Dressing table part 5 books and stories free download online pdf in Gujarati

ડ્રેસિંગ ટેબલ ભાગ ૫

    સાંજે રાકેશ અને સુમિત બંને તે ચા ની લારી પાસે પહોંચી ગયા. તે બંને ભોલા ની રાહ જોતા હતા. થોડી વાર રહી ભોલો આવી ગયો. તે થોડો ગભરાયેલો હતો. તે બોલ્યો," અહીં નહી. કોઈ બીજી જગ્યાએ જઈએ."
       ત્રણેય જણા એક હોટલમાં ગયા . તેમણે ચા અને નાસ્તા નો ઓર્ડર આપ્યો. ભોલો પાણી પીને થોડી વાર રહીને બોલ્યો," તમને હું તે ડ્રેસિંગ ટેબલ વિશે વાત કરીશ પણ મારા શેઠ ને કશું ન કહેતા. મારું નામ વરચે ન આવવું જોઈએ."
   સુમિત એ તેને ધરપત આપતા કહ્યું," તું ચિંતા ન કર. તારું નામ વરચે નહીં આવે."
   ભોલો આજુબાજુ જોઈ હળવે થી બોલ્યો," તે ડ્રેસિંગ ટેબલ અપશુકનિયાળ છે. જેના જેના ઘરે તે ડ્રેસિંગ ટેબલ જાય છે ત્યાં કોઈ ને કોઈ ની મોત થાય છે. મારા શેઠ તે રાજસ્થાન થી લઈ આવ્યા હતા. તે રાજસ્થાન ના કોઈ વેપારી પાસેથી ખરીદ્યું હતું. તે વેપારી એ કહ્યું હતું કે તે ડ્રેસિંગ ટેબલ શાપિત છે. જેની પાસે રહે છે તેની શાંતિ છીનવી લે છે. મારે શેઠ માન્યા નહીં . તેમણે બહુ સસ્તા માં તે લઈ લીધું ને ધણા ઉંચા ભાવે તે વેચવા માગતા હતા. પણ જયાર થી  તે ડ્રેસિંગ ટેબલ દુકાન માં રાખ્યો ત્યાર થી દુકાન ની ઘરાકી ઘટી ગઈ.‌તે ડ્રેસિંગ ટેબલ માંથી વિચિત્ર અવાજો રોજ રાત્રે આવતા. અંતે મારા શેઠ એ તે ઓછા ભાવે વેચવાનું નક્કી કર્યું. પહેલા મેડમ ને તે ખુબ ગમી જતાં સસ્તા ભાવે વહેંચી નાખ્યું. મેં ત્યારે તેમને રોકવાની કોશિશ કરી પણ મારા શેઠ એ મને ભગાડી મુકયો."
     સુમિત બોલ્યો," તે ડ્રેસિંગ ટેબલ નો ઈતિહાસ શું છે?"

ભોલો બોલ્યો," તે વેપારી કહેતો હતો કે તે ડ્રેસિંગ ટેબલ કોઈ રાજવી કુટુંબ એ બનાવેલુ હતું. એક રાયપુર કરીને નાનકડું ગામ છે. ત્યાં માધવસિંહ કરીને કોઈ રાજવી રહેતા હતા. રાજા ના રાજ તો રહૃાા ન હતા પણ તેમની પાસે થોડી બાપદાદાની સંપતિ અને એક બહુ સુંદર હવેલી હતી. તેમણે જ આ ડ્રેસિંગ ટેબલ બનાવ્યો હતો."

રાકેશ બોલ્યો," આનાથી વિશેષ કોઈ માહિતી છે ?"

ભોલો બોલ્યો," ના , બસ આ જ માહિતી છે. વધારે તો તે રાયપુર ગામ માંથી જ માહિતી મળી શકે."
સુમિત બોલ્યો," તારી મદદ માટે ખુબ જ આભાર ." સુમિત એ થોડા રુપિયા ભોલા ના હાથ માં આપ્યા. ભોલો ના પાડતો રહ્યો પણ સુમિત એ પરાણે તેના હાથ માં રુપિયા આપી દીધા.
  
ભોલો બોલ્યો," તમે જલ્દીથી તે ડ્રેસિંગ ટેબલ ને તમારા ઘર માંથી દુર કરી નાખજો. તેણે ઘણા ના જીવ લીધા છે. તમારી જિંદગી બચાવવા જ મેં તમને આ બધી વાત કરી."
સુમિત બોલ્યો," તારો ખુબ આભાર."

