Stardom - 15 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ - 15

સ્ટારડમ - 15

હાઇલાઇટ -

નિશા ની પ્રેગ્નેન્સી ની રિપોર્ટ આર્યન ને આપી ત્યારે આર્યન નિશા ના કેરેકટર પર સવાલ કર્યો, અને આર્યન ના આવી વિચારસરણી જોઈ ને નૈના આર્યન ના કેરેકટર ને જજ કર્યું. આર્યન થી વાત સહન થઈ અને આર્યન નૈના ને એની સચ્ચાઈ નો અરીસો બતાવ્યો. નૈના પણ પાર્થ ને છોડી આર્યન સાથે પોતાના કરિયર ના સ્વાર્થ માટે હતી. સાથે આર્યન કહ્યું કે જેમ નિશા સાથે મેં લગ્ન કર્યા એવી રીતે શું તું મારી સાથે લગ્ન કરીશ ? આર્યન અને નૈના બંને એક સરખા માઈન્ડ સેટ વાળા છે. આર્યન વાત નૈના સામે સાબિત કરી. વાત કે સચ્ચાઈ નૈના થી સહન થઈ અને આર્યન સામે બગાવત પર ઉતરી આવી.

અને આર્યન ને મીડિયા ને લોકી સામે એક્સપોઝ કરી દેશે એમ કહી ત્યાં થી નીકળી ગઇ. નૈના દરિયાકિનારે બેઠી હતી ત્યાં એને મળવા પાર્થ અને મેઘા પહોંચ્યા.

બંને નૈના ને વિચારતી કરી દીધી કે શુ નૈના ક્યારેય આર્યન ને સાચો પ્રેમ કર્યો હોત ને તો આવા સમયે બ્રેકઅપ થવા ના દર્દ માં રડતી હોત આમ બદલો લેવા નું વિચારતી હોત.

પણ નૈના આર્યન ને એક્સપોઝ કરવા નું મન બનાવી લીધું હતું. મીડિયા સામે એમના બ્રેકઅપ ની ન્યુઝ આપી અને નિશા સાથે ના આર્યન ના રિલેશન વિસે પણ મીડિયા માં ન્યુઝ ફેલાવી. અને સાથે નિશા ના સ્યુસાઇડ કેસ ને રીઓપન કરાવ્યો. પણ આર્યન ના કોન્ટેસ સારા હોવા ને કારણે આર્યન વિરુદ્ધ કોઈ સબૂત મળ્યા.

વાત થી ગુસ્સે થઈ આર્યન એક નિર્ણય કર્યો કે હવે આજ પછી નૈના શર્મા જ્યારે જ્યારે એની ફિલ્મ રિલીઝ કરશે ત્યારે આર્યન જોશી પોતાની ફિલ્મ રિલીઝ કરશે.

અને આર્યન નૈના ના સ્ટારડમ ને ચેલેન્જ કર્યું.

સ્ટારડમ ની સફર માં આગળ શું થાય છે જાણવા માટે તૈયાર છો? તો શરૂ કરીએ સ્ટારડમ ની સફર

...

આટલું કહી આર્યન ત્યાં થી ચાલતો થઈ ગયો. નૈના તેની સામે જોતી રહી.

નૈના ના સ્ટારડમ ને ઓપન ચેલેન્જ આપતું આર્યન નું સ્ટારડમ.

નૈના તે સમય કોન્ફિડન્ટ હતી. પણ અંદર થી થોડી ડરતી પણ હતી.

હવે નૈના એકલી હતી. કોઈ નહતું એની સાથે. ફ્રેન્ડ પ્રેમ. બસ એની એક્ટિંગ હતી જેને સહારે આગળ વધી શકતી હતી પણ હવે રસ્તા માં પણ આર્યન વચ્ચે આવી ગયો હતો.

જ્યારે એકલી વ્યક્તિ ના જીવન જીવવા ના એક ના એક સહારા પર સંકટ દેખાય ને ત્યારે ,તે સંકટ ને દૂર કરવા એવી રીતે હાથ પગ મારે છે જેવી રીતે તરતા આવડતા વ્યક્તિ ને દરિયા માં કોઈ સેફ્ટી વિના ફેંકી દીધો હોય.

નૈના ની પણ કંઈક આવી હાલત થઈ ગઈ હતી. બે મહિના માં એની ફિલ્મ રિલીઝ થવા ની હતી. અને દિવસે આર્યન ની પણ.

