Ruh sathe Ishq - 8 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક ૮

રૂહ સાથે ઈશ્ક..

(૮)

સ્વાતિ પોતાની મૃત્યુ અને પોતાની સાથે થયેલાં દુષ્કર્મ અને કોલેજમાં ચાલી રહેલાં ગોરખધંધા વિશે રાહુલ ને અવગત કરે છે..રાહુલ ની મદદ થી તાંત્રિક દ્વારા રચેલી કેદમાંથી મુક્ત થયાં બાદ સ્વાતિ રાહુલ દ્વારા રાખવામાં આવેલ પ્રેમ નો પ્રસ્તાવ સ્વીકારી લે છે..રાહુલ ની મદદ થી એ પોતાની હત્યા પાછળ સામેલ એવાં લાલજી ને મોત ને ઘાટ ઉતારી દે છે.. હવે વાંચો આગળ

***

બીજાં દિવસ સવારે લાલજી નાં મૃતદેહ ને એનાં પૈતૃક ગામ માં મોકલી દેવામાં આવ્યો હતો..આ તરફ રાહુલ હવે ખૂબ જ ખુશ રહેતો હતો કેમકે સ્વાતિ જોડે સમય પસાર કરવો અને સ્વાતિ દ્વારા પોતાનો પહેલો શિકાર લાલજી મોત ને ઘાટ ઉતરી ગયો છે એ વાત એને ખુશી આપી રહી હતી.આમ ને આમ બે દિવસ વીતી ગયાં.

બે દિવસ પછી પણ રાહુલ કોલેજ ના ગયો અને હોસ્ટેલમાં પોતાની રૂમ પર જ રોકાઈ ગયો..પણ આજે એનું રોકાવાનું કારણ બીજું હતું..!!

એ દિવસે સવારે રૂમ પર પહોંચીને રાહુલ બપોર નાં બાર વાગ્યાં નું એલાર્મ મૂકીને સુઈ ગયો..જેવાં બાર વાગ્યાં એટલે એલાર્મ વાગતાં જ એ સફાળો બેઠો થઈ ગયો..ઉભાં થઈ એને પોતાનું મોં ધોયું અને ફ્રેશ થઈ ને આજ ના મિશન ની તૈયારીમાં લાગી ગયો.

બન્યું એવું કે રાતે જ્યારે લાલજી ને માર્યા પછી સ્વાતિ ભોજનાલયમાં પાછી આવી પછી રાહુલ બહાર જઈને લોકો લાલજી ને મોત ને એક દુર્ઘટના સમજે છે એવું સાંભળીને સ્વતીને જણાવે છે ત્યારે સ્વાતિ આનંદ નાં અતિરેક માં રાહુલ ને એક ચુંબન કરી લે છે..અને રાહુલ પણ સામા પક્ષે સ્વાતિ નાં અધરો ને પુરી મદહોશી સાથે ચુમી રહ્યો હતો..ધીરે ધીરે બંને બધું ભાન ભૂલી એકબીજાનાં સાનિધ્ય માં એકબીજા ની અંદર સમાઈ ગયાં.

જ્યારે પ્રેમ ની પૂર્ણતા નો અહેસાસ થયો ત્યારે રાહુલ નાં ખુલ્લા છાતી નાં ભાગ પર હાથ ફેરવતાં સ્વાતિ એ કહ્યું..

"રાહુલ તું મારી જીંદગી માં તો ના આવ્યો પણ મૃત્યુ પછી તું મુજ અધૂરી ને પૂર્ણ બનાવી ગયો..હવે મને આ જીંદગી ઓછી મળી એનો કોઈ અફસોસ નથી.."

"એનો મતલબ તું તારાં બાકીનાં કાતીલો ને છોડી દઈશ..?"ચમકીને રાહુલે પૂછ્યું.

"ના..મેં હજુ એવું નથી કીધું કે હું એમને છોડી દઈશ..પણ એક સ્ત્રી તરીકે મારાં પણ અમુક શમણાં હતાં.. મારી પણ સ્ત્રી સહજ ઈચ્છાઓ હતી જે જીવતેજીવ તો પુરી ના થઈ પણ તારાં મળ્યાં પછી મૃત્યુપર્યંત હું એ ઈચ્છાઓ ને પૂર્ણ કરી શકી..બાકી એ લોકો ને એમનાં કર્યાં ની સજા નહીં આપું તો મારાં હૈયે લાગેલો દાવાનળ નહીં શમે.."આંખો માં જાણે આગ વરસી રહી હોય એવાં વિકરાળ ભાવ સાથે સ્વાતિ બોલી.

