Ruh sathe Ishq - 11 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક ૧૧

રૂહ સાથે ઈશ્ક..

(૧૧)

સ્વાતિ પોતાની મૃત્યુ અને પોતાની સાથે થયેલાં દુષ્કર્મ અને કોલેજમાં ચાલી રહેલાં ગોરખધંધા વિશે રાહુલ ને અવગત કરે છે..રાહુલ ની મદદ થી તાંત્રિક દ્વારા રચેલી કેદમાંથી મુક્ત થયાં બાદ સ્વાતિ રાહુલ દ્વારા રાખવામાં આવેલ પ્રેમ નો પ્રસ્તાવ સ્વીકારી લે છે.. રાહુલ ની મદદ થી એ પોતાની હત્યા પાછળ સામેલ એવાં લાલજી અને તપન દેસાઈ ની હત્યા કરે છે.આ બંને હત્યા એવી રીતે થાય છે કે એ એક અકસ્માત લાગે..રાખી મેડમ રાહુલ ને પોતાની કેબિન માં બોલાવે છે, જ્યાં એ રાહુલ પર બળજબરી કરવાનો પ્રયત્ન કરે છે..સવારે રાહુલ ને ખબર પડે છે કે રાખી ની લાશ એનાં રૂમ માં થી મળી છે.. હવે વાંચો આગળ

***

નીચે રાખી ની ડેડબોડી જોયાં પછી રાહુલ પોતાની જાત ને એની મોત સાથે સાંકળી રહ્યો હતો..પણ રાહુલ જોડે પોતે કઈ રીતે રાખી નું ખૂન કર્યું હોય અને સવારે એ ક્યારે પોતાનાં રૂમ પર આવ્યો એ મોટો પ્રશ્ન હતો..જેનો જવાબ મગજ પર ઘણો જોર આપ્યાં પછી પણ એને ના મળ્યો અને એ ચોથા માળે પોતાની રૂમ પર આવ્યો.

રૂમ પર આવી હજુ રાહુલ બેઠો જ હતો ત્યાં વીજળી વેગે હર્ષ અને રાહુલ રૂમ માં આવ્યાં અને રાહુલ ની તરફ જોઈને બોલ્યાં.

"રાહુલ તું કેમ ઉપર આવી ગયો..રાખી મેમ નું આમ મૃત્યુ થવું અમને કોઈ વાત નો ઈશારો કરતું હોય એવું લાગે છે.."

" યાર તમે જે વિચારો છો એ મને ખબર છે..પણ હું સાચું કહું મને રાતે શું થયું એ વિશે કંઈ ખબર નથી..અરે હું તો આપણી રૂમ માં કેટલાં વાગે અને કઈ રીતે આવ્યો એની પણ મને ખબર નથી.."ચોખવટ કરતો હોય એમ રાહુલ બોલ્યો.

"કાલે રાતે તું રાખી મેમ નાં રૂમ માં ગયો હતો એ વાત ની ખાલી અમને બે ને જ ખબર છે..પણ ટૂંક સમયમાં ફિંગર પ્રિન્ટ એકપર્ટ ની મદદ વડે પોલીસ ને પણ ખબર પડી જશે..પછી તને કોઈ બચાવી નહીં શકે.."સાગરે કહ્યું.

"પણ મેં કંઈ કર્યું જ નથી..એનો મતલબ કે મને કંઈ ખબર જ નથી.."સત્ય હકીકત માં શું હતું એ વાત થી અજાણ રાહુલ અટકીને બોલ્યો.

"રાહુલ તું હજુ sure નથી લાગતો તારી વાત પર..મતલબ કે કંઈક એવું બન્યું છે ના બનવું જોઈએ..જો ભાઈ અમે તારાં મિત્ર છીએ..અમને જે હોય એ જણાવ..તારી તકલીફ અમે ઓછી કરી શકીએ.."રાહુલ ના ખભે હાથ મૂકી એને ધીરજ બંધાવતા હર્ષ બોલ્યો.

