Langotiya - 4 books and stories free download online pdf in Gujarati

લંગોટિયા - 4

જીગરના કહેવાથી બધાએ બેન્ચ ખખડાવી કે ખૂબ અવાજ થયો અને છેક ઓફિસ સુધી પહોંચ્યો. એ સાંભળીને બકુલભાઈ સીધા ક્લાસમાં પહોંચી પૂછવા લાગ્યા, “તમે લોકોએ શુ માંડી છે? કોણ કહે છે તમને અવાજ કરવાનું? પહેલા તો મને એ કહો કે શરૂઆત કોણે કરી?” વિદુર બોલ્યો, “સર જીગર સાહેબ હતા.” જીગર કહે, “થેંક્યું માય સ્ટુડેન્ટ. આઈ પ્રાઉડ ઓફ યુ.” બકુલભાઈ કહે, “યાર કાલથી તું સ્કૂલે ન આવતો તારી હાજરી પુરવાની જવાબદારી મારી પણ તું ઘરે રહેજે.” જીગર કહે, “થેંક્યું સર. હું ઘરે રહીશ પણ મને એવી જાણ થઈ કે દીપકને મારી ગેરહાજરીમાં કોઈ હેરાન કરે છે તો હું પાછો રેગ્યુલર થઈ જઈશ. પછી તો તમને ખબર છે કે નિશાળનું વાતાવરણ કેવું રહેશે.”

બકુલભાઈ માની ગયા અને કહેવા લાગ્યા, “વાંધો નય જો તું એપ્સન્ટ રહેતો હો તો દીપકની તમામ જવાબદારી મારી. એય દીપક કોઈ તને સતાવે તો મને જાણ કરજે.” દીપક કહેવા લાગ્યો, “સર જીગરને છેલ્લી વખત માફ કરી દો. તે હવેથી આમ નહિ કરે. એ હું ખાતરી આપું છું.” બકુલભાઈ બોલ્યા, “દીપક તેણે હદ પાર કરી નાખી છે. અમે પણ સમજીએ છીએ કે તોફાન હોય. પણ આટલી હદે નહિ. અમે તેના શિક્ષકો છીએ. જીગરનું વર્તન એવું છે જાણે અમે તેના નીચે કામ કરતા હોય અને એ અમારો બોસ હોય. ના બસ હવે સહન નથી થતું. તું ભાઈ ઘરે જ રહેજે. તારી શરતો મને મંજુર છે.”

એ સાંભળી દીપકની આંખમાંથી આંશુ આવી ગયા. તે કહેવા લાગ્યો, “સર જીગર જતો હોય તો મારે પણ અહીં નથી રહેવું. હું પણ નહીં આવું.” જીગર તરત બોલ્યો, “ના દીપુ. મારો તો સ્વભાવ છે આવી પ્રવૃત્તિ કરવાનો. મારા માટે થઈને તું તારું કરિયર ન બગાડ બસ હવે થોડા મહિના જ બાકી છે આપણું વર્ષ પૂરું થવામાં પછી દસમુ આપણે એક્સ્ટર્નલ પરીક્ષા આપશુ. શાળાએ નહિ આવીએ.પણ અત્યારે તું તારા અભ્યાસ પર ધ્યાન દે.” એમ કહી તેણે પોતાનું બેગ ઉપાડ્યું અને ક્લાસમાંથી બહાર નીકળવા તૈયારી કરી.

દીપક કહે, “જીગર યાર સાહેબ મજાક કરે છે તું પાછો બેસી જા.” બકુલભાઈ કહે, “દીપક હું મજાક નથી કરી રહ્યો. જવા દે એને. થોડા દિવસ એકલો રહેશે એટલે બુદ્ધિ આવી જશે. આ તમારું ફ્રેન્ડ સર્કલ જ બોગસ છે. બસ એક ક્રિકેટ રમતા અને શિક્ષકોને રમાડતા આવડે છે. બસ આ વિદુર અને બે ત્રણ બીજા વિદ્યાર્થીઓ એવા છે જે અભ્યાસમાં ધ્યાન આપે છે.”

જીગર દીપકને કહેવા લાગ્યો, “દિપક હવે ટયુશનમાં મળીએ. મને ન અટકાવતો તને મારા સમ છે.” એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. દીપક અને બબલી આ દ્રશ્ય જોઈ ઉદાસ થઈ ગયા.