"તો હવે કોની વારી..કોણ બનશે હવે તારો આગળનો શિકાર..?"રાહુલે સવાલ કર્યો.

"મારો હવેનો શિકાર હશે પ્રોફેસર તપન દેસાઈ..જેનાં લીધે મારી આ દશા થઈ છે..ના જાણે કંઈ કેટલીયે માસુમ છોકરીઓ સાથે એને પોતાનું મોઢું કાળુ કર્યું છે..આવાં હવસખોર અને નીચ માણસ નું આ દુનિયામાં કંઈ કામ નથી.."સ્વાતિ આવેશમાં બોલી રહી હતી.

"એને પણ મારવા માટે કોઈ તરકીબ લગાવવી પડશે..એનું પણ મૃત્યુ એક અકસ્માત લાગે એવું કરવું પડશે.."રાહુલે કહ્યું.

"હા રાહુલ એવું જ થશે..એ સામે ચાલી ને એની મોત ને મળવા આવશે એવી તરકીબ છે મારી જોડે..બસ આ વખતે પણ મારે તારાં સાથ ની જરૂર પડશે રાહુલ.."સ્વાતિ બોલી.

"હું હંમેશા તારી સાથે જ છું.."સ્વાતિ નાં હાથ પર પોતાનો હાથ રાખી રાહુલ બોલ્યો.

ત્યારબાદ સ્વાતિ એ રાહુલ ને શું કરવાનું છે એ વિશે જણાવી દીધું.. રાહુલે પણ સ્વાતિ એ કહ્યા મુજબ નું પોતે આસાનીથી કરી શકશે એવી હામી ભરી દીધી.અને આજે રાહુલ એજ પ્લાનિંગ માં લાગી ગયો હતો.

***

બે દિવસ તપન દેસાઈ પર નજર રાખ્યાં પછી રાહુલ સમજી ચુક્યો હતો કે એનો નવો ટાર્ગેટ અમી છે..અમી ને એને ડરાવીને પોતાની જાળ માં ફાંસી લીધી છે એવું રાહુલ ને ખબર પડી ગઈ હતી..બે ત્રણ દિવસ માં જ તપન દેસાઈ અમી ને પોતાની હવસ નો શિકાર બનાવશે એ વાત રાહુલ ને ખબર હતી.અમી પણ રાહુલ ની જેમ જ બહુ સીધી અને સરળ છોકરી હતી.

રાહુલ બે દિવસ થી અમી નાં રૂમ ની તરફ જઈ આવતો કે આજે એ કોલેજમાં ગઈ છે કે નહીં..કેમકે જે દિવસે એ કોલેજમાં ના જાય ત્યારે તપન દેસાઈ આવશે એ વાત નક્કી હતી..આજે રાહુલે જોયું કે અમી નો રૂમ રોજ ની માફક બહાર થી તાળું મારી લોક નહોતો કર્યો મતલબ એ પોતાનાં રૂમ પર જ હતી..અને આજે થોડીવાર માં જ તપન દેસાઈ એની રૂમ પર આવશે એ વાત નક્કી જ હતી.

રાહુલે અમી નાં રૂમ નો દરવાજો નોક કર્યો..એટલે અમીે પોતાનાં રૂમ નો દરવાજો ખુલ્યો તો સામે રાહુલ ને જોઈ ચમકી..પણ એને પોતાની જાત ને સંભાળી લીધી અને હસતું મોઢું રાખી ને પૂછ્યું.

"અરે રાહુલ તું અહીં..બોલ શું કામ છે..?"

"અરે અહીં જ ઉભો રાખીશ..અંદર આવવાનું નહીં બોલે..?"રાહુલે કહ્યું.

"અરે sorry.. આવ આવ અંદર.."ના મન નો આવકારો આપતી હોય એમ અમીે કહ્યું.

રૂમ માં પ્રવેશતાં જ રાહુલે અમી નાં રૂમ નો દરવાજો અંદર થી બંધ કર્યો..રાહુલ ની આ હરકત થી અમી ને વિચિત્ર લાગી અને એને રાહુલ ને કહ્યું..

