Dressing table part 9 books and stories free download online pdf in Gujarati

ડ્રેસિંગ ટેબલ ભાગ ૯

   બીજે દિવસે સવાર થી  શ્યામા એ પોતાની ચાલ ચાલવાની શરૂઆત કરી દીધી. તે રાજા માધવસિંહ પાસે પહોંચી ગઈ. રાજા માધવસિંહ ને શ્યામા માટે વિશેષ લાગણી હતી. તે શ્યામા ને જોઈ ખુશ થયા. રાજા માધવસિંહ રોજ સવારે પોતાના બગીચામાં ટહેલતા હતા.શ્યામા તેમને મળવા માટે ત્યાં પહોંચી ગઈ.
       શ્યામા ને જોઈને રાજા માધવસિંહ ખુશ થયા ને બંને જણા સાથે નાસ્તો કરવા બગીચામાં બેઠા. રાજાજી ખુબ ખુશ હતા અને તેમના અને શ્યામા સિવાય કોઈ ત્યાં ન હતું. શ્યામા આ તક નો લાભ લીધો ને વાત ની શરૂઆત કરી.
    તે બોલી," પિતાજી, કાલ નો જશન ખુબ શાનદાર રહ્યો."
રાજાજી બોલ્યા," હા, રૂપા ને જશન માં આવેલ યુવાનો માંથી કોઈ પસંદ આવ્યું હોય તો સારું."
  શ્યામા ગંભીર થતાં બોલી," એક વાત કહું તમે નારાજ ન થાઓ તો "
રાજાજી નવાઈ સાથે બોલ્યા," હા બોલ ને."
શ્યામા એ કહ્યું," એમ નહીં . તમે વાયદો કરો કે તમે ગુસ્સે નહીં થાઉં."
  રાજાજી બોલ્યા," હા નહીં થાઉં.બસ"
શ્યામા એ ધીમે થી કહ્યું," પિતાજી દીદી તો રાજવીર ને પસંદ કરવા લાગી છે. મેં બંને ને ઘણીવાર સાથે જોયા છે."
  " શું ? શમશેર ના છોકરા રાજવીર ને રૂપા પસંદ કરે છે?" રાજાજી એ ગુસ્સાથી કહ્યું.
" હા, પિતાજી."
" અશક્ય. હું મારી દીકરી ના લગ્ન કોઈ મામુલી કારીગર સાથે નહીં કરાવું.હુ આ વિશે રૂપા સાથે વાત કરીશ."  રાજાજી ખુરશી પરથી ઉભા થઈ ગયા ને ગુસ્સામાં બોલી ઉઠ્યા.
શ્યામા પણ ઉભી થઇ ગઈ ને તે રાજા માધવસિંહ પાસે આવી ને બોલી,
" પિતાજી, તમે ગુસ્સે ન થાઉં. દીદી રાજવીર ને બહુ ચાહે છે. જો તમે હમણાં દીદી ને કશું કહેશો તો  તે આવેશ માં આવીને કોઈ આડું અવળું પગલું ન ભરી લે."
   રાજા માધવસિંહ બોલ્યા," તારી વાત સાચી છે. મારે બળ થી નહીં કળ થી કામ લેવું પડશે.મને રૂપા પાસે થી આવી ઉમ્મીદ ન હતી." તે એકદમ નિરાશ થઈ ગયા.
   " પિતાજી, તમે આમ નિરાશ ન થાવ.હજી બહુ મોડું નહીં થયું."
   " શ્યામા , તું હમણાં આ વિશે કોઈ ને વાત ન કરીશ. તમારી માં ને પણ આ વાત ન કરતા."
" હા, પિતાજી. પણ તમે જલ્દીથી કોઈ પગલાં ભરજો વાત વધી જાય તેની પહેલાં."
," હા હું કશું કરીશ. રૂપા ને પોતાની જિંદગી બરબાદ કરવા નહીં દઉં."
            એમ કહી રાજા માધવસિંહ પોતાના કમરામાં જતા રહ્યા. શ્યામા ના ચહેરા પર કુટિલ સ્મિત આવી ગયું. તેણે પોતાની ચાલ ચલી લીધી હતી.
