ક્ષિતિજ ભાગ -9

                           ક્ષિતિજ
                           ભાગ-9
હર્ષવદનભાઇ એ નિયતિ ને ફોન લગાવ્યો  અને ખબરઅંતર પુછ્યા..

“ કેમ છે બેટા તું  હવે? “

“ અંકલ હવે ખુબ સારું છે.બસ એકાદ બે  દિવસ મા ડોક્ટર હા પાડે એટલે આશ્રમ આવવાનું શરૂ ફરીથી.” 

એટલામાં જ ડોરબેલ વાગતા જ નિયતિ  હર્ષવદનભાઇ નો ફોન મુકી ને દરવાજા ખોલ્યો.. 

“ હલો.. આઇ એમ...”

નિયતિ  સામે ઉભેલાં માણસ ની સામે જ જોતી રહીગઇ. હાથમાં ફોન હતો. અને સ્થિર નજરે એકદમ એની સામે જોઈ રહી. અચાનક જ એનીઆંખો સામે એક હાથ વેવ કરતો દેખાયો. એ જાણે સપના માથી જાગી હોય એમ આંખો મીચકારી.

“ કેન આઇ કમ ઇન?” 

ત્યા ઊભેલાં માણસે ખુબ જ સોફ્ટ  અવાજ માં પુછયું. નિયતિ તો  ડઘાઈ જ ગઇ હતી...અચકાતા અચકાતા બોલી.

“ અ..અઓઓઓહહહ...ઓહ..હા.યયસસ યયસસ..પ્લીઝ કમ ઇન.. “

મોઢા પર મીઠાં હાસ્ય સાથે એ અંદર આવ્યો. નિયતિ એની પાછળ જ હતી એટલે સેટી તરફ હાથ કરી ને એમને બેસવા કહયું. 

“ બેસો ને..”

 નિયતિ ને આમ થોથવાએલી જોઈ ને એ માણસે સામે થી જ કહયું..

“ તમને આમ થોડું અજુગતું લાગશે હું કોઈ જ જાતની જાણ કર્યા વગર આમ અચાનકજ ટપકી પડયો.”

નિયતિ એને શું જવાબ આપે એજ ખબર નહોતી પડતી. હા કહે તો ખરાબ લાગે અને ના કહે તો પણ ખોટી પડે . એ ધીમેથી પાણી લઈ આવું  એમ કહીને કિચન તરફ સરકી ગઈ. પણ પાણી લાવવા મા કંઈ કલાક ન લાગે એટલે ગણીને પાચ થી દસ સેકન્ડ મા એ પાણીના ગલાસ સાથે બહાર આવી. અને પેલા માણસ ને પાણી આપ્યુ.  અને પછી એની સામે ની જ સેટી પર બેસી ગઇ.  બંને ચુપ હતાં. શું બોલવું એ ખબરજ નહોતી પડતી. નિયતિ હાથમાં રહેલી સર્વીંગટ્રે  હાથમા ફેરવી રહી હતી અને પેલો માણસ એના હાથમાં રહેલો ગલાસ. ન છુટકે નિયતિ એ પુછી જ નાખ્યું.

“ તમે..?? એટલે એમજ પૂછું છું..તમે અહીંયા  ..?”

એના વાકય મા પ્રશ્ર્નાર્થ હતો.
 
“ હું..બસ એમજ..મને થયું તમારા હાલચાલ પુછી લઉં.તમારી તબીયત ??  અને દુખાવો થાયછે ખરો  હજું? “

“ અમ..હા. !!  હા..તબીયત તો એકદમ સારી છે.  બસ ખાલી થોડું ચાલતી વખતે પેઇન થાય છે . “ 

“ ઓકે..બાકી હોસ્પીટલ ચેકપ મા ગયાં તા??”

“ ના ..ચેકઅપ માટે હજું કાલની ડેટ છે. “

“ અચ્છા  તો હું  કાલે તમને અને તમારા પપ્પા ને લેવાં આવીશ. કેટલાં વાગે જવાનું છે એ કહેજો”

નિયતિ ને ખુબ આશ્ચર્ય થયું.  આ માણસ ને લાગે નતો વળગે અને આટલી બધી કંન્સર્ન કેમ. ? એટલામાજ નિયતિ ના પપ્પા ત્યા આવ્યા. 