"રાહુલ તું આ શું કરે છે..?

"અમી તું થોડો ટાઈમ ચૂપ રહીશ અને ધ્યાનથી મારી વાત સાંભળ,એમાં તારી ભલાઈ છે.."રાહુલે સીધી પોઈન્ટ પર આવીને જ વાત શરૂ કરી.

"તારી વાત માં મારી ભલાઈ..?"રાહુલ ની વાત સાંભળી આશ્ચર્ય સાથે અમી બોલી.

"હા જો અમી મને ખબર છે કે તપન દેસાઈ તને કોઈક કારણોસર બ્લેકમેલ કરે છે અને આજે એ તારી સાથે ફીઝીકલ રિલેશન બાંધવા માટે આવવાનો છે.."રાહુલે અમી ની સામે જોઈને કહ્યું.

રાહુલ ની વાત સાંભળી અમી સ્તબ્ધ થઈ ગઈ કેમકે રાહુલ આ બધું કઈ રીતે જાણતો હતો એ વાત એનાં માટે નવાઈ ઉપજાવે એવી હતી..એનાં તો હોઠ જાણે અત્યારે સિવાઈ ગયાં અને એ રાહુલ ને ભેટી રડવા લાગી.

"જો અમી રડીશ નહીં.. હું તને પ્રોમિસ આપું કે હું તને કંઈ નહીં થવા દઉં..મારુ કહ્યું કરીશ તો તપન દેસાઈ તને સ્પર્શ પણ નહીં કરે અને તું એની જાળ માં નહીં સપડાય.."રાહુલે અમી ને સાંત્વના આપતાં કહ્યું..

"હું બધું કરીશ..પણ મારે મારી ઈજ્જત એ હેવાન ને કોઈ કાળે નથી આપવી.."રડતાં રડતાં અમી બોલી.

"સારું પહેલાં રડવાનું બંધ કર અને તારાં આંસુ લૂછી લે.."રાહુલે પોતાનો હાથરૂમાલ અમી ને આપતાં કહ્યું.

અમી થોડી શાંત અને સ્વસ્થ થઈ એટલે રાહુલે કહ્યું.

"જો અમી તું એવી પહેલી છોકરી નથી જેનું તપન દેસાઈ બ્લેકમેલ કરીને શારીરિક શોષણ કરી રહ્યો હોય..તારાં પહેલાં પણ એને આવી ઘણી છોકરીઓને પોતાનો શિકાર બનાવી છે..અને પ્રિન્સિપાલ કેશવ આર્ય પણ આમાં સહભાગી છે..એ લોકો મોટું સેક્સ રેકેટ ચલાવી રહ્યાં છે..હવે હું આ બધું કેમ અને કઈ રીતે જાણું એ પ્રશ્ન નથી..પ્રશ્ન છે આજે તને કઈ રીતે એનો શિકાર થતી બચાવવી.."રાહુલે કહ્યું.

"હા મારાં માટે એ જ અગત્ય નું છે..હું તને નહીં પૂછું કે તને આ બધી જાણકારી કઈ રીતે પ્રાપ્ત થઈ.."અમી બોલી.

"સારું તો આજે જ્યારે તપન દેસાઈ રૂમ પર આવે ત્યારે હું તારાં રૂમ માં જ હોઈશ..તારે એવું નાટક કરવાનું છે કે તું બાથરૂમ માં પડી ગઈ હતી અને તે મદદ માટે બુમ પાડી તો હું આ ફ્લોર પરથી પસાર થતો હતો ત્યારે મેં તારી બુમ સાંભળી અને મદદ માટે આવી ગયો.."રાહુલે પોતાનાં પ્લાન નું પ્રથમ ચરણ સમજાવ્યું.

"સરસ આઈડિયા છે..પણ પછી..આજે નહીં તો કાલે એ મને પોતાની હવસ નો શિકાર બનાવ્યાં વગર નહીં છોડે.."રડમસ અવાજે અમી બોલી.