વાત ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી ના લોકો સુધી પહોંચવા લાગી. લોકો નૈના ને શિખામણ આપતા ગયા. કોઈ કહે "આર્યન પાસે માફી માંગી લે " કોઈ કહે "બરાબર છે સ્ટાર છે તો નૈના પણ કોઈ સ્ટાર થી ઓછી થોડી છે."

કોઈ કોમ્પિટિશન થી પીછે હટ કરવા નું કહે,કોઈ કોમ્પિટિશન માં પાર્ટ લઈ આર્યન ને હરાવવા નું કહે.

પણ નૈના ને કોઈ એમ કહ્યું કે " તું કોમ્પિટિશન માં પાર્ટ કેમ લે છે ?, આર્યન શરૂઆત કરી એનો મતલબ એવો થોડી કે તું એમાં પાર્ટ લે. તું તારી એક્ટિંગ તારા કરીઅર પર ફોકસ કર. આવી ફાલતુ બાબત પર ધ્યાન આપીશ."

પણ આવું કહે કોણ એને, જેની પાસે થી આવી શિખામણ મળે એવા લોકો નૈના ના જીવન માં હતા નહીં.

નૈના એકલી હતી અને કન્ફ્યુઝ પણ. એવા માં નૈના ને કોઈક ના સાથ ની જરૂર હતી. અને એને દરેક હારેલ અને ડરેલ વ્યક્તિ ની જેમ નશા નો સહારો લીધો. એને સિગરેટ નો સહારો લીધો.

હા ઘણા લોકો સિગરેટ ને ટેન્શન રિલીફ માટે ની દવા માને છે,પણ લોકો ડરપોક હોય છે, જેમના માં પરિસ્થિતિ સામે ઉભું રહેવા ની અને જીવન માં બદલાતા સંજોગો સામે ટકવા ની ક્ષમતા નથી હોતી લોકો સિગરેટ ને ટેન્શન રિલીફ કરવા માટે ની દવા માને છે.

આર્યન અને નૈના વચ્ચે ના કોલ્ડ વોર ની વાત જ્યારે પલક સુધી પહોંચી, નૈના ને મળવા આવી.

પલક પણ નૈના સાથે વાત કરી અને આર્યન થી બને એટલું દૂર રહેવા ની સલાહ આપતા કહ્યું," આર્યન જેવો ખરાબ માણસ કોઈ નથી. બસ તું બને એટલો એને ઇગ્નોર કરજે.

અને હા એક વાત કહીશ, હવે હાલ માં જે ફિલ્મ હોય, જેવી પણ સ્ટોરી હોય એને સાઈન કરી લે. તારા સારા માટે છે. કારણકે હવે કોમ્પિટિશન ની અસર તારા કરીઅર પર જરૂર થી પડશે."

"હું પણ વિચારતી હતી, 2 ફિલ્મો ની ઓફર હતી પણ હવે ખબર નહી,શાયદ લોકો પણ બીજી હીરોઇન શોધી લીધી હશે. " નૈના ઘણા દિવસો પછી કોઈક સાથે ખુલી ને વાતો કરી.

"નૈના , વાત સ્ટારડમ ને છોડી ને કલાકરી પર એટલે કે એક્ટિંગ ને મહત્વ આપવું હોય તારે તો મારી પાસે તારી માટે એક સજેશન છે."

"પલક, એક્ટિંગ ખતરનાખ હશે ત્યારે કાતિલ સ્ટારડમ આવે. હાલ માં કંઈક ખતરનાખ કરવા નો સમય છે, તો...."

"ઉફ્ફ ....તારી વાતો, ઓકે તો એક રિયાલિસ્ટિક ફિલ્મો બનાવતો ડિરેકટર છે. ફિલ્મ લો બજેટ, આર્ટિસ્ટ લો બજેટ, પણ હંમેશા એમની ફિલ્મો ક્રિટિક્સ દ્વારા વખાણવા માં આવે છે.

કિશોર પંડ્યા. એમની ફિલ્મ માં મને સપોર્ટિંવ એકટર નો રોલ મળ્યો છે. પણ એમને હજુ એમની હીરોઇન નથી મળી. સો આઈ સજેસ્ટ યુ કે તું ટ્રાય કર."

"થેન્ક્સ યાર પલક, આઈ મીન તું જે કરે છે ...." નૈના હજુ બોલતી હતી.

"નો નિડ ઓફ થેન્ક્સ. બસ હવે સમય બરબાદ કર્યા વિના કિશોર પંડ્યા ની ફિલ્મ ના ઓડિશન ની તૈયારી શરૂ કરી દે."

