Dressing table part 8 books and stories free download online pdf in Gujarati

ડ્રેસિંગ ટેબલ ભાગ ૮

       સાંજે રાખેલા જશન ની જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી. રૂપા રાજવીર ને મળવા માગતી હતી.તેને હતું કે રાજવીર તેને જન્મદિવસ ની શુભકામના દેવા આવશે. પણ સાંજ થવા આવી તો પણ રાજવીર ન દેખાયો. રૂપા ને રાજવીર પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો.
        સાંજ ના જશન માં  જુદી જુદી જાગીર ના રાજકુમારો આવ્યા હતા. રાજા માધવસિંહ એ પોતાની આસપાસ ના બધા રાજવીઓ ને નિમંત્રણ આપ્યું હતું. તેઓ ઈરછતા હતા કે તેમાંથી કોઈ  રૂપા  ને પસંદ પડે તો સારું.પણ તે જાણતા ન હતા કે રૂપા તો પહેલે થી કોઈ ને પસંદ કરી ચુકી હતી. જશન માટે હવેલી ના હોલ ને ખુબ સારી રીતે શણગારવામાં આવ્યો હતો. ઉતમ રસોયાઓ પાસે થી અલગ અલગ પકવાનો બનાવ્યા હતા.
         રાજા માધવસિંહ એ પરંપરાગત પોતાનો પોષાક ધારણ કયૉ હતો. જશન માં બધા પારંપરિક પોષાક માં આવ્યા હતા. રમાદેવી એ લાલ રંગ ની શિફોન ની સાડી પહેરી હતી. સોના ના આભુષણો ધારણ કયૉ હતા. જેમાં  તેમનુ રૂપ ખુબ ખીલી ઉઠ્યું હતું. તે ખુબ જાજરમાન દેખાય રહૃાા હતા.તેમણે પોતાનુ શરીર આ ઉંમરે પણ જાળવી રાખ્યું હતું.
        તે ગવૅ ભરી ચાલે રૂપા ના રૂમ તરફ ગયા. રૂપા એ આજે વાદળી રંગ ના ચળિયા ચોલી પહેયૉ હતા. તેમાં તે બહુ મોહક લાગી રહી હતી. તેણે કોઈ આભુષણ ધારણ કયૉ ન હતા. તે વિચારતી હતી કે તે શું પહેરે ત્યાં રમાદેવી એના રૂમ માં પહોચી ગયા. રૂપા ત્યારે ડ્રેસિંગ ટેબલ સામે બેસી તૈયાર થઈ રહી હતી.રમાદેવી તેને એકીટશે જોઈ રહૃાા. રૂપા એ ડ્રેસિંગ ટેબલ માં તેમનું પ્રતિબિંબ જોયું ને તે ઉભી થઈને તેમની પાસે આવી.
       તે રમાદેવી ની સામે જોઈ બોલી," તમે તો બહુ સુંદર લાગી રહૃાા છો."
રમાદેવી એ પોતાના આંખ પર લગાવેલું કાજલ આંગળી પર લઈ રૂપા ની કાન પાછળ લગાવ્યું ને બોલ્યા," મારી દીકરી કરતા ઓછી સુંદર લાગુ છું. આજે આ પોષાક માં તું બહુ સુંદર લાગે છે. તને કોઈ ની નજર ન લાગે ."
    રૂપા શરમાઈ ગઈ. રમાદેવી એ પોતાના હાથમાં રહેલો બોક્સ ખોલ્યો અને તેમાંથી એક મોતી નો હાર કાઢ્યો. રૂપા ને ડ્રેસિંગ ટેબલ ની સામે બેસાડી ને તેના ગળા માં તે હાર પહેરાવી દીધો. રૂપા બોલી ," બહુ જ સુંદર છે."
    રમાદેવી બોલ્યા," આ હાર મારા પિતાજી એ મને આપ્યું હતું.હુ તને આપું છું. તારા પર આ હાર બહુ સરસ લાગે છે."
    ત્યાં શ્યામા આવી ગઈ. તેણે આછા ગુલાબી રંગ ના કપડા પહેયૉ હતા.તેમા તે સુંદર લાગી રહી હતી. તે રમાદેવી ની પાછળ ઉભી રહી ગઈ ને તેમના ગળામાં હાથ નાખી બોલી," મારા માટે શું લાવ્યા છો?"
    રમાદેવી પહેલા હેબતાઈ ગયા ને પછી તેના હાથ ખસેડી બોલ્યા," હજી પણ તારું બાળપણ જતું નથી. તારા જન્મદિવસે તારા માટે ભેટ લઈ આવીશ."