રાહુલ બે મિનિટ ચૂપ રહ્યો..પછી એને હર્ષ અને સાગર સામે વારાફરથી જોયું અને રાતે પોતે રાખી ના રૂમ માં ગયો પછી શું શું થયું એ વિશે જણાવ્યું. રાહુલ ની વાત સાંભળી સાગર અને હર્ષ ને તો પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો આવતો.

"મતલબ મેડમે તારી સાથે ?? ઓહ માય ગોડ" આશ્ચર્ય સાથે સાગર બોલ્યો.

"યાર હું કહું છું ને મને કંઈપણ ખબર નથી.. હા મેડમે મારાં કપડાં ઉતાર્યા અને પછી પોતે પણ નિઃવસ્ત્ર થઈ મારાં પર સવાર થઈને મને ચુમવા લાગ્યાં એટલું જ મને યાદ છે..પછી શું થયું મને કંઈપણ ખબર નથી..હું તો ત્યાંથી નીકળી ક્યારે આપણાં રૂમ પર આવી સુઈ ગયો એની પણ ને કંઈપણ ખબર નથી."માથું નીચે કરી રડતાં રડતાં રાહુલ બોલ્યો.

"તો તારે આ બધું પોલીસ ને કહી દેવું જોઈએ.."સાગરે કહ્યું.

"ના સાગર એવું કરવાં જતાં પોલીસ આનાં પર જ વહેમાશે અને કોઈ આરોપી ના મળતાં આને જ હત્યારો સાબિત કરી દેશે.. માટે પોલીસ જોડે જવું યોગ્ય નથી મારા અંદાજ મુજબ.."હર્ષ બોલ્યો.

"હા આમ જોઈએ તો તારી વાત સાચી છે દોસ્ત..જો આપણા બે સિવાય ત્રીજું કોઈ રાહુલ ને રાખી મેમ નાં રૂમ માં જતાં જોઈ ગયું હશે અથવા તો એમનાં રૂમમાંથી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ને રાહુલ ની આંગળીઓની છાપ મળશે તો તો રાહુલ ગયો કામથી.."સાગરે કહ્યું.

"પણ યાર સાચું જ મને કંઈપણ ખબર નથી કે ત્યાં પછી શું થયું હતું..અરે યાર તમે બે તો મારો વિશ્વાસ કરો.."રાહુલ નો અવાજ આમ બોલતાં થોડો ઢીલો થઈ ગયો હતો.

"અમને તો તારા ઉપર વિશ્વાસ છે જ પણ સાચું કહીએ તો થોડાં દિવસ થી તારું વર્તન થોડું શંકા ઉપજાવે એવું તો છે જ..ખબર નહીં કેમ પણ અમને એવું લાગે છે કે તું બહુ મોટા લોચા માં ફસાયો છે"હર્ષે કહ્યું.

"અરે એવું કંઈ નથી.. છતાંપણ તમને એવું લાગતું હોય કે મારો રાખી મેમ નાં મૃત્યુ પાછળ કોઈ હાથ છે તો હું અત્યારે જ પોલીસ જોડે જઈ બધી હકીકત જણાવી દઉં.."રાહુલે કહ્યું.

"એ ભાઈ આમ સેન્ટી ના થઈશ..જ્યાંસુધી પોલીસ તારા સુધી ના પહોંચે ત્યાં સુધી તારે એ વિશે વિચારવાનું નથી..અને કંઈપણ થાય અમે બંને તારી સાથે છીએ.."સાગરે રાહુલ ને ખભે હાથ મૂકીને કહ્યું.

"Thanks યાર.." હર્ષે કહ્યું.

"એ ગેલછપ્પા ગાળો કોને આપે છે..યાર અને thanks બંને સાથે સારું ના લાગે ભાઈ.."હર્ષે રાહુલ ને ગળે લગાવી કહ્યું.

હર્ષ અને રાહુલ પોતાની સાથે છે એ વાત ને લીધે રાહુલ ને ઘણી રાહત અપાવી હતી..પણ સાચેજ રાખી મેમ નું મૃત્યુ અકસ્માત જ હતો કે પોતે કરેલું એમનું ખૂન એ વાત રાહુલ માટે મોટો સવાલ હતી.