પલક ની જાણકારી દ્વારા. નૈના કિશોર પંડ્યા ની લો બજેટ ની ફિલ્મ સાઈન કરી.

બે મહિના બાદ નૈના ની ફિલ્મ સાથે આર્યન ની ફિલ્મ રિલીઝ થઈ.

અને સુપરસ્ટાર આર્યન ની ફિલ્મ બોક્સઓફીસ માં ધમાલ મચાવી ગઈ. અને નૈના ની પણ લોકો દ્વારા વખણાય પણ બંને ની ટક્કર માં જોવા જઈએ તો કલેક્શન માં નૈના ની ફિલ્મ આર્યન ની ફિલ્મ કરતા 1/4 હતું.

દેશ ની અડધી જનતા ને વાત ની ખબર પણ પડી કે નૈના ની ફિલ્મ પણ રિલીઝ થઈ છે. વાત નૈના ને ઘણી અસર કરી પણ અશોક પંડ્યા ની ફિલ્મ માં બીઝી થઈ એને ભુલાવવા ની કોશિશ કરી.

અશોક ની ફિલ્મ ની લોકેશન માટે નૈના બીજી સિટી માં જવા નું થયું. અને આવતા 3 મહિના શૂટિંગ નું લોકેશન પણ તે બીજી સિટી માં હતું.

નૈના અને આર્યન વચ્ચે ના કોલ્ડ વોર વિસે નૈના ની ફિલ્મ રિલીઝ થયા બાદ મેઘા ને ખબર પડી.

અને વાત પર ચર્ચા કરવા પાર્થ અને મેઘા નૈના ના ઘરે પહોંચ્યા. પણ નૈના તો શહેર માં નહતી.

કિશોર પંડ્યા ના ફિલ્મ નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. ત્રણ મહિના સુધી બીજી સિટી માં નૈના રહી, પોતાની એક્ટિંગ પર ફોક્સ રાખી ફિલ્મ ની શૂટિંગ સારી રીતે કમ્પ્લીટ કરી. અને સમય દરમિયાન પલક નૈના સાથે રહી. નૈના ની લાઈફ માં હવે એક પલક હતી જેની સાથે વાતો કરી શકતી.

ત્રણ મહિના નું આઉટડોર શૂટિંગ પૂરું કરી નૈના અને પલક પાછા ફર્યા. ત્યાં આર્યન પણ એની એક અલગ સ્ટોરી અને દમદાર અભિનય સાથે એક ફિલ્મ બનાવી રહ્યો હતો. અને સોશિયલ મીડિયા પર નાની નાની અપડેટ્સ મૂકી અને પોતે અને ફિલ્મ બંને ને લાઈમલાઈટ માં રાખતો હતો.

અને નૈના ની લો બજેટ ની ફિલ્મ વિસે લોકો ને થોડી પણ જાણ નહતી.પલક શિખામણ આપતા બોલી પડી," ઘણી એવી લો બજેટ્સ ની ફિલ્મ હોય છે જે કોઈ હાઇ બજેટ ની ફિલ્મ સાથે રિલીઝ થાય, બંને વચ્ચે ક્લેશ થાય અને પરિણામ માં લો બજેટ ની ફિલ્મ પિટાઈ જઈ છે." વધુ માં ઉમેરતા બોલી.

" અહીંયા પણ મને ડર છે, આર્યન એના સ્ટારડમ નો ઉપયોગ કરી એની ફિલ્મ નું પ્રમોશન અત્યાર થી કરવા લાગ્યો છે. નૈના ઇટ્સ ટાઈમ કે હવે તું તારી ફિલ્મ ને પ્રમોટ કર, ઓફિશિયલી નહીં,પણ તારી રીતે એવું કંઈક કર કે લોકો ને તારી લાઈફ માં ઇંટ્રેસ્ટ જાગે."

અહીંયા પલક ને નૈના ના કરિયર ની ચિંતા નહતી,પણ પલક ની પણ પેહલી ફિલ્મ હતી અને ક્યાંક આર્યન અને નૈના ના કોલ્ડ વોર વચ્ચે નૈના ની ફિલ્મ એટલે કે પોતાની ફિલ્મ જરા પણ ચાલે. ડર ને કારણે પલક અહીંયા નૈના ની ચિંતા કરતી હતી.

આર્યન ના ફિલ્મ ની ન્યુઝ સાંભળી એક વખત પલક ને વિચાર પણ આવ્યો હતો કે,"શા માટે કિશોર પંડ્યા ની ફિલ્મ એને નૈના ને સજેશટ કરી, હાથે કરી ને મેં મારા પગ માં કુહાડી મારી."

