ક્ષિતિજ - 4

ક્ષિતિજ

ભાગ-4

..હર્ષવદનભાઇ મોબાઇલ ટેબલ પર મુકી ને હમણા આવું એટલું કહીને બહાર ગયાં. એટલામાં જ એમનો મોબાઇલ રણકયો. પહેલા તો મોહનભાઈ એ ફોન ઉપાડ્યો નહી. પણ પછી જયારે બીજીવાર ફોન આવ્યો ત્યારે એમણે ફોન રીસીવ કર્યો.

“ હ.… હહલોઓ.. કો.. ઓ.ણ?? .”

એ દબાતા અવાજે બોલ્યા.

“ અરે....યાર..પપ્પા આ....આ શું માંડયુ છે તમે.. હેમંતભાઈ એ મને ફોન કરી ને તમારી બધી હરકતો જણાવી દીધી છે.. અ..ને એ બહુ ચિંતા મા પડી ગયા હતાં.. તમે ..તમે આમ ખવાપીવા નું બંધ કરી દો ..અને એ પણ મને ઇમોશનલ બ્લેકમેલ કરવા માટે... પપ્પા પ્લીઝ અંન્ડસ્ટેન્ડ... તમે તમે આ...”

“ અ..મમમમ... જુઓ ભાઇ હું હર્ષવદન ભાઇ નથી .એ તો બહાર છે . અને હું..મોહન બોલું છું..એમના રૂમમાં રહું છું. ગઇકાલે રાત થી..હું… હું..હમણા બોલાવી આપું એમને..”

સામે છેડેથી અવાજ થોડો અટક્યો. ને ફરી

“ ઓ...ઓ… ઓ..વ.. સોરી અંકલ.. મને થયું કે પપ્પા છે. એટલે હું એકદમ થી લેક્ચર આપવા માંડયો..બાય ધ વે હું એમનો એક માત્ર સુપુત્ર છુ. “

એણે રાબેતા મુજબ જેમ આશ્રમનાં બીજા સભ્યો સાથે વાત કરતો એમજ નોર્મલી વાત કરવાની શરુઆત કરી દીધી. મોહન ભાઇ ને પણ અચરજ લાગી..

“ ભાઇ..હુ હર્ષવદન ભાઇ ને મોબાઇલ આપું ? “

“ કેમ ..? પપ્પા આવી ગયા..?”

“ ના ના એતો તમારે પૈસા થાય ને ..તમે એમના માટે ફોન કર્યો હોય એને “

“ અંકલ એવું કશુંજ નથી.મને તો બધા સાથે વાત કરવી ગમે..એટલે વાંધો ન હોય તો પપ્પા આવે ત્યા સુધી તમે વાત કરો ને....”

મોહનભાઈ ને પોતાનો દિકરો યાદ આવી ગયો..એ ગળગળા થઈ ગયાં.

“ હુ...! હું શું વાત કરું તમારી હારે..”

“ અમમમ ચલો છોડો હું તમને પપ્પા ના તોફાનો જણાવું...”

આ વાકય સાંભળી ને મોહનભાઈને જરા હસવું આવી ગયું..

“ હેં...શું વાત કરો છો...બાળકો તોફાન કરે પણ ..તમારેતો પપ્પા તોફાન કરે અને ..”

પછી તો વાતચીત જામી..મોહનભાઈ નુ મન પણ થોડું આનંદ મા આવી ગયુ.

“ અને..હા ..તમે ભાઇ..ભાઇ...તમે તમે..ન કરો.. હજું હું ફકત 28 વર્ષ નો જ છું..એટલે મને વડિલ ન બનાવૉ. તમે મને તું કહીને બોલાવો તો ચાલશે... હવે કામની વાત.. તો કયાં હતાં આપણે?..હા..પપ્પા ના તોફાન પર..”

પછી તો બંને વચ્ચે ફરી ખુબ વાતો જામી.મોહનભાઈ વાતો સાંભળી ને ખડખડાટ હસી પડ્યાં..ખબર જ ન પડી કે વાતો કરતાં કરતાં વીસ મિનીટ થઇ ગઇ.

“ બેટા તારા પપ્પા..ખુબ નસીબદાર છે તારા જેવો દિકરો...”

“ અરે.… અરે… અરે… અંકલ ભુલથી પણ આ વાત એમને ન કહેતાં.. નહી તો તમારે રુમ શિફ્ટ કરવો પડશે..”

બંનને ફરી જોરથી હસવા લાગ્યા..

“ ચાલો અંકલ ફરી વાત કરીશું..મારે ફલાઇટનો સમય થઇગયો છે. બે દિવસ પછી ત્યા પહોંચવાનો છું તો રૂબરૂ જ મળશું. અને પ્લીઝ એક રીકવેસ્ટ છે. તમે એમને ન કહેતાં કે હું ફ્લાઇટ મા છું..કરવાદયો એમને ચિંતા..ખબર પડશે કેવું થાય.. ગુડબાય અંકલ..”