"તું એની ચિંતા ના કર..બસ આજનો દિવસ જતો રહેવા દે પછી એ ક્યારેય તને હેરાન નહીં કરે..કાયમ માટે તને એનાથી છુટકારો મળી જશે..પણ તારે આજે આપણે જે વાત થઈ એ અને તપન દેસાઈ તને બ્લેકમેલ કરતો એ વિશે કોઈને કહેવાનું નથી..અને હું એ જાણી શકું એ શેના લીધે તને બ્લેકમેલ કરતો હતો.."રાહુલે થોડાં ખચકાટ સાથે પૂછ્યું.

"મતલબ ખબર ના પડી કંઈ..?"અમી એ કહ્યું.

"મતલબ કે તારું કોઈ છોકરાં જોડે અફેયર છે અને તમારાં અંગત પળો નો એને વીડિયો ઉતર્યો અને તમને બ્લેકમેઈલ કરે છે..સાચું ને..?"રાહુલે સ્વાતિ સામે જોઈ પૂછ્યું.

"ના રે..તું સાચો નથી રાહુલ..મારે કોઈ છોકરા જોડે ફીઝીકલ રિલેશન નથી..એની વે મારે તો બોયફ્રેન્ડ પણ નથી..આતો એ હરામી જોડે મારાં કપડાં ચેન્જ કરતાં પંદર જેટલાં વીડિયો છે..જેમાં ઘણાં માં હું સંપૂર્ણ નિવસ્ત્ર પણ દેખાઈ રહી છું.."આટલું બોલતાં અમી પાછી રડી પડી.

"અરે વાંધો નહીં.. એમાં તું રડીશ નહીં.. બહુ છોકરીઓ ની જીંદગી બરબાદ કરી ચુક્યો એ પાપી..હવે એનાં પાપ નો ઘડો ભરાઈ ગયો છે..કાલ નો સૂરજ એ જોઈ નહીં શકે એટલે તું ચિંતા ના કરીશ.."રાહુલે ધીરજ આપતાં અમી ને કહ્યું.

રાહુલ ના પ્લાનિંગ મુજબ તપન દેસાઈ જ્યારે હોસ્ટેલમાં આવ્યો ત્યારે રાહુલ ને અમી ના રૂમ માં જોઈ વીલા મોંઢે પાછો વળ્યો..એનાં મન માં પેદા થયેલી વાસના પૂર્ણ ના થઈ એટલે એનો ગુસ્સો સાતમા આસમાને હતો પણ રાહુલ ની હાજરીમાં એ અમી ને કંઈપણ કહી ના શક્યો..પણ એની આંખોમાં ઉભરાઈ રહેલો ગુસ્સો અમી થી છાનો ના રહ્યો..તપન દેસાઈ ના જતાં વેંત જ અમીે રાહુલ ની તરફ જોઈ કહ્યું.

"રાહુલ એ મને નહીં જ છોડે..યાર તું એનાથી મને બચાવી લે.."

"એકવાર કહ્યું ને એ તને કંઈપણ નહીં કરે..આ મારી પ્રોમિસ છે..નામ તો સુના હી હોગા..!!"કુછ કુછ હોતા એ મુવી નો શાહરુખ ખાન નો ડાયલોગ એની સ્ટાઇલ માં રાહુલ બોલ્યો જે સાંભળી અમી ના ચહેરા પર આછેરું સ્મિત ફરી વળ્યું.

"અમી હું નીકળું..પણ તારે તપન દેસાઈ ના ટોપિક પર ક્યારેય કોઈ જોડે વાત નથી કરવાની.."રાહુલે જતાં જતાં જણાવ્યું.

***

રાહુલ પોતાની રૂમ માં જઈને શાંતિ થી આડો પડ્યો અને આગળ શું કરવું એ વિચારવા લાગ્યો..આ તરફ મન ની મુરાદ મનમાં જ રહી જતાં રઘવાયેલો તપન દેસાઈ કોલેજ માં પાછો ફર્યો.

કોલેજ નો સમય પૂર્ણ થઈ ગયો હતો અને તપન દેસાઈ ના મોબાઈલ પર એક મેસેજ આવ્યો..

"Sorry sir.. પણ હું અચાનક પડી ગઈ અને મદદ માટે બુમ પાડી તો રાહુલ ના જાણે ક્યાંથી ટપકી ગયો..sorry again..-અમી.."

અમી નો સામેથી મેસેજ આવ્યો એ જોઈ તપન દેસાઈ ને સારું લાગ્યું..અમી માટે મનમાં રાખેલો ગુસ્સો એને થૂંકી દીધો અને અમી ને સામે મેસેજ કર્યો.