       રાજા માધવસિંહ ખુબ જ આધાત લાગ્યો હતો. રૂપા તેમની બહુ લાડકી હતી. તેની દરેક ઈચ્છા રાજા માધવસિંહ એ પુરી કરી હતી.પણ તે કોઈ સામાન્ય કારીગર સાથે લગ્ન કરે તે તેમને મંજૂર ન હતું. તેમને રૂપા
ના લગ્ન માટે ઘણા સપના જોયા હતા. તેમને રૂપા પર બહુ ગુસ્સો આવી રહ્યો.પણ તે વિચારી રહ્યા કે કોઈ એવો રસ્તો શોધી કાઢે કે રૂપા ની બદનામી પણ ન થાય ને તે રાજવીર થી અલગ થઈ જાય.તે ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા.
           રૂપા ની આંખો મોડેથી ખુલ્લી. તેને કાલ ની રાત યાદ આવી ગઈ.તે શરમાઈ ગઈ. તે પોતાના પલંગ માંથી ઉઠી ને સ્નાન ગૃહ માં જતી રહી. રૂપા ના કમરામાં જ તેનું અલગ સ્નાન ગૃહ હતું.તે નાહીને બહાર આવી ને ડ્રેસિંગ ટેબલ સામે બેસી તૈયાર થવા લાગી. અરીસા માં પોતાનુ પ્રતિબિંબ તેને આજે કંઈ અલગ જ લાગી રહ્યું.તેનુ રૂપ પહેલા કરતા પણ ખીલેલુ લાગતું હતું. તેના ભીના વાળ, ગોરી ચમકતી ત્વચા, ગુલાબી હોઠ આજે વધારે જોવા મોહક લાગી રહૃાા. તેણે સિંદુર ની ડબ્બી કાઢી ને પોતાની માંગ માં ભરી દીધું ને પછી તેને પોતાના વાળ ની આડશ માં છુપાવી દીધું. સિંદુર ની ડબ્બી પાછી અંદર રાખી દીધી.
           તે આખો દિવસ રૂપા રાજવીર ના વિચારો માં ખોવાયેલી રહી ને બીજી તરફ માધવસિંહ ચિંતા માં ડુબેલા રહૃાા. તેમણે બપોર નું જમણ પણ કમરામાં જ મંગાવી લીધું. તેઓ કોઈ ને મળ્યા પણ નહીં. અંતે તેમણે એક નિણર્ય કર્યો ને રૂપા ને સાંજે બોલાવી.
       રૂપા તેમના કમરામાં પહોંચી ત્યારે રાજા માધવસિંહ પોતાના વિચારો માં ખોવાયેલા હતા. રૂપા બોલી," પિતાજી, તમે ઠીક તો છો ને?"
રાજા માધવસિંહ વિચાર માંથી બહાર આવી બોલ્યા," હા, રૂપા. તને કાલ નો જશન કેવો લાગ્યો?"
   " બહુ શાનદાર. મારા પિતાજી ના મારા માટે જે કરે તે શ્રેષ્ઠ જ હોય છે." રૂપા એ ખુશ થતા કહ્યું.
" તો મારી એક વાત માનીશ. હું ઈચ્છું છું કે તું થોડા દિવસ તારા મામાજી ને ત્યાં જાય. કાલે પણ તેઓ બહુ આગ્રહ કરતા હતા. હમણાં તારા મામીજી ની તબિયત પણ સારી રહેતી નથી."
  " પણ પિતાજી" રૂપા અચકાતા બોલી
" આટલી વાત પણ નહીં માનો અમારી !!" રાજા માધવસિંહ એ થોડા કડક અવાજે કહ્યું
" હા હું જાઈશ, પિતાજી" રૂપા આ જ પહેલા પોતાના પિતાજી ના અવાજ માં આવી રૂક્ષતા નહોતી જોઈ. તેને એના પિતાજી ની આંખો માં પણ અલગ જ ભાવ દેખાય રહૃાા હતા.
" તું જવાની તૈયારી કર. અમે હવે આરામ કરીશું."  રૂપા થોડી નવાઈ અને આધાત સાથે ત્યાં થી જતી રહી.
        તે સાંજે રાજવીર ને મળવા ગઈ. તેણે પોતાના જવાની વાત કરી. બન્ને જણા ઉદાસ થઈ ગયા હતા. બન્ને એકબીજા ને ભેટી પડ્યા. રાજવીર એ રૂપા ના કપાળ પર ચુંબન કરીને કહ્યું," આપણે જલ્દી મળીશુ." તેની વાત સાંભળી રૂપા એ હળવું સ્મિત કર્યું ને જતી રહી. રૂપા ના દિલ માં અજાણ્યો ડર અને ગભરાહટ હતા. બન્ને જાણતા ન હતા કે આ તે બંને ની છેલ્લી મુલાકાત હતી.