"હા રાતે સ્વાતિ ને મળીને એને પુછીશ..ક્યાંક એ પોતાની શક્તિઓ વડે મારા આ મનમાં ચાલતાં સવાલો નાં તોફાન ને રોકી શકે.."રાહુલ મનોમન રાતે સ્વાતિ ને મળવા જાય ત્યારે એને આ વિષયમાં બધું જણાવી દેવાનું નક્કી કરી ચુક્યો હતો..કેમકે હવે રાહુલ ના મતે એ સ્વાતિ જ હતી જે આ બધી વાતમાંથી એને કોઈ ઉકેલ શોધી આપે એમ હતી.

***

રાતે જમ્યા પછી રાહુલ પાછો ભોજનાલય માં વાંચવા માટે નીકળી પડ્યો..હવે તો એક્ઝામ પણ કેન્સલ હતી અને કોલેજ માં ઉપરાઉપરી ત્રણ અપમૃત્યુ ની ઘટનાઓ બની હોવાં છતાં રાહુલ કેમ રાતે ભોજનાલય માં વાંચવા જાય છે એ વાત સાગર અને હર્ષ ને નહોતી સમજાઈ રહી એટલે આજે રાતે એ બંને પણ રાહુલ ભોજનાલય માં શુ કરે છે એ જોવા માટે જવાનાં એવું નક્કી કરી ચુક્યા હતાં.

રોજની જેમ રાહુલ નાં જતાં જ શ્રવણ પોતાનાં રૂમ પર જવા નીકળી ગયો..જતાં જતાં એને રાહુલ ને ગઈકાલે રાતે ના આવવાનું કારણ પૂછ્યું તો રાહુલે પોતે ગઈકાલે બીમાર હોવાથી ન આવવાનું બહાનું આગળ ધરી દીધું.

શ્રવણ ના જતાં જ રાહુલે ભોજનાલય નો મેઈન ડોર બંધ કર્યો અને અંદર આવી આંખો બંધ કરી સ્વાતિ ને યાદ કરી એટલે જોરદાર પવન ની એક લહેરખી સાથે સ્વાતિ એની આંખો સમક્ષ હાજર થઈ ગઈ..રાહુલ ને જોતાં જ સ્વાતિ એ એને ગળે લગાવી દીધો અને એને બેતહાશા ચુમવા લાગી..સ્વાતિ કેમ આવું કરી રહી હતી એતો રાહુલ ને ના સમજાયું પણ પોતે ગઈકાલે રાતે ના આવ્યો એટલે સ્વાતિ આવું વર્તન કરતી હશે એવું રાહુલ ને લાગ્યું.

"રાહુલ કાલે તું નહોતો આવવાનો તો કહેવું તો જોઈએ ને..?"રાહુલ ને ધમકાવતી હોય એમ સ્વાતિ બોલી.

"સ્વાતિ પણ તને કઈ રીતે સમજાવું હું કાલે એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો હતો..આટલું કહી રાહુલે ગઈકાલે રાતે બનેલી બધી હકીકત સ્વાતિ ને જણાવી દીધી..અને એ પણ જણાવ્યું કે સવારે સ્વાતિ ની લાશ એનાં રૂમ માંથી રહસ્યમયી સંજોગો માંથી મળી આવી છે..હવે એની મૃત્યુ પાછળ મારો હાથ હોવાનું મને લાગે છે પણ હું જાણતો નથી કે શું થયું હતું ગઈકાલે રાતે..?"

"રાહુલ તે રાખી નું ખૂન નથી કર્યું.."સ્વાતિ એ કહ્યું.

"તો એનું મૃત્યુ અકસ્માત છે..?"રાહુલે પૂછ્યું.

"ના એનું ખૂન જ થયું છે પણ એ તે નથી કર્યું.."સ્વાતિ એ જવાબ આપ્યો.

"તો કોને કરી રાખી મેમ ની હત્યા..ક્યાંક તે તો નહીં?"રાહુલે સ્વાતિ તરફ જોઈ અચરજ ભર્યા સુરમાં કહ્યું.