     શ્યામા નો ચહેરો ઉદાસ થઈ ગયો. ત્યાં રમાદેવી એ તેના કપડા સામે જોઈ કહૃાું," આ રંગ તને સારો નથી લાગતો. તુ તારા કપડાં બદલાવી લે."
  રૂપા બોલી,'" ના , માં,   આ રંગ પણ શ્યામા પર સારો લાગે છે."
  રમાદેવી બોલ્યા," તેના શ્યામ વર્ણ પર આ રંગ નહીં સારો લાગે."
શ્યામા ગુસ્સામાં બોલી," માં, હમેશા દીદી ના જ વખાણ કરે છે. મારા ક્યારેય  નથી કરતા. મને જશન માં નથી જવું."
   શ્યામા ની આંખો માં આંસુ આવી ગયાં ને તે રડતા રડતા જતી રહી.
રમાદેવી બોલ્યા," આ છોકરી દર વખતે આવું કરે છે."
રૂપા બોલી," હું તેને મનાવા જાવ છું."
        રૂપા શ્યામા ના કમરા માં ગઈ . શ્યામા  પોતાના પલંગ પર ઉંધી સુઈ ને રડી રહી હતી. રૂપા તેના માથા પર હાથ ફેરવ્યો. શ્યામા એ માથું ઉંચું કરી રૂપા ની સામે જોયું. તે રૂપા ને ભેટીને રડવા લાગી.
      રૂપા તેને શાંત કરાવતા બોલી," અરે , મારા જન્મદિવસે પણ તું આમ રડીશ. માં અને પિતાજી તને મારા જેટલું જ ચાહે છે. તું માં ની વાતો ને મન પર ન લે."
   શ્યામા એ રડતા કહૃાું," તમારા માટે હંમેશા સૌથી સારી ભેટ હોય છે.મારા માટે કંઈ નહીં."
  રૂપા બોલી," અરે પાગલ, એવું કંઈ નથી. ચલ રોવાનું બંધ કર."
    રૂપા એ  શ્યામા ના આંસુ લુછયા અને પોતાના ગળા માંથી હાર કાઢી તેને પહેરાવ્યું.
  શ્યામા બોલી," પણ આ હાર તો માં એ તમને આપ્યો છે. "
   રૂપા બોલી," હા , પણ હું ઇરછું છું કે આ હાર તું પહેરે. તું મારી નાની બહેન છે. તું પહેરે કે હું બધું એક જ છે. "
  તેને અરીસા પાસે લઇ જઈ કહ્યું," જો આ હાર તારા પર પણ એટલો જ સુંદર લાગે છે.""
   શ્યામા રૂપા ને ભેટી પડી. તેના ચહેરા પર કુટિલ સ્મિત આવી ગયું.તે મન માં બોલી," દીદી , હું તમારી નજીક ની દરેક વસ્તુ તમારી પાસે થી છીનવી લઈશ."
           પછી રૂપા પોતાના રૂમમાં આવી ને બીજો હાર પહેરી તૈયાર થઈ ગઈ. જ્યારે રૂપા જશન માં આવી ત્યારે દરેક જણ તેને જ જોઈ રહૃાા. વાદળી રંગના ચણિયાચોળી માં તે અદ્ભૂત લાગી રહી. લાંબા વાળ નો ગુથેલો ચોટલો, કપાળ પર આવતી લટ, માંજરી આંખો, ગુલાબી હોઠ તેને કામણગારી બનાવી રહ્યા. જશન માં આવેલ દરેક યુવાન ને  રૂપા માં પોતાની સ્વપ્ન સુંદરી દેખાઈ રહી. રાજવીર પણ જશન માં શામેલ હતો.તે બધી વ્યવસ્થા સાચવવા મા લાગેલો હતો.તેણે દુર થી રૂપા ને જોઈ ને તેનુ દિલ એક ધબકારો ચુકી ગયો. તે બસ એને પ્રેમભરી નજરે જોઈ જ રહ્યો  તેની સુંદરતા માં ખોવાઈ ગયો .
         થોડીવાર રહી રાજવીર પોતાની સપના ની દુનિયા માંથી બહાર આવ્યો ને જમવાની વ્યવસ્થા સાચવવા જતો રહ્યો. રૂપા ને એક પછી એક બધા મળવા આવતા રહૃાા અને ભેટ સોગાદ આપતા રહૃાા. રૂપા ની નજર રાજવીર ને શોધી રહી .પણ તેને તે ક્યાંય પણ દેખાયો નહીં.