     બીજે દિવસે રૂપા પોતાના મામાજી ને ઘરે જવા જતી રહી. રાજા માધવસિંહ એ શમશેર ને પોતાના કમરામાં બોલાવ્યો. શમશેર એ કમરામાં  આવી રાજા ને પ્રણામ કર્યા . રાજા માધવસિંહ બોલ્યા," તુ વષૉ થી અમારી હવેલી માં કામ કરે છે. તે તારું કામ વફાદારી થી કર્યું છે.પણ હવે અમે ઈચ્છીએ છીએ કે તુ અને તારો દીકરો આ હવેલી અને ગામ છોડી જતા રહો."
  શમશેર ને આ સાંભળી ખુબ આધાત લાગ્યો. તે બોલ્યો," માલિક મારા થી કોઈ ભુલ થઈ ગઈ?"
  રાજા બોલ્યા," ભુલ તારા થી નહીં. તારા દીકરા થી થઈ છે. તેણે મારી દીકરી પર નિયત બગાડી છે. તારી વફાદારી જોઈ અમે તેને સજા ન કરતા ફક્ત આ હવેલી માંથી ચાલ્યા જવાનું કહ્યું છે. હવે તે મારી દીકરી પાસે ન દેખાવો જોઈએ."
    શમશેર એ હાથ જોડીને કહ્યું," જી માલિક, મારી દીકરા ની ભુલ માફ કરજો. હવે તે રાજકુમારીજી પાસે નહીં દેખાય. અમે બહુ દુર જતા રહેશુ."". આમ કહી જતો રહ્યો.
         એ જ દિવસે સામાન બાંધ્યો ને જવાની તૈયારી કરી. તેણે રાજવીર ને બોલાવ્યો ને ગુસ્સામાં કહ્યું," તારી એક ભુલ ના લીધે આપણે આ હવેલી છોડી જવું પડશે." તેણે રાજા એ કહેલી વાત રાજવીર ને કરી.
  રાજવીર મક્કમ અવાજે બોલ્યો," પિતાજી, મેં હમેશા તમારી વાત માની છે પણ આજે હું આ વાત નહીં માનું. હું અને રૂપા હવે ઘણા આગળ વધી ગયા છીએ. અમે એકબીજા ને જીવનસાથી માની લીધા છે.હવે હું રૂપા નો સાથ નહીં છોડુ."
  આ સાંભળી શમશેર ને ગુસ્સો આવ્યો ને તેણે એક તમાચો રાજવીર ને મારી લીધો. રાજવીર બોલ્યો," પિતાજી, તમે ગમે તે કરી લો. હવે હું રૂપા થી દુર નહીં જાઉં."
  શમશેર એ રાજવીર ને સમજાવાની ઘણી કોશિશ કરી પણ રાજવીર પોતાના નિર્ણય પર મક્કમ રહૃાો.  તે જ સમયે ત્યાં રાજા માધવસિંહ પહોંચી ગયા. તે શિકાર પર જવા માંગતા હતા. તેમના હાથમાં બંદૂક હતી. રાજવીર અને શમશેર વરચે ની વાત સાંભળી તેમને ખુબ ગુસ્સો આવ્યો.
          તેઓ એ ગુસ્સામાં આવીને કહૃાું," રાજવીર, હું તને અંતિમ વાર ચેતવણી આપું છું. તું રૂપા ના જીવન માંથી જતો રહે."
   શમશેર અને રાજવીર મહારાજ ને ઓચિંતા જોઈ ચોંકી ગયા . પણ રાજવીર પોતાના નિર્ણય પર મક્કમ રહૃાો. તે બોલ્યો," મહારાજ, હું ને રૂપા એકબીજા ને ચાહીએ છીએ. હું તેનો સાથ નહીં છોડુ."
     રાજા ગુસ્સામાં આવી ગયા ને બંદુક રાજવીર ની સામે તાકી દીધી. તે બોલ્યા," તું રૂપા ને ભુલી જા નહિ તો હું તને જીવિત નહીં રહેવા દઉં."