"Its ok.. પણ હવે ક્યારે..?"

"Hmmm.. આજે રાતે… હોસ્ટેલ ની ટેરેસ પર.."અમી નો મેસેજ આવ્યો.

"સારું.. રાતે ૧૨:૩૦ એ હું પહોંચી જઈશ..અને તું પણ ટાઈમે આવી જજે.."તપન દેસાઈ એ મેસેજ કર્યો.

"Ok.. સર.." અમી નો ટૂંકો મેસેજ આવ્યો..

"એક બીજી વાત..તું રાતે નાઈટી માં આવીશ..શોર્ટ નાઈટી.."પોતાનાં ચહેરા પર લુચ્ચું સ્મિત લાવી તપન દેસાઈ એ મેસેજ કર્યો.

"પણ સર મારી જોડે એવું નાઈટી નથી.."પોતાની અસમર્થતા બતાવતો અમી નો મેસેજ આવ્યો.

"જો અમી..હું કોઈ દલીલ સાંભળવા નથી માંગતો..તું હોસ્ટેલ ની કોઈપણ છોકરી જોડે માંગીને લાવજે પણ મારે આજે તું શોર્ટ નાઈટી માં જ જોઈએ.."તપન દેસાઈ એ ગુસ્સાવાળા ઇમોજી સાથે મેસેજ કર્યો.

"સારું..i will manage.."અમી નો મેસેજ આવ્યો.

"We will meet u soon sweethesrt.."કિસ કરતાં સ્માઈલી સાથે નો મેસેજ તપન દેસાઈ એ કર્યો અને પછી પોતાની આંખો મીંચી એ રાત ના હસીન ખ્વાબ જોવા લાગ્યો.

રાત નું જમવાનું પતાવી તપન દેસાઈ પોતાની રૂમ માં ગયો અને દારૂ ની બોટલ કાઢી ને ટેબલ પર રાખી ને સામે બેસી ગયો..રાતે આવનારી અસીમ મજા ની અનુભૂતિ એ મનોમન કરી રહ્યો હતો..એવું નહોતું કે એને જે છોકરીઓ ભોગવેલી એમાં અમી સૌથી સુંદર હતી..પણ બીજી છોકરીઓ એમનાં બોયફ્રેન્ડ જોડે પહેલાં શારીરિક સંબંધ બનાવી ચુકી હતી જ્યારે અમી કાચી કલી હતી જેને આજે પોતે ફૂલ બનાવશે એવું વિચારી તપન દેસાઈ ખૂબ પ્રફુલ્લિત જણાતો હતો.

એક પછી એક એમ છ પેક માર્યા બાદ લગભગ અડધી બોટલ પૂર્ણ થઈ ગઈ એટલે એ પોતાની જગ્યાએથી ઉભો થયો અને અરીસામાં પોતાનો ચહેરો જોઈ બોલ્યો..

"એ તપનિયા તારે તો મજા મજા છે લ્યા..રોજ કોઈને કોઈ નવી આઈટમ જોડે.. હા હા હા...!!ચલ થોડું મોં ધોઈને તૈયાર થઈ જા.."

હવસ અને દારૂ બંને નાં નશા માં મદહોશ તપન દેસાઈ એ થોડું સેન્ટ પોતાનાં કપડાં પર છાંટયું અને જાણે પોતે કોઈ હીરો હોય એમ ફિલ્મી સ્ટાઈલ માં ચાલતો ચાલતો પોતાનાં રૂમ માં આમ થી તેમ આંટા મારવા લાગ્યો..અચાનક એનાં મોબાઈલ માં મેસેજ ટોન વાગી..એને અધીરાઈ થી મોબાઈલ હાથમાં લીધો અને જોયુ તો અમી નો મેસેજ હતો..

"I am on the terrase.."

"Ohkk baby.. i am come in just 5 min.."તપન દેસાઈ એ ફટાફટ સામો મેસેજ કરી દીધો.