"હા રાહુલ તું સાચું કહે છે મેં જ કરી છે એ હવસખોર ઔરત ની હત્યા..એ પણ એનાં જ લાયક હતી.."સ્વાતિ એ કહ્યું.

"પણ કઈ રીતે તે એની હત્યા કરી અને પછી હું મારાં રૂમ માં કઈ રીતે આવ્યો..?"રાહુલ નાં અવાજ માં નર્યું આશ્ચર્ય હતું.

"કાલે રાતે તું ૧૦:૩૦ વાગવા છતાં પણ અહીં ના આવ્યો એટલે મને ચિંતા થઈ અને હું તારાં રૂમ પર આવી પણ ત્યાં પણ તું નજરે ના પડ્યો..તને ક્યાં શોધવો એ સમજાતું નહોતું..પણ મેં હર્ષ અને સાગર ની વાતો સાંભળી એ લોકો તું આજે રાખી નાં રૂમ માં ગયો છે અને તારે તો આજે મજા મજા જ છે એવી વાતો કરી રહ્યાં હતાં..એમની વાતો સાંભળી પહેલાં તો મને વિશ્વાસ ના બેઠો..રાખી નું કેરેકટર સારું નથી એ વાત મને ખબર છે..એટલે હું ત્યાંથી નીકળી રાખી નાં રૂમ પર આવી.."

"ત્યાં આવીને જોયું તો તું અને રાખી નિઃવસ્ત્ર બેડ પર હતાં.. તું બેભાનાવસ્થા માં હતો અને રાખી એનાં શરીર નું દબાણ ધીરે ધીરે તારી પર વધારી તારાં અધરો ને ચુમી રહી હતી..મેં એ પણ જોયું કે એને બેડ ની સામે એક કેમેરો ગોઠવી વિડીયોગ્રાફી ચાલુ કરી હતી..એનું આ પગલું મને એ સમજાવવા કાફી હતું કે એક યા બીજી રીતે રાખી પણ કેશવ આર્ય નાં ગોરખધંધા સાથે સંકળાયેલી છે.."

"મેં ક્ષણ નો એ વિલંબ કર્યા વગર તારાં દેહ માં પ્રવેશ કરી લીધો..રાખી નો ચહેરો બિલકુલ તારાં ચહેરા પર હતો ત્યારે મેં તારી આંખો ખોલી..તને જાગૃત અવસ્થામાં જોઈ રાખી પહેલાં તો ડરી ગઈ..અને ચમકીને ઉભી થઈ ગઈ..પણ મેં એની તરફ જોઈ પ્રેમથી કહ્યું.."મેમ મને કોઈ પ્રોબ્લેમ નથી તમારી સાથે બેડ શેર કરવામાં પણ એ પહેલાં ચાલો બાથરૂમમાં જઈ શાવર નીચે થોડાં ભીના થઈ જઈએ.."

"મારી વાત સાંભળી રાખી ની ખુશી નો પાર ના રહ્યો અને એની સહમતિ મળતાં હું એને ઊંચકીને બાથરૂમમાં લઈ આવી..ત્યાં જઈને અમે બાથટબમાં પાણી ભર્યું અને સ્નાન કરવા અંદર પેઠા..તું તારી ઇચ્છાથી એની સાથે ફીઝીકલ રિલેશન રાખીશ એ વાત રાખી ને અંદર સુધી રોમાંચિત કરી ચુકી હતી..પણ એની આ ખુશી ઝાઝો સમય ના ટકી.."

"અંદર ઉતરતાં ની સાથે જ મેં એનું માથું જોર થી બાથટબ ની સાઈડ પર પછાળ્યું અને પછી એને પાણી માં ત્યાંસુધી ડુબાડી રાખી જ્યાં સુધી એનાં તરફડીયા બંધ નાં થયાં અને એ મોત ને ના ભેટી.."રાખી નું મોત કેવી રીતે થયું એ જણાવતાં સ્વાતિ એ કહ્યું.

"પણ એમ કરતાં તો મારા હાથે જ હત્યા થઈ એવું પોલીસ રિપોર્ટ માં આવશે..?"રાહુલે ડરીને પૂછ્યું.

