા તો એને રખેલ હોય એમ રોજ રાત પડતાં એની કેબિન માં પહોંચી જાય છે.."તપને કહ્યું.

"હવે ભાઈ આ કોલેજ એની છે..તો એને મન માં આવે એ કરે..અને આપણે તો એનો આભાર માનવો જોઈએ કે એ બુઢ્ઢા ની મહેરબાની થી અહીં નોકરી મળી અને આપણ ને રોજ નવી નવી ફૂલ જેવી યુવતીઓ સાથે એન્જોય કરવા મળે છે.."માધવ બુચે કહ્યું.

આમ જ એ લોકો પોતાનાં પરાક્રમો વિશે એકબીજા ને કહી રહ્યાં હતાં..શરાબ નો દરેક ઘૂંટ એમને નશા ની દુનિયા માં લઈ જઈ રહ્યો હતો.

"બહુ જલસા કરી લીધાં.. હવે તમારા બધાં જલસા નીકળી જશે હરામખોરો.."મેં જોરથી બુમ પાડી ને કહ્યું.

"કોણ બોલ્યું..કોણ છે અહીં..?"હું અદ્રશ્ય હોવાથી એ લોકો ને દેખાઈ નહીં એટલે એ બંને બાઘા ની જેમ આમ તેમ ડાફેરા મારી રહ્યાં હતાં.

"તમારી મોત..તમારો અંત..બહુ કરી લીધી માસુમ છોકરીઓની જીંદગી બરબાદ..હવે તમે બંને હવસ ના પૂજારી નો આજે ખાત્મો કરીશ.."હું આવેશ માં બોલી.

"એ તપન આ અવાજ તો સાંભળેલો લાગે છે.."માધવે કહ્યું.

"હા મેં પણ આ અવાજ ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે..અરે આ તો સ્વાતિ નો અવાજ છે પણ..એને તો આપણે.."તપન ના શબ્દો એનાં ગળા માં જ રહી ગયાં.

"હા આ સ્વાતિ જ છે પણ એને તો આપણે મારી નાંખી હતી તો એ પાછી કઈ રીતે આવી..?"આશ્ચર્ય અને ડર ના મીશ્રીત ભાવ સાથે માધવ બુચે કહ્યું.

"હા હું સ્વાતિ જ છું..હું પાછી આવી છું મારી સાથે થયેલાં અન્યાય નો બદલો લેવાં.. મારી સાથે થયેલી હેવાનીયત નો હિસાબ ચૂકતે કરવા..."આટલું કહી હું એ બંને ની સામે પ્રગટ થઈ.

મને જોઈ એ બંને ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ..એ બંને પગ થી માથા સુધી ધ્રુજી ગયાં.. એ બંને ના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ચમકી રહ્યાં હતાં..બંને ધીરે ધીરે પાછાં પડ્યાં જેમાં પાછળ રાખેલી ખુરશી ને અથડાઈને માધવ બુચ નીચે પડી ગયો અને તપન દેસાઈ દોડીને લાયબ્રેરી ની બહાર નીકળી ને નીચે ની તરફ ભાગ્યો.

એનાં જતાં જ મેં મારી શક્તિ થી માધવ બુચ ને લાયબ્રેરી ની એક દીવાલ પર થી બીજી દીવાલ પર પછાડવાનું શરૂ કર્યું..એની બચાવો બચાવો ની બુમો સાંભળવા વાળું ત્યાં કોઈ નહોતું..એ મારી જોડે દયા ની ભીખ માંગી રહ્યો હતો..એનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું..એ રડી રહ્યો હતો પણ એની માટે મારાં મન માં જરા સરખી પણ દયા ના આવી.

લાયબ્રેરી નાં એક ખૂણા માં રહેલી રસ્સી નો ગાળિયો બનાવી મેં માધવ બુચ ને લાયબ્રેરી ના સિલિંગ ફેન જોડે લબડાવી ને એની પાપલીલા નો અંત આણી દીધો..હવે વારો હતો હરામી તપન દેસાઈ નો..પણ એ લુચ્ચો માણસ દોડીને કોલેજ માં આવેલી હનુમાનજી ની મૂર્તિ આગળ જઈએ બેસી ગયો..અને હું એની સુધી પહોંચી ના શકી.