જીગરે 9માં ધોરણના અભ્યાસના બાકીના દિવસો પોતાના પિતાની દુકાનમાં કામ કરી કાઢ્યા અને દીપકે આ દિવસો નિશાળમાં. 10મુ ધોરણ આવ્યું અર્થાત બને 9મુ પાસ કરી ચુક્યા. જીગર દુકાનમાં બહુ વ્યસ્ત રહેતો તેથી દીપક સાથે મળવાનું ઓછું રહેતું. આ સ્થતિ 9માં ધોરણમાં પણ રહી હતી. આ લંગોટિયા મિત્રો લગભગ તો એકબીજાથી દૂર થવા લાગ્યા હતા. તે ફક્ત ટ્યુશનમાં જ ભેગા થતા.

એક દિવસ દીપક જીગરને તેની દુકાને મળવા ગયો. બંને સાથે બેઠા અને ઘણા ગપ્પા માર્યા. દીપકે પૂછ્યું, “જીગર મને એ જણાવીશ કે જે દિવસે બકુલસરે તને નિશાળે આવવાની ના પાડી અને તારું અપમાન કરી તને તગડી મુક્યો તો ત્યાર પછી તું આવ્યો કેમ નહિ? આ પ્રશ્ન હું જ્યારે તને મળતો ત્યારનો પૂછું છું પણ હવે તો દસમુ આવ્યું આજ તો જણાવ કે તે એમ શા માટે કર્યું?”

જીગરે કહ્યું, “ચાલ હવે તો કહેવું જ પડશે. એક વાત છે કે બકુલસરે મારુ અપમાન કરી મને નથી કાઢ્યો પણ મેં જ એમને આમ કરવા કહ્યું હતું. બકુલસરે આપણી ફરિયાદ આચાર્ય સાહેબને કરી હતી એટલે તેમનાથી પ્રેરણા મેળવી અન્ય શિક્ષકોએ મારી ફરિયાદ કરી હતી. તેથી આચાર્યે આપણા બંનેની સર્ટી કાઢી નાખવાનો નિર્ણય કર્યો હતો. તારી એટલા માટે કારણ કે હું તારા માટે જ બધા સાથે ઝઘડતો. બકુલસરને મેં જ્યારે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો પૂછ્યો ત્યારે તેમણે મને કહ્યું કે જો હું નિશાળે આવવાનું બંધ કરી દઈશ તો આચાર્ય સર એ વાતને ભૂલી જશે અને તને પણ માફ કરી દેશે. મને સર્ટી તો આપવાના જ હતા પણ મારા લીધે તારું ભણતર બગડે એ મને પોષાય તેમ નહોતું. આમય પપ્પાને દુકાનમાં એક માણસની જરૂર હતી જ.”

દીપક જીગરને કહેવા લાગ્યો, “યાર તે મારા પર ઘણા ઋણ કરી નાખ્યા છે એ બધા ઋણ હું કેવી રીતે અદા કરીશ. ખરેખર તારા જેવો મિત્ર કોઈક ભાગ્યશાળીને જ મળે.” જીગર કહે, “છોડ ને યાર. આવું તો ચાલ્યા કરે. તો હવે તો તું ઘરે જ છોને? એટલે કે એક્સટર્નલ તરીકે પરીક્ષા આપીશ ને? બોર્ડની.”

દીપક બોલ્યો, “સોરી યાર મારો વિચારતો એમ જ હતો પણ...” જીગર કહે, “પણ શું દીપક?” દીપકે જવાબ આપ્યો, “મારે હવે નિશાળે જવું જ પડશે કારણ કે પપ્પા ફોર્સ કરી રહ્યા છે. બકુલસર પણ કહે છે કે નિશાળે જઈશ તો પાસ થવાની શકયતા વધી જશે.”

કોણ જાણે કેમ પણ જીગરને આ વખતે દીપકની વાતોમાં સત્ય દેખાતું નહોતું. કારણ કે તે દીપકના પિતાને સારી રીતે જાણતો. તે જીગરના મિત્ર જેવા હતા. તો તે ક્યાંથી ફોર્સ કરે એવું જીગર માનતો હતો.