“ હેલો ..અંકલ “

પંકજભાઇ ને પણ થોડું આશ્ચર્ય  થયું  એક્સીડન્ટ વાળા દિવસે તો એ ફટાફટ નિકળી ગયો  અને આજે આમ અહીયાં ઘર સુધી ?....પણ અત્યારે એ ઘરમા હોવાથી વઘુ વિચાર્યા વગર  એની સાથે વાત કરવી જરુરી હતી.એટલે એમણે તરતજ વળતો જવાબ આપ્યો. 

“ હા...આવો બેટા..કયારે આવ્યા તમે??”

“ બસ હજુ હમણાં જ પાચ મીનીટ પહેલાં.. એ દિવસે.. મને શું કહેવું  એ સુઝતું નહતું.  અને હું  થોડો ડરી પણ ગયો હતો . અને વળી અંદરથી ખુબજ ગીલ્ટી હતો. એટલે તમે આવ્યા પછી હું કશું જ બોલ્યા વગર નીકળી ગયો.  પણ પછી થયું કે એકવાર મળવું જોઇએ  તમને એટલે આજે મળવા...”

પંકજભાઇ  સમજી ગયાં કે માણસ તરીકે સારો અને સંસ્કારી  છોકરો છે. નહી તો આજના જમાનામાં  આવું કોણ વિચારે? એમણે વાત આગળ વધારતાં કહ્યું
 
“ તમારું  નામ ? એ દિવસે તમે કંઈ બોલ્યા વગરજ    ...”

“.હા એ દિવસે મને થોડો સંકોચ હતો એટલે . પણ મારું નામ ક્ષિતિજ... ક્ષિતિજ ગજજર. એ દિવસે હું  કશું જ બોલ્યા વગર નીકળી ગયો પછી મને ખુબ અફસોસ  થયો.“
નિયતિ પંકજભાઇ ની બાજુમાં  બેઠી બેઠી  એની સામે એકટસે જોઈ રહી હતી.  ક્ષિતિજ  દેખાવે હેનડસમ હતો . વળી પહેલા થી જ ઇન્ડીપેન્ડન્ટ  હોવા થી એના ચહેરા પર એક કોન્ફીડન્સ હતો.  પર્સનાલિટી  પણ ખુબ પ્રભાવશાળી  હતી. જોતાજ મનમાં વસી જાય એવો.  એ વારંવાર પોતાનાં  હાથના અંગુઠા વળે નાકનું ટેરવું અડતો. જે  એના તરફ વધું  ધ્યાન ખેંચતું.  પંકજભાઇ  ક્ષિતિજ સાથે વાત કરી રહયાં હતાં  એ દરમ્યાન નિયતિ સતત ક્ષિતિજ  ને જોયાં કરતી હતી અને ક્ષિતિજ ની સાથે નજર એક થતાંજ એ પોતાની નજર નીચી કરી દેતી.અને તરતજ એ વાત પર ક્ષિતિજ  જરા મીઠું મલકાતો . થોડીવાર વાતો કર્યા પછી પંકજભાઇ એ નિયતિ ને પુછયું. 

“ બેટા મહેમાન ને ચ્હા ,કોફી કંઈ  પીવડાવ્યું? “

“ અ..અ  ના.. ના પપ્પા  “

નિયતિ  એ ખુબ ટુકા મા જવાબ આપ્યો. 

“ હા..તો  ચાલો હું  બનાવી આપું..”

પંકજભાઇ બોલ્યા. ક્ષિતિજ  એ તરતજ ના પાડી પણ પંકજભાઇ એ થોડો આગ્રહ કર્યો એટલે એ રોકાયો. 

“ અંકલ એક વાત કહું..”

“ હા બોલો ને ભાઇ..”

“ એક તો તમે મને ક્ષિતિજ  કહી શકો.. અને બીજું  કે હું પણ આવું  તમારી સાથે ચ્હા બનાવવા?”

પંકજભાઇ ને થોડું  હસવું આવ્યુ. અને આશ્વર્ય  પણ થયું  છતાં  એમણે ક્ષિતિજ ને  હા પાડી. બંને જણાં એ સાથે મળી ને ચ્હા બનાવી અને પછી ટ્રે મા બહાર લાવ્યા અને નિયતિ ની સાથે બેસીને પીધી. એ દરમયાન  ક્ષિતિજ પણ વારંવાર નિયતિ ને જોયાં કરતો. 