સવાર સુધી એ ત્યાં જ બેસી રહ્યો અને હું એની રાહ જોઈ ત્યાં જ ભટકતી રહી પણ એનું નસીબ સારું હતું કે સવાર પડતાં જ મારી શક્તિ ક્ષીણ થઈ ગઈ અને મારે મારી લાશ જ્યાં દાટવામાં આવી હતી ત્યાં ના છૂટકે પાછું આવી જવું પડ્યું.

જાહેર માં આવી આમ હુમલો કરવાની ભૂલ મને ત્યારે સમજાઈ જ્યારે માધવ બુચ ની વિકૃત હાલત માં મળેલી લાશ અને તપન દેસાઈ નાં કહ્યા મુજબ એની હત્યા પાછળ મારી આત્મા નો હાથ હોવાની વાત જાણ્યાં પછી પ્રિન્સિપાલ કેશવ આર્ય ખૂબ જ ડરી ગયાં..એટલે એમને તાત્કાલિક પોતાનાં એક ઓળખીતાં તાંત્રિક ને કોલેજ માં બોલાવ્યો અને સમગ્ર ઘટના વિશે જણાવી જલ્દી માં જલ્દી મારી આત્મા ને કેદ કરવા માટે કહ્યું.

એ તાંત્રિકે એક પાકું લીંબુ લઈને મારી આત્મા ની મોજુદગી હોવાની વાત પુરવાર કર્યા પછી મારી લાશ ને જ્યા દફનાવી દેવામાં આવી હતી ત્યાં જઈને તાંત્રિક વિધિ કરી..પછી ચાર કળશ લઈને અત્યારે જે ભોજનાલય છે એની ફરતે ખાડો ખોદી દટાવી દીધાં.. આ કળશ માં મંત્ર ની શક્તિ વડે ભરેલાં કંકુ અને ચોખા હતાં અને એની ઉપર રક્ષા કવચ દોરો બાંધેલો હતો એટલે મારી આત્મા આ નવનિર્મિત ભોજનાલય માં કેદ થઈ ગઈ.

જતાં જતાં એ તાંત્રિકે એ બધાં દુષ્ટ લોકો ને સાવચેત કરતાં કહ્યું કે "કોઈએ ભોજનાલય માં પગ મુકવો નહીં..એ છોકરી નો આત્મા પાક અને પવિત્ર હોવાથી એને હું નષ્ટ તો નહીં જ કરી શકું..અને હંમેશા એ આ રક્ષા કવચ માં કેદ રહેશે એવું પણ ના કહી શકું..જ્યારે કોઈ પવિત્ર વિચાર અને સાફ દિલ નો બત્રીસ લક્ષણ ધરાવતો યુવક આવીને આ કળશ ની અંદર રહેલાં કંકુ ચોખા અને ઉપર બાંધેલી નરાસરી નું પાણી માં વિસર્જન કરશે ત્યારે આ છોકરી ની આત્મા અહીં થી મુક્ત થઈ જશે.."

હજુ એ લોકો મારાં થી ડરે છે એટલે જ એમનાં માં થી કોઈ જમવા માટે ભોજનાલય માં નથી આવતું અને જમવાનું પોતપોતાની રૂમ માં જ મંગાવે છે..અને હું છેલ્લાં અગિયાર મહિના થી બદલા ની આગ માં સળગતી આ ભોજનાલય ની દીવાલો વચ્ચે કેદ થઈ ગઈ છું.."

સ્વાતિ ની આત્મા એ પોતે કઈ રીતે માધવ બુચ નો ખાત્મો કર્યો અને એમ કરવા જતાં પોતાની આત્મા ને આ ભોજનાલય ની દીવાલો વચ્ચે કેદ કરાવી બેઠી...આ બધી વાતો જો કોઈ બીજું કહી રહ્યું હોત તો શાયદ રાહુલ એની વાત ને મજાક ગણી લેત પણ એક રૂહ ક્યારે ખોટું ના બોલે એ વાત રાહુલ ને ખબર હતી અને સ્વાતિ ની આંખો ની સચ્ચાઈ પર થી એ વાત સ્પષ્ટ હતી કે એ શબ્દશઃ સત્ય બોલી રહી હતી.