     રાજવીર ના ચહેરા પર કોઈ ડર ન હતો. તે મક્કમ અવાજે બોલ્યો,"તમારી ઈચ્છા. પણ હું રૂપા ને નહીં છોડુ."
   શમશેર બોલી ઉઠ્યો," માલિક તે બાળક બુદ્ધિ છે. તમે એને માફ કરી દો. હું તેને સમજાવીશ."
   રાજા પર ક્રોધ સવાર હતો. રાજવીર ની મક્કમતા જોઈ તેમને વધારે ગુસ્સો આવી ગયો. તેમણે આવેશ માં આવી ગોળી છોડી દીધી જે રાજવીર ની છાતી માં લાગી ગઈ. તે ત્યાં જ ઢળી પડ્યો. તેના ચહેરા પર કોઈ ડર કે ઉદ્ધેગ ન હતો. એક સ્મિત હતું. શમશેર ચીસ પાડીને રાજવીર પાસે જતો રહ્યો ને તેનું માથું ખોળામાં લઈ રડવા લાગ્યો. તેણે ગુસ્સામાં આવી રાજા માધવસિંહ ને કહૃાું," તમે આ બહુ ખોટું કર્યું. મારી આ બદદુઆ છે કે જેમ મેં મારા દીકરા ને ખોયો તેમ તમે પણ તમારી દીકરી ને ખોશો. ને તેના વિરહ માં તડપશો."
    તે સાથે તેણે ત્યાં પડેલા ધારદાર ખંજર ને પોતાના પેટ માં હલાવી દીધું. રાજા માધવસિંહ તેને રોકવા ગયા પણ ત્યાં સુધી માં મોડું થઈ ગયું હતું. રાજા માધવસિંહ બંને બાપ દીકરા ની ખુન થી લથપથ લાશ જોઈ સ્તબ્ધ રહી ગયા. તેમને પોતાના કૃત્ય પર પસ્તાવો થયો. તેણે તરત જયમલ ને પોતાની પાસે બોલાવ્યો. જયમલ તેમનો ખૂબ વિશ્વાસુ હતો. તેમણે બધી વાત તેમને કરી. જયમલ ને આ સાંભળી બહુ આધાત લાગ્યો. તેની આંખો માં આંસુ આવી ગયાં. તે પોતાના માલિક ને કશું કહી શકે તેમ ન હતો. તેણે કાળજું કઠણ કરી રાજા ને વફાદાર રહેવાનું નક્કી કર્યું.
  રાજા એ જયમલ ને બંને ની લાશ ના અંતિમ સંસ્કાર કરવાનું કહૃાું.અને તેમણે આ વાત અહીં જ દબાઈ જાય તેવી કડક સુચના આપી. તે દિવસે હવેલી પર કોઈ ન હતું .રમાદેવી અને શ્યામા બહાર ગયા હતા. એટલે આ વાત ની કોઈ ને ખબર ન પડી.હવેલી એ બધા ને એવું જ હતું કે બંને બાપ દીકરો નોકરી છોડી જતા રહૃાા. જ્યારે સાચી વાત ફક્ત રાજા અને જયમલ જ જાણતા હતા. રાજા માધવસિંહ ને ખુબ પસ્તાવો હતો.જયારે પણ તેને શમશેર ની બદદુઆ યાદ આવતી તેમની ઉંધ હરામ થઈ જતી.
         રૂપા બે મહિના પોતાના મામા ના ઘરે રોકાઇ પણ તેનું મન બહુ બેચેન રહૃાું. તેને કશા અમંગળ ના એંધાણ થઈ રહૃાા. તેનું મન રાજવીર ને મળવા બેચેન હતું. તે જ્યારે રાયપુર આવી ત્યારે તેણે પ્રથમ રાજવીર ની તપાસ કરી.તેને એવું જ જાણવા મળ્યું કે રાજવીર અને તેના પિતા હંમેશા માટે રાયપુર છોડી જતા રહૃાા. તેને આ જાણી ખુબ આધાત લાગ્યો. તેનું મન આ વાત સ્વીકારવા તૈયાર ન હતું. બીજી તરફ રૂપા ના કુખ માં તેના અને રાજવીર ના પ્રેમ ની નિશાની પલી રહી હતી.