પણ નૈના સાથે રહી ને પલક ઇન્ડસ્ટ્રી માં ઘણા કોન્ટેક્સ બનાવી રહી હતી, નૈના નો સ્ટાર હોવા નો ફાયદો પલક ને થાય એટલા માટે પલક નૈના ની ફ્રેન્ડ બની ને રહેતી હતી. અને મેઈન તો નૈના પાસે થી એને ઘણું શીખવા પણ મળી રહ્યું હતું.

પણ નૈના ને પલક ની ફ્રેન્ડશીપ પાછળ નો સ્વાર્થ કોણ સમજાવે ?

પલક ની વાત માની લાઈમલાઈટ માં આવવા માટે નવા નવા પ્રયત્નો કરવા લાગી. એક બે ઇન્ટરવ્યૂ, અમુક ટીવી શો માં હાજરી, પણ કાંઈ ખાસ ફેર ના પડ્યો. સોશિયલ સાઇટ્સ માં આર્યન ની ફિલ્મ ની ચર્ચા થઈ રહી હતી.

દરમિયાન એક ન્યુઝ બહાર આવી કે સુમન બીજી એક ફિલ્મ બનાવવા જઇ રહી છે. અને માટે હીરોઇન તરીકે તે નૈના ને સાઈન કરવા માંગે છે.

નૈના માટે એક સારો મોકો હતો, તુરંત એને સુમન ની ફિલ્મ સાઈન કરી લીધી, જો કે નૈના પણ ફિલ્મ ની રાહ જોઈ રહી હતી, આર્યન સાથે ના પંગા ને લઈ કોઈ પણ ડિરેકટર અને પ્રોડ્યુસર નૈના ને એની ફિલ્મ માં લેતા પહેલા એક વખત વિચાર કરવા લાગ્યા હતા.

એવા માં સુમન એની માટે એક સારો મોકો બની ને આવી હતી. અને સુમન ની ફિલ્મ સાઈન કરવા ને કારણે નૈના થોડી લાઈમલાઈટ માં પણ આવી ગઈ હતી, કારણકે સુમન ડિરેક્ટ કરેલ એની લાસ્ટ ફિલ્મ સુપર હિટ રહી હતી.

જે બે ડિવા સાથે શરૂઆત કરી હતી એમના કરિયર ની એમની જોડી ફરી એક વખત ધૂમ મચાવવા આવી રહી છે .

આવી કંઈક ન્યૂઝપેપર માં હેડલાઈનો આવવા લાગી. અને લોકો નું ફોકસ નૈના પર સેટ થવા લાગ્યું. પણ આટલું પૂરતું નહતું.

દરમિયાન સુમન ની ફિલ્મ માં પલક ને રોલ અપાવવા માટે નૈના એક કેફે માં સુમન સાથે મિટિંગ ગોઠવી.

સુમન પલક ને જોઈ અને બોલી પડી,"અરે પલક તું, બેસ્ટ રહીશ તું રોલ માટે, તું માઈન્ડ માં આવી મને નહિ તો રોલ માટે ઓડિશન કરત. મેં તારી એક્ટિંગ જોઈ પણ છે અને વિક્રમ પાસે તારી એક્ટિંગ ના વખાણ પણ સાંભળ્યા છે. એના નાટક માં તે કામ કર્યું હતું ને ?"

"હા, વિક્રમ સર મને પહેલો બ્રેક આપ્યો હતો. થેન્ક યુ સો મચ મેમ." પલક બોલો પડી.

"ધેટ્સ ગ્રેટ, તો સુમન મળ્યા વહેલાસર, અને થેન્ક યુ ફોર ધીઝ." નૈના કોફી નો કપ ટેબલ પર મુકતા બોલી.

પલક અને સુમન હેન્ડશેક કર્યું, અને નૈના સુમન ને ફોર્મલી ગળે મળી ને બાય કહ્યું. નૈના અને પલક બંને કેફે ની બહાર ચાલતા થઈ પડ્યા.

પલક આશ્ચર્ય માં બોલી "વિક્રમ સર અને આમની વચ્ચે કાંઈ ચાલી રહ્યું છે ?"

નૈના પોતા ગોરા ચેહરા પર સૂરજ ની રોશની થી આંખો ને બચાવવા માટે ચશ્માં નો પડદો પહેરતા ની સાથે ચેહરા પર એક સ્માઇલ લાવી અને બોલી, "સ્માર્ટ ગર્લ, હા બંને એકબીજા ના પ્રેમ માં છે."