       રમાદેવી એ જોયુ કે રૂપા નો હાર શ્યામા એ પહેયૉ હતો .તેમને આ ગમ્યું નહીં પણ તે કશું ન બોલ્યા. જશન માં યુવરાજ પણ આવ્યો હતો. તે રૂપા ના મામી નો ભાઈ હતો. ઉંચા કદ કાઢી ધરાવતા રૂપાળા યુવરાજ નું કુટુંબ ખુબ સમૃદ્ધ હતું .તેમની પાસે ઘણી જમીન જાયદાદ હતી.        
          રમાદેવી ઇરછી રહૃાા કે યુવરાજ અને રૂપા એકબીજા ને પસંદ કરી લે તો રૂપા ના લગ્ન યુવરાજ સાથે કરાવી શકાય. રમાદેવી ના ભાભી પણ આ જ ઈરછતા હતા. રમાદેવી એ યુવરાજ ની ઓળખાણ રૂપા સાથે કરાવી. યુવરાજ ભણવા માટે વિદેશ ગયો હતો એટલે રૂપા તેને પહેલી વાર જ મળી રહી હતી.
        રૂપા એ થોડી ઔપચારિક વાતો યુવરાજ સાથે કરી પછી તે ત્યાં થી બહાનું કરીને જતી રહી. રૂપા ની નજર રાજવીર ને શોધી રહી. તેણે રાજવીર ને દુર રસોઈઘર પાસે જોયો . રાજવીર એ પણ તેને જોઈ. બન્ને એકબીજા સામે જોયું ને રાજવીર બીજે મિનિટે નજર ફેરવી જતો રહ્યો. રૂપા ને રાજવીર નું આવું વતૅન દુઃખ પહોચાડી ગયું.
        બીજી તરફ યુવરાજ રૂપા ને બદલે શ્યામા તરફ આકર્ષિત થયો હતો.તેણે શ્યામા જોડે વાત કરવાની કોશિશ કરી પણ શ્યામા એ તોછડાઈ થી વાત કરી ત્યાં થી જતી રહી. યુવરાજ ને શ્યામા ની આ તોછડાઈ પણ ગમી ગઈ.તેના મન માં શ્યામા વસી ગઈ હતી.
         મહેફિલ માં પુરેપુરી રંગત જામી હતી. જે પીવાના શોખીન હતા તેમને માટે દેશી વિદેશી બધી મદિરા હાજીર હતી.તે લોકો પીવાનો આનંદ લઇ રહૃાા .જે લોકો ખાવાના શોખીન હતા તે લોકો વિવિધ પકવાનો નો સ્વાદ માળી રહૃાા. જે લોકો નૃત્ય અને સંગીત ના શોખીન હતા તેમને માટે વિવિધ કલાકારો ને દુર દુર થી બોલાવામાં આવ્યા હતા.
         આ બધા વચ્ચે રૂપા નું મન ઉદાસ હતું. તેની આંખો ભીની થઈ ગઈ.તેને રાજવીર ના આવા રૂક્ષ વ્યવહાર થી દુઃખ થઈ રહૃાું હતું. તે પોતાને સંભાળી બધા ની સાથે હસીને વાત કરી રહી પણ તેના મન માં ઉદાસી છવાયેલી હતી. રાત્રે મોડે થી જશન સમાપ્ત થયું. બધા મહેમાનો ને વિદાય કર્યા પછી રૂપા જ્યારે પોતાના કમરામાં આવી ને એકલી પડી ત્યારે તેની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા.
         તેના દિલ નુ દદૅ આંસુ દ્વારા વહેવા લાગ્યું. તે જશન માં પહેરેલા કપડે જ પોતાના  પલંગ પર સુઈ ગઈ ને રડવા લાગી. રડતા રડતા ક્યારે તેને ઉંધ આવી ગઈ ખબર ન પડી.
        અચાનક મોડી રાત્રે તેની આંખો કોઈ અવાજ થી ખુલી ગઈ. રૂપા અંધારામાં જ સુઈ ગઈ હતી.તેણે જ ગભરાઈ ને પોતાના પલંગ પાસે રહેલ ટેબલ લેમ્પ ચાલુ કયૉ. તેણે લેમ્પના ઝાંખા પ્રકાશમાં રાજવીર ને ઉભેલો જોયો.
      તે તેને જોઈને ચોંકી ગઈ. રાજવીર એ રૂપા ને ચુપ રહેવા નો ઈશારો કર્યો. રૂપા ધીમે થી બોલી," તું અહીં શું કરે છે?"