“ હા...આવજો બેટા..”

મોહનભાઈ વિચાર મા પડી ગયા..

“કેટલો હસમુખ છોકરો છે..ભલે એ હર્ષવદન ભાઇ ને અહીં મુકી ગયો પણ છતાં એમની એક એક વાત પર ધ્યાન છે એનું...”

એટલા માજ હર્ષવદન ભાઇ આવ્યા..એ કાંઇક બબડી રહ્યા હતાં..

“ બપોરે સાડા ત્રણ થઇ ગયાં ને હજી આવી નહીં.. સાવ એટલે સાવ ખોટું બોલી ને ગઇ એ..”

“ શુ થયું..કોણ ખોટું બોલ્યું...?”

“ શું..કહું. કોણ..! એ પેલી છોકરી હજું ગઇકાલે કહીને ગઇ હતી કે ત્રણ વાગે આવીશ અને સાડા ત્રણ થ્યા તોય આયવી નય.. “

“છોકરી...? કોણ છોકરી?”

મોહનભાઈ એ પ્રશ્ર્ન કર્યો.

“ અરે છે એક... વાલા.... જબર છોકરી છે મારા ચાર પાંચ દિવસ ના નાટક પર એક જટકા મા પડદો પાડી દીધો..નહીતર મારો દિકરો જટ આવી જાત. અને પાછી કાલે ફ્રેન્ડશીપ કરતી ગઇ...મને કયે તમે બધા હારે બારે બેસસૉ તો જ વાત કરીશ..એટલેજ તો ક્યારનો બારે ઓલા પ્રવિણાબેન અને સુખા ભાઇ હારે બેઠો તો..કે એ આવે તો મને બધાં હારે બેઠેલો જુએ “

હર્ષવદન ભાઇ થોડા આમતેમ આંટા મારતા બોલ્યા...

“ હા ..એ બધુંય ઠીક પણ મને સમજાય એવું ક્યો ને..આમ કાઇ ખબર નો પયડી..”

મોહનભાઈ એમના કાઠીયાવાડી લેહકા મા બોલ્યા.

“ અરે...શું કવ...આમ મનેય હજી અહીયાં આયવા ને બોવ ટાઇમ થ્યો નથી..પંદરેક દી થોડુક વધારે થ્યું .. અને મારે મારા ઘરે પાછું જાવું તું..ને મારો દિકરો એના કામ થી પરદેશ ગ્યો છે..એટલે ત્રણ ચાર દિ થી મે નાટક શરું કરેલાં...આમ પણ બીજાઓ સાથે મને ભળતું નોતું એટલે બોવ વાતચીત માય આપણને રસ નોતો એમા મે ત્રણ દિ જમ્યુ નહી. ને તબિયત થોડી લથડી ..એટલે મને હતું કે આ… આ... લોકો મારા દિકરા ને તાત્કાલીક બોલાવસે ને માંદગી ના બાને હુ ઘરભેગો થય જાયસ...પણ હેમંતભાઈ એ તો આ છોકરી ને આપડો કેસ સોંપી દીધો . એટલે મને થ્યું કે છોકરી છે એકાદ વાર ગુસ્સો કે છણકો કરીશ એટલે પત્યું… પણ આપણો વાર તો ઊંધો પડ્યો..મારા કરતાંય મોટો ગર્જના સામે આવી ને આપણે બાપલા બેસી ગ્યાં....એ કાલે મને જમાડતી ગય..ને સાચું કઉં આમ મને છેને પેલાં થી જ લેવલ વાળાં લોકો પસંદ છે એમ ગમે તેની હારે મજા નો આવે..પણ તમે આવીગ્યા એટલે વળી હાયલુ. હવે એની રાહ જોવ છું..એ આવે તો કાઇક વાતચીત થાય...”

હર્ષવદન ભાઇ પણ પોતાનાં ઓરિજીનલ મુડ માં આવીને બોલ્યા.

“ આ..વળી કોની ખોદણી ચાલે છે .? “

પાછળથી અવાજ આવ્યો .. મોહનભાઈ અને હર્ષવદન ભાઇ બંને એ પાછળ ફરી ને જોયું તો નિયતિ ઉભી હતી.

“ હેં....! શું વાત કરેછે?...ખોદણી? કોણ કરેછે?”

હર્ષવદન ભાઇ જાણે કંઈ જાણતાં જ નથી એમ બોલ્યા.