    ભોલો જતો રહ્યો. સુમિત અને રાકેશ વિચાર કરતા બેસી રહૃાા. તે બંને એ નક્કી કર્યું કે તે લોકો રાયપુર જશે. હમણાં ઘર માં પુરી વાત ન કરવાનું નક્કી કર્યું.

  ઘરે આવી સુમિત એ જશોદા બહેન , સુરભિ અને કામિની ને કહ્યું કે "આ ડ્રેસિંગ ટેબલ રાયપુર ના કોઈ રાજવી એ બનાવ્યું હતું. વધુ માહિતી માટે હું અને  રાકેશ રાયપુર જઈશું."
     રાકેશ બોલ્યો," કામિની અને જશોદા બહેન તમે સુરભિ સાથે અમારા ઘરે જ હમણાં રહો."

કામિની એ સુમિત નો હાથ પકડી બોલી," તું કશું છુપાવતો નથી ને ? "

સુમિત બોલ્યો," ના કામિની તું ચિંતા ન કર. જલદી આ મુસીબત માંથી આપણે બહાર આવી જઈશું ‌."

   બીજે દિવસે સવારે સુમિત અને રાકેશ રાયપુર જવા નીકળ્યા. કામિની સુમિત ને ભેટી ને રડી પડી.સુમિત બોલ્યો," હું જલ્દી પાછો આવીશ. તું ધ્યાન રાખજે તારું અને આપણા બાળક નું પણ."
   કામિની બોલી," તું જલદી આવજે."

    સુમિત અને રાકેશ રાયપુર સાંજે પહોંચી ગયા.રાત એક હોટલ માં રોકાઈ તે બીજે દિવસે સવાર થી માધવસિંહ ની તપાસ કરવાનું નક્કી કર્યું. અહીં કામિની અને તેના મમ્મી સુરભિ ના ઘરે રહેવા ગયા. રાત ના કામિની અને તેના મમ્મી એક જ રૂમમાં સુતા હતા. સુરભિ બીજા રૂમમાં સુતી હતી. રાત્રે અચાનક જશોદા બહેન ની આંખો ખુલી તો કામિની નહોતી. જશોદા બહેન ચોંકી ગયા . તેમણે બાથરૂમ ચેક કર્યું.  ત્યાં  પણ કામિની ન હતી. તેમણે સુરભિ ને જગાડી ને આખા ઘર માં જોયું પણ કશે કામિની ન હતી.

   બન્ને ગભરાઈ ગયા . સુરભિ બોલી," આપણે એક વાર કામિની ના ઘરે જોઈએ કદાચ તે ત્યાં હોય "
     બન્ને જણા કામિની ના ઘરે ગયા. ઘર ખુલ્લું હતું.બને જણા અંદર ગયા અને લાઈટ ચાલુ કરી. કામિની હોલ અને કીચન માં ન હતી. બેડરૂમ માંથી નાઈટ લેમ્પ નો પ્રકાશ આવી રહૃાો. સુરભિ અને જશોદા બહેન બેડરૂમ તરફ ગયા. ત્યાં નું દશ્ય જોઈ બન્ને ચોંકી ઉઠ્યા. કામિની ડ્રેસિંગ ટેબલ ની સામે બેઠી હતી. તેના વાળ ખુલ્લા અને વિખરાયેલા હતા. તેની આંખો ભાવશુન્ય હતી. તેના હાથ માં ધારદાર છરી હતી. તે આ છરી પોતાના બીજા હાથ ની નસ પર મારવા જતી હતી.
          આ દશ્ય જોઈ જશોદા બહેન અને સુરભિ દોડતા તેની પાસે પહોંચી ગયા અને તેના હાથ માંથી છરી લઈ લીધી. જશોદા બેહન એ કામિની ને પકડી હતી. કામિની થોડી વાર પોતાને છોડાવા મથતી રહી અને પછી બેભાન થઈ ને ઢળી પડી.
         જશોદા બેહન એ સુરભિ હેબતાઈ ને ઉભા હતા. ત્યાં તે અરીસા માં એક આકૃતિ ઉપસી આવી. તે પહેલી સ્ત્રી જ હતી. તે અટૃહાસ્ય કરી રહી અને પછી પોતાના ધારદાર અવાજ માં બોલી," જો કામિની ને આ ઘર થી દુર લઈ જવાની કોશિશ કરશો તો તેનો જીવ ગુમાવશો."
            તે અટૃહાસ્ય કરતા અદશ્ય થઈ ગઈ. સુરભિ અને જશોદા બહેન બહુ ડરી ગયા હતા. તે સ્ત્રી નુ ભયંકર સ્વરૂપ અને અવાજ તેમને ડરાવી ગયા. તે બંને કામિની ને બેડરૂમ ની બહાર લઈ ગયા ને બેડરૂમ ને બંધ કરી તાળું લગાવી દીધું. કામિની ને હોલ ના સોફા પર સુવડાવી બંને જણા એ આખી રાત હોલ માં જાગતા જ વીતાવી.