          રૂપા બહુ મુંઝાય ગઈ હતી .એકતરફ રાજવીર ના કોઈ સમાચાર ન હતા અને બીજી તરફ તે રાજવીર ના બાળક ની મા બનવાની હતી. તેણે એક દિવસ જયમલ ને રાજવીર વિશે પુછ્યું. કારણકે તે જાણતી હતી કે શમશેર અને જયમલ વરચે સારી મિત્રતા હતી. જયમલ બધા જેવો જ જવાબ આપ્યો  પણ રૂપા એ હાર ન માની.
તે બોલી," તમે મને દીકરી જેવી માનો છો્.તમે તો મને સાચો જવાબ આપો." આ કહેતા તે રડી પડી.
   જયમલ એ બધી વાત રૂપા ને કરી દીધી. બધી હકીકત જાણી તે ચોધાર આંસુ એ રડી પડી. તે રાજવીર ના મૃત્યુ ના સમાચાર જાણી તુટી પડી. બે દિવસ સુધી તે ખાધા પીધા વગર ની પોતાના રૂમમાં જ કેદ રહી. રમાદેવી અને રાજા માધવસિંહ ને રૂપા ની બહુ ચિંતા થવા લાગી. તેને પોતાના પિતા ના કૃત્ય પર બહુ ગુસ્સો આવી રહ્યો. તે તેમને નફરત નહોતી કરતી પણ આ કૃત્ય માટે ક્યારેય માફ કરી શકે એમ ન હતી.
       અંતે બે દિવસ રહી રૂપા એ પોતાનુ મન મક્કમ કર્યું ને એક નિણર્ય લીધો. તેણે રમાદેવી અને રાજા માધવસિંહ ને ભેગા કયૉ . બન્ને ની સામે તેણે કહ્યું," પિતાજી, માં. હું રાજવીર ને બહુ ચાહું છું. મેં તેને પોતાનો પતિ માની લીધો છે. અને હું તેના બાળક ની માં બનવાની છું."
       આ સાંભળી ને  રમાદેવી  અને રાજા  માધવસિંહ ઘડી તો ચોંકી ગયા પણ પછી રમાદેવી ગુસ્સે ભરાયા ને રૂપા ને એક તમાચો મારી દીધો.
  રાજા માધવસિંહ ગુસ્સામાં બોલ્યા," તને ભાન છે તું શું બોલે છે. રાજવીર તો તને છોડી ને દુર જતો રહ્યો."
   રૂપા મક્કમ અવાજે બોલી," રાજવીર મને છોડીને ક્યાંય પણ ન જઈ શકે. તેની કોઈ મજબુરી હશે.હું આ બાળક ને જન્મ આપીશ . આ મારો અંતિમ નિર્ણય છે." રૂપા એ જયમલને બચાવવા પુરી વાત ન કરી પણ રાજા ની સામે એવી રીતે જોયું કે તેમની નજર ઝુકી ગઈ.
     તેની આ વાત સાભળી રમાદેવી એ બીજી થપ્પડ મારી ને રડવા લાગ્યા. રાજા ને બહુ ગુસ્સો આવ્યો તેમણે રૂપા ને તેના કમરામાં પુરી દીધી. રૂપા પોતાના નિર્ણય માં મક્કમ હતી. મહિના ઘણા થઈ ગયા હોવાથી બાળક ને પડાવવુ પણ શક્ય ન હતું.
         રૂપા ને રાયપુર થી દુર એકાંત વાળી જગ્યાએ લઈ જવામાં આવી.જેથી કોઈ ને તેના ગભૅવતી હોવાની ખબર ન પડે. રમાદેવી પણ તેની સાથે ગયા હતા. તેમને રૂપા ના આ કૃત્ય થી આધાત લાગ્યો હતો પણ ગમે તેમ તે માં હતા.પોતાની દીકરી ને આવી દશા માં એકલી મુકી શકે તેમ ન હતા. જયમલ અને બીજા વિશ્વાસુ દાસી અને નોકર ને પણ લઈ જવામાં આવ્યા. શ્યામા ને આ વાત ની ખબર પડી તો તેને આધાત લાગ્યો .તેને પોતાના કૃત્ય પર પછતાવો થયો.
         રૂપા હવે પોતાના બાળક ની આશા માં જ જીવી રહી. આવનારું બાળક જ તેના જીવવાનું કારણ હતું. નવમા મહિને રૂપા ને પ્રસવ પીડા ઉપડી ને તેણે એક છોકરા ને જન્મ આપ્યો હતો .તે બાળક ને જન્મ આપી બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાન માં આવી ને પોતાના બાળક ની પુછા કરી ત્યારે રમાદેવી એ દુઃખ સાથે કહૃાું કે," તારું બાળક મૃત્યુ પામ્યું છે. તે ફક્ત અડધો કલાક જીવ્યું ને પછી તેના શ્વાસ બંધ થઈ ગયા."
