Dressing table part 3 books and stories free download online pdf in Gujarati

ડ્રેસિંગ ટેબલ ભાગ ૩

    કામિની અને સુમિત સાતમા આસમાનમાં વિહરી રહૃાા. જેના માટે તે ઘણા સમયથી  રાહ જોઈ રહ્યા તે ખુશી અચાનક તેમને મળી ગઈ.સૌથી પહેલા સુમિત એ કેનેડા કોલ કયૉ. તેના મમ્મી તો વહેલા ઑફ થઈ ગયા હતા. તેના પપ્પા અને મોટા ભાઈ, ભાભી કેનેડા રહેતા હતા. તેના પપ્પા છ મહિના ઈન્ડિયા અને છ મહિના કેનેડા એવી રીતે રહેતા. 
         તે લોકો ને આ ખુશ ખબર જાણી બહુ ખુશી થઈ. કામિની ના કુટુંબ માં એક માત્ર તેના મમ્મી હતા.તે બીજા શહેરમાં રહેતા હતા. તે પણ પોતાના નાની બનવાના સમાચાર સાંભળી બહુ ખુશ થયા. તે કોઈ NGo માં કામ કરતા હતા. હમણાં કામ બહુ હોવાથી થોડો ટાઈમ રહી તેમણે કામિની પાસે આવવાનું નક્કી કર્યું. 
         કામિની અને સુમિત એ આ ખુશી રાકેશ અને સુરભિ સાથે શેર કરી. રાતે બહારે ડીનર કરી સેલિબ્રેશન કર્યું. બન્ને જણા બીજે દિવસે ડોક્ટર ને બતાવી આવ્યા. બધું નોર્મલ હતું. ર મહિના તો સપના ની જેમ પસાર થયા. કામિની બહુ ખુશ હતી. નિયમિત ચેકઅપ કરાવવા જતી. તેનુ વજન પણ થોડું વધ્યું. ચહેરા પર ચમક પણ સારી આવી હતી. 
        કામિની ને ત્રીજો મહિનો બેસી ગયો. એક દિવસ સુમિત સાંજે ઓફિસ થી વ્હેલો આવવા નીકળ્યો. તે કામિની ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તે ફુલ નો બુકે પણ લઈને આવ્યો હતો. તે જ્યારે ઘરે પહોંચ્યો તો મેઈન ડોર ખુલ્લો હતો. તેને નવાઈ લાગી. તે ઘર ની અંદર ગયો તો કામિની કશે ન દેખાય. તેણે હોલ , કીચન જોઈ લીધા પણ ક્યાય પણ કામિની ન હતી. 
            તે બેડરૂમ તરફ ગયો. તો તેને કામિની ના બબડવાનો અવાજ આવ્યો. તે આશ્વર્ય થી અંદર ગયો તો તેને કામિની ને જોઈને આંચકો લાગ્યો. કામિની ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી. તેના વાળ છુટા હતા. તે એકધારું અરીસા માં તાકીને બોલતી હતી," નહીં લઈ જવા દઉં. નહીં લઈ જવા દઉં." 
        સુમિત કામિની પાસે આવ્યો પણ કામિની નો બબડાટ ચાલુ જ રહૃાો. સુમિત એ કામિની ના ખભા પર હાથ રાખ્યો ને બોલ્યો," કામિની" 
  કામિની એ બબડાટ ચાલુ જ રાખ્યો. સુમિત એ કામિની ને ખભા થી હલાવી ને જોર થી કહ્યું," શું કરે છે, કામિની?" 
     કામિની નો બબડાટ બંધ થયો ને તે ચોંકી ને સુમિત તરફ જોવા લાગી. તે બોલી," તું ક્યારે આવ્યો?" 
   સુમિત બોલ્યો," થોડી વાર થઈ. તું શું કરતી હતી." 
કામિની બોલી," હું કંઈ નહીં. હું તો માથું ઓળતી હતી." 
    સુમિત બોલ્યો," તું હમણાં  કશું બોલતી હતી. તને યાદ નથી." 
કામિની નવાઈ થી બોલી," ના , હું કશું બોલતી હતી? મને તો યાદ નથી. 