મેસેજ કરી એને પોતાનો મોબાઈલ ફોન પેન્ટ નાં ખિસ્સામાં મુક્યો..અને રૂમ ને લોક કરી બહાર નીકળ્યો..ધીરા ડગલે ચાલતો ચાલતો એ દાદર સુધી આવ્યો અને પછી એક પછી એક ચાર માળ ચડી ટેરેસ પર પહોંચી ગયો...દારૂ નાં નશા અને ચાર માળ ચડવાનાં લીધે એનાં શ્વાસોશ્વાસ ધમણ ની જેમ ચાલતાં હતાં... એને ટેરેસ પર પહોંચી આમ તેમ નજર કરી તો ટેરેસ કેબિન ની જોડે એક સ્ત્રી આકૃતિ એને ઉભેલી દેખાઈ.

તપન દેસાઈ ને સમજતાં વાર ના થઈ કે અમી ત્યાં એની રાહ જોઈને ઉભી છે..એ ધીરે ધીરે અમી ની તરફ ગયો..એની આંખો માં અત્યારે શરાબ અને શબાબ નો નશો પરવાન ચડ્યો હતો..એક વર્જીન છોકરી જોડે આજે પોતે ફીઝીકલ થશે એ વિચારી એનું તનબદન રોમાંચિત થઈ ઉઠ્યું હતું.

અમી ની બિલકુલ નજીક જઈ એને જોયું તો અમીે ઢીંચણ સુધી આવે એવું ગુલાબી રંગ નું અર્ધપારદર્શક નાઈટી પહેર્યું હતું.જેમાંથી એનો માંસલ દેહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો..અમી નું મોં ઉલટી દિશામાં હતું એટલે નાઈટી માં થી એની કાળા રંગ ની બ્રેસિયર પણ તપન દેસાઈ ને દેખાઈ રહી હતી..!

હવે થોડો પણ ઇન્તજાર કરવો તપન દેસાઈ માટે ભારે હતો..એ અમી ની બિલકુલ નજીક ગયો અને ખોંખારો ખાઈને પોતે આવી ગયો એવું અમી જણાવ્યું..

"તમે આવી ગયાં સર..?"એજ અવસ્થા માં ઉભેલી અમી એ કહ્યું.

"હા તારાં જેવું પરી નું આ નીતરતું યૌવન પીવા આવવું જ પડ્યું જાનેમન.."અમી ને પાછળ ની બાજુ થી પકડી પોતાની બહોમાં લઈ તપન દેસાઈ એ કહ્યું.

"સર..તમને તો બહુ ઉતાવળ છે..થોડી ધીરજ રાખો હું ક્યાં ભાગી જવાની છું..?"અમી કહ્યું.

એની વાત સાંભળતા જ તપન દેસાઈ એ પોતાની પકડ ઢીલી કરી અમી ને પોતાની તરફ પલટી દીધી..એનો ચાંદ જેવો ચહેરો એકીટશે જોઈ એનાં આખા ચહેરા પર પોતાનો હાથ હળવેકથી ફેરવી તપન દેસાઈ બોલ્યો..

"હું આ પળ નો કેટલી બેસબ્રી થી ઇંતજાર જોતો હતો.."

તપન દેસાઈ ની વાત અને એનો સ્પર્શ જાણે અમી ને મદહોશ કરી રહ્યો હોય એમ એને પોતાની આંખો ને બંધ કરી દીધી..એનો ચહેરો અને સુંદર અધર પોતાને આમંત્રણ આપી રહ્યાં હતાં એવું મહેસુસ થતાં તપન દેસાઈ પોતાનાં ચહેરાને એનાં ચહેરાની નજીક લઈ ગયો..એની ધડકનો અત્યારે મોટર નાં એન્જીન ની માફક ચાલી રહી હતી....!!

LOADING....

પોતાની જાણ બહાર અમી અહીં આવી એવું જાણ્યાં પછી રાહુલ શું કરશે..?? તપન દેસાઈ પોતાની હવસ આમ જ સંતોષતો રહેશે..?? સ્વાતિ તપન દેસાઈ જોડે કઈ રીતે બદલો લેવાની હતી..?? આ બધાં રહસ્યો નો તાગ રૂહ સાથે ઈશ્ક નાં નવાં ભાગ માં આવતાં ગુરુવારે..!!

આ સિવાય તમે માતૃભારતી પર મારી એક ક્લાસિકલ લવસ્ટોરી દિલ કબૂતર પણ વાંચી શકો છો..!!

-દિશા. આર. પટેલ