     આ સાંભળી રૂપા સ્તબ્ધ થઈ ગઈ. પછી તેની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ચીસ પાડી ને હિબકકા ભરીને રડવા લાગી. રમાદેવી પણ રડી પડ્યા. રૂપા ને સભાળવી અધરી હતી. પહેલા રાજવીર અને હવે પોતાના બાળક ને ગુમાવ્યા પછી તે પાગલ જેવી થઈ ગઈ હતી.
         તે બધા પાછા રાયપુર આવ્યા પણ રૂપા તો જીવતી લાશ બની ગઈ હતી. તે બસ પોતાના રૂમમાં કેદ રહેતી ને રોયા કરતી. તેને કપડાં કે ખાવા પીવા ની પણ સુધ રહી ન હતી. શ્યામા પણ રૂપા ની આ દશા જોઈ દુઃખી હતી ને પોતાની જાત ને આ માટે જવાબદાર માનતી હતી.
              ઘણી દવાઓ કરાવી પણ રૂપા ની સ્થિતિ માં કોઈ સુધારો ન થયો. અંતે જે વાત નો ડર હતો તે જ થયું. અમાસ ની રાત હતી. રૂપા એ બે દિવસ થી કશું ખાધું ન હતું. રમાદેવી જમવાની થાળી લંઈ તેના કમરામાં ગયા તો તેમની ચીસ નીકળી ગઈ.
          રૂપા એ રાજવીર એ આપેલી લાલ સાડી પહેરી હતી ને સોળે શણગાર સજી હતી. માંગ માં સિંદુર ભર્યું હતું. તે ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી. એકધારું અરીસા માં શુન્યભાવે જોઈ રહી ને એક હાથ માં ધારદાર ચપ્પુ હતો ને તેનાથી પોતાની નસ કાપવા જઈ રહી. રમાદેવી દોડતા તેની પાસે પહોંચ્યા પણ ત્યાં સુધી માં તેણે કાપો મુકી દીધો. તેના હાથ માંથી ખુન વહેવા લાગ્યું.
          રૂપા માં નબળાઈ પહેલે થી હતી. દાક્તર ને બોલાવે તેની પહેલાં લોહી ખુબ વહી જવાથી તેનું મૃત્યુ થઈ ગયું.
               **********************************
       જયમલ બોલ્યા," આજે પણ તે રાત યાદ આવે તો કમકમાટી આવી જાય છે. રૂપા ના મૃત્યુ પછી હવેલી ને નજર લાગી ગઈ. રૂપા ના કમરા ને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો પણ તોય ક્યારેક કોઈ ના રોવાનો અવાજ , ક્યારેક હસવાનો અવાજ આવતો. રાજા માધવસિંહ અને રમાદેવી બંને ટુંકી માંદગી માં મૃત્યુ પામ્યા. તે બંને રૂપા ના મૃત્યુ માટે પોતાને જવાબદાર માનતા હતા. શ્યામા ને તેના મામા પોતાના ઘરે લઈ ગયા ને તેના યુવરાજ સાથે લગ્ન કરાવ્યા પણ તેને ક્યારેય બાળક ન થયું. તે પોતાના બાળકને માટે તરસતી રહી. હવેલી ની બધી વસ્તુઓ વહેંચી દેવામાં આવી. તે ડ્રેસિંગ ટેબલ પણ વહેંચી દેવામાં આવ્યું. તે ડ્રેસિંગ ટેબલ માં રૂપા ની આત્મા વસી ગઈ હતી. જે કોઈ ને સુખ થી રહેવા દેતી ન હતી."
        સુમિત ,  રાકેશ અને બીરજુ સ્તબ્ધ થઈ ને આ સાંભળી રહ્યા .
અચાનક જયમલ ડરવા લાગ્યા ને બોલ્યા," કાશ મેં રાજકુમારી ને કીધું હોત કે તેમનું બાળક જીવતું છે તો આ વિનાશ ન થાત.
        સુમિત ,રાકેશ અને બીરજુ તેમને આશ્ચર્ય સાથે તાકી રહૃાા.