"તો હું તમારી શું મદદ કરી શકું..કઈ રીતે તમારી આત્મા ને અહીં થી મુક્તિ મળશે..?"રાહુલે કહ્યું.

"રાહુલ એ માટે મારે એવાં યુવક ની જરૂર હતી જેનાં મન માં થોડું પણ પાપ ના હોય..જેને ક્યારેય કોઈ છોકરી ને સ્પર્શ ના કર્યો હોય જે અત્યારે કુંવારો હોય..અને એવો સર્વ ગુણ સંપન્ન તું છે..તારી જ સહાયતા થી હું આ ભોજનાલય ની બહાર નીકળવા સમર્થ બની શકીશ..એ માટે તારે આ ભોજનાલય ની બિલ્ડીંગ ની ફરતે તાંત્રિકે ખાડો કરી દાટેલા બધાં કળશ બહાર કાઢી એમાં રહેલાં કંકુ અને ચોખા પાણી માં નાંખી દેવાનાં છે એટલે મારી આત્મા ને મુક્તિ મળી જશે આ ભોજનાલય ની કેદ માંથી.." સ્વાતિ એ પોતાની મુક્તિ નો માર્ગ બતાવતાં કહ્યું.

"સારું હું તમારાં કહ્યા પ્રમાણે કરી દઈશ..કાલે રાતે જ એ બધાં કળશ શોધી ને એમાં રાખેલાં કંકુ ચોખા પાણી માં પધરાવી આ ભોજનાલય ફરતે તાંત્રિકે બનાવેલું રક્ષા કવચ તોડી નાંખીશ..પણ પછી તમે કઈ રીતે એ દુષ્ટ લોકો જોડે બદલો લેશો..?"રાહુલે કહ્યું.

"રાહુલ બસ તું મને અહીં થી નીકળવામાં મદદ કર પછી હું એ બધાં ને મારી રીતે સજા આપીશ.."સ્વાતિ એ કહ્યું.

"ઠીક છે..બસ આજનો દિવસ રાહ જોઈલો, કાલ રાતે તમારી મુક્તિ થઈ જશે.."રાહુલે મક્કમ સુરે કહ્યું.

"રાહુલ હવે હું જાઉં..સવાર થવા આવી હવે મારે જવું પડશે..તું તારી જાત ને સાચવજે.."સ્વાતિ એ રાહુલ ના ચહેરા પર હાથ ફેરવી ને કહ્યું.

"કાલે તમે મને મળશો ને..?"રાહુલે ઉદાસ ચહેરે કહ્યું.

"હા રાહુલ જ્યારે પણ તું મને યાદ કરીશ હું તને મળવા પહોંચી જઈશ.."સ્વાતિ એ રાહુલ ને આશ્વસ્થ કરતાં કહ્યું.અને પછી જે રીતે આવી હતી એ જ રીતે રોશની નો તીવ્ર ચમકારો બની હવામાં વિલુપ્ત થઈ ગઈ.

રાહુલ ત્યાં જ ખાટલામાં બેઠો બેઠો એને આજે રાતે જે સાંભળ્યું જે મહેસુસ કર્યું એનાં વિચારો માં ખોવાઈ ગયો.પોતે સ્વાતિ ને પ્રેમ કરવા લાગ્યો હતો એવું રાહુલ ને લાગી રહ્યું હતું..હવે એ રાહ જોઈને બેઠો હતો બીજા દિવસ ની રાત ની જ્યારે એ સ્વાતિ ને મળી શકશે..!!