    રાજવીર બોલ્યો," હું તમારા માટે જન્મદિવસ ની ભેટ લાવ્યો હતો. જશન માં તે ન આપી શક્યો.એટલે વિચાર્યું કે તારા કમરા માં રાખી જાઉં.અંધારા માં મારો પગ ટેબલ સાથે અથડાય ગયો ને તારી ઉંધ ઉડી ગઈ."
  રૂપા બોલી," આમ અડધી રાતે ચોરી છુપે આવવાની શી જરૂર હતી. તુ દિવસ ના પણ ભેટ આપી શકતો હતો."
   રાજવીર બોલ્યો," મારા પિતાજી ઈરછે છે હું તારા થી દૂર રહું. "
રૂપા રાજવીર નો હાથ પકડતા બોલી," તું શું ઈચ્છે છે?"
  રાજવીર એ હાથ છોડાવી કહૃાું," આપણે દુર રહીએ તે જ યોગ્ય રહેશે."
  રૂપા એ રાજવીર ની આંખો માં આંખ પરોવી ને કહ્યું," શું તને મારા માટે લાગણી નથી? તું શું કામ અડધી રાતે આવું જોખમ લઈને પણ મને ભેટ આપવા આવ્યો."
  રાજવીર એ પોતાની નજર ફેરવી લીધી ને કહ્યું," હવે મારે જવું જોઈએ." તે કમરા ની બહાર જવા લાગ્યો.
  રૂપા એ તેનો રસ્તો રોકી લીધો ને કહૃાું," આજે તને જવાબ આપવો પડશે . તને મારા સોગંદ છે."
   રાજવીર એ રૂપા નો ચહેરો પોતાના હાથમાં લીધો ને કહ્યું," મને તારા માટે પ્રેમ છે. બહુ ચાહું છું તને.પણ આપણે એક કયારેય નહીં થઈ શકીએ."
    રૂપા બોલી," હું તારા સિવાય કોઈ બીજા ની નહીં થઉ.તુ જો મારા થી દુર રહીશ તો હુ મરી જઈશ."
   રાજવીર એ તેના મોં પર હાથ મૂકી દીધો ને તેને ભેટી પડ્યો. બન્ને ની આંખો માં આંસુ આવી ગયાં હતાં.
  થોડીવાર રહી રૂપા રાજવીર થી અલગ થતાં બોલી ," તું શું લાવ્યો છે મારા માટે ?"
  રાજવીર એ ટેબલ પર રાખેલ પેકેટ રૂપા ને આપ્યું. પેકેટ માં એક લાલ રંગ ની સુંદર સાડી હતી. એક ચિઠ્ઠી જેમાં લખ્યું હતું," જન્મદિવસ ની શુભેચ્છા "
     રાજવીર બોલ્યો," બહુ સાદી છે. "
રૂપા બોલી," બહુ સુંદર છે. રાજવીર, હું તારી પાસે એક વસ્તુ માગું તું આપીશ."
   રાજવીર બોલ્યો," હું શું આપી શકીશ તને?"
રૂપા બોલી," હું હંમેશા માટે તારી થવા માગુ છું. આજે અત્યારે જ તારી સાથે લગ્ન કરીને તારી બનાવા માગુ છું."
  રાજવીર બોલ્યો," આ શક્ય નથી."
રૂપા બોલી," જો તે મને સાચા દિલથી ચાહી હોય તો મારી આ ઈરછા પુરી કર."
  રાજવીર બોલ્યો," આ કેવી જીદ છે!!! "
રૂપા બોલી," તું શું આટલું પણ ના કરી શકે!! " રૂપા રડવા લાગી. રાજવીર તેના આંસુ ન જોઈ શક્યો . તેણે તેના આંસુ લુછતા કહૃાું," તારી ઈચ્છા હું પુરી કરીશ."
    રૂપા ખુશ થઈ ગઈ.તે બોલી ," હું આ સાડી પહેરી ને આવું છું."
રૂપા ના કમરા માં એક પાર્ટિશન હતું . જે કપડાં બદલાવવા માટે જ બનાવામાં આવ્યું હતું. રૂપા પાર્ટિશન પાછળ જતી રહી. થોડીવાર રહી રૂપા બહાર આવી.
     રાજવીર તેને જોતો જ રહી ગયો. રૂપા ના લાંબા કેશ ખુલ્લા હતા. લાલ રંગ ની સાડી માં તેના દેહ ના વળાંકો મોહક લાગી રહૃાા. રાજવીર તેને પ્રેમભરી નજરે જોતો જ રહ્યો.