"પણ વિક્રમ સર તો ઉંમર માં કેટલા મોટા છે ." પલક હજુ બોલતી હતી.

"પ્રેમ આંધળો હોય છે, સાંભળ્યું નથી ....?" નૈના બોલી.

પલક અને નૈના વાતો કરતા કરતા કાર પાસે પહોંચ્યા,ત્યાં તેમની પાસે ની કાર માંથી આર્યન અને આકાશ ઉતર્યા.

બંને ની નજર એકબીજા પર પડી. નૈના તેમને ઇગ્નોર કર્યા પણ આર્યન અને આકાશ બંને નૈના પાસે આવ્ય. આવતા ની સાથે આકાશ બોલી પડ્યો. "ઓહ હો, તો હવે તમે બંને બેસ્ટ ફ્રેન્ડ બની ગયા એમ ને?"

"પલક કાર માં બેસ ." નૈના પોતાની સાઈડ નો દરવાજો ખોલતા અને બીજી સાઈડ થી પલક ને કાર માં બેસવા નો ઈશારો કરતા બોલી.

"આટલી જલ્દી પણ શું છે નૈના, જુના મિત્રો છીએ, 2 મિનિટ અમારી સાથે પણ વાતો કરી લે.નવા આવી ગયા એનો મતલબ એમ તો નહીં ને કે જુના ને ભૂલી જાઓ." આર્યન બોલ્યો.

"ક્યાં થી યાદ રાખે હવે એને પલક મળી ગઈ છે,અને પેલો 377 વાળો કાયદો પણ નાબૂદ થઈ ગયો છે, તો હવે તો બને લીગલી સાથે ફરી શકશે ને કેમ નૈના ?" આકાશ નૈના ની મસ્તી ઉડાડતા બોલ્યો.

"નૈના શર્મા, ન્યુઝ મીડિયા માં આવી જશે તો તને ખૂબ અટેનશન મળશે, હેડલાઈન્સ પણ મળશે. શું કહેવું આવી ન્યુઝ ફેલાવી દઉં મીડિયા માં ?" આર્યન નૈના ની નજીક આવતા બોલ્યો. " નો વરી નૈના શર્મા હું આવું કાંઈ નહીં કરું, ખોટી રીતે હું તને લાઈમલાઈટ નહીં લઈ આવું અને આવા ખોટા અટેનશન સ્ટંટ કરવા માં મને કોઈ ઇંટ્રેસ્ટ નથી. ટેઈક કેર બેબી, મળ્યા અઢી મહિના પછી થિયેટર માં."

અને આર્યન ચાલતો થઈ પડ્યો.

આકાશ જતો જતો બોલ્યો,"કહ્યું હતું ને કે ખોટો પંગો લે આર્યન સાથે, પણ માની તું. હવે ફરો પલક ના હાથ માં હાથ નાખી ને. "

ત્યાર બાદ પલક સામે જોઈ ને બોલ્યો, "નૈના સાથે ફરવા કરતા મારી સાથે ફરતી હોત તો ઇન્ડસ્ટ્રી માં કંઈક તો નામ કમાઈ લીધું હોત." અને આટલું કહી આકાશ ચાલતો થઈ પડ્યો.

પલક નૈના પાસે આવી અને બોલી, "ધ્યાન આપ લોકો ની વાત માં,ચાલ અહીંયા થી."

"આર્યન જોશી ને આવા અટેનશન સ્ટંટ માં ભલે કોઈ ઇંટ્રેસ્ટ ના હોય,પણ મને તો ઇંટ્રેસ્ટ છે. પલક તું સાથ આપીશ ને મારો ?"નૈના બોલી.

"હા,પણ કઈ વાત માં ?" પલક કન્ફ્યુઝન માં બોલી.

નૈના કેફે માં પ્રવેશતા આકાશ તરફ જોઈ ને બોલી,"તું તો ગયો AK."

***

શું ચાલે છે નૈના ના મગજ માં ? સ્ટારડમ નો ખેલ કોને કઈ જગ્યા પહોંચાડશે ? જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

સ્ટારડમ ભાગ 15 કેવો લાગ્યો અને 5 માંથી કેટલા સ્ટાર આપવા નું પસંદ કરશો ?

તમારા રીવ્યુ ની રાહ માં.

- Megha Gokani

Rate & Review

Dhara

Dhara 3 years ago

Shruti Buddhdev

Shruti Buddhdev 4 years ago

Anjani

Anjani 4 years ago

Tasleem Shal

Tasleem Shal Matrubharti Verified 4 years ago

Anurag Shihora

Anurag Shihora 4 years ago