“ ચાલો અંકલ  હવે રજા લઉ. કાલે ચેકઅપ માટે..?”

“ કાલે આમ તો સવારે જવાનું છે પણ બેટા તમે તકલીફ  ન કરતાં  એ તો હું  અને નિયતિ જઇ આવશું.  “

“ અરે ના એ તો હું  આવીશ ને ..અંકલ  મારા પપ્પા  એજ કહ્યુ છે.. વાક મારો હતો એટલે મારે ..”

ક્ષિતિજ જે કહ્યુ.  પણ પંકજભાઇ અને નિયતિ  એમ કોઈ નુ અહેસાન લે એમ ન હતાં એટલે  પંકજભાઇએ  કહ્યુ. 

“ સારું કહેવાય .તમારા પપ્પા  એ તમને જે શીખવ્યું  એ પણ બેટા હુ પણ એક બાપ છું.  મારી દિકરી મારી જવાબદારી છે એટલે હું  જ એને લઇ જઇશ..  “

એમની વાત ક્ષિતિજ  સમજી ગયો એટલે વધું  આરગ્યુમેન્ટ ન કરતા એને વાત સ્વીકારી લીધી. અને ત્યા થી નીકળી ગ્યો. ક્ષિતિજ  ના જતાં જ નિયતિ એ સીધો ફોન હર્ષવદનભાઇ ને ડાયલ કર્યો. 

“ હલો..અંકલ ..”

“ હા બેટા બોલ. અચાનકજ કોલ કટ કર્યો.?”

“ અરે હા અંકલ કોલ કટ કર્યો  કેમકે મને જ જટકો લાગ્યો હતો. તમને વિશ્ર્વાસ ન આવે એવી વાત છે. “

“ ઓહો..! એવું  તે શું  હતું.? “

“ અરે...!પેલો....પેલો..છોકરો  યાદ છે જેણે મારું એકસીડન્ટ કર્યું હતું..”

“ હા...તો..? એનું  શું ?”

હર્ષવદનભાઇ જાણી જોઈને અજાણ બની રહયાં હતાં..એમને અંદાજ આવી જ ગયો હતો કે નિયતિ શું વાત કરવા માંગે છે.  

“ એ ..એ આજે ઘરે આવ્યો હતો. હું  જયારે તમારી સાથે વાત કરી રહી હતી ત્યારે જ એ આવ્યો. અને ઘરમાં પપ્પા  પણ ન હતાં. મમ્મી  ઉપર રૂમમાં સુતી હતી. “

હર્ષવદનભાઇ  નિયતિ ની વાત સાંભળી ને અંદરથી ખુબ ખુશ થયાં.. કે ચાલો વાત પોતાની મરજી મુજબ થોડી આગળ વધી. એમણે ફરી આશ્વર્ય થી પુછ્યુ..

“ હેં  ! શું  વાત કરે છે પછી..? પછી શું થયું?”

“ શું થયું  શું?  દરવાજો ખોલતાં જ હું  ..હું  તો એને જોતીજ રહી ગઇ. “

“ કેમ ..? એ એટલો બધો હેન્ડસમ દેખાય છે.? કે મારી દિકરી એને ..જોતી જ રહી ગઈ..”

હર્ષવદનભાઇ એ મજાક કરતાં પુછ્યુ. નિયતિ  થોડી શરમાઈ. પછી તરતજ બોલી.

“  ના..રે ના..એવો કોઇ  હિરો થોડી છે? ..પણ હા એની પર્સનાલિટી  કંઈ અલગ છે અંકલ. અને આમ પણ કેવો કહેવાય?  પહેલાં જયારે પપ્પા સાથે વાત કરવા કહ્યુતો તરતજ ભાગી ગયો. અને આજે તો હું  ચોંકી એટલો શાંતીથી પપ્પા સાથે વાત કરતો હતો.. “

“ ઓહ.. તો પછી પંકજભાઇ ને પણ મળ્યો..એમને?”

“ હા.. એ આવ્યો પછી શુ વાત કરું એ જ સમજાતું નોતુ. પણ પછી પપ્પા  આવ્યા એટલે થોડી રાહત થઈ.  “

“ સારું  ..સારું  પણ હવે એ કહે કે આશ્રમ કયારથી આવશે?   અને કાલે તારી ચેકઅપ ની ડેટ છે. 
કેવીરીતેજઇશ? હું  ડ્રાઈવર ને ગાડી મોકલું? “

“ અરે..ના ના.અંકલ  હોતું હશે કંઈ..હુ ને પપ્પા રિક્ષા માં જઇ આવશું..પણ તમને ખબર છે એણે પણ આજ સવાલ કર્યો હતો પપ્પા ને .”