***

સવારે શ્રવણ આવતાં ની સાથે રાહુલ સીધો હોસ્ટેલ માં ગયો..આખી રાત નો ઉજાગરો હોવાથી રાહુલ કોલેજ ના ગયો અને પોતાનાં રૂમ માં જ સુઈ ગયો..સપના માં પણ સ્વાતિ નો માસુમ અને સુંદર ચહેરો વારંવાર એની આંખો સમક્ષ ઉભરી આવતો..!!

રાતે જમ્યા પછી રાહુલ હર્ષ અને સાગર ને વાંચવા માટે ભોજનાલય માં જાય છે એવું કહી ભોજનાલય માં પહોંચી જાય છે..શ્રવણ પણ રાહુલ નાં આવતાં ની સાથે જ પોતાની રૂમ પર જવા નીકળી જાય છે.

શ્રવણ ના જતાં ની સાથે જ રાહુલ આંખો બંધ કરી દિલ થી સ્વાતિ ને યાદ કરી છે એટલે ઘડીભર માં તો ટ્યુબલાઈટ ચાલુ બંધ થવાની સાથે ઠંડી હવાની લહેરખી રાહુલ ના ચહેરા ને સ્પર્શી જાય છે અને જેવી રાહુલ આંખો ખોલે છે સ્વાતિ એની સામે ઉભી હોય છે..આજે સ્વાતિ નો ચહેરો પ્રફુલ્લિત દેખાઈ રહ્યો હોય છે અને એનું કારણ પણ રાહુલ સમજતો હતો કે આજે પોતાની મુક્તિ થવાની હોવાથી સ્વાતિ આટલી ખુશ દેખાઈ રહી હતી.

"સ્વાતિ આજે તારી મુક્તિ નો દિવસ છે..આજનો દિવસ એ પાપી લોકો ના સર્વનાશ ના દિવસ ની શરૂવાત નો હશે.."રાહુલે સ્વાતિ ની નજીક જઈને એની આંખો માં જોઈને કહ્યું.

"હા રાહુલ હું ખૂબ જ ખુશ છું..છેલ્લાં અગિયાર અગિયાર મહિના થી હું જે દિવસ ની રાહ જોઈ રહી હતી એ આવી ગયો છે.."સ્વાતિ એ સસ્મિત કહ્યું.

"હા તો હવે તમે મને એ બધાં કળશ ક્યાં રાખવામાં આવ્યાં છે એની માહિતી આપો એટલે હું શીઘ્ર એ કળશ ને નીકાળી રક્ષા કવચ તોડી નાંખું.."રાહુલે કહ્યું.

"હા હું તને એ દરેક સ્થાન જણાવું જ્યાં એ તાંત્રિકે ખાડો ખોડી કળશ દાટેલાં છે.."આટલું કહી સ્વાતિ નો દેહ ઉડીને ભોજનાલય ની પાછળ ની બાજુ આવી ગયો..રાહુલ પણ એની પાછળ પાછળ ત્યાં પહોંચ્યો.

ત્યારબાદ સ્વાતિ ના પ્રેત દ્વારા કહ્યા મુજબ ની જગ્યા એ ખાડો કરી રાહુલે કળશ બહાર કાઢી એની અંદર રાખેલાં કંકુ-ચોખા અને એની ઉપર બાંધેલી નરાસરી ની દોરી ને એક પ્લાસ્ટિક ની કોથળી માં મૂકી દીધી અને કળશ ને પુનઃ એનાં સ્થાને રાખી દીધો..આજ રીતે ભોજનાલય ની અન્ય ત્રણ દિશાઓ માં થી પણ સ્વાતિ ના કહ્યા મુજબ ની જગ્યા એ ખોદકામ કરી રાહુલે ત્રણ કળશ કાઢી એનાં અંદર થી પણ કંકુ ચોખા અને નરાસરી લઈને કોથળી માં મૂક્યાં.

"રાહુલ હવે આ બધું ક્યાંક પાણી માં નાંખી આવ એટલે મને મુક્તિ મળી જાય આ ભોજનાલય ની દીવાલો ની કેદ માંથી અને એ દુષ્ટો જોડે બદલો લઈ હું મારો મકસદ પૂર્ણ કરી શકું.."સ્વાતિ એ કહ્યું.