   ત્યાં કામિની નું ધ્યાન સુમિત ના હાથ માં રહેલા ફુલો ના બુકે પર ગયો તે ખુશ થતા બોલી," અરે વાહ, બહુ જ સુંદર છે." 
   સુમિત બોલ્યો," મેડમ તમારા માટે જ લઈ આવ્યો છું." કામિનીએ  તેના હાથ માંથી બુકે લીધો. સુમિત હજી પણ કામિની ના બિહેવ થી હેરાન હતો. તેને મન માં વિચાર આવ્યો," કામિની ઉંધ માં જ બોલ બોલ કરતી હતી કે પછી બીજી કોઈ વાત છે." 
       કામિની એ સુમિત સામે ચપટી વગાડતાં કહ્યું," ક્યાં ખોવાઈ ગયો? જલદી ફ્રેશ થઈ જા. હું ચા મુકું તારા માટે." 
   કામિની હસીને બહાર જતી રહી. સુમિત વિચાર મગ્ન અવસ્થામાં ડ્રેસિંગ ટેબલ સામે ઉભો હતો. તે અરીસા માં તાકી રહ્યો. થોડી વાર રહી તેને અરીસા માં પોતાના પ્રતિબિંબ ને બદલે કામિની નો ચહેરો દેખાયો . જે લોહી થી લથપથ હતો ને તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. 
       સુમિત ચોકીને પાછળ ખસી ગયો ને તેણે ફરી થી અરીસા માં જોયું તો તેનો જ પ્રતિબિંબ દેખાયો. તેને થયું કે આ બધું તેના વિચારો ના લીધે થાય છે. તે બાથરૂમ માં જતો રહ્યો. પણ સુમિત ને ખબર ન હતી કે હજી તો આ શરૂઆત હતી.હજી આગળ ઘણી મુસીબતો તેની રાહ જોઈ રહી હતી. 
             રાત ના કામિની  સુમિત ની છાતી પર માથું મુકી ગાઢ નિદ્રામાં સુઈ ગઈ. સુમિત પણ વિચારો ખંખેરી ને સુઈ ગયો. અડધી રાતે સુમિત ની ઉંધ કશા તીણા અવાજ થી ઉડી ગઈ. તેણે આંખો ખુલ્લી ને જે દશ્ય સામે જોયું તેનાથી તેનાં હોશ ઉડી ગયા. 
            રૂમ માં નાઈટ લેમપ નો  ઝાંખો પ્રકાશ ફેલાયેલો હતો. કામિની એ લાઈટ પીન્ક કલર નુ ગાઉન પહેર્યું હતું. તેના ખુલ્લા વાળ વિખરાયેલા હતા . તે ડ્રેસિંગ ટેબલ સામે ઉભી હતી અને જુનુન પુવૅક એક હાથ માં પકડેલા ધારદાર ચપ્પુ થી અરીસા પર પ્રહારો કરી રહી હતી. તે પરસેવા થી રેબઝેબ થઈ ગઈ હતી. તેની આંખો ચકળવકળ  થઈ રહી હતી.તેના ચહેરા પર ગુસ્સા ના ભાવ હતા.અરીસા પર ચપ્પુ ધસતા જે તીણો અવાજ થતો હતો તેનાથી સુમિત ની ઉંધ ઉડી ગઈ. તે આ જોઈ હેબતાઈ ગયો. 
       તે હળવે થી કામિની પાસે પહોંચી ગયો ને તેનો ચપ્પુ વાળો હાથ પકડી લીધો ‌.કામિની એ સુમિત તરફ જોયું .તેની આંખો માં કોઈ ભાવ ન હતા. તે બોલવા લાગી," હું મારું બાળક નહીં લઈ જવા દઉં." બસ આ જ બબડાટ કરવા લાગી. તે સાથે તે બેભાન થઈને સુમિત ની બાહોમાં પડી ગઈ. 
         સુમિત એ ચપ્પુ ને કામિની ના હાથ માંથી દુર કર્યું ને તેને ઉંચકી ને બેડ પર સુવડાવી . તેની કામિની ની ચિંતા થઈ રહી હતી. આજ પહેલા કામિની એ આવું બિહેવ ક્યારેય કર્યું ન હતું. ત્યાં તેનું ધ્યાન અચાનક તે ડ્રેસિંગ ટેબલ પર ગયું તો તેને નવાઈ લાગી. અરીસા પર આટલું જોર થી ચપ્પુ ઘસાયુ હોવા છતાં કોઈ લસરકા પડ્યા ન હતા. આ વાત  ની તેને નવાઈ લાગી. 