“ જો...બસ હું આ છોકરી ની વાત કરતો હતો મોહનભાઈ . બોવ ..બોવ હોશિયાર છે હોં . આમ ..ચપટી વગાડતાં જ પોતાના કરી લે”

“ બસ.… બ… સસ હવે અંકલ ચાલો આપણે આપણાં કામે લાગશુ?”

નિયતિ થોડું કટાક્ષ મા બોલી.

“ કામે...? “

“ હા ... કામે..કરાવશો ને મને ??”

“ એમાં અમારે વળી શું કરવાનું..? “

મોહનભાઈ એ પુછયું.

“ તમે....?”

નિયતિ એ જરા અચકાતાં પુછ્યુ.

“ હું.. મોહન હજું કાલે રાત્રે જ આવ્યો છું. “

“ ઓહ.. અચ્છા. અને તમારો પરી..ઈ ..વાર?”

નિયતિ ફરી અચકાઇ. કેમ કે અહીં આવનાર વ્યક્તિ ને એમના પરિવાર વિશે પૂછવું એટલે એમને દુખ આપવા બરાબર હતું.

“ નથી કોઈ નથી. ..પત્નિ હતી એ મૃત્યુ પામી..ત્યાર બાદ મારે કોઈ સંબંધી કે સગાઓ ના આશરે રહેવું ન હતું એટલે અહીં આવી ગયો “

“ વાહ....તમે તો ખુબ સ્વમાની છો. સારું કર્યું.. આમપણ આ અંકલને કોઈ મિત્ર ની જરુર હતી.એટલે હવે હું છુટ્ટી..”

નિયતિ ફરી મજાક મા બોલી..

“ હેં...! શું કીધું..? સંભળાયું નહી...”

ત્રણેય જણ ખડખડાટ હસી પડ્યાં. પછી તરતજ ચપટી વગાડતાં નિયતિ એ કહ્યુ..

“ચાલો ચાલો..કામ પર લાગી જઇએ.. “

“ પણ અમારે શું કરવાનું..?”

“ તમારે ફકત હું કહું એ પ્રમાણે મદદ બસ બાકી કાંઈ નહી. “

“ હા ..એ સાચું પણ મદદ મા શું?.. જો હું કાઇ તારી જેમ એ માંદા માજી – બાપાઓ ના હાથપગ નહી દબાવુ..”

હર્ષવદન ભાઇ એ જરા નજર ત્રાંસી કરીને કહ્યુ.

“ અરે ના ના અંકલ..તમને એવું કશું કરવું નહી પડે. જુઓ હમણાં થી ઘણાં વૃધ્ધો એવાં છે જે મનથી હારી ગયા હોય ..નિરાશ થઈ ને પછી એ લોકો સાવ આળસું અને જીદદી થઈ જાય..એમને ફકત ફરજીયાત પણે કસરત કરાવવી પડે અને થોડું વોકીંગ બસ તમારે ફકત મદદ કરવાની છે અને એમને થોડા મોટીવેટ કરવાના છે. બાકી બધું હું સંભાળી લઇશ. “

નિયતિ એ એમને બધું સમજાવતા કહ્યું.

“ અરે..એટલે મોનીટર બનવાનું છે કલાસ ના એમ કે ને બેટા “

મોહનભાઈ હસતાં હસતાં બોલ્યા.

“ હા...એવું જ...પણ મોનીટર હોય એણે પહેલાં નિયમોને ફોલો કરવા પડે પછી જ બીજાને કહી શકે...”

નિયતિ એ કહ્યુ..

“ અરે .. હા.. હા.. તું ચિંતા ન કર અને હાલ હવે બોલાવ એ બધાને “

ત્રણેય જણાં ગાર્ડન એરીયા મા પહોંચી ગયાં રોજ ના સમય પ્રમાણે બધા ત્યા આવીજ ગયાં હતાં નિયતિ એ કસરત શરું કરાવી જે લૉકો ને શરીરમાં કોઈ અંગો ના દુખાવા હોય એમને ડોકટર ના કહ્યા પ્રમાણે કસરત કરાવતી. પછી વોક અને પછી બાકીની રોજીંદી પ્રવૃતિ ગાર્ડન મા પ્લાન્ટસ ને પાણી આપવું ..લેડીઝ બધાં રસોડે મદદ કરતાં .. એમજ રાત પડી ગઈ.. આજે ખરેખર હર્ષવદન ભાઇ ના ચહેરા પર સંતોષ દેખાઇ રહ્યો હતો. આજે ખરેખર પોતે જીંદગી આખી જે કર્યું એ જ અહેસાસ થયો જાણે જોબસેટીશ્ફેકશન મળે એમ બાપડા બીચારા વૃધ્ધ માથી ફરી લીડરશીપની મજા માણી હતી.પોતાનું સ્થાન બીજા કરતાં થોડું ઉંચુ છે.હવે પોતે યોગા ગૃપના લીડર હતાં..ઘરમાં જેમ એમનું એકહથ્થુ વર્ચસ્વ હતું એવું જ આજે લાગી રહ્યુ હતું..મોહનભાઈ ને પણ બાગબગીચા ની પ્રવૃતિ ના હેડ બનાવી આપ્યા...