“ હમ..અને તારા પપ્પા એ પણ તારા જેવો જ જવાબ આપ્યો હશે .હું  જાણું છું. સારું  ચાલ હવે મોહન મારી રાહ જુએ છે.  આપણે કાલે વાત કરી એ તું ચેકઅપ મા જઇ આવ પછી શું થયું એ વાત કરજે. “ 

“ હા.અંકલ..અને મોહન અંકલ ને પણ મારા વતી કેમ છે એમ પુછજો . હવે જલદી પાછી આવીશ..” 

ફોન મુકી ને હર્ષવદનભાઇ તરતજ મોહનભાઈ ને મળીને બધી વાત કરી. મોહનભાઈપણ ખુશ થયાં. 

“ સાચું કહું  હર્ષવદન તમે ખુબ નસીબદાર માણસ હશો જો તમારા દિકરા એ નિયતિ ને પસંદ કરી અને નિયતિ એ એને.. નિયતિ અને એનું ફેમિલી ખુબ સારું છે જરાપણ લાલચું નથી. વળી સ્વમાની પણ છે. બસ ભગવાન કરે ને આ બંને નું ચોકઠું ફીટ બેસી જાય બસ “

“ મોહન તમારાં મોઢામાં ઘી સાકર..હું પણ એજ રાહ જોઉં છું. ચાલો હવે નિયતિ તરફ ની વાત તો જાણી પણ મારો ગગો મને જણાવશે નહી એની પાસે તો મારેજ વાત કઢાવવી પડશે.  “ 

“ તો પછી કરો દિકરા ને ફોન અને એના તરફ ની વાત પણ જાણી લઇએ. “

મોહનભાઈ બોલ્યા.

“ હા પણ એને અત્યારે કોલ નહી કરું. થોડી રાહ જોઇશ. રાત્રે જમીને  આપણે રૂમમાં જઇએ ત્યારે વાત .”

“હા એપણ સાચી વાતછે.”

મોહનભાઈ અને હર્ષવદનભાઇ બંને કરી આશ્રમ ની રોજની ક્રિયા મા લાગી ગયા.હર્ષવદનભાઇ ક્ષિતિજ ના ફોન ની રાહ જોતા હતા. એ સામેથી ફોન કરે તો કંઈ અંદાજ આવે. પણ રાત્રે દસ વાગ્યા સુધી ક્ષિતિજ નો ફોન આવ્યો નહી. હવે સુવાનો સમય થવા આવ્યો. એટલે એમની અકળામણ થોડી વધી.મોહનભાઈ એમનું વર્તન માર્ક કરી રહ્યા હતાં . હર્ષવદનભાઇ ના સ્વભાવ મુજબ એમનાં ધર્યા પ્રમાણે ન  થાય ત્યા સુધી તેઓ ખુબ અકળામણ ભોગવતાં.  આખરે તો એક બીઝનેસમેન હતાં  એટલે પ્લાન સફળ ન થાય ત્યા સુઘી તો એ આકળવિકળ થઇ જતાં. હર્ષવદનભાઇ વારંવાર ફોન ની સામે જોતાં  ફોન ઉપાડી ને ચેક કરતાં કે ક્ષિતિજ નો ફોન આવ્યો કે નહી.અંતે મોહનભાઈ બોલ્યા.
 
“ હર્ષવદન તમે સામે થીજ કરો ને કોલ..એનાં ફોન ની રાહ જોયાં વગર. “

“ હેં...! પણ મોહન સામે થી ફોન કરીશ તો એને તરતજ શંકા જશે. અંતે તો દિકરો મારોજ ને.” 

બંને જણ એ વાત પર હસ્યાં  અને એટલા માંજ   ફોન ની રીંગ વાગી હર્ષવદનભાઇ એ જટદઇ ને બે રીંગ પુરી થતાજ ફોન રીસીવ કરી લીધો. 

ક્રમશ:


 

 


***

Rate & Review

Sangita Behal 6 months ago

Gira Patel 6 months ago

Koki Patel 6 months ago

Anisha Patel 6 months ago

Himanshu Patel 7 months ago