     રૂપા તેની પાસે આવી . રાજવીર બોલ્યો," તું અદભૂત લાગી રહે છે."
રૂપા હસી પડી ને ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ ને તેના એક ખાનાં માંથી સિંદુર ની ડબ્બી કાઢી.તેણે રાજવીર ને પોતાની પાસે બોલાવ્યો  ને કહૃાું," મને નાનપણ થી આ સિંદુર નો શોખ હતો. માં ને માંગ ભરતા જોતી તો મને પણ ઈરછા થઈ જતી. આ સિંદુર ની ડબ્બી હું માં પાસે થી લઈ આવી હતી. મેં વિચાર્યું હતું કે એક દિવસ હું મારા જીવનસાથી પાસેથી આ સિંદુર મારી માંગ માં પુરાવીશ.આજે તે ઘડી આવી ગઈ છે."
     રાજવીર ગંભીર અવાજે બોલ્યો," તું હજી એકવાર વિચારી લે."
રૂપા બોલી," નહીં રાજવીર હું મારા નિણર્ય પર મક્કમ છું. આજે હું તારી થઈને જ રહીશ‌."
   રાજવીર બોલ્યો," તારી ઈરછા હું જરૂર પુરી કરીશ." તેણે સિંદુર પોતાના હાથમાં લઈ રૂપા ની માંગ માં ભરી દીધું . રૂપા એ આંખો બંધ કરી દીધી ને તેની આંખો માંથી આંસુ સરી પડ્યા. થોડીવાર બન્ને એકબીજા ની સામે જોઈ રહૃાા.
            પછી રૂપા એ રાજવીર ના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા. રાજવીર પહેલા તો ચોંકી ગયો પણ પછી તે પણ લાગણી માં વહી ગયો. તેણે રૂપા ને ઉંચકી લીધી ને પલંગ પર લઈ જઈને સુવડાવી દીધી. રૂપા નો સાડી નો છેડો ખસી ગયો ને તેની પાતળી કમર અને શરીર ના વળાંકો સ્પષ્ટ પણે દેખાય રહૃાા. રાજવીર તેના રૂપ ને નજર થી પી રહ્યો ને પછી તેણે રૂપા ને બાહોમાં ભરી લીધી.બન્ને એકબીજા માં ખોવાઈ ગયા.
          ડ્રેસિંગ ટેબલ બંને ના પ્રથમ મિલન નો સાક્ષી બની રહૃાો.પ્રેમભરી ક્ષણો માણ્યા પછી બંને એકબીજા ની બાહોમાં એક ચાદર ઓઢી સુતા હતા.રૂપા નું માથું રાજવીર ની ઉધાડી છાતી પર હતું ને  રાજવીર રૂપા ના વાળ માં હાથ  ફેરવી રહ્યો ને તે  બોલ્યો,"આપણે આ યોગ્ય ન કર્યું."
    રૂપા એ પોતાનુ માથું ઉંચું કરી રાજવીર સામે જોતાબોલી," મને કોઈ અફસોસ નથી. હું મારા પિતાજી ને મનાવી લઈશ. તે મારી ખુશી ખાતર તને અપનાવી લેશે. તું મારો સાથ દઈશ ને ?"
   રાજવીર એ રૂપા ના કપાળ પર ચુંબન કર્યું ને કહ્યું," તુ હવે મારી જીવનસંગિની છે.હું તારો સાથ ક્યારેય નહીં છોડુ. હવે હું જાઉં. કોઈ મને જોઈ જશે તો મુસીબત થશે."
    રાજવીર પોતાના કપડા પહેરી રૂપા ને વ્હાલ કરી ને ઘીમે થી બહાર જતો રહ્યો. પરોઢ  થવા આવી હતી પણ બધા હજી રાત ના જશન નો થાક ઉતારતા નિદ્રામાં હતા. રાજવીર પોતાના કમરામાં આવ્યો તો તેના પિતાજી પણ ગાઢ નિદ્રામાં હતા. તેને મન માં શાંતિ થઈ કે કોઈ એ તેને જોયો નથી. પણ એક વ્યક્તિ તેને રૂપા ના કમરા માંથી બહાર આવતા જોઈ ગઈ હતી.
       તે વ્યક્તિ શ્યામા હતી.તેણે મન માં ગાંઠ વાળી કે તે રૂપા અને રાજવીર ને અલગ કરીને રહેશે.