"હું હમણાં જ આ બધું કોલેજ કેમ્પસ ની બહાર આવેલાં તળાવ માં પધરાવી આવું છું એટલે તમારો આત્મા આ તાંત્રિકે રચેલી કેદ માં થી મુક્તિ પામશે.."રાહુલે કહ્યું.

"રાહુલ ધ્યાન રાખજે તારૂ.."સ્વાતિ એ રાહુલ ને કહ્યું..રાહુલ ને સ્વાતિ ના અવાજ માં એનાં પ્રત્યે છલકાઈ રહેલી લાગણી દેખાઈ રહી હતી..!

રાહુલ એ બધી પધરાવાની સામગ્રી લઈને કોલેજ કેમ્પસ ની બહાર જવા નીકળ્યો..કોલેજ કેમ્પસ ના ગેટ પર ચોકીદાર હોવાથી એ દીવાલ કુદી ને બહાર આવ્યો. રાત ના ઘોર અંધકાર માં મોબાઈલ ની ફ્લેશ લાઈટ ની રોશની માં રાહુલ ધીરે ધીરે ચાલતો ચાલતો તળાવ ની કિનારી એ પહોંચ્યો..ત્યાં જઈ એને બેગ માં રહેલી બધી વસ્તુઓ ને તળાવ નાં પાણી માં પધરાવી દીધી..આમ કરતાં કરતાં રાહુલે સાચા મન થી પોતાનાં ઇષ્ટદેવ ને યાદ કરી સ્વાતિ ની મુક્તિ થઈ જાય અને એની આવી હાલત કરનારાં એ નીચ લોકો ને એમનાં કરેલાં કર્મો ની સજા મળે એવી પ્રાર્થના કરી.

રાહુલે ત્યાં જરૂરી વિધિ પતાવી એટલે એ ઉતાવળાં પગલે કોલેજ કેમ્પસ માં આવવા માટે નીકળી ગયો..દીવાલ કુદી ને એ કોલેજ કેમ્પસ માં પ્રવેશ્યો અને સીધો જ ભોજનાલય માં ગયો.

"સ્વાતિ હવે તમે મુક્ત છો..તમે તમારો બદલો લઈ શકશો.."ત્યાં આવીને રાહુલે જાણે સ્વાતિ એની વાત સાંભળતી હશે એમ કહ્યું. અને બન્યું પણ એવું રાહુલ ના આમ બોલતાં જ સ્વાતિ એની નજર સામે ઉભી હતી.

"હા રાહુલ હવે હું મુક્ત છું કેદ માંથી..હવે મારી સાથે થયેલાં વ્યવહાર અને મારી મોત નો બદલો લઈશ એ બધાં જોડે..રાહુલ આ બધું ફક્ત તારા લીધે જ શક્ય બન્યું છે..એક આત્મા એક રૂહ ની વાત માની ને તે સહેજ પણ ડર્યા વગર કોઈ પણ સ્વાર્થ ની લાગણી વગર મને અહીં થી મુક્ત કરી મારી જે મદદ કરી છે એ બદલ હું તારી ઋણી છું..તારા આ ઉપકાર નો બદલો હું કઈ રીતે ઉતારીશ.."સ્વાતિ એ આંખો માં ઉભરાઈ રહેલાં હરખ નાં આંસુ સાથે કહ્યું.

"એમાં ઉપકાર શેનો..એક માનવી તરીકે મારી ફરજ હતી કે તમારી મદદ કરવી..અને એક બીજી વાત કે એ પાછળ મારો થોડો સ્વાર્થ પણ છે.."રાહુલે કહ્યું.

"તારો તો વળી મારી મદદ કરવા પાછળ શું સ્વાર્થ હોઈ શકે..?"સવાલ સૂચક નજરે રાહુલ તરફ જોઈ સ્વાતિ એ પૂછ્યું.