"તું સાચેમાં પાગલ છે..હું તને કંઈ થવા દેતી હોઈશ..સૌપ્રથમ તો રાખી નાં મર્યા પછી મેં આખા રૂમમાંથી તારી હાજરી ની બધી નિશાની મિટાવી દીધી..કોલ્ડડ્રિન્ક નાં ગ્લાસ પણ વૉશ કરી એની જગ્યાએ મૂકી દીધા..ત્યારબાદ રાખી નો કેમેરો લઈ વીડિયો ડિલીટ કરી દીધો..એનાં કેમેરામાં બીજાં ઘણાં યુવકો નાં એની સાથેનાં સેક્સ વીડિયો હતાં એટલે એ પણ આ બધાં પાપીઓની કરતૂત માં સામેલ હોવાની સાબિતી મળી.."

"ભલે એને મારુ કંઈ નહોતું બગાડ્યું પણ બીજા કોઈ માસુમ યુવક યુવતીઓની જીંદગી બરબાદ ના કરે એટલે એની આ દશા થવી જરૂરી હતી..એને એનાં કર્મો ની સજા મળી ગઈ..હવે એ માટે તું તારી જાત ને દોષ ના આપીશ.."સ્વાતિ એ રાહુલ તરફ જોઈને કહ્યું.

"તો પછી ત્યાંથી હું મારાં રૂમ માં કઈ રીતે આવ્યો..?"રાહુલે પૂછ્યું.

"રાહુલ મારી આત્મા તારાં દેહમાં જ હતી એટલે મારી શક્તિ વડે હું ત્યારબાદ ત્યાંથી નીકળી મોડી રાતે તારાં રૂમ માં તને લઈને આવી અને બેડ પર તને સુવડાવી ત્યાં જ તારી બાજુ માં રાતભર બેસી રહી..સવારે હું પાછી મારી મૂળ જગ્યાએ આવતી રહી..રાહુલ મેં જે પણ કર્યું એ પરિસ્થિતિ ને આધીન હતું અને મેં કોઈ નિર્દોષ નો ભોગ નથી લીધો.."સ્વાતિ એ કહ્યું.

સ્વાતિ ની વાત સાંભળતા જ રાહુલ ની સમગ્ર ચિંતા દૂર થઈ ગઈ અને એ ખુશી થી સ્વાતિ ને ભેટી પડ્યો..હવે એ સ્વાતિ ને બેતહાશા ચુમી રહ્યો હતો..થોડીવાર માં તો બંને એકબીજામાં લીન થઈ ગયાં.

આ તરફ સાગર અને હર્ષ પણ રાહુલ ની પાછળ પાછળ ભોજનાલય આવ્યાં હતાં..ભોજનાલય નો મેઈન ગેટ બંધ હોવાથી બંને ભોજનાલય ની પાછળ ની તરફ ગયાં.. અને લાલજી ની જેમ બારીમાંથી અંદર નજર કરી.

એમને જોયું કે રાહુલ કોઈકની સાથે વાત કરી રહ્યો હતો..સામે થી એક યુવતી નો અવાજ આવતો હતો પણ એ ક્યાંક દેખાઈ નહોતી રહી..સ્વાતિ ઘણી અલૌકિક શક્તિઓ ધરાવતી હતી..જેમાં એ પોતાની ઈચ્છા હોય ત્યારે જ કોઈક ને દેખાય એ પણ સામેલ હતી..એટલે એ લાલજી ને દેખાઈ પણ હર્ષ અને રાહુલ ને ના દેખાઈ.

ભોજનાલય નું અંદર નું આ દ્રશ્ય જોઈ બંને નાં મોતીયા મરી ગયાં અને બંને પાછાં પોતાની રૂમ પર આવી ગયાં.રાહુલ કોની સાથે વાત કરી રહ્યો હતો એ હજુ બંને માટે મોટો સવાલ હતો.

"આ સાલો કંઈક નવું કરી રહ્યો લાગે છે..યાર મને તો બીક લાગે છે.."સાગરે કહ્યું.