જીગર કહે, “વાંધો નય તો આ રજાઓના થોડા દિવસ બાકી છે તો આપણે જૂનાગઢ જઈએ? ત્યાં ખૂબ મજા આવશે.” દીપક કહે, “સોરી જીગર તે થોડો વહેલા પ્લાન રાખ્યો હોત તો હું જરૂર આવત પણ મારે બે દિવસ પછી અમદાવાદ જવાનું છે. ત્યાં મારી માસીનો છોકરો ઘણા વર્ષ પછી અમેરિકાથી આવ્યો છે. માટે તેને મળવું જરૂરી છે.” જીગર કહે, “વાંધો નય તો હું પણ તારી સાથે આવું. તને કમ્પની પણ મળી જશે. આમતો મારે પણ અમદાવાદનું કાંકરિયા તળાવ જોવું છે.”

દીપક કહે, “ના જીગર આપણે પછી સમય કાઢી જશું. અત્યારે ત્યાં જોવાની મજા નહિ પડે.” તેનો જવાબ સાંભળી જીગર એકદમ ઉદાસ થઈ ગયો. તે કહેવા લાગ્યો, “સારું તે એકલા રહેવાનું વિચારી જ લીધું છે તો પછી અમદાવાદ જઇ આવ. હું પછી ક્યારેક ફરી લઈશ. પણ તું અત્યારે દુકાન કઈક ખાસ કામ માટે આવ્યો હતો?”

દીપક કહે, “હા યાર વાતો વાતોમાં કામ તો ભુલાઈ ગયું. હું બે દિવસ પછી અમદાવાદ જવ છું એ માટે મારે એક ટ્રાવેલર બેગ જોઈએ છે. તો મને સારામાં સારું બેગ બતાવ. જીગરે તેને ટકાઉ અને સારું બેગ બતાવ્યું. તે દીપકને ગમ્યું. તેણે જીગરને કહ્યું, “બોલ જીગુ આના કેટલા ચૂકવવાના છે?” જીગરને દીપકના સ્વભાવમાં ઘણો ફેરફાર દેખાતો હતો. તે બોલ્યો, “યાર દીપુ આપણા વચ્ચે પૈસાનો સંબંધ ક્યારથી આવી ગયો? તું મને એમ કે ને તું સાબિત શુ કરવા માંગશ. હવે ક્યારેય પૈસાની વાત ન કરતો.”

દીપક કહે, “સોરી યાર. મારે પૈસાની વાત નહતી કરવી. પણ આજ નહિ તો કાલ મારે આપવાતો છે જ ને?” જીગર કહે, “જ્યારે કમાતો થા ત્યારે હું સામેથી માંગી લઈશ. પણ એ પહેલાં કદી પૈસાની વાત ન કરતો. તારે દુકાનેથી જે લેવું હોય એ મને જણાવી દેજે. એ તારા પાસે આવી જશે.” દીપક કહે, “સારું તો હું નીકળું. હજી ઘણી તૈયારીઓ કરવાની છે.” જીગર તેને ભેટ્યો અને કહેવા લાગ્યો, “સોરી દીપુ દુકાન પર કામ હોવાને કારણે હું ઘણા સમયથી તને મળી નથી શક્યો પણ સમય મળે એટલે આપણે ક્યાંક બહાર ફરવા જઈએ. સાલું 9માં ધોરણથી ક્યાંય ગયા જ નથી.” દીપક કહે, “જઈશું મારા ભાઈ જઈશું. તું શાની ચિંતા કરે છે.” એમ કહી તે ત્યાંથી નીકળી ગયો.

દીપકે જ્યાં સુધી પોતાની વાત કરી ત્યાં સુધી જીગરને એવું જ લાગ્યું કે દિપક કઈક તો છુપાવે છે. પણ એ શું હોઈ શકે. તે કહેવા લાગ્યો, “હું દીપકથી થોડા સમય માટે દૂર શુ થયો કે દીપક સાવ બદલાઈ ગયો. કઈક તો છે જે અમારી દોસ્તીના મૂલ્યને ઓછું કરી રહ્યું છે. તેના પપ્પા તેને કદી ભણવા માટે ફોર્સ કરે નહિ માટે વાત કઈક બીજી છે. કા તો દીપક મારાથી દૂર થવાનું વિચારી રહ્યો છે અથવા કોઈ બીજું અમને જુદા પડવાના કામમાં લાગી ગયું છે.