"હું તમને પ્રેમ કરવા લાગ્યો છું..ખબર નહીં એનું કારણ શું છે..પણ તમારી રૂહ સાથે મારી રૂહ હું જોડાયેલી મહેસુસ કરું છું..તમારા પર થયેલાં અત્યાચાર નું દર્દ હું મહેસુસ કરી રહ્યો છું..મને ખબર છે કે તમે જીવીત નથી અને આપણો મેળ શક્ય નથી છતાં પણ હું મારાં મન માં રહેલાં ભાવ છુપાવી નથી શકતો એટલે આ વાત તમને કહી રહ્યો છું..મારી વાત નું ખોટું લાગ્યું હોય તો હું દિલગીર છું.."રાહુલે નીચો ચહેરો કરી ને કહ્યું.

"રાહુલ એમાં દિલગીર થવાની જરૂર નથી..તારા જેવો પ્રેમ કરવાવાળો વ્યક્તિ મળવો એતો નસીબ ની વાત છે..પણ રાહુલ હું તને પ્રેમ નહીં કરી શકું..તું સમજ યાર..હું એક રૂહ છું..મારુ હકીકતમાં કોઈ અસ્તિત્વ છે જ નહીં..હું ઇચ્છવા છતાંય તારી જીંદગી માં આવી શકું એમ નથી..આમ પણ આ દુષ્ટ લોકો ને એમનાં પાપ ની સજા આપ્યાં પછી મારી આત્મા ને આ દુનિયામાંથી મુક્તિ મળી જ જવાની..એટલે તને વિનંતી કરું કે તું મારી માટે દિલ માં આમ પ્રેમ ની લાગણી ના રાખીશ.."રાહુલ ને સમજાવતાં સ્વાતિ એ કહ્યું.

"હા તો એકવાર મારી આંખો માં આંખો નાંખી ને કહો કે તમે મને પ્રેમ નથી કરતાં.."રાહુલે જીદ કરતાં કહ્યું.

"પણ રાહુલ તું કેમ સમજતો નથી.."સ્વાતિ એ કહ્યું.

"એનો મતલબ કે તમારાં હૃદય માં પણ મારાં માટે પ્રેમ છે..જે તમારી આંખો માં દેખાય છે..ભલે તમે આ પૃથ્વી પર થોડાંક સમય ના મહેમાન છો..ભલે તમને થોડાંક દિવસ માં મુક્તિ મળી જશે..પણ ત્યાં સુધી હું થોડોક સમય તમારી સાથે પસાર કરવા માગું છું..I LOVE U.."રાહુલે ખૂબ જ વિવેક થી કહ્યું.

"I LOVE U TOO.."સ્વાતિ બસ આટલું જ બોલી શકી અને રાહુલ ને ભેટી પડી..રાહુલે પણ સ્વાતિ ની રૂહ ફરતે પોતાનાં હાથ વીંટાળી દીધાં અને એનાં સુંદર અધરો ઉપર પોતાનાં અધર મુકી ચુંબન સ્વરૂપે પ્રેમ નો સ્વાદ માણી લીધો..સ્વાતિ પણ આજે મૃત્યુ પામ્યાં પછી પણ સાચા પ્રેમ ને મેળવી શકી એ અનુભવી ખૂબ ખુશ હતી..!!

***

LOADING....

શું થશે આ વિચિત્ર લવસ્ટોરી નું..?? સ્વાતિ કઈ રીતે લેશે પ્રિન્સિપાલ અને એનાં બીજાં સાથીદારો સાથે બદલો..?? આ બદલામાં રાહુલ ની ભૂમિકા શું હશે..?? રાખી મેડમ પણ રાહુલ સાથે કઈ રીતે બદલો લેવાનાં હતાં..??જાણો આ રોમાંચકારી હોરર નોવેલ નાં નવાં ભાગ માં આવતાં સપ્તાહે..!

માતૃભારતી પર મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" પણ આપ વાંચી શકો છો..આ ઉપરાંત બીજી એક નોવેલ 'ડણક: THE STORY OF REVANGE' પણ ટૂંક સમય માં માતૃભારતી પર આપ વાંચી શકશો..આભાર!!

-દિશા. આર. પટેલ