      બીજે દિવસે સવારે કામિની ની આંખો ખુલી તો તેને નવાઈ લાગી કે તે પોતાના ઘરે કેવી રીતે આવી. જશોદા બેહન અને સુરભિ એ પુરી વાત ન કરતા કહ્યું કે તે રાત્રે ઉંધ માં ચાલતા અહીં આવી ગઈ.

      સુમિત અને રાકેશ બીજે દિવસે સવારે ઉઠ્યા ને તૈયાર થઈને સીધા હોટલ ના રિસેપ્શન કાઉન્ટર પર ગયા. રાયપુર નાનું પણ બહુ સુંદર ગામ હતું. ત્યાં જુના મહેલો અને કિલ્લા પણ આવેલા હતા. ઘણા ટુરિસ્ટો ત્યાં આવતા હતા. રિસેપ્શન પર બેઠેલા  માણસ ને જોઈ સુમિત એ સ્મિત કર્યું ને બોલ્યો," અમને માધવસિંહ ની હવેલી જોવી હતી. ત્યાં કોઈ રહે છે ?"

રિસેપ્શન પર બેઠેલા માણસ નું નામ બીરજુ હતું. તે રાયપુર નો જ વતની હતો ને ખુબ ઉત્સાહી અને વાતોડિયો હતો. તે સ્મિત સાથે બોલ્યો
," અરે સાહેબ, તે તો ખંડેર થઈ ગઈ છે. તેમાં હવે કંઈ જોવા જેવું નથી.‌
ત્યાં કોઈ રહેતું નથી.તેને બદલે તમે બીજા મહેલ અને કિલ્લા જોવો તે બહુ જ સુંદર છે."
સુમિત બોલ્યો," ના અમને આ માધવસિંહ ની હવેલી નું જ કામ છે. શું તેના વિશે કોઈ માહિતી મળી શકે? "
‌  બીરજુ બોલ્યો," બહુ વષૉ પહેલા તે હવેલી ખુબ જ સુંદર અને જાહોજલાલી વાળી હતી. માધવસિંહ એ દુર દુર થી કારીગરો બોલાવી તે હવેલી બનાવડાવી હતી. અચાનક તે હવેલી ને કોઈ ની નજર લાગી ગઈ તેની જાહોજલાલી ખત્મ થઈ ગઈ . આજે તે ખંડેર જેવી થઈ ગઈ છે."

સુમિત બોલ્યો," કોઈ વ્યક્તિ તે માધવસિંહ ના પરિવાર નું જીવિત હશે?"
બીરજુ બોલ્યો," તે તો મને નથી ખબર પણ સાહેબ વાત શું છે?"
રાકેશ બોલ્યો," દોસ્ત  અમને તે હવેલી અને માધવસિંહ ના પરિવાર વિશે જાણવું ખુબ જ જરૂરી છે. કોઈ ના જીવન અને મૃત્યુ નો સવાલ છે."
બીરજુ બોલ્યો," જો એવી જ વાત હોય તો હું તમારી મદદ કરી શકીશ.મારા દાદા એ તે હવેલી માં ઘણા સમય સુધી નોકરી કરેલી હતી. તે તમારી મદદ કરી શકશે. "

સુમિત એ ખુશ થતા કહ્યું," દોસ્ત , તારા દાદા સાથે અમારી વાત કરાવી દે."

બીરજુ બોલ્યો," હા કરાવી દઈશ પણ મારી એક શરત છે." 

        ******************