રાત પડી આઠ વાગ્યા નિયતિ આજે પણ બંન્ને ની રજા લઇ ઘરે જવા નીકળી. આમને આમ બે ત્રણ દિવસ પસાર થઈ ગયા. દિકરા નો ફોન છેલ્લે કયારે આવ્યો એ પણ યાદ ન હતું .

“ અરે...મોહનભાઈ કેટલાં વાગ્યા?”

“ કેમ ? કંઈ કામ હતું “

“ ના..ના..કામ તો શું હોય અહીંયા..પણ આજે નિયતિ દેખાઇ નહી “

“ અરે ..હા સાડા ચાર થવા આવ્યા પણ દિકરી દેખાઇ નથી. શું થયું હશે? “

“ હા...વળી એનાં મમ્મી માંદા હતા ..તો કયાંક એમની તબીયત વધું ખરાબ તો નહીં હોય.. “

“ ના ના..કદાચ થાકી હોય એટલે આવવાં નો વિચાર માંડી વાળ્યો હોય..એવું પણ બને”

મોહનભાઈ એ વાતને સામાન્ય વણાંક આપતાં કહ્યું. અને પોતાની ગાર્ડનીંગ ની પ્રવૃત્તિ માટે નિકળી ગયાં. પણ હર્ષવદન ભાઇ ચિંતા મા પડી ગયા..એને વારંવાર વિચારો આવતાં.

શું થયું હશે? કોઇ તકલીફ તો નહી હોય ને..? એક- બે વાર ફોન પણ કર્યો પણ નો રીપ્લાય થયો એટલે ચિંતા વધી એ સીધા હેમંતભાઈ પાસે ઓફીસ મા ગયાં.

“ આવો ને વડિલ..કંઈ કામ હતું?”

હેમંતભાઈ ને અણસાર તો આવી ગયો હતો કે હર્ષવદન ભાઇ નિયતિ ના સમાચાર જાણવાં આવ્યા છે. નિયતિ સાથે એમનો સંબધ છે બાપ દિકરી થી વિશેષ થઈ ગયો હતો.

“ ના...આમ કામ તો કાંઇ નહી.પણ આજે..નિયતિ દેખાઇ નથી..એક બે વખત મે ફોન પણ કર્યો. પણ નો રીપ્લાય થયો એટલે ચિંતા થઈ..એટલે આવ્યો છું. કદાચ તમને એણે જાણ કરી હોય.”

“ ના..આમતો કાંઇ સમાચાર નથી પણ છતાં લાવો હું એમનાં પપ્પા ને એક ફોન કરી જોઉં. “

“ હા..એવું કરો ને”

હેમંતભાઈ તરતજ નિયતિ ના પપ્પા ને ફોન લગાવ્યો..

“ હલો.. પંકજભાઇ?”

“ હા.ભાઇ “

“ હું આશ્રમમાં થી હેમંત બોલું છું. “

“ બોલો ભાઇ કાંઇ કામ હતું મારું?”

“ ના તમારુ કામ નહી પણ આજે નિયતિ હજું પહોચી નથી એટલે થયું લાવ પુછી જોઉં કે બધું ક્ષેમ કુશળ તો છે ને?”

“ હા આ.. બધું ક્ષેમ કુશળ છે.પણ .નિયતિ હમણાં એક-બે દિવસ આવી નહીં શકે..”

હેમંતભાઈ ફોન સ્પીકર પર રાખ્યો હતો એટલે હર્ષવદન ભાઇ ને બધું સંભળાય.. અને આ વાત સાંભળતા જ એ થોડા અધીરા થઇ ગયાં..

“ હે...! કેમ?”

એમના મોંમા થી ઉદગાર નીકળી ગયાં.

“ કે..ભાઇ કંઈ કારણ ખરું?”

હેમંતભાઈ એ પુછયું.

“ કારણ આમતો કાંઈ નહી ..એ આજે આશ્રમ આવવાં નીકળી હતી પણ રસ્તામાં ..”

પંકજ ભાઇ નો અવાજ થોડો ભારે થઈ ગયો અને જીભ થોડી થોથવાઇ ગઇ બોલતા બોલતાં..

“રસ્તા માં..!..રસ્તામાં શું?

***

Rate & Review

Verified icon

Sangita Behal 9 months ago

Verified icon

Gira Patel 9 months ago

Verified icon

Koki Patel 9 months ago

Verified icon

Anisha Patel 9 months ago

Verified icon

urvi bhalani 10 months ago