"આ વિશે રાહુલ્યા ને વાત કરવી જ પડશે..કાલે એ આવે એટલે એને આ બધું શું હતું ??એ વિશે પૂછવું જ પડશે"હર્ષે કહ્યું.

"હા ભાઈ..કાલે એ આવે એટલે બધું પૂછી લઈશું.."સાગરે પણ હર્ષ ની વાત માં સહમતિ પુરાવતાં કહ્યું.

***

રાખી નાં મોત થી વ્યથિત કેશવ આર્ય અને માલવીકા જાની અત્યારે કેશવ આર્ય ની કેબીન માં ખુલ્લાં ડિલે એકબીજાને લપાઈને વાતો કરી રહ્યાં હતાં.

"જાનુ, તપન અને હવે રાખી લાગે છે આપણા ધંધા ને કોઈકની નજર લાગી ગઈ.."માલવીકા નાં ખુલ્લાં કેશ માં હાથ ફેરવતાં કેશવ આર્ય એ કહ્યું.

"હા પણ હવે એ બંને નાં નસીબ માં આટલું જ જીવવું લખેલું હશે..એમાં આપણે કરી પણ શું શકીએ.." નિસાસો નાંખતા માલવીકા બોલી.

"હા પણ હવે એ બંને નાં જવાથી આપણો બિઝનેસ તો અટકી પડ્યો ને.."હતાશ ચહેરે કેશવ આર્ય એ કહ્યું.

"અરે કોઈનાં જવાથી કંઈ અટકતું નથી..બુચ નાં મોત પછી પણ તમે એવું જ કહેતાં હતાં પણ એની જગ્યા એ રાખી નું સિલેક્શન કરી મેં આપણા આ પોર્ન વીડિયો ના બિઝનેસ ને નવી ઊંચાઈ સુધી પહોંચાડી દીધો હતો.. હવે હું એ બંને થી પણ વધુ કુશળ પ્રોફેસર ની ભરતી કરી આપણો આ બિઝનેસ વધુ લોકો સુધી પહોંચે એવી ગોઠવણ કરી દઈશ.."કેશવ આર્ય ની ચિંતા નું સોલ્યુશન આપતી હોય એમ માલવીકા બોલી.

"તું જોડે હોય તો પછી મને ફિકર કેવી મારી જાન.."માલવીકા ની વાત સાંભળી ખુશ થયેલાં કેશવ આર્ય એ માલવીકા ને પોતાની બાહો માં લઈને કહ્યું.

"તમારાં ઈરાદા નેક નથી લાગી રહ્યાં સ્વીટહાર્ટ.."કેશવ આર્ય નાં ચહેરે પોતાનો હાથ હળવેકથી ફેરવી એને ઉત્તેજિત કરી રહી હોય એમ માલવીકા બોલી.

"તું જોડે હોય તો ઈરાદા બધાં નેક હોય તો પણ નેક ના જ રહે.."આટલું કહી કેશવ આર્ય અને માલવીકા જાની લાગી ગયાં એકબીજાને તૃપ્ત કરવાની વાસનાની હરીફાઈ માં..!!!

LOADING.

હર્ષ અને સાગર નાં સવાલો નાં રાહુલ શું જવાબ આપશે?? સ્વાતિ કેશવ આર્ય અને માલવીકા જાની જોડે બદલો કઈ રીતે લેશે..?? માલવીકા રાખી અને તપન ની જગ્યાએ કોનું સિલેક્શન કરશે..?? અમી નાં રાહુલ તરફ નાં આકર્ષણ અને સ્વાતિ અને રાહુલ ની આ અકલ્પનિય લવ સ્ટોરી ક્યાં સુધી પહોંચશે ?? એ જાણવા વાંચતાં રહો રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે..!!

માતૃભારતી પર તમે મારી નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો..આ સિવાય ટૂંક સમયમાં બદલાની અને પ્રેમ ની અદભુત કહાની સમાન સુંદર નવલકથા ડણક:A STORY OF REVANGE પણ આપ સર્વે માટે ટૂંક સમયમાં આવશે.. આભાર!!!

-દિશા. આર. પટેલ