          સુમિત એ કામિની તરફ જોયું તો તે સુઈ ગઈ હતી.તેણે નક્કી કર્યું કે કાલે તે કામિની ને ડોક્ટર પાસે લઈ જશે. તે પછી સુમિત એ જાગતા જ રાત કાઢી. 
         બીજે દિવસે સવારે મોડે થી કામિની ની ઉંધ ઉડી.તેણે જોયું તો સુમિત જાગી ગયો હતો. તે કામિની ની સામે જ જોઈ રહ્યો. તે બોલી," તે મને ઉઠાડી નહીં. બહુ મોડું થઈ ગયું." 
  સુમિત બોલ્યો," તને કાલ રાત વિશે કંઈ યાદ છે?"
કામિની બોલી," ના, કેમ શું થયું હતું? "
  સુમિત એ પુરી વાત ન કરતા કહ્યું," તું ફરી કાલે ઉંધ માં ચાલતી હતી."
કામિની એ નવાઈ સાથે કહ્યું," ખરેખર , મને કશું યાદ નથી."
સુમિત બોલ્યો," આજે હું ઓફિસ માં રજા લઉં છું. આપણે ડોક્ટર ને બતાવી આવીએ." 
   કામિની એ સુમિત નો હાથ પકડી કહ્યું," મે રાત્રે કશું આડું અવળું તો નહીં કર્યું ને?"
  સુમિત એ કામિની ના હાથ પર હાથ મુકતા કહ્યું," તું ચિંતા ન કર.બધુ બરાબર થઈ જશે. આપણે એક વાર ડોક્ટર ને બતાવી આવીએ." 
     કામિની સુમિત ને ભેટી પડી. 
           ડોકટર એ  કામિની ને ચેક કરી  કહ્યું," બધું બરાબર છે. બાળક નો વિકાસ પણ સારો છે. કોઈ પ્રોબ્લેમ નથી." 
      સુમિત એ કામિની ને કહ્યું," તું બહાર વેઈટ કર. હું હમણાં જ આવું છું." કામિની એ શંકાશીલ નજરે સુમિત તરફ જોયું પણ પછી કંઈ ન બોલી ને બહાર જતી રહી. 
    સુમિત એ રાત વાળી ઘટના ડોક્ટર ને કહી. ડોકટર એ કહ્યું," કામિની ને પહેલે થી રાત માં ચાલવાની ટેવ છે?"
  સુમિત એ કહ્યું," હા ,પણ હમણાં ઘણા સમય થી આ આદત છોડી ગઈ હતી પણ હવે તે ફરીથી ચાલુ થઇ ગઈ છે."
  ડોકટર એ કહ્યું," ઘણી વાર પ્રેગ્નન્સી માં જુના રોગ ફરીથી ઉથલો મારે છે. કામિની પાછી લાંબા સમય થી આ પળ ની રાહ જોતી હતી એટલે તે પોતાના બાળકને લઈને વધારે ચિંતા કરે છે . અને એટલે જ રાતે ઉંધ માં આ બધું કરે છે.હુ થોડી મગજ શાંત રહે તેવી દવાઓ લખી આપું છું. તારે પણ તેની વિશેષ કાળજી લેવાની છે. આ બધા ચપ્પુ,કાતર તે બધું તેનાથી દૂર જ રાખજે ‌. અજાણતા તે તને કે પોતાને નુકસાન ન પહોંચાડી દે."
      સુમિત બોલ્યો," તે ઠીક તો થઈ જશે ને. "
ડોકટર બોલ્યો," હા, તેની વિશેષ કાળજી લેવી પડશે. તેને stress ન થાય તેનું ધ્યાન રાખજે." 
      સુમિત બોલ્યો," ઓકે. Thank you doctor" 
           સુમિત જેવો કેબિન ની બહાર આવ્યો . કામિની તેની સામે મોં ફુલાવી જોવા લાગી તે બોલી," શું વાતો કરતો હતો ? મને કેમ બહાર મોકલી?" 
    સુમિત બોલ્યો," કશું નહીં . તારી તબિયત વિષે જ વાત કરી ને શું ધ્યાન રાખવું તે પુછ્યુ." 
    કામિની બોલી,' સાચે બીજી કોઈ વાત નથી ને?" 
સુમિત બોલ્યો," હા કોઈ વાત નથી. આપણે તારા મમ્મી ને બોલાવી લઈએ તો તને પણ સારુ રહેશે.'" 
    કામિની ખુશ થતા બોલી," હા આ સારું રહેશે." 
             કામિની ને સુમિત ઘરે આવ્યા.કામિની એ તેના મમ્મી ને ફોન કરી તેની પાસે આવવા મનાવી લીધા. જ્યારે કામિની કીચન માં કામ કરી રહી ત્યારે સુમિત એ તેના મમ્મી ને ફોન કર્યો અને કામિની ના તબિયત વિષે બધી વાત કરી દીધી. તેના મમ્મી બોલ્યા," બેટા,તું ચિંતા ન કર.હુ ત્યાં આવું છું. હું કામિની નું ધ્યાન રાખીશ. ભગવાન બધું સારું કરશે."
  સુમિત બોલ્યો," એટલે જ મેં તમને વાત કરી. હું તો ઓફિસ માં હોઉં છું જો તમે કામિની સાથે રહો તો વાંધો ન આવે." 
     કામિની ના મમ્મી બોલ્યા," હું કાલ સુધી માં  આવી જઈશ." 

         કામિની ના મમ્મી જશોદા બહેન ખુબ હિંમત વાળા હતા. તેમણે એકલે હાથે કામિની ને ઉછેરી હતી. તેમના આવ્યા પછી કામિની ખુશ રહેવા લાગી. થોડા દિવસ સારા રહૃાા. સુમિત સાવચેતી માટે રોજ રાત્રે બધી ધારદાર વસ્તુઓને છુપાવી દેતો. સવારે જશોદા બહેન તેને ફરી પોતાની જગ્યાએ ગોઠવી દેતા જેથી કામિની ને કશી શંકા ન જાય. 
          થોડા દિવસ પછી ફરી કામિની ની તબિયત ખરાબ થઈ ગઈ. તે નાની નાની વાતમાં રડવા લાગતી. એકધારી ડ્રેસિંગ ટેબલ સામે જોઈ રહેતી. તેનું ખાવાનું પણ ઓછું થઈ ગયું. તે કોઈ જોડે વાત ન કરતી. તેની આંખો ની આજુબાજુ કાળા કુંડાળા વધી ગયા. તેનું વજન ઘટી ગયું હતું. જશોદા બેહન અને સુમિત બંને કામિની ની હાલત થી પરેશાન હતા. હવે તો તે રોજ રાત્રે ઉંધ માં ચાલવા લાગી. ડોકટર ની દવા પણ કામ આવતી ન હતી.
             એકવાર બપોરે કામિની તેના બેડરૂમ માં બારી પાસે ઉભી હતી. તેની આંખો માં ઘેરી ઉદાસી હતી. જશોદા બહેન તેની પાસે આવ્યા તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું," બેટા, તને શું ચિંતા કોરી ખાય છે?" 
    કામિની એ તેના મમ્મી સામે જોયું ને તેની આંખો માં આંસુ આવી ગયાં. તે જશોદા બહેન ને ભેટી પડતા બોલી," મમ્મી, તું મારી વાત નો વિશ્વાસ કરીશ." 
    " હા બેટા, હુ તારી વાત નો વિશ્વાસ કરીશ." જશોદા બહેન બોલ્યા.
" આ ડ્રેસિંગ ટેબલ માં એક સ્ત્રી છે જે મારા બાળક ને લઈ જશે. મારુ બાળક જેવું જન્મશે તેવું જ તેને તે સ્ત્રી લઈ જશે." આમ કહી કામિની રડવા લાગી. 
     જશોદા બહેન તેની વાત સાંભળી નવાઈ પામ્યા ને નક્કી કર્યું સાંજે સુમિત સાથે આ વિશે વાત કરવી.